Love Revenge Spin Off Season - 2 - 28 in Gujarati Fiction Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-28

Featured Books
Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-28

લવ રિવેન્જ-2

Spin off Season-2

પ્રકરણ-28

           

            "મેં બઉ પૈસાં નઈ ખર્ચ્યા....! નઈ ખર્ચ્યા....!”

            “વિશાલે મને ચાલીસ હજાર આપ્યાં'તાં...!”

            “વિશાલે મને ચાલીસ હજાર આપ્યાં'તાં...!”

ઠંડી અને વરસાદની ડબલ સીઝનમાં વાતાવરણમાં ઠંડી હોવાં છતાંય  બાઈક લઈને ફ્લેટ તરફ જતાં-જતાં આખું શરીર, આત્મા, મન જાણે બધું જ ભયંકર બળતું હોય એમ સિદ્ધાર્થને સહેજપણ ઝપ નહોતો વળી રહ્યો. બાઈક ચલાવતાં-ચલાવતાં પણ સિદ્ધાર્થે ભયંકર ઉચાટ અનુભવ્યો. સિદ્ધાર્થના કાનમાં હજીય પણ લાવણ્યાના એજ શબ્દો  પડઘાઈ રહ્યાં હતાં. ગુસ્સાને લીધે સિદ્ધાર્થે પોતાનાં હ્રદયના ધબકારા વધતાં અનુભવ્યાં. છેક સુરેશસિંઘનાં ફ્લેટે આવ્યાં પછી પણ સિદ્ધાર્થ ભયંકર બેચેની અનુભવી રહ્યો હતો.  સિદ્ધાર્થને હજી પણ કઈંક અનહદ તીક્ષ્ણ અને ધારદાર હ્રદયને ચીરી નાંખતું હોય એવું ફીલ થઇ રહ્યું હતું અને એજ પ્રશ્ન તે વારેઘડીયે મનમાં પૂછ્યા કરતો હતો-

“કેમ લાવણ્યા.....!? કેમ લાવણ્યા.....!?”

“તારે વિશાલ જોડે જવાની શું જરૂર હતી...!?”

“ટ્રીન....ટ્રીન...ટ્રીન....!” ત્યાંજ તેનો મોબાઈલ રણક્યો.

સિદ્ધાર્થે સ્ક્રીન ઉપર નંબર જોયો. કૉલ લાવણ્યાનો હતો.

લાવણ્યાને ઉતારીને ગુસ્સામાં નીકળી ગયા પછી તેણી સિદ્ધાર્થને મનાવવા ક્યારની કૉલ ઉપર કૉલ કરી રહી હતી. ગુસ્સે થયેલા સિદ્ધાર્થે મોબાઈલ બેડમાં ઘા કરીને ફેંક્યો અને સીધો બાથરૂમ તરફ ચાલ્યો ગયો.

કપડાં કાઢી શાવર ચાલુ કરીને સિદ્ધાર્થ શાવર નીચે ઉભો રહ્યો. શરીરમાં લાગેલી આગને ઠંડા પાણી વડે શાંત કરવા માંગતો હોય એમ સિદ્ધાર્થે પાણી ગરમ કરવા ગીઝર પણ ચાલુ ના કર્યું અને ઠંડા પાણીના શાવરમાં જ ઊભો રહી ગયો.

“સર્રરર.......!” શાવરની અનેક ઠંડી ધારાઓ તેણે પોતાની ઉપર પડવા દીધી.

શરૂઆતની ઠંડી બૂંદો સિદ્ધાર્થની મજબૂત બેક ઉપર પડતાં તેણે ઠંડા પાણીને લીધે હળવી ધ્રુજારી અનુભવી અને તેની પીઠના સ્નાયુઓ થોડા સંકોચાયા. જોકે તેની “અંદર” ચાલતાં વિચારોએ તરતજ ફરીવાર “આગ” પકડી લેતા સિદ્ધાર્થને હવે શાવરનું ઠંડુ પાણી બેઅસર લાગવા લાગ્યું.  

“તારે વિશાલ જોડે જવાની શું જરૂર હતી...!? જવાની શું જરૂર હતી...!?”

એક ક્ષણમાં સિદ્ધાર્થને ના જાણે કેટલાય વિચારો આવી ગયાં.

“એ પૈસા માટે કોઇની પણ જોડે સૂઈ જાય એવી છે...!” નેહાએ લાવણ્યાએ વિષે કહેલી એ વાત પણ સિદ્ધાર્થને યાદ આવી ગઈ. પોતે હજી આગળ કશું વિચારે પહેલાં જ સિદ્ધાર્થની નજર સામે લાવણ્યા-વિશાલનું એવું કાલ્પનિક દ્રશ્ય સામે આવી ગયું.

“નહીં....નહીં...તું એવી નઈ લવ....!” બીજી જ ક્ષણે સિદ્ધાર્થે એ વિચારો અને દ્રશ્ય પોતાના મનમાં કાઢી નાંખ્યો અને માથું ઊંચું કરીને પોતાનાં ચેહરા ઉપર શાવરનું ઠંડુ પાણી પડવા દીધું. 

ઠંડીનું વાતાવરણ અને ઠંડુગાર પાણી, બંને ભેગા થઈને પણ સિદ્ધાર્થના મન અને શરીરમાં લાગેલી વિચારોની એ આગ ઠંડી ના કરી શક્યાં.

****

            "લાવણ્યા....! શાંત થઈજા....! શાંત થઈજા....! પેલ્લાં તું રડવાંનું બંધકર..!" અંકિતા હવે લાવણ્યાને શાંત કરવાનો પ્રયત્ન કરવાં લાગી "મને કે'તો ...! શું થયું...!? મને બધું કે'...!"

            "મેં....! એને....! એને બ..બઉ હર્ટ કર્યો...!" લાવણ્યાએ હવે તેની આંખો લૂંછવાં માંડી "બઉ અપસેટ થઈ ગ્યો એ....!"

            કેટલીયવાર સુધી પ્રયત્ન કરવા છતાંય સિદ્ધાર્થે જ્યારે ફૉન ના ઉઠાવ્યો તો લાવણ્યાએ મદદ માટે અંકિતાનો ફૉન કર્યો હતો.

            "હર્ટ કર્યો....!?" અંકિતા મૂંઝાઇ "એટલે તું શું કે'છે ...!? લાવણ્યા....! શાંત થઈજા પે’લ્લાં...! અને પછી શાંતિથી મને કે' શું થયું...!? ક્યાંછું તું...!? પે'લ્લાં તો મને એ કે'...!?"

            "હું....હું....મારી સોસાયટીનાં નાકે....!" લાવણ્યા હવે ધીરે-ધીરે પોતાનું રડવાનું કંટ્રોલ કરવાં લાગી.

            "હાં તો તું પેલ્લાં ઘરે જા.....! અને પાણી-બાણી પીને શાંતિથી મને બધું કે'...! હમ્મ...!?"    

            "નાં....નાં....! હું નઈ જાવ ....!" લાવણ્યા એકલાં ઊભાં-ઊભાં પોતાનું મોઢું નકારમાં ધૂણાવી રહી "હું ઘેર નઈ જાઉં....!"

            "લાવણ્યા....! સાવ આવી જિદ્દ નાં કરને....! પ્લીઝ....તું ઘરેજા.....! પછી શાંતિથી મને બધી વાત કે' તો કઇંક સોલ્યુશન આવે....!" અંકિતા વિનંતીનાં સૂરમાં બોલી.

            "હું નઇ જાઉં....!" લાવણ્યા એકની એક વાતનું રટણ ચાલુંજ રાખ્યું.

            "હાં ...હાં....સારું....! તો તું પે'લ્લાં રડવાનું બંધકર....!" છેવટે અંકિતાએ હાર માની "રડવાનું બંધકર....! પછી બધી વાત કે'....!"

            લાવણ્યાએ માંડ-માંડ પોતાની ભાવનાઓ ઉપર કાબૂ મેળવ્યો. શાંત થયાં પછી લાવણ્યાએ અંકિતાને આખી વાત કહેવા લાગી.

****

ન્હાયા પછી પણ સિદ્ધાર્થને સહેજ પણ ચેન ના આવ્યો. ઠંડી હોવાથી સિદ્ધાર્થે કાર્ગો ટ્રેક અને હૂડી પહેરી લીધી. ભૂખ લાગી હોવાં છતાંય ખાવાનું મૂડ મરી જતાં સિદ્ધાર્થ બેડમાં આડો પડ્યો.    

            "તે વિશાલ જોડેથી પૈસાં લીધાં....!?"

            "એ છોકરો જેણે તારી છેડતી કરી'તી....!?"

            લાવણ્યા સાથેની એ વાતચીતના અંશો સિદ્ધાર્થને યાદ આવવા લાગ્યાં.

            "એ છોકરાં જોડેથી જેની જોડે તું વન નાઈટ...!"

            ક્યાંય સુધી સિદ્ધાર્થને એજ વાત મનમાં પડઘાતી રહી.

            "એ છોકરાં જોડેથી જેની જોડે તું વન નાઈટ...!"

            "તું એ છોકરાંનાં પૈસાંથી ચણિયાચોલી લાવી અને મને સરપ્રાઇઝ આપવાની વાત કરેછે જેની જોડે તું એક રાત..!"

            “એને હર્ટ થયું હશે.....!” સિદ્ધાર્થને હવે પોતે એ વાત  કહેવા બદલ અફસોસ થવા લાગ્યો “મારે એવું ન’તું કે’વું જોઈતું.....!”

            લાવણ્યા ઉપર એક ક્ષણ માટે ડગમગી ગયેલો તેનો વિશ્વાસ એજ ક્ષણે પણ પાછો પણ આવી ગયો હતો. પણ હજીયે સિદ્ધાર્થને  તેણી પ્રત્યે અનહદ નારાજગી હતી.

            “એને કૉલ કરું....! એને બવ હર્ટ થયું હશે....!” બેડમાં જોડે પડેલો ફૉન હાથ લઈ સિદ્ધાર્થે સ્ક્રીન ઓન કરી.

            “ઓહ તેરી....!” લાવણ્યાના ઘણાબધા મિસ્ડ કૉલ્સ અને મેસેજ જોઈને સિદ્ધાર્થને તેણી ઉપર દયા આવી ગઈ.

            “એનેય ચેન નઈ પડતો હોય....!” મોબાઈલ  અનલોક કરી સિદ્ધાર્થે તેણીનો નંબર ડાયલ કરવાં કાઢ્યો.

            “પણ એણે વિશાલ જોડેથી પૈસા લેવાની જરૂર જ ક્યાં હતી....!?” મનમાં જ બબડી સિદ્ધાર્થ પાછો ચિડાઈ ગયો “મને કીધું હોત....! આમ એ મારી જોડેથી પૈસા લેવાની ના પાડે છે....અને પછી આ રીતે બીજા જોડેથી પૈસા લે....!”

            ફરીવાર ગુસ્સો આવી જતાં સિદ્ધાર્થે લાવણ્યાને કૉલ કરવાનું માંડી વાળ્યું અને ફૉન પાછો બેડ ઉપર પોતાની જોડે બેડ ઉપર હળવેથી ફેંક્યો. છત ઉપર બંધ પંખા સામે શૂન્યમનસ્ક જોઈ રહી તે વિચારતો રહ્યો.

***

            "હે ભગવાન લાવણ્યા....!" પોતાનાં ઘરે બેડ ઉપર બેઠેલી અંકિતાએ લાવણ્યાની વાત સાંભળીને તેનાં માથે હાથ દીધો "તેં વિશાલ જોડેથી પૈસાં લીધાં’તા યાર....!?"

            "પ...પણ....તું તો બધું જાણેજ છેને....!?" લાવણ્યાએ દલીલ કરી "વિશાલને મારાં માટે જે ફિલિંગ્સ છે એ અને છ..છેડતીવાળી વાત....! એ પણ....! તું....તું. જાણેજ છેને...!?"

            "અરે પણ સિદ્ધાર્થને થોડી એ બધું ખબર છે....!?" અંકિતા સહેજ અકળાઈ.

            "પણ...પણ હું..હું એને બ...બધું કે'વાનીજ હતી....!"

            "તું સમજતી કેમ નથી યાર....! સિદ્ધાર્થ કેટલો ડીસન્ટ છોકરો છે...!" અંકિતા ચિડાઈને બોલી "જો તે એને બધું કીધુંપણ હોત....! તો પણ કદાચ છેડતીવાળી વાત માટે એ તને માફ કરી દેત....! પણ લાવણ્યા...! જે છોકરાં જોડે તું પાસ્ટમાં “one night stand” કરી ચૂકી છું....! એ છોકરાંના પૈસે તું સિદ્ધાર્થને સરપ્રાઇઝ આપવાં ચણિયાચોલી લઈ આવી.....!?"

            અંકિતા થોડું ઉગ્ર સ્વરમાં બોલતાં લાવણ્યા ચૂપચાપ રસ્તા ઉપર ઊભી-ઊભી ડૂસકાં લઈ રહી.

            "લાવણ્યા....! મને તો સિદ્ધાર્થની....! એ છોકરાંની ચિંતા થાયછે...!" અંકિતા હવે દયામણા સ્વરમાં બોલી "માંડ-માંડ એ છોકરો તારી તરફ ઢળ્યો'તો....! નેહા એને હર્ટ કરે એટ્લે ....! એટ્લે એ કાયમ તારી જોડે આવતો....! હવે તેજ એને હર્ટ કરી નાંખ્યો...! ક્યાં જશે એ છોકરો....!?"

            "આવું....આવું ના બોલને અંકિતા....!" લાવણ્યા હવે ફરી રડવાં લાગી "ક્યાં જશે એટ્લે....!? હું છુંતો ખરી...! એનાં માટે હું...હું....છુંને...!"  

            "લાવણ્યા....! તું કઈંપણ કે'.....! વાંક તારોજ છે....!" અંકિતા ભારપૂર્વક બોલી "સિદ્ધાર્થ જેવો ડિસન્ટ છોકરો એ કઈરીતે સહન કરે કે જેની જોડે તારે પાસ્ટમાં ફિઝિકલ રિલેશન હતો એ છોકરાંનાં પૈસે તું નવરાત્રિની ખરીદી કરી આવી....!? બોલ....!?"

            લાવણ્યા ડૂસકાં ભરી રહી અને વારેઘડીએ તેની આંખોમાંથી સરકીને આવી જતાં આંસુ લૂંછી રહી અને અંકિતાની વાત સાંભળી રહી.

            “જસ્ટ ઈમેજીન લાવણ્યા....! અત્યારે એ છોકરાને શું ફીલ થતું હશે.....!” અંકિતા મૃદુ સ્વરમાં બોલી “સિદ્ધાર્થ જેવા છોકરા આવું સે’જેય સહન ના કરી શકે યાર.....બવ ગંદુ ફીલ થાય...!”

            લાવણ્યાને તરતજ આરવ યાદ આવી ગયો.

            “તને નઇ સમજાય લાવણ્યા.....! તને એ લોકો જોડે જતાં જોઈને મને કેટલું ગંદુ ફીલ થાય છે....! કેટલું ગંદુ ફીલ થાય છે....!”

            “હું સમજુ છું....!” લાવણ્યા ધીરેથી બોલી “મને પણ એવુંજ ફીલ થતું’તું....! સિદ નેહા જોડે જાય ત્યારે મને પણ એવું જ ફીલ થતું ‘તું....!”

            " તો પછી યાર....!” અંકિતા બોલી “તારી જોડે પૈસાં નહોતાં કે ઓછાં પડતાં'તા...! તો ..તો તારે એને કે'વું'તું....! અરે અમને લોકોને કીધું હોત....! તો ....તો....અમે લોકો એડજસ્ટ કરીલેત....!"  

            "સોરી.....! I'm so sorry....!" લાવણ્યા માંડ બોલી અને ફરી રડી પડી. 

            "શું સોરી....!?" અંકિતા હવે થોડી વધુ અકળાઈ "એ છોકરાંએ તારો બધો પાસ્ટ સાંભળી, બધું ભૂલીને તને એકસેપ્ટ કરી લીધી....! અને તું પછી તારાં એજ પાસ્ટનાં "EX"નાં પૈસાંથી ચણિયાચોલી ખરીદીને સિદ્ધાર્થની જોડે ગરબાં ગાવા જતી'તી....!? "   

            લાવણ્યા રડતી-રડતી બધું વિચારી રહી.

