Love Revenge Spin Off Season - 2 - 33 in Gujarati Fiction Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-33

Featured Books
  • Devil I Hate You - 23

    और फिर वहां सोचने लगती है, ,,,,,वह सोचते हुए ,,,,,अपनी आंखों...

  • श्रापित

    मनोहरपुर का नाम सुनते ही लोगों के चेहरे पर अजीब सी घबराहट आ...

  • स्वयंवधू - 33

    उलझन"कल शाम हुआ क्या था? भविष्य के लिए मुझे विस्तार से बताओ।...

  • लव एंड ट्रेजडी - 16

    उन सब ने नाश्ता कर लिया था अब उन्हें एक गाइड की ज़रुरत थी जो...

  • अपराध ही अपराध - भाग 31

    अध्याय 31 पिछला सारांश: कार्तिका इंडस्ट्रीज कंपनी के मालिक क...

Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-33

 લવ રિવેન્જ-2

Spin off Season-2

પ્રકરણ-33

“તારી આજુબાજુ નેહાતો નઈને....!?”  લાવણ્યાએ સિદ્ધાર્થને પૂછ્યું.

            સવારમાં વહેલાં લગભગ સાત વાગ્યે તેનો કૉલ આવતાં સિદ્ધાર્થ તેણી સાથે વાત કરી રહ્યો હતો.

            “ના લવ....! હજી તો હું જસ્ટ બરોડાં પોંચ્યો છું....!” સિદ્ધાર્થ બોલ્યો.

            “કેમ આટલો લેટ...!?” લાવણ્યા ચિંતાતુર સ્વરમાં બોલી “તું તો બે વાગ્યે અહીંથી નીકળી ગ્યો’તો.....! બે-ત્રણ કલ્લાકમાં તો પોં’ચી જવો જોઈતો તો....!?”

            “રસ્તામાં પેટ્રોલ પુરાવા અટકયો પછી ભૂખ લાગી ‘તી...તો નાસ્તો કરવા ...!”

            “આટલાં મોડા નાસ્તાવાળા મળે...!?”

            “હાઈવેની હોટલ્સ ચાલુ હોય....!”

            “હમ્મ....! તો તો તું થાકી ગ્યો હોઈશ....! આટલું લેટ થયું એટલે...!” લાવણ્યાએ ચિંતાતુર સ્વરમાં પૂછ્યું.

            “ખરેખર....! હોં....! બવ ભયંકર થાકી ગ્યો છું....!” ઘરમાં પ્રવેશતાં-પ્રવેશતાં સિદ્ધાર્થ બોલ્યો “હવે ઊંઘીશ …..! એટ્લે સીધો બપોરે ઊઠીશ.....! “

            “સારું....સારું....! તું આરામ કરીલે....! અને નેહા હોય ત્યારે ફોન કે મેસેજ ના કરતો.....! હું પણ નઈ કરું.....! તું....તને ઠીક લાગે ત્યારે ફોન-મેસેજ કરજે....! પણ બવ લેટ ના કરતો.....! જલ્દી...જલ્દી....!”

            “હાં...હાં....હાં.....!” લાવણ્યાની બાળક જેવી વાત ઉપર સિદ્ધાર્થ હસી પડ્યો “હાં સારું....! ઊઠીને તરત જ વાત કરું....! બાય...!”

            “બાય જાન.....!ઉમ્મા....!” લાવણ્યાએ મોબાઇલમાંજ કિસ કરતી હોય એમ એક્શન કરી.

            “ઉમ્મા.....! બસ....!” સિદ્ધાર્થ પણ બોલ્યો.

            “ઓયે હોયે....! મારી તો સવાર સુધરી ગઈ....! કિસી....! ઉમ્મા.....! ઉમ્મા.....! ઉમ્મા.....! ઉમ્મા.....! હી હી હી …!”

            “પાગલ છે હોં તું....!” સિદ્ધાર્થ સ્મિત કરતાં-કરતાં બોલ્યો “ચાલ મૂકું હવે.....બાય....!”

            “બાય.....!” લાવણ્યાએ સ્મિત કરીને ફોન કટ કર્યો.

            ઘરનાં ડ્રોઈંગરૂમમાંથી સીડીઓ ચઢીને તે સીધો પોતાનાં રૂમ આવ્યો અને મોબાઈલ, પર્સ વગેરે બેડની બાજુના ડ્રોઅર ઉપર મૂકી બેડમાં પડતું મુક્યું. આખી રાતના ઉજાગરાને લીધે પડતાની સાથે જ તેને ઊંઘ આવી ગઈ.

 

***

            “તો તું રાતનાં બે વાગ્યાં સુધી સિદ જોડે રિવરફ્રન્ટ હતી’ને તે મને ફોન કરીને કીધું પણ નઈ...!?” અંકિતા નારાજ થવાનું નાટક કરતાં બોલી.

            બંને કોલેજનાં બિલ્ડિંગનાં કોરિડોરમાં ચાલી રહ્યાં હતાં.

            “મને એમ કે તું વિવાન જોડે બીઝી હોઈશ....! એટ્લે મેં તને હેરાન નાં કરી....!” લાવણ્યા અંકિતાને ચિડાવતાં બોલી.            

            “ઓયે....! હું કઈં એની જોડે વાત-બાત નઈ કરતી ઓકે....! એ મારી ટાઈપનો નથી....!” અંકિતા ઘમંડથી પોતાનું મ્હોં ઊંચું કરીને બોલી.

            “હમ્મ....! તો પછી હું વિવાન ને કઈ દઉને કે તને એનામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી…..! એ બીજી ગોતીલે.....!?” લાવણ્યા તેની આઈબ્રો નચાવીને બોલી.

            “તે શું મેરેજ બ્યૂરો જેવું કઈં ખોલ્યું છે....! વાત કરેછે....!” અંકિતા પરાણે પોતાનું હસવું દબાવીને બોલી.

            “અરે તમે બેય એ બાજુ ક્યાં જાવ છો.....!?” કોરીડોરમાં પાછળથી ત્રિશાએ બંનેને બૂમ મારી.

            અંકિતા અને લાવણ્યાએ અટકી પાછાં ફરીને જોયું.

            “કેમ...!? કેન્ટીન બાજુ....!” અંકિતા બોલી.

            “અરે પણ બધાંતો લેકચરમાં છે....!” ત્રિશા બોલી.

            “તો આપડે પણ લેકચર ભરી લઈએ....!?” લાવણ્યાએ અંકિતા સામે જોઈને પૂછ્યું “હું તો કેટલાં દિવસોથી નઈ બેઠી લેકચરમાં....!”

            “ખરેખર....!? નવરાત્રિનાં દિવસોમાં લેકચરમાં બોર થવાશે.....!” અંકિતા મોઢું બગાડીને બોલી.

            “હાં તો....! લંચ સુધી ભરી લઈએ....! પછી નઈ....!” લાવણ્યા બોલી અને અંકિતા સામે જોઈ રહી.

            “ફાઇન....!” અંકિતા બોલી અને ચાલવાં લાગી. 

            જોડે-જોડે ત્રિશા અને લાવણ્યા પણ. બધાં ક્લાસરૂમ તરફ જવાં લાગ્યાં.

***

            “હું સુરેશમામાને કઈ દઇશ....!” 

            “ફોટા અને વિડીયો બતાવાનું ભૂલતી નઈ ....!”

            આગલી રાતે સિદ્ધાર્થને ધમકી આપતી હોય એમ પોતે બોલેલાં એ શબ્દો અને સિદ્ધાર્થે કહેલું નેહા યાદ કરી રહી હતી.  આગાશીમાં તે આમતેમ આંટા મારી રહી હતી.

            “એ સહેજ પણ નઈ ડરતો....!” નેહા બબડી “મારી આવી બધી વાતોને એ ધમકી ગણે છે...અને સહેજ પણ ડર્યા વગર કહી દે છે....!”

            નેહાને મનોમન વિચારી રહી.

            સિદ્ધાર્થના એ ગુણ બાબતે નેહાને એના ઉપર માન ઉપજયું.

            “એ કેરેક્ટરનો સ્ટ્રોંગ છે.....! એટ્લે જ એ નઈ ડરતો કદાચ....!” નેહાએ વિચાર્યું “મેય બી લાવણ્યાને ફીલિંગ હોય....અને સિદને ના હોય...! એટ્લે જ હું સિદને આવી ધમકી આપું છું...તોય એ ડરતો નથી...અને મને બધાને કહી દેવાની સામી ચેલેન્જ આપે છે.....!”

            “કેમકે જો એને લાવણ્યા માટે  ફીલિંગ ના હોય...! તો હું બધાને ગમે તે કઈ દઉં....એ જવાબ આપી જ શકવાનો ને....!”

            “તો પછી એ મારી સાથે સરખી વાત કેમ નઈ કરતો...!? મારી જોડે આવું બિહેવ કેમ કરે છે...!?” નેહાએ વિચાર્યું.

            પાછી તે પરેશાન થઈ ગઈ.

            “કેમકે હું જ પાગલ છું....!” સિદ્ધાર્થનો બચાવ કરતી હોય એમ નેહા સ્વગત બબડી “એક બાજુ હું એને લાવણ્યાની ક્લોઝ જવા કે’ કે’ કરું છું....અને પછી હવે એ ક્લોઝ થયા તો હું જ એને એનાથી દૂર રે’વા ધમકાઉ....! પછી આવું ડબલ ઢોલકી જેવું કોઈ કેમનું ચલાવે....!? એ ગુસ્સેજ થાયને મારાથી....!?”

            “કે પછી એને પણ લાવણ્યા ગમી ગઈ છે...એટ્લે તારાથી દૂર થઈ ગ્યો.....!?”

            નેહાએ પાછી સ્વગત દલીલ કરી.   

            એકની એક વાતો નેહા ક્યાંય સુધી વિચારી  રહી. એકબાજુ તેનું મન સિદ્ધાર્થ ઉપર ટ્રસ્ટ કરતું હતું, તો બીજી તરફ અંદરથી તેને એવું લાગતું કે સિદ્ધાર્થ હવે તેનાથી ખરેખર દૂર થઈ ગયો છે.

            કેટલાંય વખતથી તેમની વચ્ચે ચાલતાં આ બધાં ઝઘડાઓથી નેહા પોતે પણ કંટાળી હતી.

            “આવી રીતે કેમની લાઈફ જાય યાર....!?” નેહા બબડી “લાવણ્યાનું જે થવું હોય એ થાય....પણ મારુ શું...!? મારુ અને સિદનું શું....!?”

            “એમ પણ મેરેજને હવે માંડ વીસેક દિવસ બાકી છે....અને રિવેન્જ ગેમમાં ફાઈનલ જે કરવાનું એ કરવા માટે સિદ્ધાર્થને પણ એગ્રી કરવાનો છે....!”

