“WO”MAN SO, “MAN” !!!
ગુજરાતીમાં પુરુષ-સ્ત્રી એમ નથી લખાતું પણ, સ્ત્રી-પુરુષ એમ લખાય છે.
અને તેવુ જ કઈક અંગ્રેજીમાં પણ છે, અંગ્રેજીમાં MAN શબ્દની આગળ “WO” લગાડવાથી WOMAN શબ્દ બને છે, મતલબ સ્ત્રી વગર પુરુષ નકામો સાબિત થાય છે. અને હમેશા પુરુષની આગળ જ સ્ત્રી રહેશે તે જ આખરી સત્ય છે.
હાલમાં ગુજરાત સરકારની PSI અને ASIની ભરતી ની જાહેરાત વાંચી. તેમાં સૌ પ્રથમ દૌડ ની પરીક્ષા લેવામાં આવશે. જેમાં પુરુષ ઉમેદવાર માટે દૌડ ની પરીક્ષા આ પ્રમાણે છે :
૮૦૦મી. દૌડ 3 મિનિટ અને ૧૦ સેકન્ડમાં પૂર્ણ કરવાની.
જો આપ ઉપરની પરીક્ષામાં પાસ થાવ તો બીજા દિવસે બીજી દૌડની પરિક્ષા આ પ્રમાણે આપવાની રહેશે.
(II) ૫ કિલોમીટરની દૌડ ૨૫ મિનિટમાં પૂર્ણ કરવાની.
હવે, મહિલા ઉમેદવાર માટે દૌડની પરીક્ષા આ પ્રમાણે છે :
૧૬૦૦મી. દૌડ ૯ મિનિટ અને ૩૦ સેકન્ડમાં પૂર્ણ કરવાની.
કાઇં તફાવત સમજાય છે? કાઇંક અક્કલ દોડાવો આટલો મોટો તફાવત?
લેટ્સ ચેક બીજું ઉદાહરણ :
હમણાં ઘરમાં અમારે ડ્રાઇવિંગ લાઇસન્સની વાત-ચીત ચાલતી હતી ત્યારે મને તરત જ દિમાગમાં એક પ્રશ્ન થયો તે અત્રે નોંધી રહ્યો છું. જ્યારે કોઈ મહિલા ઉમેદવારનું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવામાં આવે છે ત્યારે લગભગ બધા જ મહિલાઓને “લિવરવાળું” બાઇક ટેસ્ટ ડ્રાઈવ તરીકે આપવામાં આવે છે. પણ મેજોરિટી મહિલાઓને “લિવરવાળું” બાઇક જ આવડે છે નહીં કે ગેયરવાળું. અને ડ્રાઇવિંગ લાઇસન્સમાં ક્યાં એવી કોઈ ચોખવટ નથી હોતી કે ફલાણું ડ્રાઇવિંગ લાઇસન્સ લિવરવાળું બાઇક આવડે છે તેના માટેનું છે અને ફલાણું ડ્રાઇવિંગ લાઇસન્સ ગેયરવાળું બાઇક આવડે છે તેના માટેનું છે?
હા અમુક મહિલાઓને ગેયરવાળું બાઇક પણ આવડતું હોય છે. પણ આમાં મને નથી સમજાતું જેને ફકત લિવરવાળું બાઇક જ આવડે છે તેને અને જેને ગેયરવાળું બાઇક આવડે છે તે બન્નેને એક જ ડ્રાઇવિંગ લાઇસન્સ? અલબત અંગત વાત કરું તો કારનું ડ્રાઇવિંગ મને નથી આવડતી પણ કારનું અને બાઇક(ગેયરવાળું)નું ડ્રાઇવિંગ લાઇસન્સમારી પાસે છે!!!
