Love Revenge Spin Off Season - 2 - 34 in Gujarati Fiction Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-34

Featured Books
Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-34

 લવ રિવેન્જ-2

Spin off Season-2

પ્રકરણ-34

 

“દાદીઈઈ.....!” નૈવેધનો પ્રસંગ પત્યા પછી ગામમાં ઘરે આવતાં જ સિદ્ધાર્થ સીધો કલાદાદી પાસે દોડી ગયો.

ઘરની અગાશીમાં કલાદાદી ખાટલો નાંખીને બેઠાં હતાં. ચોમાસાને બાદ કરતાં કાયમ તેઓ ઠંડી અને ગરમી બંને ઋતુમાં ઉપર અગાશીમાં જ સૂતા. દિવસે તેઓ ઘરના આગળના વિશાળ ચોગાનમાં ઉગેલા લીમડા નીચે ખાટલો નાંખીને બેસતાં.

 

કલાદાદીને શોધતાં-શોધતાં અગાશીમાં આવી સિદ્ધાર્થ સીધોજ તેમની પાસે આવ્યો અને ખાટલામાં તેમની જોડે બેસી આડો પડી તેમનાં ખોળામાં માથું ઢાળી દીધું.

 

“ઓહો...આ છોકરો તો જો....!” ખાટલામાં બેઠેલાં કલાદાદીના ખોળામાં સિદ્ધાર્થ માથું નાંખી સુઈ જતાં કલાદાદી મજાક કરતાં બોલ્યાં “જા તારી મા જોડે જા ને...!”

 

આંખો બંધ કરી રાખીને સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યું. કલાદાદી ઘણીવાર સિદ્ધાર્થને આ રીતે ચીડાવતા. સિદ્ધાર્થના એડોપ્ટેડ હોવાની અને રાગીણીબેનને સિદ્ધાર્થ પસંદ નહિ હોવાની વાત તેઓ જાણતા હતાં. જોકે આ કોઈ એવી ગંભીર બાબત નથી અને હવે એ વાતને લઈને નિરાશ રહેવાનું કોઈ કારણ નથી એવું સિદ્ધાર્થને અગાઉ તે ઘણીવાર સમજાવી ચુક્યા હતાં અને એટલે જ તેઓ સિદ્ધાર્થ આ વાત હળવાશથી લે એ માટે અનેકવાર સિદ્ધાર્થ જોડે આ બાબતે મજાક કરતાં.

 

કશું બોલ્યાં વગર સિદ્ધાર્થે થોડીવાર સુધી હળવું સ્મિત કરે રાખ્યું અને ખોળામાં સૂતા-સૂતા તે આકાશમાં દેખાતાં તારાઓ સામે શૂન્યમનસ્ક જોવા લાગ્યો. ઠંડીની સીઝન હોવાથી અને ગામડામાં શહેર કરતાં ઓછું પ્રદુષણ હોવાથી અહીં આકાશમાં વધુ તારાઓ દેખાતાં હતાં. નાનપણમાં સિદ્ધાર્થ જેટલો સમય અહિયાં ગામડે રહ્યો હતો કાયમ કલાદાદી જોડે ખાટલામાં સૂતા-સૂતા સપ્તઋષિઓ, રામાયણ વગેરે વાર્તા સ્વરૂપે સાંભળતો અને આકાશમાં દેખાતાં તારાઓ સામે જોઈ રહેતો.

 

“નેહા જતી રહી એટલે તો ઉદાસ નઈ ને..!?” કલાદાદીએ પાછી મજાક કરતાં પૂછ્યું અને ખોળામાં સુતેલાં સિદ્ધાર્થના વાળમાં હાથ ફેરવવા લાગ્યાં.

 

આકાશ સામે જોઈ રહી સિદ્ધાર્થ ફરીવાર હળવું હસ્યો. નૈવેધનો પ્રસંગ પતી ગયાં પછી નેહા, સુરેશસિંઘ, વિજયસિંઘ વગેરે અમદાવાદ જવા નીકળી ગયાં હતાં. ગામમાં થોડું નાનું-મોટું કામ હોવાથી કરણસિંઘ એન્ડ ફેમીલી હજી સિંહલકોટમાં રોકાયું હતું અને આવતીકાલે જવાનું હતું.

 

“કોઈ પ્રોબ્લેમ છે..!?”  સિદ્ધાર્થના વાળમાં હાથ ફેરવતા-ફેરવતા કલાદાદીએ પૂછ્યું.

સિદ્ધાર્થના ચેહરા ઉપરનું સ્મિત સહેજ વિલાઈ ગયું.

“પાછો ઝઘડો થયો.....!?” કલાદાદીએ સિદ્ધાર્થનો કાન ખેંચતા પૂછ્યું.

સિદ્ધાર્થે પાછું હળવું સ્મિત કર્યું. 

“તારે થોડી શાંતિ રાખવી જોઈએ...!” કલાદાદી બોલ્યાં “છોકરીઓ એવી જ હોય...!”

થોડીવાર તેઓ મૌન થઈ ગયાં અને સિદ્ધાર્થના ચેહરા સામે જોઈ રહ્યાં.

“કોઈ બીજી તો નઈ ગમી ગઈને....!?” કલાદાદીએ પાછો કાન ખેંચ્યો.

સિદ્ધાર્થ ચમક્યો હોય એમ આશ્ચર્યથી તેની આંખ મોટી થઈ ગઈ.

“હાય બાપરે ....!?” કલાદાદીએ સિદ્ધાર્થના ચેહરા ઉપરના એ ભાવો પારખી લીધાં હોય એમ બોલ્યાં “જો જે કોઈ છોકરીને છેતરતો નઈ....!”

“દાદી...તમે જાણો છો....! હું એવું ના કરું...!” સિદ્ધાર્થ હળવેથી બેઠો થયો.

“તો પછી શું વાત છે...!?”

“થોડો ફસાઈ ગયો છું.....!” સિદ્ધાર્થ સહેજ નિરાશ ચેહરે બોલ્યો.

“તો સિક્કો ઉછાળ...!” કલાદાદી મજાકીયાં સ્વરમાં બોલ્યાં “જે તને જોઈતું હશે....તને એ સાઈડ આવે એની ઈચ્છા થશે...એટ્લે ખબર પડી જશે....!”

સિદ્ધાર્થે ફરીવાર હળવું સ્મિત કર્યું. કલાદાદી મજાક-મજાકમાં ઘણું કહી દેતાં.

“મારે અહિયાં અગાશીમાં જ સૂવું છે આજે...!” સિદ્ધાર્થ બોલ્યો.

“હાં...પણ હવે તું અને હું બેય આટલાં ખાટલામાં ના માઈ શકીએ...!” કલાદાદીએ પાછો મજાક કર્યો.

સિદ્ધાર્થ પાછું હળવું હસ્યો અને અગાશીમાં જ એકબાજુ પેરાપેટની જોડે ઉભાં મૂકેલાં ખાટલાંને લાવીને કલાદાદીની બાજુમાં પથારી કરવા લાગ્યો.

કાથીથી બનેલાં ખાટલામાં એક સાદી ગોદડી અને નાનું અમથું ઓશીકું નાંખી સિદ્ધાર્થ ખાટલામાં આડો પડ્યો.

“આ લે...! આ ધાબળો...!” જોડેનાં ખાટલામાં બેઠેલાં કલાદાદીએ સિદ્ધાર્થને ધાબળો ઓઢાડ્યો “ઠંડી બવ પડે છે અહિયાં...!”

“પછી તમે...!?” સિદ્ધાર્થે સૂતા-સૂતા ધાબળો પોતાની ઉપર સરખો કરતાં પૂછ્યું.    

“અરે મારી જોડે આ ગોદડી છે જ....!” કલાદાદી બોલ્યાં અને એ પણ એમનાં ખાટલામાં આડા પડ્યા.

આકાશમાં દેખાતાં તારાઓ સામે સિદ્ધાર્થ ક્યાંય સુધી શૂન્યમનસ્ક જોઈ રહ્યો.

“જે પણ કરે...એ કોઈને છેતરવા માટે ના કરતો...!” સિદ્ધાર્થ બાજુ પડખું ફેરવીને સુતેલાં કલાદાદીએ કહ્યું અને આંખો બંધ કરી સુવા લાગ્યાં.

“જે પણ કરે...એ કોઈને છેતરવા માટે ના કરતો...! કોઈને છેતરવા માટે ના કરતો...!”

કલાદાદીના એ શબ્દો સિદ્ધાર્થના કાનમાં પડઘાઈ રહ્યાં.

સિદ્ધાર્થે હવે એ નક્કી કરવાનું હતું કે તેણે શું નિર્ણય લેવાનો છે અને તેનાં એ નિર્ણયથી કોની સાથે છેતરપીંડી થવાની છે.

***

 

નવમું નોરતું.....!

            “ખરેખર બઉ જ મજા આઈ ગઈ....!” પોતાની સાથે વાતો કરતી-કરતી નેહા કૉલેજ આવી પહોંચી હતી. 

            આગલા દિવસે આઠમા નોરતે સિદ્ધાર્થ સાથે બેસીને નૈવેધ વધાવવાનાં પ્રસંગથી તે માનસિક રીતે ચિંતામુક્ત થઈ ગઈ હતી. હવે તેની અને સિદ્ધાર્થની વચ્ચે માત્ર લગ્નની ઔપચારિકતા જ બાકી હતી. લાવણ્યા નામનું “ટેન્શન” હવે દૂર થઈ ગયું હતું.  લાવણ્યાનાં હોવા નાં હોવાથી હવે નેહાને કોઈ ફરક નહોતો પડવાનો.   તેણીનો ચેહરો ખૂશખૂશાલ હતો અને એવાં ખૂશખૂશાલ ચેહરે તે કેન્ટીનનાં એંટ્રન્સમાંથી અંદર પ્રવેશી ગ્રૂપનાં ફ્રેન્ડ્સનાં ટેબલ તરફ જવા લાગી.

            કૉલેજનાં ગેટમાંથી એન્ટર થયાં પછી કેન્ટીનમાં આવતાં સુધી અને કેન્ટીનમાં દાખલ થયાં પછી ટેબલ સુધી જતાં-જતાં, આખી કેન્ટીનમાં લગભગ બધા જ બોય્ઝ અને ગર્લ્સની નજર નેહા ઉપર ચોંટી ગઈ હતી.

            જેનું કારણ હતું નેહાનું બદલાયેલું રૂપ. તેણે બ્લેક કલરની નેટવાળી બાંયોવાળી હાલ્ફ ટી શર્ટ પહેરી હતી જેમાં તેની આખી કમર ખુલ્લી દેખાતી હતી. નીચે અતિશય ટાઈટ લૉ-વેઈસ્ટ જીન્સ જે તેણીની નાભીથી ખાસું નીચું હતું. તેણે પોતાનાં વાળ હાઈલાઇટ કરાવ્યાં હતાં અને ખુલ્લાં રાખ્યાં હતાં. એકદમ મોડર્ન લૂકમાં “હોટ” લાગી રહેલી નેહાને લગભગ આખી કેન્ટીન જોઈ રહી હતી. ગ્રૂપનાં ફ્રેન્ડ્સ પણ નેહા સામે આઘાત અને આશ્ચર્યથી જોઈ રહ્યાં હતાં. એમાંય રોનક અને પ્રેમની તો આંખો જ ફાટી ગઈ હતી. આજ પહેલાં કોઈએ નેહાનું આ રૂપ નહોતું જોયું.

            બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચાયેલું જોઈને નેહાનો ઘમંડ પોસરાયો હોય એમ તે મલકાતી-મલકાતી ગ્રૂપનાં ફ્રેન્ડ્સનાં ટેબલ તરફ ચાલવા લાગી.

            “ગૂડ મોર્નિંગ નેહા....!” ત્યાંજ સામેથી કૉલેજનો એક છોકરો પ્રિત આવી ચડ્યો.

            તેણે નેહાને ઉપરથી નીચે સુધી જોઈને મલકાયો. તેની નજર નેહાની ખુલ્લી કમર ઉપર ચોંટી ગઈ.

            “યૂથ ફેસ્ટિવલમાં જે લોકોએ પાર્ટીસિપેટ કર્યું છે....!” પ્રિતની ગંદી નજર જોઈને નેહા મનમાં તો પોસરાઈ પણ પછી કડક સ્વરમાં બોલી “એ લોકોને લઈને ઝડપથી ડ્રામા સ્ટુડિયોમાં આય....!”

            “હા...હા....શ્યોર....!” પ્રિત મસકો મારતો હોય એમ બોલ્યો અને ઝડપથી જવા લાગ્યો.

            નેહા પાછી મલકાતી-મલકાતી પાછી ટેબલ તરફ ચાલી.

            “ગૂડ મોર્નિંગ..!? કેમ છો બધા...!?” નેહાએ મલકાઈને પૂછ્યું.

            “તું તારી વાત કર...!” વારેઘડીએ નેહાની કમર ઉપર જોઈ નજર ચૂરાવતો રોનક શરારતી સ્મિત કરતાં બોલ્યો “તું કેમ છે...!? તબિયત તો ઠીક છે ને તારી...!?”

            “હી....હી...! નાં નઈ ઠીક...!” જોડે બેઠેલાં પ્રેમે રોનકને કોણી મારી “તબિયત બગડી લાગે છે....!”

            “ઘરર....!” સામે બેઠેલી ત્રિશાએ ઘુરકીને ચેનચાળા કરી રહેલાં બેય સામે જોઈ ઘૂરકીયું કર્યું.

            રોનક અને પ્રેમનાં ચેનચાળા જોઈને નેહા પોતાના દાંત દબાવી મનમાં મલકાઈ રહી.

            “લાવણ્યા અને અંકિતા ક્યાં છે....!?” નેહાએ મલકાતાં-મલકાતાં પૂછ્યું.

            “તું એમ કે’ ને....! નેહા ક્યાં છે....!?” પ્રેમે પાછી મસ્તી કરતાં કહ્યું.

            “બઉ મસ્તી ચઢી છે નઈ તમને બેયને....!?” ત્રિશાની જોડે બેઠેલી કામ્યા પણ ચિડાઈને બોલી.

            “અરે અમે તો ખાલી પૂછીએ છે....!” રોનક પરાણે પોતાનું હસવું દબાવીને બોલ્યો.

            “પૂછીએ છે વાળા....!” ત્રિશા ચિડાઈને બોલી.

            “અરે તમે લોકો પછી ઝઘડજો....! મારે યૂથ ફેસ્ટિવલની તૈયારી માટે ઓળા બેયની જરૂર છે...!” નેહા વચ્ચે બોલી.

            “એ લોકો હજી નઈ આયા...!” કામ્યા બોલી.

            “ફાઇન...થેન્ક યુ....!” નેહા નકલી સ્મિત કરીને બોલી અને પાછું ફરીને કેન્ટીન તરફ ચાલવા લાગી.

            જતાં-જતાં પાછું તેણીને ત્રાંસી નજર કરીને તેની તરફ જોતાં-જોતાં કેન્ટીનમાં બેઠેલાં લોકો તરફ નાંખી અને સ્મિત કર્યું.

----

            “ઓકે..તો તમે લોકો સમજી ગ્યા ને તમારે શું કરવાનું છે...!?” નેહાએ પોતાની સામે ઉભેલાં સ્ટુડન્ટસને પૂછ્યું.

            ડ્રામા સ્ટુડીઓમાં આવીને તેણીએ યુથ ફેસ્ટીવલમાં પાર્ટીસિપેટ કરનારા બધાં જ સ્ટુડન્ટસને તેમનું કામ સોંપી રહી હતી.

            “ચાલો બધાં...હવે પ્રેક્ટીસમાં લાગી જાઓ...!” કોઈ બોસની જેમ ઓર્ડર આપતી હોય એમ નેહા બોલી પછી જીન્સના પોકેટમાંથી પોતાનો મોબાઈલ કાઢતાં-કાઢતાં મનમાં બબડી “ઓલી બેયને પણ મેસેજ કરી દઉ.....!”

            “આમારા કપડાં વગેરેનું શું..!?” સામે ઉભેલી એક છોકરીએ મોબાઈલમાં ટાઈપ કરી રહેલી નેહાને પૂછ્યું.

            “એક મિનીટ...!” ટાઈપ કરતાં-કરતાં નેહા મોઢું બગાડીને બોલી.

            “તું અને અંકિતા બેય ડ્રામા સ્ટુડીઓમાં આવો...અત્યારે જ...!” આદેશ આપતી હોય એમ નેહાએ મેસેજ ટાઈપ કરીને સેન્ડ કરી દીધો અને મોબાઈલ લોક કરીને પોતાનાં જીન્સના ખિસ્સામાં મુક્યો.

            “હાં...તો સાંભળો..!” સ્ટુડન્ટસ સામે જોઇને નેહા વાત કરવા લાગી.

***

            “હું કામ્યાને કૉલ કરીને પૂછી લવ છું કે કે એ કેન્ટીનમાં છે કે લેકચરમાં....!” કોલેજ બિલ્ડિંગ તરફ જતાં પેવમેંન્ટ ટ્રેક ઉપર ચાલતાં-ચાલતાં અંકિતાએ તેનો ફોન કાઢ્યો અને લાવણ્યાને કહ્યું.

            “હમ્મ.....!” વિચારોમાં ખોવાયેલી લાવણ્યાએ હકારો ભર્યો.

            “બીપ...બીપ....!” ત્યાંજ લાવણ્યાના ફોનની નોટિફિકેશન ટોન વાગી.

            સિદ્ધાર્થનો મેસેજ હશે એમ માની લાવણ્યા ઝડપથી તેનો ફોન તેનાં જીન્સનાં પોકેટમાંથી કાઢવાં લાગી.

