Grahan - 2 in Gujarati Love Stories by Shaimee Oza books and stories PDF | ગ્રહણ - ભાગ 2

Featured Books
Categories
Share

ગ્રહણ - ભાગ 2

રઘનાથભાઈનો દિકરી પ્રત્યેનો પ્રેમ...

આપણે આગળ જોઈ ગયા કે અનાહિતા બહુ માસુમ અને નિર્દોષ છોકરી હતી.પરંતુ તેની માં ની આંખમાં આંસુ જોઈ તેની પણ આંખો ભરાઈ ગઈ હતી.રઘનાથભાઈનું કુંભમેળામાં શુ થયું તે હવે જોઈએ.

હવે આગળ

રઘનાથભાઈ દર્શન કરી આવ્યા.

નિવેદિતાજી: અનાહિતાના પપ્પા તમે આવી ગયા?

રઘનાથભાઈ: હા...બોલો શુ કામ હતું?

નિવેદિતાજી: આ છોકરી ક્યારનીય રો રો કરે છે.
અનાહિતાને ગોદમાં ઉઠાવી લે ત્યારે જ દિકરી શાંત થાય છે.

નિવેદિતાજી: લ્યો બોલો બની શકે કે દિકરી તમને જ શોધતી હોય.

અનાહિતા પા...પા...બોલી હાથ ઊચા કરી રહેલી.

રઘનાથભાઈ: આવ તો બેટા,,,,આવ મારી દિકરી...હુ આવી ગયો છું ને ચાલ હવે શાંત થા.

નિવેદિતાજી:લ્યો બોલો હવે મેડમને ઊઘ સારી આવશે.

અલ્લાહબાદમાં ઠંડી બહુ હતી.
અનાહિતાને તો ઠંડીથી બચાવવા ત્રણ સ્વેટર પહેરાવેલા.

રઘનાથભાઈ: હું આપણા રહેવા માટે હોટેલ શોધવા જાવ છું તમે દિકરીનુ ધ્યાન રાખજો.

નિવેદિતાજી: હા...

રઘનાથભાઈ: એને હેરાન ન કરતા પાછા.

નિવેદિતાજી: હા...બાપા તમને તો દિકરીનો ભારે મોહ છે...

રઘનાથભાઈ: કેમ ન હોય દિકરી બહુ બાધા માનતા પછી આવી છૈ, અને હા દિકરીનુ ધ્યાન રાખજો મારુ તો કંઈ નક્કી નહીં ક્યારેય ભગવાનનુ તેડું આવે.

બહૂ વાતો કરી આપણે વાતોમાં સમય નથી ગૂમાવવો આપણે હોટેલ શોધવા જાઈએ.

નિવેદિતાજી: હા... ભગવાન રાખે ત્યાં...

એક વાત પુછુ?

રઘનાથભાઈ; બોલોને શું પુછવુ છે તમારે?

નિવેદિતાજી: પણ હા તમે હમણાં શુ બોલ્યા હતા? મને કંઈ સમજ ન પડી. આ શુ બોલો છો? તબિયત કેમ છે આજે?

રઘનાથભાઈ:- કંઈ જ નથી થયું.આ તો વાત છે બધા દિવસ કંઈ આવા નહીં જાય.

નિવેદિતાજી: ભવિષ્યની ચિંતા તમે અત્યારથી કરી લોહી શુ કામ બાળો છો?

રઘનાથભાઈ:એ તો કરવી પડે આ કાયા તો રહી માટીની ગમે ત્યારે મળી જાય.મારા ગયા પછી તમારું શુ થશે એ ભવિષ્યનો પણ મારે વિચાર કરવો પડે ને...

નિવેદિતાજી: તો આવી અણધડ વાતો શુ કર્યા કરો છો?તમે પહેલાં તો ગરમ ચા પી લો તો...

રઘનાથભાઈ: આ વાત સાચી છે.
કુદરતનુ તેડું ક્યાં ઝાલ્યું રહેવાનું છે મોત જ્યારે ઈશ્વરે લખ્યું હશે ત્યારે આવશે.

નિવેદિતાજી ફરી પુછે છે,કે તમારી તબિયત કેવી છે?

રઘનાથભાઈ: કેમ મારી તબિયતને કશુ જ થયુ નથી તમે મારી ચિંતા ન કરો તમે દિકરીને સાચવો.

