Sagapananu Shamanu in Gujarati Poems by Archana Bhatt Patel books and stories PDF | સગપણનું શમણું

Featured Books
Categories
Share

સગપણનું શમણું

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : સગપણનું શમણું

શબ્દો : 2173

સજેસ્ટેડ શ્રેણી : કવિતા

1.

લાગણીને આજ

મારી

ૠતુ બેઠી ને
પાંગરી છે

અંગઅંગ વસંત...
શિશિર થઈ

તું આવે જો પાસ...
ગ્રીષ્મ રેલાય ચોપાસ...

2.

ઉનાળાની લૂ વાતી બપોરે દેખાયું દૂર મૃગજળ.....
પકડવા જ્યાં આગળ જાઉં
જાયે દૂરને દૂર...
એટલામાં જ
માંહ્યલી વેદનાઓ સળવળી...
આવ્યો એક સાદ- યાદ છે શિયાળાની એ કડકડતી ઠંડીનો
ગ્રીષ્મ મારો અહેસાસ..???
પ્રેમની પાંગરી'તી વસંત...
ચોમાસા સમ વરસતાં આપણે...
પરસ્પર પ્રેમતાં આપણે...
શિશિરનો પવન તો નસીબે ન સાંપડ્યો...
મૌસમ કંઈક એવી બદલાઈ કે
ૠતુ બેસે એની રાહમાં ને રાહમાં
તડપતાં એવાં આપણે....
ને સઘળું નિસ્તબ્ધ...!!!

3.

તારે મન વર્ષાૠતુ એટલે
વાદળોનું ઘેરાવું...
ગરજવું અને વરસવું અનરાધાર...
અને
મારા શબ્દોમાં કહું તો...
હેમંત અને શિશિરની સોડમભરી
વહેતા પવનની મૌસમ પછીનો...
એકલતાનાં ભારનો ઉનાળાની લૂ જેવો ઉકળાટ...
અને એ ઉકળાટને
તારા આગમનની સતત હોય છે પ્રતિક્ષા...
એકલતાની કારમી ઠંડીમાં
તારો ગ્રીષ્મ એવો પ્રેમભર્યો સહવાસ...
અને એટલે જ..
મારા પ્રેમની ૠતુ...!!!

4.

તારી આદત

મને એટલી તો

તીવ્ર છે કે
તારી ગેરહાજરીમાં

તારી વાતો...
અને હાજરીમાં

તને અછોવાના...
આ સિવાયનો

સઘળો સમય
બસ જાય છે

તારી જ પ્રતિક્ષામાં....!!!

5.

જીવનનાં તડકે છાંયે
અનુભવ ઘણોય કર્યો...
પડછાયો બની.....
તાપ સહેતો સહેતો
આતમને ય ભૂલી વિસર્યો....
ઓળો
અંતર તણો
કહે એને...
આતમને પામવું જો હો..
આતપ ને વેઠવું પડે...
અને
એ જ પડછાયો
ભટકે છે આજે અહીં તહીં
ખુદ જ બદનક્ષી બની
આતમનો....!!!

6.

મઘમઘ પ્રસરતા

શ્વાસ અમે

સૂંઘ્યા
ને પ્રિયતમને

અમે

પ્રેમે

એમ પૂજ્યા...

7.

કેસરી સંધ્યા
આથમણું થયુ ને
ઢળતી આશ....
નિશા સંગમાં
ગળાડૂબ એવો હું
તુજ પ્રેમમાં....
સમી સાંજના
આગમન પ્રતિક્ષા
રે ઠગારી રે.....
ઉગમણો વા
તુજ વિરહમાં જાણે!

8.

કંટકોની ૠજુતાને

જો

સ્પર્શવી હોય

ગુલાબ

થવું પડે...
લોકોના હાથે

ચૂંટાયા પહેલાં

કંટક સંગ

રક્ષાવું પડે...

9.

નફ્ફટાઈની હદ

અમે એમ

કંઈ ઓળંગી
જાત વડે

ખુદ

પોતાની જાત

ફલાંગી..

10.

છે

મરમની

વાત આ

સમજાય જો

ઝીણું ઝીણું
અનુરાગની

ભીતર કોરાય

તીણું તીણું...

11.

દરિયા સાથે

નીકળે દરિયો

ને

તું

આતમ ઉજાસ

રેલાવ
સૂકું તો સૂકું

ભલે

મૃગજળ ભર્યું

તું

રણ હવે

તો લાવ

12.

