"જમાનો બદલાયો કે માણસ"
લેખક
અંકિતગઢિયા
Email: gadhiyaankit@ymail.com
થોડા સમય પહેલાં અનિલને એક વયોવૃદ્ધ વડીલને મળવાનું થયું. વાતમાંથી વાત નીકળી અને અનિલથી પૂછાય ગયું કે શું ખરેખર “જમાનો” બદલાયો છે કે પછી આ જમાના ના માણસો ના “મન” બદલાયા છે? વડીલે કહ્યું રહેવા દયોને હમણાં આ બધી વાત, કંઇક કેટલુંય કહી શકીયે જમાના વિશે. અનિલે ઉત્સુકતા પૂર્વક કહ્યું તો જણાવો ને, મારે જાણવું છે. વડીલે કહ્યું હમણાં મારી ઉંમર ૭૧ વર્ષની છે. હું જ્યારે૨૦-૨૨ વર્ષનો હતો ત્યારે અમે પરીવાર સાથે ગામડાંના અંતરીયાળ વિસ્તારમાં રહેતાં, આજુ-બાજુમાં ઘણે દૂર સુધી કોઇ મકાન ન’હોતા દેખાતાં અને સાંજના સાત વાગ્યા પછી દીવાના અંજવાળે કામ કરવાનું. એક વખતની વાત છે. આખો પરીવાર મામાને ત્યાં પ્રસંગમાં હાજરી આપવા ગયેલો. હું એકલો ઘરે હતો, અચાનક ગાઢ વાદળો ઘેરાવા લાગ્યાં અને વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. દૂરથી મને કોઇના સ્ત્રીના રડવાનો અવાજ સાંભળ્યો. માથા પર પ્લાસ્ટિક ઢાંકીને બહાર આવીને જોયું તો એક ૧૮-૨૦ વર્ષની છોકરી વરસાદ અને વિજળીથી ડરીને ઝાડ નીચેના એક ખૂણામાં ઉભેલી. ભીંજાયેલા વાળ, મોટી ગોળ-ગોળ આંખો, સફેદ રંગના ભીંજાયેલા વસ્ત્રો અને રડમસ અવાજે મને કહ્યું મારી મદદ કરો, હું અહી બાજુના ગામમાં રહું છું. ભારે વરસાદ હતો આથી હું તેને ઘરે લાવ્યો અને બીજે દિવસે ઘરે જવાં સલાહ આપી. ઘરના એક ઓરડામાં તેને મોકલી આપી અને રૂમાલ આપ્યો તથા બહેનના કપડાં આપ્યાં. થોડો અગ્નિ પણ પ્રગટાવી દીધો જેથી ઠંડીથી થરથરતી એની ડગમગતી દાઢી ડોલતી બંધ. રાત પડી બે ધાબળા આપ્યાં અને અલગ ઓરડામાં સુવડાવી દીધી. સવાર પડી વાતવરણમાં સુધારો આવ્યો અને તે જાતે જ પોતાના ગામ જતી રહી. અનિલે ઉત્સુકતા પૂર્વક પૂછયું, પછી?? પછી શું થયું? વડીલે કહ્યું, પછી આજે ૭૧ વર્ષની ઉંમરે મને અફસોસ થાય છે કે હું તો કુંવારો હતો અને એ એકલી છોકરી આખી રાત મારા ઘરે રહી અને મેં કંઇ કર્યું પણ નહી. બસ, આ જ જમાનો છે, માણસ પણ આ જ છે. ત્યારે એવો વિચાર ન’હોતો આવ્યો પણ અત્યારે એવો વિચાર આવે છે. છોકરી સાથે કંઇ ન કરી શકવાનો અફસોસ છે.
ખબર નથી જમાનો બદલાયો છે કે જમાના ના માણસોના વિચાર!
અંકિત ગઢિયા “નિર્ભય” (સ્મૃતિ આધારીત)