            નેહા પોતાની સાથે જ વાતો કરવા લાગી.

            “હમ્મ...એટ્લે મિસ નેહા...જો તમે આજ રીતે સિદ્ધાર્થ સાથે ઝઘડતા રહેશો....! તો સિદ્ધાર્થ તમારી કોઈ વાત નઈ માને....!”

            “હમ્મ....સાચી વાત....!”

            “તો હવે એને મનાવો....એની જોડે ટાઈમ સ્પેન્ડ કરો....! અને શક્ય હોય તો પ્રેમથી માફી માંગીને એને પોતાની બાજુ ખેંચો....! તો એ રિવેન્જમાં પણ તમારું કીધું કરે....!”   

            અગાશીમાં આંટા મારતાં-મારતાંસિદ્ધાર્થને હવે પોતાની બાજુ ખેંચવા શું કરવું એ વિષે નેહા વિચારી રહી.  

****

            “પ્રોમિસ કર તું તૈયાર પણ થઈશ અને ગરબાંમાં પણ જઈશ.....!” સિદ્ધાર્થ લાવણ્યાને ફોન ઉપર સમજાવતાં બોલ્યો.

            બપોર પછી જાગીને તરત જ સિદ્ધાર્થે લાવણ્યાને ફોન કર્યો હતો.

“ઊંહુ....! તારાં વગર શું તૈયાર થવાનું ‘ને શું ગરબાંમાં જવાનું....!?” લાવણ્યા નાનાં બાળકની જેમ માથું ધૂણાવીને બોલી.

            “લવ.....! હું કઉ તો પણ નઈ જાય.....!?” સિદ્ધાર્થે પ્રેમથી પૂછ્યું.

            “તું આ રીતે બ્લેકમેલ ના કરને.....!”

            “આમાં બ્લેકમેલ શું....!? તમે પાર્લરમાં તૈયાર થવાનું પેકેજ લીધું છે....! બધાં પૈસાં વેસ્ટ થોડી કરાય....!” સિદ્ધાર્થ ભારપૂર્વક બોલ્યો “બીજાં બધાંની ફીલિંગ્સનો તો વિચાર કર.....!”

            “સારું જઈશ....! ઓકે....!”  

            “હમ્મ....!”

            “તું ઊંઘ્યો સરખું…..!?” લાવણ્યાએ પૂછ્યું.

            “હાં....! ઊંઘ્યો....! અને હવે થોડું કામ છે એ પતાવું...! પણ તારું પ્રોમિસ યાદ છેને...!? તારે ગરબાંમાં જવાનું છે....! આજે પણ અને બાકીનાં નોરતે પણ.....!”

            “હા સારું....! પણ તને પણ તારું પ્રોમિસ યાદ છેને...!?” લાવણ્યા યાદ કરાવાં લાગી “નવમાં નોરતે મારે તું જોઈએ.....!”

            “હાં....હા....! યાદ છે…..! આઈ જઈશ...!” સિદ્ધાર્થ મલકાયો.

“નવમાં નોરતે મારે તું જોઈએ.....! જોઈએ...!”

લાવણ્યાના એ શબ્દો સિદ્ધાર્થ યાદ કરી રહ્યો.

            બંને થોડીવાર મૌન થઈ ગયાં.

            “મૂકું હવે....!?” છેવટે સિદ્ધાર્થે કહ્યું.

            “હાં ....! પણ....! હવે ક્યારે ફોન કરીશ...!?” લાવણ્યાએ આતુર જીવે પૂછ્યું.

            “કામમાંથી ફ્રી થઈને તરતજ કરીશ....!”

            “મારે તો આખો દિવસ વાત કરવી હોય છે પણ...! નેહા....! અ....! જવાંદે....!” લાવણ્યા ચિંતાતુર સ્વરમાં બોલી “તુંજ ટાઈમ મલે એટ્લે કરજે અને હાં....! ધ્યાન રાખજે એ સાંભળી ના જાય...! નઈ તો પાછી તને ટોર્ચર કરશે...!”

            “હાં સારું....! તું બવ ચિંતા ના કર લવ....! હમ્મ....! ચાલ બાય...!”

            “કેમ આજે કિસ નઈ આપે....!?” લાવણ્યા યાદ અપાવતી હોય એમ બોલી. 

            “હી...હી....! ચાલ હવે મૂકું...!” સિદ્ધાર્થ લાવણ્યાને ચિડાવતો હોય એમ બોલ્યો.

            “આપને આવું શું કરે છે....!?” લાવણ્યા નાનાં બાળકની જેમ બોલી.

            “અરે તું તો જબરી નારાજ થાય છે...!”

            “તો તે સવારે તો આપીતી...! હવે અત્યારે આપવામાં શું વાંધો છે...!?”

            “ઉમ્મા....! બસ...!ચાલ બાય...!”

            “એ હેલ્લો...! સાંભળતો ખરો...! આવું થોડી કરાય...!” લાવણ્યા બોલી રહી છતાં સિદ્ધાર્થે ફોન કટ કરી દીધો.

            “બવ ઇનોસન્ટ છે....!”  થોડીવાર સુધી લાવણ્યા વિષે વિચારતાં રહી સિદ્ધાર્થ બબડ્યો અને પછી ઓફીસ જવા તૈયાર થયો. બપોર થઇ ગઈ હોવાથી ઓફીસ જતાં પહેલાં તે ડાયનિંગ ટેબલ ઉપર બેસી જમવા બેઠો. નેહા હજી ઘરે જ હોવાથી તેણીએ સિદ્ધાર્થને જમવાની થાળી પીરસી આપી. સામે કરણસિંઘ અને સુરેશસિંઘ પણ જમવા બેઠાં હતાં.

            “પપ્પા....તમારે સિદ્ધાર્થનું આવતીકાલે કોઈ કામ છે...!?” નેહાએ કરણસિંઘને પૂછ્યું અને સિદ્ધાર્થ સહેજ ચોંકી ગયો.

            “કેમ..!? શું હતું...!?” કરણસિંઘે વળતો પ્રશ્ન પૂછ્યો.

            “મારે કાલે એની જોડે યુથ ફેસ્ટીવલની શોપિંગ માટે જવું છે...!” નેહા બોલી.

            “શેની...!?” કરણસિંઘને યુથ ફેસ્ટીવલ વિષે ખબર ન હોવાથી તેમને ફરીવાર પૂછ્યું.

            “યુથ ફેસ્ટીવલ.....!” જોડે બેઠેલાં સુરેશસિંઘ બોલ્યાં “કૉલેજોમાં ડાંન્સ, સિંગિંગ વગેરેનું કોમ્પિટિશન જેવું હોય....!”

            “અહં.....!” કરણસિંઘ સાંભળી રહ્યાં.

            “નેહા આપડી કૉલેજ માટે બધી તૈયારીઓ કરે છે એમાં...!”

            “સરસ...!” કરણસિંઘ ઔપચારિક સ્વરમાં બોલ્યાં પછી નેહા સામે જોયું “કોઈ મોટું કામ નઈ...! તમારે જવું હોય...તો જતા આવજો કાલે...! પછી આઠમે તો નૈવેધ માટે સિંહલકોટ જવાનું છે...એટલે લગભગ આવતી કાલે સાંજે મોડા નીકળી જઈશું......!”

            “સાંજ સુધીમાં તો અમે આઈ જઈશું...! મે લિસ્ટ પણ બનાઈ દીધું છે....!” નેહા બોલી અને સિદ્ધાર્થ સામે જોયું “કાલે તારે મેળ પડશેને...!?”

            ચિડાવા છતાંય સિદ્ધાર્થ કશું બોલી ના શક્યો. તે જાણતો હતો કે નેહાએ જાણી જોઇને કરણસિંઘ અને સુરેશસિંઘ સામે વાત કરી જેથી કરીને સિદ્ધાર્થ તેણીને ના નઈ પાડી શકે. કેમકે એકલામાં કે પછી ફોન ઉપર જો તેણીએ સિદ્ધાર્થને પૂછ્યું હોત, તો સિદ્ધાર્થ ચોક્કસ ના પાડી દેત.

            માંડ હકારમાં માથું ધુણાવી સિદ્ધાર્થે જમવાનું પૂરું કર્યું. કરણસિંઘનું જમવાનું પૂરું થતાંજ તે તેમને લઈને ઓફીસ જવા નીકળી ગયો.

***

            “અરે તમે લોકો ક્યાં રઈ ગ્યાં’તા....!” કોલેજનાં ગરબાનાં પાર્ટી પ્લૉટનાં ગેટ આગળ ઊભેલી અંકિતા પ્રેમને ખખડાવતી હોય એમ બોલી “આટલું લેટતો અમે છોકરીઓ પણ નઈ કરતી...!”

            અંકિતાની જોડે લાવણ્યા, કામ્યા અને ત્રિશા પણ ઊભાં હતાં. ગરબાં માટે તૈયાર થઈને આવેલી ત્રણેય છોકરીઓ ગ્રૂપનાં છોકારાંઓની વેઇટ કરી રહી હતી. પ્રેમ અને રોનક આવતાંજ અંકિતા બન્નેને ખખડાવવાં લાગી.

            “અને ઓલો ડોબો નાં આયો...!?” અંકિતા આજુબાજુ ડાફોળીયાં મારતી બોલી.

            “આપડાં ગ્રૂપમાં હવે જાનવરો ક્યારથી આવી ગ્યાં....!?” ત્રિશા અંકિતાની ખેંચતાં બોલી.

            બધાં હસી પડ્યાં.

            “બધાં આઈ તો ગ્યાં.....! હવે ચાલોને અંદર...! લેટ નઈ થતું...!?” પ્રેમ બોલ્યો.

            “અરે નાં....! અંકિતાનું “ડોબું” હજી નઈ આયુને...!” લાવણ્યા તેનો ખભો અંકિતાને મારતાં બોલી “ખબર નઈ ક્યાં ચરતું હશે....!”

            “કોણ ક્યાં ચરતું હશે...!?” અંકિતા કઈંક બોલવાંજ જતી હતી ત્યાંજ પાછળથી વિવાનનો અવાજ આવ્યો.

            બધાં એ તરફ જોયું. પછી બધાં અંકિતાનું મોઢું જોઈને હસી પડ્યાં. લાવણ્યા પણ ખડખડાટ હસી પડી. અંકિતા વિવાન તરફ જોઈ રહીને પરાણે પોતાનું હસવું દબાવી રહી.

            વિવાન મૂંઝાયેલો ચેહરો બનાવીને બધાં સામે જોઈ રહ્યો.

            “ચરી લીધું....!?” હવે રોનકે વિવાન સામે જોઈને પૂછ્યું.

