પ્રેમ એટલે શું?
યાદ કર્યા વગર કોઈ યાદ આવી જાય એ પ્રેમ.
સામે ન હોવા છતાં કોઈ નજર આવી જાય એ પ્રેમ.
એકાંત માં પણ કોઈના સ્મરણ નો સંઘાત મળી જાય એ પ્રેમ.
બધું પાસે હોવા છતાં કોઈની ખોટ હંમેશા વર્તાય એ પ્રેમ.
આજે હું તમને મારા ડિયર લવની સ્ટોરી શેર કરું...
હું વિરલ... જામનગરની બોયઝ સ્કૂલમાં હાઈસ્કૂલનું ભણવાનું પૂરું કર્યું. મારે હવે કોલેજમાં પ્રવેશ કરવો હતો. હું મારા ભવિષ્ય માટે ઉત્સાહી હતો, અને મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનું નક્કી કર્યું. મારા માટે આ નવો રસ્તો હતો, નવો શહેર અને નવી દુનિયા.
જે દિવસ હું અમદાવાદ પહોંચ્યો, તે દિવસ મારા જીવનનો એક નવી શરુઆત બનવાનો હતો. બધા જ કરવટો બદલાઈ ગયાં હતાં. હું કોલેજના કેમ્પસમાં આવેલા હોસ્ટેલ પહોંચ્યો. મારા રૂમમાં બે અન્ય છોકરાઓ મારા રૂમમેટ હતા – મેક્સ અને આકાશ. શરૂઆતમાં એમને મારું પોતાનું શાંત સ્વભાવ બહુ નથી ગમ્યું, પણ થોડા કલાકોમાં જ અમારી વાતચીત એવી ચાલી કે અમે ત્રણેય મિત્રો બની ગયા.
મેક્સ મારી કરતા આખું એક વર્ષ મોટી જીન્દગી જીવતો હતો. એની girlfriend હતી અને એ બધી લવ સ્ટોરીઝના એક્સ્પર્ટ જેવી વાતો કરતો.
એ બોલતો, “અરે વિરલ! કૉલેજના પહેલી સાલમાં girlfriend ન બની હોય તો કોઈ લાઈફનો ફાયદો? કાલે કોલેજ શરૂ થાય છે. તારી પણ લાઈફ બદલાઈ જવાની છે!”
મને હસવું આવતું. હું એવું તો ખરો કે પ્રેમ અને લવ સ્ટોરી મારા માટે નવા શબ્દો જ હતા, પણ ક્યાંક અંદરથી એવું લાગતું કે કદાચ મારી પણ એવી જ રીતે જિંદગી બદલાવાની છે.
બીજા દિવસે વહેલી સવારથી મારા મનમાં એક નવો ઉત્સાહ હતો. કોલેજનો પહેલો દિવસ એટલે નવા લોકો, નવા સંબંધો અને કદાચ મારા મનમાં વસેલી ડિયર લવની શરૂઆત.
ક્લાસમાં બધા નવા ચહેરા હતા. બધાના ચહેરાઓ પર ઉત્સુકતા હતી. પ્રોફેસર ક્લાસમાં આવ્યા. હમણાંજ અમે બધા ઊભા થઈને કહ્યું, “ગૂડ મોર્નિંગ સર!”
પ્રોફેસર હસીને બોલ્યા, “શું મઝા છે! આટલી સિસ્ત શું સ્કૂલમાં છે? હવે તમે કોલેજમાં છો. આરામથી બેસી જાઓ.”
થોડી મિનિટોમાં તેમણે પૂછ્યું, “તો કોણ અહીં શું કરવા આવ્યો છે?”
એક પછી એક બધાં વિદ્યાર્થીઓ તેમના વિચારો અને મજાકમાં જવાબ આપી રહ્યા હતા.
એક છોકરો બોલ્યો, “હું તો બસ મોજ કરવા આવ્યો છું.”
એક છોકરીએ કટાક્ષ કર્યો, “હું boyfriend બનાવીને એના બાઈક પર સવારી કરી ફરવા આવી છું."
એ બધું સાંભળીને પ્રોફેસર બોલ્યા, “આ એન્જિનિયરિંગ છે! તમારે મહેનત કરવી પડશે. આ મોજમસ્તી ભલે થોડી હોય, પણ ભવિષ્ય માટે પરિશ્રમ જરૂરી છે.”