પવન ને કહો

ન વહે

અહીંયા..
જગા ન રોકે
વચ્ચે

ઘડી ઘડી

આવીને
અમારો

પ્રેમ ન ટોકે...

13.

આવતા જતા

તારો અનુભવ

મારા માટે

લ્હાવો
કારણ -

તેં જ તો

કહ્યું હતું કે

પ્રેમને

અવસરમાં વાવો

14.

માર્ગ

ચાહે હો

પથરાળો

કે પછી
કોઈ બિછાવે

કંટક મધ્યે...

ન ડર મનવા...
એક કેડી

લઈ જશે

પેલે પાર

તુજને..
બસ

રાખ ભરોસો

ઈશપર

સજનવા....

15.

અંતર

એટલું

ચંચળ છે
કે

ભટકી જાય છે...
રાહ જોતાં

થાકી આંખ
સ્હેજ ટાઠકે

મટકી જાય છે....

16.

હતી

ક્યાં ખબર

કે

પ્રેમનો સ્વાદ

જરી

ખારો પણ

હોય છે
અને

નીકળી પડ્યો

હું એમ જ

કેસરીયો ભીનો

વાન લઈને...

17.

માહ્યલો મારો
રંગ બદલે હરરોજ..
સંધ્યા ટાણું થાય છે ને...
તુજ સંગ વિતાવેલી
હરક્ષણ તાજી થાય છે
ડૂબતા સૂરજની સંગે
અને ડૂબતો સૂરજ જેમ
વધુ લબકારા મારે
તેમ ઘેરો થતો જાય છે
મારા પ્રેમનો રંગ
કેસરીયા કરે છે જાત મારી
રાત્રિ અંધકારમાં......

18.


આગ્રહ ખોટો

ન રાખવો

જ્યાં

ન હો

વિસાત
મમત

શા કરવાતા

જ્યાં

ન લખ્યો

તારો સાથ ???

19.

આંખો જોવે

અનિમેષ

અને

ન આવે

તું
અશ્રુભીની

બંધ પાંપણે

તને વસાવું

હું

20.

પથ પકડ્યો

છે જ્યારથી

તુજ તરફનો..
પંથ નવો

પડી ગયો

ત્યારથી

તુજ પ્રેમનો

રસ્તામાં

જ્યાં આપ

આવી ને મળ્યાં,
એક રસ્તો

આજ ભળ્યો

જીવન રાહ મધ્યે....

21.

કહી દો

કોઈ ન કરે

સળી

અમોને હવે
જીર્ણતામાં

પણ

જીવી ગયેલા

છીએ અમે...

22.

પ્રેમની

જ્યાં

વાત આવે

આંખો મારી

અંધ છે
તારી સાથની

હરક્ષણ

મુજમહીં

અકબંધ છે

23.

કેડી બને છે

રોજ

હર્ષની જ્યારે

આંખથી આંખ

મળી જાય છે
મીઠી

આ પ્રેમની

મૂંઝવણ

અશ્રુ સંગે

ભળી જાય છે.

24.

તું હોય

સાથમાં

તો ઝૂમે

લાગણી
એકલતાના

કડવા વિષ

તુજ બીન

સૂની લાગણી...


25.

સ્વપ્ન સજાવો

તો સજાવો

નવપલ્લવિત થવા...
વૃક્ષ પર્ણ

શું

સર્જાયા

માત્ર અને માત્ર

બસ ખરવા ???

26.

તારુ હૃદય

મેં

મારુ

આપી લીધું
એમ

પ્રેમનું

ત્રાજવું

સરભર કીધું

27.

તારી મને જ્યારે જ્યારે યાદ આવે છે ને
ત્યારે ત્યારે
ફળિયામાંનાં વૃક્ષના થડને
બાથ ભરીને હું રડી લઉં છું...
અને એ જ સમયે
તારા સ્પર્શ સમો
શીતળ પવન અને પાંદડું
સ્પર્શે છે મારા ગાલ પર હળવાશથી...
ઝાણે તારો હાથ મારા અશ્રુ લૂછતો ન હોય...
અને હું ફરી ખૂબ જ
કચકચાવીને એ થડને વીંટળાઈ વળું છું..
જાણે એની શાખા બનીને
મારું અસ્તિત્વ એમાં જ
સમાઈ જવા આતુર ન હોય ???

28.

તરફડાટ

પારેવા

શો બને
જ્યારે

સમય નામનું તીર

એને પાંખે વાગે....
કેમે કરીને

ઝાલવો તને

સમય મારે...
ગભરૂ શી

એની આંખમાં

કેમ પ્રેમને આંજવો મારે....