            "એ કેટલો હર્ટ થશે.....! એ પણ તે નાં વિચાર્યું....!?" અંકિતા બોલી.

            લાવણ્યાને હવે વધુ ડૂસકાં આવવાં લાગ્યાં.

            "તું નહોતી કે'તી....! સાવ નાના બેબી જેવો છે એ....!? યાદ છેને....! હોસ્પિટલમાં કેવો નાના બેબીની જેમજ તને વળગી પડ્યો'તો....! અને આજેપણ....! તને કોલેજ ડ્રોપ કરતી વખતે એજરીતે વળગી પડ્યો'તો....!?"

            ભીનાં સ્વરમાં બોલી રહેલી અંકિતાએ યાદ અપાવ્યું. લાવણ્યાની આંખ સામે એ બધાં દ્રશ્યો તરવરી ઊઠ્યાં.

            "પણ...પણ....મને એ....એક ચાન્સ તો આપ...!" લાવણ્યા ડૂસકાં ભરતી-ભરતી સાવ દયામણાં સ્વરમાં બોલી.

            "મારી જોડે શું ચાન્સ માંગે છે તું...!? એની જોડે માંગને...!"

            "એતો....એતો ફોન પણ નઈ ઉઠાવતો....! મેં....મેં કેટલાં ફોન કર્યા....! તો પણ....! એકેયવાર ફોન ના ઉઠાવ્યો....!"

            "તો વિચારકર એ છોકરો કેટલો હર્ટ થયો હશે....!?" અંકિતાએ શાંતિથી કીધું.

            "પણ....પણ....આટલું બધું કોઈ નારાજ થાય....!?" લાવણ્યા હજીપણ એજરીતે બોલી રહી હતી "હું...હું કેવીરીતે મનાવું એને...!?એ ફોન પણ નઈ ઉઠાવતો....!"

            "આવતીકાલથી નવરાત્રિ શરૂ થાય છે....!" અંકિતા બોલી "મનેતો બીક છે...! કે...કે....ક્યાંક તારાથી નારાજ થઈને એ પાછો બરોડા નાં જતો રે'....!"

            "નાં...નાં....આવુંનાં બોલને....!" લાવણ્યા હવે ડરથી ધ્રૂજવાં લાગી.

            "લાવણ્યા....! સોરી....!" અંકિતાને લાવણ્યાનાં ડિપ્રેશન વિષે યાદ આવી જતાં તેણે તરતજ વાતવાળી "તું ...તું ચિંતાના કર....! એ માની જશે...!હમ્મ...!"

            "પણ....એ ફોન...ફોનતો ઉઠાવતો નઈ....! કેવીરીતે મનાવું એને...!?" લાવણ્યા ફરી રડમસ સ્વરમાં બોલી "તું ....તું હેલ્પ કરને....! તું એને...એને ફોન કરીને કે'ને....! કે...કે ...મારી જોડ વ...વાત કરે....! પ્લીઝ..પ્લીઝ કે'ને....!"

            "લાવણ્યા....! આઈ થિંક.....! આ સારો આઇડિયા નથી...!" અંકિતા બોલી "આઈ મીન... તને ખબરતો છે...! સિદ્ધાર્થને પર્સનલ વાતો કોઇની જોડે શેયર કરવી નથી ગમતી....! અને પર્સનલ પ્રોબ્લેમ્સમાં કોઈ વચ્ચે બોલે એતો એને બિલકુલ નઇ ગમે....! ઊલટાનું તે મને તમારી વચ્ચેની આ માથાકૂટની વાત કહી દીધી છે એ વાત જાણીને એ વધારે ગુસ્સે થશે....!"

            "તો....તો....હું શું કરું...!?" લાવણ્યા ફરી રડવાં લાગી "કેવીરીતે મનાવું એ છોકરાંને....!?"

            "તું પે'લ્લાં શાંત થઈ ઘરેજા.....!" અંકિતા ધીમાં સ્વરમાં બોલી "અને પછી શાંતિથી કઇંક વિચાર.....! જો મને કઈ સૂઝે....! તો હું તને કૉલ કરુંછું...હમ્મ....!"

            "એ....એ...માની તો જશેને....!?" ભયથી ધ્રુજી ઉઠેલી લાવણ્યા માંડ-માંડ બોલી.

            "હાં ....! માની જશે....!" અંકિતા થોડું અટકી અને લાવણ્યાનું વિચારીને બોલી "હવે તું ઘરે પહોંચ....! હું વિચારીને તને પાછો ફોન કરું છું....!"

            "પ્લીઝ ફોન કરજેને....! હોને....!" લાવણ્યા આજીજી કરવાં લાગી.

            "હાં.....સારું બકા.....! તું ઘરેજા હવે.....!"

            "હાં સારું....! બાય....!" બંનેએ છેવટે ફોન કટ કર્યો.

            અંકિતાએ ઘરે પાછાં જવાનું કીધું હોવાં છતાં લાવણ્યા ત્યાંજ ઊભી-ઊભી સિદ્ધાર્થ વિષે વિચારી રહી. વધુ એકવાર તેણે સિદ્ધાર્થને ફોન કરી જોયો. સિદ્ધાર્થે હજીપણ તેનો ફોન ના ઉઠાવ્યો.

            "આ છોકરો તો વાત પણ નઈ કરતો....!" ઢીલી થઈ ગયેલી લાવણ્યા એકલી-એકલી મનમાં બબડી રહી હતી "કેવીરીતે મનાઉ એને....!?"

            "કેટલો હર્ટ  કર્યો મેં એને....!"

            "હું સાવ ડફોળ છું....!"

            લાવણ્યા ક્યાંય સુધી ત્યાંજ ઊભી-ઊભી મનમાં બબડાટ કરી રહી. ક્યાંય સુધી તે સિદ્ધાર્થને કેવીરીતે મનાવવો એ વિષે વિચારતી રહી. 

            "હાં....! એવુંજ કરું...!" અચાનક લાવણ્યાના મગજમાં કઇંક ઝબકારો થયો "હજીતો પોણા નવજ થાયછે...!" લાવણ્યાએ તેનાં મોબાઇલની સ્ક્રીનસેવર વોચમાં ટાઈમ જોયો.

             તે પાછી પોતાની સોસાયટીનાં ગેટમાંથી અંદર દાખલ થઈ અને પોતાનાં ઘર તરફ ઉતાવળાં પગલે જવાં લાગી. પોતાનાં ઘરમાં જતાં-જતાં તે આંસુઓથી ખરડાઈ ગયેલો તેનો ચેહરો લૂંછવાં લાગી.

            ઘરે પહોંચીને લાવણ્યા ફટાફટ ડ્રૉઇંગરૂમમાંથી તેનાં બેડરૂમમાં જતી સીડીઓ ચઢી ગઈ. બેડરૂમનો દરવાજો ખોલી લાવણ્યા તેનાં રૂમમાં દાખલ થઈ. પોતાનાં વોર્ડરોબમાંથી તેણે એક ખાનું ખોલ્યું અને તેમાંથી એક નાનું ચોરસ પર્સ કાઢીને પૈસાં ગણવાં લાગી.

            "એક .....! બે.....!" પાંચસો-પાંચસોની નોટો ગણતી-ગણતી લાવણ્યા બબડી "હમ્મ....! સાતેક હજાર હજી બચ્યાંછે....!"

            "પણ....પણ...! આતો ઓછાં પડશે...!" લાવણ્યા વિચારવા લાગી. થોડું વિચારી લાવણ્યાએ પૈસાં પાછાં એજ પર્સમાં મૂક્યા અને પર્સ પોતાની સાથે લઈને તે પાછી નીચે ડ્રૉઇંગ રૂમમાં આવી. 

            "મમ્મી.....!?" ડ્રૉઇંગરૂમનાં સોફાં જોડે ઊભી રહી લાવણ્યા આમતેમ જોતી-જોતી ઊંચા સ્વરમાં બોલવાં લાગી "મમ્મી ક્યાંછે તું....!?"               

            "અહીંયા છું....! પાછળ ચોકડીમાં....!" સુભદ્રાબેને મોટેથી બૂમ પાડીને પ્રતીભાવ આપ્યો.

            લાવણ્યા દોડાદોડ સીધી કિચનમાં પ્રવેશીને ઘરનાં પાછળનાં ભાગમાં આવી ગઈ. તેનાં મમ્મી સુભદ્રાબેન પાછળનાં ઓટલે બનેલી ચોકડીમાં વાસણ ઘસી રહ્યાં હતાં.

            "કેમ....? તું વાસણ ઘસેછે....!?" લાવણ્યાએ થોડું નવાઈપૂર્વક પૂછ્યું "કામવાળાં આન્ટી નથી આયાં....!?"

            "નાં....! બે-ત્રણ દિવસ નઈ આવે....!" સુભદ્રાબેન બોલ્યાં અને પાછાં વાસણ ઘસવાં લાગ્યાં.

            "મમ્મી....!" લાવણ્યા કચવાતી-કચવાતી બોલી "મારે થોડાં પૈસાં જોઈએ છે...!"

            "મને હતુંજ....!" સુભદ્રાબેને તેની સામે જોયું "કે નવરાત્રિ આવી ગઈ ને તે હજી સુધી પૈસાં કેમ નાં માંગ્યા....!?"

            લાવણ્યા સંકોચપૂર્વક તેમની સામે જોઈ રહી.

            "બોલ....! કેટલાં જોઈએ છે....!?"

            "અ....આઠેક હજાર....!" લાવણ્યા ફરી એજરીતે સંકોચપૂર્વક બોલી.

            "એટલાંમાં બધુ આવી જશે...!?" સુભદ્રાબેન હાથ ધોઈને ઊભાં થવાં લાગ્યાં "ચણિયાચોલી...પાર્લર....! બધુ પતી ગયું....!?"

            હવે તે ચાલતાં-ચાલતાં કિચનમાં જવાં લાગ્યાં. લાવણ્યા તેમની પાછળ-પાછળ જવાં લાગી.

            "હું મેનેજ કરી લઇશ મમ્મી....!" લાવણ્યા બોલી.

            "અને તું જે આટલી બધી ચણિયાચોલી લાવી છું...!?" સુભદ્રાબેન હવે ડ્રૉઇંગ રૂમમાં આવી ગયાં અને સોફાંમાં મૂકેલી બધી ચણિયાચોલીની બેગ્સ સામે જોતાં-જોતાં કહ્યું "આ બધી તારી છે...!?"

            "અ....! નાં...નાં.. મમ્મી....! એતો બધી ત્રિશા, કામ્યા અને અંકિતાની છે...! ફિટિંગ કરાવાં આપવાની છે ...એ....એટ્લે હું જોડે લાવી છું...!" લાવણ્યા જે મનમાં આવે તે જુઠ્ઠું બોલી જવાં લાગી.

            "હમ્મ....! મને લાગ્યુંજ કે આટલી બધી તારી નાં હોય...!" સુભદ્રાબેન હવે ડ્રૉઇંગરૂમની જમણી બાજુ અને કિચનની સામે તેમનાં બેડરૂમ તરફ જવાં લાગ્યાં. લાવણ્યા પાછી તેમની જોડે-જોડે ચાલવાં લાગી.

            બેડરૂમમાં આવીને તેમણે વોર્ડરોબમાંથી એક ખાનાંમાંથી પૈસાં કાઢીને ગણવાં માંડ્યાં.

            "આ લે....! બાર હજાર....!" સુભદ્રાબેને પૈસાં ગણીને લાવણ્યાની સામે ધરતાં કહ્યું.

            "પણ...પણ...મારે આઠજ જોઈએ છે...!" લાવણ્યા કચવાતાં જીવે બોલી.

            "અરે રાખ....!" સુભદ્રાબેને લાવણ્યાની હથેળીમાં પૈસાં દબાવ્યાં "સિદ્ધાર્થ માટે કઇંક ગિફ્ટ લઈ લેજે....!" તેમણે આંખો સહેજ મોટી કરી સ્મિત કરીને કીધું.

            લાવણ્યાની આંખ ભીંજાઈ ગઈ અને તે સુભદ્રાબેનની સામે જોઈ રહી.

            "એક કામ કરજે....! ગોલ્ડન જરીવાળો બ્લેક કલરનો કુરતો લઈ લેજે...! એ ગોરો છેને....! એને મસ્ત લાગશે....!" સુભદ્રાબેને લાવણ્યાનાં ગાલ ઉપર વ્હાલથી ટપલી મારીને કહ્યું. ઈમોશનલ થઈ ગયેલી લાવણ્યા રડી પડી અને સુભદ્રાબેનને વળગી પડી ડૂસકાં ભરવાં લાગી.

            "અરે ....!? શું થયું તને....!?" સુભદ્રાબેન તેની પીઠ પસવારતાં બોલ્યાં.

            "તું વર્લ્ડની બેસ્ટ મમ્મી છે....!" લાવણ્યા એજરીતે વળગી રહીને ભીંજાયેલાં સ્વરમાં બોલી.

            રડી રહેલી લાવણ્યાને છેવટે થોડીવાર પછી સુભદ્રાબેને શાંત કરાવી. શાંત થયાં પછી લાવણ્યા ફટાફટ તેનું મોઢું વગેરે ધોઈ ફ્રેશ થઈ. કપડાં બદલીને લાવણ્યા હવે એક્ટિવાં ઉપર લૉ ગાર્ડન તરફ જવાં પાછી નીકળી. વિશાલનાં પૈસે ખરીદેલી ચણિયાચોલી અને તેની એક્સેસરીઝ પણ તે સાથે લઈ લીધી.

            ઘરેથી નીકળી તેણીએ એક્ટિવાં સોસાયટીનાં નાકે ઊભું રાખ્યું અને જીન્સનાં પોકેટમાંથી પોતાનો ફોન કાઢીને તેણે વિશાલનો નંબર ડાયલ કર્યો.

            "હાં...બોલ...! પતી ગઈ તારી શોપિંગ...!?" વિશાલે ફોન ઉપાડતાંજ કહ્યું "પૈસાં ખૂટ્યાંતો ન'તાંને ....!?"

            "ક્યાં છે તું....!?" વિશાલની વાતને ઇગનોર કરીને લાવણ્યાએ સીધું પૂછી લીધું.

            "મણિનગર....! મારાં ફ્રેન્ડ્સ જોડે ચ્હા પીવાં બેઠો છું...!?"

            "ખેતલાપા મલને....!" લાવણ્યાએ કોઈપણ જાતનાં હાવભાવ વીનાં કહ્યું.

            "અત્યારે....!?" વિશાલે ચોકીને તેનાં કાંડે બાંધેલી સ્માર્ટવૉચ સામે જોયું "લાવણ્યા....! રાતનાં સવાં નવ થયાં છે....!"

            "તો શું થઈ ગયું...!?" લાવણ્યા ફરી એજરીતે બોલી.

            "અરે પણ એવું તો શું કામ છે..!?" વિશાલ હજીપણ ચોંકેલો હતો.

            "એ તું આવ...! પછી કઉ....!" લાવણ્યા શાંતિથી બોલી.

            "હાં...પણ મારે દોઢેક કલ્લાક જેટલું થશે....!" વિશાલ બોલ્યો "મારે ઘરે જવું પડશે....! થોડું નાનું કામ છે...!"

            "કઈં વાંધો નઈ....!" લાવણ્યા ફરીવાર કોઈપણ હાવભાવ વિનાં શાંતિથી બોલી "દોઢ કલ્લાક એટ્લે લગભગ પોણા અગિયારને...!?"     

            "હાં...લગભગ....!"

            "હમ્મ....! તું આવ....! હું અગિયાર વાગે ખેતલાપા પહોંચી જઈશ...!"

            "એવું તો શું...!"

            "બાય....!" વિશાલની વાત પૂરી થાય એ પહેલાંજ લાવણ્યાએ "બાય" કહીને ફોન કટ કરી દીધો.

            એક્ટિવાંનો સેલ મારી લાવણ્યાએ હવે એક્ટિવાં લૉ ગાર્ડન મારી મૂકી.            

