બોલીવૂડની બેડ- ગર્લ
અધર વુમન, વેમ્પ, ડાન્સર, ખલનાયિકા, બાર ડાન્સર - એક સમયે તેઓ શું કરશે, કેવી રીતે કરશે? કોને ફસાવશે? આ અને આવા અનેકવિધ પ્રશ્નો હિન્દી ફિલ્મ નિહાળતા દર્શકોના મગજમાં સતત ઘુમતા રહેતા. આવો એક સમય હતો- જેનો પ્રારંભ લગભગ ૧૯૩૦-૧૯૪૦ થી શરૂ થયો હતો, એમ કહી શકાય અને એવી ભૂમિકા ત્યારે કુલદીપ કૌર ભજવતી. બેશક, કુલદીપ સુંદરતોહતી જ એટલું જ નહીં, એ સોફિસ્ટિકેટેડ - વ્યવહારદક્ષ, તીવ્ર કામવાસના યુક્ત-લંપટ અને નિર્દોષ તથા અસંદિગ્ધ હીરોને ફસાવતી. આ પછી કુલદીપ કૌર જેવી અદાકારા ઘણી આવી જેમાં નાદિરા , મનોરમા, શશીકલા, લલિતા પવાર, હેલન, બિન્દુ, અરુણા ઈરાની, પદ્મા ખન્ના, લક્ષ્મી છાયા વગેરેનો સમાવેશ થાય છે. અંતે આ બધી જ અભિનેત્રીનો અંત ઘણો ખરાબ જ આવતો. દર્શકો પણ ફિલ્મ નિહાળ્યા પછી તેમની જોરદાર ટીકા કરતા. મુંબઈના કોર્પોરેટ વર્લ્ડ અને અન્ડરવર્લ્ડમાં આ વેમ્પ તેનો જાદુ પાથરી શકે છે, એવું બે વેબ- શોઝ - ’’બોમ્બે બેગમ’’ (૨૦૨૧) અને ’આર્યા’ (૨૦૨૦) માં જાણવા મળ્યું છે.૧૯૮૦ના અંત અને ૧૯૯૦ ના રોમાન્ટિક - કોમેડી વર્ષોમાં ફેરફારનો પ્રારંભ થયો. બેડ-ગર્લની વ્યાખ્યા બદલાવા લાગી. ફિલ્મોમાં આનંદ આપે એવો અંત આવવાની શરૂઆત થઈ. એકાદ દાયકો તો આવું ચાલ્યું. એ પછી ૧૯૯૦માં અસ્કયામતોમાં વધારો, મહત્ત્વાકાંક્ષા અને નવા ભારતમાં નવી પેઢીની સ્ટોરી ટેલર્સની ટીમ એકત્ર થઈ. એ ગ્રેડની અભિનેત્રીઓને સ્થાન આપવા લાગ્યા છે જે સ્મિત અને ડાન્સ ઉપરાંત બીજું ઘણું બધું કરી શકે. કાજોલ અને ઉર્મિલા માંતોડકર જેવી અભિનેત્રીઓ સિરિયલ કીલર અને મનોવિકૃતિ ધરાવતી યુવતીની ભૂમિકા કરવા માંડી. જો કે આવી ભૂમિકા ભજવવા માટે અભિનેત્રીઓ ભાગ્યે જ અણગમો દાખવતી. જ્યારે તેમનો શરૂઆતનો અનુભવ સફળ થયો ત્યાર પછી તો ફ્લડગેટ્સ ખુલી ગયા અને ઓચિંતો જ બેડ ગર્લ માત્ર સાઈડની ભૂમિકામાં નહીં રહી પણ સમગ્ર સ્ક્રીન પર છવાઈ ગઈ.