જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાના મોટા દરેકની ખુબ જ સંભાળ રાખનાર એમનું વ્યક્તિત્વ. સમય જતા તેમનો અભ્યાસ પુર્ણ થયો અને સિટી મા આવી. જ્યા તેમના પરીવાર સાથે રહીને ઘરકામમા મદદ કરે અને એક નાની નોકરી પણ કરતી જાય.....
શરુઆતમા તેમને ફાવતુ નહિ.... પણ ધીમે ધીમે સેટ થઈ ગઈ. સમય જતા દિપકના સંપર્કમા આવી. દિપકને લાગ્યુ કે જિગ્નાસુ કંઈક તકલીફ મા છે....જ્યારે જોઈએ ત્યારે ઉદાસ જ જોવા મળે....માટે દિપક તેમની સાથે મજાક મસ્તી કરે....બધી જાણકારી મેળવે અને જિગ્નાસુને ન સમજાય તે સમજાવે.
આમ કરતા ઘણો સમય વીતિ ગયો. દિપક મનો મન તેને પ્રેમ કરવા લાગ્યો...... પરંતુ જિગ્નાસા સામે પ્રસ્તાવ ન કરી શકયો. જેમ પત્નિ જ હોઇ તેમ જ તેનો ખ્યાલ રાખે...દિવસ રાત બસ એક તેનો જ વિચાર.. સમયે સમયે જિગ્નાસુ પણ દિપકની સંભાળ રાખવા લાગી. આવુ લાંબો સમય ચાલ્યુ..
એક દિવસ બીક મા દિપકે તેમના પ્રેમનો પ્રસ્તાવ જિગ્નાસુ સામે કર્યો. થોડી વાર તો અવાચક થઈ જિગ્નાસુ કઈ ન બોલી શકી.... અને આખરે તેમના પ્રેમનો સ્વીકાર કર્યો. બંન્ને જાણે ઍકબીજા માટે જ હોય તેવી રીતે રહેતા થયા....
એકબીજા એટલા બધા પ્રેમમા ડુબી ગયા કે એકબીજાઍ ભવોભવ સાથે રેહવાના સોગંધ લીધા હોઇ, પણ કહેવાયને કે સાચા પ્રેમને કોઇ સાથ નથી મળતો. ભગવાન કૃષ્ણ પણ રાધાજીના પ્રેમ મા પાગલ હતા છતા મળી ન શક્યા....
જિગ્નાસુ દિપક ને જોવા માટે હર હંમેશ તડપતી રહેતિ. એમ દિપક પણ. જ્યા સુધી ઍકબીજાને જોવે નહિ ત્યા સુધી બંને માથી એક પણ ને ક્યાય ચેન ન આવૅ. ઍકબીજાની યાદ સાથે જ સવાર પડતી પણ મળવાનું નસીબ મા નહિ. પણ બન્ન્ને ને એક ઍવિ આશા કે જરુર મળીશુ.
ઘણી વાર અચાનક કોઇ પ્લાનિંગ વગર બન્ને ને મળવાનું થતુ...ઍ મળવાનો આનંદ કોઇ અલગ જ હોઇ. બન્ને મલ્યા પછી સમય કઇ રીતે પસાર થઈ જતો અને જવાનો સમય થઈ જાય ઍ ઍકબીજા ને જરા પણ ખ્યાલ ન રહેતો. જ્યારે બન્ને જુદા પડતા તો લાગતું કે કદાચ ઍમની આ છેલ્લી મુલાકાત હશે.....જાણે ક્યારેય પાછા મળવાના જ ન હોઇ.....
જિગ્નાસુ દિપક ના પ્રેમ મા સાવ ઘેલી બની ગય હતી.ક્યારેક દિપક રિયસાય જાય અને વાત ન કરે , મેસેજ ને ઇગ્નોર કરે છતા પણ જિગ્નાસુ દિપક ને મનાવવા પ્રયત્ન કર્યા જ કરતી. છેવટે દિપક માની પણ જતો. પછી જાણે કાઈ ન થયું હોઇ એવી રીતે બંને હસી મજાક કરતા સાથે રહેવા લાગતા.
જિગ્નાસુ માટે ઘરેથી એક સારો છોકરો શોધવા લાગ્યા. બે ત્રણ છોકરા જોયા પણ જિગ્નાસુ ને ગમ્યા નહિ.... જ્યારે કોઇ છોકરો જોવા આવે ઍટલે દિપક રિસાયો જ હોઇ.... જેવી ના આવૅ છોકરાની ત્યા દિપક હતો ઍમ રહેવા લાગે.
થોડા સમય પછી એક સારા અને સંસ્કારી છોકરા સાથે જિગ્નાસુ નુ નક્કી થયું. જિગ્નાસુને ઍ છોકરો ખુબ ગમવા લાગ્યો... થોડા જ દિવસ મા દિપક થી પણ વધુ પ્રેમ તેને કરવા લાગી.... અને દિપક ને ભુલવા લાગી...
દિપક જિગ્નાસુના પ્રેમ મા પાગલ હતો.... હંમેશા જિગ્નાસુ ખુશ રહે અને તેમના ચહેરાની ખુશી ઓછી ન થાય તેવી પ્રભુને પ્રાર્થના કરે. જોવા માટે તરસ્યા કરે....
ક્યારેક કોઇ મને નહિ ગમે.... હું કોઇને પ્રેમ નહિ કરી શકું , ઍ પ્રેમ એમનો થોડા જ સમયમાં બદલાય ગ્યો. દિપક ને જે નજરે જોતી ઍ નજર ઍ પ્રેમ તેમના હમસફર સાથે થઈ ગયો.
આ પ્રેમ કેવો... કે નવું કોઇ જીવન મા આવતા ની સાથે જ જુનો પ્રેમ, જુની યાદો, જુનો સાથ બધું જ ભૂલાય જાય....