***

            “એણે તારું અટેન્શન ગેન કરવા માટે જ છેડતી વાળું નાટક કર્યું ‘તું.....!” અંકિતા સિદ્ધાર્થને ફૉન ઉપર કહી રહી હતી “એ એવી નઈ સિદ.....! ખરેખર....! એ પે’લા ગમે તેવી હોય પણ.....! જ્યારથી તું એની લાઈફમાં આયો છેને....! એ તારા સિવાય કોઇની સામે જોતી પણ નઈ.....જોવાનું તો દૂર....એ કોઈના વિષે વિચારતી પણ નઈ યાર....!”

            ફૉન ઉપર અંકિતાએ બધી વાત કહી સંભળાવી હતી. લાવણ્યા સાથે થયેલી વાત અને લાવણ્યાની હાલત  વિષે પણ તેણે સિદ્ધાર્થને બધુ કહ્યું હતું અને ક્યારની સિદ્ધાર્થને તેણી સાથે વાત કરવા સમજાવી રહી હતી.

            “સાચું કવ છું સિદ.....! વાત જ્યારે તારી આવે....તો લાવણ્યા બઉ જ ઈનોસન્ટ છે.....! આઈ સ્વેર....!” અંકિતા પ્રેમથી ભારપૂર્વક બોલી “ખરેખર.....! કાનુડાની પાછળ જેમ રાધા ઘેલી હોય....એમ એ પણ તારી પાછળ ઘેલી છે....એટ્લે કોઈને કોઈ ભૂલ કરી બેસે છે.....!”

            “મને ખબર છે એ એવી નઈ અંકિતા ....!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો “તે એકપ્લેન ના કર્યું હોત...તોય મને એની ઉપર ટ્રસ્ટ હતો જ ......!”

            “તો પછી કેમ વાત નઈ કરતો એની જોડે....!?” અંકિતા ધમકાવતી હોય એમ બોલી “આવું કેમ સતાવે છે એ છોકરીને તું.....!?”

            “તો મને નારાજ થવાનો હક જ ના હોય કઈં....!?” સિદ્ધાર્થ બાળકની જેમ ગુસ્સો કરતો હોય એમ નારાજ સૂરમાં બોલ્યો “તમને છોકરીઓને હક હોય....! એવું...!?”

            “હા...હા..... હા...હા.....!” અંકિતા ખડખડાટ હસી પડી “aww.....! લાવણ્યા સાચું જ કે’છે.....! તું સાવ નાના બાળક જેવો છે.....!”

            “હું બાળક જેવો છું.....!? તું એની વાત કરને.....! એ ડબલ ઢોલકી છે.....!”  સિદ્ધાર્થ એજ રીતે ચિડાઈને બોલ્યો “એક બાજુ મને ના પાડે છે....કે “તારે મારી પાછળ પૈસા નઈ ખરચવાના....! હું તારી પાછળ ખરચીશ...!” અને પછી પોતે બીજા જોડે પૈસા લઈ આવે છે....!?આવું કોણ કરે...!? એણે મારી જોડે ના માંગવા જોઈએ....!?”

            “હા...હા..... હા...હા.....” નાના બાળકની જેમ રૂઠેલા સિદ્ધાર્થને એ રીતે બોલતા સાંભળી અંકિતા ફરીવાર હસી પડી “તું.....હા...હા....! તું લાવણ્યાને આજ રીતે ફરિયાદ કરજે.....! I’m શ્યોર એ તારી વાત સમજશે....!”  

            બેડમાં પડે-પડે છત સામે તાકી રહેલાં સિદ્ધાર્થથી પરાણે હળવું હસાઈ જવાયું.

            થોડીવાર સુધી અંકિતા પણ મૌન રહી.

            “સિદ.....!” થોડીવાર પછી અંકિતાએ મૃદુ સ્વરમાં કહ્યું “એની સાથે વાત કર.....! એનો જીવ ગળામાં આઈ ગ્યો છે....! એ પાગલોની જેમ રડે જાય છે....!”

            “સોરી.....! મેં એને એવું કીધું....એને  હર્ટ થ્યું હશેને....!” સિદ્ધાર્થ ચિંતાતુર સ્વરમાં બોલ્યો.

            “તને પણ થ્યું હશેને....!?” અંકિતાએ સામેથી પૂછ્યું.

            “મને એક સેકન્ડ માટે એના વિષે બવ ખરાબ વિચાર આઈ ગ્યો ‘તો...!” સિદ્ધાર્થ નિખાલસતાથી બોલ્યો.

            “પણ તું જાણે છે ને....! અને સમજે પણ છે ને....! કે એ એવી નઈ..હમ્મ....!?” અંકિતાએ પ્રેમથી પૂછ્યું.

            “હમ્મ....! મને ખાલી એક જ સેકન્ડ માટે એવો વિચાર આયો ‘તો....! એ પછી નઈ....!”

            “કોઈ પણ છોકરી માટે આ બવ મોટી વાત છે સિદ....કે કોઈ એની ઉપર આટલું ઈનોસન્ટલી ટ્રસ્ટ કરે....!” અંકિતા બોલી “લાવણ્યા લકી છે એ બાબતે....!”

            સિદ્ધાર્થ પાછો મૌન થઈને વિચારી રહ્યો.

            “તું એને પણ આ બધુ કે’જે....! જે રીતે તે મને કીધું...!” અંકિતા ખુશ થઈને બોલી “એને બઉ ગમશે....!”   

            સિદ્ધાર્થ મલકાઈ રહ્યો. અંકિતા સાથે વાત કરીને તેને હળવું ફીલ થતું હતું.

            “અને હવે ફૉન મૂક...અને જોડે વાત કર ચૂપચાપ....!” અંકિતા પાછી ધમકાવવા લાગી.

            “ચૂપચાપ કેમની વાત કરે કોઈ....!?” સિદ્ધાર્થે પણ અંકિતાની ખેંચી.

            “હી..હી....જોતો મારો બેટો....!”  

            હળવું હસીને સિદ્ધાર્થે છેવટે અંકિતા સાથે વાત કરીને કૉલ કટ કર્યો.

            લાવણ્યાને કૉલ કરવા સિદ્ધાર્થ તેણીનો નંબર ડાયલ કરવા જતો જ હતો ત્યાંજ સામેથી નેહાનો કૉલ આવ્યો.

            “અરે યાર.....!” નિ:સાસો નાંખીને સિદ્ધાર્થે તેણીનો કૉલ રિસીવ કર્યો.

            “બોલ....!” સાવ રુક્ષ સ્વરમાં તે બોલ્યો.

            “શું કરે છે...!?” નેહાએ સામેથી પૂછ્યું.

            “બેડમાં આડો પડ્યો ‘તો....!” સિદ્ધાર્થ એવાજ સ્વરમાં બોલ્યો.

            “હમ્મ....! તું ત્યાં એકલોને...!?” નેહાએ પૂછ્યું “આઈ મીન અમ્મ....!”

            તેણીના સ્વરમાં રહેલા શંકાના ભાવ સિદ્ધાર્થ પારખી ગયો.

            “એકલો જ ને...! કોણ આવે અહિયાં....!?” સિદ્ધાર્થે સામેથી પૂછ્યું “તને એમ કે લ...!”

            “નઈ નઈ....હું તો એમ જ પૂછું છું....!” નેહા વાત વાળતા બોલી “મને એમ કે તું એકલાં કંટાળતો નઈ હોય....! એટ્લે એમ જ પૂછ્યું....!”

            “ના....આખો દિવસ કામમાં બીઝી જ હતો....! હવે ઊંઘવાજ જતો’તો....!” સિદ્ધાર્થ ઔપચારિક સ્વરમાં બોલ્યો “મને રાતે વે’લ્લા સુવાની ટેવ છે....!”

            “હમ્મ....! અમ્મ....!”

            “ગૂડ નાઈટ ....!”સિદ્ધાર્થ બોલી પડ્યો.

            “હં....હા....સારું...!” વાત કરવાની ઈચ્છા હોવા છતાં નેહા કમને બોલી.

            “ઓકે.....બા...!”

            “તું હજી વચન નિભાવે છે ને.....!?” સિદ્ધાર્થ કૉલ કટ કરવા જતો જ હતો ત્યાંજ નેહા બોલી પડી “ભૂલી તો નઈ ગ્યોને....!?”

            મૌન રહી સિદ્ધાર્થે એક ઊંડો શ્વાસ ભર્યો. સામે છેડે નેહાને પણ તેના શ્વાસનો એ સ્વર સંભળાયો.

            “હા....!” સિદ્ધાર્થ માત્ર એટલું બોલ્યો પછી પૂછવા લાગ્યો “હવે મેરેજ થવાના છે.....! તો તારો આ રિવેન્જ ક્યારે પતશે....!?”

            “મેરેજ પે’લા પતી જશે....!” નેહા શાંત સ્વરમાં બોલી.

            બંને વચ્ચે થોડીવાર મૌન પથરાઈ ગયું.

            “ગૂડ નાઈટ....!” છેવટે મૌન તોડતા સિદ્ધાર્થ બોલ્યો અને સામેથી નેહાના પ્રતીભાવની રાહ જોયા વિના જ કૉલ કરી દીધો.

            “તું હજી વચન નિભાવે છે ને.....!? વચન નિભાવે છે ને.....!?”

            મનમાં એ શબ્દો પડઘાવા લાગતાં સિદ્ધાર્થ વિચારે ચઢી ગયો.

            છત સામે જોતાં-જોતાં તે નેહા અને તેણીના રિવેન્જ વિષે અને પોતે આપેલા વચન વિષે વિચારતો રહ્યો. ક્યાંય સુધી તે એમ જ વિચારતો રહ્યો. વિચારતા-વિચારતા તેની આંખ લાગી ગઈ. 

***

           

            "હજીપણ ફોન નઈ ઉઠાવતો આ છોકરો....!" પોતાનો મોબાઇલ એનાં કાને માંડી રાખી લાવણ્યા એકલી-એકલી બબડી.

            સિદ્ધાર્થને તે ફરીવાર ત્રણ-ચાર વખત ફોન ટ્રાય કરી ચૂકી હતી.

            છતાંપણ સિદ્ધાર્થ ફોન નહોતો ઉઠાવી રહ્યો. લાવણ્યાનો જીવ હજીપણ એજરીતે અદ્ધર થયેલો હતો. અધિરી થઈ ગયેલી લાવણ્યાની આંખો હવે ભીંજાઇ ગઈ.

            તેણે વધુ એકવાર સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.  

****

            “ટ્રીન.... ટ્રીન.... ટ્રીન....!”

            બેડમાં સૂતેલાં સિદ્ધાર્થના ફોનની રિંગ ક્યારની વાગી રહી હતી. વિચારતા-વિચારતા ક્યારે  આંખ લાગી ગઈ, એની સિદ્ધાર્થને ખબરજ ના રહી. 

            બે-ત્રણવાર રીંગ વાગ્યાં પછી સિદ્ધાર્થની આંખ ખુલી ગઈ. બેડમાં જોડે પડેલો ફોન ઉઠાવી સિદ્ધાર્થે સ્ક્રીન ઉપર જોયું.

            “લાવણ્યા...!?” તે લાવણ્યાનો કૉલ રીસીવ કરવા જ જતો હતો ત્યાંજ કૉલ કટ થઇ ગયો.

            કૉલ કટ થતા તેણે સ્ક્રીન ઉપર નોટિફિકેશન જોઈ.

            “ઓહો....!” લાવણ્યાના ઘણાં બધાં મિસ્ડ કૉલ જોઇને સિદ્ધાર્થ હળવું સ્મિત કરતાં બબડ્યો “થોડી હેરાન કરું...!”

            મનમાં વિચારી સિદ્ધાર્થ બબડ્યો અને હળવું હસ્યો. ફોન અનલોક કરીને તે લાવણ્યાને કૉલ કરવા જતો હતો ત્યાંજ ફરીવાર સામેથી લાવણ્યાનો કૉલ આવી ગયો. 

            "હાં બોલ...!"  લાવણ્યાને છેડવાના ઈરાદે સિદ્ધાર્થે ફોન ઉઠાવ્યો અને જાણી જોઇને સહેજ ઠંડા સ્વરમાં બોલ્યો.

            "સિદ....! સિદ....સિદ...! તું...ફોન..ફોન કેમ નઈ ઉઠાવતો....!" સિદ્ધાર્થે ફોન રિસીવ કરી લેતાં લાવણ્યા ખુશ થઈને અધિર્યાં સ્વરમાં બોલી પડી "હું..હું....ક્યારની ફોન કરુંછું જાન....! આવું શું કરવાં કરેછે....!? મને....મને એક...એકવાર...મ....મારી વાતતો સાંભળ....!"

            "હાં...બોલ....! સાંભળું છું...!" પોતાનું હસવું દબાવી રાખી સિદ્ધાર્થ હજીપણ એવાજ ઠંડા સૂરમાં બોલ્યો અને બેડમાં બેઠો થઈ પલાંઠી વાળીને બેઠો.

            "મેં....મેં તને બઉ હર્ટ કર્યોને....!?" સામે ઈમોશનલ થઈ ગયેલી લાવણ્યા હવે માંડ બોલી રહી હતી "મને...મને માફ કરીદેને....! પ્લીઝ જાન....!"

            "ઈટ્સ ઓકે લાવણ્યા.....! છોડ હવે એ વાતને....!" એક સામટું બધુજ યાદ આવી જતાં સિદ્ધાર્થ પાછો નીરસ સ્વરમાં બોલ્યો.

            "આવ...આવું કેમ બોલે છે....!?" લાવણ્યા સિદ્ધાર્થનાં સ્વરનાં એ ભાવને પણ પારખી ગઈ "સ...સરખી વ...વાત તો કર....! તું...તું....નીચે આવીશ....!? હું...હું....તારાં ફ્લેટનાં ગેટનાં ઢ....ઢાળ સામેજ ઊભી છું....!"

            "what.....!?" સિદ્ધાર્થ ચોંકી ગયો અને બેડમાંથી સફાળો બેઠો થઈ બાલ્કની તરફ ઉતાવળા પગલે જવા લાગ્યો.

             "તું નીચે શું કરે છે...!?" બાલ્કની તરફ જતાં-જતાં સિદ્ધાર્થે પૂછ્યું.  

            "ત...તને....મલવું'તું......!" લાવણ્યા હવે ડૂસકાં લેતી-લેતી માંડ બોલી રહી હતી "તારાં મામા ઘરે હશેને.....! તો તો....! એ...એ...મને અંદર નઈ ઘૂસવાંદે....! ત....તું આવને નીચે....!પ્લીઝ  જાન"

            "લાવણ્યા......!? ઉપર જોતો.....!" બાલ્કનીમાં પહોંચીને સિદ્ધાર્થે નીચે જોયું તો લાવણ્યા નીચે એક્ટિવાની જોડે ઊભી હતી. 

            લાવણ્યાએ ઉપર જોયું.

            "સિદ....!" છઠ્ઠામાળની બાલ્કનીમાં લાવણ્યાને સિદ્ધાર્થ દેખાયો.

            "સિદ.....! બેયબી....!" ભીંજાયેલી આંખે લાવણ્યાએ ઉપર જોઈ રહી તેની તરફ હાથ લંબાવ્યો અને નાનાં બાળકની જેમ રડી પડી "ન....નીચે આયને પ્લીઝ....!"

            “આ છોકરી....!” લાવણ્યાને ત્યાં જોઈને સિદ્ધાર્થને ફરીવાર આશ્ચર્ય થયું. 

            "આયો....! પાંચ મિનિટમાં....! હમ્મ....!" સિદ્ધાર્થે એટલું કહીને ફોન કટ કર્યો અને બાલ્કનીમાંથી પાછો રૂમમાં આવ્યો.

            ઝડપથી તે હવે નીચે જવા બેડરૂમમાંથી ડ્રૉઇંગ રૂમ આવ્યો અને મેઈન ડોરની પાછળ લટકાવેલા કી-હોલ્ડરમાંથી પોતાનાં એન્ફિલ્ડની ચાવી લઈ દરવાજો ખોલી બહાર નીકળી સ્ટોપર મારી.

            બહાર એકબાજુ જૂતાં મૂકવાના ખાનામાંથી પોતાના ચપ્પલ પહેરી તે લિફ્ટ પાસે આવ્યો અને લિફ્ટનું બટન દબાવ્યું.

