the great robbary - 3 in Gujarati Crime Stories by Anwar Diwan books and stories PDF | ધ ગ્રેટ રોબરી - 3

Featured Books
Categories
Share

ધ ગ્રેટ રોબરી - 3

હોલિવુડ ફિલ્મોને ટક્કર મારતી વિશ્વની લુંટ અને ચોરી

 હોલિવુડની ફિલ્મોમાં ઘણી વખત લુંટ અને ચોરીની ઘટનાઓને  બહુ રસપ્રદ રીતે દર્શાવવામાં આવે છે આમ તો આપણે પણ શાલિમાર, જુગ્નુ જેવી ફિલ્મો જોઇ ચુક્યા છીએ જેમાં અલગ રીતે જ લુંટ કે ચોરીની ઘટનાને અંજામ આપતો દર્શાવવામાં આવે છે પણ વિશ્વમાં એવી ઘણી ચોરીઓ અને લુંટની ઘટનાઓ બનવા પામી છે જેની સામે હોલિવુડની ફિલ્મોનાં પ્લોટ પણ ફિક્કા પડી જાય.

લિલિ વેરહાઉસની લુંટને આમ તો પોલીસ ઓસન ઇલેવન સ્ટાઇલની ગેંગનું કારનામુ ગણાવે છે જેમણે ૧૩ માર્ચ ૨૦૧૦માં કનેકટીકટનાં એન્ફીલ્ડમાં આવેલ એલી લિલિ વેરહાઉસને નિશાન બનાવ્યું હતું અને લગભગ ૮૦ મિલિયન ડોલરની લુંટ ચલાવવામાં સફળ રહ્યાં હતા.વીલા બ્રધર્સે આ માટે લાંબો સમય પ્લાનિંગ કર્યુ હતું.તેમને ત્યાંની સુરક્ષામાં રહેલા તમામ છિદ્રો અંગે જાણ હતી.ત્રણ મહિના પહેલા જ એક બંદાને આ જગાની તમામ જાણકારી માટે કામે લગાડવામાં આવ્યો હતો.જેણે છત પર રહેલા નરમ ભાગવાળી જગાની ઓળખ કરી હતી, ટ્રક માટે પાર્કિગની જગાને પણ તેણે નક્કી કરી રાખી હતી અને સર્વિલન્સ કેમેરા ક્યાં કામ કરતા નથી તે જગા પણ આંકી રાખી હતી.જો કે તેઓ છત દ્વારા પ્રવેશ્યા પણ હતા અને સફળતાપુર્વક લુંટ પણ ચલાવી હતી પણ કેટલીક બેદરકારીને કારણે તેઓ ઝડપાઇ ગયા હતા.જે સાધનો વડે તેમણે લુંટ ચલાવી હતી તેમાંના કેટલાક સાધન ત્યાં જ છુટી ગયા હતા જેની ખરીદી કરતા તેઓ અગાઉની રાત્રે જ એક કેમેરામાં કેદ થયા હતા.એમેડ વિલા તો ત્યાં પાણીની બોટલ પણ છોડી આવ્યો હતો જેના ડીએનએ રિપોર્ટે પોલીસનું કામ આસાન કરી દીધુ હતું.આ ઉપરાંત એ દવાઓ પણ ઝડપાઇ હતી જેમને તેઓએ બ્લેકમાર્કેટમાં વેચવાનો પ્રયાસ કર્યો હતો.

