Secrets of the Cat of Fifty-Two Cards in Gujarati Magazine by Anwar Diwan books and stories PDF | બાવન પત્તાની કેટના રહસ્ય

Featured Books
Categories
Share

બાવન પત્તાની કેટના રહસ્ય

 બાવન પત્તાની કેટ અંગે તો મોટાભાગના લોકો જાણતા જ હોય છે પણ તેમાં છુપાયેલા રહસ્ય અંગે ઘણાં ઓછાને જાણ હોય છે.તેમાંના ઘણાં રહસ્યો તો સદી જુના છે.આ બાવન પત્તા તેમાં અનેક રહસ્યોને છુપાવીને બેઠેલા છે.તે ઇજનેરી, ડિઝાઇનિંગ અને ઇતિહાસનો અનોખો નમુનો છે.

બાવન પત્તાની કેટને આપણે સારી રીતે ચિપી શકીએ છીએ કારણકે તે લિસ્સી હોય છે અને તેના લિસ્સાપણાનું રહસ્ય પ્લાસ્ટીક નથી પણ ગુંદર છે.આમ તો પત્તા પર પ્લાસ્ટીક ચઢાવેલું હોય છે પણ તેની કરોડરજ્જુ ગુંદર છે.આ કાર્ડ પર તમે પાણી પણ નાંખો તો તે ભીંજાતા નથી તે તેની બનાવટનું અનોખુ રહસ્ય છે.

આમ તો પત્તાની કેટને જોઇએ ત્યારે મોટા ભાગે તેર પત્તા જોવા મળે છે જેમાં એક્કાથી માંડીને બાદશાહ હોય છે પણ તેની પાછળની ડિઝાઇન હંમેશા અલગ હોય છે જેને બનાવવાનું કામ ભારે કુશળતા માંગી લે છે અને તે કારણે જ જાદુગરોથી માંડીને કેસિનો તેનો પોતાની રીતે ઉપયોગ કરી શકે છે.મોટાભાગની કેટ જો કે એક કે બે કલરમાં ઉપલબ્ધ હોય છે.મોટાભાગના જાદુગરો તેની કિનારેને ધ્યાનમાં રાખતા હોય છે.તેવામાં તેની કિનારી અને તેની પાછળની ડિઝાઇન બધા માટે મહત્વપુર્ણ બની રહે છે ત્યારે એ પ્રશ્ન ઉઠે છે કે કાર્ડ બનાવતી કંપની કઇ વાતને મહત્વ આપે છે તેનો જવાબ છે તે કાર્ડની પાછળની ડિઝાઇનને મહત્વ આપે છે તેનો ગ્રાહક કોઇ સામાન્ય હોય તો તે તેની સાથે વધારે ચર્ચા કરતી નથી પણ જો કેસિનો હોય તો તે તેમને અલગ અલગ ગેમ માટે કેવા પ્રકારની પાછળની ડિઝાઇન હોવી જોઇએ તે અંગે ઘણી શિખામણ આપે છે.

આ પત્તાની ધાર બહુ ચાકુ જેટલી તેજ હોય છે તેને બહુ શક્તિશાળી મશીનો દ્વારા કાપવામાં આવે છે.આ કારણે જ તેની ધાર વધારે તેજ બની રહે છે.આ ધાર તેના પર ડિપેન્ડ કરે છે જ્યારે કાર્ડને કાપવામાં આવે છે ત્યારે તે કઇ દિશામાં હોય છે.જાદુગરો અને ટ્રીક કરનારા ખેલાડીઓ માટે તે વધારે મહત્વની વાત બની રહેતી હોય છે.જાદુગરો માટે કાર્ડ બનાવતી કંપનીઓ અલગ પ્રકારની કેટ અને પત્તા બનાવતી હોય છે.