હુ હોટેલ શોધી આવુ છું... આપણે રહીશું ક્યાં?

નિવેદિતાજી: હા ચાલો શોધી આવો.

અનાહિતા ફરી રડવા લાગી.

નિવેદિતાજી મનમાં ચિંતા કરી રહેલા કે આમ આજે આ અચાનક આવી વાતો કેમ કર્યા કરે છે? આમને થયું છે શું?
નિવેદિતાજીનો જીવ ગભરાઈ ગયો. શરીરેથી પરસેવો છૂટી ગયો.

રઘનાથભાઈ કંઈ જ બોલ્યા નહીં તેઓ દિકરી સાથે રમી રહ્યા હતા.
અલ્લાહબાદના કુંભમેળામમાં માં દિકરી બેય બેઠા હતા.નદી વહી રહી હતી. સૌ કોઈ ધક્કામૂકી કરી રહ્યુ હતુ.
રઘનાથભાઈ એકાએક જમીન પર ઢળી પડ્યા. તેમને વાતવાતમાં તેમને એકાએક ખેંચ આવી.તેઓ બેહોશ થઈ ગયા.
આ જોઈ નિવેદિતાજી તો એકાએક શોક થઈ ગયા.

નિવેદિતાજી: એ.... અનાહિતાના બાપુ.... તમને શુ થાય છે? આંખો ખોલો તમને શુ થાય છે? ઉઠો અમારી સાથે વાત કરો જોવો દિકરી પણ તમને બોલાવે છે.

રઘનાથભાઈ અચકાતા એક જ વાત કરે છે, " હું જાવ છું દીકરીનું મારા ગયા પછી ધ્યાન રાખજે. એને મારી યાદ ન આવવા દેતી."
આ તેમના છેલ્લા શબ્દો હતા. રઘનાથભાઈના પ્રાણ પિખેરુ ઉડી ગયા.

નિવેદિતાજી: એ,,,, ય... શુ થયુ તમને તમે ઠીક તો છો ને?

કોઈ તો મદદ કરો અમારી... કોઈ તો મદદ કરો...

સૌ લોકો; એ... ચાલો... દોડો... આ ભાઈનો જીવ ખતરામાં છે...

સૌ કોઈ રઘનાથભાઈને હોસ્પિટલમાં
લઈ જવા તૈયારી કરી રહ્યું હતું.

રઘનાથભાઈને હોસ્પિટલમાં લઈ તો ગયા. હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતા જ રઘનાથભાઈનું પ્રાણપિખેરુ ઉડી ગયું.

નિવેદિતાજી: તમે ઉઠો... મારી સાથે વાત કરો.જોવો અનાહિતા પણ બોલાવે છે.
પણ રઘનાથભાઈ લાશ બની પડ્યા હતા.બહુ ઉઠાડવાના પ્રયાસ કર્યા પણ ભગવાનના ઘરનું આવેલું તેડું કોણ ટાળી શકે?
સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. હોસ્પિટલમાં રો કકડ શરૂ થઈ ગઈ.
હોસ્પિટલમાં રો કકડ કરવાની મનાઈ હતી.પરંતુ સૌ કોઈ નિવેદિતાજીને ધીરજ પાઠવી રહેલું.

સૌ કોઈ: બહેન ધિરજ રાખો સૌ સારા વાના થ ઈ જશે.આટલી ભરજુવાનીમા આ બાઈ આખી જિંદગી આમ કેવી રીતે કાઢશે?આ બાઈ સાથે શુ બની ગયું?સૌ કોઈ નિવેદિતાજી પર દયા દાખવી રહ્યું.

રઘનાથભાઈએ દુનિયાને અલવિદા કહ્યું.
અનાહિતા પરથી પિતાની છાયા ઉઠી
જઈ.

રઘનાથભાઈના આત્માને એટલી ટાઢક હતી કે, તેઓ જતા જતા દિકરી માટે રાખેલી મન્નત પુરી કરી.

અનાહિતા તો નાદાન એને શું ખબર પડે? એ તો પિતા સાથે બહુ રહી નોહતી.એટલે બાળક શુ જાણે?પરંતુ નાની બાળકી મા ને રડતા જોઈ એ પણ રડી પડી.

