pachas nu man in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | પચાસનું મન

Featured Books
Categories
Share

પચાસનું મન

 

 

એક મન હતું.

માણસ માં રહેતું હતું. તેની સાથે બુદ્ધિ પણ હતી. પણ મન સ્વ્ચંડી હતું. તે બુદ્ધિના નિયંત્રણ માં ન હતું. અને બુદ્ધિ ને માણસ ની દોરવણી ન હતી. બસ આટલી અમથી વાત હતી.

મન ની સામે પચાસ વર્ષ ની વયે એક એક બારણાં સામે આવતા. અનાયાસે તે ખોલીને જોતા. બુદ્ધિનું નિયંત્રણ ન હોવાને કારણે કયું બારણું ખોલવું તે તેના વશ માં ન હતું. કોઈ વખત તેની સામે ભવિષ્યના બુઢાપાની ચિંતા નું બારણું ખુલી જતું. મન તેમાં ખોવાઈ જઈ ગમગીન થઇ જતું. કોઈ આસરો નહિ. ભગવાન પર ભરોસો નહિ. ને આત્મવિશ્વાસ નહિ. હવે શું થશે ....હવે શું થશે....? ના મંત્ર જાપ માં દિને દિને મારતું જતું.

પછી ક્યારેક બીજું બારણું ખુલી જતું. છોકરાઓ મોટા થઇ ગયા હતા. જે ગઈ કાલે આંગળી પકડી ચાલતા હતા તે આજે પોતાના નિર્ણય ની છલાંગ લગાવી ઉડતા થયા. લગ્ન ના નિર્ણય પોતે લેવા લાગ્યા. ને પેલું પચાસનું મન અને તેની સામે ખૂલેલું બારણું. હવે શું થાય બારણું તો ખુલી ગયું. કારણ તેના પર નિયંત્રણ ન હતું. ને જેમ માણસ ઊંડી ખાઈ માં ધકેલાઈ જાય તેમ મન ડબકી જતું.

વળી ક્યારેક ઘરના જુના કલેશો મન સામે બારણું ખુલી જાતું. મન પાસે તેનું નિયંત્રણ ન હતું. કલેશ ની સામે ઉદ્વેગ થતો અને ઉદ્વેગ થી રાગ થતો. મનમાં ભરાઈ રહેલા રાગ ને લીધે ગુસ્સો પ્રકટ થતો. ને ગુસ્સમાં નિર્ણયો ખોટા લેવાતા. આ બધું પેલા મન ની સામે આપો આપ ખુલી જતા દરવાજા થી થતું હતું. પણ મન ના વશ માં નહતું. દરવાજા તો ખુલી જતા ને તેમાં આવતી વાતો મનમાં ભરાઈ જતી. આ બધી ભરાઈ જતી વાતો નીકળતી ન હતી. મન ને ખબર પડતી ન હતી શું કરવું?

રાતના આ બધો કચરો ભરાઈ જાવને કારણે નિંદ્રા દેવી ની પધરામણી થતી ન હતી. મન માંથી બધું ખાલી થઇ જાય ....ઓરડો ખાલી થાય તો નિંદ્રા દેવી આવી શકેને. પગ રાખવાની જગા ના હોય તો કોણ ઘરમાં આવે?

નાનપણ સુધી મન ખુશ હતું. દરેક દરવાજા ખુશી લઇ આવતા હતા. કયારેક ખુશી ના દરવાજા માં પપ્પા ફટાકડા, રમકડા લઇ આવતા તો ક્યારેક જન્મદિન ના દરવાજા ખુલતા ને ખુશીઓનો ઢગ ખડકાઈ જતો. જેવું નાનપણ વીત્યું કે જાણે ખુશીઓના દરવાજા જ બંધ થઇ ગયા. ને પછી મુસીબતો અને ચિંતા ના દરવાજા ખુલતા રહ્યા.

જવાની આવી . લગ્ન થયા . બાળકો થયા ને આ મન સામે ચિંતા ના જ દરવાજા ખુલતા રહ્યા. ક્યારેક ડર ના દરવાજા પણ મન સામે ખુલી જતા.