લેટ્સ ચેક લાસ્ટ ઉદાહરણ :
(૩) હમણાં હું ગયા રવિવારે જ IBPS બેન્ક કલાર્કની પરીક્ષા આપવા રાજકોટ R.K. યુનિવર્સિટી ગયો હતો. ત્યાં. મને રસ્તામાં RMTS બસમાં એક પોરબંદરથી આવેલા દોસ્તે કહ્યું કે “આ લોકો બોયઝને (છોકરાઓને) જ દૂર-દૂર સેંટર આપે છે. આપનું સેંટર રાજકોટથી ૧૫ કિમી દૂર છે અને બીજું બોયઝનું સેંટર ૧૩ કિમી દૂર મારવાડી કોલેજમાં આપ્યું છે જ્યારે ગર્લ્સને (છોકરીઓને) પરીક્ષાનું સેંટર રાજકોટની મધ્યમાં આવેલી આત્મીય કોલેજમાં આપવામાં આવે છે. આવું ગયા વર્ષની પરીક્ષામાં પણ થયું હતું.” આ વાત મે ફક્ત એક વ્યક્તિ પાસેથી નહીં પણ બીજા ત્યાં ઘણા લોકોના મોઢેથી સાંભળી પરીક્ષા દરમિયાન.
*વિષ્લેણ* :
છે કઇં અક્કલ નામની ચીજ? અહિયાં હું એક વાતની નોંધ કરવા માંગુ છું કે “હું કાઇં મહિલાઓ કે મહિલાઓની પ્રગતિની વિર્રુદ્ધમાં જરા પણ નથી.” પણ એક તરફથી આપની સરકાર અને આપનો સમાજ એમ કહે છે કે “છોકરા-છોકરી એક સમાન તો મારો સવાલ ઊઠે છે કે આમાં મને તો સિમ્પલ લોજિકથી હકીકત સમજાય છે કે ક્યાય સમાનતા તો નજરે પડતી જ નથી.” ઊલટાનું આપણે સમાનતાના પલળાને વધારે ને વધારે ઊંચું-નીચું કર્યું રાખીએ છીએ. હવે, આમાં ચોકેઓ કહેશે “અમને શું વાંધો છે આપો દૌડની પરીક્ષા છોકરાઓ બરાબર કે આપો પરીક્ષાનું સેંટર દૂર... અમને શામેથી જ આટલી સગવડ આપે છે તેમાં અમારો વાંક શું?”
સૌ ટકા આમાં તમારોતો ક્યાં કાઇં વાક છે પણ એવું કહેવાય છે અને વજ્ઞાનિક રીતે પણ સાબિત થય ચૂક્યું છે કે “ગર્લ્સ, બોઈઝ કરતાં બે વર્ષ વધારે મેચ્યોર, પરિપક્વ (ગંભીરતાની તો વાત જ દૂર રહી ગઇ) હોય છે.” જો આ વાત સાચી હોય તો અત્યાર સુધીમાં કેમ કોઈ મહિલાઓએ પોતાનો વિરોધ નથી દર્શાવ્યો? હું એવું જરા પણ નથી કહેતો કે મહિલાઓમાં એટલી હીમત નથી, મહિલાઓમાં તો પુરુષ કરતાં બમણી હીમત અને તાકાત છે જ, પણ આપણાં સમાજ અને સરકારે હમેશાં મહિલાને એક અબલા નારી તરીકે જ ઓળખી છે તેથી જ આવા અલગ અને અ-સમાનતાવાળા નિયમો બનાવે છે.
મારો કહેવાનો તાત્પર્ય એવો પણ નથી કે હવે, પુરુષ ઉમેદવારની તાકાત નથી. નહીં તેઓ પણ હીમત અને તાકાત ધરાવે જ છે.
આપણે ત્યાં સમાજ દ્વારા કાયદો અને નિયમો ઘડવામાં આવે છે, નહીં કે કાયદા દ્વારા સમાજ અને નિયમો! જ્યાં સુધી આપ સમાજને ધ્યાનમાં રાખીને નિયમો કે કાયદા બનાવશો ત્યાં સુધી ખરેખર સમાનતા છોકરા-છોકરી વચ્ચે નહીં આવે.