            “she is an Enigma....!” લિફ્ટની રાહ જોઈ રહેલા સિદ્ધાર્થને આરવના એ શબ્દો યાદ આવી ગયાં.

            જ્યારે-જ્યારે લાવણ્યા આવું કોઈ પણ ચોંકાવી દેવું વર્તન કરતી ત્યારે-ત્યારે સિદ્ધાર્થને આશ્ચર્ય થતું અને તેને આરવના આ શબ્દો યાદ આવી જતાં.

            “ખરેખર તને સમજવી અઘરી છે....!” સિદ્ધાર્થ મનમાં બબડ્યો અને લિફ્ટ આવી જતાં આપમેળે દરવાજો ખૂલ્યો.

            લિફ્ટમાં એન્ટર થઈ તેણે ગ્રાઉંડ ફ્લોરનું બટન દબાવી દીધું. દરવાજો બંધ થઈ લિફ્ટ નીચે જવા લાગી. 

            "સિદ.....! બેયબી.....!"

            સાવ રઘવાઈ થઈ ગયેલી લાવણ્યાએ જ્યારે ઉપર જોઈ સિદ્ધાર્થ તરફ નાના બાળકની જેમ હાથ લંબાવ્યો અને નાનાં બાળકની જેમ રડી પડી એ યાદ આવી જતાં સિદ્ધાર્થની પણ આંખ ભીની થઈ ગઈ.

            “બવ હર્ટ કરી દીધી મેં એને.....!” 

            ગ્રાઉંડ ફ્લોર ઉપર લિફ્ટ આવી અને દરવાજો ખૂલતાં જ સિદ્ધાર્થ ઉતાવળા પગલે ફ્લેટના કમ્પાઉન્ડની બહાર જવા લાગ્યો. રાતનાં લગભગ સાડા અગિયાર થયાં હોવાથી સિદ્ધાર્થનાં ફ્લેટનાં કમ્પાઉન્ડનો લોખંડનો ગેટ બંધ હતો.

            ફ્લેટનો સિક્યુરિટી ગાર્ડ સિક્યુરિટી કેબિનમાં સૂતો હોવાથી સિદ્ધાર્થ જાતેજ લોખંડનો ગેટ ધકેલીને ખોલવા લાગ્યો.

            "ખટાક......!" લોખંડનો હોવાથી ગેટ ખોલતી વખતે અવાજ થયો અને સિદ્ધાર્થ ઝડપથી ઢાળ ઉતરીને લાવણ્યા તરફ જવા લાગ્યો.  

            લોખંડના ગેટની બહાર ઢાળ ઉતરીને બહાર નીકળતાં જ તેણે જોયું કે લાવણ્યાએ તેનું એક્ટિવા  ફ્લેટની સામેનાં ફ્લેટનાં કમ્પાઉન્ડની વૉલ નજીક ઊભું રાખ્યું હતું અને તે એક્ટિવા ઉપરથી ઉતરીને ત્યાંજ આજુબાજુ બેચેનીપૂર્વક આંટા મારી રહી હતી.  

            ઉચાટભર્યા જીવે ફ્લેટનો બંધ ગેટ ખૂલે એની રાહ જોઈ રહેલી લાવણ્યાએ અવાજ થતાં એ તરફ જોયું.  

            નેવી બ્લ્યુ હુડી અને ખાખી કાર્ગો ટ્રેક પહેરીને સિદ્ધાર્થ ગેટનો ઢાળ ઉતરીને તેની તરફ આવી રહ્યો હતો.

             લાવણ્યા ભીંજાયેલી આંખે અને મુગ્ધભાવે સિદ્ધાર્થને પોતાની તરફ આવતો જોઈ રહી. દરવખતની જેમ સિદ્ધાર્થ આજેપણ તેને એટલોજ સોહામણો લાગી રહ્યો હતો. 

            "સિદ.....!" સિદ્ધાર્થને જોતાંજ લાવણ્યા ભાંગી પડી અને તરતજ તેની તરફ દોડીને તેને વળગી પડી

            "સિદ....! સિદ....! આવું...આવું કોઈ કરે....!? તું તો ફોન પણ નઈ ઉપાડતો....! વાત પણ ન....નઈ કરતો...!" 

            સિદ્ધાર્થને જોઈને લાવણ્યા રઘવાઈ થઈને બબડવાં લાગી. સિદ્ધાર્થ દયામણી નજરે તેણી સામે જોઈ રહ્યો.

            "હું.....હું....! કેવીરીતે તને મનાવું....!? મેં.... ક...ક..કેટલાં ફોન કર્યા....!"

            "લાવણ્યા....! લાવણ્યા....!" સિદ્ધાર્થ તેનાં બંને હાથમાં લાવણ્યાનું મોઢું પકડીને તેને શાંત કરાવવાં લાગ્યો "મારી વાત સાંભળ....!"

            "સિદ....સિદ...! I'm sorry.....! I'm so sorry.....!" લાવણ્યા હજીપણ બબડાટ કરી રહી હતી "મેં ત..તને બઉ હર્ટ કર્યોને....! હું....હું...સાચું કઉં છું...! મને એવું નહોતી ખ...ખબર ...ક..કે તું હર્ટ થઈશ....!"     

            "લાવણ્યા....! ઈટ્સ ઓકે...! તું પેલ્લાં શાંતથા...!"

            "મેં....! મેં બધી ચણિયાચોલી પાછી આપી દીધી....! અને અને....! એનાં બધાં પૈસાં પણ વિશાલને પાછાં આપી દીધાં...! હું...હું સાચું કઉં છું....! બધી એક્સેસરીઝ.....! એ પણ પાછી આપી દીધી....!"

            "હાં સારું લવ...! તું શાંતથા.....!" સિદ્ધાર્થે ફરીવાર લાવણ્યાને શાંત કરાવવાનો પ્રયત્ન કર્યો.

            "હું.....હું.....બીજી ચ...ચણિયાચોલી લઈ આવી....!" લાવણ્યા હજીપણ બબડાટ કરી રહી હતી "આહિયાં આય....! જો હું તને બતાડું.....!"

            એટલું કહીને લાવણ્યા સિદ્ધાર્થનો હાથ પકડીને તેને પોતાની જોડે ખેંચીને તેનાં એક્ટિવાં તરફ લઈ જવાં લાગી.

            "ઇટ્સ ઓકે લવ....! મારી વાતતો સાંભળ....!" સિદ્ધાર્થ બોલી રહ્યો જોકે લાવણ્યા અટક્યાં વગર તેને એક્ટિવાં જોડે લઈ આવી.

            "જો...જો....!" લાવણ્યા એક્ટિવાના આગળના  ભાગે હૂકમાં ભરાવેલી  એક બેગમાંથી ચણિયાચોલી કાઢવાં લાગી.

            "અરે....! ચાલશે...! તારે સરપ્રાઇઝ રાખવી'તીને.....! તો રે'વાદે....!"

            "નાં....! નાં... તું જોને....! બધી મ.....મારાં પૈસાંથી લ....લીધી છે....!" લાવણ્યાનાં માથે હવે પરસેવો વળવાં માંડ્યો "થોડાં પૈસાં મેં બચાવ્યાં'તા અને થ....થ...થોડાં મ...મમ્મીએ આપ્યાં.....!" લાવણ્યાનાં મોઢાંમાં હવે લાળ વળવાં લાગી "હું સાચું કઉંછું સિદ....! વ...વિશાલનાં પૈસાંથી નઈ લીધું આ બધું....!"

            "બસ કર લવ....! તું શાંત થઈજા હવે....!" સિદ્ધાર્થની આંખ ભીંજાઇ જતાં તેણે લાવણ્યાને આલિંગનમાં જકડી લીધી.

            "હું....હું....એની જોડે ...એની જોડે કોઈ દિવસ નઈ બોલું....! આઈ પ્રોમિસ જાન....!" લાવણ્યા હજીપણ એજરીતે નાનાં બાળકની જેમ રઘવાયાં સ્વરમાં બોલી રહી હતી.

            "પ્લીઝ લવ......! શાંતથા હવે....!" સિદ્ધાર્થે તેનું કપાળ લાવણ્યાનાં કપાળે અડાડ્યું. સિદ્ધાર્થે હવે તેનાં બંને હાથવડે વ્હાલથી લાવણ્યાનાં કપાળ ઉપર બાઝેલો પરસેવો લૂંછયો.

            " તું મને બેબી-બેબી કે'છે.....! પણ બેબી જેવીતો તું છે....!" સિદ્ધાર્થ ભીંજાયેલી આંખે તેની સામે જોઈને બોલ્યો "રાતનાં બાર વાગ્યે તું અંહિયાં એકલી આઈ ગઈ....!?"

            "તો....તો શું કરું હું....!" લાવણ્યા સહેજ નારાજ સૂરમાં ડૂસકાં લેતી-લેતી બોલી  "તું તો મારો ફ.....ફોન પણ ન'તો ઉપાડતો....! વ....વાત પણ ન'તો કરતો....!"

            "સોરી.....!” સિદ્ધાર્થ ધીમેથી બોલ્યો.

            “શું સોરી....!?” લાવણ્યા હજી વધુ નારાજ સ્વરમાં બોલી “તું જ નાનાં બેબી જેવો છે....! નાનાં બેબી હોયને.... એજ આવીરીતે નારાજ થાય....! ફોન પણ ના ઉપાડે અને વાત પણ ના કરે....! આવું કોઈ કરે...!?”

            “સોરી.....!” સિદ્ધાર્થ ફરીવાર એજરીતે ધીરેથી બોલ્યો.

            “સિદ.....!” લાવણ્યાએ ભીંજાયેલી આંખે સિદ્ધાર્થની આંખોમાં જોયું “આવું નારાજ ના થતો હવે કોઈ દિવસ....!” લાવણ્યાની આંખમાંથી હવે આંસુઓની ધાર વહીને નીકળવાં લાગી.

            “વાત પણ નઈ કરવાની....! ફોન પણ નઈ ઉપાડવાનો....!” લાવણ્યા હવે વધુ ડૂસકાં લઈને રડવાં લાગી “મારો.....મારો....જ....જીવ ગળામાં આઈ ગ્યો’તો....! ખબર છે તને....!?” 

            “I’m sorry લવ....!” સિદ્ધાર્થે લાવણ્યાનાં કપાળે હળવું ચુંબન કર્યું અને તેને આલિંગનમાં જકડી લઈ તેની પીઠ પસવારવાં લાગ્યો “શાંત થઈજા...હમ્મ....!”

            “I’m sorry....!” સિદ્ધાર્થ ફરીવાર ધીરેથી બોલ્યો “હવે આવું કદી નઇ કરું બસ....!”

            થોડીવાર સુધી સિદ્ધાર્થ લાવણ્યાને એજરીતે આલિંગનમાં વળગીને ઊભો રહ્યો. લાવણ્યાએ રડીને પોતાનાં મન અને હ્રદયનો ભાર હળવો કરી લીધો.

            ક્યારેક-ક્યારેક પડી જતાં વરસાદને લીધે શિયાળાનો પવન હવે વધું ઠંડો થઈને વાઇ રહ્યો હતો. ચોમાસું અને શિયાળાની એ બેવડી ઠંડી ઋતુંમાં લાવણ્યાને આલિંગનમાં જકડતાં જ સિદ્ધાર્થને જાણે ઠંડક લાગી. ઘરે આવીને ઠંડા પાણીથી નહાવા છતાય સિદ્ધાર્થને પોતાના શરીરમાં લાગેલી “આગ”થી ઠંડક નહોતી મળી પણ લાવણ્યાના શરીરની હુંફની ગરમીથી પણ સિદ્ધાર્થને ઠંડક મેહસૂસ થઈ. 

            થોડીવાર પછી લાવણ્યા છેવટે શાંત થઈ અને તેનાં હ્રદયમાં આવેલું લાગણીઓનું એ તોફાન પણ શાંત થઈ ગયું.

            “સિદ....!” લાવણ્યાએ સિદ્ધાર્થની ચેસ્ટ ઉપર તેનાં હાથની હથેળી મૂકીને હળવેથી રબ કરી અને તેની સામે પ્રેમથી જોઈને બોલી “મેં.... ત....તને બઉં હર્ટ કર્યોને....!?”

            સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર તેની સામે ભીની આંખે જોઈ રહ્યો.

            “મ....મને માફ કરીદેને પ્લીઝ.....!” લાવણ્યા આજીજીભર્યા સ્વરમાં બોલી “હું.....હું હવે એવું કોઈ દિવસ નઈ કરું .....! તને કોઈદિવસ હર્ટ નઈ કરું....!”

            “હર્ટ તો મેં પણ તને કરીને....!” સિદ્ધાર્થ સાવ ઢીલા સ્વરમાં માફી સૂચક નજરે લાવણ્યા સામે જોઈ રહીને બોલ્યો “મારે તને એવું બધુ ન’તું કેવું જોઈતું....!”

            “તારો કોઈ વાંક ન’તો....!” લાવણ્યાએ વ્હાલથી સિદ્ધાર્થના ગાલ ઉપર હાથ મૂક્યો “મારો જ હતો...! હું કેટલી બેવકૂફ છું....! મારે વિશાલ જોડેથી પૈસા ના લેવા જોઈએ....!”

            “લવ...! ઓનેસ્ટલી....મને ખરેખર ના ગમ્યું તું એની જોડેથી પૈસા લઈને બધુ લાઇ....!” સિદ્ધાર્થે નાના બાળક જેવુ મોઢું કરીને બોલ્યો “મને એક સેકન્ડ માટે....અ....! મને બઉ ખરાબ વિચાર આઈ ગ્યો....!”

            “સોરી...સોરી...!” લાવણ્યાએ સિદ્ધાર્થને બાથમાં ભરી લઈ તેનું માથું પોતાના ઉરજોમાં દબાવી દીધું “મારાં લીધે તને એવી ગંદી ફીલિંગમાંથી પસાર થવું પડ્યું.....! સો સોરી જાન....!”

            “બઉ જ ગંદી ફીલિંગ હતી લવ....સાચે...!” લાવણ્યાને એ રીતે વળગી રહીને સિદ્ધાર્થ ભાવુક સ્વરમાં બોલ્યો “બઉ જ ગંદી....!”

            “મને ખબર છે જાન....! મને ખબર છે....!” લાવણ્યા સાંત્વના આપતી હોય એમ સિદ્ધાર્થના વાળમાં પ્રેમથી હાથ ફેરવતી-ફેરવતી બોલી.

            તેને પણ પહેલાં આરવ યાદ આવી ગયો પછી સિદ્ધાર્થને નેહા સાથે જોઈને પોતાને જે ફીલ થતું હતું એ પણ યાદ આવી ગયું.

             આઈ પ્રોમિસ....! હું નઈ કરું સાચે.....!” લાવણ્યાએ નાનાં બાળકની જેમ તેનાં ગળે ચપટી ભરી સોગંધ ખાધાં.

            “ઈટ્સ ઓકે લવ....!” સિદ્ધાર્થે ફરીવાર લાવણ્યાનો ચેહરો તેનાં બંને હાથવડે પ્રેમથી પકડ્યો “ભૂલીજા હવે એ વાતને.....! તું પણ જેટલું યાદ કરીશ....! મનેય એટલું વધારે હર્ટ થશે....!”

            “હાં....હાં....! સારું.......હવે યાદ નઈ કરાવું બસ....!” લાવણ્યા તેની ભીંજાયેલી આંખો લૂંછવાં માંડી. આંખો લૂંછીને તે હવે સિદ્ધાર્થ સામે પ્રેમથી જોઈ રહી.

            “હવે....તું મારાંથી નારાજ તો નઈને....!?” થોડીવાર સિદ્ધાર્થની સામે ભીંજાયેલી આંખે જોઈ રહ્યાં બાદ લાવણ્યાએ સિદ્ધાર્થના લાંબા વાળની લટોમાં હાથ ફેરવતાં કહ્યું.

            “બિલકુલ નઈ.....!” સિદ્ધાર્થે શક્ય એટલાં નોર્મલ સ્વરમાં કહ્યું “તારી છેડતી, તારું ફ્લર્ટ....!” સિદ્ધાર્થે હવે લાવણ્યાને પોતાની સહેજ વધુ નજીક ખેંચી “અને તારી.....! આદત પડી ગઈ છે હવે.....!”