            “એ હેલ્લો....!” અંકિતાએ રોનક સામે હાથ કર્યો “બસ હવે હોં.....! ચાલો અંદર....!”

            પહેલાં અંકિતા પછી વારાફરતી બધાં પાર્ટી પ્લૉટમાં અંદર જવાં લાગ્યાં.

            “ પણ મને તો કો’ શું વાત ચાલે છે...!? કોની ચાલે છે....!?” વિવાન  જઈ રહેલી લાવણ્યા સામે જોઈને બોલ્યો અને ધિમાં પગલે બધાંની પાછળ ચાલ્યો.

            “તું ચાલતો ખરો....!  અંદર બઉ બધી ઘાંસ છે.....!” લાવણ્યા હજીપણ અંકિતાને ચિડાવી રહી હતી.

            અંદર જઈ રહેલાં બધાં ફરી હસી પડ્યાં. અંકિતાએ પાછાં ફરીને ઘુરકીને લાવણ્યા સામે જોયું. લાવણ્યાએ તેનાં બન્ને કાન પકડી લીધાં.

            રાતનાં લગભગ એક વાગ્યા સુધી બધાંએ ગરબાં ગાયાં. લાવણ્યાએ પણ બધાંની સાથે ગરબાં એન્જોય કર્યા. ગરબાં પછી રઘુનાથભાઈ પહેલાં લાવણ્યા પછી અંકિતા, ત્રિશા  અને કામ્યાને તેમનાં ઘરે વારાફરતી ડ્રોપ કરી આવ્યાં.

***

            “તો તમે લોકો અમને છોકરાંઓને ડોબાં કો’છો એમને.....!?”

ગરબા વિષે લાવણ્યાએ માંડીને આખી વાત કર્યા પછી સિદ્ધાર્થે નારાજ થવાનું નાટક કરતો હોય એમ પૂછ્યું. બાલ્કનીની પેરપેટની ઉપર બેઠાં -બેઠાં તે લાવણ્યા સાથે વાત કરવા લાગ્યો.   

            “અરે આવું કેમ કે’છે જાન....!”  લાવણ્યા મનાવતી હોય એમ બોલી “મેં ક્યાં એવું કીધું....!? તું મારાંથી કેમ નારાજ થાય છે....!?”

            “અરે....! હું તો ખાલી તને છેડું છું....!”

            “હમ્મ.....! સાચે નારાજ નઈને....!? તું નારાજ થાય એ મને ના ગમે...!”  

            “નાં બાબા....! આવી નાની વાતમાં થોડું કોઈ નારાજ થાય...!”

            “બવ મિસ થાય છે તું.....!” લાવણ્યા ધિમાં સ્વરમાં બોલી અને બેડમાં પડખે આડી પડી “જલ્દી આયને.....!”

            “લવ....! અ...!”

            “આખો દિવસ તારાં ફોનની રાહ જોઈ....!” લાવણ્યા હવે સાવ ઢીલી થઈ ગઈ હોય એમ બોલી “ન....નેહાની બ....બીકે મેં તને ફોન પણ ના કર્યો.....!”

            સામે છેડે સિદ્ધાર્થ થોડીવાર મૌન થઈ ગયો. ઓફિસમાં આખો દિવસ મોટેભાગે કરણસિંઘ જોડેજ હોવાથી સિદ્ધાર્થે પણ લાવણ્યાને કૉલ નહોતો કર્યો. આવતીકાલે પણ આખો દિવસ કદાચ નેહાની સાથે શોપિંગમાં જવાનું, અને પછી આઠમે સિંહલકોટ જવાનું હોવાથી હોવાથી લાવણ્યા સાથે વાત કરવાનો નઈ મેળ પડે. આ વાત લાવણ્યાને કઈ રીતે કહેવી એ વિષે સિદ્ધાર્થ વિચારી રહ્યો હતો.  

            “તારી જોડે વાત કર્યા વગર નઈ રે’વાતું.....! તારો અવાજ સ.... સાંભળ્યા વગર...! ચ...ચેન નઈ પડતો.....!” લાવણ્યા અત્યંત ઈમોશનલ સ્વરમાં બોલી.

            “લવ.....! અ...! સોરી....! અ...!” બોલવા જતાં સિદ્ધાર્થ ખચકાયો.

            “શ....શું થયું.....!? ક કેમ આમ મૂંઝાયેલો હોય એવું લાગે છે...!?”

            “હું તારી જોડે નઈ... તોય તને ખબર પડી ગઈ....!?” સિદ્ધાર્થે હળવા આશ્ચર્યથી પૂછ્યું.

            “તું જ્યારે મૂંઝાયેલો હોય છેને ત્યારે ખચકાતોજ હોય છે....! અને....અને....! બ....બોલી પણ નઈ શકતો હોતો....!”

            સિદ્ધાર્થે એક ઊંડો શ્વાસ ભર્યો.  

            “બોલને જાન....! શું વાત છે...!?” લાવણ્યાએ ભારપૂર્વક પુછ્યું.

            “લવ....! કાલે અને પરમ દિવસે .....! કદાચ મારાંથી વાત નઈ થાય....!” સિદ્ધાર્થે ધીરેથી કહ્યું.

            “ક....કેમ...!? શું થયું....!? ન...નેહા સાંભળી ગઈને...!” લાવણ્યા ગભરાયેલાં સ્વરમાં બોલી “મ....મેં તને કીધું’તુંને કે....! કે ....એ હોય ત્યારે તું ફોન ના કરતો.....!”

            “ના....! ના...એવું કઈં નથી...!”

            “તો...તો...!? ઘરનું કોઈ સાંભળી ગ્યું....!? અરે બાપરે....! ત...તને બોલ્યાંને બધાં મારાં લીધે....!?”

            “લવ....! મારી વાત તો સાંભળ....!” સિદ્ધાર્થ લાવણ્યાને શાંત કરાવતાં બોલ્યો “મારે થોડાં કામ માટે સિંહલકોટ જવાનું છે....! અમારાં જુનાં ગામ....!”

            “ઓહ...! પણ તું તો બરોડાંનો છેને....!?”

            “હાં....! સિંહલકોટ બરોડાંનું છેવાડાંનુંજ એક ગામ છે....! રજવાડી ગામ...! પરમ દિવસે આઠમ છેને...! એટ્લે નૈવેધ છે....! અને પછીનાં દિવસે અમારે ત્યાં થોડું કામ છે...! ત્યાં અ...! પપ્પા હશે....! કદાચ મામા પણ...! અને ત્યાં નેટવર્કના કોઈ ઠેકાણાં નથી....! તો કદાચ....! વાત નઈ થાય....!”

            “ક....કોઈ વાંધો નઈ....! ત.....તારાં મામાં જ....જોડે હશેને....! તો....તો...! તું ફોન ના કરતો...!” લાવણ્યા કમને બોલી “ચ...ચાલશે....! હમ્મ....!” 

            સિદ્ધાર્થ ફરીવાર મૌન થઈ ગયો. હવે આવતીકાલે શોપિંગવાળી વાત કહેવાની હતી.

            “સિદ....! બ....બેબી.....! કોઈ પ્રોબ્લેમ હોય તો કે’ને .....!”

            “દશેરાંનાં દિવસે સાંજે યૂથ ફેસ્ટિવલ શરું થાય છે....!” એક ઊંડો શ્વાસ ભરી સિદ્ધાર્થ બોલ્યો.

            “હમ્મ....! ખબર છે....!  તું પણ આઈશને....! તારે સોંગ ગાવાનું છે યાદ છેને..!?

            “હાં....! અ....! યાદ છે....!અમ્મ...!”

            સિદ્ધાર્થ ફરીવાર બોલતાં-બોલતાં અટકી ગયો.

            “ બેયબી...! શું કેવું છે તારે....!? હમ્મ...! બોલને....!” લાવણ્યાએ પ્રેમથી પૂછ્યું.

            “નેહા હજી અહિયાં જ છે....! બ....બરોડાંમાં.....!”  સિદ્ધાર્થ ધીરેથી બોલ્યો.

            “હાં....! ખબર છે....! હજી એ કોલેજ નથી આઈ....! એટ્લે મને લાગ્યુંજ....!” લાવણ્યા ચિંતાતુર સ્વરમાં બોલી “એ તને ટ...ટોર્ચર કરે છેને...!? હેં ને...!?”

            “લવ....! અ...! તું તો જાણે છે કે એ યૂથ ફેસ્ટિવલની કોઓર્ડિનેટર છે....!”

            “હમ્મ.....! ખબર છે...!”

            “યૂથ ફેસ્ટિવલ માટે એણે એને જોઈતી વસ્તુઓનું લિસ્ટ બનાવ્યું છે....! અને આવતી કાલે મારે એને શોપિંગ માટે લઈ જવાની છે....!” સિદ્ધાર્થ માંડ બોલ્યો.

            “શ....શોપિંગ....!?” લાવણ્યા અદ્ધર જીવે બોલી “ત.....ત....તો...! તું....આખ....આખો દિવસ એની જોડે જ રઈશ....! નઈ....!?”

            “હમ્મ....!”  સિદ્ધાર્થે પરાણે હુંકારો ભર્યો.

            “તો....તો...એ આખો દિવસ....! મ્મ....! તને ટોર્ચરજ કર્યા કરશે...!”

            “લવ....! નેહા લગભગ આખો દિવસ જોડે હશે એટ્લે.....! એટ્લે.....! અ.....!” સિદ્ધાર્થ ફરી થોડું અટકાયો પછી બોલ્યો  “કાલે પણ વાત નઈ થાય....!”

            સામે છેડે લાવણ્યા મૌન થઈ ગઈ.

            “લ.....! લવ....! તું સાંભળે છેને...!”  થોડીવાર સુધી લાવણ્યાએ કશું ના કહેતાં સિદ્ધાર્થ બોલ્યો.

            “હાં....હાં.....! હું...હું...અહિયાંજ છું...! ત....તારાં માટે....!” લાવણ્યા પરાણે બોલી.

            “કાલે નેહા જોડે હોઈશ.....! અને પરમ દિવસે....! આઠમ છે...! એટ્લે ગામડે....!” સિદ્ધાર્થ બોલ્યો.  

            “ક....કોઈ વાંધો નઈ...! બ...બેજ દિવસનીતો વાત છેને...! પછી...પછીતો નવમા નોરતે તું આઈજ જઈશને અહીંયા...! નઈ...!?”

            સિદ્ધાર્થ કઈંક બોલવાં જતો હતો ત્યાંજ અટકી ગયો.

             “અ....આઈશને...!?” સિદ્ધાર્થે કઈં જવાબ ના આપતાં લાવણ્યાએ ગભરાયેલા સ્વરમાં પૂછ્યું “ત....તે પ્રોમિસ કરી’તી.....! એટ્લે કઉ છું...હું....હું....ફોર્સ નઈ કરતી તને....!”