વિશ્વમાં જે કેટ વધારે જાણીતી હોય છે તે મોટાભાગની કેટ કેન્ટકી ખાતે બને છે.એક સમય એવો હતો જ્યારે કેટ બહુ કાર જેવી ગણાતી હતી અને દુકાનદારો તેના મોડેલને ગણાવતા હતા.હોયલ અને આર્કો જેવી બ્રાન્ડે તો અમેરિકન પ્લેઇંગ કાર્ડ કંપનીને તેની બ્રાન્ડિંગ કરવા જણાવ્યું હતું.આ ઉપરાંત બી, હોયલ, મેવેરિક, ફોર્નિયર, એવિએટર, કેમ એન્ડ અધર્સ જેવી કંપનીઓએ પણ તેમની બ્રાન્ડિંગ માટે આ પત્તાની કેટ પર પસંદગી ઉતારી હતી.આ કાર્ડનું મુળ શું છે તે ચર્ચાસ્પદ બાબત છે અને કહેવાય છે કે નવમી સદીમાં આ કાર્ડનું નિર્માણ ચીને કર્યુ હતું.ચૌદમી સદી સુધીમાં આ કાર્ડ યુરોપમાં ફેલાયા હતા જે ઇટાલી દ્વારા થયું હતું આજે પણ ભવિષ્ય દર્શાવનારા ટેરોટ કાર્ડ ઇટાલીમાં જે પ્રકારનાં કાર્ડ ઉપયોગમાં લેવાતા હતા તે જ રીતનાં જોવા મળે છે.જો કે ઘણાં યુરોપિયન દેશોમાં તેમની પોતાની જ કેટ જોવા મળતી હતી.જર્મનીમાં હાર્ટ, લીવ્ઝ, બેલ્ઝ અને એકોર્નનો ઉપયોગ કરાતો હતો અને સ્પેનમાં કોઇન, કપ્સ, તલવાર અને કજલ્સનો ઉપયોગ કરાય છે.ફ્રેન્ચો સ્પેડ, હાર્ટ, કલબ્સ અને ડાયમંડનો ઉપયોગ કરે છે અને કહેવાય છે કે ફ્રેન્ચ કાર્ડ જ આજના કાર્ડનું મુળ છે.ફ્રેન્ચોએ જ કોર્ટ કાર્ડને ચારમાંથી ત્રણ કર્યા હતા.

જોકરનું પત્તુ કાર્ડમાં સૌથી મહત્વપુર્ણ મનાય છે પણ આ કાર્ડ અમેરિકાની દેન છે.પોકરની ગેમ લોકપ્રિય બની તે પહેલા અમેરિકામાં યુચરે નામની ગેમ પ્રચલિત હતી.૧૮૦૦માં કાર્ડનાં નિર્માતાઓ બોવર કાર્ડનો ઉપયોગ કરતા હતા પણ પોકર પ્રચલિત થતા આ ગેમ ભૂલાઇ જવા પામી હતી.ડિઝાઇનરોએ જર્મનનાં જુકર કાર્ડને જોકર તરીકે ઓળખાવવાની શરૂઆત કરી હતી.તેમાં તેમણે બેલ્સ અને ફલોપી હેટનો ઉમેરો કર્યો હતો ત્યારથી જ જોકરનું કાર્ડ એ જ રીતે બનતું થયું છે.

કાળીનો એક્કો કેટમાં વધારે શણગારવાળો હોવાનું જણાય છે કારણકે તેનો ઉપયોગ ટેક્સ સ્ટેમ્પ તરીકે પણ થતો હતો.મોટાભાગના એક્કા સાદા હોય છે પણ કાળીનો એક્કો વધારે ડિઝાઇન ધરાવે છે.આ પરંપરાનો આરંભ ૧૭૬૫માં થયો હતો.ઇન્ટરનેશનલ પ્લેઇંગ કાર્ડ સોસાયટીનાં જણાવ્યા અનુસાર આ એ વર્ષ હતું જ્યારે ઇંગ્લેન્ડે અમેરિકામાં વેચાતા કાર્ડ પર વેરો લેવાનો નિર્ણય કર્યો હતો.એક્કા પર ટેક્સની ચુકવણી કરાઇ હોવાની છાપ લગાવવામાં આવતી હતી.ટેક્સ સ્ટેમ્પ ત્યારે બહુ મહત્વની બાબત હતી અને એક્કામાં ચાલાકી કરવા માટે એક વ્યક્તિને મોતની સજા કરાઇ હતી.જો કે ૧૮૬૨માં કાયદો બદલાયો હતો અને એક્કાને પોતાની રીતે છાપવા માટેની કંપનીઓેને પરવાનગી અપાઇ હતી.આ પરવાનગી અપાયા બાદ મોટાભાગની કંપનીઓએ પોતાની રીતે જ એક્કાને છાપવાનો આરંભ કર્યો હતો.જો કે યુપીએસસીએ એક્કા માટે એક જ પ્રકારની ડિઝાઇન નક્કી કરી હતી.લેડી લિબર્ટીનો આજે પણ એ જ રીતે ઉપયોગ થાય છે.થોમસ ક્રોફર્ડનાં સ્ટેચ્યુ ઓફ ફ્રીડમ માટે તેને પસંદ કરાઇ હતી.વોશિંગ્ટન ડીસીમાં ઉભા કરાયેલ સ્ટેચ્યુનાં હાથમાં તલવાર અને ઓલિવની ડાળખી જોવા મળે છે.