            “ક્યાં છો તમે લોકો....!?” ત્યાં સુધી અંકિતાએ કામ્યાને ફોન જોડી દીધો હતો અને વાત કરવાં લાગી હતી.

            “હું તો વૉશરૂમમાં છું...! બીજાં બધાં કેન્ટીનમાં બેઠાં છે....!” કામ્યાએ સામે છેડેથી જવાબ આપ્યો.

            “સારું….! અમે કેન્ટીનમાંજ આઈએ છે....!” અંકિતાએ કહ્યું અને ફોન કટ કર્યો.

            “અંકિતા.....!” પોતાનાં ફોનમાં મેસેજ વાંચીને લાવણ્યા પેવમેંન્ટ ટ્રેક ઉપર અટકી.

            “હાં....! શું થ્યું.....!?” સહેજ આગળ ચાલી ગયેલી અંકિતાએ ઊભાં રહી પાછાં ફરીને પૂછ્યું.

            “નેહાનો મેસેજ છે....!” લાવણ્યાએ ચોંકી ગઈ હોય એમ આંખો મોટી કરીને કહ્યું “એણે ડ્રામા સ્ટુડિયોમાં બોલાયાં છે....! આપડને બેયને.....!”

            “એ અમદાવાદ ક્યારે આઈ ગઈ....!?” અંકિતાએ આશ્ચર્યપામીને પૂછ્યું.

            “ખબર નઈ......!?”  વિચારે ચઢી ગયેલી લાવણ્યા શૂન્યમનસ્ક જોઈ રહીને બોલી “એણે શું લેવાં બોલયાં હશે....!?”

            બેય થોડીવાર મૌન થઈ ગયાં અને વિચારે ચઢી ગયાં.

            “કદાચ.....! તારાં અને સિદ્ધાર્થનાં બાલ્કનીવાળાં ફોટાંને લઈને કોઈ બબાલ કરવી હશે....!” અંકિતા વિચારતાં બોલી.

            “હમ્મ.....! કદાચ....!”  

            “નાં.....!” અંકિતા જાતેજ માથું ધૂણાંવાં લાગી “જો એને બબાલ કરવીજ હોયતો....! તો એ કેન્ટીનમાં બધાંની વચ્ચે ભવાડો કરે.....!”

            “તો પછી ડ્રામાં સ્ટુડિયોમાં શું કામ....!?” લાવણ્યા ફરીવાર ચિંતાતુર સ્વરમાં બોલી.

            “એતો હવે ત્યાં જઈનેજ ખબર પડશે....!”  અંકિતા પણ એવાંજ ચિંતાતુર ચેહરે બોલી “ચાલ...! તું ચિંતા નાં કર....!”અંકિતાએ લાવણ્યાનાં ખભે હાથ મૂક્યો “હું છુંને તારી જોડે....! હમ્મ...! આજે એણે કોઈ બબાલ કરી....! તો ગઈ એ સમજીલે....!”

            “નાં....નાં.....! એવું કઈં નઈ કરવું મારે....!” લાવણ્યા હવે કોલેજનાં બિલ્ડિંગ તરફ ચાલવાં લાગી “એ સિદની ફિયાન્સ છે....! તું સિદને ખોટું લાગી જાય એવું કઈં નાં કરતી....!”

            “અરે પણ.....!” અંકિતા પણ જોડે ચાલવાં લાગી.

            “મેં કીધુંને …..! “ લાવણ્યાએ હાથ કરીને અંકિતાને વચ્ચે ટોકી “મારે કોઈ માથાકૂટ નઈ કરવી....! બસ એ શું કે’છે એ સાંભળી લેવું છે....!”

            અંકિતાએ મોઢું મચકોડયું. બંને હવે કોરિડોરમાં આવી ગયાં. થોડું ચાલી તેઓ કોલેજનાં ડ્રામા સ્ટુડિયો તરફ જવાં કોરિડોરમાં વળી ગયાં.

***

“આઇ ગઈ રખડેલ....!” લાવણ્યા અને અંકિતાને ડ્રામા સ્ટુડિયોના દરવાજેથી અંદર પ્રવેશતાં જોઈ સ્ટેજની જોડે એક ચેયરમાં બેઠાં-બેઠાં નોટપેડમાં લખી રહેલી નેહા બબડી અને ચેયરમાંથી ઊભી થઈ ગઈ અને સામે ચાલીને અંકિતા અને લાવણ્યા તરફ  જવા લાગી.

“ન....નેહા....!” લાવણ્યા બોલવાં જ જતી હતી ત્યાંજ તે નેહાનાં કપડાં જોઈને અટકી ગઈ.

            આજ સુધી કોલેજમાં કદી નાં પહેર્યા હોય એવાં મોડર્ન કપડામાં જોઈ લાવણ્યાએ (અને અંકિતાએ પણ) નેહાને છેક ઉપરથી લઈને નીચે સુધી ઊધી જોઈ. લાવણ્યાના ચેહરા ઉપરથી ઊડી ગયેલા રંગને જોઈ નેહા મનમાં લુચ્ચું હસી.  

            એકદમ મોડર્ન લૂકમાં “હોટ” લાગી રહેલી નેહાને લાવણ્યા બે ઘડી જોઈ જ રહી.

            “Wow....!” લાવણ્યાની જોડે ઊભેલી અંકિતાથી પણ નેહાને જોઈને બોલાઈ ગયું “તને શું થઈ ગ્યું...!?”

            “યૂથ ફેસ્ટિવલની તૈયારીઓ કેવી ચાલે છે....!?” નેહાએ અંકિતાનાં સવાલને અવગણીને પૂછ્યું “તું કયું સોંગ ગાવાની છે...!?”

            નેહાએ લાવણ્યા સામે જોયું.

            “ત....તે કીધુંતુંને....! બેપનાહવાળું.....! એજ...!”” લાવણ્યાએ ડરતાં-ડરતાં જવાબ આપ્યો.

            તેણીની નજર હજીપણ નેહાની ખુલ્લી કમર ઉપરથી હટી નો’તી રહી.

            ગભરું પારેવડાની જેમ ફફડી રહેલી લાવણ્યાને જોઈને નેહા ફરીવાર મનમાં હસી.

            “અને સોલો રેમ્પ વૉકમાં ક્યાં કપડાં અને થીમ ડીસાઇડ કર્યા....!?” નેહાએ હવે નોટપેડનાં પાનાં ઊથલાવતાં- ઊથલાવતાં ફરીવાર લાવણ્યાને પૂછ્યું.

            “મ્મ....! થીમ તો....! તું કેવાની હતીને...!?” લાવણ્યાએ એજરીતે જવાબ આપ્યો અને ફરીવાર નેહાને ઉપરથી લઈને નીચે સુધી જોઈ “બ...બવ મસ્ત લ.....લાગે છે તું આજે....!”

            લાવણ્યા બોલી. લાવણ્યાનાં ચેહરા ઉપર પોતાનાં માટે જે લઘુતાગ્રંથીનો જે ભાવ નેહાને જોઈને જાગ્યો તે સ્પષ્ટપણે દેખાઈ આવ્યો. નેહા એ ભાવો પારખી જઈ ફરીવાર મનમાં હસી.

            જોકે ચેહરા ઉપર કોઈપણ  જાતનાં હાવભાવ લાવ્યાં વિનાં નેહાએ નોટપેડમાં જોવાનું નાટક ચાલુ રાખ્યું અને તેનાં પાનાં ઊથલાવે રાખ્યાં. કેટલીક ક્ષણો તે એમ જ કરતી રહી.

અંકિતા અને લાવણ્યા તેણીને જોઈ ચૂપચાપ જોઈ રહ્યાં.

            “અમ્મ...! હું...! યૂથ ફેસ્ટિવલની બીજી તૈયારીઓમાં બીઝી છું....!” નેહા એ જ રીતે નાટક કરતાં નોટપેડમાં જોઈ રહીને બોલી “મારે કપલ રેમ્પ વૉકની તૈયારીઓ પણ કરવાની છે...! એક કામ કર....!” નેહાએ હવે તેણીની નજર ઉઠાવી લાવણ્યા સામે જોયું

            “બેપનાહવાળું સોંગ રે’વાંદે....! એ ઓલરેડી વાઈરલ થઈ ગયેલું છે....! તું તને ગમે એવું બીજું કોઈપણ સોંગ ગાઈ લેજે....! રોમેન્ટીક હોય એવું...! હમ્મ....! અને સોલો રેમ્પ વૉકમાં પણ તને જે ઠીક લાગે એ કપડાં ચૂઝ કરી લેજે....! અમ્મ....! થીમ પણ...! તું જ ડીસાઇડ કરીલે....! અને સોલો રેમ્પ વૉકમાં આપડી કોલેજની જે બીજી ગર્લ્સ છે એ બધાંને પણ તું થીમ અને કપડાં ડીસાઇડ કરીને કહી દેજે.....!”

            નેહા બોલે જતી હતી, બોલતાં-બોલતાં તે કોઈ-કોઈવાર નોટપેડમાં જોઈ લેતી.   

            “યૂથ ફેસ્ટિવલનું  ઓપેનિંગ તો આવતીકાલે સાંજે છે....! એટલે આજે અને કાલે સાંજ સુધી રિહર્સલ પણ કરી લેજો....! ઓકે...!”

            એટલું બોલીને નેહા સ્ટુડિયોનાં મેઇન ડોર તરફ જવાં લાગી.

            અંકિતા અને લાવણ્યા બેય નવાઈપૂર્વક નેહાને જતી જોઈ રહયાં.

            “અને હાં....! અંકિતા....!” જતાં-જતાં નેહાએ પાછાં બેય તરફ જોઈને કહ્યું “સોલો રેમ્પ વૉકમાં એક-બે ગર્લ્સ ઓછી પડે છે.....! તો તું પણ લાવણ્યા અને બીજી ગર્લ્સ જોડે વૉક કરી લેજેને પ્લીઝ….!”

            “હ.....હાં.....!” નેહાનાં બદલાયેલાં વર્તનને હજીપણ પચાવી નાં શકેલી અંકિતાથી પરાણે બોલાયું “શ....શ્યોર....!”

            “અને તૈયારીમાં લાવણ્યાની થોડી મદદ પણ કરી દેજે હોં....! મારે હજી ઘણું કામ બાકી છે....! બાય...!” નેહાએ માથું ધુણાવ્યું અને પાછી ડ્રામા સ્ટુડિયોનાં મેઇન ડોર તરફ ચાલવા લાગી.

            “હવે તને આખો દિવસ ચેન નઈ પડે...!” ડ્રામા સ્ટુડીઓમાંથી બહાર નીકળતાં-નીકળતાં નેહા લાવણ્યા વિષે મનમાં વિચારી રહી અને મલકાઈ રહી.  

            નેહાનું બદલાયેલું રૂપ અને વર્તન પચાવી ન શકેલાં લાવણ્યા અને અંકિતા નેહાને ડ્રામા સ્ટુડીઓમાંથી બહાર જતી જોઈ રહ્યાં. તેનાં સ્ટુડિયોનાં ડોરમાંથી બહાર નીકળી ગયાં પછી બંને મૂંઝાઈને એકબીજાંનાં મોઢા તાકી રહ્યાં.

****

            “ઓહો....! કેન્ટીનમાં જબરો કોલાહલ ચાલે છે....!” અંકિતાએ લાવણ્યાને કહ્યું.

            ડ્રામા સ્ટુડિયોમાં નેહાને મળ્યાં બાદ બંને કેન્ટીનમાં પોતાનાં ગ્રૂપનાં ટેબલ તરફ જઈ રહ્યાં હતાં.

            “આજે તો બધાં આઈ ગ્યાં છે....!” ટેબલની આજુબાજુ બેઠેલાં પ્રેમ અને બીજાં ફ્રેન્ડ્સને જોઈને અંકિતા બબડી.

            લાવણ્યાએ એ તરફ જતાં-જતાં બધાં તરફ એક નજર નાંખી.

            “ગૂડ મોર્નિંગ....!” અંકિતાએ ટેબલ જોડે પહોંચતાં જ બધાંને ઉદ્દેશીને કહ્યું.

            “અરે આજે તો ખરેખર બહુ જોરદાર મોર્નિંગ થઈ ગઈ....!” પ્રેમ જોડે બેઠેલો રોનક બોલ્યો.

            “કેમ શું થયું....!?” અંકિતાએ નવાઈ પામીને પૂછ્યું.

            “અરે નેહા.....!” રોનક બોલ્યો અને પ્રેમની સામે સ્મિત કરીને જોયું.

            પ્રેમે તેનાં મોબાઇલમાં જોઈ રાખી સ્મિત કરીને માથું ધૂણાવ્યું.

            “તું કઈશ હવે.....!” અંકિતા સહેજ ચિડાઈ.

            “અરે એ હમણાં જ આઈ’તી....! તમારું બેયનું પૂછતી’તી....!” રોનક બોલ્યો “બે યાર શું લાગતી’તી કઈં આજે....! ઝક્કાસ.....!”

            અંકિતાની જોડે ઊભેલી લાવણ્યાનું મોઢું ઉતરી ગયું.

            “ખરેખર મસ્ત લાગતી’તી.....!” પ્રેમ પણ તેનું સ્મિત દબાવી રાખીને બોલ્યો.

            “તમે છોકરાઓ બધાં એક જેવાંજ હોવ છો...!” અંકિતા મોઢું બગાડી માથું ધૂણાવતાં બોલી “ચીકણી કમર જોઈ નથી કે લપસ્યાં નથી....!”

            “સાચી વાત હોં....!” ત્રિશા જોડે બેઠેલી કામ્યા પણ ચીડાયેલા ચેહરે બોલી.

            “અરે પણ આખી કેન્ટીન એને જ જોતી’તી....!” પ્રેમ બોલ્યો અને રોનકને કોણી મારી.

            લાવણ્યાની હાલત હવે જાણે કાપો તો લોહી નાં નીકળે એવી થઈ ગઈ.

            “તો શું.....! કેન્ટીનનાં બધાં છોકરાઓનાં મોઢા જોવાં જેવાં હતાં....!” રોનક જાણે પ્રેમને સપોર્ટ કરતો હોય એમ બોલ્યો “હજીય બધાં છોકરાંઓ એનીજ વાત કરે છે.....! એનાં ગ્યાં પછીજ કેન્ટીનમાં આટલો કોલાહલ ચાલું થઈ ગ્યો....!”  

            “હું....! અ....! વૉશરૂમ જઈને આવું....!” એટલું કહીને લાવણ્યા તરતજ પાછી ફરી અને જવાં લાગી.

            “અરે....!” અંકિતાએ હાથ કરીને લાવણ્યાને રોકવાંનો પ્રયત્ન કર્યો પછી પાછાં ફરી ચિડાઈને પ્રેમ અને રોનક સામે જોયું.

            “સોરી.....!” રોનક કાન પકડીને બોલ્યો.

            માથું ધૂણાંવતી અંકિતા લાવણ્યા પાછળ ગઈ.

***

 “જો જે કોઈ છોકરીને છેતરતો નઈ....! છેતરતો નઈ....!”

કલાદાદીના શબ્દો સિદ્ધાર્થના કાનમાં પડઘાઈ રહ્યાં હતાં. શું કરવું? શું ના કરવું ની ગડમથલમાં સિદ્ધાર્થ ક્યારનો ખોવાયેલો હતો. ગઈકાલે ઘરના અને સમાજના બધાની વચ્ચે નેહાએ નૈવેધ વધાવવાનું શીખ્યું. વાત હવે માત્ર લગ્નની ઔપચારિકતાની જ હતી અને એ ઔપચારિકતા પણ માત્ર વીસેક દિવસ જેટલી દૂર હતી. 

“જે પણ કરે...એ કોઈને છેતરવા માટે ના કરતો...! કોઈને છેતરવા માટે ના કરતો...!”

સિદ્ધાર્થ જાણતો હતો કે કોઈપણ નિર્ણય લેવા માટે હવે તેની પાસે એકમાત્ર તક બાકી હતી. શું નિર્ણય લેવો એ વિચારી-વિચારીને સિદ્ધાર્થનું માથું ભમવા લાગ્યું હતું. એમાંય નેહા સાથે શોપિંગ વખતના ફોટા જોઈને લાવણ્યાની શું હાલત થઈ હશે, તેમજ લાવણ્યા એ વિષે પૂછશે ત્યારે તેણીને બધુ કેવીરીતે એક્સપ્લેન કરવું એ વિષે સિદ્ધાર્થને કશું ખબર નહોતી પડતી. સૌથી મોટી વાત તો આઠમે નૈવેધ વધાવવાની હતી. લાવણ્યાને આ બધુ કેમનું એક્સપ્લેન કરવું એ વિષે સિદ્ધાર્થ વિચારી રહ્યો હતો.

“આ તલાટી હજીયે ના આયો...!” ત્યાંજ કરણસિંઘનો સ્વર સાંભળી સિદ્ધાર્થના વિચારો ભંગ થયાં.

તેઓ સિંહલકોટ ગામની પંચાયત કચેરીએ આવ્યાં હતાં. તલાટીને મળીને જૂની જમીનના સાત બારના ઉતારા વગેરે કાગળિયા કઢાવવાના હતાં. તલાટીની કચેરીની બહાર મુકેલી લાકડાની જૂની ખુરશીઓમાં તેઓ બેઠાં હતાં અને તલાટીના આવવાની રાહ જોઈ રહ્યાં હતાં. સવારે ગામમાં થોડા કામ હોવાથી તેઓ બપોર પછી તલાટીની ઓફિસે આવ્યાં હતાં. જોકે સાંજના ચાર વાગવા આવ્યાં હોવાં છતાંય જમવા ગયેલ તલાટી પાછો આવ્યો ન હતો.

