the great robary in Gujarati Crime Stories by Anwar Diwan books and stories PDF | ધ ગ્રેટ રોબરી

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

ધ ગ્રેટ રોબરી

વૈશ્વિક સ્તરે લુંટફાટની ઘટનાઓ સામાન્ય છે અને દરેક દેશનો પોલીસ વિભાગ આ સમસ્યા સામે ઝઝુમતો હોય છે.લુંટારાઓ ક્યારેક હિંમત દાખવીને તો ક્યારેક પ્લાન કરીને આ પ્રકારની ઘટનાઓનો અંજામ આપતા હોય છે અને ક્યારેક આ લુંટાયેલી રકમ બહુ વધારે પડતી હોય છે.અમેરિકામાં પણ લુંટની ઘટનાઓ સામાન્ય છે પણ એક લુંટની ઘટના એવી છે જેણે ત્રીસ વર્ષ સુધી અમેરિકનોને સસપેન્સમાં રાખ્યા હતા આમ તો આ લુંટ કોઇ ખાસ મોટી રકમની ન હતી પણ તેની ખાસ વાત એ છે કે તેનો લુંટારો ત્યારબાદ ક્યારેય પોલીસનાં હાથ લાગ્યો ન હતો.ઘટના ૧૯૭૧નાં નવેમ્બર મહિનામાં બની હતી.ત્યારે નોર્થવેસ્ટ ઓરિયન્ટ એરલાઇન્સની એક ફલાઇટમાં ડીબી કુપરનાં નામે એક પેસેન્જર ચડ્યો હતો જેણે તેની બેગમાં બોમ્બ હોવાનું કહીને પ્લેનને હાઇજેક કર્યુ હતું.કુપરે પાયલટને પ્લેન લેન્ડ કરવા કહ્યું હતું અને મુસાફરો પાસેથી તેમની સલામતીનાં રૂપે બે લાખ ડોલર અને ચાર પેરાશુટ પડાવ્યા હતા ત્યારબાદ તેણે પાયલટને સુચના આપી હતી કે તે પ્લેનને મેક્સિકો લઇ લે.ત્યારે આ પ્લેનનો પીછો કરાયો હતો પણ મોસમ ખરાબ હોવાને કારણે પ્લેન પકડાયું ન હતું.તે પ્લેનમાંથી કુદી પડ્યો હતો અને એફબીઆઇએ તેની તપાસ ચલાવી પણ તે હાથ લાગ્યો ન હતો.એફબીઆઇનું માનવું હતું કે તે કુદયો હતો અને આ ઘટનામાં જ તેનું મોત થઇ ગયું હોવું જોઇએ.જો કે ૧૯૮૦માં   લુંટાયેલી રકમમાંથી ૫૮૮૦ ડોલર કોલંબિયા રિવર બેંકમાં જમા કરાયો હોવાનું માલુમ પડ્યું હતું પણ કુપરનો કોઇ પત્તો લાગ્યો ન હતો.

નેધરલેન્ડમાં આવી જ એક લુંટની ઘટના બની હતી જેમાં બાર મિલિયન ડોલરની લુંટ ચલાવાઇ હતી.આ લુંટમાં હીરાઓને નિશાન બનાવાયા હતા.આ લુંટ એવી રીતે પાર પડાઇ હતી કે તેના કોઇ નિશાન પોલીસને હાથ લાગ્યા ન હતા.મ્યુસોને કેટલાક ઐતિહાસ પત્થરો, રોયલ ફેમિલીનાં ઘરેણા લોકોને જોવા માટે પ્રદર્શનમાં મુક્યા હતા.પ્રદર્શનનાં ચોવીસ કલાક દરમિયાન સિક્યુરિટી ગાર્ડને કશું જણાયું ન હતું.વીડિયો સર્વિલન્સ દ્વારા અહીં ચોવીસે કલાક નજર રખાઇ હતી.મોશન ડિટેકટરને પણ કશું હાથ લાગ્યું ન હતું.જ્યાં આ કિંમતી વસ્તુઓ પ્રદર્શિત કરાઇ હતી તે મજબૂત ગ્લાસથી કવર કરાઇ હતી.પણ ત્યારબાદ જ્યારે સ્ટાફ કામ પર આવ્યો ત્યારે જણાયું કે ૨૮માંથી છ ખાનાઓ ખાલી હતા.આ ખાનાઓમાંથી લગભગ બાર મિલિયન ડોલરની વસ્તુઓ ગાયબ હતી.આ અંગે તપાસ ચલાવાઇ પણ ક્યારેય તેને અંજામ આપનારા લુંટારા અને લુંટાયેલી વસ્તુઓ મળી ન હતી.આ લુંટને ૨૦૦૨માં પહેલી બીજી ડિસેમ્બરે અંજામ આપવામાં આવ્યો હતો.