જાણીતા ચિત્રકાર પાબ્લો પિકાસોની પુત્રી માયાને ડાયના વિદમેયર પિકાસો નામની પુત્રી હતી જે આર્ટ હિસ્ટ્રીમાં પ્રખ્યાત નામ હતું.જેના પેરિસ ખાતેનાં નિવાસસ્થાને તેની માતાનું એક પોટ્રેટ તેણે લગાવ્યું હતું.આ ચિત્ર પાબ્લોએ તૈયાર કર્યુ હતું.૨૦૦૭માં રાત્રે માયા તેના મિત્ર સાથે ઘરમાં હતી ત્યારે ચોર ઘરમાં ઘુસ્યો હતો જેણે માયાનાં પોટ્રેટ અને પિકાસોની બીજી પત્ની જેકવેલિનનાં પોટ્રેટ પર હાથ સાફ કર્યો હતો.ચોરી બાદ ચોરોએ પાછળ કોઇ નિશાન છોડ્યા ન હતા.એવું કહેવાય છે કે આ ચિત્રો કોઇ પ્રાઇવેટ કલેકટરે ચોરી કરાવ્યા હશે કારણકે આ ચિત્રોની માર્કેટમાં ૬૬ મિલિયન ડોલર કરતા વધારે કિંમત હતી.જો કે પોલીસને આ ચોરી ભારે મુંઝવનાર લાગી હતી કારણકે ચોરો ઘરમાં પ્રવેશ્યા ત્યારે એલાર્મ સિસ્ટમ ચાલુ હોવા છતાં એલાર્મ વાગ્યું ન હતું અને ચિત્રોની એકઝેટ જગા ચોરોને કઇ રીતે ખબર હતી તે અંગે પણ પોલીસ કોઇ તારણ પર પહોંચી શકી ન હતી.જો કે એક ડીલરે આ અંગે પોલીસને ટીપ આપી અને ત્રણ લોકો એ ચોરાયેલા માલને વેચવાનો પ્રયાસ કરતા ઝડપાઇ ગયા હતા.જો કે પિકાસોની પેઇન્ટિંગ પર આ પહેલીવાર હાથ સાફ થયો હતો તેવું નથી આ પહેલા પણ કેન્સમાં તેની બીજી એક પૌત્રી મરિના પિકાસોનાં ઘરમાં પણ ચોરી થઇ હતી જેમાં ચોરોએ પિકાસોનાં સાત પેઇન્ટિંગ ચોર્યા હતા.અહી પણ ચોરો ઘરમાં આરામથી ઘુસ્યા હતા અને એલાર્મ સિસ્ટમ શાંત જ રહી હતી અને ગાર્ડ પણ લાંબી સોડ તાણીને સુતા જ રહી ગયા હતા.દર મહિનાની પચ્ચીસમી તારીખે સ્વીડનમાં કર્મચારીઓનો પગાર કરાય છે અને આ દિવસે એટીએમ પર ભારે ભીડ રેહતી હોય છે પરિણામે આગલા દિવસે જ મોટાભાગનાં એટીએમમાં રોકડ રકમ ભરવામાં આવે છે.આ તમામ બાબતોથી જાણકાર એક વ્યક્તિએ ૨૦૦૯નાં સપ્ટેમ્બર મહિનામાં કેશ ડેપોને લુંટવાનો પ્લાન બનાવ્યો હતો.આ આખી લુંટની ઘટના કેમેરામાં કેદ થઇ હતી જે ત્રીસ મિનિટમાં અંજામ આપવામાં આવી હતી.કેમેરામાં દેખાય છે કે કઇ રીતે કેટલાક માસ્ક પહેરેલા લોકો ડેપોની છત પર હેલિકોપ્ટરમાંથી કુદીને છતને વિસ્ફોટથી ઉડાવીને ડેપોમાં ઘુસે છે.ત્યાં પહોચ્યા બાદ તેમણે તાળાઓ કટર વડે કાપ્યા હતા અને પોતાની પાસે રહેલી બેગમાં લુંટની રકમ ભરી હતી.ત્યાંથી તેઓ છત પર પહોચ્યા હતા અને  ૫.૩ મિલિયન ડોલરની રકમ લઇને ફરાર થઇ ગયા હતા.તંત્રને ધંધે લગાડવા તેમણે બોમ્બ લખેલી બેગ નીચે નાંખી હતી.જો કે પોલીસે માત્ર એક જ કલાકમાં એક શંકાસ્પદને પકડયો હતો અને ત્યારબાદ ગેંગનાં અન્ય દસ સભ્યો પણ ઝડપાયા હતા જેમને સાત વર્ષની જેલની સજા થઇ હતી.આમ તો પોલીસને લુંટની ટીપ પહેલાથી મળી હતી પણ પોલીસને ક્યાં લુંટ થશે તેનો કોઇ આઇડિયા આવ્યો ન હતો.જો કે મજાની વાત એ છે કે પોલીસને ક્યારેય લુંટની રકમ મળી ન હતી જે એક રહસ્ય જ બની રહ્યું છે.

એન્ટવર્પ એટલે હીરાની રાજધાની અને આ હીરાની રાજધાનીમાં કાર્લોસ હેકટરે હલચલ મચાવી દીધી હતી આમ તો હેકટરની ઇમેજ એબીએમ એમરો બેંકનાં સ્ટાફમાં એક સાલસ વ્યક્તિ તરીકેની હતી જે તેમના માટે ચોકલેટ લાવતો હતો.આમ કરીને તેણે ત્યાં તમામનો વિશ્વાસ હાંસલ કર્યો હતો.કાર્લોસ આમ તો ત્યાં ડાયમંડ ટ્રેડર તરીકે પણ જાણીતો હતો.જો કે ત્યારબાદ તેણે ૨૮ મિલિયન ડોલરનાં કિંમતી હીરા ઉડાવ્યા હતા.જો કે આ બેંકમાં દુનિયાની આધુનિક સુરક્ષા સિસ્ટમ હતી પણ કાર્લોસે તે તમામને બેકાર સાબિત કરી હતી.આ બેંકનાં લોકરમાં તેણે પોતાના હીરા મુક્યા હતા આથી વોલ્ટમાં જવા માટે તેની પાસે પોતાની ઇલેકટ્રીક કી હતી.જો કે પોલીસને જ્યારે જાણ થઇ ત્યારે તેમણે કાર્લોસની તપાસ ચલાવી ત્યારે ખબર પડી કે તે તેનું સાચુ નામ ન હતું તેણે આ વ્યક્તિનો પાસપોર્ટ વર્ષ પહેલા જ ઇઝરાયેલમાં ચોર્યો હતો.ત્યારબાદ ના તો એન્ટવર્પમાં કોઇએ તેને જોયો હતો કે ના તો તે ક્યારેય પોલીસનાં હાથે ઝડપાયો હતો આ ચોરી એન્ટવર્પને હચમચાવી નાંખનાર બની રહી હતી.