આ પછી તો નવું મિલેનિયમ વર્ષ આવી ગયું. યુવાન ભારત સામાજિક, જાતીય અને આર્થિક ક્રાંતિની વાતો કરવા તક શોધી રહ્યું હતું. તેમની લગ્નની વય વિસ્તરતી જતી હતી. - લંબાતી જતી હતી. એકલા અથવા મિત્રો અને ભાગીદારો સાથે રહેતા ’તા. મુખ્ય પ્રવાહની કથાઓએ તેમની નવી વાસ્તવિકતાને તમામ રંગોમાં સમાવી ફિલ્મોમાં પેશ કરવાનું શરૂ કર્યું. કલ્કિ કોચલિને સ્કૂલની એક વિદ્યાર્થિનીની ભૂમિકા ભજવી. ૨૦૦૯માં અનુરાગ કશ્યપની આવેલી ફિલ્મ ’દેવદાસ’ ’દેવ-ડી ’ માં નોખી ભૂમિકા આકાર પામી, ૨૦૧૦માં આવેલી ’ઈશ્કિયાં’ માં વિદ્યા બાલન બદલો લેવા મેદાને પડે છે. તે ગેંગસ્ટરની પત્નીની ભૂમિકા ભજવીને સસ્તી સિન્થેટિક સાડીમાં આવી. તાપસી પન્નુએ સ્પષ્ટ ભાષા પર પ્રભુત્વ ધરાવીને અનિરુધ્ધ રોયચૌધરીની ’પિન્ક’ માં સેક્સ અને સંમતિની વાત મોકળા મને કરી.આ ફિલ્મ ૨૦૧૬ આવી. ૨૦૧૬માં ડિજિટલ પ્લેટફોર્મ્સ - નેટફ્લિક્સ અને અમેઝોન પ્રાઈમનું આગમન થયું. માર્કેટ તો તૈયાર જ હતી. મહત્ત્વાકાંક્ષી અને પ્રતિભાશાળી મહિલાઓ તો કેમેરાની સામે જ નહીં, પણ પાછળ પર જુદી જુદી જવાબદારી સંભાળવા માંડી, જેમાં ડિરેક્ટરની ચેર, પ્રોડક્શન સ્ટુડિયોઝ અને લેખકોના ઓરડાનો સમાવેશ થાય છે. આસાથે તો કોણ સૌથી ફ્રેશ અને અત્યંત પ્રસ્તુત કથાઓ લખે છે તેની તો જો રેસ શરૂ થઈ ગઈ. આ અંગેની વાતો પણ તેમને જરા જુદી રીતે કહેવામાં આવતી. ભિન્નતામાં કેવા પ્રકારની એકરૂતા લાવવામાં કેવા પ્રકારની તાજગીનો ઉપયોગ કરાતો એ કહેવું પણ ઘણું મુશ્કેલ બની ગયું. લવાજમ આધારિત રેવેન્યુ મોડેલનો અર્થ સ્ટોરી ટેલર્સે દરેક પ્રકારના પ્રોજેક્ટ માટે ચોક્કસ ડેમોગ્રાફિક પર ફોકસ રાખવા લાગ્યા. આવું સૌ પહેલાં થવા લાગ્યું છે.હિન્દી ફિલ્મોમાંથી સાઈડ રોલ ભજવતી કે કિન્નાખોર વેમ્પ હજુ અદ્રશ્ય નથી થઈ પણ તે હવે તેનું રૂપ બદલીને નવી ભૂમિકામાં આવી રહી છે. જેને સ્પષ્ટપણે ઓળખવી પણ મુશ્કેલ પડે છે, પણ એક ઘા-બીજા સ્વરૂપે તેની હાજરી તો હોય જ છે. હિન્દી ફિલ્મોની સૌથી પહેલી ખલનાયિકાનું બિરુદ તો ૧૯૨૭માં લાહોરમાં જન્મેલી કુલદીપ કૌરને મળે છે, જેણે ૧૦૦ જેટલી હિન્દી અને પંજાબી ફિલ્મો કરી. કુલદીપ કૌરને ભારતીય ફિલ્મોની ’મોસ્ડ પોલિસ્ડ વેમ્પ’ તરીકે ઓળખવામાં આવતી. જે બહુધા નેગેટિવ પાત્રો જ ભજવતી અને મોટે ભાગે પ્રાણની વિરુધ્ધમાં ઊભી રહેતી. તે ૧૯૪૮ થી ૧૯૬૦ સુધી સક્રિય રહી. શશીકલા અને બિન્દુની સરખામણી તેની સાથે થતી પણ ધનુર થવાથી તેનું અવસાન ૩૨-૩૩ વર્ષે જ મુંબઈમાં થઈ ગયું.