“રેઢીયાળ તંત્ર છે સાવ...!” કરણસિંઘ ચિડાઈને બોલ્યાં.

અત્યારસુધી વિચારોમાં ખોવાયેલા સિદ્ધાર્થે હવે પોતાનાં કાંડે બાંધેલી ઘડિયાળ સામે જોયું ને તેને લાવણ્યા યાદ આવી ગઈ. મોંઘી રિસ્ટ વોચ જેટલા ભાવથી લાવણ્યાએ આપી હતી એ યાદ આવી જતાં સિદ્ધાર્થની આંખ સહેજ ભીની થઇ. જોકે તરત જ તેણે પોતાની ભાવનાઓ ઉપર કાબૂ કર્યો.

“સવા ચાર થઇ ગયાં...!” વોચમાં ટાઈમ જોઇને સિદ્ધાર્થ મનમાં બબડ્યો “લાવણ્યાને પ્રોમિસ કરી ‘તી કે હું ગરબામાં આઈ જઈશ...! હજી તો બધાને લઈને બરોડા જવાનું છે....!”

પરેશાન થઈને સિદ્ધાર્થ વિચારી રહ્યો.

“અમ્મ...મારે અમદાવાદ જવાનું છે....!” જોડે બેઠેલાં કરણસિંઘ સામે જોઇને સિદ્ધાર્થ સહેજ ખચકાઈને બોલ્યો “ત્યાં યુથ ફેસ્ટીવલમાં મારે સિંગિંગમાં પરફોર્મ કરવાનું છે તો...!”

“તને વળી ક્યારથી સિંગિંગમાં રસ જાગ્યો....!?” કરણસિંઘે આશ્ચર્યથી પૂછ્યું.

તેમનાં સ્વરમાં જોકે સહેજ નારાજગીના ભાવ હતાં જે સિદ્ધાર્થ પારખી ગયો.  

“નેહાએ જબરજસ્તી નામ લખી દીધું...!” સિદ્ધાર્થ પોતાનો બચાવ કરતાં બોલ્યો.

“આ છોકરીઓને દેખાડા કરવાનો ‘ને રોલા-છોટા પાડવાનો બઉ શોખ હોય છે...!” કરણસિંઘ પાછાં ચિડાયા.

સિદ્ધાર્થ મૌન થઈને બેસી રહ્યો.

“”થોડીવાર રાહ જોઈએ....!” કરણસિંઘ બોલ્યાં “તલાટી ના આવે તો આપડે નીકળીએ...!”

“ના આવે તો જ સારું...!” સિદ્ધાર્થ મનમાં બબડ્યો અને ઘૂંટણ ઉપર કોણી ટેકવીને બેસી રહ્યો.

****

 

***

            સાંજે લગભગ છએક વાગ્યા સુધી રેમ્પ વૉકની તૈયારીઓ ચાલી. લાવણ્યાની સાથે-સાથે વિવાન પણ બીજાં બોયઝને લઈને ડ્રામા સ્ટુડિયોમાં આવી ગયો અને  તૈયારીઓમાં જોડાઈ ગયો.

            લાવણ્યા અને વિવાને પોત-પોતાની રીતે ગર્લ્સ અને બોયઝનાં સોલો રેમ્પ વૉકની થીમ નક્કી કરી લીધી. રેમ્પ ઉપર કેવીરીતે ચાલવાનું છે એની પ્રેક્ટિસ કર્યા પછી લાવણ્યા, અંકિતા અને વિવાન થીમ મુજબ રેમ્પ વૉકમાં પહેરવાં માટેનાં કપડાંની શોપિંગ કરવાં માટે જઈ આવ્યાં.

            દિવસ આખો અંકિતા અને વિવાન વચ્ચે મીઠી ચકમક ઝાર્યા કરતી. લાવણ્યા હસતાં-હસતાં બંનેને “છોડવાં”નો ટ્રાય કરતી રહેતી.

            નેહા પણ પોતાની રીતે કપલ રેમ્પ વૉકની તૈયારીઓ ડ્રામા સ્ટુડિયોમાં કરી રહી હતી. જોકે યૂથ ફેસ્ટિવલને લગતી ઔપચારિક વાતચીત સિવાય તેણે લાવણ્યા જોડે કોઈ ખાસ વાતચીત નહોતી કરી. “સારાં” કહી શકાય તેવાં નેહાનાં આ બદલાયેલાં બિહેવિયરથી અંકિતા અને લાવણ્યાને ભારે આશ્ચર્ય થતું હતું. 

            “બાપરે....! કંટાળી જવાયું હોં....!”  અંકિતાએ જોડે ચાલી રહેલી લાવણ્યાને કીધું.

            “હમ્મ....!”

            ડ્રામા સ્ટુડિયોમાં પ્રેક્ટિસ પૂરી કરીને બને લેડિઝ વૉશરૂમ તરફ જઈ રહ્યાં હતાં.

            “હું શું કઉ છું....!” અંકિતા બોલી “આજે ગરબાંમાં જવાનું છે....!?”

            “હાસ્તો.....!” લાવણ્યા ડોકું હકારમાં હલાવીને ભારપૂર્વક બોલી “આજે છેલ્લું નોરતું છે...! આજેતો ગરબાં ગાવાનાંજને....!”

            “અમ્મ....! સિદ્ધાર્થ હજી આયો નઈ...!?” અંકિતા હવે ઊભી રહીને ધીરેથી બોલી “આઈ મીન...! એ કે’તો’તોને....! કે એ....! અ….!”

            લાવણ્યાનું મોઢું તરતજ ઢીલું થઈ ગયું. અંકિતા બોલતાં-બોલતાં અટકી ગઈ. ઉદાસ થઈ ગયેલી લાવણ્યા વિચારે ચઢી ગઈ અને બેચેનીપૂર્વક આમ-તેમ જોવાં લાગી.

            “એનો ફોન પણ ના આયોને....! નઈ...!?” થોડીવાર પછી અંકિતાએ પૂછ્યું.

            દિવસ આખો લાવણ્યાનાં મનમાં સિદ્ધાર્થનાં વિચારો ચાલ્યાં કરતાં હતાં.  આમ છતાં, વિવાન અને અંકિતાને મીઠી લડાઈઓને લીધે લાવણ્યાનું મન નેહા-સિદ્ધાર્થનાં વિચારોમાંથી થોડું ડાયવર્ટ પણ થઈ ગયું હતું અને આખો દિવસ ક્યાં પૂરો થઈ ગયો લાવણ્યાને ખબરજ ના પડી.  

            “તું જોજે લવ...! નવમાં નોરતે સાંજે આઠ વાગે જ્યારે તમે લોકો તૈયાર થઈને પાર્ટી પ્લૉટમાં પહોંચશો....! હું  ત્યાં હાજર જ હોઈશ...!” લાવણ્યા હવે સિદ્ધાર્થ સાથે છેલ્લે થયેલી વાતચિત યાદ કરી રહી.

            “એણે પ્રોમિસ કરી’તી કે....! એ...એ...! સાંજે આઠ વાગે પાર્ટી પ્લૉટમાં આઈ જશે...!” લાવણ્યા અંકિતાને સમજાવતી હોય એમ બોલી “આપડે તૈયાર થઈને પોં’ચીશું....! ત્યારે એ ત્યાં આઈ ગ્યો હશે....!”

            અંકિતા દયાપૂર્વક લાવણ્યા સામે જોઈ રહી. લાવણ્યા કદાચ તેનું મન મનાવી રહી હતી.

            “પણ તને યાદ છેને....! આપડે આજે સવારે નક્કી કર્યું હતું....!” અંકિતા હવે લાવણ્યાનું મન ડાયવર્ટ કરવાં એમની વચ્ચે સવારે થયેલી વાત યાદ કરાવાં લાગી “કે આ વખતે એ લેટ આવે તો તારે એનાંથી રૂઠી જવાનું છે....! હમ્મ.....!” અંકિતાએ વ્હાલથી લાવણ્યાની દાઢી ઉપર હાથ મૂક્યો.

            લાવણ્યાએ ભીની આખે હળવું સ્મિત કર્યું.

            “ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!”  ત્યાંજ લાવણ્યાનાં ફોનની રિંગ વાગી.

            “કામ્યાનો ફોન છે...!” લાવણ્યાએ તેનાં ફોનની સ્ક્રીન ઉપર નંબર જોઈને કહ્યું.

            “અરે તમે લોકો ક્યાં છો....!?” લાવણ્યાએ ફોન ઊપડતાંજ સામેથી કામ્યાએ કહ્યું “પાર્લરમાં નથી જવાનું તૈયાર થવાં....! સવાં છ થવાં આયાં....!”

            “હાં....હાં....! અમે બેય આઈએજ છે....!” લાવણ્યાએ કહ્યું.      

            “અમે લોકો ગેટ આગળ ઊભાં છે....! જલ્દી આવો...!”

            “હાં સારું....! બાય...!” લાવણ્યાએ ફોન કટ કર્યો અને અંકિતા સામે જોયું “ચાલ જલ્દી....! ફ્રેશ થઈને જઈએ....!”

            “તું ચણિયા ચોલી લાવી છેને....!?” અંકિતાએ લેડિઝ વૉશરૂમમાં એન્ટર થતાં પૂછ્યું.

            “હાં....!” લાવણ્યાનાં મોઢા ઉપર સ્મિત આવી ગયું.

            “અરે....! વાહ....! મલકાઈ એટલે કઈં ખાસ વાત છે....! બોલ...બોલ...!” અંકિતાએ વૉશરૂમનાં મિરરમાં જોઈને બેઝિનનો નળ ચાલું કરતાં પૂછ્યું.

            “એ તને ખબર પડી જશે....!” લાવણ્યાએ આંખ મિચકારી અને નીચાં નમીને પોતાનું મોઢું ધોવાં લાગી.

***

            “સિદ્ધાર્થ નઈ આ’વાનો...!?” સુરેશસિંઘે પોતાની જોડે ચાલી રહેલી નેહાને પૂછ્યું.

            તેઓ ચાલતાં-ચાલતાં ગરબાં સોંગ્સ ગાઈ રહેલાં ઓરકેસ્ટ્રાનાં સ્ટેજ તરફ જઈ રહ્યાં હતાં.

સવાર કરતાં અલગ અત્યારે નેહાએ એકદમ ટ્રેડિશનલ કપડાં પહેર્યા હતાં. કાંચનાં સ્ટોન જાડેલો ક્રીમ કલરનો પંજાબી ડ્રેસ અને એવાંજ સ્ટોન જાડેલો દુપટ્ટો તેણીએ તેનાં એક ખભે નાંખેલો હતો. છુટ્ટાવાળ, કપાળમાં વચ્ચે બિંદી.

“ના....આવતીકાલે આવશે....યુથ ફેસ્ટીવલમાં પાર્ટીસિપેટ કરવાનો છે....એટલે...!” નેહા સ્મિત કરીને બોલી.

તે મનમાં મલકાઈ રહી હતી. કમકે થોડીવાર પહેલાં જ તેણીની નજર પાર્ટીપ્લોટમાં ઉભેલા તેનાં ગ્રુપના મિત્રો ઉપર પડી હતી. નેહા જાણતી હતી કે બધાની સાથે ઉભેલી લાવણ્યા પણ તેણીને જોઈ રહી હશે. જોકે નેહાએ પોતે એ લોકોને જોયા હોય એવા ભાવો પોતાનાં ચેહરા ઉપર આવવા નહોતા દીધા.

“આવતીકાલે હવનમાં એની જરૂર છે...!” સુરેશસિંઘ બોલ્યાં “હું એને કૉલ કરી જોવું છું...! જો એ બધાને લઈને બરોડા જતો ‘ર્યો હશે...તો એ ફ્રી થઇ ગ્યો હશે...! જો મેળ પડે તો અત્યારે અહિયાં આવવા નીકળી જશે...!”

પોતાનાં મોબાઈલમાંથી સુરેશસિંઘે કરણસિંઘનો નંબર ડાયલ કર્યો.

***

            “બહુ સરસ લાગે છે... !”

            સરસમજાની ટ્રેડીશનલ ચણીયાચોલીમાં તૈયાર થઈને સુરેશસિંઘ જોડે ચાલતાં-ચાલતાં જઈ રહેલી નેહાને જોઇને પ્રેમથી બોલાઈ ગયું.

            પછી તેણે માફી સૂચક નજરે લાવણ્યા સામે જોયું. ઉદાસ થઇ ગયેલી લાવણ્યાએ આડું જોઈ લીધું.

            “અરે આ ડોબું ક્યાં રઈ ગયું....!?” લાવણ્યાનું મૂડ બદલવાં આજુબાજુ ડાફોળીયાં મારતી અંકિતા બોલી.

            લાવણ્યાથી પરાણે હસી પડાયું.

            થોડીવાર બધાં મૌન થઈને ઊભાં રહ્યાં. વિવાન પાણીની બોટલ લઈને બધાં પાસે આવ્યો.

            પ્રેમ, રોનક અને ત્રિશાએ પાણીની બોટલ લીધી અને પાણી પિવાં લાગ્યાં.

            “લાવણ્યા....!? શું ગોતે છે તું...!?” ક્યારની બેચેનીપૂર્વક આમતેમ જોઈ રહેલી લાવણ્યાને જોઈને ત્રિશાએ પૂછ્યું.

            “સિદ નઈ દેખાતો...!” ઉચાટભર્યા સ્વરમાં લાવણ્યાથી બોલાઈ ગયું પછી વાત સંભાળતાં બોલી “એટ્લે...! એટ્લે....! એણે કીધું’તું કે ....! એ આપડાં પે’લ્લાં આઈ જશે.....!”

            “અમે તો એને અંદર આવતાં નથી જોયો...!” પ્રેમ બોલ્યો “અમે કયારનાં ગેટ આગળ જ ઊભા’તા...!”

            “પણ....! એ....એ....તમારાં પે’લ્લાંજ આઈ ગ્યો હશેને...!” ચણિયાચોલીની ઓઢણી પોતાનાં હાથમાં ચોળતી લાવણ્યા બધાંને મનાવી રહી હોય એમ બોલી.

            બધાં દયાપૂર્વક લાવણ્યાની સામે જોઈ રહ્યાં. લાવણ્યા રઘવાઈ થઈને ફરીવાર પાર્ટીપ્લૉટમાં આમતેમ જોવાં લાગી.

            “અરે...! પ...પણ એને ફોન કરીલેને...!” લાવણ્યાનાં રઘવાટને જોઈને ત્રિશા ધીરેથી બોલી “આટલાં મોટાં પાર્ટી પ્લૉટમાં બે કોલેજની ભીડમાં ક્યાં દેખાશે એ...!? હમ્મ....!?”

            “અરે  હાં....! એતો હું ભૂલીજ ગઈ...!” એટલું કહીને લાવણ્યાએ હાથમાં પકડેલાં તેનાં મોબાઇલનું સ્ક્રીન લોક ખોલ્યું અને સિદ્ધાર્થનો નંબર કાઢી ડાયલ કર્યો.

            “રિંગ વાગી....!” લાવણ્યા ઉત્સાહમાં આઈને બોલી.

            “ન...નાં ઉપાડયો....!” આખી રિંગ વાગી જવાં છતાં સિદ્ધાર્થે ફોન નાં ઊપડતાં લાવણ્યાએ નિરાશ સ્વરમાં કહ્યું.

            “હું ટ્રાય કરું....!” કામ્યાએ ઉચાટભર્યા સ્વરમાં કહ્યું અને તરતજ તેનાં ફોનમાં સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.

            “ડચ....! સ્વિચ ઑફ બોલે છે....!” કામ્યા બોલી.

            “એણે કીધું છે તો એ આઈ જશે....!” લાવણ્યાને વિશ્વાસ અપાવતી હોય એમ તેણીનો હાથ પકડી સામે જોઈ અંકિતા બોલી “ચાલો હવે આપડે ગરબાં ગાઈએ...!”

            બધાં હવે ગરબાં ગાવાં ગરબાં ચોક તરફ જવાં લાગ્યાં.

***

            “ના અમે હજી બરોડા જવા નીકળ્યાં છીએ....!” સુરેશસિંઘનો કૉલ આવતાં કરણસિંઘ ફોન ઉપર વાત કરી રહ્યાં હતાં.

            સિદ્ધાર્થ કાર ચલાવી રહ્યો હતો અને રાગીણીબેન પાછળની સીટમાં બેઠાં હતાં.

            “ટ્રીન...ટ્રીન....!” ત્યાં જ કારના ડેશબોર્ડ ઉપર મુકેલો સિદ્ધાર્થનો ફોન વાઈબ્રેટ થયો.

            કાર ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થે ડેશબોર્ડ ઉપરથી પોતાનો ફોન હાથમાં લીધો.

            “લાવણ્યા..!?” લાવણ્યાનો કૉલ જોઈ સિદ્ધાર્થ બબડ્યો અને બાજુની સીટમાં બેઠેલાં કરણસિંઘ સામે જોયું.

            તેઓ સુરેશસિંઘ સાથે ફોન ઉપર વાત કરી રહ્યાં હોવાથી તેમનું ધ્યાન સિદ્ધાર્થ બાજુ નહોતું. જોકે રાગીણીબેન પાછળની સીટમાં બેઠાં હોવાથી સિદ્ધાર્થે લાવણ્યાનો કૉલ રીસીવ કરવાનું માંડી વાળ્યું.

            રિંગ પૂરી થતાં-થતાં સિદ્ધાર્થનો ફોન બેટરી ઉતરી જવાને લીધે સ્વીચ ઓફ થઇ ગયો.