               સિદ્ધાર્થે જે રીતે શાંત અને પ્રેમાળ સ્વરમાં એ વાક્ય કહ્યું, એનાથી લાવણ્યાની બધી ચિંતા ઓગળી ગઈ અને તેનાં ચેહરાં ઉપર લાલી પથરાઈ ગઈ.

            “સિદ.....!” લાવણ્યાએ પણ હવે સિદ્ધાર્થના હોંઠ ઉપર તેની આંગળીઓ ફેરવતાં કહ્યું “ફરીવાર કે’ને....!”

            “તારી આદત પડી ગઈછે લવ....!” સિદ્ધાર્થે લાવણ્યાને તેની કમરમાંથી પકડીને આલિંગનમાં જકડી લીધી.

            આ વખતે સિદ્ધાર્થની આંખોમાં એક અલગ ઉદાસી હતી જે લાવણ્યા વાંચી ગઈ પણ એનું કારણ ના સમજી શકી. સિદ્ધાર્થની આંખોમાં જોઈ રહી લાવણ્યા ધીરે-ધીરે સિદ્ધાર્થની બેક ઉપર તેનાં હાથ રબ કરવાં લાગી.

            સિદ્ધાર્થે હવે નીચા નમીને દરવખતની જેમજ લાવણ્યા ફરતે હાથ વીંટાળી લઈ પોતાની પકડ વધુ કસી અને ઊંડા-ઊંડા શ્વાસ ભરવાં લાગ્યો.

            “મારે તને બધુ કઈ દેવું છે...!”  બંને એજરીતે એકબીજાને વળગીને ઊભાં રહ્યાં હતાં ત્યારે સિદ્ધાર્થ મનમાં વિચારી રહ્યો. 

              સિદ્ધાર્થે હવે લાવણ્યાને પોતાનાં બાહુપાશમાં જકડીને સહેજ ઊંચી કરી લીધી. લાવણ્યાને હવે નવાઈ લાગી.

            “સિદ.....! બેબી....!” લાવણ્યાએ હવે પ્રેમથી તેનાં ગાલ ઉપર હાથ મૂક્યો “તારે કઈંક કેવુંતુંને...!? બોલ શું હતું...!?”

            લાવણ્યા પાછી પોતાનાં મનની વાત વાંચી લેતા સિદ્ધાર્થને ફરવિયાર આશ્ચર્ય થયું.  

            “પછી......! શાંતિથી....!”  સિદ્ધાર્થે હળવું સ્મિત કરીને લાવણ્યાને હળવેથી મુક્ત કરી “અત્યારે થોડું લેટ થઈ ગ્યું છે...! ચાલ હું તને ઘેર સુધી મુકવાં આવું...!”

            “મને થોડીવાર તારી જોડે રે’વાંદેને.....!” લાવણ્યા આજીજીભર્યા સ્વરમાં બોલી “તું મારી ચિંતા શું કામ કરે છે....!? હું એકલી આવી’તી....! તો એકલી જતી પણ રઈશ....!”

            “no ways....!” સિદ્ધાર્થ સહેજ કઠોર સ્વરમાં બોલ્યો “આટલી મોડી રાત્રે હું તને એકલી ના જવાં દઉં.....!”

            “ઓહ સિદ....!” લાવણ્યા સિદ્ધાર્થની સામે જોઈ રહીને પ્રેમથી મનમાં બબડી “તું મારી આટલી ચિંતા કરેછે.....!?”

            “તું ચિંતા ના કરને જાન....!” લાવણ્યા સિદ્ધાર્થના હોંઠ ઉપર હળવેથી આંગળી મૂકીને ફેરવતી બોલી “હું જતી રઈશ.....! એટલો ટાઈમ તું મારી જોડે વધુ સ્પેન્ડ કરને.....!”

            “સારું કઈં વાંધો નઈ....!” સિદ્ધાર્થે હળવાં ઝટકાં સાથે લાવણ્યાને પાછી તેની કમરમાંથી પકડીને પોતાની તરફ ખેંચી “પછી કોલેજ નઈ આવું કાલે.....!”

            “એવું ના ચાલે યાર કઈં....!” લાવણ્યા સહેજ ચિડાઈ “કાલથી નવરાત્રિ સ્ટાર્ટ થાય છે....! અને તે પ્રોમિસ કર્યું’તું કે નવરાત્રિ મારી જોડે સ્પેન્ડ કરીશ.....! તું....તું....એકેય રજા ના પાડતો હવે....!”

            “બાર વાગી ગયાછે લવ....! નવરાત્રિ સ્ટાર્ટ થઈ ગઈ હવે....!” સિદ્ધાર્થ રમતિયાળ સ્મિત કરતાં બોલ્યો અને લાવણ્યાને છેડવા લાગ્યો “અને તું જાણેતો છે.....! કે મને રાત્રે લેટ જાગવાની આદત નથી....! તું જેટલો મને જગાડીશ....! હું એટલો સવારે લેટ ઉઠીશ....! અને જો વધુ લેટ થયું.....! તો હું તો કોલેજ આઈશજ નઈ....!”

            “તું....તું...! મને આરીતે ના છેડીશ હોં....!” લાવણ્યા હવે પાછી સહેજ ઈમોશનલ થઈ ગઈ.

            “ઓકે...ઓકે લવ....સોરી...બસ....!”

            “સિદ.....!” લાવણ્યાએ હવે સિદ્ધાર્થના ગાલ ઉપર હળવેથી હાથ મૂક્યો. તે હવે ડરથી ધ્રુજી રહી હતી “તું .....તું બરોડાં તો ન... નઈ જતો રે’ને......!?”

            “કેમ.....!? બરોડાં શું કરવાં....!?” સિદ્ધાર્થે નવાઈપૂર્વક પૂછ્યું.

            “તું....તું....મારાંથી હજી નારાજ હોયતો તો કદાચ.....! જતો પણ રઉ...!” લાવણ્યાએ ડરતાં-ડરતાં પૂછ્યું.

            સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર દયાભાવથી તેની સામે જોઈ રહ્યો. લાવણ્યા હવે ફરીવાર ઈમોશનલ થઈ ગઈ હતી.

            “એવું ના કરતોને જાન.....!” લાવણ્યા રડમસ સ્વરમાં બોલી “હું....હું...નવરાત્રિની રાહ ક્યારની જોતી’તી ખબર છે તને....!?

            “લવ......!” સિદ્ધાર્થે લાવણ્યાના ગાલ ઉપર પ્રેમથી હાથ મૂક્યો.

            “રજા ના પાડતોને પ્લીઝ જાન....!” લાવણ્યાની આંખ હવે ભીંજાઇ ગઈ અને તેણે સિદ્ધાર્થના બંને હાથ પકડી લીધાં“મેં.....મેં સોરી તો કીધું.....! હું સાચે હવે એની જોડે નઈ બોલું.....! એની સામે પણ નઈ જોવું...!”

            “લવ.....! તારું મૂડ આમ અચાનક કેમ બદલાઈ જાય છે....!?” સિદ્ધાર્થે લાવણ્યાનાં માથે વળેલો પરસેવો તેનાં હાથવડે લૂંછતાં ચિંતાતુર સ્વરમાં કહ્યું.

            “સિદ....સિદ...! હું તને એક વાત કઉ....!?” લાવણ્યા બાળકની જેમ ડરતાં-ડરતાં બોલી “તું....ન...નારાજ નઈ થાયને....!?”

            “બોલને લવ.....!”

            “નાં....નાં....તું....પેલ્લાં પ્રોમિસ કર.....!”

            “અચ્છા ઠીકછે.....! પ્રોમિસ....! હું નારાજ નઈ થઉ....! બસ.....!”

            “વ....વિશાલ.....! વિશાલને મ....મારાં માટે ફીલિંગ્સ છે....! આઈ મીન લવ ફીલિંગ્સ.....!” લાવણ્યા ધ્રૂજતી-ધ્રૂજતી બોલી “અને....! અને એણે....એણે મારી છ.....છેડતી નહોતી કરી....!મેં.....જા...જાતેજ એને એવું કરવાં કીધું’તું.....!”

            સિદ્ધાર્થ ફરીવાર દયામણું મોઢું કરીને લાવણ્યાને જોઈ રહ્યો. બધી વાત જાણતો હોવા છતાંય સિદ્ધાર્થે તેણીને બોલવા દીધી જેથી તેણીના મનનો ભાર હળવો થઈ જાય.  

            “સિદ....તું....તો મ...મારી સામે એ વખતે જોતો પણ ન’તો....!” લાવણ્યાની આંખમાંથી ફરી આંસુની ધાર વહી “જ...જાણે મારૂ કોઈ અસ્તિત્વજ નાં હોય....! હું તારાં માટે કઈં નાં હોઉ.....!”

            લાવણ્યાએ થોડું અટકીને તેની આંખો લૂંછી “મારું કોઈજ ઇમ્પોર્ટન્સ નઈ તારી લાઈફમાં....! એ વાત મ....મારાંથી સહનજ નાં થઈ....! હું....હું....શું કરતી...!?”  

            ....એટ્લે.....તારું અટેન્શન ગેઈન ક.....કરવાં......! મેં....! એવું...!” લાવણ્યા વધુ આગળ નાં બોલી શકી અને છેવટે ડૂસકાં લઈને રડી પડી.

            સિદ્ધાર્થે તેને ફરીવાર આલિંગનમાં જકડી લીધી.

            “ઈટ્સ ઓકે લવ....!” સિદ્ધાર્થે લાવણ્યાને શાંત કરાવવાં તેની પીઠ ઉપર હાથ ફેરવ્યો “હું જાણુંછું એ બધું....!”

            “હેં....! તને....!”

            “અંકિતાનો ફોન આવી ગયો’તો .....!” સિદ્ધાર્થે લાવણ્યાને વચ્ચે ટોકીને કહ્યું “હવે એ બધી પાસ્ટની વાતો ભૂલીજા....! હમ્મ....! જે થયું....! એને તું અને હું....! બદલી નઈ શકવાંનાં....!”

            “તો....તો...તું મારાંથી નારાજ નઈ....!?” લાવણ્યાએ બાળકની જેમ ચેહરો બનાવીને પૂછ્યું.

            “અમ્મ.....! થોડો...થોડો....!” સિદ્ધાર્થે હળવાં સ્મિત સાથે કહ્યું.

            “તો....તો....! હું શું કરું....!?” લાવણ્યાએ પણ હવે સ્મિત કરતાં-કરતાં તેની આંખો લૂંછવા માંડી “ ત.....તને મનાવવાં માટે....!?”

            “એક પ્રોમિસ કર....!?”

            “હાં...હાં....! તું જે કે’ એ....!”

            “કે કદીપણ એવું કોઈ કામ નઈ કરે....! લાઈક આવું “છેડતી” ટાઈપનું...!” સિદ્ધાર્થ પ્રેમથી લાવણ્યાની ગરદન ઉપર હાથ મૂકીને બોલ્યો “મને બઉ હર્ટ થશે લવ....!” .

            “આઈ....આઈ...પ્રોમિસ...સિદ...! ત...તને હર્ટ થાય એવું કઈં નઈ કરું....! કદી નઈ...!” લાવણ્યા પ્રેમથી સિદ્ધાર્થનો હાથ પકડીને બોલી.

             “અને બીજી વાત....!” સિદ્ધાર્થ હવે રમતિયાળ સ્વરમાં બોલ્યો “તું હવે ચૂપચાપ ઘરે જઈશ....!” સિદ્ધાર્થે હવે લાવણ્યાને તેની કમરમાંથી પકડીને ઊંચી કરી અને તેની એક્ટિવાની સીટ ઉપર બેસાડી દીધી. 

            “અને વધુ એક પ્રોમિસ કર....!” સિદ્ધાર્થ હવે લાવણ્યાનાં ચેહરાંની એકદમ નજીક પોતાનો ચેહરો લઈ ગયો અને બોલ્યો “કે તું કદીપણ આ રીતે .....આટલી મોડી રાત્રે....એકલી મને મળવાં નઈ આવે.....કે પછી આટલાં મોડાં એકલી ક્યાંય જઈશ પણ નઈ....!”

            “પ્રોમિસ....!” લાવણ્યા માદક સ્વરમાં સિદ્ધાર્થનાં ગાલ ઉપર હાથ મૂકીને બોલી.

            “હું ચાવી લઈનેજ આ’યો છું....!” સિદ્ધાર્થ બોલ્યો અને તેનાં કાર્ગો ટ્રેકનાં ખીસ્સાંમાંથી તેણે પોતાનાં રોયલ એનફિલ્ડની ચાવી કાઢી “તું એક મિનિટ ઊભી રે’….! હું બે મિનિટમાં મારું બાઇક લઈને આવુ છું....!”

            સિદ્ધાર્થ ટીખળ કરતો પાછો વળી જવાં લાગ્યો.

            “એક મિનિટ ઊભી રે’….! બે મિનિટમાં આવું...!?” લાવણ્યા હવે હસી પડી “આવું કેવું....!?”

            સિદ્ધાર્થે પાછાંફરીને હળવું સ્મિત કર્યું અને તરતજ ઉતાવળાં પગલે તેનાં ફ્લેટનાં કમ્પાઉન્ડનો ઢાળ ચઢીને નીચેનાં પાર્કિંગમાં જતો રહ્યો. લાવણ્યા સ્મિત કરતી કરતી સિદ્ધાર્થના આવવાંની રાહ જોતી રહી. થોડીવારમાં ભારે અવાજ કરતું રોયલ એનફિલ્ડ ડ્રાઇવ કરીને સિદ્ધાર્થ કમ્પાઉન્ડનાં ઢાળમાંથી ઉતારીને આવ્યો. સિદ્ધાર્થ તેની નજીક આવતાંજ લાવણ્યાએ તેનાં એક્ટિવાંનો સેલ મારી હળવી સ્પીડે ચલાવી લીધું.

            “સિદ.....!” એક્ટિવાં ચલાવતાં-ચલાવતાં લાવણ્યાએ સિદ્ધાર્થની સામે જોયું અને પૂછ્યું “કાલે કયાં કલરની ચણિયાચોલી પહેરું....!?”

            “તને જે ગમે એ લવ....!” સિદ્ધાર્થ સ્મિત કરતો પ્રેમથી બોલ્યો. બંને પાછાં સામે જોઈને વાહન ચલાવવાં લાગ્યાં.

***

            “અંદર આઈશને...!?” ધીમી સ્પીડે એક્ટિવાં ચલાવી રહેલી લાવણ્યાએ તેની જોડેજ બાઇક ચલાવી રહેલાં સિદ્ધાર્થને પૂછ્યું.

            બંને હવે લાવણ્યાની સોસાયટીમાં આવી ગયાં હતાં અને લાવણ્યાનાં ઘરે પહોંચવાંજ આવ્યાં હતાં.

            “હાસ્તો.....!” સિદ્ધાર્થ બોલ્યો “આન્ટીને સાંજે સરખું મલાયું ન’તું....! અત્યારે મલીને જઈશ....!”

            લાવણ્યા ખુશ થઈ ગઈ અને સ્મિત કરી રહી.

            બંને છેવટે તેનાં ઘરે પહોંચ્યાં. સિદ્ધાર્થે બાઇક ઝાંપાથી સહેજ આગળ ઊભી રાખી. બાઇક ઉપરથી ઉતરીને સિદ્ધાર્થે ઝડપથી લાવણ્યાનાં ઘરનાં કમ્પાઉન્ડનો ગેટ ખોલી નાંખ્યો. લાવણ્યાએ તેનું એક્ટિવાં સાચવીને કમ્પાઉન્ડમાં જવાં દીધું.

            ઝાંપો ખુલ્લોજ રાખીને સિદ્ધાર્થ એક્ટિવાંને સ્ટેન્ડ કરી રહેલી લાવણ્યાની જોડે આવ્યો. એટલાંમાંજ લાવણ્યાનાં ઘરનો મેઇન ડોર ખોલીને સુભદ્રાબેન બહાર આવ્યાં.