એ યુગની હીરોઈનો સામે કુલદીપ કૌર બેધડક ઊભી રહેતી અને તેમને ડરાવતી. તે ખતરનાક ’અધર વુમન’ ની ભૂમિકા ભજવતી. ૧૯૫૦માં આવેલી ’સમાધિ’ ફિલ્મમાં કુલદીપ કૌરે ’ગોરે ગોરે એ બોંકા છોરે...’ ગીત પણ ગાયું. તેણે લલચામણી અને જાસૂસની ભૂમિકા પણ નિભાવી છે. કુલદીપ કૌરના મોટા ભાગના રોલ્સ તેના ગર્વ અને ઘમંડને ચરિતાર્થ કરતા તે મહિલા હોય કે પુરુષ દરેકને તેના ડરામણા ચહેરાથી ચેતવણી આપતી. જો તમે તેના માર્ગ આડે આવ્યા તો તમારી સાથે કંઈ પણ ખરાબ બની શકે. ફિલ્મમાં મોટેભાગે તેનું મોત જ નીપજતું. કુલદીપ કૌરનું અનુસરણ તો નાદિરા અને મનોરમાએ કર્યું. ઘણીવાર આ ત્રણે ફિલ્મના કીચનની બેડ-ગર્લ્સ બની રહેતી.આ પછી શશીકલા અને લલિતા પવારની એન્ટ્રી થઈ તેઓ પણ વેમ્પનું એક નોખું રૂપ જ બની રહેતી. તેમની વિલનગીરી ઓછી ગ્લેમરસ અને ઓછી શહેરી ફિલ્મોમાં ચમકતી એમાં લલિતા પવાર તો હીરોઈનની અત્યંત ક્રૂર સાસુ બનતી. શશીકલા અને લલિતા પવારની મેલોડ્રામેટિક અસર ઘણી રહેતી.૧૯૬૦ ના દાયકામાં તો ઘણો ફેરફાર થઈ ગયો. ફિલ્મોમાં ડિસ્કોે લાઈટ, કેબરે વગેરે પૂરજોરમાં શરૂ થઈ ગયો. દર્શકો અનેક અવનવી કલ્પના સાથે થિયેટરમાં ફિલ્મો જોવા પહોંચતા. કેબ્રે ડાન્સ કરતી વેમ્પ ઉત્તેજક નૃત્ય કરતી અને ગીત ગાતી. ઘણી ક્લબોમાં તો આ વેમ્પ તેમની વિષય લોલુપતા અને કામૂકતા પાથરતી જે કોઈ દર્શકો ફિલ્મો જોવા વધુ આકર્ષાતા. જો કે વેમ્પ મોટે ભાગે એકલી અને કંગાળ જ રહેતી. ઘણીવાર તો ફિલ્મોમાં તે સૌથી વધુ આગળ રહેતી અને ગુંડાની ગોળીનો શિકાર પણ બનતી. કેબ્રે ડાન્સ માટે હેલનની જ કલ્પના કરો. જેના પોશાક અત્યંત ટૂંકા અને નૃત્ય કામુક બની રહેતા. કેબુ્ર ડાન્સરોે ફિલ્મોમાં વધુ લોકપ્રિય બની રહી કેમ કે હીરોઈનને આવા નૃત્ય કરવાની ઝાઝી છૂટ નહોતી. આશા પારેખ અને નંદાની જ વાત લ્યો. તેમની આસપાસ ફિલ્મી પ્લોટ વિંટળાયેલો રહેતો. તેમની પાસે હેલન જેવા ડિસ્કો ડાન્સની અપેક્ષા પણ ન રાખી શકાય. આશા પારેખ અને નંદા જેવી અભિનેત્રીઓ પ્રેમના આવરણ તળે લપેટાયેલી રહેતી. તેમનું કામ કેબ્રે ડાન્સર જેવું તો નહોતું. કેબ્રે ડાન્સરોએ દર્શકોને થિયેટર ભણી આવવા આકર્ષ્યા.