            “આજે તો ચાર્જર જોડે જ છે...!” કારમાં ગીયર બોક્સની જોડે આવેલાં ચાર્જીંગ પોર્ટમાં ભરાવેલા પોતાનાં ફોનના ચાર્જર સામે જોઇને સિદ્ધાર્થ મનમાં સ્મિત કરીને બબડ્યો.  ડ્રાઈવ કરી રહ્યો હોવાથી તે ચાર્જરમાં ફોન ભરાવી શકે એમ નહોતો.

            “ઘેર જઈને ભરાઈ દઈશ...!” સિદ્ધાર્થ બબડ્યો અને ફોન પાછો ડેશબોર્ડ ઉપર મૂકી દીધો.

            “એવું હશે...તો એ કાલે સવારે વે’લો નીકળી જશે....!” ફૉન ઉપર વાત કરતાં કરણસિંઘ બોલ્યાં.

            “અરે બાપરે...! મર્યો...!” સિદ્ધાર્થે તે સાંભળ્યું ટેન્શનમાં આવી ગયો.

            સુરેશસિંઘ સાથે ફોન ઉપર વાત કરીને કરણસિંઘે કૉલ કટ કર્યો.

            “અમ્મ....હું આજે રાતે જ અમદાવાદ જઉ છું...!” કાર ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થ કરણસિંઘ સામે જોઇને બોલ્યો.

            “કાલે સવારે શાંતિથી નીકળજે ને પણ...!” કરણસિઘ બોલે એ પહેલાં જ પાછલી સીટમાં બેઠેલાં રાગીણીબેન બોલી પડ્યા “હજી તો આપડે બરોડા ઘેરેય નઈ પોં ‘ચ્યા...!”

            “ઘેર પોં’ચવામાં માંડ કલ્લાક થશે....!” સિદ્ધાર્થ ઉપર લાગેલાં મિરરમાં જોઈ રાગીણીબેનને કહેવા લાગ્યો “હજી તો સવા આઠ જ થ્યા છે...! નવ સાડા નવ થતાં હું નીકળી જાવ....તો બાર વાગતાં અમદાવાદ પો...!”

            “પણ એટલી શું ઉતાવળ છે...!?” રાગીણીબેન વચ્ચે ચિડાઈને બોલ્યાં.

            “કોઈ ખાસ કામ છે....!?” કરણસિંઘે શાંત સ્વરમાં પૂછ્યું.

            “ના...સવારે વે’લ્લા ટ્રાફિક બઉ હોય છે....મોટા સાધનો નો ..!” સિદ્ધાર્થ પાછો એવાજ ખચકાટથી બોલ્યો “અને છેલ્લું નોરતું છે તો...!”

            “સારું....” કરણસિંઘ વચ્ચે બોલી પડ્યા પછી મનમાં વિચાર્યું “છેલ્લા નોરતે કદાચ નેહા જોડે રે’વું હશે....!”

            “અમને ઘરે ઉતારીને પછી તારી રીતે નીકળી જજે....!” કરણસિંઘ બોલ્યાં.

            “હાશ....!” સિદ્ધાર્થને મનમાં હાશ થઇને તે મનમાં બબડ્યો “નઈ તો લાવણ્યાને કરેલું  પ્રોમિસ આજે પણ તૂટી જાત...!”

            “પણ તારે દશેરાએ ત્યાં કામ પતે...એ પછી તરત જ પાછો આઈ જજે....!” કરણસિંઘ બોલ્યાં “હવે તમારા લગનની તૈયારીઓ ચાલુ કરી દેવી છે...! બઉ ટાઈમ નથી....!”

            હકારમાં માથું ધુણાવી સિદ્ધાર્થ સામે જોઇને ડ્રાઈવ કરવા લાગ્યો.

****

 

“હવે વાત બઉ આગળ વધી ગઈ છે....!” સિદ્ધાર્થ મનમાં બબડ્યો.

બરોડા ઘરે કરણસિંઘ અને રાગિણીબેનને ડ્રૉપ કરી તે અમદાવાદ આવવા નીકળી ગયો હતો. રસ્તામાં તે હાઇવે ઉપર ડીઝલ પુરાવા પેટ્રોલ પંપે અટક્યો હતો. આ એ જ પેટ્રોલ પમ્પ હતો જ્યાં તે અમદાવાદથી બરોડા જતી વખતે એનફિલ્ડમાં પેટ્રોલ પુરાવા રોકાયો હતો. પેટ્રોલ પમ્પની પાછળ એ જ જગ્યાએ પાછો આવીને તે ઊભો હતો અને પાછળ દૂર સુધી ફેલાયેલાં ખેતરો તરફ જોઈ રહ્યો હતો. ફરીવાર એ જ અંધકાર તરફ સિદ્ધાર્થ શૂન્યમનસ્ક જોઈ રહ્યો.

“લાવણ્યા વિના એ “અંધકારમાં જવું પડશે”...!”  

ફરીવાર એજ વાત યાદ આવી જતાં સિદ્ધાર્થે ઘોર નિરાશા અનુભવી.

“કોઈ જ રસ્તો નઈ દેખાતો....!” મૂંઝાયેલો સિદ્ધાર્થ પરેશાન ચેહરે બબડ્યો “વિકટ પણ નઈ અહિયાં નઈ....!”

વાત હવે ઘણી આગળ વધી ગઈ હતી એ સિદ્ધાર્થ જાણતો હતો. નેહા સાથે મેરેજની ઔપચારિકતા આડે હવે બહુ ઝાઝા દિવસો બાકી નહોતાં. એવામાં કોઈ પણ અણધાર્યું પગલું ભરવાથી પરિણામ ખૂબ ભયંકર આવે એવું હતું.

“સોરી લવ....! કદાચ....! તને આપેલું આ છેલ્લું પ્રોમિસ જ નિભાઈ શકીશ...!” નેહા જ એની વાસ્તવિકતા છે એવું સ્વીકારી લેવા મથી રહેલો સિદ્ધાર્થ બબડ્યો. 

લાવણ્યા સાથે વિતાવેલી એ દરેક સુંદર ક્ષણો સિદ્ધાર્થ યાદ કરી રહ્યો. લાવણ્યાની કેર, એનો અનહદ પ્રેમ યાદ આવી જતાં સિદ્ધાર્થની આંખો કેટલીયે વાર ભીંજાઇ.

“હવે એ બધુ કદી નઈ મળે....! તારું એ પ્રેમાળ હુંફાળું આલિંગન....!” સિદ્ધાર્થ મનમાં વિચારી રહ્યો “તારી એ કેર....! તારી છેડતી.....!”

લાવણ્યાની જે હરકતોથી સિદ્ધાર્થને આશ્ચર્ય થતું એ પણ સિદ્ધાર્થને યાદ આવી રહ્યું. સિદ્ધાર્થને મળવા છેક બરોડા આવી ગયેલી લાવણ્યા યાદ આવી જતાં સિદ્ધાર્થથી પરાણે મલકાઈ જવાયું.

લાવણ્યા સાથે વિતાવેલી એ દરેક ક્ષણોના એક પછી એક દ્રશ્યો સિદ્ધાર્થને યાદ આવતા રહ્યાં.  ક્યાંય સુધી વિચાર્યા પછી છેવટે તેણે નક્કી કર્યું કે લાવણ્યાને છેલ્લાં નોરતે આવવાનું પ્રોમિસ નિભાઈ લાવણ્યાથી દૂર જતાં રહેવું. કેમકે નેહા સાથે લગ્ન એ જ તેનું ભવિષ્ય છે.

થોડી વધુ વાર વિચારતાં રહી છેવટે સિદ્ધાર્થ અમદાવાદ જવા કાર લઈને નીકળી ગયો.

***

 

“હે કાના હું તને ચાહું... હું તને ચાહું...!

હે કાના હું તને ચાહું... હું તને ચાહું...!”

            દાંડિયા ક્વિન ફાલ્ગુની પાઠકનાં સ્વરમાં ગરબાંની ધૂમ ચાલી રહી હતી. હ્રદયમાં જાણે સુનામીનાં ઊંચા મોજાં ઊછળતાં હોય એમ છેલ્લાં નોરતાંનાં ગરબાંને મનભરીને માણી લેવાં રંગબેરંગી ચણિયાચોલી વગેરે ટ્રેડિંશનલ ડ્રેસિસમાં સજ્જ કોલેજનું યુવાધન હિલોળે ચઢ્યું હતું. સમુદ્રમાં આવેલાં તોફાનની જેમ પાર્ટી પ્લૉટ કોલેજનાં યુવાનોનાં ઉત્સાહથી ઘમરોળાઈ ગયો હતો.  લાવણ્યા સહિત અંકિતા વગેરે પણ ગરબાં ગાઈ રહ્યાં હતાં. સિદ્ધાર્થ વિના લાવણ્યા જોકે મન વગરની ગરબાં ગાઈ રહી હતી.  

“તારા વિના વેરણ લાગે આ રાતડી...!

રાહ જોવે છે મારી આંખડી હો ઓ....!

હે કાના હું તને ચાહું... હું તને ચાહું...!”

           

            ગરબાં સોંગ્સની લાઇન્સ જાણે લાવણ્યાનાં મનનીજ સ્થિતિ કહી રહી હોય એમ ગરબાં ગાઈ રહેલી લાવણ્યાની આંખોમાં પાણી આવી ગયું. લગભગ સવા અગિયાર વાગવાં આવ્યાં હતાં. છતાંપણ સિદ્ધાર્થ હજી સુધી નહોતો આવ્યો. રાહ જોઈ-જોઈને થાકેલી લાવણ્યાની ધીરજ પણ હવે જાણે ખૂટવાં લાગી હતી. લાવણ્યાની મનો:સ્થિતિને સમજતી અંકિતા પણ ગરબાં સોંગ્સની લાઇન્સ સાંભળીને જોડે ગરબાં ગાઈ રહેલી લાવણ્યા સામે દયાપૂર્વક જોઈ રહી. 

            “મિત્રો....! સવાં અગિયાર થઈ ગયાં છે....!”લગભગ પંદરેક મિનિટ પછી સ્ટેજ ઉપર ગાઈ રહેલાં ફાલ્ગુની પાઠક ગરબાં સોંગ્સ ગાતાં-ગાતાં પાર્ટી પ્લૉટમાં ગરબાં ગાઈ રહેલાં યુવાધનને ઉદ્દેશીને બોલ્યાં “નવરાત્રિ હવે વિદાય લઈ રહી છે...! તો બાકી બચેલાં સમયમાં મનભરીને ગરબાં માણી લેજો...!”

            એટલું બોલીને તેઓ ફરી ગરબા સોંગ્સ ગાવાં લાગ્યાં. તેઓ બોલી રહ્યાં હતાં ત્યારે પણ ઓરકેસ્ટ્રાનું મ્યુઝિક ચાલતુંજ હતું.

            નવરાત્રિની વિદાયની વાત સાંભળીને લાવણ્યા છેવટે રડી પડી અને રડતાં-રડતાં સર્કલમાંથી બહાર નીકળી ગઈ. સર્કલમાંથી નીકળીને તે ઉતાવળાં પગલે પાર્ટી પ્લૉટનાં લેડિઝ વૉશરૂમ તરફ ચાલી ગઈ.

            “અરે લાવણ્યા....!” અંકિતા તરતજ તેણીની પાછળ જવાં લાગી.

            બાકીનાં બધાં ગરબાં ગાવાનું છોડી ટોળુંવળીને ઊભાં રહી ગયાં.

***

“બઉ લેટ થઈ ગ્યું યાર....!” પાર્ટી પ્લૉટ આવી પહોંચેલો સિદ્ધાર્થ ઉતાવળા પગલે પાર્ટી પ્લૉટમાં અંદર એન્ટર થતાં બબડ્યો.

ગરબામાં આવતાં પહેલાં સિદ્ધાર્થ સુરેશસિંઘના ઘરે જઈને ગરબા માટે લાવણ્યાએ લઈ આપેલો કુર્તો પહેરવા ગયો હતો આથી પાર્ટી પ્લોટ પહોંચવામાં થોડું લેટ થઈ ગયું હતું.

નવમું નોરતું પૂરું થવામાં ગણતરીની મિનિટો જ બાકી હતી. પાર્ટી પ્લૉટના ગરબા ક્રાઉડમાં સિદ્ધાર્થ લાવણ્યા કે ગ્રૂપના અન્ય ફ્રેન્ડસને શોધી રહ્યો. થોડીવાર આમતેમ ડાફોળીયાં માર્યા પછી છેવટે તેને ગરબા ચોકમાં લાવણ્યા અને ગ્રૂપના અન્ય મિત્રોને સર્કલમાં ગરબા ગાતા જોયા. લાકડાનો કઠેરો કૂદી સિદ્ધાર્થ અંદર ચોકમાં દાખલ થયો અને ગ્રૂપના મિત્રો તરફ જવા લાગ્યો.     

           

 “અરે આ તો....!” ગરબા ગાતી લાવણ્યાએ પહેરેલી ચણિયાચોલી ઉપર નજર પડતાં જ સિદ્ધાર્થના પગ થંભી ગયાં અને આંખ સહેજ ભીની થઈ ગઈ.

તેણે લાવણ્યાને જે ચણિયાચોલી ગિફ્ટ આપી હતી એ જ ચણિયાચોલી તેણીએ પહેરી હતી. ગરબા ગાતાં-ગાતાં લાવણ્યાની નજર પણ સિદ્ધાર્થ ઉપર પડતાં જ તેણીના પગ થંભી ગયાં. લાવણ્યા  અટકી જતાં અંકિતા, કાયા અને પછી બીજા બધા પણ અટકી ગયાં.   

            ધિમાં-ધિમાં પગલે ચાલતાં-ચાલતાં લાવણ્યા હવે સર્કલની વચ્ચેથી સિદ્ધાર્થ તરફ જવાં લાગી. પોતાનાં ડૂસકાંને રોકવાનો પ્રયત્ન કરવાંમાં તેણીની આંખમાંથી આંસુ સરીને નીચે પડવાં લાગ્યાં.

“નહીં મે’લું રે.....! તારાં ફળિયામાં પગ નઈ મે’લું....!”

            લાવણ્યા હજી તો સિદ્ધાર્થની નજીક પહોંચી જ હતી ત્યાંજ સ્ટેજ ઉપર ગાઈ રહેલાં ફાલ્ગુની પાઠકે ગરબાંનું એ સોંગ ગાયું.

            લાવણ્યાએ એક નજર સ્ટેજ તરફની દિશામાં નાંખી અને અટકી ગઈ. પાછું સિદ્ધાર્થ સામે જોઈને તેણી મલકાઈ.

            પોતાનાં બંને હાથ સીધાં આગળ કરી, બંને હાથની હથેળીઓ જોડી સિદ્ધાર્થ સામે ખુલ્લી રાખી તેણીએ પોતાનો ચેહરો ઢાંક્યો. તેણી હથેળીઓમાં લાગેલી મહેંદીને સિદ્ધાર્થ જોઈ રહયો.

“નહીં મે’લું રે.....! તારાં ફળિયામાં પગ નઈ મે’લું....!

નહીં મે’લું રે એ.....! તારાં ફળિયામાં પગ નઈ મે’લું....!”

            ગરબાની તાલે તાલ મિલાવતી લાવણ્યા હવે સિદ્ધાર્થથી નારાજ થઈ હોય એમ ગરબા ગાવાં લાગી. અંકિતા સહિત બધાં હવે મલકાઈ ઉઠ્યા. અને લાવણ્યાની પાછળ આવી એક લાઇનમાં ગાવાં લાગ્યાં. 

                        ગરબાં ગાતી-ગાતી લાવણ્યા હવે સિદ્ધાર્થની નજીક જઈ પહોંચી.

“છોને લાગ્યું છબીલાં મને તારું ઘેલું....! છોને લાગ્યું છબીલાંઆ... મને તારું ઘેલું....!”

            સિદ્ધાર્થની છાતી ઉપર હાથ મૂકીને લાવણ્યા તેને હળવો ધક્કો માર્યો અને ઝડપથી સર્કલ ફરીને બે ડગલાં પાછી ગઈ.

            “અરે....!?” લાવણ્યાની એવી હરકતથી સિદ્ધાર્થને આશ્ચર્ય થયું “મને એમ કે આ છોકરી મને જોતાં જ વળગી પડશે....!”

“નહીં મે’લું રે.....! તારાં ફળિયામાં પગ નઈ મે’લું....! નહીં મે’લું રે.....!”

            લાવણ્યાના ચેહરા ઉપર મીઠી નારાજગીના ભાવ જોઈ સિદ્ધાર્થથી હવે પરાણે સ્મિત થઈ ગયું. એમાંય ગરબાના સોંન્ગની જોડે જોડે લાવણ્યાના નારાજગીના ભાવો પણ જાણે “મેચ” થઈ રહ્યાં હતાં.

“જાણું છું ચિત્તડાંને લાગ્યો તારો ચસકો....!”

એ લાઇન ઉપર લાવણ્યાએ પોતાની કમર હલાવતાં- હલાવતાં તેણીની છાતી ઉપર હાથ મૂકીને સિદ્ધાર્થ સામે જોયું.

“જાણું છું કંઠ તારો સાકરનો કટકો...! જાણું છું ચિત્તડાંને એ...લાગ્યો તારો ચસકો....!”

“છોને રૂપ હોયે તારું અલબેલું અલબેલું....!”

એ લાઇન ઉપર લાવણ્યાએ સિદ્ધાર્થની નજીક જઈ પોતાનાં બંને હાથ ઊંચા કરીને એક માદક અંગડાઈ લીધી.

            હાથ ઊંચા કરવાંથી લાંબો થયેલો લાવણ્યાની કમરનો એ ઘાટ સિદ્ધાર્થ સ્મિત કરીને એકાદ ક્ષણ જોઈ રહ્યો પછી એવુંજ સ્મિત કરીને તેણે નજર ફેરવી લીધી.