29.

હોય તારા

હસ્તાક્ષર

જો હૃદયે

મારા...
અશ્રુની

મજાલ છે

કે

નયનદ્વારે આવે ???

30.

રાહ જોઈ

ઊભા એવા

થાક્યા ચરણ...
હે હૃદયા

તું હવે

લે મને

તારે શરણ....

31.

શાખા તારી હું
જ્યારથી પડી છૂટી તુજથી
મા બનતા બીક લાગતી ..
રખેને મારી શાખા પણ
મારી જેમ જ
ક્યારેક દૂર
સંચરે તો ????
બેટી બની એક મા ની ????

32.

મારામાંનું વૃક્ષ....

કેટલીકવાર થાય છે મને કે
મારી અંદર પણ એક વૃક્ષ શ્વસે છે
તુજ વિચારોનું વૃક્ષ...
જે તારી ગેરહાજરીમાં
મોટું ને મોટું વધતુ ચાલે છે...
વિચારોની ભૂખમાં ને ભૂખમાં...
ખાવા લાગે છે પર્ણો ખુદના જ...
જે મેં અને તેં સાથે પ્રેમથી સીંચ્યા હતા...
અને નાજુક કૂંપળો ફૂટી હતી...
હા હવે આ થડ સાવ જીર્ણ થતુ ચાલ્યું છે...
એને જરુર છે તુજ પ્રેમના ખાતરની...
તુજ નેહ ના સીંચનની...
બોલ તું સીંચીશને ???
ફરી નવપલ્લવિત કરવા મુજ પ્રેમવૃક્ષને ???

33.

પર્ણ - પાન - ને પાંદડું
ત્રણ અવસ્થા જીવનની
જન્મે અને પાન કૂમળું ફૂટે....
યુવાન થઈ ઉછળે પાંદડું...
જીર્ણ જેનું હો જીવન
નામ એનું બને પર્ણ....
થવું એને ખર્ણ....
બસ ખરવું એને નસીબ.....
ને તોય....
પાનખરની શોભા જેમ ખર્યા પછીની હોય તેમ....
ખરતું એ પાન અને પાંદડું....
હા પગતળે કચડાયાની વેદના તો
જે ખરે તે જ જાણે....!!!

34.


પ્રેમની વાત

મારે કેમ

સમજાવવી તને ?
હું થી બસ

આપણ સુધીનો

પ્રવાસ છું.

35.

વૃક્ષનું એક

નાનું શું તૃણ...

ને એને

જાગી તૃષ્ણા....
પવન ની

સાથે હાલક ડોલક...
બને વીંઝણો

એની તૃષ્ણા....
થાય ઈચ્છા

જો ઈશ્વર તને
વરસાવજે વરસાદ

નેહનો...
તરસ તૃણની

છીપી જાશે...
પામી છાંટો

તુજ પ્રેમનો...

36.


આંખે તરસ

તુજ દર્શનની
તીવ્ર થતી જાય છે...
સઘળી ઈચ્છા... મહેચ્છા...
પકડે સ્વરૂપ અતીચ્છાનું....
બસ એક જ

અભિલાષા

ઊંડે ઊંડે....
મારી અદમ્ય એવી
પ્રેમ ઈપ્સા

અભીપ્સાને...
ન લાગે

ડંખ કદી લાલસાનો...!!!

37.

અભિલાષા અને લાલસા
ની વચ્ચે
ઝોલાં ખાતો નિજ 'સ્વ'
નથી ઓળખી શકતો
ફરક ઈચ્છા અતિચ્છાનો...
બને મહાત્વાકાંક્ષી રાખી મહેચ્છાઓ અનેક...
નાહકની મૃગતૃષ્ણા જો
ત્યજી શકે મન....
તરસ જાગે આતમની...
અને રહે ઈપ્સા બસ ઈશ્ ની જ..
અને બને અભિપ્સા હૃદયે પ્રાર્થના બની...!!!

38.

ગરમ લૂ સાથેની શ્વાસોચ્છ્વાસની આપલેમાં
ભીનાશે આવી...
શરીરે વળગી કહ્યું...લે...
હવે સ્હેજ પણ પવન જો વાય...
તો તને એને યાદ કરવાની છૂટ છે...
ને વાયો પવન...
વૃક્ષની સૂકી ડાળીએ
પડુ પડુ થતા બે ચાર પાંદડા હલ્યા..
બે ચાર ઊડીને પડ્યા જમીન પર..
અને તું મને છોડીને ગઈ
ત્યારથી અત્યાર સુધીની
મારી સર્વ ફકીરી
યાદ આવી ગઈ...
પરસેવાનું
બાઝેલું ટીપું પણ
નાક પર આવીને અટકેલું તે
પડ્યું નીચે ટપ...!!!