            “અરે સિદ્ધાર્થ...!” સિદ્ધાર્થને જોતાંજ લાવણ્યાનાં મમ્મી સસ્મિત બોલ્યાં.

            “સો સોરી....આન્ટી....!”  લાવણ્યાનાં મમ્મી કઈં આગળ બોલે એ પહેલાંજ સિદ્ધાર્થે તેમની પાસે પહોંચીને જઈને એક હળવું આલિંગન તેમને આપી દીધું.

            સુભદ્રાબેનને સુખદ આશ્ચર્ય થયું. તેઓ સ્મિત કરીને હવે સિદ્ધાર્થની પાછળ ઊભી રહીને મલકાઈ રહેલી લાવણ્યાને જોઈ રહ્યાં.

            “ઉતાવળ હતી.....એટ્લે હમણાં સાંજે તમને સરખું મલી નાં શક્યો...!” સિદ્ધાર્થ બોલ્યો.

            “કઈં વાંધો નઈ બેટા....!” સુભદ્રાબેને વ્હાલથી સિદ્ધાર્થનાં ગાલે ટપલી મારી “ચાલ....! અંદરતો આવ....!”

            “લાય....!” સિદ્ધાર્થે સ્મિત કર્યું અને લાવણ્યા તરફ પાછાં ફરીને તેનાં હાથમાંથી બધી શોપિંગ બેગ્સ લઈ લીધી અને સુભદ્રાબેનની પાછળ-પાછળ અંદર જવાં લાગ્યો.

            “ચ્હા પીશ...!?” સુભદ્રાબેને પાછાં ફરીને સિદ્ધાર્થને પૂછ્યું.

            તેઓ હવે ડ્રૉઇંગરૂમમાં હતાં.

            “ના આન્ટી.!” સિદ્ધાર્થે બધી શોપિંગ બેગ્સ સોફાંમાં મૂકતાં કહ્યું “ખાલી પાણી જ.! ઘરે જઈને સૂઈ જવુંજ છે..! નઈતો કાલે જો ઉઠાયુ નઈ અને કોલેજ નાં જવાયું.!” સિદ્ધાર્થે હવે ટીખળભર્યું સ્મિત કરી લાવણ્યાની સામે જોયું “તો આ છોકરી મારો જીવ ખાઈ જશે.?”

            લાવણ્યાએ સિદ્ધાર્થની સામે નકલી ગુસ્સો કરતી હોય એમ તેની આંખો કાઢીને જોયું. સુભદ્રાબેન હસતાં-હસતાં કિચનમાં ગયાં. થોડીવારમાં એક ટ્રેમાં મુકેલાં કાંચનાં ગ્લાસમાં પાણી લઈને તેમણે સિદ્ધાર્થને આપ્યું. પાણી પીને સિદ્ધાર્થ હવે ડ્રૉઇંગરૂમમાંથી બહાર જવાં લાગ્યો.

            લાવણ્યા અને તેનાં મમ્મી પણ સિદ્ધાર્થની પાછળ-પાછળ જવાં લાગ્યાં. બધાં કમ્પાઉન્ડમાંથી ચાલીને બહાર ગેટ સુધી આવ્યાં.

            “સાચવીને ઘેર જજે હોં બેટાં...!” હવે બાઇક ઉપર બેસી રહેલાં સિદ્ધાર્થને સુભદ્રાબેને કહ્યું.

            “સિદ....!” લાવણ્યા બોલી “તું બે મિનિટ ઊભોરે’’....! હું પાંચ મિનિટમાં આવું....!” એટલું કહીને લાવણ્યાએ સિદ્ધાર્થ સામે ટીખળભર્યું સ્મિત કર્યું. 

            “મારી બિલ્લી.....! મનેજ મ્યાઉં...!”  સિદ્ધાર્થે લાવણ્યાને ચિડાવતાં કહ્યું.

            લાવણ્યાએ રમતિયાળ સ્મિત કર્યું અને સીધી ઘરમાં દોડી જવાં લાગી. ડ્રૉઇંગરૂમમાંથી દોડીને લાવણ્યા ઉપર તેનાં બેડરૂમ જતી સીડીઓ ચઢી ગઈ.

            બેડરૂમમાં આવીને લાવણ્યાએ તેનાં વૉર્ડરોબનું એક મોટું ખાનું ખોલ્યું. આ ખાનાંમાં લાવણ્યાએ સિદ્ધાર્થને લગતી અનેક વસ્તુઓ સંગ્રહી રાખી હતી. જેમકે એક વખત લાવણ્યાએ વ્હાઇટ ડ્રેસ પહેર્યો હતો અને વરસાદમાં પલળી જવાથી વ્હાઇટ ડ્રેસ પારદર્શક થઈ ગયો હતો. સિદ્ધાર્થે ચિડાઈને લાવણ્યાને પોતાનો નેવી બ્લ્યુ શર્ટ પહેરવાં આપ્યો હતો. એજ નેવી બ્લ્યુ શર્ટ પછીથી લાવણ્યાએ સિદ્ધાર્થને પાછો આપવાની જગ્યાએ ધોઈ-ઇસ્ત્રી કરીને વૉર્ડરોબનાં ખાનાંમાં મૂકી રાખ્યો હતો.

            ખાનામાં સિદ્ધાર્થનું રેટ્રો સ્ટાઈલનો મોટાં કોલરવાળું બ્લેક લેધર જેકેટ પણ હતું. થોડાં દિવસ પહેલાં ઠંડી ધ્રુજી રહેલી લાવણ્યાને સિદ્ધાર્થે જેકેટ પહેરાવ્યું હતું. બાદમાં લાવણ્યા એ જેકેટ સિદ્ધાર્થને પાછું આપવાનું ભૂલી ગઈ હતી અને સિદ્ધાર્થ પણ પાછું માંગવાનુ કદાચ ભૂલી ગયો હતો.  આવી તો નાની-મોટી ઘણી વસ્તુઓ સિદ્ધાર્થની હતી જે લાવણ્યએ સંગ્રહી રાખી હતી

            હેંગરમાં લટકાવેલું જેક્ટ કાઢીને લાવણ્યાએ વૉર્ડરોબનો દરવાજો બંધ કર્યો.

            “અમ્મ...!” લાવણ્યાએ જેકેટને પોતાનાં નાકે અડાડીને એક ઊંડો શ્વાસ ભર્યો. ઘણાં દિવસો વીતી ગયાં હોવાં છતાં સુખડનાં અત્તરની એ સ્મેલ હજીપણ જેક્ટમાં રહી ગઈ હતી. ઊંડા શ્વાસ ભરી લાવણ્યા એ સ્મેલને પોતાની અંદર ઊતરતી માણી રહી. જેક્ટને પોતાની બાહોંમાં દબાવીને લાવણ્યા ફરીવાર ઊંડા શ્વાસ ભરવાં લાગી અને એ સ્મેલ જાણે સિદ્ધાર્થને વળગીને તેનાં શરીરમાંથી આવતી સૂખડનાં અત્તરની મહેક હોય એમ માણી રહી.  

            જેકેટ લઈને લાવણ્યા હવે પાછી નીચે જવાં લાગી. સીડીઓ ઉતરીને લાવણ્યા ઉતાવળાં પગલે કમ્પાઉન્ડમાં આવી ગઈ અને ચાલતી-ચાલતી ગેટ તરફ જવાં લાગી.

            “સિદ....! આ....અ....!” લાવણ્યા જેકેટ વિષે કઇંક બોલવાંજ જતી હતી ત્યાંજ સુભદ્રાબેનને હાજરીને લીધે તે અટકી ગઈ. નાનાં બાળકની જેમ મોઢું બનાવી તેણે જેકેટ પોતાની પાછળ સંતાડી દીધું.

            લાવણ્યાનો ચેહરો જોઈને સુભદ્રાબેન સમજી ગયાં અને સ્મિત કરીને ત્યાંથી જવાં લાગ્યાં.

            “ગુડ નાઈટ બેટાં....!” જતાં તેમણે સિદ્ધાર્થને કહ્યું

            “ગુડ નાઈટ આન્ટી...!” સિદ્ધાર્થે કહ્યું અને સુભદ્રાબેન પાછાં ફરીને ચાલવાં લાગ્યાં. તેમણે લાવણ્યાની સામે જોઈને હળવું સ્મિત કર્યું. લાવણ્યાએ સંકોચભર્યા સ્મિત સાથે પ્રતીભાવ આપ્યો.

            ઘરનાં દરવાજામાં પ્રવેશી રહેલાં સુભદ્રાબેનને જોઈને લાવણ્યા હવે સિદ્ધાર્થ તરફ પાછી ફરીને કમ્પાઉન્ડનો ઢાળ ઉતરીને બાઇક ઉપર બેઠેલાં સિદ્ધાર્થની જોડે આવી ગઈ.

            “આલે....!” લાવણ્યા હવે જેકેટ સિદ્ધાર્થને પહેરાંવવાં માટે આગળ ધર્યું.

            “અરે....!? આ જેકેટ તારી જોડે હતું….!?” સિદ્ધાર્થે નવાઈપૂર્વક પૂછ્યું “હું ક્યારનો ઘરે ગોતતો’તો....!”

            “લે...પે’રને....!” લાવણ્યા બોલી અને તે સિદ્ધાર્થને જેકેટ પહેરાવવાં લાગી.

            “અરે પણ....! ક્યાં એટલી બધી ઠંડી છે...!?” સિદ્ધાર્થે તેનાં બંને હાથ સહેજ પાછળ કરી જેકેટની બંને સ્લીવમાં નાંખ્યાં “અને મેં હુડી તો પેર્યુંજ છેને....!”       

             “ઠંડીછેજ...!” લાવણ્યા ભારપૂર્વક બોલી “હું એક્ટિવાં ઉપરજ થથરી ગઈ’તીને....!”

            લાવણ્યાએ હવે જેકેટની ચેઈન પણ વાખવાં માંડી.

            “અરે.....! તું તો મને પૂરેપૂરો એસ્કિમો બનાવી દઇશ કે શું..!?” સિદ્ધાર્થ સહેજ ચિડાયો હોય એમ નાટક કરતાં બોલ્યો.

            “અરે હા...! સારું યાદ અપાયું...!” લાવણ્યા બોલી “મારી પાસે મફલર પણ છે....! હું લેતી આવુંછું ઊભોરે’’….!”

            એટલું કહીને લાવણ્યા પાછી ફરી ચાલવાં જતી હતી ત્યાંજ સિદ્ધાર્થે તેનો હાથ પકડીને ખેંચી.

            “અરે.....! ઊભીરે’…..!?”  સિદ્ધર્થે હવે લાવણ્યાને પોતાની નજીક ખેંચી અને તેની સામે પ્રેમથી જોઈ રહ્યો.     

            “પણ તું હેલ્મેટ નથી પે’રતો...!” લાવણ્યા હવે સિદ્ધાર્થનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને ચિંતાતુર સ્વરમાં બોલી “તને ઠંડી લાગી જશે જાન....!”

            “કઈં નઈ થાય....!” સિદ્ધાર્થ એજરીતે પ્રેમથી લાવણ્યાની સામે જોઈ રહ્યો.

            “શું જોવે છે....!?”લાવણ્યાએ પ્રેમથી સિદ્ધાર્થનાં ગાલ ઉપર હાથ ફેરવ્યો અને મૃદુ સ્વરમાં બોલી.

            “બસ કઈં નઈ....!” સિદ્ધાર્થ ધિમાં સ્વરમાં બોલ્યો અને તેણે લાવણ્યાની કમરમાં હાથ ભેરવીને એક હળવાં ઝટકાં સાથે તેને પોતાની તરફ ખેંચી.

            “મારી આટલી ચિંતા કદી કોઈએ નથી કરી લવ....!” સિદ્ધાર્થ ભીની આંખે લાવણ્યા સામે જોઈ રહીને બોલ્યો “કોઈએ નઈ.....!”

            “જો...જો...!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં ચેહરાં ઉપરનાં મૂંઝવણનાં એ ભાવ કળી લીધાં “મને કે’ને....! શું વાત છે....! એકલો-એકલો કેમ મૂંઝાય છે...!?”

            “અત્યારે બઉ લેટ થઈ ગ્યું છે લવ.....!” સિદ્ધાર્થ ધીમેથી બોલ્યો “કાલે...!”

            એટલાંમાં વરસાદનાં ધિમાં-ધિમાં છાંટાં શરૂ થઈ ગયાં. બંનેએ એકસાથે ઉપર આકાશ તરફ જોયું.

            “જો ....!” સિદ્ધાર્થે હવે લાવણ્યા સામે જોયું  “વરસાદ પણ ચાલુ થઈ ગયો....!”

            “તો....તો...! તું મારાં ઘરેજ રોકાઈ જાને....! ચાલ અંદર....!” લાવણ્યાએ બાઇકનાં એકસીલેટર ઉપર મૂકેલો સિદ્ધાર્થનો હાથ ખેંચ્યો “ખાલી-ખોટો વરસાદમાં શું કામ પલળે છે....!? બીમાર પડીશ તો...!?”  

            “અરે લવ.....!” સિદ્ધાર્થે પોતાનો હાથ પાછો ખેંચતા કહ્યું “ વરસાદ વધે એ પહેલાં હું ફટાફટ ઘરે પહોંચી જઈશ...!”

            “નાં...નાં....! મને ખબર છે....! તું..તું.... ઊડઝૂડીયું બાઇક ચલાઈશ” લાવણ્યા હવે નાનાં બાળકની જેમ જીદ્દે ચડી. 

            “એવું હોયતો તું અલગ રૂમમાં સૂઈ જજે...!” લાવણ્યા ધિમાં સ્વરમાં સંકોચપૂર્વક બોલી “અમ્મ...અમારાં ઘરમાં ત….ત્રણ બેડરૂમ છે....! બે ઉપર અને એક નીચે...!“

            “લવ....શું તું પણ....!” સિદ્ધાર્થે પરાણે હળવું સ્મિત કર્યું.

            “હું ત....તને બહુ હેરાન નઈ કરું.....! બહુ નઈ જગાડું....!” લાવણ્યા હવે ઈમોશનલ સ્વરમાં બોલી “તું....મને તારી વાત ક....કઈદે....! પછી તું મારાં રૂમની સામેનાં રૂમમાં સૂઈ જજે....! બસ....!”

            સિદ્ધાર્થથી હવે થોડું વધુ હસાઈ ગયું.

            “મને ખબર છે સિદ....!” લાવણ્યા હવે ભીંજાયેલી આંખે બોલી “તું બહુ ટ્રેડિશનલ છોકરો છે...! આ રીતે કોઈ છોકરીનાં ઘેર રાત્રે નાં રોકાય...! પણ...પણ...ક્યારેક તો...! ચ...ચાલેને...!?”

            સિદ્ધાર્થ સ્મિત કરતો-કરતો કઈંપણ બોલ્યાં વગર શૂન્યમનસ્ક જોઈ રહ્યો.

            “વરસાદમાં બાઈક સ્લીપ થઈ ગ્યું તો....!?” લાવણ્યા કાંપતા સ્વરમાં બોલી “રે’વા દેને....! ના જઈશને....!”

            “તું મારી આટલી ચિંતા નાં કર લવ....! કે મને તારાંથી દૂર જવાનું મનજ નાં થાય....!”

            “તો.....તો....ન...ના જઈશને ....! હું કઉછું તો ખરાં.....!પ્લીઝ....! ના જઈશને” લાવણ્યા બોલી. 

            સિદ્ધાર્થ હવે મૌન થઈને લાવણ્યાની સામે જોઈ રહ્યો. વરસાદનાં છાંટાંની સ્પીડ હવે સહેજ વધી. 

            “રોકાઈ જાને પ્લીઝ....!” લાવણ્યાનાં ઉરજોની ગતિ વધી ગઈ અને સિદ્ધાર્થનું કાંડું પકડી તે પૂરાં ભાવથી બોલી.

            “લવ....!” સિદ્ધાર્થે તેની સામે ભીંજાયેલી આંખે જોયું “જો હવે વરસાદની સ્પીડ પણ વધવાં લાગી છે...!”

            “એટ્લેજ તો નાં પાડુંછું....!” લાવણ્યા ફરીવાર એજરીતે બોલી “નાં જઈશને ....! પ્લીઝ જાન....!”