જો પુરુષ ઉમેદવાર પરીક્ષામાં પાસ થાય તો તેઓને PSI કે ASI નો હોદ્દો મળશે અને જો મહિલા ઉમેદવાર પરીક્ષામાં પાસ થય તો પણ તેઓને એ જ હોદ્દો અને એ જ પગાર મળશે! આ વળી ક્યા પ્રકારનો પરિક્ષાનો માપદંડ? એક વધારે કિલોમીટર દૌડની પરીક્ષા પાસ કરે છે તેને તે જ હોદ્દો અને જે ઓછા કિલોમીટર દૌડે છે તેને પણ તે જ હોદ્દો! પાછું આપણાં સમાજમાં જો મહિલા ઉમેદવાર PSI અને ASI ની પરીક્ષા પાસ કરે એટ્લે તેઓનું માન વધી જતું હોય છે. આવું શા માટે?
*સમસ્યાનો ઉકેલ* :
ખરેખર મહિલાઓ જ્યાં છે ત્યાં બરાબર જ છે. મહિલાઓ આસમાન છે અને પુરુષો જમીન છે. મહિલા દ્વારા પુરુષ આ ધરતી પર જ્ન્મ લે છે , પુરુષ દ્વારા મહિલા નહીં! અને તે અ-શક્ય છે, મૂર્ખતા છે જો આવું થાય તો પણ! રિયલમાં આપણે મહિલાઓને કે સ્ત્રીઓને આગળ લાવવાની જરૂર નથી પણ પુરુષનો જે અહમ, ઘમંડ અને જે માલિકીપણું દર્શાવાવાની ભાવના છે તેને નીચે લાવવાની જરૂર છે બાકી અત્યારે આપણે મહિલાઓને જે પ્રમાણે આગળ લાવવાની ઝુંબેશ ચલાવીએ છીએ તે જ પ્રમાણે અમુક જ વર્ષો પછી પુરૂષોને આગળ લાવવાની ઝુંબેશ ચલાવી પડશે. અને આ કોઈ નવાઈની વાત નહીં રહે. અને આપણે આમ ને આમ જિંદગી જીવ્યા કરશું પણ આ ચક્રવ્યૂહમાથી ક્યારેય પણ બહાર નહીં નીકળી શકીએ.
પહેલાના જમાનમાં સ્ત્રીઓ ભણવામાં આગળ ન હતી અને અત્યારના જમાનમાં જે પ્રમાણે સ્ત્રીઓ ભણવામાં આગળ નીકળી ગઈ છે તેને જોતા જ્યારે તેઓના વિવાહની વાત ચાલતી હોય ત્યારે તેના જેટલા ભણેલા પુરુષ નથી મળતા અને ફરીથી પલ્લાનું સંતુલન ઘણું ઊંચું-નીચું થઈ જાય છે.
હું એવું નથી કહેતો કે મહિલાઓએ ના ભણવું જોઈએ પણ આપણા સમાજની તથા આપણા પુરુષ વર્ગની માનસિકતા એવી છે કે જે સ્ત્રી સાથે લગ્ન થવાના હોય તે તેઓના કરતાં થોડું ઓછું ભણેલી હોવી જોઈએ અથવા તો તેના જેટલું, સમકક્ષ ભણેલી હોવી જોઈએ. જો તેનાથી વધારે ભણેલી સ્ત્રી સાથે તેઓના લગ્ન થાય તો તેને તેનું ગુલામ (આના પણ ઉદાહરણ મારી પાસે છે!) તરીકે રહેવું પડશે ભલે પછી તે બેડરૂમમાં તો જોરૂ કા ગુલામ હોય! પણ દુનિયાની સામે તો બધાને મર્દ જ બનવું હોય છે.!!!
ક્યાંક- ક્યાંક મહિલાઓની માનસિકતા પણ એવી દેખાઈ આવે છે કે જેની સાથે તેઓના લગ્ન થવાના હોય તે તેનાથી વધારે ભણેલો, વધારે હિમ્મતવાળો હોવો જોઈએ એટ્લે કોઈ ને પણ કહી શકાય કે મારા પતિ તો આટલું ભણેલા છે વગેરે વગેરે...
ચિરાગ ચોટલીયા
MO. NO. : +91-9898396501