            “ કદાચ સવારે નઈ અવાય....! નવમાં નોરતે  સવારે હું ગામડે જ હોઈશ...!”

            “પ....પણ...! તે પ્રોમિસ કરી’તી.....! કે  તું...! નવમાં નોરતે આઈશ...!” લાવણ્યા વિહવળ સ્વરમાં બોલી “છ....છેલ્લું નોરતું તો આય....! મ્મ.....મારી જોડે....!”

             “લવ....! હું આઈશ જ ....! પાકું આઈશ...!” સિદ્ધાર્થ ભારપૂર્વક બોલ્યો ”મારે નવમાં નોરતે બપોરે કામ પતી જશે....! પછી બધાંને બરોડાં ઉતારીને હું સીધો અમદાવાદ નીકળી જઈશ....! બે-ત્રણ કલ્લાકમાં તો હું આઈ જઈશ....!”  

            લાવણ્યા થોડીવાર મૌન થઈ ગઈ.

            “તું જોજે....!” લાવણ્યા થોડીવાર સુધી કઈં નાં બોલતાં સિદ્ધાર્થ બોલ્યો “સાંજે આઠ વાગે..... તમે લોકો પાર્લરમાં તૈયાર થઈને પાર્ટી પ્લૉટ પહોંચશો ત્યાં હું હાજરજ હોઈશ....! હમ્મ.....!”

            “પ.....પાક્કુંને...!?” લાવણ્યા હવે માંડ પોતાનું રડવાનું રોકી રહી હતી.

            “હાં....હાં... પાક્કું લવ.....! પ્રોમિસ.....!” સિદ્ધાર્થ પરાણે સ્મિત કરીને બોલ્યો.

            લાવણ્યા મૌન જ રહી. લાવણ્યાના હળવા ડૂસકાં સિદ્ધાર્થને ફોનમાં સંભળાઈ રહ્યાં હતાં.

            “લવ....! હું પાકું આઈ જઈશ....! ડોન્ટ વરી....! આ વખતે પ્રોમિસ નઈ તોડું....! હમ્મ....!” સિદ્ધાર્થ પ્રેમથી બોલ્યો.

            “તો...તો....સારું...! તું ધ્યાન રાખજે હોને....!” લાવણ્યા ખુશ થઈ હોય એમ બોલી “અને...અને...! તું...! તું …. રિસ્ક ના લેતો ફ...ફોન કરવાનું....! હમ્મ....! ન....નેહા....! ત....તને ટોર્ચર કરે....! એ.....મ....મને નઈ ગમે....!”

            “હાં....! સારું...!” સિદ્ધાર્થ બોલ્યો “ચાલ....! મૂકું હવે....!?

            બોલ્યા વગર ના પાડતી હોય એમ લાવણ્યા લાવણ્યા મૌન રહી.

            “મૂકું લવ....!? હમ્મ.....!?” સિદ્ધાર્થે ફરીવાર પૂછ્યું.

            “આજુબાજુ કોઈના હોય....તો...તો...થોડી હ.....હજુ  વ....વાત કરીલેને....!” લાવણ્યા નાનાં બાળકની જેમ ડરતાં-ડરતાં બોલી “પછી....! બ....બે-ત્રણ દિવસ તો વાત જ ન...નઈ થાય.....!”

            લાવણ્યાનો એ રઘવાટ સિદ્ધાર્થને સ્પર્શી ગયો. તેણીનો મૂળ સારો થાય એ માટે સિદ્ધાર્થે તેની સાથે હળવા સ્વરમાં વાત કરવા લાગ્યો. 

            “તો બે દિવસનો ક્વોટાં તારે અત્યારેજ પૂરો કરી લેવો છે નઈ....!?” સિદ્ધાર્થ હવે મજાકીયાં સ્વરમાં બોલ્યો.

            “તું....તું..થ..થાકી ગ્યો હોઈશ.... નઈ....! તો...તો...ચાલશે....! વ... વાંધો નઈ....! પ...પછી વાત કરીએ....!”

            “ના....! હવે નઈ મૂકું ફોન....!” સિદ્ધાર્થ ફરી એજરીતે બોલ્યો “હવે તો હું તને આખી રાત જગાડું જો....!”

            લાવણ્યા હસી પડી. મોડી રાત સુધી સિદ્ધાર્થે તેણી સાથે વાત કરી.  

***

સાતમું નોરતું.....!

            “પીપ....પીપ....!” શોપિંગ માટે કારમાં નેહાની રાહ જોઈ રહેલાં સિદ્ધાર્થે વધુ એક વખત હૉર્ન માર્યો.  

            શોપિંગ માટે નેહા સાથે જવાની વાતથી સિદ્ધાર્થ ગઈકાલનો ચિડાયેલો જ હતો. એમાંય નેહા ક્યારની રાહ જોવડાવી રહી હોવાથી સિદ્ધાર્થ વધુ ચિડાઈ ગયો. કારમાં બેઠાં-બેઠાં તે ક્યારનો નેહાની રાહ જોઈ રહ્યો હતો.

            “સોરી..સોરી....!” કારનો આગળનો દરવાજો ખોલી સિદ્ધાર્થની બાજુની સીટમાં બેસતાં-બેસતાં નેહા બોલી.

            ચિડાયેલા ચેહરે સિદ્ધાર્થ નેહાને અંદર બેસતાં જોઈ રહ્યો. તેણીના અંદર બેઠાં પછી સિદ્ધાર્થે કાર ઘરના કમ્પાઉન્ડના ગેટમાંથી બહાર હંકારી દીધી.

            “ક્યાં જવું છે...!?” સિદ્ધાર્થે સામું જોઈને ચલાવતાં-ચલાવતાં પૂછ્યું.

            “સેંટ્રલ મોલ....!” નેહાએ સ્મિત કરી સિદ્ધાર્થ સામે જોઈને કહ્યું.

            સિદ્ધાર્થના ચેહરા ઉપર ચિડાયેલા ભાવો જોઈને નેહાનું સ્મિત વિલાઈ ગયું.

            મોલ પહોંચતાં સુધી બંને વચ્ચે કોઈજ વાતચિત ના થઈ.

            “હું કાર પાર્ક કરીને આઉ....તું અહિયાં ઊભી રે....!” મોલના એંટ્રન્સ આગળ કાર ઊભી કરી સિદ્ધાર્થ બોલ્યો.

            કાર થોભવી સિદ્ધાર્થ કારના કાંચમાંથી બહાર સામેની બાજુ જોઈ રહ્યો હતો. તે નેહા સાથે નજર પણ મિલાવવાનું ટાળતો હતો. આખાય રસ્તે સિદ્ધાર્થે લગભગ એકેયવાર નેહા સામે નહોતું જોયું.

            “હમ્મ...!” નેહાએ હુંકારો ભર્યો અને નીચે ઉતરવા દરવાજો ખોલ્યો.

            “સિદ...!” ઉતરતાં-ઉતરતાં નેહાએ પાછું જોઈને સિદ્ધાર્થને કહ્યું “ગઇકાલ માટે....સોરી....!”

            સિદ્ધાર્થે મનમાં આશ્ચર્ય અનુભવી તેણી સામે જોયું.

            “આપડા મેરેને હવે માંડ વીસ દિવસ બાકી છે....!” સિદ્ધાર્થે ન પૂછેલાં પ્રશ્નનો જવાબ આપતાં નેહા બોલી “એટ્લે હવે મારે તારી જોડે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો છે...!”

            કોઈ જાતનો પ્રતીભાવ આપ્યા વિના સિદ્ધાર્થે નજર ફેરવી સામે જોવા માંડ્યુ.

            “આઈ પ્રોમિસ સિદ......! યૂથ ફેસ્ટિવલનો દિવસ એ રિવેન્જ ગેમનો છેલ્લો દિવસ....!” નેહા મૃદુ સ્વરમાં બોલી “પછી તું મને આપેલાં બધાજ વચનોમાંથી છૂટ્ટો....આઈ પ્રોમિસ.....!”

            નેહાના શબ્દો સિદ્ધાર્થના કાનમાં પડઘાઈ રહ્યાં. ઊંડા વિચારોમાં ખોવાઈ રહી તે સામેની બાજુ જ જોઈ રહ્યો.     

            “યૂથ ફેસ્ટિવલનો દિવસ એ રિવેન્જ ગેમનો છેલ્લો દિવસ....! છેલ્લો દિવસ....!”

            “પછી તું મને આપેલાં બધા જ વચનોમાંથી છૂટ્ટો....આઈ પ્રોમિસ.....! આઈ પ્રોમિસ.....!”

             “આઈ હોપ તું તારું વચન નિભાઈશ....!” નેહા બોલી “છેલ્લીવાર માટે....!”

            “કરવાનું શું છે....!?” સિદ્ધાર્થે પૂછ્યું.

            “એ હજી વિચાર્યું નઈ.....!” નેહા જુઠ્ઠું બોલી પછી મનમાં બબડી “તને અત્યારથી કઈ દઇશ...તો કદાચ તું એ કરવા તૈયાર જ નઈ થઉં....!”

            થોડીવાર માટે મૌન થઈને સિદ્ધાર્થ વિચારી રહ્યો.

            “હું કાર પાર્ક કરીને આઉ....!”  કશું ના સૂઝતાં સિદ્ધાર્થ બોલ્યો.

            એકાદ-બે ક્ષણ સિદ્ધાર્થ સામે જોઈ રહી નેહા છેવટે નીચે ઉતરી અને કારનો દરવાજો બંધ કર્યો.

            “શું કરવાની હશે આ છોકરી...!?” પાર્કિંગ તરફ જતાં-જતાં સિદ્ધાર્થ વિચારી રહ્યો.

***

            “અહિયાં....આ શૉપમાં....!” મોલમાં એક શૉપ સામે આંગળી ચીંધતા નેહા બોલી.

            “આ તો છોકરાઓના કપડાંની શૉપ છે....!?” સિદ્ધાર્થે શૉરૂમના કાંચના શૉમાં લાગેલા જેંન્ટ્સ પૂતળાઓ જોઈને કહ્યું.

            “હાં....તો તારે પણ યૂથ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કરવાનું છે ને....!” શૉ રૂમના કાંચના દરવાજામાંથી અંદર એન્ટર થતાં નેહા બોલી “તારાં માટે કપડાં લેવા પડશેને....!”

            “મારી જોડે છે ઘણાં....!” સિદ્ધાર્થ પણ તેણીની પાછળ-પાછળ શૉ રૂમમાં એન્ટર થતાં બોલ્યો.

            “ના...યૂથ ફેસ્ટિવલ માટે અલગ જોઈએ જ....!” નેહા બોલી.