હેલન, બિન્દુ, અરૂણા ઈરાનીએ દર્શકો સામે ડ્રિન્ક્સ પણ પીધું, ધૂમ્રપાન પણ કર્યું અને પશ્ચિમી મોહક રંગબેરંગી પોશાક પહેરી ડાન્સ પણ કર્યાં. તેમના પાત્રો સ્માર્ટ, સમજદાર અને પ્લોટમાં ટિ્વસ્ટ ઊભા કરે એવા રહેતા. જો કે એ પછીય એક વધુ વળાંક હિન્દી ફિલ્મોના વેમ્પની વર્લ્ડમાં આવ્યો. મુખ્ય પ્રવાહની હિન્દી ફિલ્મોમાં ત્રણ અસામાન્ય અભિનેત્રીઓ માટે ખાસ જગ્યા બનાવવામાં આવી. આ ત્રણ અભિનેત્રીઓ- ઝીનત અમાન, રેખા અને પરવીન બાબી છે. તેઓ પરિસ્થિતિને પોતાની આગવી રીતે રજૂ કરે છે. આ અભિનેત્રીઓ વેમ્પ જેવા વસ્ત્રો પહેરવાથી ડરતી ન હોતી. આટલું જ નહીં, તેઓ એટલા બધા દર્શકોના આકર્ષણનું કેન્દ્ર બનતા કે તેમના માટે સ્ટોરીઝ અને સ્ક્રીન પર વિશેષ જગ્યા ફાળવવામાં આવતી. આ અભિનેત્રીઓએ ક્યારેક ચોર, વેશ્યા અને સુંદર અભિનેત્રી તરીકે પણ અદાકારી કરી દાખવી છે અને પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ’મુકદ્દર કા સિકંદર’ માં રેખા, ’ડોન’ માં ઝીનત અમાન અને ’દીવાર’ માં પરવીન બાબીએ તેમની આગવી અદાકારી દાખવી જ છે.૧૯૮૦ થી અને ’૯૦ ના દાયકામાં રમૂજી, બિભત્સ અને રોમાન્ટિક- કોમેડી ફિલ્મોનું એક જબરદસ્ત મોજું જોવા મળ્યું. જે દેશના સારા વર્ષોની અનુરૂપ હતું. છેલ્લા ઘણા દાયકાની ખાધ અછત અને વિદેશી સહાયએ વધતી જતી અર્થવ્યવસ્થાને માર્ગ આપ્યો. મુખ્ય પ્રવાહની ફિલ્મોના હીરો હવે વધુ ગરીબ દેખાવાની જરૂર નહોતી. હીરો મધ્યમ વર્ગનો પણ હોય શકે. આ સાથે જ અભિનેત્રીઓ ઘણીવાર કોલેજમાં કારકિર્દીનું આયોજન કરતી. આ ફિલ્મોમાં બેડ ગર્લ નહોતી. તેને બદલે તેની પાસે વારંવાર તેના દુષ્કૃત્યો માટે એક સારું કારણ હતું. ૧૯૮૯માં ’ચાલ બાઝ’ ફિલ્મમાં શ્રીદેવીની દુષ્ટ કાકી તરીકે રોહિણી હટંગડીનો વિચાર કરો જે ષડયંત્ર હતું, પણ રમૂજી તેને શરમજનક કરવ ાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એ જ રીતે ૧૯૯૩માં