39.

થીજી ગયેલ

બરફ મધ્યેનો દાહ છું
ગરમ એવા

કોઈ પ્રદેશનો

ઠરી ગયેલો

કાટ છું....
મળે ઉષ્ણ સરીખો

સ્હેજ સાથ જો...
જ્વલન એવા

ગુણથી સળગતો ...
હું પીગળતો

સતત બળતો

એવો જ બસ કોઈ ઘાવ છું.....

40.

વૈશાખનો આ ધગધગતો
આકરો તાપ...
બળબળતી બપોરની
એ ગરમ ગરમ લૂ...
એવામાં ખુલ્લા પગે..
દોડવું મને આંબલીનાં
કાતરા આપવા....
ઉના એ રસ્તાના દાહે
કર્યા છાલા
તુજ ફૂલકોમળ શી પાનીએ...
એ આંબલીના
ખાટામીઠા સ્વાદ જેવી
આપણી એ બાળપણની
ખાટીમીઠી નોંકઝોક....
મને તો યાદ છે....
અને તને ...........????

41.

કોઈ મને પૂછે કે
પ્રતિક્ષાનો રંગ કેવો ?
જવાબ હું આપું... પારદર્શક...
જો ફરી આગળ વધે વાત
અને પૂછી લે કોઈ મને...
કે પ્રતિક્ષાનો સ્વાદ કેવો ?
જવાબ આપીશ હું... ખારો...
અને તોય
જો સમજી ન શકે
મારી વાતને...
કહીશ કે
એક બુંદ અશ્કને
ક્યારેય ચાખ્યું છે તેં ???

42.

પ્રેમ સફર હો

કે પછી

હો અફાટ રણ

દીસે સર્વ

એકસરખું...
દૂરથી જુઓ

લાગે ઝગમગતું

અનુભવે નીકળે

ધગધગતું...

43.


કોઈકની

આંખોની નૂર છું

ને ક્યારેક

થાઉં પૂર છું
વાત બસ એટલી

જ છે કે

પ્રેમમાં

ચકચૂર છું

44.

હોઠ એટલે

તારી આંખો દ્વારા

ન કહેવાયેલી વાતોને...

મર્મ થી રજૂ કરી

સ્હેજ શરમ નો શેરડો

બતાવી શકવાનું

મારું નાજુક શું અંગ....

45.

ઘડી બે ઘડી ની જ વાત...
તારો મારો સંગાથ...
એ આજની ઘડી ને કાલનો 'દિ
જેવો મારો હાલ...
સંયોગ-વિયોગ...
હતુ અને છે ની વચ્ચેનો
ગોઝારો સમય...
અવસર ન બની શક્યો..
ન ભૂલી શક્યો એને હું પળભર...!!!

46.

બંધ બારણે

પોતાની સાથે

વાત કરીએ
અને જવાબ

કોઈ હાથ ન લાગે
ત્યારે જે સતાવે
તે ખાલીપો...

47.

તારો

મારા જીવનમાં

હોવાનો અર્થ

એટલે

આપણું સંયોગ-ટાણું
કેમ કરીને

સમજાવવું જગત ને

લખાયેલ આ

ૠણ સંબંધ - ભાણું ?

48.

વૃંદાવન છે

એક જેનુ

સાક્ષી એ
તારા હરેક

ડગ ખુલ્લી પાનીએ
રાધા વિરહ

ભલે હો કારમો તુજને
ન જોયું

મુખ કદી એનુ

ન થયુ કે પાછા ફરીએ

49.

ક્યારેક

એમ પણ બને..
કે તારા

'કોઈક'ને થાય...
લાવ કોઈક

નો બનુ સહારો...
તો જરીક

મારા'કોઈક'ની
સામુ જોજે હોં...

50.

આવો શેકીએ

લાગણી
એક મેકને

તાપણે
હું તમે ને આપણે....

51.

હું પ્રશ્ન

જો છું તો

તું

ઉત્તર મારો બન
લાગણીનો

પ્રેમભર્યો

પ્રત્યુત્તર

તું બન

52.