            શૉ રૂમમાં ઘણાં કપડાં જોયા પછી નેહાએ સિદ્ધાર્થ માટે એક જોડી કપડાં લીધાં. સિદ્ધાર્થ માટે કપડાં લીધાં પછી તેઓ નેહા માટે શોપિંગ કરવા મોલમાં જ ઘણું ફર્યા. યૂથ ફેસ્ટિવલ સિવાય પણ પહેરવા માટે નેહાએ બે-ચાર જોડી કપડાં લીધાં. કેટલાક કોસ્મેટિક્સ, એક્સેસરીઝ વગેરે બધુ લેવામાં નેહાએ ત્રણેક કલ્લાક જેટલો ટાઈમ કાઢી નાંખ્યો.     

            સિદ્ધાર્થ કંટાળી ગયો. છતાંય કમને તે નેહા સાથે ફરતો રહ્યો. શોપિંગ કરીને તેઓ મોલમાં જ આવેલી એક રેસ્ટોરન્ટમાં બપોરે લંચ જમ્યા.

            “આપડા બેયનો ફૉટૉ પાડીએ....!” નેહા આંખો મોટી કરીને ખૂશ થઈને બોલી.

            મોલના ત્રીજામાળે પેસેજમાં ચાલતાં-ચાલતાં નેહા બોલી.

            “એક્સક્યુઝમી....!” સિદ્ધાર્થ હજી તો કશું બોલે એ પહેલાંજ નેહાએ પેસેજમાં આવી રહેલાં એક છોકરાંને પોતાનો મોબાઈલ આપવા લાગી “આમરા બે-ત્રણ ફોટા પાડોને....!”

            ઓલા છોકરાએ મોબાઈલ હાથમાં લઈને કેમેરો ચાલુ કર્યો.

            અનિચ્છા છતાંય સિદ્ધાર્થે પરાણે નેહા સાથે ફોટાં પડાવ્યા.

            “હવે ઘેર નથી જવું...!?” ફોટાં પડાવી સિદ્ધાર્થે નેહાને પૂછ્યું.

            ચિડાયો હોવા છતાંય તેણે તે ભાવો પોતાના ચેહરા ઉપર ના આવવાં દીધાં.

            “ના....મૂવી જોવાનું છે...!” નેહા બોલી “મેં ટિકિટ બૂક કરેલી જ છે....!”

            “વોટ...!?” સિદ્ધાર્થ ચોંકી ગયો “તે મને પુછ્યું પણ નઇ...!?”

            “મૂવી જોવામાં શું પૂછવાનું....!?” નેહા કાલાવેડા કરતી હોય એમ બાળક જેવુ મોઢું બનાવીને બોલી “જોડે ટાઈમ સ્પેન્ડ કરવા માટે મૂવીથી બેટર ઓપ્શન શું હોય શકે....!?”

            “મારો કોઈ મૂડ નથી મૂવી જોવાનો...!” સિદ્ધાર્થ ચિડાઈને માથું ધૂણાવીને બોલ્યો.

            “તો મારાં માટે જોઈલેને...!” નેહા દયામણું મોઢું કરીને બોલી.

            ચિડાયેલાં ચેહરે સિદ્ધાર્થે આડું જોઈ લીધું.

            “હું ના પાડીશ....તોય આ છોકરી નઈ માને...!” સિદ્ધાર્થ મનમાં વિચારી રહ્યો “ખોટી માથાકૂટ કરવી પડશે....! એમ પણ ખાલી સીટમાં જોડે બેસીજ રે’વાનું છે ને....!”

            સિદ્ધાર્થે વિચાર્યું અને મોલમાં આવેલા મલ્ટીપ્લેક્સના દરવાજા તરફ ચાલવા લાગ્યો. સ્મિત કરતી-કરતી નેહા પણ તેનાં પાછળ-પાછળ ચાલવા લાગી.

            “અહિયાં છે....!” મલ્ટીપ્લેક્સમાં પોતાની સીટ શોધી નેહા બોલી.

            નેહાએ કોર્નરની બે સીટ બૂક કરી હતી. અંદરની સીટમાં બેસવા નેહા આગળ વધી અને સિદ્ધાર્થ તેણીની બાજુની સીટમાં બેસી ગયો.

            પોતાની સીટમાં સિદ્ધાર્થ હજી તો માંડ સરખો બેઠો હતો ત્યાંજ નેહા પાછી ઊભી થઈ અને સિદ્ધાર્થ કઈં સમજે પહેલાં જ નેહા સીધી ખોળામાં બેસી ગઈ.

            “શું કરે છે....!?” સિદ્ધાર્થ ચોંકીને સહેજ ગુસ્સે થઈને બોલ્યો.

            “અરે કેમ...!?” નેહા મીઠો છણકો કરીને બોલી “મારો ફિયાન્સ છે તું....હક છે મારો....!”

            નેહા બોલી અને પોતાનો મોબાઈલ કાઢી કેમેરો ચાલુ કરવા લાગી.

            “હક છે મારો......!” સિદ્ધાર્થના કાનમાં એ શબ્દો પડઘાઈ રહ્યા.

            “કેટલાક હક આપવાના ના હોય....બસ લઈ લેવાના હોય...!”  અને તેને લાવણ્યાના એ શબ્દો યાદ આવી ગયાં.

            “ ઉમ્મૂ....!” નેહાએ પોતાના બંને હોંઠ ભેગા કરી સિદ્ધાર્થના ગાલ જોડે લઈ જઈ કિસ કરતી હોય એવો ફેસ બનાવવા લાગી.

            “શું કરે છે તું યાર....!” સિદ્ધાર્થ ચિડાયો અને મોઢું બગાડીને આમતેમ ફેરવી રહ્યો.

            “અરે ખાલી પિક પાડવો છે....એક મિનિટ શાંતિ રાખને....!” પોતાના બીજા હાથને સિદ્ધાર્થના ખભેથી વીંટાળી નેહાએ સિદ્ધાર્થનો ચેહરો પકડી રાખ્યો.

            જબરદસ્તી નેહાએ બે-ત્રણ સેલ્ફી પાડી લીધી.

            “મને પબ્લિક પ્લેસ ઉપર આ બધુ નઈ ગમતું...! પ્લીઝ તું તારી જગ્યાએ બેસ...!” નેહાને અટકાવવા સિદ્ધાર્થ મોઢું ફેરવીને બોલ્યો.

            “કેમ...!? ઓલી  બધાના દેખાતા તારી જોડે આવું બધુ કરે તો તને કોઈ પ્રોબ્લેમ નઈ થતી...!?” નેહાએ ટોંન્ટ માર્યો.

            “મને ન’તી ખબર તને એ આટલી બધી ગમે છે કે તું એના જેવી થવા માંગે છે...!” નેહાને ચિડાવતો હોય એમ સિદ્ધાર્થ વળતો ટોંન્ટ મારીને બોલ્યો અને તેનાં સામે વેધક સ્મિત કર્યું.

            ચિડાઈને નેહા સિદ્ધાર્થના ખોળામાંથી ઊભી થઈ અને પાછી પોતાની જગ્યાએ બેસી ગઈ.

            થોડીવાર સુધી તે કશું બોલી નહીં અને મલ્ટીપ્લેક્સની સ્ક્રીન સામે જોઈ રહી.

            નેહાને ચિડાયેલી જોઈને સિદ્ધાર્થનું સ્મિત હજી અટક્યું નહીં અને તે પણ મલકાતો-મલકાતો સ્ક્રીન સામે જોઈ રહ્યો. 

            ફિલ્મ શરૂ થતાંજ મલ્ટીપ્લેક્સની લાઇટો બંધ થઈ ગઈ. માથું સીટમાં ટેકવીને સિદ્ધાર્થ શૂન્યમનસ્ક થઈને સ્ક્રીન સામે જોઈ રહ્યો.

            “બસ ગમે તેમ કરીને દિવસ પૂરો કરવો છે....!” સિદ્ધાર્થ મનમાં બબડ્યો.

****

            ફિલ્મ જોયા પછી સાંજે નેહા કુર્તી વગેરે લેવા માટે બરોડાના કુર્તી બજારમાં લઈ ગઈ.  ત્યાં ખાસ્સું ફર્યા પછી નેહાએ ચાર-પાંચ કુર્તી વગેરે લીધું. સાંજ પડી ગઈ હોવાથી નેહાએ ડિનર પણ બહાર કરવા માટે જિદ્દ કરી.

            ઝડપથી નેહા સાથેનો સમય નીકળી જાય એટલે સિદ્ધાર્થે માથાકૂટ કરવાની ટાળી અને તેણીની વાત માની લીધી. ડિનર કરી રાત પડતાં ઘરે આવવા નીકળ્યા.

            સિદ્ધાર્થ સાથે વધુને વધુ સમય વિતાવવા માટે નેહાએ રસ્તામાં આઈસક્રીમ ખાવા માટે અટકાવ્યા. 

            “બીજું કઈં બાકી છે....!? તો કઈ દે....!” આઈસક્રીમ લેવા માટે કારની બહાર ઉતરતા પહેલાં સિદ્ધાર્થે સહેજ ચિડાયેલાં સ્વરમાં પૂછ્યું “મારે હવે સીધું ઘેર જવું છે....!”

            “ના...કઈં નઈ....!” નેહાએ સ્મિત જાળવી રાખી કહ્યું.

            કારમાંથી બહાર નીકળી સિદ્ધાર્થ આઈસક્રીમનો કોન લેવા ડેરી પાર્લર તરફ ચલાવા લાગ્યો.

            આઈસક્રીમ લેવા જઈ રહેલાં સિદ્ધાર્થની સામે કેટલીક ક્ષણો જોઈ રહ્યા પછી નેહાએ પોતાનો મોબાઈલ કાઢ્યો અને પોતાની ફેસબૂક પ્રોફાઇલ ઓપન કરી. આજે સિદ્ધાર્થ સાથે તેણીએ જબરદસ્તી પડાવેલાં ફોટાંઓ સિલેક્ટ કરી નેહાએ બધાજ ફોટાં પોતાની પ્રોફાઇલમાં અપલોડ કર્યા. અપલોડ કરતાં પહેલાં તેણે કેપ્શન પણ લખ્યું “વિથ માય વૂડ બી...!” બે-ત્રણ હાર્ટ શેપવાળા અને કિસ કરવાવાળા સ્માઇલીઝ પણ જોડે લખી નેહા ફોટાં પોતાનાં ફેસબૂકમાં શેર કરી દીધાં.

            “હવે તું પણ બળીશ....!” મનમાં લાવણ્યા વિષે વિચારતાં -વિચારતાં નેહા બબડી.

            લાવણ્યાને જલાવવા જ તેણીએ આ ફોટાં અપલોડ કર્યા હતા.