આવેલી આમિર ખાનની ફિલ્મ ’હમ હૈ રાહી પ્યાર કે’ માં એક ધનિકની પુત્રી નવનીત નિશાનને છોડી જુહી ચાવલા સાથે જતો રહે છે. ’મૈને પ્યાર કિયા’ માં પરવીન દસ્તુરે ભાગ્યશ્રી સામે સલમાન ખાનને ગુમાવ્યો. કોઈ વ્યક્તિ નારાજ મહિલા ને દોષ નહીં આપી શકે કેમ કે તેમણે પણ પ્રેમથી કામ કર્યુ ંછે. તેમ છતાં તેની દયા કરી શકો છો. આ ફેરફાર પણ આવ્યા, જેમાં અભિનેત્રી સાઈડ રોલમાં હતી, પણ તેઓ વેમ્પ જેવી નિષ્ઠુર નહોતી.’૯૦ ના રમત નોંધપાત્ર રીતે બદલાઈ ગઈ. જ્યાં મહત્ત્વાકાંક્ષા અને આકાંક્ષા સાચી જીવનકુશળતા બની ગઈ. એ ગ્રેડની હીરોઈનો તેમની પ્રતિભા બતાવવા ઉત્સુક રહેતી. પ્રિયંકા ચોપરા, ઊર્મિલા માંતોંડકર અને સોનાલી બેન્દ્રે અન્ય અભિનેત્રીઓ કરતાં અલગ દેખાવાના પ્રયત્ન કર્યા. મુખ્ય પ્રવાહના લેખકો અને નિર્માતા નવી પ્રકારની વાર્તાનો અનુભવ કરાવવાનું શરૂ કર્યું. કાજોલે ’ગુપ્ત’ ફિલ્મમાં સિરિયલ કીલરનો રોલ કર્યો, જે ફિલ્મ હીટ નીવડી. રામ ગોપાલવર્મા, રાજકુમાર સંતોષી અને અબ્બાસ મસ્તા જેવા ન ફિલ્મ સર્જકોએ સ્ટારનો ઉદય નિહાળ્યો. ’પુકાર’ માં માધુરી દીક્ષિતની ભૂમિકા,’ ડુપ્લીકેટ’ માં સોનાલી બેન્દ્રેની ભૂમિકા અને ’રંગીલા’ની રિલિઝના ચાર વર્ષ પછી આવેલી ’કૌન’ ફિલ્મમાં ઉર્મિલાની ભૂમિકા સાવ જુદા જ રંગની હતી.આમ ધીરે ધીરે વેમ્પની ભૂમિકાનો રંગ બદલાયો અને કેટલીક ’એ’ ગ્રેડની અભિનેત્રીએ તો વેમ્પ કરતાં પણ વધુ ખતરનાક ફિલ્મોમાં વેમ્પ વધુને વધુ બદલાતી ગઈ છે, પણ તે સાવ અદ્રશ્ય નથી થઈ. ૨૦૦૯માં કલ્કિ કોચલીને એક વિદ્યાર્થિનીની ભૂમિકા ’દેવ ડી’ ફિલ્મમાં ભજવી હતી, જેમાં તેનો બોયફ્રેન્ડ એમ એમએસ સેક્સ ક્લિપ લીક કરી દે છે. આ ક્લાસિક પણ દુઃખદ પ્રેમકથા દેવદાસનું પુનરાવર્તન હતું, પણ તેનો સબ પ્લોટ દિલ્હીની શાળામાં આવી જ ઘટના બની હતી તેના પર આધારિત હતો. પ્લોટ અને વાર્તા કહેવાની પધ્ધતિ બદલાઈ ગઈ છે.વાર્તાકારોની નવી ટીમ મુખ્ય પ્રવાહની ફિલ્મોમાં વધુ વાસ્તવિકતા સમાવી રહી હતી. ૨૦૧૦ સુધીમાં ગુલઝારની ’ઈશ્કિયાં’ માટે વિદ્યા બાલન સંપૂર્ણ બદલાઈ ગઈ હતી. વિદ્યા બાલને અત્યાર સુધી ’પરિણીતા’ , ’લગે રહો મુન્નાભાઈ’ અને ’પા’ જેવી મુખ્ય પ્રવાહની ફિલ્મોમાં સુંદર ભૂમિકા ભજવી હતી. હવે તેણે એક ગેંગસ્ટરની પત્નીની ભૂમિકા ભજવી એક જ પ્રયોગ કરી દાખવ્યો. જે ફિલ્મ અણધારી હીટ નિવડી.