ઊભો રહું છું

રોજ આવી

કિનારે

દરિયાનાં

તુજ સહવાસ માટે...
ધસમસતી

આવી મોજાં સમ

આમ મને

પ્રેમે પલાળ્યા

ન કર...

53.

વાત પ્રેમની

છે ન્યારી

ક્યાં છે

અજાણ કંઈ પણ
હૃદય નામે હૃદયમાં

હળવેથી

ઉતારો કરીએ

54.

આખરે તો

ખુદનું કરેલ

ખુદ જ

સહીએ છીએ
અને દેખાડવાને

બસ મોઘમમાં

રહીએ છીએ

55.

કરી લઈએ હિસાબ...
મુદ્દલ તારા પ્રેમમાં
સિલક મુજ નેહની
ભળી જાય જો...
બને સરવૈયુ

અનોખું જ સાવ...
અને બેસે દાખલો

નવો કૈંક...
ભાગાકાર થાય દુઃખોનો
ને પ્રેમે ગુણાકાર...
સખા તારો મળી

જાય જો સાથ..
મુજ સ્વપ્ન

થાયે સાકાર...!!!

56.

લેવડ દેવડ

પૂરી જો થાય

કેમ કરી

આગળ વધવું...
ભવભવનું

જમા સરવૈયું

પ્રેમમાં

કેમ કરી ઉવેખવું

57.

તારા હૃદયનો ગ્રાફ
જેમ જેમ
ઊંચે વધતો જાય
મારા હૃદયની
ધડકન
જરીક જરીક
નાજુક થઈ
વધુ ને વધુ
ઝંખે તને...

58.


સ્વપ્ન બગીચે

બની તિતલી

તુજમાં

હું ફર્યા કરું
તુજ પ્રતિક્ષા

આતુર નયને

બસ તુજમાં

હું મર્યા કરું

59.

ડૂબવું અને ઉગવું
ક્રમ નિત્ય છે સૂરજનો...
કાલ ઉગ્યો તો
પછી ડૂબ્યો તો...
ફરીફરી ને આજ પણ ઉગ્યો...
અને બસ એજ ઠગારી આશા...
કાલ ઉગવાની - ફરી બળવાની
લૂ થીય ગરમ- એવી ભયાનક
ફરી તપવાની ઝંખનાએ..- જો ને સૂરજ...
આજ ફરીથી ડૂબ્યો...
ને તોય ....હું એકલો...
વાટ નિરખતો.....તુજ આગમનની ...
ને નિરાશા...ને એટલે ....
ઓલો ડૂબ્યો.....ને તોય..
મને ન ગમ્યો...(3)
બહુ સરસ મા....

60.

તારા હૃદયનો ગ્રાફ
જેમ જેમ
ઊંચે વધતો જાય
મારા હૃદયની
ધડકન
જરીક જરીક
નાજુક થઈ
વધુ ને વધુ
ઝંખે તને...

61.

મૂંઝવણની ક્ષણો માં
સાવ ઊલટું ભાસે સઘળું...
પ્રેમપાશે બંધાયેલ એવો હું..
થયો સ્વતંત્ર સર્વ બંધનોથી...
અને એક
મીઠી શી ગૂંચવણ...
જીવનમધ્યે...
છે સાંપડી...
મારા પ્રેમથી વિપરીત એવી...
શું તું ય ચાહે મને ???

62.

ખરબચડા સંબંધ
અને વિપરીત લાગણી માં
બસ એક જ સમાનતાનો
થાયે અનુભવ...
તારા વિરહની એ ક્ષણ...
અને
વિષમ એવો અનુભવ...
અને તોય..
વળી વળીને..
પાછા ફરવું મારું...
તારી તરફ...
શું એ ય એક અવળો
વ્યવહાર તો નહીં પામેને ????

63.

આતુર નયન

વ્યાકુળ મન

હૃદયે પ્રતિક્ષા

એક આગમનની...
વિલક્ષણ એવી

એક ક્ષણ

માંહ્યલાના

તુજ ગમનની...

64.

ઊઘડ્યાં પર્ણો

અનેક ખુશ્બો

હૃદય બાગમાં

તુજ

પ્રેમ કુસુમની
મારું ચાહવું

બને

મન મૂંઝવણ

અને વાત

માત્ર કવનની ???

65.

પંખીઓની ચહેક
ફૂલોની મહેક...
આ બધાની સાથે
ભળે છે તારો સહવાસ...
કલરવતું સ્હેજ અંધારિયું
ને તોય સોનેરી એવું પ્રભાત..
વ્યક્ત કરે મુજ ઊર્મિ જાણે...!!!

