Farewell to Manmohan.. in Gujarati Motivational Stories by वात्सल्य books and stories PDF | મનમોહનની વિદાય..

Featured Books
Categories
Share

મનમોહનની વિદાય..

એક યુગનો અંત.....
મારા અતિ પ્રિય તેમજ ભરતભુમિને અલવિદા કરનારા ડૉ.મનમોહનજી તમને મારા અઢળક નમન અને શ્રદ્ધાસુમન!!!
ભારતના અનુક્રમે ૧૪ મા પ્રધાન મંત્રી ડૉ.મનમોહનસિંહનો જન્મ ૨૬ સપ્ટેમ્બર ૧૯૩૨ માં થયો હતો.તેઓ ભારતના ૧૪ મા વડાપ્રધાન હતા.તે એક કુશળ રાજનેતા હોવાની સાથે સાથે એક વિદ્વાન,અર્થશાસ્ત્રી અને વિચારક પણ હતા.એક અનુભવી અર્થશાસ્ત્રીના રુપમાં તેમની ઓળખ વધુ હતી.તેમની કુશળ અને ઈમાનદાર છબીને કારણેજ લગભગ દરેક રાજનૈતિક દળોમાં તેમની સારી શાખ છે.સને ૨૦૦૯માં થયેલી લોકસભાની ચુંટણીમાં મળેલી જીત પછી તેઓ જવાહરલાલ નેહરુ પછીનાં ભારતના પહેલા એવા વડાપ્રધાન બન્યા છે કે જેમને એક વખત પાંચ વર્ષનો કાર્યકાળ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા પછી ફરી વખત વડાપ્રધાન પદ પ્રાપ્ત થયું હોય.તેમને જૂન ૨૧,૧૯૯૧ થી મે ૧૬,૧૯૯૬ સુધી નરસિંહ રાવની સરકારમાં નાણા મંત્રીનો હોદ્દો પણ સંભાળ્યો હતો.નાણા મંત્રી તરિકે તેમણે ભારતમાં આર્થિક સુધારાઓની શરુઆત કરી.૨૮ ફેબ્રુઆરીએ તેઓ સાઉદી અરેબિયાની યાત્રા પર ગયા હતા,આ સાથે જ ૧૯૮૨ બાદ સાઉદી અરબની યાત્રા કરનારા તેઓ પહેલા વડાપ્રધાન બન્યા હતા.પંજાબ યુનિવર્સિટી,કેમ્બ્રિજ યુનિવર્સિટી
ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ડિગ્રી સાથે અનેકોનેક પુરસ્કૃત્ત મહાન અર્થશાસ્ત્રી તેમજ ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહસિંહ પૂર્વ નાણાંમંત્રી,પૂર્વ નાણાંસચિવ,પૂર્વ આર્થિક સલાહકાર,આર.બી.આઈ.ના પૂર્વ ગવર્નર,વર્લ્ડ બેંકના પૂર્વ ચીફ ઇકોનોમિસ્ટ તેમજ ભારતની આર્થિક ક્રાંતિના પ્રણેતા,ભારતીય રાજનીતિના અજાતશત્રુ ડૉ.મનમોહનસિંહજીની ચીર વિદાય એટલે ભારતે ભારત રત્ન ગુમાવ્યું સમજું છું.ભગવાન તેમના દિવ્ય અને પવિત્ર આત્માને શાંતિ આપે.