ફુલ્લીનાં બાદશાહનાં હાથમાં રાજદંડ હોવાનું જણાય છે.જો કે આ કાર્ડ અનેક પ્રકારના રહસ્યો છુપાવીને બેઠુ છે.આમ તો આ ચાર બાદશાહ કોણ છે તે પણ પ્રશ્ન તમામને થતો હોય છે અને તેનો જવાબ છે કે મોટાભાગની કાર્ડ કંપનીઓ ચાર્લ્સ, ડેવિડ, સીઝર અને એલેકઝાંડરનાં ચહેરા દર્શાવે છે.ફ્રાંસમાં પ્રારંભિક સમયમાં કાર્ડ પર તે રાજાઓના નામ દર્શાવવામાં આવતા હતા.ફુલ્લીનો બાદશાહ એ એલેકઝાંડરને દર્શાવતું હોવાનું કહેવાય છે.

આ ચાર બાદશાહમાં એક બાદશાહ ચાર્લ્સ છે જેને આમ તો સુસાઇડ કિંગ કહેવાય છે અને તેના માટે એ કહેવાય છે કે તેણે પોતાના કાનમાં તલવાર ખુંપાવીને આત્મહત્યા કરી હતી.આ ખંજર તેના કાનમાં દર્શાવાય છે પણ પ્રિન્ટિંગની ખામીને કારણે તે યોગ્ય રીતે જણાતી નથી.આજની ડિઝાઇન ૧૫૬૫માં રૂએનનાં રહેવાસી પિયરે માર્સલે તૈયાર કરી હતી.મુળમાં ચાર્લ્સને યુદ્ધ માટે તૈયાર દર્શાવવામાં આવ્યો હતો અને તેને દર્શાવવા માટે કાર્ડમાં વધારે જગાની જરૂરત રહેતી હોવાને કારણે આજે તે અલગ રીતે જ દર્શાવાય છે.લાલનાં બાદશાહને ધ્યાનથી જોવામાં આવે તો તે અલગ રીતે જ દેખાય છે તેણે કાનમાં તલવાર ખોસી હોવાનું જણાય છે વાસ્તવમાં તેણે તલવાર તાણીને રાખેલી હોવાની ડિઝાઇન નક્કી કરાઇ હતી.ચોકડીનો બાદશાહ આમ તો વન આઇ કિંગ તરીકે ઓળખાય છે જેના હાથમાં હથિયાર જોવા મળતું નથી.જો કે મજાની વાત એ છે કે તે એક આંખવાળો બાદશાહ નથી.આમ તો અન્ય ત્રણ બાદશાહનો ચહેરો આગળના તરફનો જોવા મળે છે પણ ચોકડીનો બાદશાહ સાઇડમાં જોતો હોય તેમ લાગે છે.ચોકડીનો બાદશાહ એ સિઝર છે.આમ તો ત્રણેય બાદશાહનાં હાથમાં તેમની તલવાર જોવા મળે છે જ્યારે સિઝરની કુહાડી તેના પાછળનાં  ભાગે જોવા મળે છે.ઓનલાઇન કેસિનો આ અંગે જણાવે છે કે મોટાભાગના જુગારીઓ જાણતા હોય છે કે આ રાજા વાસ્તવમાં ભગવાન હતો.નોર્સ માયથોલોજી અનુસાર ઓડિને રન્સનાં ભેદને જાણવા માટે પોતાની આંખનું બલિદાન આપ્યું હતું. તે પોતાના હથિયારનો ઉપયોગ અન્ય રાજાઓની જેમ કરતો ન હતો પણ તેની આંગળીનાં ઇશારે તેનું હથિયાર ચાલતું હતું આથી તેનું હથિયાર તેના હાથમાં નહિ પણ તેની પીઠમાં જોવા મળે છે અને આ જ વાત ચોકડીનાં બાદશાહનું રહસ્ય છે.