“નહીં મે’લું રે.....! તારાં ફળિયામાં પગ નઈ મે’લું....! નહીં મે’લું રે.....!”

 લાવણ્યાએ ફરીવાર સિદ્ધાર્થની છાતી ઉપર એજરીતે ધક્કો માર્યો.

ગરબાંનું સોંગ જેમ-જેમ આગળ વધતું ગયું તેમ-તેમ લાવણ્યા ગરબાં સ્ટેપ્સ કરતી ગઈ. બધાં હવે સિદ્ધાર્થની આજુબાજુ સર્કલ બાનવી ગરબાં ગાવાં લાગ્યાં જ્યારે નારાજ થયેલી લાવણ્યા સિદ્ધાર્થની આજુબાજુ ગરબાં ગાવાં લાગી.

ગરબાં સ્ટેપ્સ કરતી-કરતી સિદ્ધાર્થ સામે કોઈ-કોઈવાર ગુસ્સો કરતી હોય એમ જોઈ લેતી.  

“નકલી ગુસ્સો...હુંહ....!” પરાણે ગુસ્સો કરવાનો પ્રયત્ન કરી રહેલી લાવણ્યા ઉપર સિદ્ધાર્થને હસવું આવી ગયું.

સ્ટેપ્સ કરતી-કરતી લાવણ્યા ઘણીવાર સિદ્ધાર્થની વધું  નજીક જતી અને પોતાની નારાજગી દર્શાવવાં કોઈવાર સિદ્ધાર્થની છાતી ઉપર તો કોઈવાર તેની પાછળ જઈ પીઠ ઉપર હળવાં પંચ કરતી.

“લાવણ્યા....!” દસેક મિનિટ પછી સિદ્ધાર્થે તેની આજુબાજુ ગરબાં ગાઈ રહેલી લાવણ્યાને પોતાની નજીક ખેંચવાં હાથ કર્યો.

લાવણ્યા હજીપણ નારાજ હોય એમ તેનાથી સહેજ દૂર ખસી અને ગરબાં ગાવાંનું ચાલું રાખ્યું.

“અરે....! આમ કેમ કરે છે...!?” લાવણ્યા ખસી જતાં સિદ્ધાર્થે નવાઈપૂર્વક કહ્યું.

સહેજ દૂર જતી રહેલી લાવણ્યાની નજીક જઈ સિદ્ધાર્થે ફરીવાર હાથ લંબાવ્યો. લાવણ્યા ફરીવાર દૂર ખસી.

“લાવણ્યા....!?” સિદ્ધાર્થ હવે ઊભો થઈ ગયો અને લાવણ્યા સામે દયામણું મોઢું કરીને જોઈ રહ્યો.     

લાવણ્યા ગરબાં ગાતાં-ગાતાં અટકી ગઈ અને ભીની આંખે સિદ્ધાર્થ સામે જોઈ રહી. પોતાનાં ચેહરાંને સખત બનાવી રાખવાનો તેણીએ ઘણો પ્રયત્ન કર્યો તેમ છતાં સિદ્ધાર્થનો ઢીલો થઈ ગયેલો ચેહરો જોઈને તેનાથી નાં રહેવાયું અને છેવટે રડી પડાયું. રડવું છુપાવવાં તેણીએ પોતાનું મોઢું તેણી બંને હથેળીઓમાં દબાવી દીધું.

“અરે....!” લાવણ્યાને રડતાં જોઈ સિદ્ધાર્થ તરતજ તેણી પાસે પહોંચી ગયો અને તેણીની હાથ પકડી લીધાં.

“બસ લવ...! ના રડ પ્લીઝ....!” લાવણ્યાનાં મોઢાં ઉપરથી તેણીની હથેળી દૂર કરવાનો પ્રયત્ન કરતો સિદ્ધાર્થ બોલ્યો.

આમ છતાં પોતાનું મોઢું હથેળીઓમાં દબાવી રાખી લાવણ્યા વધું જોરથી રડી પડી. જોકે ગરબાંનાં લાઉડ મ્યુઝિકમાં તેણીનું રુદન દબાઈ ગયું.

 લાવણ્યાને રડતી જોઈ પહેલાં અંકિતા અને વારાફરતી બીજાં બધાં ટોળુંવળીને ઊભાં થઈ ગયાં.

“બસ લવ....! શાંત થઈ જા....!” સિદ્ધાર્થે છેવટે લાવણ્યાને આલિંગનમાં જકડી લીધી.

ટોળુંવળીને ઊભેલી અંકિતા, પ્રેમ અને કામ્યાની આંખ પણ ભીંજાઈ ગઈ. અંકિતા ડૂસકાં લઈ ભરી રહેલી લાવણ્યાની પીઠ પસવારી રહી. ઘણાં પ્રયત્નો પછી લાવણ્યા માંડ શાંત થઈ. તેણીએ પણ હવે સિદ્ધાર્થ ફરતે તેનાં હાથ વીંટાળી દીધાં.

“સોરી લવ....!” આલિંગનમાં વળગી રહીને સિદ્ધાર્થે લાવણ્યાનાં કાનમાં કહ્યું.

લાવણ્યાએ ભીની આંખે તેની સામે જોયું અને ફારીવાર તેની છાતી ઉપર માથું ઢાળી દીધું.

“તે મેસેજ જોયો.... તો પણ ...! તે મને રિપ્લાય કેમ ના આપ્યો....!?” પોતાનો સ્વરમાં શક્ય એટલી નારાજગીનાં ભાવ લાવી લાવણ્યા બોલી “ફ....ફોન પણ નાં કર્યોને....!?”

સિદ્ધાર્થની આંખ ભીની થઈ ગઈ. પોતાની આંખમાં આવી ગયેલાં આંસુને રોકવાનાં પ્રયત્નમાં તેણે આમતેમ જોયું અને છેવટે લાવણ્યાનાં ખભે માથું ઢાળી દીધું. 

“તને શું એકપ્લેન કરું....!? કેમનું કરું....!? એ ખબર જ ન’તી પડતી....!” સિદ્ધાર્થ મનમાં બબડ્યો અને લાવણ્યાને વળગી રહ્યો.

“અરે.....! તું રડે છે....! આમજો...!” લાવણ્યાએ સિદ્ધાર્થનું મોઢું વ્હાલથી પકડી લીધું “આમજોને જાન....!”

લાવણ્યાએ પ્રયત્ન કરવાં છતાંપણ સિદ્ધાર્થે તેણીને આલિંગનમાં જકડી રાખી તેનાં ખભાં ઉપર માથું મૂકી રાખ્યું.

“હું નારાજ નથી તારાથી....! જાન...!” સિદ્ધાર્થની પીઠ ઉપર હાથ ફેરવીને લાવણ્યા બોલી.

“તને નારાજ થવાનો હક છે લવ....!”

“ઊંહું....!” સિદ્ધાર્થ સામે જોઈ લાવણ્યાએ નકારમાં માથું ધૂણાંવ્યું “હું સાચે નારાજ નઈ તારાથી....! ખાલી નાટક કરતી’તી....!”

સિદ્ધાર્થે પરાણે સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો.

“આટલાં ક્યૂટ બેબીથી કોણ નાલાજ થાય...!” કાલી ભાષાંમાં બોલીને લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલ ખેંચ્યાં.

સિદ્ધાર્થથી હવે હસાઈ ગયું. લાવણ્યાએ પણ સ્મિત કર્યું.

“મને તો કેતી’તી કે આ વખતે તું બવ રૂઠી જઈશ....!?” અંકિતા લાવણ્યાની પીઠ ઉપર ટપલી મારતાં બોલી “બઉં જલ્દી માની ગઈ...!?”

“અને તું....!”  અંકિતાએ તેની ભીની આંખનાં ખૂણા લૂંછતાં સિદ્ધાર્થને કડક સ્વર કરતાં કહ્યું “આ કઈં ટાઈમ છે આવાનો...!? પ્રોમિસ આપે છે ને પાછો નિભાવતો નઈ...!? હમ્મ..!?”

“અંકલી....! એણે પ્રોમિસ નિભાઈ તો દીધું...!” લાવણ્યા સિદ્ધાર્થનો હાથ પકડી રાખીને બોલી “જો....! હજીતો બાર વાગવાંમાં પાંચ મિનિટ બાકી છે...!”

લાવણ્યાએ સિદ્ધાર્થનું કાંડું પકડી તેણે પહેરેલી વૉચ અંકિતાને બતાવતાં કહ્યું. સિદ્ધાર્થે લાવણ્યાએ ગિફ્ટ આપેલી વૉચ પહેરી હતી.

“હમ્મ....! તું કે’છે એટ્લે જવાં દઉં છું....!” અંકિતાએ મજાકીયાં સ્વરમાં કહ્યું.

“કેમ છે સિદ....!” કામ્યાએ સિદ્ધાર્થ સામે જોઈ રહીને પૂછ્યું.

સિદ્ધાર્થે કઈં બોલ્યાં વગર હળવું સ્મિત કર્યું.

“યાર હવે મને ભૂખ લાગી છે...!” ત્રિશા હવે વાતાવરણ હળવું કરવાં બોલી.

“શું લાવવું છે...!? હું લેતો આવું છું.....! બોલો જલ્દી...!” વિવાન સ્મિત કરતો બોલ્યો.

***

“મારાં પગતો એવાં દુ:ખે છેને...! યાર” લૉનની લીલી ઘાંસ ઉપર બેસીને પોતાનાં પગ દબાવતાં-દબાવતાં અંકિતા બોલી.

નાસ્તો કરીને આખું ગ્રૂપ ટોળુંવળીને ફૂડ સ્ટૉલની સામે લૉન ઉપર બેઠું હતું.

“હજીતો સાડાં બાર જ થયાં છે....!” સામે બેઠેલી ત્રિશા બોલી “અને ગરબાં નેક્સ્ટ રાઉન્ડ બાકી છે...!”

“ઘરે પોં’ચ્યાં પછીતો આજે કોઈનાં પગ હલવાનાં નથી...!” સિદ્ધાર્થની જોડે બેઠેલી લાવણ્યા સ્મિત કરીને બોલી પછી તેણીએ સિદ્ધાર્થ સામે જોયું. 

            લૉનની લીલી ઘાંસને હાથવડે તોડી રમત કરતો સિદ્ધાર્થ પરાણે થોડું મલકાઈ રહ્યો હતો. તેનાં એ સ્મિત પાછળ છૂપયેલો દર્દ અને મૂંઝવણને લાવણ્યાએ તરત વાંચી લીધાં. લાવણ્યાનાં ચેહરાંનું સ્મિત તરતજ “ઓલવાઈ” ગયું.

            લાવણ્યાને આજે છેલ્લી વખત મળવાની ગણતરીએ સિદ્ધાર્થ આવ્યો હતો. અને જતાં પહેલાં લાવણ્યાને બધું કહેવું કે નઈ અને કહેવું તો કેવી રીતે બધું એક્સપ્લેન કરવું, એ બધું સાંભળ્યા પછી લાવણ્યાની શું હાલત થશે ? એ પછી લાવણ્યાને કેવી રીતે સંભાળશે....!?

            મનમાં ઉઠી રહેલા એવાં એકેય પ્રશ્નોનો જવાબ સિદ્ધાર્થને નહોતો મળી રહ્યો. બધાની હાજરીમાં લાવણ્યા સાથે તે સરખી વાત પણ કરી શકે એમ નહોતો. 

            “અરે યાર વિવાન....! તું નાસ્તો લાયો....! અને પાણીતો ભૂલી ગ્યો..!?” કામ્યા નારાજ હોય એમ મોઢું બગાડીને બોલી.

            “હું લેતો આવું છું....!” કામ્યાની વાત સાંભળી એકદમ ઠંડા સ્વરમાં બોલી સિદ્ધાર્થ ઊભો થયો અને ફૂડ સ્ટૉલ તરફ જવા જવા લાગ્યો.    

            “તું થાકી ગ્યો હોઈશને....!” લાવણ્યા ઊભી થઈને બોલી “તું બેસ....! પ્રેમ કે રોનક લઈ આવશે...!”

            “કોઈ વાંધો નઈ....! હું લઈ આવું છું...!” સિદ્ધાર્થ પરાણે સ્મિત કરીને બોલ્યો.

            “ચાલ....! તારે  પીવું હોય તો....!” લાવણ્યાનો હાથ પકડી લઈને સિદ્ધાર્થ તેણીને ખેંચતાં બોલ્યો.

            લાવણ્યા સહિત બધાંને અચરજ થયું. સિદ્ધાર્થ હવે પહેલાં કરતાં ઘણો બદલાઈ ગયો હતો. જાહેરમાં, ખાસ કરીને ગ્રૂપનાં ફ્રેન્ડ્સની હાજરીમાં તે હવે લાવણ્યાને સ્પર્શ કરતાં, તેણીનો હાથ પકડાતાં સહેજપણ ખચકાતો નહોતો.

            સિદ્ધાર્થે તેનો હાથ પકડી લેતાં લાવણ્યા ખુશ થઈ ગઈ.

            “તમારે લોકોને કઈં ખાવુંછે...!?” સિદ્ધાર્થે બધાં સામે વારાફરતી જોઈને પૂછ્યું “તો હું સ્ટૉલમાંથી લેતો આવું...!?”

            “નાં...નાં...સિદ...!” લાવણ્યા સામે જોઈ અંકિતા પ્રેમથી બોલી “તમે બંને જાઓ હોં....!”

            “હાં...! અમારે કઈં જોઈતું હશે.....! તો અમે લોકો મંગાઈ લઈશું...!” પ્રેમ બોલ્યો.

            સિદ્ધાર્થે એવુંજ સ્મિત કર્યું અને લાવણ્યા સામે જોઈ તેનો હાથ પકડીને પાછાં ફરીને ફૂડ કોર્ટ તરફ ચાલવાં લાગ્યો. લાવણ્યા સિદ્ધાર્થનાં ચેહરાં સામે જોઈને ચાલવાં લાગી.

***       

            ફૂડ સ્ટૉલવાળાંએ પાણીની બોટલો ભરેલી થેલી સિદ્ધાર્થને આપી. પેમેન્ટ પહેલાંજ કરી દીધેલું હોવાથી સિદ્ધાર્થ થેલી લઈને ચાલવાં લાગ્યો. લાવણ્યા પણ જોડે ચાલવાં લાગી.

            સ્ટૉલ સુધી આવીને તેઓ પાછાં પરત જઈ રહ્યાં હતાં છતાં સિદ્ધાર્થે કોઈજ વાતચીત નહોતી કરી.           

            “સિદ....!”  લાવણ્યાએ  છેવટે સિદ્ધાર્થને જોઈને કહ્યું.

            “હમ્મ....! શું...!?” લાવણ્યા સામે એક અપલક નજર નાંખી સિદ્ધાર્થે પાછું સામે જોઈને ચાલવાં માંડ્યુ.

            “કેમ મારાંથી નજર ચૂરાવે છે....!?”

            “અ....એવું કઈં નથી લવ...!” સિદ્ધાર્થે એજરીતે જોઈને કહ્યું. 

             “સાચે...!?” સિદ્ધાર્થનો હાથ ખેંચીને લાવણ્યા ઊભી રહી “બધાંની વચ્ચે હાથ પકડીને મને અહિયાં લઈને આયો....! તો પણ કઈં વાત નાં કરી....!”

             “ એતો હું લેટ થઈ ગ્યો’તો....! એટ્લે મારે સોરી કેવુંતું...!” સિદ્ધાર્થ વાત ટાળતા બોલ્યો.

            “સિદ....! બેબી….!” લાવણ્યાએ વ્હાલથી તેનાં ગાલ ઉપર હાથ મૂક્યો “તને જૂઠું બોલતાં નઈ આવડતું....! શું કામ આવું કરે છે...!? હમ્મ....!”

            “તને બધું કીધા વગર પણ સમજાઈ જાય છે....!” સિદ્ધાર્થની ભીની આંખે લાવણ્યા સામે જોઈ રહ્યો.

            “બ....બધાં રાહ જોતાં હશે...!” લાવણ્યાથી નજર ચૂરાવીને તે બોલ્યો અને ગ્રૂપ તરફ ચાલવાં લાગ્યો.

***

            મોડે સુધી ચાલેલાં ગરબામાં આખાં ગ્રુપે ગરબા એન્જોય કર્યા. સિદ્ધાર્થની હાજરીથી લાવણ્યા ખુશ થઈને ગરબે ઘૂમી. મોડી રાત્રે ગરબાં પત્યાં પછી બધાં છેવટે ઘરે જવાં નીકળ્યાં.

            “રઘુનાથ અંકલને ઘરે થોડું કામ હતું એટ્લે એ ઘરે ગયાં....! હું આવું છું તમને બધાંને મૂકવાં....!” કારની ચાવી હાથમાં રમાડતો સિદ્ધાર્થ બોલ્યો.

            “બે વાગી ગ્યાં છે....!” અંકિતા બોલી “તું ક્યારે બધાંને મૂકીને ઘરે પોં’ચીશ...!?”

            “કોઈ વાંધો નઈ...!” સિદ્ધાર્થ બોલ્યો “મને આદત છે....! લેટ જાગવાની...!”

            “તો તું પે’લ્લાં લાવણ્યાને એનાં ઘરે ઉતારીદે....! પછી અમને બધાંને....!” ત્રિશા બોલી.

            “એ નાં હોં....!” લાવણ્યા તરતજ બોલી “તમને બધાંને ઉતારીને પછી મને....!”

            “ઓહો....! જોતો ખરી....!” ત્રિશાએ આંખો નચાવી.