જેમ જેમ આવી ફિલ્મો સારી ચાલવા લાગી તેમ તેમ નવી જનરેશનના લેખકો, નિર્માતા અને અભિનેતાઓ નવી વાર્તા કહેવા તેને અલગ રીતે રજૂ કરવાના પ્રયત્ન કરવા માંડયા. આ પ્રક્રિયામાં કિરણ રાવ, કોંકણા સેન, ઝોયા અખ્તર, મેઘના ગુલઝાર, રીમા કાગતી જેવી મહિલાઓ પણ સામેલ થઈ.૨૦૧૬ માં તાપસી પન્નુ અભિનિત ’પિન્ક’ ને અનેરો આવકાર મળ્યો. જે તાપસીની અદાકારીને આભારી હતો, એમ જરૂર કહી શકાય.
બોલિવુડના નખશીખ સજ્જન કલાકાર
ડેની અને શશિએ ચોર મચાયે શોરમાં કામ કર્યુ હતું અને આ ફિલ્મ સુપરહીટ સાબિત થઇ હતી ત્યારે નિર્માતા એન એન સિપ્પીએ તેમને લઇને ફકીરા બનાવવાનો નિર્ણય કર્યો પણ આ ફિલ્મમાં તેમણે ડેનીને શશી કપુરના ભાઇની ભૂમિકા સોંપી હતી જ્યારે ડેનીને આ વાતની ખબર પડી ત્યારે તેમને તો આ વાતની નવાઇ લાગી હતી તેમને લાગતું હતું કે દર્શકો તેમને અને શશીને કઇ રીતે ભાઇની ભૂમિકામાં સ્વીકાર કરશે.તેમણે ઇમાનદારીથી આ વાત સિપ્પી સમક્ષ રજુ કરી પણ તેઓ પોતાના નિર્ણય પર અફર રહ્યાં હતા અને ફકીરામાં ડેની કામ કરવા તૈયાર થયા હતા.આ જ ફિલ્મના કલાઇમેક્સ સીનમાં ડેનીને રડવાનો એક સીન કરવાનો હતો.ડેનીને લાગ્યું કે આ તો બહુ ડ્રામેટિક છે અને તેમણે આ સીન કરવાનો ઇન્કાર કર્યો હતો.સિપ્પી જો કે આ સીન કરાવવા માંગતા હતા અને સેટ પર ટાઇમ બરબાદ થતો હતો શશી પણ અકળાયે જતા હતા. આખરે સહન નહી થતા તેમણે ડેનીને બોલાવ્યા અને તતડાવી નાંખતા કહ્યું કે દિગ્દર્શક તમને રડવાના પૈસા આપે છે તો તમારે રડવાનું છે તેમાં કોઇ દલીલ ચાલશે નહી ડેની પણ શશીના આ રૂદ્દ રૂપને જોઇને ગભરાઇ ગયા અને તેમણે જોરદાર રીતે એ સીન કર્યો જ્યારે ફકીરા રજુ થઇ ત્યારે દર્શકોએ આ ફિલ્મને જોરદાર પ્રતિસાદ આપ્યો હતો અને તે સુપરહીટ ગઇ હતી કોઇએ પણ ડેનીની ભૂમિકા પર સવાલ કર્યો ન હતો અને એ જે સીન કરવાનો ઇન્કાર કરતા હતા તે સીન જોઇને તો લોકો થિયેટરમાં રડતા હોવાનું ખુદ ડેનીએ જોયું હતું.