બ્રાઝીલમાં ૨૦૦૬નાં ફેબ્રુઆરી મહિનાને ચોરોએ પોતાની ચોરીનાં પ્લાનને અંજામ આપવા માટે પસંદ કર્યો હતો કારણકે ત્યારે તેમનો વાર્ષિક તહેવાર હોય છે જેને ધુમથી મનાવવામાં આવે છે અને લોકો તે ઉજવવા માટે રસ્તાઓ પર ઉમટી પડતા હોય છે.આ દિવસે ચાર લોકો રિયોનાં ચાકારા ડો કેન મ્યુઝિયમમાં દાખલ થયા હતા ત્યારે આમ તો સંગ્રહાલય બંધ થવાનો સમય હતો તેઓ ગેલેરીમાં પહોચ્યા બાદ સાથે લાવેલી બંદુકો લોકો પર તાણી હતી અને ત્યાં આવેલા વિઝિટર્સ અને સિક્યુરિટી ગાર્ડને સિક્યુરિટી ઓફિસમાં પુરી દીધા હતા.તેમણે કેમેરા બંધ કરાવ્યા હતા અને એલાર્મ સિસ્ટમ પણ બધ કરાવી દીધી હતી.તેમણે મ્યુઝિયમમાંથી મોને, માટિસ, પિકાસો અને ડાલીનાં ચાર ચિત્રો ઉઠાવ્યા હતા જેની કિંમત ૫૦ મિલિયન ડોલરની હતી.તેમણે પ્રવાસીઓને પણ લુંટયા હતા અને સિક્યુરિટી કેમેરામાંથી ટેપ પણ ઉઠાવી ગયા હતા.આ લુંટારા પણ ક્યારેય પોલીસનાં હાથમાં આવ્યા ન હતા.૨૦૦૮નાં ફેબ્રુઆરી મહિનામાં મિલાન પોલીસને એક મહિલાનો ફોન આવ્યો હતો કે તે ડ્રીલિંગનાં અવાજોથી પરેશાન છે અને તેની રાતની ઉંઘ હરામ થઇ ગઇ છે જો કે પોલીસે તે મહિલાને જણાવ્યું હતું કે તે વિસ્તારમાં રિનોવેશનનું કામ ચાલુ છે જેમાં તે કશું કરી શકે તેમ નથી.ત્યારે કોઇએ એ વાત પર ધ્યાન આપ્યું ન હતું કે જે બિલ્ડિંગમાં રિનોવેશનનું કામ ચાલે છે તે ડેમાઇની જવેલરી શો રૂમની ઇમારત હતી.રવિવારની એક શાંત સવારે ચાર વ્યકિતઓ જેમણે પોલીસનો યુનિફોર્મ ધારણ કર્યો હતો તે શોરૂમમાં દાખલ થયા હતા.બેઝમેન્ટમાં તેમણે ૧.૨ મીટરનું ડ્રિલિંગ કર્યુ હતું અને તમામ સિક્યુરિટી સિસ્ટમને બાયપાસ કરી હતી.ચોરોએ કર્મચારીઓને બાંધી દીધા હતા અને ત્યારબાદ સોના અને હીરાની લુંટ ચલાવી હતી.શોરૂમની તકદીર એ હતીકે તેમણે પોતાની કિંમતી જ્વેલરી ત્યારે લોસ એન્જલ્સમાં ઓસ્કાર સેરેમની માટે મોકલી હતી અને અન્ય કિંમતી જવેલરી ટોક્યોમાં પોતાના નવા બુટિકમાં મોકલી હતી આથી ચોરોનાં હાથમાં ૭.૫ મિલિયનનાં કિંમતી પત્થરો આવ્યા હતા જેનું તેમણે ઇન્સ્યોરન્સ કરાવી રાખ્યું હતું.

૨૦૦૯નાં એપ્રિલ મહિનામાં પચાસવર્ષનાં ક્વીન્સલેન્ડ બેંકનાં મેનેજરે પોતાની જ બેંકને લુંટી હતી.જો કે ત્યારબાદ જહોન થોમસ ફોરેસ્ટરે જણાવ્યું હતું કે તે તો માત્ર પ્યાદુ હતો.તે જ્યારે તેના કામ પર જતો હતો ત્યારે એક વ્યક્તિએ તેને આંતરીને તેને ઝેરનું ઇન્જેકશન લગાવ્યું હતું અને ધમકી આપી હતી કે કાંતો બેંકને લુંટ અથવા તો મોતને પસંદ કર.જો તે લુંટ ચલાવશે તો તે તેને એન્ટીડોટ આપશે તેણે એ પણ ધમકી આપી હતી કે તે જો લુંટ ચલાવવામાં નિષ્ફળ રહેશે તો બેંકમાં વિસ્ફોટ થશે આથી તેણે લુંટ ચલાવી હતી.જો કે પોલીસે જ્યારે તેના લોહીની તપાસ કરાવી ત્યારે તેમને લોહીમાં કોઇ ઝેરનાં તત્વો હોવાનું પ્રમાણ મળ્યું ન હતું.પણ પોલીસ તેના પર કોઇ કેસ સાબિત કરી શકી ન હતી અને મેજિસ્ટ્રેટે પણ તેને બાઇજ્જત બરી કર્યો હતો અને તે ૨૦૧૧માં કામ પર પાછો પણ ફર્યો હતો.પોલીસને લુંટાયેલી રકમ ક્યારેય પાછી મળી ન હતી.