            બધાં હસી પડ્યાં.

            “હું કાર લેતો આવું....!” હળવું સ્મિત કરીને સિદ્ધાર્થ બોલ્યો અને પાછું ફરીને પાર્કિંગ તરફ જવાં લાગ્યો.

            “ચાલો ….! અમે પણ જઈએ...!” વિવાન બોલ્યો અને અંકિતા સામે જોયું.

            “અમે પણ નિકળીએ...!” પ્રેમે  કહ્યું “હું અને રોનક એકજ બાઇક ઉપર આવ્યાં છે..!”

            “ગુડ નાઈટ....!” ત્રિશા અને કામ્યા લગભગ સાથે બોલ્યાં.  

            ઔપચારિક વાતચિત પછી ત્રણેય છોકરાઓ ઘરે જવાં નીકળી ગયાં.

***

            “તું શ્યોર અંદર નઈ આવે...!?” પોતાનાં ઘર આગળ ઊભેલી અંકિતાએ ઝુકીને કારની ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલાં સિદ્ધાર્થને પૂછ્યું.

            “નાં....! નાં બવ લેટ થઈ ગયું છે....! પછી શાંતિથી....!” સિદ્ધાર્થ સ્મિત  કરીને બોલ્યો.

            “સારું....! ચાલ બાય....!” અંકિતા બોલી અને પછી કારની આગલી સીટમાં બેઠેલી લાવણ્યા સામે જોયું “બાય લાવણ્યા....!”

            “બાય...!” લાવણ્યાએ પણ કહ્યું. અંકિતા હળવું સ્મિત કરીને અંદર જવાં લાગી.

            “ચાલ....! હવે તને ઘરે ઉતારી દઉં.....!” સિદ્ધાર્થ કારને ઘુમાવતાં બોલ્યો.

            “નાં....! રિવરફ્રન્ટ જવું છે....!” લાવણ્યા શાંતિથી બોલી.

            “પણ ઓલરેડી બવ લેટ થયું છે....! સાડાં ત્રણ થયાં....!” સિદ્ધાર્થે દલીલ કરતાં કહ્યું.

            “હમ્મ....! સાચી વાત....! એમ પણ જો કેટલાં બધાં વાદળો ઘેરાયેલાં છે...!” લાવણ્યાએ કાંચમાંથી કારની બહાર જોયું પછી સિદ્ધાર્થ સામે જોયું “વરસાદ પડે એવું લાગે છે....! એટ્લે તું મને ઘરેજ ઉતારીદે ....!” લાવણ્યા મોઢું મચકોડી નાટક કરતાં બોલી.

            “અ....! એટ્લે....! અ....!” સિદ્ધાર્થની જીભ થોથવાઈ ગઈ અને તે ઉદાસ ચેહરે કાર ડ્રાઇવ કરવાં લાગ્યો “સ...સારું...! ઉતારી દઉં....!”

            “Aww બેબી...! તું કેમ આવો છે....!?” લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલ ખેંચ્યાં “કેવું મોઢું કરી દીધું....! જવું છેને તારે પણ રિવર ફ્રન્ટ...!? હમ્મ...!? બોલ...!?”

            સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર દયામણું મોઢું કરીને તેણી સામે જોઈ રહ્યો.

            “તો પછી....! હું કઉં છુંતો ખરાં....! તું રિવરફ્રન્ટ લઈલે....! મેં મમ્મીને કીધેલું જ છે....! કે આજે છેલ્લું નોરતું છે...! એટ્લે લેટજ થશે....! હમ્મ....!”

            “પાકકુંને...!?”

            “હાં....! જાન....!” લાવણ્યાએ વધું એક વખત સિદ્ધાર્થનાં ગાલ ખેંચ્યાં.

            સિદ્ધાર્થે એક હળવું સ્મિત કર્યું અને કારની સ્પીડ વધારી દીધી.

***

            “બાપરે....! આ છોકરી...! આવું કરશે એ નો’તી ખબર...!” લાવણ્યાએ જોડે ચાલી રહેલાં સિદ્ધાર્થને કહ્યું.

            બંને હવે રિવરફ્રન્ટનાં ઉપરનાં વૉક-વે ઉપર ચાલી રહ્યાં હતાં. રાતનાં લગભગ સવાં ચાર થયાં હોવાથી રિવરફ્રન્ટ ઉપર એ બેય સિવાય કોઈ નહોતું.

            સિદ્ધાર્થે તેણીને શોપિંગ વાળી આખી વાત કહી સંભળાવી. કેવીરીતે નેહાએ ટ્રિક કરીને શોપિંગ જવાનું ગોઠવ્યું અને જબરજસ્તી તેની સાથે ફોટા પડાવ્યા અને તેને મૂવી જોવા લઈ ગઈ.

            “એ તને જલાઈ શકે...એટ્લે જ એણે એવાં ફોટા પાડ્યા....!” સિદ્ધાર્થ દયામણા ચેહરે બોલ્યો “આઈ સ્વેર લવ....! હું..!”

            “સિદ....! જાન...!” સિદ્ધાર્થ ગાલે હાથ મૂકી “ફોટા જોઈને જ ખબર પડી ગઈ ‘તી....કે એ છોકરીએ તને ટોર્ચર કર્યો હશે....! તારે કઈં એક્સપ્લેન કરવાની જરૂર નઈ...!”

            થોડી ક્ષણો સિદ્ધાર્થે તેણી સામે ભીની આંખે જોઈ રહ્યો. પછી બંને આગળ ચાલવા લાગ્યાં.

            “ખબર નઈ તને ટોર્ચર કરવામાં એને શું મજા આવે છે.....!” લાવણ્યા બોલી.

             “છોડને લવ...! એની વાત....!” સિદ્ધાર્થ માથું ધૂણાવીને ઉદાસ ચેહરે બોલ્યો.

            “આમ આવ....!” લાવણ્યાએ તેનાં બંને હાથ ખોલીને કહ્યું.

            સિદ્ધાર્થ ભીની આંખે લાવણ્યા સામે કેટલીક ક્ષણો જોઈ રહ્યો પછી કચકચાવીને તેણીને વળગી પડ્યો. ક્યાંય સુધી બંને એકબીજાંને વળગી રહ્યાં. લાવણ્યા વ્હાલથી સિદ્ધાર્થની પીઠ ઉપર હાથ ફેરવી રહી.

            લાવણ્યાને કાયમ માટે છોડી જવાનો સમય હવે ધીરે-ધીરે નજીક આવી રહ્યો હોવાથી સિદ્ધાર્થ પોતાને એ માટે તૈયાર કરી રહ્યો હતો.

            “અરે બાપરે.....!” ત્યાંજ અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો.

            “ચાલ જલ્દી કારમાં.....!” લાવણ્યાનો હાથ પકડીને સિદ્ધાર્થ કાર તરફ ઉતાવળાં પગલે ચાલવાં લાગ્યો.

            કાર પાસે આવીને બંને આગળની સીટનો દરવાજો ખોલીને અંદર બેસી ગયાં. સિદ્ધાર્થ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો.

            “પલળી જવાયું....!” કારનો દરવાજો બંધ કરતાં-કરતાં સિદ્ધાર્થ બોલ્યો “મેં કીધું ‘તુંને વરસાદ પડશે....!”

            “હમ્મ.....!” લાવણ્યાએ હુંકારો ભર્યો અને સહેજ ભીનાં થયેલાં સિદ્ધાર્થના વાળ સામે જોઈ રહી.

            “ઠંડી લાગે છે...! હીટર ચાલું કરું....!?” લાવણ્યા બોલી અને કારના ડેશબૉર્ડ ઉપર દેખાતી એક નાની સ્વિચ દબાવી દીધી.

            “અરે એતો રેડિયોની સ્વિચ છે....!” લાવણ્યાએ ભૂલીથી રેડિયોની સ્વિચ દબાવી દેતાં સિદ્ધાર્થ બોલ્યો.

            “આખરે આજે છેલ્લું નોરતું પણ પૂરું થયું....!”  કારમાં લાગેલાં સ્પીકર્સમાંથી કોઈ રેડિયો સ્ટેશનની ફિમેલ RJનો મસ્તી ભર્યો અવાજ આવવાં લાગ્યો “યુવાન હૈયાંઓ માટેતો જાણે પ્રેમની મૌસમ પણ પૂરી થઈ....! નઈ....! Guess What friends…! અત્યારે અહીંયા જોરદાર વરસાદ તૂટી પડ્યો છે...! એક બાજુ વિદાય લઈ રહેલી આપડી વહાલી નવરાત્રિ અને એકબાજુ આ મસ્ત રોમેન્ટીક વાતાવરણ....એક રોમેન્ટીક સોંગ તો બનતાં હૈ રે...!”

            “હું પે’લ્લાં આ શો બઉ સાંભળતી’તી....!” લાવણ્યાએ સ્મિત કરી સિદ્ધાર્થ સામે જોઇને કહ્યું.

            સિદ્ધાર્થે પણ પ્રતીભાવમાં હળવી સ્માઇલ આપી.

            “તો હવે સાંભળો....! મારી પસંદનું આ મસ્ત રોમેન્ટીક સોંગ...! રેડિયો મીરચી 98.3 FM પર હું છું તમારી વ્હાલી રાગિણી....! અને તમે સાંભળી રહ્યાં છો.....! લવ સોંગ્સ....! તો સાંભળતાં રહો....!” સોંગ પ્લે કરતાં પહેલાં રેડિયો સ્ટેશનની RJ રાગિણી થોડું અટકીને બોલી માદક સ્વરમાં બોલી “અને હાં....! જો તમે તમારાં વ્હાલમ જોડે હોવ...! તો થોડું સાચવજો હોં....! આ સોંગ મારું પર્સનલ ફેવરિટ છે....! અને તમારાં પણ રૂંવાડા ઊભાં થઈ જશે....! તો સાંભળો....!”

            “એવું તો કયું સોંગ છે...!”  સિધ્ધાર્થે પણ સીટમાં સરખાં થઈને લાવણ્યા સામે જોયું પછી ડેશબૉર્ડ ઉપર લાગેલાં રેડિયો સામે જોવાં લાગ્યો.

            “હો ....ઓ ......!” સોંગની શરૂઆતમાં મૂળ સાઉથ ઈન્ડિયાના ફેમસ ફિમેલ સિંગર કે.એસ. ચિત્રાનો સુરીલો સ્વર સંભળાયો.

            “આ સોંગ તો....!?” સિદ્ધાર્થ સોંગને ઓળખવાનો પ્રયન્ત કરવાં લાગ્યો.

            “નાગાર્જુનનું ક્રિમિનલ મૂવી હતું... એનું છે...!” લાવણ્યા ખુશ થઈને તરતજ બોલી “પણ આ ફિમેલ વર્ઝન છે....! અલ્કા યાજ્ઞિકની અવાજમાં....! મારું ફેવરિટ સોંગ છે....!”

            “મારું પણ...!” સિદ્ધાર્થે હળવું સ્મિત કરીને કહ્યું.

            “તું મિલે....! દિલ ખીલે...! ઓર જીને કો ક્યાં ચાહીએ....!” હવે સોંગમાં બોલીવૂડના ફેમસ સિંગર અલ્કા યાજ્ઞિકનો સ્વર સંભળાયો. લાવણ્યા સિદ્ધાર્થ સામે જોઈને સોંગના લીરિક્સ જોડે તેણીનાં હોંઠ ફફડાવાં લાગી.

                                    “તું મિલે....! દિલ ખિલે...! ઓર જીને કો ક્યાં ચાહીએ....!

“ના હો તું ઉદાસ ...તેરે પાસપાસ મેં રહુંગી જિંદગીભર……!”

            લાવણ્યાની આંખ સહેજ ભીંજાઇ અને તે સીટમાં સિદ્ધાર્થની સહેજ નજીક સરકી અને સિદ્ધાર્થનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂક્યો. સિદ્ધાર્થે પ્રતીભાવમાં હળવું સ્મિત કર્યું અને સોંન્ગ સાંભળી રહ્યો.

            “ના હો તું ઉદાસ ...તેરે પાસપાસ મેં રહુંગી જિંદગીભર……!”

            “જિંદગીભાર સાથે રે’વ નઈ મલે લવ....!” સોંગના લિરિક્સ સાંભળી સિદ્ધાર્થ મનમાં બબડ્યો.

            “સારે સંસાર કા પ્યાર મૈંને તુઝીસે પાયા...!”

            “એ તો સાચી વાત....! તારા જેટલી કેર કોઈએ નઈ કરી....!” સિદ્ધાર્થનું મન હવે વધુ નિરાશ થઈ ગયું.

તું મિલે...! દિલ ખિલે....! ઓર જીને કો ક્યાં ચાહીએ....!”

            ત્યાંજ લાવણ્યાએ સીટમાં સિદ્ધાર્થની હજી સહેજ વધુ નજીક સરકીને તેનાં ખભાં ઉપર માથું ઢાળી દીધું.

            સોંગમાં હવે ફરીવાર કે.એસ. ચિત્રાજીનો એવોજ મધુર અને નશીલો સ્વર સંભળાયો. 

            “યુ નો...! કોરસમાં ચિત્રાજીનાં વોઇસ વગરતો આ સોંગમાં જાણે આત્માજ ના હોત....!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં ખભે માથું ઢાળી રાખીને કહ્યું.

            “મને નો’તી ખબર કે તને સોંગ્સનો આટલો શોખ છે....!” સિદ્ધાર્થે હળવાં સ્મિત સાથે પૂછ્યું.

            “મને સોંગ્સતો બઉ જ ગમે....!” લાવણ્યા ધિમાં સ્વરમાં બોલી “એમાંય આ સોંગ....! ખરેખર બઉ જ રોમેન્ટીક છે...!”

            કારમાં સોંન્ગ વાગી રહ્યું હતું ને લાવણ્યાએ હવે સિદ્ધાર્થનાં હાથની આંગળીઓમાં પોતાનાં હાથની આંગળીઓ ભેરવી અને હળવેથી દબાવાં લાગી.    

            સોંગનાં લીરિક્સ ઉપર પોતાનાં હોંઠ ફફડાવતાં લાવણ્યાએ માદક નજરે સિદ્ધાર્થ સામે જોયું અને સિદ્ધાર્થની છાતી ઉપર હળવેથી પોતાનો હાથ મૂકી લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગળે તેનું પ્રેમથી તેનાં હોંઠ રબ કર્યા.

            સોંગનાં કોરસમાં હવે ફરીવાર કે.એસ. ચિત્રાજીનો સ્વર સંભળાવા લાગ્યો.

            લાવણ્યા હજીપણ તેનાં હોંઠ સિદ્ધાર્થનાં ગળે રબ કરી રહી હતી. બહાર વરસતા વરસાદને લીધે વાતાવરણમાં ઠંડી વધી ગઈ. કારનાં બધાં દરવાજા અને કાંચ બંધ હોવાં છતાંપણ કારની અંદર બહારની ઠંડી વરતાઈ રહી હતી. જોકે લાવણ્યાનું શરીર હવે ધ્રૂજવાં લાગ્યું હતું અને એ ધ્રુજારી સિદ્ધાર્થે પણ અનુભવી.  

            ત્યાંજ લાવણ્યાએ એક હળવું બાઇટ સિદ્ધાર્થની ગરદન ઉપર રુદ્રાક્ષની માળાં પાસે કર્યું અને સિદ્ધાર્થ સામે ભીની આંખે જોઈ રહી. પોતાનાં ચેહરાને તે હવે સિદ્ધાર્થનાં ચેહરાં વધું નજીક લઈ ગઈ અને પોતાનાં ગાલ વડે હળવેથી સિદ્ધાર્થનાં ગાલને સ્પર્શવાં લાગી અને એમ કરતાં-કરતાં તેણીએ સિદ્ધાર્થનાં કાન ઉપર હળવેથી બાઇટ કરી લીધી.

            લાવણ્યાની સાથે વાત કરવા મથી રહેલો સિદ્ધાર્થ લાવણ્યાને અટકાવા ગયો પરંતુ તે હજીતો કઈં સમજે એ પહેલાંજ લાવણ્યા સીટમાં બેઠી થઈ ગઈ અને ઝડપથી સિદ્ધાર્થનાં ખોળાંમાં બેસી ગઈ. એક નજર સિદ્ધાર્થની આંખોમાં જોઈને લાવણ્યાએ સિદ્ધાર્થનાં હોંઠ ઉપર તેની આંગળી ફેરવી.

            “લવ.....! આ...! તું...અમ્મ....!” લાવણ્યાની આંખોમાં રહેલાં એ માદક ભાવો જોઈને સિદ્ધાર્થને આશ્ચર્ય થયું અને  તે તેણીને અટકાવવા કઈંક કહેવા જતો હતો ત્યાંજ લાવણ્યાએ તેનાં હોંઠ વડે સિદ્ધાર્થનાં હોંઠ ભીડી દીધાં અને સિદ્ધાર્થનાં વાળમાં પોતાનાં બંને હાથ ભરાવી લાવણ્યા આવેગપૂર્વક સિદ્ધાર્થનાં હોંઠ ચૂમવાં લાગી.

            “લવ....!  પ્લીઝ...! અમ્મ...!” લાવણ્યા કઈંપણ સાંભળ્યા વગર એજરીતે સિદ્ધાર્થનાં હોંઠને આવેગથી ચૂમી રહી.

            લાવણ્યાને રોકવાંનો સિદ્ધાર્થે ઘણો પ્રયત્ન કર્યો છતાં લાવણ્યા નાં અટકી. 