રઘનાથભાઈ દુનિયા છોડી ગયા.

નિવેદિતાજી પર ઘર ચલાવવાની જવાબદારી આવી પડી. તેમને માતા અને પિતા બેયની ભુમિકા ભજવવાની હતી. અનાહિતા નાની હતી એને પણ સાચવવાની હતી.

પરિવારમાં નિવેદિતાજીને સૌ દબાણ કરે.

પરિવારના સભ્યો: "નિવેદિતા ક્યાં સુધી આમ એકલા જીવીશ? દુનિયા ભેડિયાથી ભરેલી છે આમ એકલી સ્ત્રી આ દિકરી તને આ દુનિયા નહીં જીવવા દે દુનિયા જો બદલાઈ ગઈ છે. તુ દરેકને જોવાનો નજરિયો બદલ. તુ વિચારે છે એવી દુનિયા પણ નથી હોતી.
દિકરી અને તારી જવાબદારી લેવી કંઈ સહેલું નથી.તુ બીજે લગ્ન કરી લે...

નિવેદિતાજી: હું ચાહે કંઈ પણ થાય એકનો બે ભવ નહીં કરુ. તમે ન્યૂઝમા વાચો છો છતાંય તમે મારી આગળ બીજા લગ્નની જીદ કરો છો.મારે મારી દિકરીને બીજો બાપ નથી આપવો.

પરિવારજનો: નિવેદિતા નજરિયો બદલ આમ એકલા જીવન ન જાય તુ વિચાર અમારી વાત અમે તારા વડીલો છીએ કદી ખોટું ન કરીએ.

નિવેદિતાજીએ પોતાના નિર્ણય પર પોતાની જાતને અડગ રાખી. પરિવારજનોની વાતને અવગણી નિવેદિતાજીએ પોતાની જાતને મજબૂત બનાવવા વિચાર્યુ. તેઓ દિકરીનો ઉછેર એકલા હાથે કરશે.

પરિવારે પણ આ બાબતે કહેવાનું છોડી દીધું.

તેમને પોતાની દિકરીને બીજો બાપ આપવાની જગ્યાએ પોતાની જાતને કામમાં પરોવી દીધી હતી.

ઘરમાં શોકનું વાતાવરણ તેઓ બહુ ખાસ ભણ્યા નો'હતા એટલે એમને કામ શુ મળે? સૌ પ્રથમ તેમને સિલાઈનુ કામ શરૂ કર્યું પણ તેમના ખર્ચ નોહતો નિકળતો.
દિકરીની સ્કુલની ફી અનાહિતા માટે રઘનાથભાઈ અને તેમને ઘણા સપનાં સજાવ્યા હતા.

કરજદારોની ભીડ ઘર આગળ જમા
થઈ ગઈ. નિવેદિતાજીએ નક્કી કર્યું કે તેઓ પરિવાર સામે હાથ નહીં ફેલાવે તેઓ જાત મહેનતથી દિકરીનુ ભરણપોષણ કરશે.

નિવેદિતાજી કામ માગવા તો ગયા એમને કોઈ કામ ન મળ્યું પછી તેમને વિચાર આવ્યો કે રડી રડીને પણ કેટલા દિવસ જાય! તેમને તેમની એક દિકરી હતી એનું પણ તો વિચારવાનું હતુ. નિવેદિતાજી ખાસ ભણેલા નો'હતા એટલે દિકરી અને તેમનું પુરુ કરવા ટિફિન સર્વિસ શરૂ કરી.

આજુબાજુની હોસ્ટેલ અને હોસ્પિટલમાં તેમને સંપર્ક કર્યો.

નિવેદિતાજીએ દર્દીને જોયા તો એમને દર્દીઓની સેવા કરવા વિચાર આવ્યો. પરંતુ તેમની પાસે પૈસા હતા નહીં.

નિવેદિતાજીને ઘરની પરિસ્થિતિ પણ યાદ આવી પરંતુ તેમને અડગ રહી તેમને વિચાર્યું કે ગમે તે થાય આત્મનિર્ભર તો તે બનીને જ રહેશે.

આ વાત ને વર્ષો વિતી ગયા.

(25 વર્ષ પછી)

એ આપણે હવે જોઈએ.

વધુમાં હવે આગળ