૧૯૮૫ની નાતાલની રાત્રે મેક્સિકોનાં એક મ્યુઝિયમમાં ચોરી થઇ હતી અને ચોરોએ ઘણી કિંમતી કલાત્મક વસ્તુઓ ઉઠાવી હતી.તેઓ ચુપકેથી મ્યુઝિયમમાં દાખલ થયા હતા અને સોનાથી બનેલ કલાત્મક વસ્તુઓની ઉઠાંતરી કરી હતી ત્યારે મ્યુઝિયમની સુરક્ષા માટે આઠ ગાર્ડ હતા પણ અને એક પોલીસ સુપર વાઇજર પણ ફરજ પર તૈનાત હતો પણ ડિસ્પ્લે રૂમમાં ત્યારે સિક્યુરિટી અપગ્રેડેશનનાં કારણે એલાર્મ સિસ્ટમ ચાલુ જ ન હતી એટલે ચોરીની કોઇ જ જાણકારી તેમને મળી ન હતી જો કે ચોરો પણ એટલા કુશળ ન હતા જેટલા તે લાગતા હતા તેમણે કિંમતી વસ્તુઓ ચોરી તો ખરી પણ તેનો નિકાલ કેવી રીતે કરવો તેની તેમને સમજ  ન હતી તેમણે એક કોકેન ટ્રાફીકરને તેમણે એ સામગ્રી વેચવાનો પ્રયાસ કર્યો પણ સાલ્વાડોર ગુતિરેજ પોલીસનાં હાથમાં આવી ગયો જેણે ચુપચાપ તે ચોરોનો પત્તો આપી દીધો હતો અને પોલીસે ૧૨૪માંથી ૧૧૧ વસ્તુઓ પાછી મેળવી હતી.પોલીસે કાર્લોસ પર્ચ્સ ટ્રેવિનો, રોમન સાર્ડિના ગ્રેસીયાને જેલમાં ધકેલી દીધા હતા જેમણે આ ચોરીનો પ્રયાસ કર્યો હતો.

જસ્ટીન બિબરે ૨૦૧૩નાં મે મહિનામાં જહોનિસબર્ગનાં એક સ્ટેડિયમમાં કાર્યક્રમ કર્યો હતો આ જ સ્ટેડિયમમાં એક રાત બાદ બોન જોવીએ પણ કાર્યક્રમ કર્યો હતો અને આ બે ધમાકેદાર કાર્યક્રમોમાં ભારે ધસારો રહ્યો હતો અને સ્ટેડિયમનાં સેફ રૂમમાં ખાસ્સી રોકડ રકમ મુકેલી હતી.ચોરોએ આ રકમ પર હાથ સાફ કર્યો હતો તેઓ સેફ રૂમમાં બાથરૂમનાં માર્ગે ઘુસ્યા હતા.પોલીસે જણાવ્યું હતું કે આ કામ કરવામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ લાગ્યા હશે.ચોરોએ ૩૩૦૦૦૦ ડોલરની રકમ પર હાથ સાફ કર્યો હતો જ્યારે સ્ટેડિયમ ઓથોરિટીને જાણ થઇ ત્યારે તેઓ સ્તબ્ધ રહી ગયા હતા.પોલીસે સ્ટેડિયમમાં કામ કરતા તમામ કર્મચારીઓનો પોલિગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો.ચાર હજાર જેટલા લોકોની પુછપરછ કરાઇ હતી પણ પોલીસનાં હાથમાં  ના તો ચોર આવ્યા ના તો ચોરાયેલી રકમ આવી હતી.એક ધનાઢ્ય આર્ટ કલેકટરે પિકાસોનું ચિત્ર માત્ર તેની આંખને કારણે ખરીદ્યુ હતું જો કે તેની આ ખરીદી અંગે બહુ ઓછા લોકોને ખબર હતી તે ક્યારેય આ ચિત્રનું પ્રદર્શન કરતો ન હતો અને ઘરમાં જ્યારે મહેમાનો હોય ત્યારે તે તેને સંતાડી દેતો હતો તે તેને હંમેશા તેની યાટનાં અતિસુરક્ષિત લોકરમાં રાખતો હતો પણ તેમ છતાં બસ્તે ડી ફેમ તેની શીપ પરથી ગાયબ થઇ ગયું હતું.માર્ચ ૧૯૯૯માં આ રહસ્યમય સંગ્રાહકની યાટ પર સમારકામ ચાલતુ હતું ત્યારે તેણે પોતાનો આ સંગ્રહ પેક કરીને અન્ય જગાએ મુકવાનો નિર્ણય કર્યો હતો આ યાટ પર ત્યારે ૧૫૦ મિલિયન પાઉન્ડનો કિંમતી સામાન હતો.આ સામાન જ્યારે પેક થઇ ગયો અને તેને ખસેડવા માટે વાહનોની રાહ જોવાતી હતી ત્યારે  લુંટારા ત્રાટકયા હતા અને પિકાસોનું જાણીતુ ચિત્ર બસ્ટે ડી ફેમ ૧૯૩૮ તેઓ ઉઠાવી ગયા હતા.ત્યારબાદ કેટલાક સપ્તાહ પછી પેરિસમાંથી  પિકાસોનું અન્ય એક ચિત્ર ચોરાયું હતું. આ ચિત્ર પણ ડોરા માર સાથે સંકળાયેલું હતું.આ ચિત્રો પણ ત્યારબાદ ક્યારેય પાછા મળ્યા ન હતા.

