વત્સલ અને અર્પિતા પોતાના બેડરૂમમાં સુતા હતા. અને સવારે 8:00 વાગ્યાં હશે અને રૂમની તમામ ઘડિયાળમાં એલાર્મ વાગવા માંડે છે. આજની તારીખ જ એવી છે. આજે 26 જુલાઈ છે.
વત્સલ - જાગી જાય છે. અને બધી ઘડિયાળના એલાર્મ બંધ કરે છે. અને અર્પિતાને જગાડે છે. હેપ્પી બર્થડે ટુ યુ, હેપ્પી બર્થડે ટુ યુ હેપ્પી બર્થડે ડીયર અર્પિતા હેપ્પી બર્થડે ટુ યુ. હેપ્પી બર્થડે અર્પિતા...
અર્પિતા - થૅન્ક્યુ વેરી મચ ડીયર.
વત્સલ - અર્પિતા તને યાદ છે કોલેજમાં મેં તારી સાથે ફ્રેન્ડશીપ કરી ત્યારે તારો પહેલો બર્થડે મેં કોલેજ કેમ્પસમાં આખી કોલેજ સાથે સેલિબ્રેટ કર્યો હતો.
અર્પિતા - જૂની યાદોમાં થોડા ક્ષણો માટે ખોવાઈ જાય છે.
વત્સલ - અર્પિતા સામે ચપટી વગાડે છે ક્યા ગુમ થઈ ગઈ?
અર્પિતા - મને કોલેજનો તે દિવસ યાદ આવી ગયો જયારે તે મારો બર્થડે સેલિબ્રેટ કરી મને સરપ્રાઈઝ આપ્યું હતું. અને તે મને ગિફ્ટમાં આપેલી બધી જ વસ્તુ મેં હજી સુધી સાચવી છે.
વત્સલ - થૅન્ક્યુ. આજે 10 વર્ષ થઈ ગયા આપણા લગ્ન જીવનના એમાં ઘણા ફેરફાર આવ્યા કંઈક સારું તો કંઈક નબળું જીવનમાં બન્યું છતાં હું ક્યારેય પણ હાર્યો કે તૂટ્યો નથી? શુ કામ? કારણકે કોઈપણ પરિસ્થિતિ હોય પણ તું ક્યારેય મારાથી દુર ગઈ નથી. અને તે મારા પર ટ્રસ્ટ કર્યું એટલે હું બધી પરિસ્થિતિ સામે લડી શક્યો. મારા જીવનમાં કેવા ખરાબ દિવસો આવ્યા હતા તે હું આજે પણ તે ભૂલી શક્યો નથી. તે સમયે મારા તમામ સંબંધીઓએ મારાથી મોં ફેરવી લીધું હતું. અને ઘણા મહેણા માર્યા, અને ખરાબ વર્તન કર્યું, અવિશ્વાસ દાખવી, મને ખરાબ ગણ્યો પણ તે હંમેશા મારા પર વિશ્વાસ કર્યો, મને સપોર્ટ કર્યો, મને ક્યારેય પણ એકલો પડવા દીધો નથી. હું કાચની માફક તૂટી વિખેરાઈ ગયો હતો. પણ તું મારી સાથે મારી આ પરિસ્થિતિમાં ઉભી રહી. અને મને હંમેશા મદદ કરી છે. એટલું જ નહિ હું તો સાવ તૂટી ગયો હતો પણ તે મારા દુઃખ મારી તકલીફને પોતાની સમજી અને તેની સામે લડી અને મને પણ પ્રેરણા આપી. અને હું આજે સુખી છું. હું આજે જે કંઈપણ છું, તે બધા માટે તે ખુબ મક્કમ મન સાથે બધી જ કપરી સ્થિતિ સુધારી છે. તું પ્લીઝ કદી મારી પર શંકા ન કરતી કેમ કે તું મારી હિંમત છે. જો તું મારી પર વિશ્વાસ નહિ કરે તો મારું જીવન તો નિરાધાર થઈ જશે. તને મેં જયારે પહેલી વખત જોઈ હતી ત્યારે જ તું મને પસંદ આવી ગઈ હતી. અને સગાઇ થયાં બાદ તે મારા પ્રોજેક્ટ બિલ પાસ કરાવી આપ્યા. તે વખતે હું સમજી ગયો હતો કે જો તું મારા જીવનમાં આવી જઈશ તો મારી બધી પ્રોબ્લેમ આપોઆપ જતી રહેશે. આમ પણ તારા જેવા લાઈફ પાર્ટનર સાથે લાઈફ જીવીને મને ક્યારેય ખબર નથી પડી કે મારી લાઈફમાં પ્રોબ્લેમ ક્યારે આવી અને ક્યારે ગઈ? એમ કહું કે તે મને તે તકલીફની ખબર જ પડવા દીધી નથી. થૅન્ક્યુ વેરી મચ.