****

               “આજે વિવાન કેમ નઈ આયો....!?” રોનકે સામે ઊભેલી અંકિતાને પૂછ્યું.

            જોડે લાવણ્યા, ત્રિશા, અને કામ્યા પણ ઊભાં હતાં. વિવાન સિવાય બધાં રાત્રે પાર્ટી પ્લૉટમાં કોલેજનાં ગરબાંમાં આવ્યાં હતાં. લગભગ કલ્લાકેક જેવું ગરબાં ગાઈને બધાં પાર્ટી પ્લૉટમાં ફૂડ સ્ટૉલ પાસે નાસ્તો કરવાં આયાં હતાં.

            “એ ગામડે ગયો છે...!” અંકિતા બોલી.

            “ચરવા માટે છેક ત્યાં...!?” ત્રિશા અંકિતાની ખેંચતાં બોલી.

            પોતાનો ફોન મંતરી રહેલી લાવણ્યા સિવાય બાકીનાં બધાંજ હસી પડ્યાં.

            “પ્રેમે બહુ ટાઈમ લગાડ્યો નાસ્તો લાવમાં....!” અંકિતા વાત બદલતી હોય એમ ફૂડ સ્ટૉલ બાજુ ડાફોળીયાં મારતાં બોલી.

            “હું જતો આવું છું....! એની હેલ્પ માટે....!” રોનક બોલ્યો અને સ્ટૉલ બાજુ ગયો.

             “શું વાત છે...! કયારની ફોન જો જો કરે છે...!?” જોડે ઊભેલી  લાવણ્યાને અંકિતાએ પૂછ્યું “આજે પણ આખો દિવસ તું ફોનજ જો...જો...કરતી’તી...!”

              “કાલે તો તું ખુશ હતી....!?” ત્રિશાએ લાવણ્યાનું ઉતરી ગયેલું મોઢું જોઈને કહ્યું “આજે શું થયું...!?”

            “સિદ્ધાર્થે કઈં કીધું.....!?” કામ્યાએ પૂછ્યું “આઈ મીન....! કોઈ પ્રોબ્લેમ થઈ.....!? કે એણે ફોન નઈ કર્યો એટ્લે...!?”

            “નઈ....નઈ...! એવું કઈં નથી....!” લાવણ્યા મન મનાવતી હોય એમ બોલી “એતો...! એનાં કામ માટે ગામડે ગયો છે....! અને ત્યાં નેટવર્ક નઈ આવતું....! એટ્લે એનો....! ફ...ફોન નઈ લાગતો...! એટ્લે હું ...થોડી અપસેટ હતી....! બસ....!”

            લાવણ્યાએ જાણી જોઈને સિદ્ધાર્થ નેહાને શોપિંગ લઈ જવાનો છે એ વાત બધાંને કહેવાની ટાળી.

            “આર યૂ શ્યોર કે સિદનાં ગામડે નેટવર્ક નઈ આવતું....!?” સામે ઉભેલી ત્રિશા પોતાનો ફોન મંતરતાં બોલી.

            “હાં....! કેમ.....!?” લાવણ્યા મૂંઝાઈને ત્રિશા સામે જોઈ રહી.   

            “કેમકે.....! લગભગ દસેક મિનિટ પે’લ્લાંજ....! નેહાએ એનાં ફેસબૂક ઉપર કેટલાંક ફોટોઝ પોસ્ટ  કર્યા છે....!” ત્રિશાએ પહેલાં બીજાં બધાં બાજુ જોયું અને પછી છેવટે લાવણ્યા સામે જોઈ તેણી તરફ પોતાનો ફોન ધર્યો “જેનું કેપ્શન કઈંક આવું છે....! જો....!”

            લાવણ્યાએ પરેશાન ચેહરે ત્રિશાનાં હાથમાંથી તેણીનો ફોન લીધો અને ફોટો જોવાં લાગી. જોડે ઉભેલી અંકિતા પણ લાવણ્યાનાં હાથમાં ત્રિશાનાં ફોનમાં જોવાં લાગી.

            “વિથ માય વૂડ બી...!”  લાવણ્યા આઘાતથી મોટી આંખે ફોટાં જોતાં-જોતાં ધીમેથી બબડી.

            “ઓહ ગોડ.....!” નેહાએ તેણીનાં ફેસબૂક ઉપર અપલોડ કરેલાં ફોટાં જોઈને અંકિતાનાં મોઢેથી પણ નીકળી ગયું.

            નેહાએ પોસ્ટ કરેલાં એક ફોટોમાં ચેયરમાં સિદ્ધાર્થ બેઠેલો હતો. સિદ્ધાર્થની જોડેજ બીજી ચેયરમાં નેહા પણ બેઠી હતી. અને તેણીએ સિદ્ધાર્થનાં ખભે માથું ઢાળેલું હતું. તે પ્રેમથી કેમેરાં સામે જોઈને સ્માઇલ કરી રહી હતી. સિદ્ધાર્થનાં મોઢાં ઉપર જોકે કોઈપણ જાતનાં હાવભાવ નો’તાં. માત્ર એક ઔપચારિક સ્માઇલ હતી. ફોટો કોઈ ત્રીજી વ્યક્તિએ ખેંચ્યો હતો. તેઓ કોઈ કોફી શોપમાં હોય એવું લાગી રહ્યું હતું. એક બીજાં ફોટોમાં ટી-શર્ટ અને જીન્સ પહેરેલાં સિદ્ધાર્થનાં હાથમાં ઘણી-બધી શોપિંગ બેગ્સ હતી. અને નેહા સિદ્ધાર્થની જોડે તેનું બાવડું પકડીને ઊભી હતી. એ ફોટો પણ કોઈ ત્રીજી વ્યક્તિએ ખેંચ્યો હતો.

            “પ....પણ....! સિદ...! સિદતો સ્માઇલ પણ નઈ કરતો....! જો...જો....!” પરાણે બોલી રહેલી લાવણ્યા અંકિતાને અને પછી ત્રિશાને સમજાવતી હોય એમ તેનો ફોન તેને બતાવીને બોલી “ન....નેહાએ જ....જોરજોરાઈથી ....! કોઈને કીધું હશે....! એટ્લે....! બ...બધાંની વચ્ચે સિડે ફોટો પ...પડાયો હશે....!”

            બધાં દયામણું મોઢું કરીને લાવણ્યા સામે જોઈ રહ્યાં. લાવણ્યા જાણે બધાંને સમજાવાનાં બહાને પોતાનાં મનને સમજાવી રહી હતી.

             “મારો કે’વાનો મતલબ એમ હતો કે.... ! એણે તને નેટવર્કનાં લીધે ફોન નાં કર્યો....! કે પછી એ નેહા જોડે ક્યાંક ફરવાં ગયો છે એટ્લે નાં કર્યો....! આઈ મીન...! હું ડાઉટ નઈ કરતી...! પ...પણ...!” ત્રિશા કચવાતી હોય એમ બોલી.

            “એવું કઈં નઈ ....મેં કીધુંને....!” લાવણ્યા સહેજ ચિડાઈ હોય એમ પહેલાં ત્રિશા સામે પછી બીજાં બધાં સામે જોતી-જોતી બોલી “એતો....એતો....ક....કઈં કામ મ્મ...માટે બા’ર ગ્યો છે....! અને....અને...એણે મ...મ્મ....મને કીધુંજ’તું....! ક...કે....એ ન...નેહાને શોપિંગ માટે લઈ જવાનો છે....!...એ....જ...જુઠ્ઠું નઈ બોલતો કોઈ દિવસ...! ઓકે...! એ કામ માટે ગ્યો છે...! બસ....!”

            “ખાલી શોપિંગ માટેજ લઈ જવાનો હતો.....! કે પછી બીજું પણ કઈં પ્લાનિંગ હતું....!?” ત્રિશાએ ફરીવાર પોતાનાં ફોનમાં જોઈને લાવણ્યા સામે જોયું.

            બધાં હવે લાવણ્યા સામે જોઈ રહ્યાં.

            “શોપિંગ માટેજ....! ન....નેહા....! ત્યાં બધાંની વચ્ચે જિદ્દ કરેતો એ....! એ...બિચારો શું કરે...!” લાવણ્યા હજીપણ બધાંની સામે જોઈ રહીને સિદ્ધાર્થનો બચાવ કરી રહી.  

            “આ ફોટાંમાં તો એવું લાગે છે....!” ત્રિશાએ તેનો ફોન ફરીવાર લાવણ્યા સામે ધર્યો “કે શોપિંગ સિવાય એ લોકોએ ઘણું બધું પ્લાનિંગ કર્યું હતું...! જોડે રે’વાનું...!”

            ત્રિશાએ બતાવેલો એ ફોટો જોઈને તો લાવણ્યાનાં ધબકારાં વધી ગયાં. તેનાં માથે પરસેવો વળવાં લાગ્યો. નેહાએ ખેંચેલાં એ સેલ્ફી ફોટોમાં સિદ્ધાર્થ અને નેહા કોઈ મૂવી જોવાં મલ્ટીપ્લેક્સમાં બેઠાં હતાં. સેલ્ફીમાં નેહા સીટમાં બેઠેલાં સિદ્ધાર્થનાં ખોળાંમાં  બેઠી હતી અને જાણે એનાં ગાલ ઉપર કિસ કરતી હોય એમ હોંઠ બનાવીને ફોટો ખેંચ્યો હતો.

            “એણે.....એણે જોરજોરાઈથી ફોટાં ખેંચ્યાં છે….! મ....મને પાક્કી ખ....ખબર છે....!” ધ્રૂજતાં હાથે ફોન ત્રિશાને પાછો આપતાં લાવણ્યા બોલી “એ....એવીજ છે.....! સિદ.....સિદ...એવો નઈ...!”

            “લાવણ્યા....!” અંકિતા ધિમાં સ્વરમાં તેણી સામે જોઈને બોલી “તું પે’લ્લાં તારાં મનને સમજાવીલે....! પછી અમને સમજાવજે....!”

            લાવણ્યાનાં ધબકારાં હવે વધુ વધવાં લાગતાં તે હવે જોરજોરથી શ્વાસ લેવાં લાગી. 

            “મેં....! કીધુંને....! એ...એ....એવો નઈ....! તું...તું...! ક...કેમ આવું બોલેછે એનાં માટે...!? નેહા કેવી છે તને ખ....ખબરતો છે....! તો...તો..પછી....!”

            “લાવણ્યા...!” અંકિતા સહેજ ચિડાઈને વચ્ચે બોલી “વાત એ નથી....! વાત એ છે...! કે એ નેહા જોડે ક્યાંક ફરવાં ગયો છે...! અને તું એને ડિસ્ટર્બનાં કરું એટ્લે એણે તને ગામડું.....! નેટવર્ક વગેરે જેવાં બા’નાં કાઢ્યાં....!”