નાનપણ માં આ મન સામે કોઈ ચિંતા ન હતી. ભરણ પોષણ કરનાર હતું. જો મન ને ખબર પડત કે મારું ભરણ પોષણ કરનાર આ જગતનો સ્વામી શ્રી હરી છે. તો પછી ક્યાં કોઈ ફિકર હતી? જીવન तुष्यन्ति च रमन्ति च થાત.. બીજું મને બુદ્ધિ નું અધિપત્ય સ્વીકાર્યું ન હતું એટલે તે બે લગામ બન્યું હતું. અને બુદ્ધિ ઈશ્વરીય અનુબંધન માં ન હતી. એટલે સારું શું અને ખરાબ શું તે ખબર ન હતી.

હવે આ મન અને બુદ્ધિ નો શો દોષ?

આ પચાસના મન પાસે પ્રભુ ના આશીર્વાદ થી ગીતાજી ગયા.

मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय।

निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः।।12.8।।

મન ને મારા માં સ્થિર કરો અને બુદ્ધિ મને સમર્પિત કરો . આ પ્રકારે હમેશાં તમે મારામાં સ્થિર રહેસો એમાં કોઈ સંકા નથી.

ભગવાન આંનદ સ્વરૂપ છે.

ત્યાર બાદ આ મન અને બુદ્ધિ ગીતાજીને અનુસર્યા. જેમ બાળક માતા અને પિતા ની હયાતીમાં નિશ્ચિત હોય છે તેમ મન અને બુદ્ધિ પણ મુક્ત આનાદમાં વિહાર કરી સકે છે. બુદ્ધિ પર ભગવાનનું નિયંત્રણ અને મન પર બુદ્ધિ નું નિયંત્રણ.

હવે આ મન પાસે બારના પહેલાની જેમ ખુલી જતા ન હતા. બુદ્ધિ નો પહેરો હતો. કયું બારણું ખોલવું અને કયું ન ખોલવું તે મન ને નિર્દેશ કરતુ રહેતું.

જેવું ભવિષ્યના જીવન નિર્વાહની ચિંતા નું બારણું ખુલતું મન સામે તો બુદ્ધિ તે સમજાવી બંધ કરાવી દેતું. જેણે આ વિશ્વ માં મોકલ્યો છે તે તને સંભાળશે બસ તુ તેની વાતો સાંભળજે અનુસરજે. સામાન્ય માં પણ પોતાના છોકરાને ઉપરથી ફેકી નથી દેતા તો આ તો ભગવાન છે. તેને તને મોકલ્યો છે. બસ જીવી જા તુ.

ક્યારેક મુશ્કેલી નું બારણું મન સામે ખુલી જતું. બુદ્ધિ તેને “કૃષ્ણ જીવન દર્શન” કહેતું.

મન હવે ખરેખર મુક્ત થવા લાગ્યું.

હવે તો આ પચાસી ના મન પાસે રાતના નિંદ્રા દેવી આવતા તો ઓરડો ખાલી રહેતો. તેના આગમન થી ચેન ની સાંસ લેવાતી.

પચાસ ના મન પાસે હવે કોઈ ફરિયાદ ન હતી. કોઈ ચિંતા ન હતી. કોઈ ડર ન હતો. તેના પર બુદ્ધિ ની લગામ હતી અને બુદ્ધિ પર ઈશ્વરની સત્તા હતી.

 

સંસ્કૃત સાહિત્ય મન સંબંધિત શ્લોકો અને ઋચાઓથી ભરપૂર છે. આ બધાં અત્યંત ઉપયોગી છે. પરંતુ તમામને લખવું ખૂબ જ શ્રમસાધ્ય કાર્ય છે, તેથી અહીં માત્ર થોડાં જ શ્લોકો પ્રસ્તુત કરવામાં આવશે.
બ્રહ્મબિંદૂ ઉપનિષદમાં મન વિષે બહુ જ રમણીય રીતે વર્ણન કરાયું છે. મનુષ્યને ત્રણ પ્રકારનાં અસ્તિત્વ પ્રાપ્ત થયાં છે -

સ્થૂળ અસ્તિત્વ રૂપે શરીર,
સૂક્ષ્મ અસ્તિત્વ રૂપે મન,
કારણ અસ્તિત્વ રૂપે આત્મા.
મનને છઠ્ઠી ઇન્દ્રિય કહેવાય છે, જે બધાં ઇન્દ્રિયો કરતાં શ્રેષ્ઠ છે અને બધાં ઇન્દ્રિયોને પ્રકાશિત કરનાર છે. તે ઊર્જા અને જ્યોતિરૂપ છે. મહર્ષિ રમણે મનને આત્માનો પ્રકાશ ગણાવ્યો છે, જે શોધ કરવા જતા આત્મામાં લીન થઈ જાય છે.