ક્લાસ પૂરો થયો તો મારી સાથે એક અજાણી અદભૂત ઘટમાળ શરૂ થઈ ગઈ.
અમારા ક્લાસ પૂરો થતા જ એક જૂથ સિનિયર્સ અમારું રાહ જોતા હતા. મને ખબર નહોતી કે આ "રેગિંગ" છે! એમણે અમને અટકાવ્યા અને લાઇનમાં ઉભા કરી દીધા. એકે પૂછ્યું, “નામ શું છે?”
“વિરલ.”
“હાઇટ?”
“પાંચ ફૂટ આઠ ઇંચ.”
“ફેવરિટ હીરોઇન?”
“આલિયા ભટ્ટ.”
“ફેવરિટ હીરો?”
"વરૂણ ધવન."
"વજન કેટલું?"
“પાંસઠ કિલો.”
એક સિનિયર હસતાં બોલ્યો, “ચાલ વિરલ! આજે તો તારી બેસિક માહિતી અમારી પાસે છે. હવે તું સારો છોકરો છે કે નહી, એ બતાવ!”
હવે એમણે મને પાંચ વાર પગથિયાં પર દોડવા કહ્યું. મેક્સ અને આકાશ મારી પાછળ હતા. હું અંદરથી થાક્યો હતો, પણ અમે બધા હસતાં હસતાં આ રેગિંગનો અનુભવ માણ્યો.
સવારનાં પાંચ વાગ્યે ઘડીયાળનો એલાર્મ વાગ્યો. મારે કાંઈ જાગવાની ઈચ્છા ન હતી, પણ પેલા આકાશે મને જગાડ્યો, “વિરલ, ઉઠ! જોગિંગ માટે જવાનું છે. કહે છે રિવરફ્રન્ટ પર મસ્ત છોકરીઓ આવે છે. કાંઈક જિંદગીમાં આચમન લાવવું છે કે નહીં?”
મેક્સ મારા ઓરડામાંથી તાકતો બોલ્યો, “વિરલ, આવો મોકો વારંવાર નથી મળતો. જો તું હવે જ નહીં જાગે, તો તારી લવ સ્ટોરી ક્યારેય નહીં શરુ થાય.”
હું મનમનાવું છું, પણ અંદરથી ઉત્સુક હતો. છેલ્લે ઊઠીને અમે ત્રણેય તૈયાર થયા. હું હજી સૂતેલા મગજ સાથે ચાલતો હતો, જ્યારે આકાશ અને મેક્સ already વાતો કરવા લાગ્યા હતા કે કેવી રીતે એ દિવસ "લકી" સાબિત થવાનો છે.
રિવરફ્રન્ટ પર સવારે ઠંડક અને પવનની મઝા હતી. હવા મીઠી હતી અને આખું વાતાવરણ ઉર્જાવાન લાગતું હતું. થોડીવાર પછી અમે જોગિંગ શરુ કર્યું. હજી મોજમાં જ હતા, ત્યાં મેં દૂર જોયું. સામે એક છોકરી જોગિંગ કરતી આવતી હતી. એના કાળા વાળની લટો પવનમાં ખૂલે છે. એના ચહેરા પરની શાંતિ અને એના ચાલવામાંનો આત્મવિશ્વાસ મને થોડું રોકી લેનાર લાગ્યો.
મેક્સ ફૂસફૂસતાં બોલ્યો, “વિરલ, આ તારી લવ સ્ટોરીની શરૂઆત હોય શકે છે.”
આકાશ હસતાં બોલ્યો, “અરે પેલા પહેલાં બાઉન્સરનો સામનો તો કર!”
એ છોકરીએ જાણ્યું કે અમે એને જોઈ રહ્યા છીએ. એણે એક ખડખડાટ હસીને પોતાના બાઉન્સરને ઇશારો કર્યો. એ બાઉન્સર તરત જ અમારી તરફ આગળ વધ્યો. અમે હંમેશની જેમ ઝટપટ ત્યાંથી ભાગી ગયા.
મેક્સ, હાંફતો બોલ્યો, “આતો પ્રેમ થાય તે પહેલાં જ કપાઈ ગયો."
આકાશ હસીને બોલ્યો, “વિરલ! તારા માટે આ પહેલા ચેપ્ટર જેવું હતું. હવે બીજું ચેપ્ટર ક્યારે લખાય તે જોઈશું!”