            “તું...તું...આવી બધી વાત કેમ કરે છે....!?” લાવણ્યા હવે અકળાઈને બોલવાં લાગી “એ મને ક....કઈંને ગયો છે...! કે...નેહા....! એની જોડે ...એ...શોપિંગમાં ....!”

            “અરે લાવણ્યા...!” હવે કામ્યાએ લાવણ્યાની પીઠ ઉપર હાથ ફેરવીને કહ્યું “શાંત થઈજા....!”

            ધીમે-ધીમે ગ્રૂપની બધી ગર્લ્સ લાવણ્યાની નજીક આવી ટોળુંવળી ઊભી રહી.  

            “સ....સિદ એવો નઈ.....! મ્મ....મને ટ....ટ્રસ્ટ છે એની ઉપર....!” ભાવુક થઈ ગયેલી લાવણ્યા માંડ-માંડ બોલી રહી હતી.

            “હું એમ નઈ કે’તી.....! હું...!”

            “તું કઈં ના કઈશ....! મારે કઈં નઈ સાંભળવું....!” અંકિતાને ટોકી લાવણ્યા વચ્ચે બોલી અને પાછી ફરી ત્યાંથી ચાલવાં લાગી.

            “અરે લાવણ્યા....! ઊભીરે...!” કામ્યા અને ત્રિશા લગભગ સાથેજ બોલ્યાં.

            “અંકિતા શું તું પણ...!” ત્રિશા માથું ધૂણાવીને બોલી.

            “અરે મેં શું કર્યું...!?” અંકિતા તેનાં હાથ ઊંચા કરીને બોલી “ફોટાંતો તે બતાયાંને...!?”

            “અરે મેં તો નેહાની એફબી પોસ્ટમાં જોયાં એટ્લે કીધું યાર....!” ત્રિશા બોલી.

            “અરે બસ હવે ....!” કામ્યા કંટાળીને બોલી “બધાં મંડી પડ્યાં છોતે.....! બંધ કરોને...!”

            “હવે લાવણ્યાને તો કોઈ મનાવો....!” ત્રિશાએ જઈ રહેલી લાવણ્યાની પીઠ તરફ જોઈને કહ્યું. 

            “ના....! એને એકલી રે’વાંદો....!” કામ્યા બોલી “થોડીવાર એકલી રે’શે....! અને રોઈ લેશે...! તો મન હળવું થઈ જશે....!”

            “કાશ વિવાન આજે આયો હોત....!” અંકિતા માથું ધૂણાવીને બોલી “એને પણ આવાં ટાઈમેજ ગામડે જવાનું હતું....! હુંહ....!”

***

            “સિદ...! સિદ....!” લાવણ્યા ગરબાં ચોકને વટાવીને પાર્ટી પ્લૉટમાં બનેલાં લેડિઝ વૉશરૂમના એક ટોઇલેટ બ્લોકમાં ભરાઈ ગઈ અને પોતાનાં મોબાઇલમાં સિદ્ધાર્થનો નંબર કાઢવાં લાગી.

            “મ્મ....મને ખબર છે....! તું...તું એવો નઈ....! પ...પણ બધાં તારા વિષે આવું બોલે છે...!” લાવણ્યા સ્ક્રીન ઉપર નંબર જોઈ રહીને એકલી-એકલી બબડી “ખ...ખાલી એકવાર ત....તારી જોડે વાત કરી લવ....! પ...પછી....! હું બધાંને કઈ દઇશ...! અંકિતાને પણ કઈ દઇશ....!”

            છેવટે લાવણ્યાએ સ્ક્રીન ઉપર ટચ કરી સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.

            “પ.....પણ....! ન...નેહા...! એ જોડેજ હશે....! ફોટાંમાંતો જ....જોડેજ છે....! નઈ...નઈ....!” હજીતો રિંગ ગઈ નો’તી ત્યાંજ લાવણ્યાએ ફોન કટ કરી દીધો.

            “શું કરું...!? ક...કેવી રીતે વાત કરું ત....તારી જોડે જાન.....!?” લાવણ્યા હવે તેનાં ફોનના સ્ક્રીનસેવરમાં સિદ્ધાર્થનો ફોટો જોઈને બબડવાં લાગી. 

            “તારો ફ...ફોન પણ નઈ આવતો.....! પ્લીઝ ફ...ફોન કર….!”

            “મેસેજ કરું...!?” લાવણ્યા હજીપણ એજરીતે સિદ્ધાર્થનો ફોટો જોઈને બબડી રહી હતી “મેસેજ કરું..તો....તો....ડિસ્ટર્બ નઈ થાયને...!?”

            “વાત કરવી છે....!” છેવટે લાવણ્યા whatsappમાં સિદ્ધાર્થને મેસેજ ટાઈપ કરવાં લાગી “પ્લીઝ ફોન કરને જાન.....!”

            “નઈ...નઈ....! “જાન” નઈ લખવું...!” લાવણ્યાએ મેસેજમાં “જાન” ટાઈપ કરેલું ડિલીટ કરી નાંખ્યું “જાન લખીશ અને ન...નેહા જોશે..તો પ્રોબ્લેમ થશે....!”

            “પ્લીઝ જલ્દી કૉલ કરજે....!” લાવણ્યાએ મેસેજ લખીને સેન્ડ કરી દીધો.

            મોબાઈલ હાથમાં પકડીને લાવણ્યા હવે બ્લ્યુ ટીક આવાની રાહ જોવાં લાગી.

***

            “આ યાર શીટ......ફૉન તો કારમાં જ રઈ ગ્યો....!” આઈસક્રીમ લેવા ઉભેલો સિદ્ધાર્થે લાવણ્યા જોડે વાત કરવા પોતાનો મોબાઈલ કાઢવા માટે ખિસ્સામાં હાથ નાંખતા તેને યાદ આવ્યું કે તેણે મોબાઈલ કારના ડેશબૉર્ડ ઉપર મૂક્યો હતો.

            માથું ધૂણાવીને સિદ્ધાર્થે એક ઊંડો નિશ્વાસ ભર્યો અને હાથમાં નેહા માટે કોન લઈને કાર તરફ ચાલવા લાગ્યો. કારમાંથી બહાર નીકળી નેહા પોતાની બાજુની સીટના દરવાજે ઊભી-ઊભી સિદ્ધાર્થની રાહ જોઈ રહી હતી અને મલકાઈ રહી હતી.

            બહાર ઊભેલી નેહા પાસે જઈ સિદ્ધાર્થે તેણીને કોન આપ્યો.

            “કેમ...!? તારાં માટે ના લાયો....!?” સિદ્ધાર્થના હાથમાં એકજ કોન જોતાં નેહા બોલી અને સિદ્ધાર્થે ધરેલો કોન પોતાનાં હાથમાં લઈ લીધો.

            “ના....!”  સિદ્ધાર્થ બોલ્યો અને પોતાનો ફૉન લેવા ડ્રાઇવિંગ સીટ તરફ ચાલવા લાગ્યો.

            કારમાંથી પોતાનો ફૉન જસ્ટ તેણે હાથમાં જ લીધો હતો ત્યાં કરણસિંઘનો કોલ આવ્યો.

            “હા પપ્પા...!?” કૉલ રિસીવ કરી સિદ્ધાર્થે કહ્યું.

            “કેટલી વાર લાગશે...!?” કરણસિંઘે સીધુંજ પૂછ્યું “મારે એકાઉન્ટને લગતું તારું કામ હતું...! પછી તમારા મેરેજની તૈયારીઓમાં ઓફિસ જવાનો મેળ નઈ પડે...! એટલે સ્ટાફના પગાર અને બોનસની ગણતરી અને ચેક વગેરે બનાઇ તારી સિગ્નેચર વગેરે કરવાની છે....!” 

            “બસ આઈએ જ છે...!” નેહાથી છૂટવા મળ્યું હોય એમ સિદ્ધાર્થને હાશ થઈ.

            જોકે તેને એ પણ યાદ આવ્યું કે ઓફિસનું કામ લઈને કરણસિંઘ સાથે બેસવાનો અર્થ એ હતો કે કદાચ લાવણ્યા સાથે આજે વાત નઈ જ થાય.

            સિદ્ધાર્થ છેવટે હતાશ થઈ ગયો.

****

            આઠમું નોરતું.....!

            “સિદ જોડે કોઈ વાત થઈ...!?” અંકિતાએ કોલેજ કેન્ટીનમાં બેઠેલી લાવણ્યાની જોડેની સીટ ઉપર બેસતાં આવતાંવેંતજ પૂછ્યું “ફોટાં વિષે શું કીધું એણે....!?”

             હજી લાવણ્યા સિવાય ગ્રૂપનું બીજું કોઈ આવ્યું નહોતું. અંકિતાએ તેણીની બેગ ટેબલ નીચે મૂકી લાવણ્યા જવાબની રાહ જોતી તેણી સામે જોઈ રહી.

            “મેસેજ પોં’ચ્યોજ નઈ હજી.....!” લાવણ્યા ઢીલું મોઢું કરીને બોલી.

            ગઈકાલે રાતે નેહાએ અપલોડ કરેલા ફોટાં જોઈને લાવણ્યાનો જીવ તાળવે ચોંટી ગયો હતો. રઘવાઈ થઈ ગયેલી લાવણ્યાએ સિદ્ધાર્થને મેસેજ પણ કર્યા હતાં.

            “અરે યાર....!” અંકિતાએ પણ ઢીલાં સ્વરમાં કહ્યું “તું....તું....ચિંતાના કર....! બધું સારું થઈ જશે હમ્મ...! એને ટાઈમ મલશે....! કે તરતજ એ ફોન કરશે....!”

            લાવણ્યા મોઢું ઢીલું કરીને જોઈ રહી.

            અંકિતા લાવણ્યાના ગાલ ખેંચીને પ્રેમથી બોલી “હવે કઈંક ખાવું છે...! કે પછી લેકચરમાં જવું છે...!?”

            “કઈંક ખાઈએ....! પછી લેકચર....!” મૂડ ઑફ હોવાં છતાં લાવણ્યા બોલી.

            “અમ્મ.......!” અંકિતા કેન્ટીનમાં આજુબાજુ જોવાં લાગી પછી લાવણ્યા સામે જોઈને બોલી “એક કામ કરું....! પ્રેમને કૉલ કરીને કઉ...! બા’રથી કઈંક લેતો આવે...!”

            “હાં....! એમપણ રોજ રોજ મસ્કાબન ખઈ-ખઈને વજન વધી ગયું છે....!” લાવણ્યાએ હવે અંકિતાના ગાલ ખેંચ્યાં “જાડી થઈ ગઈ છે તું...!”