વિશ્વની એ લુંટ જેના લુંટારા ઝડપાયા નથી....

હીરા અને ઝવેરાતની ચોરી એ સાધારણ ચોરોનાં બસની વાત હોતી નથી કારણકે તેમાં તેમને ખાસ્સુ ભેજુ વાપરવું પડતું હોય છે ક્યારેક તો એડવાન્સ ટેકનોલોજીનો તોડ કાઢીને તેમના કામને અંજામ આપવો પડે છે.આ કારણે જ સાહિત્યકારો પણ આ પ્રકારની કામગિરીને પોતાની રચના માટે પસંદ કરતા હોય છે.આજે આ પ્રકારની ચોરીની કેટલીક ઘટનાઓ વિશે વાત કરીશું જેણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

બેલ્જિયમનું એન્ટવર્પ તેના હીરાઓના બિઝનેશ માટે આખા જગતમાં જાણીતું છે.તેની આ ખ્યાતિ આજકાલની નથી પંદરમી સદીથી તે આ કારણે જ વિખ્યાત છે.મોટાભાગના રફ હીરા અને અડધોપરાંતના કટ હીરા એન્ટવર્પ મારફતે જ દુનિયામાં વેચાય છે.આ આખો વિસ્તાર સૌથી વધારે સુરક્ષાકર્મીઓ ધરાવે છે અને અહી દરેક એરિયા સીસીટીવી કેમેરા ધરાવે છે.આ વિસ્તારમાં એવી બેન્કો છે જ્યાં આધુનિકતમ સિક્યુરિટી ડિવાઇસ લગાવાયેલી છે.જો કે  ચોરી કરવાનું જેમનામાં ઝનુન હોય છે તે આ સુરક્ષા માપદંડોને પણ વામણા સાબિત કરી દે છે.કાર્લોસ હેકટર ફલોમેન્બોમ જે તેનું સાચુ નામ ન હતું તેણે આમરો બેન્કમાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું.એક વર્ષ સુધી તે આ બેન્કની મુલાકાત લેતો રહ્યો તે દરમિયાન તેણે એક પરફેક્ટ જેન્ટલમેન હોવાની છાપ દરેક પર છોડી હતી તે જ્યારે આવતો ત્યારે સ્ટાફ માટે ચોકલેટ લાવતો હતો અને મોટાભાગે બહુ સલુકાઇથી દરેકની સાથે વર્તન કરતો હતો.તેના પર બેન્કને એટલો વિશ્વાસ પડી ગયો હતો કે તેને એક પરમેનેન્ટ ચાવી આપવામાં આવી હતી જેના વડે તે ચોવીસ કલાકમાં ગમે ત્યારે પોતાનો વોલ્ટ ખોલી શકતો હતો.૨૦૦૭માં માર્ચ મહિનામાં એક વીકેન્ડે આ અમેૅરિકન લઢણમાં અંગ્રેજી બોલનાર વ્યક્તિએ પાંચ સેફ ડિપોઝીટ બોક્સ ખોલ્યા હતા અને એકવીસ મિલિયન પાઉન્ડના ડાયમંડ લઇને રફુચક્કર થઇ ગયો હતો જ્યારે બેન્કને તેની કરતુતનો પત્તો લાગ્યો ત્યારે મોડુ થઇ ચુક્યું હતું અને મજાની વાત એ છે કે જ્યારે સ્ટાફને તેના વર્ણન અંગે પુછવામાં આવ્યું ત્યારે તેઓ તેનો કોઇ ચોક્કસ ચિતાર આપી શક્યા ન હતા આ નટરવરલાલ ત્યારબાદ ક્યારેય પોલીસના હાથે ઝડપાયો ન હતો.