અર્પિતા - આજના દિવસે સવાર સવારમાં શુ તમે આ બધું લઈને બેઠા છો. પ્લીઝ એવી વાતો શુ કામ યાદ કરો છો જે ખાલી તકલીફ આપે છે. આજે કંઈક સારું વિચારો જેથી ભગવાન આપણને જીવનમાં બધા જ સમય માંથી પસાર થવા માટે હિંમત આપે.
વત્સલ - હા સાચી વાત છે તારી. ચાલ જલ્દી તૈયાર થઈજા પછી આપણે પછી મંદિરે દર્શન કરવા જઈશું. જા સામેના ટેબલ પર તારા માટે કંઈક છે. તું આજે તે પહેરજે કદાચ તને ગમશે.
અર્પિતા - થૅન્ક્સ.
પછી અર્પિતા તૈયાર થઈ જાય છે. અને બહાર આવે છે. અર્પિતા ની સુંદરતા માટે વત્સલ પાસે શબ્દો જ નથી. તે માત્ર એટલુ જ બોલે છે. બ્યુટીફૂલ.
વત્સલ - અર્પિતાની નજીક જાય છે. અને તેને જોતો જ રહી જાય છે.
અર્પિતા એ પિન્ક કલરનો ડ્રેસ પહેર્યો છે. અને હાથમા બ્લુ કલરનું બ્લેસલેટ પહેર્યું છે. અને ડ્રેસમાં છંટકાવેલુ પરફ્યુમ આખા રૂમમાં સુગંધના લાલમ્યથી જાણે નવી ઉજાસ આવી જાય છે.
વત્સલ - અર્પિતાના માથામાં ગુલાબનું ફૂલ લગાવે છે. પછી બંને સેલ્ફી લે છે.
પછી બંને મંદિરે જવા માટે નીકળે છે.
વત્સલ અને અર્પિતા સ્વીફ્ટ ગાડીમાં બેસી મંદિરે જાય છે. બંને બહુ ખુશ છે. બંને મંદિરે આવે છે. અને પૂજા - દર્શન કરે છે.
અર્પિતા - હે ભગવાન આજે મારા બર્થડે પર હું હાથ જોડી તમને એટલી જ વિનંતી કરીશ કે તમે જેમ અત્યાર સુધી અમને તકલીફમાંથી ઉગર્યાં છે. તે હંમેશા સહાય કરજો. અને વત્સલ હંમેશા ખુશ રહે. બસ બીજું કંઈ જ જોઈતું નથી.
વત્સલ - હે ઈશ્વર આજે અર્પિતાની લાઈફનો ખુબ ઈમ્પોર્ટન્ટ ડે છે. તો આજે તે ખુશીથી દિવસ પસાર કરે અને તે હંમેશા ખુશ રહે તેવી પ્રાર્થના. હે ઈશ્વર તે કદી દુઃખી ન થાય. કંઈ પણ તકલીફ મને આપજો તેને નહિ. મારી ઉંમર તેને લાગી જાય.
પછી બંને દર્શન કરી અને ઘરે પાછા ફરતા હોય છે પણ કુદરત જાણે તેમનાથી રિસાઈ ગયા હોય તેમ લાગતું હતું. જાણે કે આજે ભગવાન પોતાની ઈચ્છા મુજબ વત્સલ અને અર્પિતાનું ભાગ્ય લખવાંના હતા. બંને ગાડીમાં બેસી ઘરે પાછા ફરતા હોય છે. બધું બરાબર ચાલતું હતું. અને અર્પિતા અને વત્સલ વાતો કરતા કરતા હસતા હતા. તેમણે તો વિચાર્યું પણ ન હતું કે તેમની સાથે શુ થવાનું છે? ગાડી ચાલતી હોય છે. બંને ખુબ ખુશ હોય છે. અને વત્સલ અર્પિતા માટે આ કરવું, તે કરવું અને બર્થડે સેલિબ્રેટ કરવાનો પ્લાન કરતો હોય છે. પણ આજે તો તેમના માટેઈશ્વરે કંઈક અલગ જ પ્લાન કર્યો હતો. તેઓ પણ આ વાતથી અજાણ હતા કે તેમની સાથે આજે કંઈક થવાનું છે. અને તેમની બધી જ ઈચ્છા માત્ર નામશેષ બની રહેશે.