            “એ હું કઈં જાડી-વાડી નથી હોં....!” અંકિતાએ તેનાં મોબાઇલમાં પ્રેમનો નંબર ડાયલ કરતાં-કરતાં કહ્યું.

            “હાં ....! હેલ્લો....!” ફોન કાને માંડીને અંકિતા બોલી “કેટલે પોં’ચ્યો...!?”

            “કોમર્સ છ રસ્તા આઈ ગ્યો છું....!” સામેથી પ્રેમ બોલ્યો “શું હતું બોલ....!?”

            “કઈંક નાસ્તો લેતો આવજેને....!?”

            “કઈંક એટ્લે....!?મેગી લેતો આવું….!?”

            “તું ખાં મેગીવાળો.....!” અંકિતા ઝાટકીને બોલી.

            “હાં.....હાં.....!” લાવણ્યાથી હસાઈ ગયું.

            “અમારે મેગી ખાવી હોત તો અમે ઝાડ નીચે જઈને ના ખઈ લઈએ....!” અંકિતા પ્રેમને ધમકાવતી હોય એમ બોલી.

            “તો શું લાવું બીજું કે’…..!”

            “અમ્મ....! ચીઝ ફ્રેંન્કી લેતો આય....! બધાં માટે...!” અંકિતાએ લાવણ્યા સામે જોઈને ઈશારાંમાં પૂછ્યું.

            લાવણ્યાએ હકારમાં ડોકી ધૂણાવી.

            “બધાં એટ્લે....!?”

            “હું અને લાવણ્યા.....! તારે ખાવી હોય તો તને ગણી લેજે....!”

            “કેમ તમે બેજ...!? બીજાં બધાં....!?”

            “હજી અમે બેજ આયાં છે....!”

            “સારું....! હવે મૂકું...!?”

            “હાં....! બાય...!”

            “બાય....!” ફોન કટ કરીને અંકિતાએ ટેબલ ઉપર મૂક્યો.

***

            “જા...તુંય પગે લાગી લે....!” કરણસિંઘે તેમની જોડે બેઠેલાં સિદ્ધાર્થને કહ્યું.

 

            સિંહલકોટ ગામે તેઓ માતાજીના નૈવેધના પ્રસંગે બધાં આવ્યાં હતાં. કુટુંબના હોય તેવા લગભગ બધાં પુરુષ, સ્ત્રીઓ, બાળકો અને હયાત વડીલોનો મેળાવડો જામ્યો હતો. પૂર્વજોએ સ્થાપેલી કુળદેવીની જૂની દેરીની ઉપરજ ચણતર કરીને બનાવેલાં સહેજ મધ્ય સાઈઝના મંદિરના ઓટલે બધાંજ ભેગા થઈને બેઠાં હતાં. બધાના બેસવા માટે ઓટલાં પર નીચે ગાદલાઓ નાંખવામાં આવ્યાં હતાં અને ઓટલાંની ચારેય બાજુ નાની લોખંડની એન્ગલો ઉભી કરી ઉપર પતરાનો શેડ બનાવાયો હતો. જેથી વરસાદ, તડકા વગેરેથી બચી શકાય. નવરાત્રી હોવાથી કુળદેવીના મંદિર અને શેડમાં લાઈટિંગ કરાયું હતું. એક ખુણામાં માતાજીના ભૂવા કહેવાતાં શંકરભાઈ અને પઢિયાર કહેવાતાં બલદેવભાઈ કુળદેવીને ધરાવવાનું નૈવેધ બનાવી રહ્યાં હતાં. ઇંટોના સહેજ મોટા ચુલા ઉપર મોટું તપેલું મૂકી તેમાં ભાત ઓરવામાં આવી રહ્યાં હતાં. નૈવેધ બનાવવામાં તેમાં ગોળ અને ઘીનું મિશ્રણ કરવામાં આવતું. ગોળ-ઘીના મિશ્રણને લીધે નૈવેધ એટલું સ્વાદિષ્ટ બનતું કે દરેક ઉંમરના લોકો ખાસ કરીને બાળકો હોંશે-હોંશે ખાઈ લેતાં.

           

            નૈવેધ તૈયાર થઇ ગયું હોવાથી શંકરભાઈ, બલદેવભાઈ અને દરવખતે આ કામમાં મદદ કરતાં લોકો વાસણોમાં નૈવેધ પીરસી રહ્યાં હતાં. ઘરમાં રહેતાં સભ્યો જો અલગ-અલગ રહેતાં હોય એટલે કે જો એકજ પરિવારના સભ્યો જો અલગ-અલગ રહેતાં હોય તો તેઓએ માતાજીને અલગ નૈવેધ ધરાવવું પડતું. કરણસિંઘ, વિક્રમસિંહ, વિરાટસિંહ, વગેરે ભાઈઓ બધાં એક જ ઘરના પરંતુ અલગ-અલગ વડીલોના સંતાનો હોવાથી અને બધાં લોકોમાંથી કોઈ સિંહલકોટ ગામમાં તો કોઈ બરોડા કે અન્ય શહેરમાં જુદા વસતા હોઈ બધાંનું નૈવેધ અલગ-અલગ ધરાવાતું.  અલગ-અલગ નૈવેધ ધરાવવાના રીવાજને લીધે અગાઉ બધાંજ પોત-પોતાની રીતે નૈવેધ માટે ચોખા, ઘી, ગોળ વગેરે લાવતું. આમાં સૌથી મોટી સમસ્યા એ થતી અલગ-અલગ જાતના ચોખા એક સાથે ઓરવાથી નૈવેધનો સ્વાદ ઘણીવાર બદલાઈ જતો. આ નાનકડી સમસ્યા ટાળવા માટે થોડા વર્ષો અગાઉ કરણસિંઘના સુચનથી નૈવેધનો સ્વાદ જળવાઈ રહે એ માટે બધાં અલગ-અલગ ચોખા, ઘી વગેરે લાવે એની જગ્યાએ એકજ વ્યકિત ચોખા વગેરે લાવતું અને બાકીના તેને પૈસા આપી દેતા એવી વ્યવસ્થા બધાએ સમજીને કરી હતી. ગામમાં રહેતાં કલાદાદી આ બધી વ્યવસ્થા સંભાળી લેતાં.  

 

            બધાંના કોલાહલ વચ્ચે કુળદેવીને પગે લાગવાં સિદ્ધાર્થ ઉભો થયો અને નીચે બેઠેલાં બધાની વચ્ચેની જગ્યામાંથી સાચવીને ચાલી સિદ્ધાર્થ કુળદેવીના મંદરના નાના દરવાજા આગળ ગાદલામાં બેઠો. અગાઉની જૂની દેરી ઉપરજ નવું મંદિર ચણેલું હોવાથી કુળદેવીને પગે લાગવાં માટે નીચે બેસવું પડતું.

           

            “હવે તું નેહાને પણ નૈવેધ કેમનું વધાવવું એ શીખવાડી દે...!” જોડે બેઠેલાં રાગીણીબેનને કલાદાદીએ કહ્યું “પછી છેક દિવાળી પછી પાછાં આવવું પડશે...બેયના લગ્ન પછી...!”

 

            રાગીણીબેને સ્મિત કરીને હકારમાં માથું ધુણાવ્યું અને પોતાની જગ્યા ઉપરથી ઉભાં થઈને કુળદેવીની દેરી આગળ આવીને ઉભાં રહ્યાં. નીચે બેસીને પગે લાગી રહેલાં સિદ્ધાર્થની એકબાજુ તેઓ બેઠાં અને પાછું જોઇને નેહાને કહ્યું.

 

“નેહા....અહિયાં આય....! બેસ અહિયાં...!”  

 

ભાવી પુત્રવધુ હોવાથી એમપણ રાગીણીબેન ઈચ્છાતા હતાં કે નૈવેધ કેવીરીતે વધાવવું એ નેહા શીખી લે. ક્ષત્રિયોમાં નૈવેધ હંમેશા સ્ત્રીઓ જ વધાવે એવી પરંપરા હતી. અત્યાર સુધી રાગીણીબેન અને હવે નેહાએ લગ્ન પછી આ પરંપરા નિભાવાની હતી.

 

રજવાડી ગામમાં પ્રંસંગ હોવાથી સાડી પહેરીને બધાં લેડીઝની વચ્ચે બેઠેલી નેહા ઉભી થઇ અને માથે અડધો પાલવ ઓઢીને બધાની વચ્ચે સાચવીને ચાલી આગળ આવી.

 

“અરે તું ક્યાં જાય છે...!? બેસ...!” કુળદેવીને પગે લાગવાં બેઠેલો સિદ્ધાર્થ ઉભો થવા જવા થતો હતો ત્યાંજ રાગીણીબેને તેનો હાથ પકડીને પાછો બેસાડ્યો.

           

બધાંના કોલાહલને લીધે નેહાને નૈવેધ વધાવવાનું છે એ વાત સિદ્ધાર્થને નહોતી સંભળાઈ.

 

 “નેહા...અહિયાં આય...!” રાગીણીબેન બોલ્યાં અને પોતાની અને સિદ્ધાર્થની વચ્ચે નેહાને બેસવા કહ્યું.

પાલવ સરખો કરી નેહા સિદ્ધાર્થની જોડે બેઠી. તેણીના મોઢાં ઉપર હળવું સ્મિત આઈ ગયું. તે મનોમન ખુશ થઇ ગઈ હતી.

“હથેળી આગળ કર....!” રાગીણીબેને કહેતા નેહાએ પોતાની બંને હથેળીઓ એક ઉપર એક એમ મૂકી આગળ ધરી.

 

રાગીણીબેને તેણીની હથેળીમાં કંકુ-ચોખા મુક્યા.

 

“હવે કુળદેવીને આંખો બંધ કરી પગે લાગ...!” રાગીણીબેન બોલ્યાં.

 

“હવે આ કંકુ-ચોખા માતાજીને અર્પણ કરો...!”

 

નેહાએ સહેજ આગળ નામી કુળદેવીના આગળ કંકુ ચોખા મુક્યા.

 

“હવે તારો પાલવ સીધો કરી ખોળામાં પાથર...!”

 

રાગીણીબેન નેહાને શીખવાડી રહ્યાં હતાં અને સિદ્ધાર્થનું હૃદય જોરશોરથી ધડકી રહ્યું હતું. ઘરના બધાંજ વડીલોની વચ્ચે હવે નેહા “ઓફિશિયલી” તેમના કુળના સૌથી મોટા પ્રસંગની પરંપરા નિભાવી રહી હતી. સ્પષ્ટ હતું કે બધાં હવે જોડે બેઠેલાં સિદ્ધાર્થ-નેહાને સજોડે જોઈ રહ્યાં હતાં.  

■■■■

 

સિદ્ધાર્થ”

instagram@siddharth_01082014