નેશનલ હિસ્ટ્રીના નેશનલ મ્યુઝીયમમાં પ્રદર્શિત કરાયેલ હીરો જે ડાયમંડ હોપ તરીકે વિખ્યાત હતો તે ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન ચોરાયો હતો.આ હીરો ૧૧૨ કેરેટનો હતો અને તેનો રંગ ભૂરો હતો.આ હીરાના ઇતિહાસ પ્રમાણે તે એક સમયે હિન્દુ દેવતાની મુર્તિની આંખમાં રખાયો હતો જ્યાંથી તેને ચોરવામાં આવ્યો હતો.એક સ્ટોરી એવી પણ છે કે તે સત્તરમી સદીમાં ભારતની કોઇ હીરાની ખાણમાં નિકળ્યો હતો.આ હીરો લાંબી સફર ખેડીને ફ્રાંસના રાજવી પરિવાર પાસે આવ્યો હતો અને આખરે તે મેરી એન્ટોનિટ્ટે પાસે પહોંચ્યો હતો.૧૭૯૨ની અગિયારમી સપ્ટેમ્બરે ફ્રાંસના ક્રાંતિકારીઓએ જે લુંટ ચલાવી હતી તેમાં આ હીરો પણ ચોરાયો હતો.આ હીરો ત્યારબાદ કોઇની નજરે પડ્યો ન હતો.જો કે ૧૮૧૨માં આ જ હીરો પણ કદમાં થોડો નાનો  બ્રિટીશ બેન્કર હેન્રી ફિલિપ હોપને વેચવામાં આવ્યો હતો.જ્યારે આ હીરાની તપાસ કરાઇ ત્યારે એ વાત બહાર આવી હતી કે તે હોપ ડાયમંડનો જ ટુકડો હતો.જો કે આ હીરો મુળે કોણે ચોર્યો હતો તે ક્યારેય ખબર પડવા પામી નથી.એડવર્ડિયન જ્વેલથીફ જોસેફ ગ્રીઝાર્ડ તેના કારનામાઓને કારણે વિખ્યાત છે.તે અમીર હતો અને પોલીસને પડકાર આપવામાં તેને મજા પડતી હતી.આમ તો તેના સમયમાં જે કાયદાતંત્ર હતું તેને તેના પર હીરાઓની ચોરીઓમાં સંડોવાયેલો હોવાનો શક હતો અને તે પોતાના ખરીદારો માટે વૈભવી પાર્ટીઓ આપવા માટે જાણીતો હતો.એક પાર્ટી દરમિયાન જ્યારે મહેમાનો ભોજન લેતા હતા ત્યારે પોલીસ પણ તપાસ માટે આવી હતી જેને તેણે સ્માઇલની સાથે આવકાર આપ્યો હતો.અધિકારીઓએ આખા ઘરની તલાશ કરી હતી પણ તેમને કશું જ મળ્યું ન હતું.તેઓ ત્યાંથી ખાલી હાથે પાછા ફર્યા ત્યારે ગ્રિઝાર્ડ આવ્યો હતો અને તેણે પોતાનું સુપ પુરૂ કર્યુ અને તેના વાસણમાંથી જ તેણે હીરાઓનું ઝુમખુ બહાર કાઢ્યું હતું.તેના નામે ૧૯૧૩માં ગુલાબી હીરાઓની ચોરી પણ બોલાય છે જેની કિંમત અઢાર મિલિયન ડોલરની અંકાય છે.તેણે શેરલોક હોમ્સની નવલકથાઓની પણ ચોરી કર્યાનું કહેવાય છે.જે પર્લની ચોરી થઇ હતી તે  પર્લ પોસ્ટ દ્વારા મોકલ્યા હતા જેમાં હીરાનું પાર્સલ મેલબેગમાં મુકાયું હતું.ત્યાં આશરે ત્રણસો જેટલી મેલબેગ હતી પણ ગ્રીઝાર્ડે એ જ બેગ ખોલી હતી જેમાં મોતી હતાં.તેણે મોતી લઇને તેના સ્થાને ખાંડના ટુકડા મુકી દીધા હતા.જો કે તે સદાય પોલીસને ચકમો આપવામાં સફળ રહેતો હતો પણ તે એક દિવસ ઝડપાયો હતો.જો કે તેનો પ્રભાવ એટલો જોરદાર હતો કે જે અધિકારીએ તેને પકડ્યો હતો તેણે જ ગ્રીઝાર્ડની વહેલી મુક્તિ માટે ચળવળ ચલાવી હતી.

૧૯૮૯માં થાઇ નાગરિક ગાર્ડનર ક્રિંગક્રાઇ ટેકામોંગે સાઉદી પ્રિન્સના ઘરને નિશાન બનાવ્યું હતું તે પેલેસની દિવાલ ચડ્યો હતો અને બીજા માળની બારી સુધી પહોચ્યો હતો તેણે સ્ક્રુડ્રાઇવરની મદદથી સેફ ખોલી હતી.તે પોતાની સાથે લાવેલા વેક્યુમ ક્લિનરની ડસ્ટ બેગમાં તમામ લુંટનો માલ છુપાવ્યો હતો અને  તે માલ લઇને તે આગળના દરવાજેથી નિકળી ગયો હતો.તેણે ૯૧ કિલોનું વજન ધરાવતી એ મત્તા પોતાને દેશ થાઇલેન્ડ પાર્સલ કરી હતી.તેણે પચાસ કેરેટના મરઘીના ઇંડાની સાઇઝના હીરા ચોર્યા હતા.જો કે તેણે જે ઘરમાં ચોરી કરી હતી તે સાઉદીના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવતું હતું.મોહમ્મદ રુવાલી તપાસ માટે થાઇલેન્ડ ગયા હતા જો કે તે અન્ય ત્રણ સાઉદી ડિપ્લોમેટ સાથે ગુમ થયા હતા જેમના મૃતદેહ ગોળી મરાયેલ હાલતમાં મળ્યા હતા.જો કે આમાં ગાર્ડનરનો હાથ ન હતો.ચોરાયેલ ઘરેણા ત્યારબાદ વેચાયા હતા અને તે જાણીતા થાઇ રાજકારણીની પત્નીના ગળામાં જોવા મળ્યા હતા.સાઉદીએ થાઇલેન્ડ પર પ્રતિબંધની ધમકી આપી હતી જો કે જે ઘરેણા સાઉદીને અપાયા હતા તે મોટાભાગે નકલી હતા અને આ કારણે જ બંને દેશો વચ્ચેના સંબંધો ખાટા થઇ ગયા હતા.પેલા હીરા તો ક્યારેય પાછા મળ્યા ન હતા અને જે ગાર્ડનર પર ચોરીની શંકા હતી તેને થોડો સમય જેલની સજા કાપવી પડી હતી પણ તેની વિરૂદ્ધમાં લોકોએ ચળવળ ચલાવી હોવાને કારણે તેને છોડી મુકવો પડ્યો હતો.જો કે આજે તે બૌદ્ધ સાધુ તરીકે પોતાનું જીવન ગાળી રહ્યો છે.