ડનબાર આર્મર્ડનો રિજનલ સેફટી ઇન્સપેકટર હતો જેલન પેસ જેને તેની એજન્સીને મોટાભાગની વાતોની જાણકારી રહેતી હતી.તેણે તેના પાંચ લંગોટિયા મિત્રોને પોતાની ગેંગમાં સામેલ કર્યા હતા અને ત્યારબાદ તેમણે અમેરિકાની સૌથી મોટી લુંટને અંજામ આપ્યો હતો.તેણે સિક્યુરિટી કેમેરાને ચકમો આપીને પોતાની પાસે રહેલી ચાવી વડે એજન્સીમાં પ્રવેશ કર્યો હતો.ત્યારબાદ ત્યાંનાં સિક્યુરિટી ગાર્ડને એક રૂમમાં પુરી દીધા હતા અને ત્યારબાદ તેના સાગરિતો ત્યાં ધસી ગયા હતા અને વોલ્ટમાં રહેલા ગાર્ડને કશુ સમજાય તે પહેલા તેને કબજે કર્યો હતો.ત્યારબાદ તેમણે અડધો કલાક સુધી લુંટ ચલાવી હતી.પેસે ત્યાંથી જતા પહેલા ત્યાંની રેકોર્ડિંગ ડિવાઇસ પણ પોતાનાં કબજામાં લીધી હતી.પોલીસે તપાસ કરી ત્યારે તેમને જણાયું કે આ કોઇ ભેદિયાનું કા હતું પણ તેમને લુંટારાઓનાં કોઇ સગડ હાથ લાગ્યા ન હતા.જો કે ત્યારબાદ પેસનાં એક સાગરિતની બેવકુફીને કારણે પોલીસને આ લુંટ અંગે જાણકારી હાથ લાગી હતી.પેસનો એક સાગરિત પણ તેની સાથે ઝડપાયો હતો જેમને ચોવીસ વર્ષની સજા કરાઇ હતી.આજે પણ લુંટાયેલ રકમમાંથી દસ મિલિયન ડોલર મળ્યા નથી.પેસ હાલ જેલમાં છે અને તેનો છુટકારો ૨૦૨૧માં થશે.પેસ અને તેના સાગરિતોએ ૧૮.૯ મિલિયન ડોલરની લુંટ ચલાવી હતી.