            “લાવણ્યા સ્ટોપ....!” છેવટે લાવણ્યાની ખુલ્લી કમરનાં ઘાટ ઉપર બંને બાજુ સહેજ બળપૂર્વક પકડીને સિદ્ધાર્થે તેણીને અટકાવી પણ એમ કરવા જતાં સિદ્ધાર્થનાં શરીરમાં વિજળી વેગે ઉત્તેજનાં વધી ગઈ.

            “પ્લીઝ નાં રોક જાન.....! પ્લીઝ..! આ ક્ષણ....! અ...આ મોમેન્ટ મને જીવી લેવાંદે....!” લાવણ્યા ભીની આંખે ધ્રૂજતાં સ્વરમાં વિનંતી કરતી હોય એમ બોલી “પ્લીઝ સિદ....પ્લીઝ ના રોક મને...!”

            “લાવણ્યા આ....!  આ બઉ મોટી ભૂલ....!”

            “સિદ...!” લાવણ્યા સિદ્ધાર્થનાં ચેહરાને વ્હાલથી પકડીને બોલી “મારાં માટે આ એક ભૂલ કરીલે...! પ્લીઝ...! મારી જોડે આ પળો જીવીલે...! બસ આ એકવાર..!”

            “લાવણ્યા...! તું સમજતી કે….!”

            “લાઈફમાં દરેક વ્યક્તિ એક ભૂલતો કરેજ છે...! સિદ...! પ્લીઝ....! મારાં માટે.... તું....! તું...આ ભૂલ કરીલે...! પ્લીઝ...! જાન....!” લાવણ્યા રીતસરની કરગરી પડી.

            “મારી વાત તો સાંભળ પ્લીઝ....!” સિદ્ધાર્થ દયામણું મોઢું કરીને લાવણ્યા સામે જોઈને બોલ્યો.

            “સિદ....! હું ક્યારની તરસતી’તી તારાં માટે.....! તારી જોડે આ ટાઈમ જીવવાં માટે...! મને જીવી લેવાંદેને....! પ્લીઝ...!” લાવણ્યા ફરીવાર વિનવણીનાં સૂરમાં બોલી “ક....કાલે શું થશે કોને ખબર...! તું મને મળે કે ના મળે....! પણ...પણ...! આજે મારે તારાંમાં સમાઈ જવું છે....! ત...અને મારાંમાં સમાઈ લેવોછે....!...

            .......તારાં જોડે આ એક પળ જીવવાં માટે હું....હું...! બધું હારી જવાં તૈયાર છું...! તું બસ આજે મારો થઈજા....! પ...પછી....! હું તને  બીજાં કોઈનો થતાં નઈ રોકું....! તારી અને નેહાની વચ્ચે નઈ આવું....! હું....હું....! તારી લાઈફમાંથી દૂર જતી રઈશ બસ....!”

            લાવણ્યાએ સિદ્ધાર્થનાં હોંઠ ઉપર વધુ એક ચુંબન કરી લીધું.

            “લવ..! હું....!”

            “સિદ....! તારાં આ એક સ્પર્શથી....!” લાવણ્યાએ પોતાની કમરનાં ઘાટ ઉપર મુકેલાં સિદ્ધાર્થનાં હાથ ઉપર પોતાનાં હાથ મૂક્યાં “મારી અંદર તોફાન મચી ગ્યું છે...! હું હવે સહન નઈ કરી શકું....! પ્લીઝ નાં રોક મને....!”

            “તોફાન તો મારી અંદર પણ મચી ગયું છે લવ....!” લાવણ્યા સામે પરેશાન નજરે જોઈ રહી સિદ્ધાર્થ મનમાં બબડ્યો “પણ અટકવું જરૂરી છે...!”

            “લવ તું મારી વાત સાંભ...!”  

            “બધું ભૂલીજા થોડીવાર માટે....!” લાવણ્યાએ હવે સિદ્ધાર્થનો એક હાથ પકડીને પોતાનાં ઉરજોનાં ઊભાર ઉપર મૂકી દીધો અને હળવેથી દબાવ્યો.

            “લાવણ્યા....! પ્લીઝ...!” સિદ્ધાર્થ ભારપૂર્વક બોલ્યો અને તેની આંખ પણ ભીંજાઈ ગઈ “મારી વાત તો સાંભળ....!”

            લાવણ્યા તો પણ સિદ્ધાર્થ સામે ભીની આંખે વિનંતી કરતી હોય એમ જોઈ રહી.

            “મારાં માટે...! સિદ....!” લાવણ્યા તેની સામે જોઈ રહીને ફરીવાર બોલી “એક ભૂલ....!”

            લાવણ્યાએ ફરીવાર તેનાં હોંઠ વડે સિદ્ધાર્થનાં હોંઠ ભીડી દીધાં. એકાદ ક્ષણ હળવેથી અને પછી આવેગપૂર્વક લાવણ્યા હવે સિદ્ધાર્થનાં હોંઠ ચૂમતી-ચૂમતી સિદ્ધાર્થની ગરદાન ઉપર ચૂમવાં લાગી.

            “સિક્કો ઉછાળ....! તારે શું જોઈએ છે...! તને ખબર પડી જશે....!” સિદ્ધાર્થને હવે કલાદાદીનાં શબ્દો યાદ આવી ગયાં.

            ભીંજાયેલી આંખે તેણે લાવણ્યા સામે જોયું. લાવણ્યા પણ સામે એજ રીતે સિદ્ધાર્થ સામે જોઈ રહી.

            ખોળામાં બેઠેલી સાક્ષાત અપ્સરા લાવણ્યાનાં એ ભયંકર માદક શરીર અને તેણીના એવાં જ માદક સ્પર્શથી સિદ્ધાર્થનાં શરીરમાં પણ આવેગોનું તોફાન મચી ગયું હતું. તેણે માંડ પોતાની ઉપર કાબૂ કરી રાખ્યો હતો.

            “તારે શું જોઈએ છે....!?”  

            “મારે તો લવ જોઈએ....!” સિદ્ધાર્થ મનમાં બબડ્યો “પ્રેમથી ભરેલી....! કેરિંગ...!”

            ઊંડા-ઊંડા શ્વાસ ભરી તે લાવણ્યા સામે ભીની આંખે જોઈ રહ્યો. આગળ વધવા માટે હવે સિદ્ધાર્થની રાહ જોઈ રહેલી લાવણ્યા દયામણી નજરે તેની સામે જોઈ રહી હતી. સિદ્ધાર્થ જાણતો હતો કે હવે બંનેનાં શરીર આવેગ અને ઉત્તેજનાથી ભરાઈ ગયાં હતાં. આ ક્ષણને તે હવે વધુ ટાળી શકે એમ નહોતો.

            પોતાની આંખો બંધ કરીને લાવણ્યાની કમરનાં ઘાટ ઉપર પોતાનાં બંને હાથ મૂક્યાં.

            તેણીની કમર ઉપર હળવું દબાણ આપી સિદ્ધાર્થે ધીરેથી લાવણ્યાને પોતાનાં ખોળાંમાં વધુ નજીક ખેંચી. આમ કરવાથી લાવણ્યાનાં તેની વધુ નજીક આવી ગઈ અને બંને વચ્ચેનો એ સ્પર્શ વધુ ગાઢ થઈ ગયો.

            સિદ્ધાર્થે તેનો એક હાથ લાવણ્યાની કમરની ઉપર સરકાવ્યો અને બેકલેસ બ્લાઉઝની દોરીની સુધી લઈ ગ્યો. સિદ્ધાર્થનાં સખત કઠોર હાથને પોતાની કમર ઉપર સરકતા મેહસૂસ કરી લાવણ્યાએ આંખો બંધ કરી પોતાની ઉત્તેજના વધવા દીધી. 

            લાવણ્યાએ પહેરેલાં બેકલેસ બ્લાઉઝની દોરીની ગાંઠ ઉપર હાથ મૂકી સિદ્ધાર્થ લાવણ્યા સામે ભીની આંખે જોઈ રહ્યો. તેના હ્રદયનાં ધબકારા અતિશય વધવા લાગ્યાં હતાં અને સામે લાવણ્યાનાં ઉરજોની ગતિ પણ અનહદ વધી ગઈ હતી. ઉત્તેજનાથી લાવણ્યાનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું.

            “હું તો મહેકી ઉઠી છું તારાં અત્તરની આ મહેકથી....!” ધિમાં માદક સ્વરમાં સિદ્ધાર્થનાં હોંઠ નજીક પોતાનાં લઈ જઈને લાવણ્યા બોલી “હવે...! તું પણ બહેકીજા....!”

            કેટલીક વધુ ક્ષણો લાવણ્યા સામે જોઈ રહ્યા પછી છેવટે સિદ્ધાર્થે લાવણ્યાનાં હોંઠ સાથે પોતાનાં હોંઠ ભીડી દીધાં અને દોરીની ગાંઠમાં તેની આંગળી ભેરવી હળવેથી ખેંચી. દોરીની ગાંઠની સાથે-સાથે સિદ્ધાર્થનાં મનમાં રહેલી મૂંઝવણની ગાંઠ પણ ખૂલી ગઈ.

            તેમની અંદર આવેલું ઉત્તેજનાનું એ તોફાન જ્યાં સુધી શાંત નાં થયું ત્યાં સુધી બંને એકબીજાનો સાથ માણતાં રહ્યાં.   

***

            “લવ.....! સાડાં ચાર વાગવાં આયા....!”  સિદ્ધાર્થે તેની છાતી ઉપર માથું ઢાળીને સૂતી લાવણ્યાને કહ્યું “ઘરે નઈ જવું તારે....?”

            બહાર હમણાંજ અટકેલાં ધોધમાર વરસાદ પછી પણ વાદળોનો ગડગડાટ ચાલુ જ હતો. એવો જ ગડગડાટ સિદ્ધાર્થનાં મનમાં પણ ચાલી રહ્યો હતો. ઘણું કંટ્રોલ કરી રાખ્યાં પછી છેવટે સિદ્ધાર્થ પણ બહેકી ગયો હતો. આવેગમાં વહી જઈને પોતે બહુ મોટી ભૂલ કરી નાંખી છે એવાં ગિલ્ટથી સિદ્ધાર્થનું મન ભરાઈ ગયું હતું.    

            “ઊંહુ.....! નઈ જવું....!” સિદ્ધાર્થની છાતી ઉપરજ માથું ઢાળી રાખીને લાવણ્યા નાનાં બાળકની જેમ બોલી.

            “લવ....! આન્ટી બોલશે તને...!” સિદ્ધાર્થ ધીરેથી બોલ્યો.

            “કોઈ વાંધો નઈ જાન....!” લાવણ્યાએ હવે સિદ્ધાર્થના હોંઠ ઉપર હળવેથી આંગળી ફેરવીને કહ્યું “હું સાંભળી લઇશ...! હમ્મ...!”

            લાવણ્યા પાછી સિદ્ધાર્થનાં ખોળાંમાં તેણીનાં ઘૂંટણ વાળીને બેઠી થઈ અને સિદ્ધાર્થ ચેહરો તેનાં બંને હાથમાં વ્હાલથી પકડી લીધો.

            “નશો થઈ ગ્યો મને તો તારો જાન.....!” લાવણ્યા માદક સ્વરમાં સિદ્ધાર્થ સામે જોઈને બોલી પછી પોતાનું મોઢું ઝુકાવી સિદ્ધાર્થનાં હોંઠ નજીક લઈ ગઈ.

            “લવ....! અ...! નઈ...!” સિદ્ધાર્થે લાવણ્યાનાં ખભે હાથ મૂકી તેણીને અટકાવી અને મોઢું બીજી તરફ ફેરવી લીધું.

            “અરે..! હવે કેમ શરમાય છે...!?” લાવણ્યા શરારત ભર્યું સ્મિત કરીને બોલી અને સિદ્ધાર્થનાં ગાલે હાથ મૂકીને ફરીવાર તેનું મોઢું પોતની તરફ કર્યું “હવે તો હું મન ભરીને તને કિસી પણ કરીશ અને બચકાં પણ ભરીશ....! મારો હક છે....!”

            સિદ્ધાર્થને કિસ કરવાં લાવણ્યા ફરીવાર પોતાનાં હોંઠ તેનાં હોંઠની નજીક લઈ ગઈ. સિદ્ધાર્થે ફરીવાર તેનું મોઢું ફેરવી લીધું.

             “શું થ્યું....! ક..કેમ આ રીતે મ્હોં ફેરવે છે....!?” લાવણ્યા હવે સહેજ ભાવુક થઈ “મ્મ...મારી સામે તો જો....!”

            “લાવણ્યા...! અ....!”

            “લવ કેને....! લાવણ્યા નઈ....! લવ...! ત...તારી લવ...!”

            દયામણું મોઢું કરીને સિદ્ધાર્થે તેણી સામે જોયું ને બોલ્યો “અ...આ બવ....! મોટી ભૂલ થઈ ગઈ લવ...!”

            નજર ચૂરાવતો રહીને સિદ્ધાર્થ માંડ-માંડ બોલ્યો.

            “ક...કેમ આવ....આવું બોલે છે...!?” લાવણ્યાની આંખ હવે ભીંજાઈ ગઈ “હું....હું....ન...નાં ગમી તને...!”

            “નાં.. હું...!”

            “સિદ....! I know કે...કે....હું...વ....વર્જીન નઈ...! પણ...પણ...! તારી જોડે જે ફીલિંગ આઈ...! એ....એ....! કદી કોઈની જોડે નઈ આઈ....! સ...સાચે કવ છું...!”

            “મારો કે’વાનો એ મિનિંગ નોતો લવ.....!” લાવણ્યાનાં ગાલે આવી ગયેલી તેનાં લાંબા વાળની લટ હટાવીને સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો.

            “તો શું થયું....!? ક...કેમ ના પાડે છે મને....! હ..હવે આટલાં ક્લોઝ થઈ ગ્યાં પછી તો કિસ કરવાંદે મને....!”

            “લાવણ્યા...! અ...!” મૂંઝાયેલો સિદ્ધાર્થ ફરીવાર આમતેમ જોઈ નજર ચૂરાવાં લાગ્યો.

            “સિદ....! બેબી....!” લાવણ્યા ફરીવાર તેનો ચેહરો વ્હાલથી પકડી લીધો “તારાં મનમાં જે હોય...! એ મને કે’….! હમ્મ...! શેયર કર મારી જોડે....!”

            “ન....નેહા....! અ...! મેં....! એને ચિટ કરી.....!” કાંપતા સ્વરમાં સિદ્ધાર્થ માંડ-માંડ બોલ્યો “અને....! મેં.....! મેં....ત.....તને પણ ચિટ કરી....!”

            “તું ....તું કેમ આવું વિચારે છે....!? તે કોઈને ચિટ નઈ કર્યા ....! જે પણ થયું...! એમાં ફર્સ્ટ સ્ટેપ તો મારો જ હતો....! મારી મરજીથી થયું બધું....! અને..અને....! હું તારાં વિષે બધું જ જાણું છું....! તું પણ જાણે જ છે....! તો....તો....ચિટિંગ શેની...!? સિદ...!? અને નેહા....નેહાતો....! સારી છોકરી નઈ....! એ....! એ....તને કેટલો ટોર્ચર કરે છે....! તો....!”

            “નેહા ગમે તેવી હોય લવ....!” લાવણ્યાને ટોકતાં સિદ્ધાર્થ ઠંડા સ્વરમાં બોલ્યો “પણ એ ચિટિંગ ડિઝર્વ નઈ કરતી......!”

            સિદ્ધાર્થનાં ચેહરા ઉપર આવી ગયેલાં એ ભાવોને જોઈને લાવણ્યાને આંચકો લાગ્યો.

            “લવ….! જો તું નેહા હોત તો....!?” સિદ્ધાર્થે પૂછ્યું “તો પણ તું આવુંજ કે’ત ....!? બોલ....!?”

            લાવણ્યા વિચારે ચઢી ગઈ હોય એમ સિદ્ધાર્થ સામે થોડીવાર જોઈ રહી.

            “સિદ.....! મ્મ....! મેં તને ફોર્સ કર્યો’તો....! તારો ક...કોઈ વાંક નઈ....!” લાવણ્યા સિદ્ધાર્થને સમજાવતી હોય એમ બોલી.

            “એવું કઈં નથી લવ....! શરૂઆતમાં નઈ....! પણ....! પછી તો મારી પણ મરજી હતીજ....!” એટલું કહીને સિદ્ધાર્થ ફરી તેનું મ્હોં ફેરવી લીધું.

            “સિદ....! આમ જો....!” લાવણ્યાએ તેનું મ્હોં પોતાની તરફ કર્યું “જે થયું.....! એ ....એ....એક નેચરલ મોમેન્ટ હતી....! જે આવી અને આપડે જીવી લીધી.....!”

            “મારાં મેરેજ છે લવ....! એની જોડે....!” સિદ્ધાર્થ ભીની આંખે બોલ્યો.

            લાવણ્યા પણ ભીની આંખે તેની સામે જોઈ રહી.

            “સિદ....! તું....તું...! એની જોડે મેરેજના કરને....!” લાવણ્યા પણ ભીની આંખે બોલી.

            “લાવણ્યા....! અમારાં એકવાર વચન અપાઈ ગયું...! તો એ ના તૂટે.....!” સિદ્ધાર્થ દલીલ કરતાં બોલ્યો.

            “પણ નેહા ઓલરેડી વચન તોડી ચૂકી છે સિદ....!” લાવણ્યા ભારપૂર્વક દલીલ કરતાં બોલી “એણે જ્યારે તને મેરેજ ના પાડી અને સબંધ તોડ્યો.....! ત્યારે જ તું એ સબંધ માટેનું વચન નિભાવવાંની ફરજથી છૂટો થઈ ગ્યો છું.....!” 