૨૦૧૦ની છઠ્ઠી માર્ચે પેરિસના એવેન્યુ દ લા ઓપેરાની લિનોઇસ બ્રાંચમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જે માટે ચોરોએ ભૂગર્ભમાં ટનલ બનાવી હતી જે વોલ્ટમાં ખુલતી હતી જ્યાં તેમણે બસ્સો જેટલા સિક્યુરિટી ડિપોઝીટ બોક્સ ખોલ્યા હતા અને લુંટ ચલાવી હતી.આમ તો જ્યારે લુંટ ચલાવાઇ ત્યારે ઇમારતમાં કામ ચાલતું હોવાને કારણે સુરક્ષાનો બંદોબસ્ત હળવો હતો.જ્યારે તેઓ લુંટ કરીને ગયા ત્યારે તેમણે ત્યાં આગ ચાંપી દીધી હતી જેના કારણે એન્ટી ફાયર સિસ્ટમ ચાલુ થઇ હતી.જો કે ચોરોએ પોતાની પાછળ કોઇ પુરાવા છોડ્યા ન હતા.કહેવાય છે કે તેમણે લગભગ છ મિલિયન પાઉન્ડની લુંટ ચલાવી હતી અને મીડિયાએ લુંટારાઓને ટર્માઇટ નામ આપ્યું હતું જે ક્યારેય પોલીસની પકડમાં આવ્યા ન હતા.ત્યારબાદ પણ આ બેંકને લુંટવાના બે પ્રયાસ થયા હતા પણ લુંટારાઓનો ઇરાદો સફળ રહ્યો ન હતો પણ તેઓ પકડાયા પણ ન હતા.૨૦૧૨ની છઠ્ઠી નવેમ્બરે લંડનની બ્રેન્ટ ક્રોસ શોપિંગ સેન્ટરમાં ત્રણ બાઇક સવારો ઘુસ્યા હતા અને ત્યાં આવેલ એક ઘરેણાની દુકાનને નિશાન બનાવી તેમણે બે મિલિયન પાઉન્ડની ઘડિયાલો અને ઘરેણાની લુંટ કરી હતી.કોઇ કશું સમજે તે પહેલા તો તેઓ લુંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા.જો કે આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.આ ઉપરાંત ઘણાં લોકોએ જે ત્યાં હાજર હતા તેમના કેમેરામાં પણ આ ઘટના કેદ થઇ હતી તેમ છતાં આ લુંટ કરનારાઓ પણ પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યાં હતા.આ લુંટમાં કોઇને પણ ઇજા થઇ ન હતી જો કે એક વૃદ્ધ વ્યક્તિ ઘટનાથી આઘાત પામ્યા હતા જેને સારવાર અપાઇ હતી.

નેધરલેન્ડના હોગ ખાતેના એક મ્યુઝીયમમાં જુદા જુદા સ્થળેથી લવાયેલ કિંમતી ઘરેણા, હીરા અને અન્ય કિંમતી વસ્તુઓ પ્રદર્શિત કરાઇ હતી.જેની રક્ષા માટે સુરક્ષાની ઉચ્ચ પ્રકારની સગવડો કરાઇ હતી.ચોવીસ કલાક ગાર્ડ ખડેપગે રહેતા હતા આ ઉપરાંત સર્વેલન્સ કેમેરા પણ નજર રાખતા હતા.ઇન્ફ્રારેડ સેન્સર્સ પણ લગાવાયેલા હતા અને સૌથી મજબૂત કાચ લગાવાયેલા હતા.જો કે આટલા મજબૂત પગલા લેવાયા હતા તે છતાં ચોરોએ બારી તોડીને તમામ સુરક્ષાની સિસ્ટમને ચકમો આપીને તે ચોરી કરીને રફુચક્કર થઇ ગયા હતા.ત્યાં હાજર રહેલા ગાર્ડને પણ કોઇ ભનક લાગી ન હતી.તેઓએ ૨૮માંથી છ કેબિનેટ તોડી હતી અને લગભગ પાંચ મિલિયન ડોલરની કિંમતી વસ્તુઓ લઇ ફરાર થઇ ગયા હતા.તેમણે એવી તે કઇ ટ્રીક લગાડી હતી કે સિસ્ટમ કામ લાગી ન હતી તે હજી સુધી સમજી શકાયું નથી કારણકે તે લુંટારાઓ આજે પણ હાથ લાગ્યા નથી.