૧૯૯૪માં સોળમી ડિસેમ્બરે કોલંબિયાનાં વાલ્લેદુપારની રિપબ્લિક બેંકમાં લુંટ ચલાવાઇ હતી અને આ લુંટની રકમ ૨૮.૮ મિલિયન ડોલર હતી.આ લુંટ  કોણે કરી હતી તે આજ સુધી જાણવા મળ્યું નથી.નોર્થ આઇલેન્ડમાં આયરલેન્ડ બેંકને ૨૦૦૪ની વીસમી ડિસેમ્બરે લુંટવામાં આવી હતી લુંટારાઓએ ૨૬.૫ મિલિયન પાઉન્ડની લુંટ ચલાવી હતી અને પોલીસ આ અંગે એવું જ માને છે કે તેમાં આઇઆરએ સામેલ છે.પોતાની જાતને પોલીસ અધિકારી ગણાવીને આ લુંટારાઓએ બેંકનાં બે કર્મચારીઓને લુંટી લીધા હતા.તે તેમનાં ઘરમાં ઘુસ્યા હતા અને તેમનાં પરિવારને બંધક બનાવ્યો હતો.પેલા કર્મચારીઓ ત્યારબાદ રોજિંદી રીતે બીજે દિવસે પોતાના કામે ગયા હતા અને જ્યારે અન્ય સ્ટાફ કામમાં વ્યસ્ત હતો ત્યારે તેમણે પેલા લુંટારાઓને બેંકમાં પ્રવેશ આપ્યો હતો.જેમણે બેંકને લુંટી હતી અને સફેદ રંગની વાનમાં લુંટની રકમ મુકી હતી.બેંકને જ્યારે આ અંગે જાણ થઇ ત્યારે તેમણે તાત્કાલિક ચલણમાં પરિવર્તન કર્યુ હતું અને નવી નોટો બહાર પાડી હતી આ કારણે દસ મિલિયન પાઉન્ડની નોટો નકામી થઇ ગઇ હતી.આ મામલે અનેક લોકોની ધરપકડ કરાઇ હતી જેમાં આઇઆરએનો સસ્પેક્ટેડ અધિકારી પણ હતો અને તે વ્યક્તિ પણ હતો જેના પરિવારને બંધક બનાવાયો હતો.બ્રિટનમાં આવેલ ન્યુ બોન્ડ સ્ટ્રીટ પર આવેલ એક સ્ટોર લુંટારાઓનો જાણે કે ફેવરિટ બની ગયો છે જેને છ વર્ષનાં ગાળામાં બે વાર લુંટવામાં આવ્યો હતો.૨૦૦૯માં અહી ચાલીસ મિલિયન પાઉન્ડની લુંટ ચલાવાઇ હતી.બે વ્યક્તિઓ ગ્રાહકનાં વેશમાં ત્યાં આવ્યા હતા અને લગભગ ૪૩ જેટલી વસ્તુઓ ઉડાવી હતી જેની કિંમત ચાલીસ મિલિયન પાઉન્ડ હતી.તેઓ ત્યાં ટેકસીમાં આવ્યા હતા અને  સ્ટોરમાં પ્રવેશીને પોતાની પાસે રહેલ પિસ્તોલ ત્યાંના સ્ટાફને કાબુમાં કર્યો હતો.આ કામને અંજામ આપનાર લુંટારાઓએ  લોકોને બેવકુફ બનાવવા માટે મેકઅપ કર્યો હતો અને તે માટે તેમણે ચાર કલાક લગાડ્યા હતા.તેમણે લુંટ ચલાવીને ત્યાંના એક કર્મચારીને બંધક બનાવ્યો હતો અને પોતાની સાથે લઇ ગયા હતા અને ત્યારબાદ પેલા કર્મચારીને છોડી મુકયો હતો.આ મામલામાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી.આ જ સ્ટોરને આ પહેલા ૨૦૦૩માં પણ લુંટવામાં આવ્યો હતો.ત્યારે આ લુંટ પિંક પેન્થર્સનાં લોકોએ ચલાવી હતી.ત્યારે તેઓએ ૨૩ મિલિયન પાઉન્ડ લુંટયા હતા.આ ગેંગ આંતરરાષ્ટ્રીય ગેંગ છે જેના નામે વિશ્વભરમાં ૧૨૦ લુંટનાં મામલા નોંધાયેલા છે.બ્રાઝીલમાં છ સાત ઓગસ્ટ ૨૦૦૭માં આશરે સિત્તેર મિલિયન ડોલરની લુટ થઇ હતી અને આ લુંટ એવી રીતે કરાઇ હતી કે તેને જાણ્યા બાદ લાગે છે કે તે કોઇ હોલિવુડ ફિલ્મની સ્ક્રીપ્ટ છે.આ લુંટ માટે લુંટારાઓએ શહેરમાં ભૂગર્ભમાં ૨૫૫ ફુટ લાંબી સુરંગ ખોદી હતી.આ કામ લગભગ ત્રણ મહિના ચાલ્યુ હતું અને આ સુરંગ તેમણે એ ઘરમાં ખોદી હતી જ્યાં તેઓ ભાડે રહેતા હતા.સુરંગમા એસી અને લાઇટની સુવિધાઓ મળી આવી હતી.તેમણે ગાર્ડનિંગ બિઝનેશની આડમાં પોતાની કામગિરીને છુપાવી હતી.જ્યારે તેઓ સુરંગ દ્વારા વોલ્ટ સુધી પહોચ્યા ત્યારે તેમણે ત્યાં લગાવાયેલ બેંક સેન્સર અને એલાર્મને ઠપ્પ કરી દીધા હતા.તેમણે પાંચ કન્ટેનર ભરીને નોટો ઉઠાવી હતી.આ નોટો સિકવલમાં નહી હોવાને કારણે તેને શોધવી અઘરી પડી ગઇ હતી.આ મામલે પોલીસે અનેક લોકોની ધરપકડ કરી હતી.આ મામલાનો માસ્ટર માઇન્ડ ગણાતો લુઇ રિબેરો એક પોલીસ અધિકારીનાં હાથમાં આવી ગયો હતો પણ તેણે તેની હત્યા કરી નાંખી હતી.તેણે પોતાની મુક્તિ માટે પેલા ભ્રષ્ટ અધિકારીને ઘણી મોટી રકમ આપી હતી.અઢાર જેટલા લોકો પાસેથી માત્ર નવ મિલિયન ડોલરની રકમ પરત મેળવી શકાઇ હતી બીજી રકમનો કોઇ પત્તો લાગ્યો ન હતો.

