દરવાજા પર પ્રાચીન ભાષામાં ખોદાયેલા શબ્દો "મૂકી દેવું એ જ મુક્તિ છે" નો અર્થ તે સમયે અનુકૂળ લાગ્યો નહોતો, પણ મનોમન બંને જાણતા હતા કે આ પહેલી પરીક્ષા હતી.
"મૂકી દેવું... પણ શું?" ઉર્મિલાએ તળિયેથી ઊંડું પ્રશ્ન પૂછ્યું.
"શું તું ભવિષ્યનો ત્યાગ કરવા તૈયાર છે? કદાચ આ સંકેત છે કે આપણું અહંકાર, આપણું ભય, અથવા કંઈક આપણું પોતાનું એવું છે જેને છોડવું પડશે," આર્યને શાંતિપૂર્ણ પણ ગંભીર અવાજમાં કહ્યું.
દરવાજા પર હાથ મૂકતા જ, એક ગાજતો અવાજ પૂરા મહેલમાં પ્રસર્યો. દરવાજાના આસપાસનાં શિલ્પો અચાનક જીવંત થઈ ગયા હતા. તે ભવ્ય શિલ્પો, જે માત્ર કલ્પનાના ભાગરૂપ હતા, હવે જાણે ચાલવા, નિહાળવા, અને અટકાવવાનો પ્રયાસ કરતા હોય તેમ લાગતા હતા.ખરેખર બધું હકીકતમાં બની રહ્યું હોય તેવો આભાસ થઈ રહ્યો હતો.
એક શિલ્પે તેની આંખો ઉર્મિલા તરફ ઘુમાવી. તે રાજકુમારની મૂર્તિ હતી. તેનો મુખમંડળ ભયજનક હતું. તેના હાથે એક ખડગ હતો, જે ગગનચુંબી પ્રકાશમાં ચમકી રહ્યો હતો.
"મુંજાય નહીં!" આર્યને ચીસ કરી. "માત્ર એક ભયભીત મન જ તેમને જીવંત રાખે છે. તું જો તારા ડરનો સામનો કરીશ, તો તે મૌન થઈ જશે.હિંમતના હારીશ તારા ડર સાથે તો તારે લડવું જ પડશે.
ઉર્મિલા આકસ્મિક ભયમાંથી બહાર ન આવી શકી. "મારા અંદર કોઈ અજાણ્યા ડરની પ્રતીતિ થઈ રહી છે," તે બોલી. તે શિલ્પોની વચ્ચે જાણે કોઈ અજાયબ શત્રુ ઉભો હતો, જે તેને અદ્રશ્ય રૂપમાં ખોળી રહ્યો હતો.
દરવાજો ધીમે ધીમે ખૂલી રહ્યો હતો, અને તેમાંથી એક શક્તિશાળી પ્રકાશ ફૂટવા માંડ્યો. તે પ્રકાશે બંનેને અવાક કરી દીધા. તેમનો દમ ઓછો થતો જાય છે તેવા અનુભવ વચ્ચે, એક ગુરુત્વાકર્ષણની લાગણી થવા માંડી.
"ઉર્મિલા!" એક ગુર્જર અવાજ દરવાજાની પછડાટમાં સાંભળાઈ ગયો. "તારા પાપના મૂળ સુધી પહોંચવું એક પડકાર છે!"
"હું?આ બધાનો અર્થ શું છે?અને આખરે તે બધું મારા સાથે કેમ થઈ રહ્યું છે?" ઉર્મિલા અવાક રહી ગઈ."
આ અવાજે જાણે મહેલને ધમકી આપી હોય તેમ દરવાજા સાથેના ભાગો અચાનક કાંપવા લાગ્યા. ઉર્મિલાને થોડી ક્ષણ માટે એક દૃશ્ય દેખાયું. તે અદ્ભુત, ભયમય દૃશ્ય હતું.
દૃશ્યમાં, ઉર્મિલાને એક ભવ્ય રાજમહેલ દેખાયો. રાજમહેલની ગાદી પર એક સુંદર રાજકુમારી બેઠી હતી. તેની આંખોમાં ખંડિત ભય અને હિંમતના ભવ્ય મિશ્રણનું દર્શન હતું. તેની સામે રાજાની તિરસ્કારભરી નજર હતી.
"હું અહી તારી સહાય કરવા માટે હતી, પણ તે મને શત્રુ તરીકે જોઈ!" રાજકુમારીની ચીસ આસપાસના મહેલમાં ગુંજી ઉઠી. "આ શાપ તારી અસત્યતાના કારણે છે."
"મારી ભૂતકાળની છબિ... એ હું છું કે શું? શું હું રાજકુમારીના રૂપમાં ફરી જીવી રહી છું?" ઉર્મિલાએ મનમાં બોલ્યું.
આ દૃશ્યે ઉર્મિલાના મનમાં શંકાઓ ઊભી કરી. તે આ શાપનો એક ભાગ બની શકે છે, જેનું મૂળ તેનો જ પુનર્જન્મ હોય એવું લાગી રહ્યું હતું.
દરવાજો સંપૂર્ણ રીતે ખૂલી ગયો. તેમાંથી બહાર આવતા પ્રકાશે ઉર્મિલા અને આર્યનને નવા અભયારણ્યમાં ખેંચી લીધા. તે જગ્યા અદભુત હતી, પણ એક સાથે ભયજનક પણ લાગી રહી હતી. જમીન પર પ્રાચીન ચિહ્નો કોતરેલા હતા, અને તેમાંનું દરેક ચિહ્ન શિલાલેખો સાથે જોડાયેલું લાગતું હતું.
દરવાજાના બીજી બાજુ એક મહંતની શિલ્પમૂર્તિ હતી, જેના ચહેરા પર બલિદાન અને શાંતિનો ભવ્ય સંકેત હતો. તે શિલ્પમૂર્તિ પોતાની આંખોથી બળી રહી હોય તેમ લાગી, અને તેમાંથી અવાજ આવતો રહ્યો:
"શાંતિને ફક્ત નિર્દોષ હૃદયથી જ પ્રાપ્ત કરી શકાય છે. તારા ભય અને અહંકારનો ત્યાગ તને મુક્તિ તરફ લઈ જશે."
અહીંથી આગળ જે થવાનું હતું તે માત્ર ઉર્મિલા અને આર્યનના સંકલ્પ પર આધાર રાખતું હતું. શું તેઓ શાંતિ લાવી શકશે, કે આ રહસ્યમાં વધુ ખોવાઈ જશે?