            સિદ્ધાર્થે કઈંપણ બોલ્યાં વગર લાવણ્યાની સામે ફક્ત આંખો વડે “નાં” કહી અને બાઈકનાં ઇગ્નિશનની ચાવી ફેરવી સેલ ઉપર હાથ મૂક્યો.

            હવે આંખોની ભાષાં વાંચી શકતી લાવણ્યાએ સિદ્ધાર્થની એ “નાં” વાંચી પણ લીધી.

            “તો....તો...હું તને મૂકવાં આવું....! “ લાવણ્યા બોલી “તું તારું બાઈક મારાં ઘરનાં કમ્પાઉન્ડમાં મૂકીદે...! હું એક્ટિવાંની ચાલી લેતી આવુછું...!”

            “હાં....! પછી હું પણ તને ત્યાંથી પાછો મૂકવાં આવું...!” સિદ્ધાર્થ વ્યંગ કરતાં બોલ્યો “એટ્લે આખી રાત આપણે બેય આમ-તેમ આંટાફેરાં મારતાં રહીએ.....! નઈ...! પછી ગઈ નવરાત્રિ આવતી કાલની...!ઓકે...!”

            “ તો પછી તું ધીમે બાઇક ચલાવજે....!” લાવણ્યા ચિંતાતુર સ્વરમાં બોલી “અને પોં’ચીને મને ફ....ફોન ક....કરજે....!”

            “તું મારી વધું પડતી ચિંતા કરેછે લવ....!” સિદ્ધાર્થ હળવેથી ડોકી ધૂણાવતાં બોલ્યો.

            “મેં…..મ....મારી નજરે...! ત...તારો એક્સિડેન્ટ જોયો છે....!” લાવણ્યા હવે રડી પડતાં બોલી.

            “અરે લવ....! કેમ આમ...!?”

            “લોહીથી લથબથ તારું માથું....! મ.....મેં....! મારાં ખ....ખોળાંમાં....ખોળામાં....!” લાવણ્યાને હવે એ બધુ યાદ આવી જતાં તે વધું ઈમોશનલ થઈ ગઈ અને ડૂસકાં આવી જતાં તે બોલી પણ નાં શકી.

            “લવ....! તું શાંત થા....!” સિદ્ધાર્થે પાછી લાવણ્યાને પોતાની બાજુ ખેંચી.

            “ત....તને કેટલું બધું વાગ્યું’તું...!” ડૂસકાં લેતાં-લેતાં લાવણ્યા માંડ બોલી.

            “મ....મારાં હાથ....!” લાવણ્યાએ ધ્રુજી રહેલાં તેનાં બંને હાથ સિદ્ધાર્થ સામે ધર્યા “ત...તારાં....!લ... લોયથી ખરડાઈ ગ્યાં’તાં....!”

            “લાવણ્યા શાંત થઈજા....!પ્લીઝ...!”  સિદ્ધાર્થે લાવણ્યાના હાથ પકડી લીધાં.

            “મને કેવાં-કેવાં સપનાં આવતાં’તાં ….! ખબર છે....!?” લાવણ્યા હવે વધું રડી પડી અને સિદ્ધાર્થના વાળમાં તેનાં હાથ પરોવી દઈ બોલી “ત....તને...તને....સ્મશાનમાં.....લ....લઈ...લઈ....!”

            “શાંતથા....! તું શાંતથા....!” માંડ-માંડ બોલી રહેલી લાવણ્યાને હવે સિદ્ધાર્થ શાંત કરાવવાં મથી રહ્યો.

            “હું....હું....તો જ...જીવતે જીવ....જ..જાણે મરીજ ગઈતી....!”

            “શું બોલેછે તું આ બધું....! બસ શાંતથા લવ હવે....!” સિદ્ધાર્થે છેવટે હવે બાઇક ઉપરથી ઉતરીને લાવણ્યાને આલિંગનમાં જકડી લીધી.

            લાવણ્ય હવે માંડ-માંડ પોતાનું રડવું દબાવવાંનો પ્રયત્ન કરવાં લાગી. જેથી તેને વધું ડૂસકાં આવવાં લાગ્યાં. સિદ્ધાર્થે લાવણ્યાને તેની છાતીમાં વધું ભીંસી.

            “શાંત થઈજા લવ....!આન્ટી જોશે....તો મને બોલશે...! કે ‘તું મારી છોકરીને કેમ રોવડાવે છે’’ હમ્મ....!”

            થોડીવાર સુધી સિદ્ધાર્થ લાવણ્યાની પીઠ પસવારતો રહ્યો. લાવણ્યા પોતાનાં બંને હાથવડે સિદ્ધાર્થને વધુને-વધુ જકડવાનો પ્રયન્ત કરી રહી.

            “હ...હવે....ક..કોઈ દિવસ આવું બ...બાઇક ના ચલાવતો....!” શાંત થયાં પછી પણ ભીંજાયેલી આંખે લાવણ્યા સિદ્ધાર્થને ધમકાવતી હોય એમ બોલી “પ્રોમિસ કર....!”

            “હાં બાપા પ્રોમિસ કરું છું...બસ....! તું કે’ તો હું બાઇક મૂકી દઉં અને એક બળદગાડું લઈ લઉં...! બોલ...!?” સિદ્ધાર્થે ટીખળ કરી.

            “હું સિરિયસલી કઉં છું....!” લાવણ્યા પરાણે હસી પડી અને સિદ્ધાર્થની ચેસ્ટ ઉપર હળવેથી ધબ્બો માર્યો.

            “અરે હું પણ સિરિયસલી જ કઉં છું...લવ...! મારાં ગામડે બઉં બધી ભેંસો અને બળદો પાળેલાં છે....! તું કે’તો એક -બે બળદ મંગાઈ લઉં....! પછી ગાડુંતો સેટ કરી લઈશું.....! બોલ...!?”

            “સહેજ પણ સિરયસ નઈ થતો....! સહેજ પણ નઈ...!” લાવણ્યા હવે ચિડાઈને સિદ્ધાર્થની ચેસ્ટ ઉપર તેનાં બંને હાથવડે હળવેથી ધક્કાં મારવાં લાગી.

            “અરે...! લવ....! હું પડી જઈશ....!” ધક્કાંને લીધે પડીના જવાય એથી પોતાને લાવણ્યાની કમર પકડી લેતાં સિદ્ધાર્થ બોલ્યો.

            લાવણ્યાએ હવે સિદ્ધાર્થને પકડી પાછો પોતાની બાજુ ખેંચ્યો અને તેનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂક્યો.

            “સિદ.....!” મુગ્ધભાવે લાવણ્યા સિદ્ધાર્થની આંખોમાં જોઈ રહી “તને ખોઈ બેસવાંની એ ફીલિંગ બહુ ખરાબ હતી....! મારે એ ફીલિંગ ફરીવાર નઈ અનુભવવી....!”

            થોડીવાર સુધી બંને મૌન થઈને એકબીજાની સામે જોઈ રહ્યાં.

            લાવણ્યા હવે સિદ્ધાર્થનાં હોંઠ ઉપર હળવેથી આંગળીઓ ફેરવવાં લાગી.  

            વરસાદનાં છાંટાંની સ્પીડ હવે થોડી વધારે થઈ અને સાથે-સાથે શિયાળાનો ધીમો ઠંડો પવન પણ શરૂ થયો.

             “હું જઉં હવે.....!” સિદ્ધાર્થ ધિમાં સ્વરમાં બોલ્યો.

            “ઉહું....! નાં....!” લાવણ્યાએ નાનાં બાળકની જેમ નકારમાં માથું ધૂણાવ્યું “હું તો ઇચ્છતીજ નથી કે તું કદી મને એકલી મૂકીને જાય....!”

            સિદ્ધાર્થ લાવણ્યાની સામે પ્રેમથી જોઈ રહ્યો. લાવણ્યા પણ હળવાં સ્મિત સાથે તેની સામે જોઈ રહી.

            “વરસાદ  વધી જશેતો મારે પલળવું પડશે....!” સિદ્ધાર્થ ફરીવાર ધિમાં સ્વરમાં બોલ્યો.

            “એટ્લેજ તો કઉં છું....! કે રોકાઈ જાને....!” લાવણ્યા ફરીવાર આગ્રહપૂર્વક બોલી.

            “રોકાઈ જાત...! પણ નીચે આવતી વખતે હું ફ્લેટનાં બારણાંને ફક્ત સ્ટોપર મારીને આવતો ‘ર્યોતો....!”

             “ધ્યાનથી જજે....!” લાવણ્યા ફરીવાર ચિંતાતુર સ્વરમાં બોલી.

            સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યું અને બાઇકની સીટ ઉપર બેસી સાઈડ સ્ટેન્ડ ઊંચું કરી લીધું. બાઇકનો સેલ મારી સિદ્ધાર્થે ફરીવાર આકાશ તરફ જોયું. વરસાદની હવે ધીમી-ધીમી “ઝરમર” શરૂ થઈ ગઈ હતી. રોયલ એનફિલ્ડનાં એક્સિલેટરને રેસ આપી સિદ્ધાર્થે લાવણ્યા તરફ સ્મિત કરીને જોયું અને ધીમી સ્પીડે બાઇક ફેરવીને વળાવી લીધું. બીજાં ગિયરમાં નાંખીને સિદ્ધાર્થે બાઇકની રેસ સહેજ વધારી.

            “પહોંચીને ફ...ફોન કરજે.....!” ચિંતાતુર જીવે સિદ્ધાર્થને જતો જોઈ રહેલી લાવણ્યા હવે ઢાળ ઉપરથી ઉતરીને નીચે આવી ગઈ.

            સોસાયટીમાં લાવણ્યાનું ઘર વધુ અંદર નહોતું. તેનાં ઘરથી ગેટ સુધીનો રસ્તો એકદમ સીધો હતો. ગેટ સુધી પહોંચતા સુધી સિદ્ધાર્થે બાઇકના સાઈડ મિરરમાં લાવણ્યાને જોયે રાખી અને હળવું મલકાતો રહ્યો. ગેટ સુધી પહોંચી બહાર નીકળી તેણે સેટેલાઈટ તરફ જવાં ડાબી બાજુ વળાંક લઈ લીધો.  

            સિદ્ધાર્થના જતાં રહ્યાં પછી પણ કેટલીક ક્ષણો સુધી લાવણ્યા ત્યાંજ ઊભી રહી. વરસાદની ઝડપ વધી જતાં લાવણ્યા હવે કમ્પાઉન્ડમાં આવી અને ઝાંપો વાખી ઘરમાં ચાલી ગઈ.

            ઘરે આવીને સિદ્ધાર્થે લાવણ્યાને કૉલ કર્યો. થોડીવાર-થોડીવાર કરીને લાવણ્યાએ લગભગ પોણો કલ્લાક સુધી સિદ્ધાર્થ સાથે વાત કરે રાખી. માંડ -માંડ તેણીએ ફોન મૂક્યો. બેડમાં પડતાંજ થાકને લીધે અને લેટ થઈ ગયું હોવાને લીધે સિદ્ધાર્થને ઝડપથી ઊંઘ આવી ગઈ.

*****

            "“એ તારો નઈ થાય.....!” વરસાદની આશંકા વચ્ચે વહેલી સવારે કૉલેજ આવી પહોંચેલી લાવણ્યાનાં મનમાં સુભદ્રાબેને કહેલાં શબ્દોનાં પડઘાઈ રહ્યાં હતાં.  

            આગલી રાતે તેમની સાથે વાતચિત દરમિયાન તેમણે સિદ્ધાર્થ બાબતે આવું કહેતાં લાવણ્યા ખૂબ રડી હતી. અગાઉ વિશાલ, પ્રેમ, અંકિતા અને કામ્યા સહિત અન્ય મિત્રોએ પણ લાવણ્યાને આવુંજ કહ્યું હતું. પણ એ વખતે સિદ્ધાર્થ લાવણ્યા સાથે જોઈ તેટલો નહોતો ઓપન થયો એમ માની લાવણ્યાએ બધાં મિત્રોની એ વાતને વધુ મહત્વ નહોતું આપ્યું. છતાંપણ એ ડર લાવણ્યાનાં મનમાં ઘર જરૂર કરી ગયો હતો કે સિદ્ધાર્થ તેનાથી છીનવાઈ જશે. નેહા તેને છીનવી લેશે.

            ત્યારબાદ જેમ-જેમ સિદ્ધાર્થ તેનાં તરફ ઢળતો ગયો એમ-એમ લાવણ્યાનાં મન રહેલો એ ડર ઓછો થવાં લાગ્યો હતો. એમાંય સિદ્ધાર્થ હવે છૂટથી તેને વળગી પડતો હતો. કોલેજનું કેમ્પસ હોય કે રિવરફ્રન્ટ, મિત્રોની હાજરી કે કેમ્પસમાં લાગેલાં CCTV  કેમેરાં, સિદ્ધાર્થ હવે લાવણ્યાને વળગી પડતી વખતે બધુંજ ભૂલી જતો. આથી લાવણ્યાને હવે સિદ્ધાર્થના છીનવાઇ જવાનો ડર થોડો ઓછો થઈ ગયો હતો. આમ છતાં, તે નેહાથી થોડી ઘણી ડરતી. જોકે સિદ્ધાર્થના બરોડાંથી આવ્યાં પછી લાવણ્યા એ તો જાણી ગઈ હતી સિદ્ધાર્થ હવે નેહાથી પૂરેપૂરો દૂર થઈ ગયો હતો અને તેની તરફ વધુ ઝૂકી ગયો હતો. આમછતાં કોઈક એવી વાત હતી જેને લઈને સિદ્ધાર્થ હજી પોતાની ફીલિંગ્સ વ્યક્ત કરતાં પોતાને રોકતો હતો. લાવણ્યા જાણતી હતી કે સિદ્ધાર્થ હવે નેહાથી છૂટવાં મથી રહ્યો હતો. લાવણ્યાને એટ્લેજ આશા બંધાઈ હતી કે આજે નઈતો કાલે સિદ્ધાર્થ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી દેશે અને છેવટે તેનો થઈ જશે.  

             “એ તારો નઈ થાય.....!”  પાર્કિંગ તરફ જઈ રહેલી લાવણ્યાના મનમાં ફરીવાર સુભદ્રાબેનનાં શબ્દો ગુંજવાં લાગ્યાં.

            “ત...તને એવું......ક....કેમ લાગે છે મમ્મી....!?” લાવણ્યાએ ધ્રૂજતાં સ્વરમાં પૂછ્યું હતું.  

             “મારું મન કે’છે....! કે એ તારો નઈ થાય બેટાં.....! તારો નઈ થાય બેટાં.....!”

            લાવણ્યાને હવે સિદ્ધાર્થને ખોઈ બેસવાની એ ફીલિંગ ફરી અનુભવાઈ ગઈ અને તેનું આખું શરીર ધ્રૂજવાં માંડ્યુ. તેનાં ધબકારાં વધવાં લાગ્યાં અને માથે પરસેવો વળવાં લાગ્યો.

             “જે ક્ષણો મલે......! એને જીવી લેજે...!“

            “સિદ્ધાર્થને રોકવાનાં પ્રયત્નમાં સમય બરબાદ નાં કરતી.....!” 

            “એને ફોર્સ નાં કરતી....!”

            “એ મૂંઝાઇ ગયો છે....! નેહાનાં ટોર્ચરથી.....!”

            “એને ફોર્સ નાં કરતી....!”

            “સિદ્ધાર્થને રોકવાનાં પ્રયત્નમાં સમય બરબાદ નાં કરતી.....! ના કરતી....!”

            “જે ક્ષણો મલે......! એને જીવી લેજે...!”

             “પછી શ...શું કરવાનું....!? અ....એ મને છોડીને જતોરે પછી....! શું કરવાનું....!?”

            “અ....એને ભૂલી જવાનો.....!”

            “અને અ....આગળ વધી જવાનું...! આગળ વધી જવાનું...!”

            સુભદ્રાબેન સાથે થયેલી વાતચીતના એ અંશો યાદ આવી જતાં લાવણ્યાની આંખ ફરીવાર ભીની થઈ ગઈ.

            “લાવણ્યા....!?”  ત્યાંજ કોલેજનાં પાર્કિંગ તરફ જઇ રહેલી લાવણ્યાને પ્રેમે પાછળથી બૂમ પાડીને બોલવી.