બ્રિટનનાં બકમશાયર ખાતે ૧૯૬૩ની આઠમી ઓગસ્ટે એક ટ્રેનને લુંટવામાં આવી હતી અને ત્યારે લુંટાયેલી રકમ આશરે ૨.૬ મિલિયન પાઉન્ડની હોવાનું કહેવાયું હતું આ લુંટને ધ ગ્રેટ ટ્રેઇન રોબરી તરીકે ઓળખવામાં આવે છે અને તેને લુંટનાર રોની બિગ્ગસ હતો.જો કે આ ખતરનાક લુંટને અંજામ આપનાર ટોળકીમાં આમ તો પંદર લોકો હતા જેનો આગેવાન બ્રુસ રેનોલ્ડસ હતો.આજના હિસાબે એ રકમ આશરે ૭૪ મિલિયન ડોલરની હોવાનો અંદાજો છે.એક ટ્રેનમાં ભારે રકમ લઇ જવાઇ રહી હોવાની બાતમી આ ગેંગને મળી હતી જેમણે ત્યારબાદ આ લુંટને અંજામ આપ્યો હતો.તેઓ પોતાની સાથે ૧૨૦ બેગ લઇ ગયા હતા.તેમણે તેઓ આ લુંટ દરમિયાન જ્યા રહ્યાં હતા તે ફાર્મહાઉસને સળગાવી દીધું હતું તેમ છતાં પોલીસે કુશળતાપુર્વક આ તમામનાં ફિંગરપ્રિન્ટ મેળવ્યા હતા.પંદરમાંથી બાર મળી આવ્યા હતા અને તેમને સજા કરાઇ હતી જેમાંથી રોની ૧૯૬૫માં જેલ તોડીને ભાગી છુટવામાં સફળ રહ્યો હતો.કહેવાય છે કે તેણે પ્લાસ્ટીક સર્જરી વડે ચહેરો બદલી નાંખ્યો હતો અને તે બ્રાઝીલ પહોંચી ગયો હતો.તે ૨૦૦૧માં બ્રિટન આવ્યો હતો અને તેને પોલીસે ફરી વાર પકડ્યો હતો પણ તબિયત અસ્વસ્થ હોવાને કારણે તેને ૨૦૦૯માં છોડી મુકવામાં આવ્યો હતો.

૧૯૮૩ની ૨૬મી નવેમ્બરે બ્રિટનનાં બ્રિન્કસ મેટ વેરહાઉસમાં છ લોકોએ ત્રણ મિલિયન રોકડ અને ગોલ્ડ બુલિયનની લુંટ ચલાવી હતી જે રકમ અંદાજે ૨૬ મિલિયન પાઉન્ડની હતી.આ લુંટનો માસ્ટરમાઇન્ડ બ્રાયન રોબિન્સન હતો જેણે ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા પોતાના સાળા એન્થની બ્લેકને પોતાની સાથે ભેળવી દીધો હતો.આ મામલે સ્કોટલેન્ડ યાર્ડને તેમના પરિવારનાં અન્ય સભ્યોનો લુંટમાં હાથ હોવાનું લાગ્યુ ન હતુ.બ્લેકે પોતાનો ગુનો કબુલી લીધો હતો.બ્લેકને ત્રણ વર્ષની જ્યારે રોબિન્સનને પચ્ચીસ વર્ષની સજા કરાઇ હતી.લુંટાયેલ સોનામાંથી ત્રણ ટન સોનું હજી મળ્યું નથી.

૨૦૦૬ની બાવીસમી ફેબ્રુઆરીએ યુકેના કેન્ટ વિસ્તારમાં આશરે ૫૩ મિલિયન પાઉન્ડની લુંટ ચલાવાઇ હતી.

કોલીન ડિકસન એક ડેપોનો મેનેજર હતો તે જ્યારે એક દિવસ પોતાના કામેથી ઘેર પરત ફરી રહ્યો હતો ત્યારે  તેને રસ્તામાં એક પોલીસ કાર મળી હતી અને તેમાં રહેલા લોકોએ તેની ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું.તેની પત્ની અને બાળકને પણ કેટલાક લોકોએ ઉઠાવ્યા હતા જેમણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી.તેમને ત્યાંથી ડેપો પર લઇ જવાયા હતા.બીજા દિવસે ડિકસનને ધમકી અપાઇ હતી કે જો તે સહયોગ નહી આપે તો માર્યો જશે.છ જેટલા બંધુકધારીઓએ ત્યારબાદ ત્યાં હાજર રહેલા ૧૪ જેટલા કર્મચારીઓને પણ બંધક બનાવ્યા હતા અને ૫૩ મિલયન પાઉન્ડની લુંટ ચલાવી હતી.પોલીસે આ મામલે ત્રીસ જેટલા લોકોની ધરપકડ કરી હતી જેમાંથી એકને તો મોરક્કોમાંથી પકડવામાં આવ્યો હતો.જેમાંથી ઘણાંને આ લુંટ મામલે દોષી ઠેરવવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ જેલમાં છે જો કે લુંટાયેલી રકમમાંથી વીસ મિલિયન પાઉન્ડની રકમ પાછી મેળવી શકાઇ છે.