શ્રીમદ્ ભગવદ ગીતામાં પણ મન વિશે અનેક શ્લોકો છે. તે જ રીતે, શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં પણ મન અંગેના અદભૂત શ્લોકો છે.

બ્રહ્મબિંદૂ ઉપનિષદના બે શ્લોક:
1.
મન એવ મનુષ્યાણાં કારણં બંધ મોખ્ષયોઃ।
બંધાય વિષયાસક્તં મુક્તયૈર્નિર્વિષયં મનઃ।।
મનુષ્યના બંધન અને મોખ્ષનું કારણ મન જ છે. વિષયોમાં આસક્ત મન બંધનનું કારણ બને છે, જ્યારે વિષયોથી વિમુક્ત મન મોખ્ષ તરફ દોરી જાય છે.

 
મનો હિ દ્વિવિધં પ્રોક્તં શુદ્ધંચાશુદ્ધમેવ ચ।
અશુદ્ધં કામસંકલ્પં શુદ્ધં કામવિવર્જિતમ્।।
મન બે પ્રકારનાં કહેવાય છે - શુદ્ધ અને અશુદ્ધ. જે મન કામના, ઈચ્છા અને સંકલ્પોથી ભરેલું હોય તે અશુદ્ધ છે, અને જે મન આ બધાથી મુક્ત હોય તે શુદ્ધ ગણાય છે.

યજુર્વેદના ષડ્મંત્રો (અધ્યાય 34, મંત્ર 1-6) મનને શિવસંકલ્પથી યુક્ત બનાવવાના મંત્રો છે. આ મંત્રોને શિવસંકલ્પ ઉપનિષદ તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ મંત્ર નીચે છે:

યજ્જાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુ સુપ્તસ્ય તથૈવેતિ।
દૂરંગમં જ્યોતિષાં જ્યોતિરેકં તન્મે મનઃ શિવસંકલ્પમસ્તુ।।
જે મન જાગૃત અવસ્થામાં દૂર સુધી જઈ શકે છે અને સુસ્તાવસ્થામાં પણ તેમજ રહે છે, જે ઇન્દ્રિયોને પ્રકાશિત કરે છે, તે મારું મન શિવસંકલ્પથી યુક્ત થવું જોઈએ.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના કેટલાક શ્લોકો:

પ્રજહાતિ યદા કામાન્ સર્વાન્પાર્થ મનોગતાન્। (2.55)
દુઃખેષ્વનુદ્વિગ્નમના। (2.56)
મનસા નિયમ્યારભતેऽર્જુન। (3.7)
મય્યાસક્તમનાઃ પાર્થ। (7.1)
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ (સ્કંધ 12, અધ્યાય 5, શ્લોક 6):
મનઃ સૃજતિ વૈ દેહાન્ ગુણાનિ કર્માણિ ચાત્મનઃ।
તન્મનઃ સૃજતે માયા તતો જીવસ્ય સંસૃતિઃ।।
મન જ આત્માને વિવિધ દેહો, ગુણો (સત્વ, રજસ, તમસ) અને કર્મોથી સંબંધિત કરે છે. તે જ મન માયાનું સર્જન કરે છે, જે આત્માને જીવાત્મામાં પરિવર્તિત કરે છે.

આથી ભગવાન શ્રી કૃષ્ણે મનને સમર્પિત કરવા કહ્યું છે: મન્મનાભવ।
કબીર દાસ પણ કહે છે:
માયા મુઈ ન મન મુઆ, મરી મરી ગયા શરીર।
આશા તૃષ્ણા ના મુઈ, યું કહિ ગયા કબીર।।

श्रीकृष्ण समर्पण अस्तु