મૌન રહીને કામ કરે એને "મનમોહન કહેવાય"!૨૦૧૦ની વૈશ્વિક મહામંદીમાં અમેરિકા આ મંદીને કાબુમાં લેવા હાંફી ગયું.ત્યારે ભારતને એની અસર થવા નહિ દેનારા મહાન અર્થશાસ્ત્રી,અમેરિકા જેવી મહાસત્તાના પ્રમુખ જેને પગે લાગીને માન સન્માન આપે,જેની તમામ યોજનાઓનો વિરોધ કરીને એજ યોજનાઓ વિરોધીઓએ અમલમાં લાવવી પડે એવા ગ્રેટ ખૂબ ભણેલા ગણેલા વડાપ્રધાન ભારતને ફરી મળે એવી આશા રાખીએ.ભારતની ઇકોનોમીને રમણભમણ કરનારા અભણો દૂર થાય એવી શુભેચ્છાઓ સાથે પ્યારા મનમોહનસિંઘને શ્રદ્ધાંજલિ.
નામ પ્રમાણે ગુણ ધરાવનારા અને કામ કરનારા જન્મથીજ ઓછા બોલા અને પોતાનું કામ લીધેલું પૂરું કરનારા "મનમોહન" પ્રત્યે મને ખૂબ માન અને આદર છે.આ મહાન આત્મામાં એવું શું. ગોરા ભાળી ગયા કે અમેરિકા બોલાવે અને એમને પગે લાગી સલાહ લે !!અમેરિકનો કોઈને પગે ના લાગે અને આ મનમોહનને પગે લાગે!!!
આ એમની મહાનતા અમેરિકા અને વિશ્વના દેશો માપીને મનમોહનને હાર્દિક આમંત્રણ આપતા હતા.ભલે રાજકારણના એ "હીર" છે,પરંતુ મારા એ પ્યારા લાગે તેવા "ડૉક્ટર મનમોહન શૂરવીર" છે.ગમે તે ક્ષેત્રમાં એમને જવાબદારી આપી એમણે પુરી નિષ્ઠા સાથે અદા કરી છે.માનનીયા સોનિયા ગાંધી ધારત તો પોતાના દીકરા રાહુલને વડાપ્રધાન પદ પર બેસાડી શકતે પરંતુ એમ ન કરતાં ડૉ.મનમોહનસિંઘને ભારતના વડાપ્રધાન પદની બબ્બે વખત જવાબદારી આપી. આ એમના નિરાળા વ્યક્તિત્વની પ્રથમ ઓળખ છે.
ઘણી વખત વિચારું છું કે મૌન એમનું કામ છે,મૌન એમનું કર્મ છે,મૌન એમનું બોલવું છે,મૌન એમનું ચાલવું છે,મૌન એમનું જીવન છે.રાજકારણમાં તો વામણા,બટક બોલા તેમજ કરે કંઈ નહિ સ્પેશિયલ બ્યૂટીશીયન બોલાવી બાઈ જેમ શણગાર સજી ધજી જ્યાં ત્યાં હું જ કરું છું,તેવા આજના બુઠા રાજકારણીમાં આ ખુદાનો ફરિશ્તો હતા.રાજકારણમાં મને વધુ કોઈ ગમતા વડાપ્રધાન હોય તો સ્વર્ગસ્થ શ્રી રાજીવ ગાંધી સાહેબ અને ડોક્ટર શ્રીમનમોહનસિંઘ હતા.જોગાનુજોગ આ સને ૨૦૨૪ ના વરસમાં એક પછી એક મહાન હસતીઓએ વિદાય લીધી છે.જેમ કે તાતા સ્ટીલ કંપનીના "રતન તાતાજી",સંગીત ક્ષેત્રના તબલા વાદક ઝાકીર હૂસેનજી,અને "ડૉક્ટર મનમોહનજી"!!! સને ૨૦૨૪ ની સાલ આ મહાન આત્માઓના વિદાયનું વર્ષ તરીકે ઓળખાશે.
થોડા દિવસોમાં સને ઈશુ ખ્રિસ્તની ૨૦૨૫ સાલ આવી ગઈ છે.પ્રભુને પ્રાર્થના કરીએ કે સારા ને રાખો હરામીઓને જલદી અહીંથી લઈ જાઓ.
મારા પ્યારા અને આદર્શ મારા હીરો ડૉ.મનમોહનસિંઘને દિલથી
❤️🙏🏿❤️
શ્રદ્ધાંજલિ.
 - વાત્સલ્ય