આ જોઇને ડેની એક સબક શિખ્યા કે એક કલાકાર તરીકે ભલે આપણને કોઇ વાત ગમતી ન હોય પણ જરૂરી નથી કે દર્શકોને પણ એ વાત ન ગમે.તેમણે દિગ્દર્શકની દરેક વાત ચું કે ચા કર્યા વિના માની લેવાનો ત્યારબાદ નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ ક્યારેય તેમણે દિગ્દર્શકના કામમાં ટાંગ અડાવી ન હતી.આવું જ કંઇક સલમાન સાથે પણ બન્યું હતું તેમની પહેલી ફિલ્મ બીવી હો તો ઐસી જ્યારે ફ્લોર પર હતી ત્યારે જ સુરજ બડજાત્યાએ તેમને મૈને પ્યાર કિયા માટે સિલેક્ટ કર્યા પણ જ્યારે બીવી હો તો ઐસી રજુ થઇ ત્યારે સલમાને પોતાની આ ફિલ્મ જોઇ અને તેમને લાગ્યું કે તેમની એકટિંગ ભંગાર છે આથી તેમણે સુરજ બડજાત્યાને જઇને કહ્યું કે તેઓ તેના પર નાણાં ન વેડફે અને અન્ય કોઇ કલાકારને લઇને મૈને પ્યાર કિયા કરે ત્યારે સુરજે તાત્કાલિક બીવી હો તો ઐસી જોઇ અને તેમને સલમાનની એકટિંગમાં કોઇ ખોટ જણાઇ ન હતી અને કહ્યું કે તેઓ આ ફિલ્મ તેમની સાથે જ બનાવશે અને ત્યારબાદ આ ફિલ્મ રજુ થઇ અને ત્યારબાદનો ઇતિહાસ તમામ જાણે છે.બોલિવુડના ઇતિહાસમાં કિશોર કુમારને તેમના વિચિત્ર સ્વભાવને કારણે જ લોકો વધારે ઓળખે છે જો કે તે એક પ્રતિભાશાળી ગાયક હોવાની સાથોસાથ સારા અભિનેતા પણ હતા.જો કે પોતાના વિચિત્ર સ્વભાવને કારણે તેમના હાથમાંથી આનંદ ફિલ્મ સરકી ગઇ હતી.આમ તો ઋષિકેશ મુખર્જીએ આ ફિલ્મ રાજકપુરને ધ્યાનમાં રાખીને લખી હતી પણ જ્યારે આ ફિલ્મ ફ્લોર પર ગઇ ત્યારે રાજકપુરની ઉંમર વધારે થઇ ગઇ હતી અને તે અભિનય કરી શકે તેમ ન હતાં ત્યારે તેમણે આ રોલ માટે કિશોર કુમારને ધ્યાનમાં રાખ્યા અને બાબુ મોશાય માટે મહેમુદને લેવાનું નક્કી કર્યુ હતું.જો કે કિશોર કુમાર કેમ આ ફિલ્મમાં સ્થાન ન પામ્યા તે અંગે એક એવો કિસ્સો મશહુર છે કે તે સમયે કિશોર કુમારને એક બંગાળી સાથે ઝઘડો ચાલતો હતો અને તેમણે પોતાના ચોકીદારને કહી રાખ્યું હતું કે કોઇ પણ બંગાળી આવી તેને ભગાડી દેજે અને આ સમયે જ ઋષિદા ત્યાં પહોચ્યા અને ચોકીદાર તેમને બંગાળી સમજી બેઠો અને તેમને ત્યાંથી જ રવાના કરી દીધા હતા.