            ““એણે જ્યારે તને મેરેજ ના પાડી અને સબંધ તોડ્યો.....! ત્યારે જ તું એ સબંધ માટેનું વચન નિભાવવાંની ફરજથી છૂટો થઈ ગ્યો છું.....!”

            લાવણ્યાની વાત સાંભળી હવે સિદ્ધાર્થ વિચારે ચઢી ગયો અને શૂન્યમનસ્ક થઈને તાકી રહ્યો.

            “સિદ.....!” લાવણ્યાએ તેનાં ગાલે હાથ મૂક્યો અને ફરીવાર ભારપૂર્વક બોલી “યાદ છે...! આપડી ફ્રેન્ડશીપ હજીતો સ્ટાર્ટ જ થઈ’તી.....! તારાં અને નેહાના મેરેજ લેવાનાં હતાં ....!? એનાં થોડાં દિવસો પે’લ્લાંજ નેહાએ તારી જોડે મેરેજ માટે ના પાડી દીધી હતી....! બોલ....! યાદ છે....!?”

            “હમ્મ....! ઘરમાં એ વખતે અમારાં મેરેજની તૈયારીઓ ચાલું થઈ....! અને નેહાએ ઘસીને ના પાડી દીધી....!” સિદ્ધાર્થ એજરીતે મૂંઝાઇને વિચારતો-વિચારતો બોલ્યો“ એવું કઈને....! કે ...એણે કોઈક બીજું ગમે છે...!”

            “હાં...! એજ વખતે....!” લાવણ્યા બોલી ”જ્યારે મેં એને રીઝન પૂછ્યું’તું....! ત્યારે એણે એવુંજ કીધું’તું કે she loves someone else….!”

            સિદ્ધાર્થ ફરીવાર વિચારે ચઢી ગયો.

            “સિદ....! જાન…..! જે સબંધનું વચન નિભાવવાંની તું વાત કરે છે....! એ સબંધ ઓલરેડી તૂટી ચૂક્યો છે....! અને હવે ફરીવાર જ્યારે તમારાં મેરેજ નક્કી થયાં.....! ત્યારે તને કોઈએ પૂછ્યું .....! કે તારે એની જોડે મેરેજ કરવાં છે કે નઈ....!? બોલ....!?”

            કારની બહાર આકાશમાં વાદળોનો ગડગડાટ સંભળાયો. સિદ્ધાર્થ એજરીતે વિચારોમાં ખોવાયેલો રહ્યો.

            “ફરીવાર જ્યારે તમારાં મેરેજ નક્કી થયાં.....! ત્યારે તને કોઈએ પૂછ્યું .....! કે તારે એની જોડે મેરેજ કરવાં છે કે નઈ....!? બોલ....!? બોલ....!?”

            વાદળોનાં ગડગડાટની જેમ લાવણ્યાનાં એ પ્રશ્નો પણ સિદ્ધાર્થનાં કાનમાં પડઘાઈ રહ્યાં.  

            “જ્યારે ફરીવાર આ સબંધ બંધાયો....!” લાવણ્યા ભીની આંખે સિદ્ધાર્થની ચેસ્ટ ઉપર હ્રદયનાં ભાગે હાથ મૂક્યો “ત્યારે તને કોઈએ પૂછ્યું.....! કે તારે સબંધ બાંધવો છે કે નઈ....! બોલ...!?”

            “નેહાએ સબંધ તોડતી વખતે કઈ દીધું....! કે એને કોઈ બીજું ગમે છે....! પણ તને કોઈએ પૂછ્યું કે તને કોણ ગમે છે....?! બોલ....!?”

            “નેહાએ સબંધ તોડતી વખતે કઈ દીધું....! કે એને કોઈ બીજું ગમે છે....! પણ તને કોઈએ પૂછ્યું કે તને કોણ ગમે છે....?! પણ તને કોઈએ પૂછ્યું કે તને કોણ ગમે છે....!?”

            સિદ્ધાર્થ મૌન થઈને લાવણ્યાને સાંભળી રહ્યો અને વિચારી રહ્યો.

            “નઈ પૂછ્યુંને....!? તે ફરીવાર મેરેજ કરવાં માટે “હાં” નઈ પાડીને..!? તો પછી તું ...કોઈ વચનથી નઈ બંધાયેલો.....! કોઈનાથી નઈ બંધાયેલો....!”

            વિચારે ચઢી ગયેલાં સિદ્ધાર્થના ચેહરાને લાવણ્યા ભીની આંખે બે ઘડી જોઈ રહી પછી બોલી

            “જ્યારે તું કોઈનાથી બંધાયેલો નથી....! તો પછી આપડી વચ્ચે જે થયું એમાં કશું ખોટું નથી....! તે ....કે મેં ......! કોઈ ભૂલ નઈ કરી...! કોઈ ભૂલ નઈ કરી.....! જાન....!” 

            “તે ફરીવાર મેરેજ કરવાં માટે “હાં” નઈ પાડીને..!? તો પછી તું ...કોઈ વચનથી નઈ બંધાયેલો.....! કોઈનાથી નઈ બંધાયેલો....!”

            કેટલીક ક્ષણો સુધી સિદ્ધાર્થ લાવણ્યએ કહેલી વાતો ઉપર વિચારતો રહ્યો. લાવણ્યા હળવેથી તેનાં ખોળાંમાં વધુ નજીક સરકી અને તેનું માથું વ્હાલથી પકડી તેને આલિંગનમાં જકડી લીધો. લાવણ્યાનાં ઉરજો ઉપર નાનાં બાળકની જેમ પોતાનું માથું ઢાળી સિદ્ધાર્થ કારની વિન્ડોમાંથી બહાર દ્રશ્ય તાકી રહ્યો અને લાવણ્યાની વાતો ઉપર વિચારી રહ્યો. હળવેથી તેણે પણ લાવણ્યાને પોતાનાં આલિંગનમાં જકડી લીધી. લાવણ્યા પ્રેમથી તેનાં વાળમાં હાથ ફેરવી રહી.

***

            “બહુ લેટ થઈ ગયું લવ….!” લાવણ્યાનાં ઘર આગળ કાર ઊભી રાખતાં સિદ્ધાર્થ બોલ્યો “ચાલ...! હું અંદર આવીને આન્ટીને સોરી કઈ દવ....!”

            વહેલી સવારે તે લાવણ્યાને ઘરે ડ્રોપ કરવા આવ્યો હતો.

            “ડોન્ટ વરી....! મમ્મીને તું બવ ગમે છે....!” લાવણ્યાએ સ્મિત કરીને કહ્યું “એને ખબરજ છે....! આપડે જોડે છીએ...!”

            કારનો દરવાજો ખોલીને બંને નીચે ઉતર્યા. કમ્પાઉન્ડનો લોખંડનો નાનો ગેટ ખોલી બંને જણ ઓટલાં ઉપર ચાલી રહ્યાં હતાં ત્યાં જ લાવણ્યાનાં ઘરનો મેઈન ડોર ખુલવાનો અવાજ આવ્યો.

            બંને હવે મેઈન ડોર પાસે પહોંચ્યાંજ હતાં ત્યાંજ લાવણ્યાનાં મમ્મી સુભદ્રાબેને દરવાજો ખોલ્યો. સુભદ્રાબેનને જોઈને સિદ્ધાર્થે સ્મિત કર્યું. જોકે તેઓ કોઈ જાતનો પ્રતીભાવ આપ્યાં વિના ઘરમાં અંદર જતાં રહ્યાં.

            ઘરનાં ઉંબરે અટકીને સિદ્ધાર્થે લાવણ્યા સામે મૂંઝાઈને જોયું. મૂંઝાયેલી લાવણ્યાએ જવાબમાં પરાણે સ્મિત કર્યું.

            “તને કઈં ભાન પડે છે....!” હજીતો બંને ઘરમાં દાખલ થયાંજ હતાં ત્યાંજ સુભદ્રાબેન ઊંચા સ્વરમાં લાવણ્યાને બોલ્યાં “આ ટાઈમ તો જો....!”

            “મ્મ....મમ્મી.....! અ...!” ડઘાઈ ગયેલી લાવણ્યા સોફાં પાસે ઊભી થઈ ગઈ.

            “આન્ટી....! સોરી....!” જોડેજ ઉભેલો સિદ્ધાર્થ બોલ્યો.

            “સિદ્ધાર્થ....!” સુભદ્રાબેને સિદ્ધાર્થ સામે હાથ કરીને સહેજ ધિમાં સ્વરમાં કહ્યું “બેટાં....! આ વધારે પડતું છે હોં...!”

            “સ....સોરી આન્ટી....!” સિદ્ધાર્થ મોઢું નીચું કરીને માંડ બોલ્યો.

            સિદ્ધાર્થનું ઉતરી ગયેલું મોઢું જોઈને લાવણ્યાની આંખ ભીની થઈ ગઈ. 

            “મ્મ....મારો વાંક હતો....!” સિદ્ધાર્થનો હાથ પકડીને લાવણ્યાએ તેનો સ્વર સ્વસ્થ કરતાં કહ્યું “એને શું કામ બોલે છે...! એનો કોઈ વાંક નો’તો...! એ તો મને વે’લ્લોજ ઘેર મૂકવાં આવતો’તો...! પ...પણ મેં જ જીદ કરી એને રોકી રાખ્યો....!”

            “લાવણ્યા તું....!”

            “પ્લીઝ આન્ટી ….!” સિદ્ધાર્થ આગળ આવીને તરતજ સુભદ્રાબેનને વળગી પડ્યો અને ભીનાં સ્વરમાં બોલ્યો “સોરી....! પ્લીઝ ….!”

            લાવણ્યાની આંખમાંથી આંસુની ધાર વહી. સિદ્ધાર્થને વળગી રહેલાં સુભદ્રાબેનને પણ રડવું આવી ગયું. સિદ્ધાર્થની પીઠ ઉપર તેઓ થોડીવાર વ્હાલથી હાથ ફેરવી રહ્યાં.

            “મમ્મી....!” લાવણ્યા હવે જોડે આવી અને રડતાં-રડતાં બોલી “છ.....છેલ્લું નોરતું હતું.....! તો....! તો....! પછી બધાં કદાચ...ભ....ભેગાં ના થઈએ તો....! એટ્લે...એટ્લે...!”

            “સારું હવે....!” સુભદ્રાબેન મીઠો છણકો કરીને પોતાનું મોઢું લૂંછતાં બોલ્યાં “અને તું....!” સુભદ્રાબેને હવે સિદ્ધાર્થનો કાન ખેંચ્યો “એકતો લેટ આવાનું....! અને ઉપરથી આ રીતે વળગી પાડીને ગુસ્સો પણ નઈ કરવાં દેવાનો....!?”

            “આહ.....! આન્ટી.....!” સિદ્ધાર્થ તેની આંખ બંધ કરીને સુભદ્રાબેન સામે જોઈ રહ્યો “સોરી...સોરી....! હવે તો લાવણ્યા કે’…. તો પણ હું લેટ નઈ કરું બસ....!”

            લાવણ્યાથી રડતાં-રડતાં પરાણે હસાઈ ગયું.

            “બાપરે....!” સિદ્ધાર્થ તેનાં કાને હાથ ફેરવતાં બોલ્યો “તમે કાન ખેંચો છો.....! અને તમારી છોકરી.....! ગાલ....!”

            “સિદ....!” લાવણ્યાએ હસીને સિદ્ધાર્થના બાવડે હળવેથી પંચ કર્યો.

            “તું બેસ....! હું ચ્હા બનાવીને લાવું....!” સુભદ્રાબેન બોલ્યાં અને કિચન તરફ જવાં લાગ્યાં.

            “અરે ના આન્ટી....! મારે ઘરે જઈને થોડો આરામ કરવો છે....!” સિદ્ધાર્થે તેનાં કાંડે બાંધેલી વૉચમાં જોઈને કહ્યું “પાંચ વાગ્યા છે અને હમણાં સાડાં નવ વાગ્યે પાર્ટી પ્લૉટ ઉપર દશેરાંનું હવન છે.....! એટ્લે અત્યારે ઘરે જઈને હું થોડો આરામ કરી લવ....! હવન આખો દિવસ ચાલશે...!”

            “તો તું અંહિયાં જ સૂઈજાને....! મારાં ઘરે....!” લાવણ્યા નાના બાળકો જેવુ મોઢું બનાવીને બોલી “પછી આપડે જોડે જ કોલેજ જઈશું...!”

            “પણ મારે પાર્ટી પ્લૉટ ઉપર જવાનું છે....!” સિદ્ધાર્થ દલીલ કરતાં બોલ્યો “અને મારે નહાઈને કપડાં નઈ બદલવાનાં....!?”

            “અરે હાં નઈ....!” લાવણ્યા ઢીલું મોઢું કરીને બોલી.

            “ચાલો....! હું જાઉં....!” સુભદ્રાબેન સામે જોઈને સિદ્ધાર્થે માથું હલાવ્યું અને પાછો ફરી જવાં લાગ્યો.

            સુભદ્રાબેન ઓટલે થોડે સુધી આવ્યાં પછી અટકી ગયાં.

            “તું કોલેજ નઈ આવે....!?” ઓટલાંનાં પગથિયે ઊભાં રહીને વિલાં મોઢે લાવણ્યા બોલી.    

            “લવ....! નઈ મેળ પડે....!” સિદ્ધાર્થે પાછાં ફરીને તેણીની હથેળીઓ હાથમાં પકડીને કહ્યું “હવનમાં ટાઈમ લાગશે....! હવે હું સાંજે સીધો GMDC ગ્રાઉંન્ડ ઉપરજ આઈશ....! યૂથ ફેસ્ટિવલમાં....!”

            “ઓહો....! આખો દિવસ તારા વગર કાઢવાનો....! ઊંહુ...!” લાવણ્યા સાવ ઢીલી થઈને બોલી.

            “ચાલ જાઉં હું....! મોડું થશે....! હમ્મ...! બાય.....!”

            “બાય.....!” ઉદાસ સ્વરમાં લાવણ્યા ઢીલું મોઢું કરીને બોલી.

            કારમાં બેસી સિદ્ધાર્થે કાર ઘુમાવી લીધી અને જતાં-જતાં લાવણ્યા તરફ જોઈ એક હળવું સ્મિત કર્યું.  

            કારને સોસાયટીમાંથી બહાર કાઢતી વખતે સિદ્ધાર્થની નજર અનાયસે કોર્નર ઉપર આવેલાં નેહાનાં ઘર ઉપર પડી. ફરીવાર પોતે નેહાને ચિટ કરી છે એવા વિચારો સિદ્ધાર્થને ઘેરી વળ્યાં. અને લાવણ્યાએ તેને સમજાવેલી વાતો પણ. 

            “આપડી વચ્ચે જે થયું એમાં કશું ખોટું નથી....! તે ....કે મેં ......! કોઈ ભૂલ નઈ કરી...!”  

            “તે ફરીવાર મેરેજ કરવાં માટે “હાં” નઈ પાડીને..!? તો પછી તું ઈ વચનથી નઈ બંધાયેલો.....! કોઈનાથી નઈ બંધાયેલો.... !”

            “તું ઈ વચનથી નઈ બંધાયેલો.....! કોઈનાથી નઈ બંધાયેલો....!”

            “ફરીવાર જ્યારે તમારાં મેરેજ નક્કી થયાં.....! ત્યારે તને કોઈએ પૂછ્યું .....! કે તારે એની જોડે મેરેજ કરવાં છે કે નઈ....!? તારે એની જોડે મેરેજ કરવાં છે કે નઈ....!?”

            સિદ્ધાર્થનાં મનમાં એ વિચારોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. શું કરવું એ નાં સમજાતા કાર ચલાવી રહેલાં સિદ્ધાર્થ ભયંકર મૂંઝવણ અનુભવી. કોઈ ભયંકર અંધકારમાં ખોવાઈ ગયો હોય એવું સિદ્ધાર્થને લાગવા માંડ્યુ.  એ અંધકારમાંથી નીકળવાનો કોઈ જ રસ્તો નાં મળતાં વિચારોનાં ભયંકર સ્ટ્રેસને લીધે તેનાં માથે પરસેવો વળવા લાગ્યો અને તેનાં હ્રદયનાં ધબકારા અતિશય વધી ગયાં. કારમાં સિદ્ધાર્થે ભયંકર ગૂંગળામણ અનુભવી અને શ્વાસ લેવાની તકલીફ થતી હોય એવું અનુભવ્યું. એ ભયંકર અંધકારમાંથી બહાર નીકળવાં મથતો હોય એમ સિદ્ધાર્થે ઝડપથી શ્વાસ લેવાના પ્રયત્નો કર્યા. છતાંય કોઈ જ આશાનું કિરણ તેને નજર નહોતું આવી રહ્યું.

            “ટ્રીન....ટ્રીન...!” ત્યાંજ કુર્તાનાં ખિસ્સામાં રહેલો તેનો મોબાઈલ રણક્યો.

            ગૂંગળામણને લીધે શ્વાસ લેવાનો પ્રયત્ન કરી રહેલાં સિદ્ધાર્થે એક હાથે કુર્તાનાં ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ કાઢી સ્ક્રીન ઉપર નંબર જોયા વગર જ કાર ચલાવતાં-ચલાવતાં પોતાના કાને ધર્યો. ફોન કાને ધરતાં જ સામેથી વિકટે મોટેથી કહ્યું -

            “ઓયે શાણી બતક .....! ક્યાં છે તું....!? અમદાવાદ આઈ ગ્યો હું તને મલવા...!”

■■■■

“સિદ્ધાર્થ”

instagram@siddharth_01082014

નોંધ: વાર્તામાં ઉપયોગમાં લીધેલાં સોંગ્સનાં લિરિક્સ ઉપર લેખકનો કોઈ જ હકદાવો નથી.