66.

મારા છે

તેઓ જ બસ

આમ છેતરી

જાયે છે
કહી પોતાનો

બતાવી લાગણી

વેતરી જાય છે..

67.

કોરી આંખે

સ્વપ્ન જોયાં

અમે ભીના..
સ્મરણ

તારું થયું

ને થયાં

વાનેવાન ભીના...

68.

ચાલ મનવા

એક વાર

હૃદય ફાડીને

માણસ માણસ

રમીએ..
પરસ્પર પ્રેમની

ભરતી લાવી

સઘળી ઓટો ને

ફગાવીને ચહીએ

69.

કેવી હશે

મુહોબ્બતની દુનિયા

બસ પ્રશ્ન જ રહ્યો

બંધ પુસ્તકે
વણ ઉકેલ્યો

ને તોય

ઝાકઝમાળ એવો

મુત્સદ્દી

તામઝામ મળ્યો...

70.

ક્યાંક કોઈકને

જરીક હું

સાથ રાખું છું
વાત અંદરની

બસ અંદર જ

રાખું છું

71.

એકલતાની ખાઈમાં

તરવું

મને ગમે છે
ખાઈમાં દેખાય

જે પ્રતિબિંબ.

એને બસ

સ્પર્શવું

મને ગમે છે...

72.

જ્યારે

આવ્યુ પરિણામ

ત્યારે જ જાણ્યું...
કે કરાર વાળી

વાતે જ

પડી તારે

દરાર છે..
પ્રેમના નામે

નર્યો દેખાડો

સઘળું બસ

ધરાર છે..

73.

ઉંમર...

પ્રેમ...

લાગણી...
ભેગી ભળે

જ્યારે લોહીમાં...
કરે વર્તન

રંગ સૌ ફાગણી....


74.

એમ તો

તારી રગરગમાં ય

વ્યાપત છું હું

ઈશ્ક બની...
જોવુ જ હોય

તો જરી

આયનામાં

ગાલ પરની

લાલાશ જોઈલે.....

75.

વેદના
તુજ દૂરતાની...
કરે છે જ્યારે વ્યાકુળ...
બ્હાવરી હું
કાચની એક બંગડી લઈ
તારો અને મારા સાથનો
કલર જોઈ લઉં છું.....લાલ....
અને બસ ફરી
એક અવઢવ બાળક બની
જીવાડી રાખે મને
સફેદી બની.....!!!

76.


જીવન રાહે

ચાલતા ચાલતા

રોજબરોજની

એક જ કથા..
પ્રેમ કરો

ને એના

પ્રપંચે હૃદયને

શું વેઠવી પડશે

વ્યથા ?

77.

એકાંતમાં

બેઠા બેઠાં
આજે એક સત્ય

હાથ લાગ્યુ....
કે મારી

એકલતાની વ્યથા
હંમેશા

ઝાઝરમાન રહી છે
તારા વિરહની

વેદના થકી....

78.

અક્ષર અને શબ્દ બની
ઉપસવા ચાહું છું
તુજ હૃદય સામ્રાજ્ય પર...
અને બસ
લાગણી બની
ઢોળાઈ જાઉં છું
રોજ પ્રેમમાં...!!!

79.

હું જ્યારે
મૌન હોઉં છું
ત્યારે
વિચાર બની
વિંટળાય છે
તું મને...
અને દીવો પ્રજ્વળે
તારા પ્રેમનો...
તુજ વિરહની
રાતમાં....!!!

80.

સુખ નામે

એક

સગપણનું શમણું..
ઉછર્યુ દુઃખને ઘેર...
વિરહ તારો

બને રાત અંધારી...
શમણાં નામે શહેર....

81.

જિંદગી જીવવાને

કંઈ કેટલાંય વાના

ઓછા પડે છે..
જીવતર

નામે એક આયખું

ને દિવસો

ટૂંકા પડે છે..

82.

આવરદા

પડે છે ઓછી

તારો પ્રેમ

પામી લઉં...
પ્રેમે ઉછરી

તારી સંગે

રોજ ફરી ફરી

જીવી લઉં...

83.

રાત એટલે શું ???
જવાબ :
થાત એટલે...
ઓશિકાની સોફ્ટનેસ જ્યારે
તારા ખભા કરતાં કડક લાગવા લાગે...
અને માથું સ્હેજ પ્રેમથી...
સરકતું જાય ખભે તારા...
અર્ધખુલ્લી આંખે થતી મીઠી ઉજાગરાની બળતરા...!!!

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888