ઋષિદાને તો ખુબ જ માઠુ લાગી ગયું હતું અને તેમણે આ ફિલ્મમાં કિશોરને સ્થાને રાજેશ ખન્નાને લેવાનો નિર્ણય કર્યો અને બાબુ મોશાય માટે અમિતાભને લેવાયા આજે બોલિવુડના ઇતિહાસમાં આનંદ એક કલાસિક ફિલ્મ માનવામાં આવે છે.બોલિવુડના ઇતિહાસમાં આમ તો કિશોર કુમાર કોમેડિયન હતા પણ લોકોને તેમનાથી કડવા અનુભવ થતા હતા જ્યારે પ્રાણ પરદા પર એક ખુંખાર વિલન હતા અને લોકો તેમનાથી ગભરાતા હતા પણ તે વાસ્તવિક જીવનમાં એક સજ્જન હતા અને તેમની આ ભલાઇના કિસ્સા પણ મશહુર છે જ્યારે રાજકપુર બોબી બનાવતા હતા ત્યારે તેઓ મેરા નામ જોકરના કારણે આર્થિક સંકડામણમાં ફસાઇ ગયા હતા અને ત્યારે પ્રાણ એક મશહુર કલાકાર હતા તેઓ આ ફિલ્મમાં પ્રાણને લેવા માંગતા હતા પણ ત્યારે પ્રાણ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ફી વસુલ કરતા હતા અને રાજકપુર તે ચુકવી શકે તેમ ન હતા અને જ્યારે પ્રાણને આ ખબર પડી ત્યારે તે જાતે રાજકપુર પાસે ગયા હતા અને તેમણે માત્ર એક રૂપિયો શગુનમાં લીધો હતો અને આ ફિલ્મમાં કામ કર્યુ હતું.પ્રાણની જેમ મહોમ્મદ રફી પણ નખશીખ સજ્જન હતા તેઓ ફિલ્મોમાં કામ કરતા હતા પણ આ ઇન્ડસ્ટ્રીના મોટાભાગના દુર્ગુણોથી તેઓ દુર રહ્યાં હતા તેઓ તો ફિલ્મો પણ ઓછી જોતા હતા પણ જે રફીના ભારત અને વિદેશોમાં અબજો ચાહકો હતા તે રફીએ જ્યારે અમિતાભની દિવાર જોઇ ત્યારે તે રફીના ચાહક બની ગયા હતા આમ તો અમિતાભ રફીની પુજા કરતા હતા પણ જ્યારે તેમને ખબર પડી કે રફી જેવો મહાન ગાયક તેમનો ફેન છે ત્યારે તે પણ અભિભૂત થયા હતા અને ૧૯૮૦માં જ્યારે અમિતાભને નસીબમાં રફી સાથે ગાવાની તક મળી ત્યારે તે ખચકાયા હતા કારણકે ગાયક તરીકે રફીની રેન્જ કેટલી હતી તેમને ખબર હતી પણ રફી તો પોતાના પ્રિય કલાકારની સાથે ગાઇને બહુ ખુશ થયા હતા અને જ્યારે ચલ મેરે ભાઇનું રેકોર્ડિંગ પુરૂ થયું ત્યારે તેમણે પોતાના ઘેર જઇને આ વાત તમામને સંભળાવી ત્યારે તેમનો ચહેરો ખુશીથી દમકતો હતો.આમ તો રફીને ધર્મેન્દ્ર અને શમ્મી કપુર પણ પસંદ હતા અને તેમણે ધર્મેન્દ્ર અને અમિતાભની શોલે એટલી બધી પસંદ પડી હતી કે તે ફિલ્મ તેમણે ત્રણ વખત જોઇ હતી.