ગાડી સામે અચાનક એક ટ્રક આવી જાય છે. અને ગાડીને જોરથી ટક્કર મારે છે. પળ બે પળમાં તો ગાડી આમથી આમ ફરિ જાય છે. અને રસ્તા પર લોહીની નદી વહેવા લાગે છે. લોકો ત્યાં એકઠા થઈ જાય છે. અને ગાડી સીધી કરે છે તો વત્સલ અને અર્પિતાના શરીર પર લોહી વહેતુ હોય છે. તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. અને થોડા કલાકો બાદ અને લાંબી સારવાર બાદ અર્પિતા ભાનમાં આવે છે. અને તે ડોક્ટરને વત્સલનું પૂછે છે. વત્સલ ઠીક છે ને ડોક્ટર.
ડોક્ટર - આઈ એમ સોરી પણ વધુ લોહી નીકળી જવાથી તેમના મગજની નસ ફાટી ગઈ અને અમે તેમને બચાવી શક્યા નહિ. જાણે અર્પિતાના હ્રદયમાં સમસમતો ક્રોધની ચિનગારી ઉત્પન્ન થાય છે અને પછી નિરાશા સાથે સમાય જાય છે. તે પોક મૂકીને રડે છે. હોસ્પિટલનું વાતાવરણ સાવ શોકના મોઝામાં ફરિ વળ્યું હતું. જાણે કુદરતમાં જરાં પણ કરુણા બચી જ ન હોય.
અર્પિતા - વત્સલની ડેડબોડી પાસે જાય છે. અને તે થોડીવાર તો સાવ ગુમસુમ થઈ જાય છે. અને પછી વત્સલના મૃતદેહ પર માથું મૂકી જોર જોરથી રડવા લાગે છે. નર્સ આવી તેને સાંભળે છે. હે ઈશ્વર મેં તારી પાસે માંગ્યું શુ હતું કે તે મારું સુખ લઈ લીધું? મારા આજના સારા દિવસને તે ખરાબ કર્યો. મારો બર્થડે બગાડી નાખ્યો. તું પણ ખુશ હોઈશ આજે કેમ કે તે મારું સુખ છીનવી લીધું. પણ હું તને માફ નહિ કરું. વત્સલ, વત્સલ, મને મૂકી શુ કામ ચાલ્યા ગયા? આટલું બોલતા બોલતા તેને શ્વાસ ચડે છે. અને અર્પિતાનો બર્થડે શોકમય બની જાય છે. અને આ દિવસ તેના માટે ખરાબ યાદગીરી રૂપ બની રહે છે. તેના બર્થડેના દિવસે જ તેના જીવનનું મહત્વનું અંગ અથવા તો જીવન ચાલ્યું ગયું? જીવવાનું કારણ સાવ બેસરાઈ ગયું. જાણે તેના જીવનનો કોઈ અર્થ જ ન રહ્યો હોય.
અંતે તે એટલું જ કહે છે કે મારી સાથે જે થયુ તે બીજા કોઈપણ સાથે ન બને. કેમ કે બધા જ લોકો સહનશક્તિવાળા હોતા નથી. અને અહીં આ રુદન કથા અને એક પ્રેમકથા શોકમય વાતાવરણમાં પરિવર્તન પામે છે. અને એક દુઃખદ, હ્રદય દ્રવી ઉઠે તેવી કરુણામય કથામાં ફરિ જાય છે. ફરિયાદનું ઘોડાપૂર હૃદયના ઊંડા વાગેલા ઘા અને પીડામાં સમાય જાય છે. અને આ કથા પૂર્ણ થાય છે.
લેખન - જય પંડ્યા