મિલાનમાં આવેલ ધ દામિની શોરૂમમાં વિશ્વની મોંઘામાં મોંઘી જવેલરીનું પ્રદર્શન કરાતું હતું.જો કે ૨૦૦૮નાં ફેબ્રુઆરી મહિનામાં ચોરોએ જમનની નીચે સુરંગ ખોદી હતી જે પાસેની ઇમારતમાંથી નિકળી હતી.આ ઇમારતમાં ત્યારે બાંધકામ ચાલતું હોવાને કારણે તે ખાલી હતી.આ સુરંગમાંથી સાત લોકો આવ્યા હતા અને દુકાનમાં કાર્યરત કર્મચારીઓને બાંધીને વીસ મિલિયન ડોલરની જવેલરી મિનિટોમાં લઇને રફુચક્કર થઇ ગયા હતા.તેઓ પોતાની સાથે કોઇ હથિયાર લાવ્યા ન હતા તે પોલીસની વર્દીમાં હતા.તેઓ તે જ ટનલ મારફતે ભાગી છુટ્યા હતા.ત્યાં બાંધકામ ચાલતું હોવાને કારણે તેઓએ તેની આડમાં પોતાનું ટનલ ખોદવાનું કામ કર્યુ હતું.આ ટનલ ખોદવાનું કામ એક મહિનો ચાલ્યું હતું.આ ચોરો અને તેમણે ચોરેલી જ્વેલરી બંને પોલીસના હાથમાં આવ્યા ન હતા.જો કે આ ઘટનાને કારણે દામિનીને ઘણુ નુકસાન પહોંચ્યું હતું પણ તેની પબ્લિસિટીને કારણે તેમના વ્યવસાયમાં ખાસ્સો વધારો થયો હતો જે કારણે તે નુકસાન સરભર થઇ શક્યું હતું.૨૦૦૫ની પચ્ચીસમી ફેબ્રુઆરીએ આમ્સ્ટરડેમ ખાતે આવેલા શિફોલ એરપોર્ટના ઉચ્ચ સુરક્ષા ધરાવતા વિસ્તારમાં ડચ એરલાઇન કેએલએમનો યુનિફોર્મ પહેરેલા બે લોકોએ પ્રવેશ કર્યો હતો.તેમણે લગેજ ટ્રક પર કબજો જમાવ્યો હતો જેમાં હીરા લાદેલા હતા જે એન્ટવર્પની ફલાઇટમાં રવાના કરવાનાં હતા.તેમણે લગેજ સ્ટાફને બાંધ્યો હતો અને ટ્રક લઇને નિકળી ગયા હતા.આમ તો આ ટ્રકમાં હીરા હોવાની વાત ખુબ જ ગુપ્ત રખાઇ હતી પણ તેમ છતાં તે ચોરોને ખબર હતી તેઓ ૭૨ મિલિયનની લુંટ કરીને ફરાર થઇ ગયા હતા.આમ તો ૨૦૧૭માં આ લુંટ મામલે સાત લોકોને પકડવામાં આવ્યા હતા પણ કોઇનાં પર પણ ચાર્જ લગાવાયો નથી.૨૦૧૩માં બ્રસેલ્સ એરપોર્ટ પર પણ પચાસ મિલિયન ડોલરની હીરાની ચોરી થઇ હતી.

ધ કાર્લટન કેન્નસ હોટલમાં આલ્ફ્રેડ હિચકોકની જાણીતી ફિલ્મ ટુ કેચ અ થિફનું શુટિંગ થયું હતું અને વક્રતા એ છે કે ૨૦૧૩ની જુલાઇમાં એક ચોરે ૧૩૦ મિલિયન ડોલરની ચોરીને અંજામ આપ્યો હતો.જો કે સ્ટાફે તપાસ દરમિયાન વિશ્વાસપુર્વક જણાવ્યું હતું કે તે વખતે ટેરેસનો દરવાજો બંધ હતો તેમ છતાં ચોરે ત્યાંથી પ્રવેશ મેળવ્યો હતો.આ હોટેલમાં તે દરમિયાન લેવિવની ઝવેલરીનું પ્રદર્શન રખાયું હતું જ્યાં માસ્ક પહેરેલ ચોર જેને ખબર હતી કે પ્રદર્શન ક્યાં છે તે ત્યાં પહોચ્યો ત્યારે ત્યાં માત્ર ત્રણ ગાર્ડ જ હાજર હતા જેમને ગન બતાવી તેણે ઘરેણા પોતાની પાસે રહેલ બ્રિફકેસમાં ભર્યા હતા આ કામમાં માત્ર સાંઇઠ સેકન્ડનો સમય લાગ્યો હતો.આ ગુનો ત્યારે સમગ્ર વિશ્વમાં તરખાટ મચાવનાર પિન્ક પેન્થર ગેંગના સભ્યો દ્વારા આચરાયો હોવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું.આ ચોરી થઇ તેના ત્રણ દિવસ પહેલા જ પિન્ક પેન્થર ગેંગનો નેતા મિલાન પોપરિક્સમાંથી નાસી છુટવામાં સફળ રહ્યો હતો.માત્ર બે મહિનામાં જ આ ત્રીજો વ્યક્તિ હતો જે જેલમાંથી ભાગી છુટ્યો હતો.