            પોતાની ભીની આંખના ખૂણા લૂંછી લાવણ્યા પાછી ફરી.

            “પ્રેમ....!? ડાર્લીંગ....!?” લાવણ્યાએ પાછાં ફરીને અચરજથી પૂછ્યું “મેં નાં પાડી’તી તોય તું ઝાડ નીચે બેસીરે’ છે...!?”

            “હાં.....! કેમકે મને ગમે છે....!?” પ્રેમ તેની આંખો નચાવતાં બોલ્યો.

            “પ્રેમ.....!?”  લાવણ્યાએ દયામણું મોઢું કરીને તેની સામે જોયું.

            “અરે મજાક કરું છું....!” પ્રેમે હળવેથી લાવણ્યાનાં ખભે ટપલી મારી “હું તો રાત્રે મોડો સૂતો’તો એટ્લે અત્યારે લેટ થઈ ગયું....! તને ગેટથી અંદર જતાં જોઈ....! એટ્લે હું ઉતાવળે તારી પાછળ આવ્યો.....!”

            “પાકું....!?” લાવણ્યાએ આંખો મોટી કરીને પૂછ્યું.

            “હાં બાપા...!” પ્રેમ ભારપૂર્વક બોલ્યો “ચાલ હવે....! કેન્ટીનમાં બધાં રાહ જોવેછે....!”

            એટલું કહીને પ્રેમ સહેજ આગળ ચાલ્યો.

            “તું જા....! હું સિદ આવે એટ્લે આવું છું....!” લાવણ્યા ત્યાંજ ઊભી રહીને બોલી.

            “જો તમે લોકો ક્યાંય બહાર જવાનાં હોવ....! તો બધાંને મલીને જજો....!” પ્રેમ બોલ્યો “સાંજે નવરાત્રિમાં કેટલાં વાગ્યે અને ક્યાં ભેગાં થવાનું છે એ નક્કી કરવાનું છે....!”

            “ઓકે શ્યોર....!” લાવણ્યા બોલી.

            “બાય....!” પ્રેમ બોલ્યો અને પાછો ફરીને કોલેજનાં બિલ્ડિંગ તરફ ચાલવાં લાગ્યો.

            લાવણ્યા સ્મિત કરીને કેટલીક ક્ષણો ત્યાંજ ઊભી રહી. તેણીએ ત્યાંજ ઊભાં રહી તેનું મ્હોં પાછું ફેરવીને કોલેજનાં ગેટની સામે દેખાતાં લીમડાંનાં એ મોટાં ઝાડ સામે જોયું જેની નીચે પ્રેમ રોજે તેની રાહ જોતો બેસી રહેતો હતો. ઝાડનાં વિશાળ થડની જોડેજ એજ મેગીનાં ઠેલાંવાળો ઊભો હતો. વરસાદનું મસ્ત ભીનું વાતાવરણ હોવાને લીધે ઠેલાંવાળાંને ત્યાં સારી એવી ભીડ જામેલી હતી.

            લાવણ્યાએ હવે પાછાં પ્રેમ તરફ જોયું. તે કોલેજની બિલ્ડિંગનું પગથિયું ચઢીને કેન્ટીન તરફ જઈ રહ્યો હતો. એક ઊંડો શ્વાસ ભરીને લાવણ્યા પાર્કિંગ તરફ ચાલી.

***

            “મોડું થઇ ગ્યું યાર....!” સવારે કૉલેજ જવા તૈયાર થયેલો સિદ્ધાર્થ બબડ્યો “લાવણ્યા રાહ જોતી હશે....!”

            ઘરેજ થોડું લેટ થઇ ગયું હોવાથી સિદ્ધાર્થ ઉતાવળે તૈયાર થતાં-થતાં બબડી રહ્યો હતો.

            “ટ્રીન.... ટ્રીન.... ટ્રીન....!”

            ત્યાંજ બેડની બાજુના ડ્રોઅર ઉપર પડેલો તેનો મોબાઈલ રણક્યો.

            “લાવણ્યાનો હશે....!” માથું ધુણાવતા-ધુણાવતા સિદ્ધાર્થ બબડ્યો અને ડ્રોઅર પાસે આવીને મોબાઈલ ઉઠાવવા લાગ્યો.

            “મામા....!?” સ્ક્રીન ઉપર સુરેશસિંઘનો નંબર જોઇને સિદ્ધાર્થને આશ્ચર્ય થયું અને પછી મનમાં બબડ્યો “પાછું કંઈક નવું આ’યુ લાગે છે...!”  

            “હા મામા.....!” કૉલ રીસીવ કરીને સિદ્ધાર્થ બોલ્યો “ગૂડ મોર્નિંગ.....!”

            “ગૂડ મોર્નિંગ....!” સુરેશસિંઘ બોલ્યાં “ચ્હા-નાસ્તો કર્યો કે નઈ....!?”

            “ના....હજી તો જસ્ટ રેડી થયો.....!” સિદ્ધાર્થ બોલ્યો.

            “સારું.....તો તું ચ્હા-નાસ્તો કરવા બા’ર જાય...ત્યારે કૉલેજના ગરબાના પાર્ટી પ્લોટ ઉપર જતો આયને...!”  સુરેશસિંઘ બોલ્યાં  “ગઈકાલે રાતે વરસાદ પડ્યો એ પછી પાણી ભરાયું છે....! જરૂર લાગે તો.....માટીનું ટ્રેક્ટર મંગાઈને નંખાઈ દેજે...!”

            “અરે યાર.....!” સિદ્ધાર્થે મનમાં નિ:સાસો નાંખ્યો પછી બોલ્યો “હાં સારું....!”

            “બીજું જે જરૂરી લાગે એ કરાઈ દેજે....!” સુરેશસિંઘ બોલ્યાં “લગભગ સ્ટેજ અને ડેકોરેશન વગેરે ફરીવાર સેટ અપ કરવું પડશે....!”

            “સારું....! હું જઉ છું...!” સિદ્ધાર્થ કમને બોલ્યો.

            “હું તને ડેકોરેશનવાળાનો નંબર મોકલું છું....!”

            “ઓકે....!” કહીને સિદ્ધાર્થે કૉલ કર્યો.

            “નઉ તો ઘેરજ વાગી ગ્યાં યાર....!” મોબાઈલની સ્ક્રીન ઉપર ટાઈમ જોઈને સિદ્ધાર્થ બબડ્યો અને મોબાઈલ પાછો ડ્રૉઅર ઉપર મૂકી ઝડપથી કપડાં પહેરવા લાગ્યો.

            “ટ્રીન.... ટ્રીન.... ટ્રીન....!”

            “અરે યાર....પાછું શું આયુ....!” સિદ્ધાર્થ સહેજ ચિડાયો અને ડ્રૉઅર ઉપર પડેલો મોબાઈલ પાછો લઈ નંબર જોયો.

            “હવે તને શું કે’વું....!?” સ્ક્રીન ઉપર લાવણ્યાનો નંબર જોઈ સિદ્ધાર્થ બબડ્યો.

            માથું ધૂણાવતાં- ધૂણાવતાં સિદ્ધાર્થે છેવટે તેણીનો કૉલ રિસીવ કર્યો.

            “હેલ્લો....! ક્યાંછે તું....!? કેટલીવાર.....!?” બે-ત્રણ રીંગો વાગ્યાં પછી સિદ્ધાર્થે ફોન ઉઠાવતાં લાવણ્યા નારાજ સૂરમાં બોલી.

            “અ......! લાવણ્યા....! અ....!” લાવણ્યા હર્ટ ના થાય એવું કઈંક કહેવાં વિચારી રહેલો સિદ્ધાર્થ બોલવાં મથી રહ્યો “આજે  મારે નઈ અવાય....!”

            “હાય...હાય....! આવું કેમ કે’છે....!?” લાવણ્યા તરતજ ગભરાયેલા સૂરમાં બોલી “પણ....પણ....મેં માફીતો માંગી લીધી’તી.....! અને....ને.....તે મ...માફ પણ કરી દીધી’તી સિદ.....!? અચ્છા....અચ્છા....! સોરી....બસ....ફરીવાર સોરી....! હું...હું કોઈ દિવસ આવું નઈ કરું...સિદ..પ્લીઝ...!”

            “અરે લાવણ્યા....! લવ.....! મારી વાતતો સાંભળ.....!” સિદ્ધાર્થ બોલ્યો “એ વાત નથી....! બીજી પ્રોબ્લેમ છે....!”

            “શું થયું...!? શું પ્રોબ્લેમ છે...!? નેહાએ કઈં કીધું....!?” ભીંજાયેલી આંખે લાવણ્યા બોલી.

            “નાં....નાં....! એવું નથી....!” સિદ્ધાર્થ માથું ધૂણાવીને બોલ્યો.

            લાવણ્યાના સ્વરમાં પોતાના માટેની ચિંતાના ભાવો સાંભળી સિદ્ધાર્થ હળવું મલકાઈ ઉઠ્યો.

            “તો....!?” લાવણ્યાએ પૂછ્યું.

            “અરે રાત્રે બહુ વરસાદ પડ્યો’તોને....!” સિદ્ધાર્થે છેવટે સાચું જ  દીધું “તો જે પાર્ટીપ્લોટમાં કોલેજનાં ગરબા છે એમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે....! તો મામાએ ફોન કરીને કીધું છે કે હું ત્યાં જઈને માટી વગેરે નંખાવડાવી દઉં અને સ્ટેજ વગેરેને પણ પાછું થોડું સેટઅપ કરાવું પડશે....!”

            “પણ સિદ.....!” લાવણ્યા હવે વધું ઈમોશનલ સ્વરમાં બોલી “તે પ્રોમિસ કરી’તીને કે....કે... તું નવરાત્રિમાં એકેય રજા નઈ પાડે....!? તો...તો...! હવે કેમ આવું કરે  છે....!?”

            “લાવણ્યા...હું.....!”

            “મ....મને આ રીતે શું કામ હેરાન કરે છે....સિદ....!” લાવણ્યા હવે માંડ-માંડ બોલી રહી “પ્લીઝ આવું નાં કરને......!”

            “લાવણ્યા.....! અ....!” લાવણ્યાના ઈમોશનલ સ્વરને સાંભળીને સિદ્ધાર્થને પણ તેણીની પીડા ફીલ થઈ આવી.

            “આમતો બઉં મોટી મોટી વાતો કરતો હોય છે....! કે...કે “હું ક્ષત્રિય....! ક...કોઈ દિવસ મ....મારું પ્રોમિસ નાં તોડું.....!” લાવણ્યા હવે સિદ્ધાર્થને ધમકાવતી હોય એમ બોલી “તો.....તો....હું...હું કઈં નાં જાણું....! તારું પ્રોમિસ નિભાવ હવે....! મ...મારે તું....જોઈએ એટ્લે જોઈએ બસ....! તું ...તું....આવ....કોઈપણ રીતે....!”

            “લાવણ્યા....!” લાવણ્યાની એવી બાળકો જેવી જિદ્દથી સિદ્ધાર્થ મલકાયો પણ શું કરવું એ ના સમજાતા તેણે સ્ટ્રેસભર્યા ધીમાં સ્વર કહ્યું “શું કરું હું….!? બધી બાજુથી ફસાઈ જતો હોઉં છું....!”

            કેટલીક ક્ષણો સુધી બંને મૌન થઈ ગયાં.  

            “સિદ......!” છેવટે લાવણ્યા અધિર્યાં સ્વરમાં બોલી “ક...કોઈ વાંધો નઈ....! તું....તું તારું કામ પતાઈલે....! હોને.....! વ....વાંધો નઈ......! પણ તું ....તું આમ સ્ટ્રેસમાં ના આઈ જઈશ....!”

            “લવ......!” કેટલીક ક્ષણોનાં મૌન પછી સિદ્ધાર્થ ધીરેથી બોલ્યો “સોરી.....!”

            “ક.....કઈં વાંધો નઈ.....!જાન.....!” લાવણ્યા પરાણે પોતાનો સ્વર સરખો કરતાં બોલી. થોડીવાર સુધી બંને ફરી મૌન થઈ ગયાં.

            “અ....બાય......!” કેટલીક ક્ષણો પછી સિદ્ધાર્થ માંડ બોલ્યો.

            “અ......!” લાવણ્યાનો સ્વર રૂંધાયો અને તે સહેજ અટકી “સ...સિદ....!”

            “હાં ....બોલ....!”

            “અમ્મ....! થ....થોડીવાર માટે આયને .....!” લાવણ્યા સાવ વિનવણી ભર્યા સ્વરમાં બોલી “પ્લીઝ....! ખ....ખાલી પંદર મિનિટ.....! મ...મને મલીને પછી....પછી જ...જતો રે’જે....! હું નઈ રોકું....! પ્લીઝ જાન...!”

            સિદ્ધાર્થ કેટલીક ક્ષણો સુધી પાછો મૌન થઈ ગયો. લાવણ્યાની એ આતુરતા અને રઘવાટ જાણે ધબકારા બનીને તેનાં હ્રદયમાં જોરશોરથી ધબકી રહ્યાં હોય એમ સિદ્ધાર્થ પણ બેચેન થઈ ગયો. કેટલીક વધું ક્ષણો એમજ વીતી.

            “થોડીવાર માટે આયને ... ખાલી પંદર મિનિટ.....!” અનહદ ભાવથી કરેલી લાવણ્યાની એ વિનવણીથી સિદ્ધાર્થ છેવટે  ભીંજાઇ ગયો.

            “ઓકે.....! ચાલ….! હું આવું છું થોડીવારમાં....બસ....!”  સિદ્ધાર્થ તેનો સ્વર સ્વસ્થ કરીને બોલ્યો.

            “હેં.....!? સાચે....!? ત.....તું સાચે આવેછે....!?”લાવણ્યા ખુશ થઈ ગઈ.

            “હાં....! સાચું....! વીસેક મિનિટમાં આયો....! તને મળીને નીકળી જઈશ...!” સહેજ અટકીને સિદ્ધાર્થ આગળ બોલ્યો “તું જે રીતે “જાન” બોલેછે....! બસ એમ થાય છે કે....!”

            “બોલને......! કેમ અટકી ગયો....!?” બોલતાં-બોલતાં સિદ્ધાર્થ અટકી જતાં લાવણ્યાએ અધિર્યા સ્વરમાં પૂછ્યું.

            “કઈં નઈ....! આઈને કઉં......!” લાવણ્યાને છેડતો હોય એમ સિદ્ધાર્થ બોલ્યો અને તેણીને વધુ ચીડવવા કૉલ કટ કરી દીધો.  

            “એ....! હેલ્લો....!સિદ.....!?” લાવણ્યા બોલતી રહીને સિદ્ધાર્થે ફોન કાપી નાંખ્યો.  

            ટ્રીન...ટ્રીન.....ટ્રીન.....!”

            સિદ્ધાર્થ ફૉન પાછો ડ્રૉઅર ઉપર મૂકવા જ જતો હતો ત્યાંજ નેહાનો કૉલ આવ્યો.

            “નેહા.....!?”નેહાનો નંબર જોઈને સિદ્ધાર્થને આશ્ચર્ય થયું.

            “હાં બોલ....!” કમને ફૉન ફૉન ઉઠાવીને સિદ્ધાર્થ બોલ્યો.

            “તું કૉલેજ જતો હોય તો મને લેતો જા ને.....!” સામેથી નેહા બોલી.

            “તું અમદાવાદ આઈ ગઈ...!?” સિદ્ધાર્થે આશ્ચર્યથી પૂછ્યું.

            “હાં....!” નેહા ટૂંકમાં બોલી.

            “ક્યારે આઈ....! ગઈ કાલે રાતે તે મને કૉલ કર્યો ત્યારે તો તું બરોડા હતીને...!?” સિદ્ધાર્થે એવાજ આશ્ચર્યથી પૂછ્યું.

            “ના....હું અહિયાંજ હતી ....!” નેહા બોલી “ગઈ કાલે આઈ ગઈ ‘તી....! આજે પે’લ્લું નોરતું છે...તો સુરેશમામાએ કીધું’તું...કે આજે પેલી આરતી મારે કરવાની છે...! તો મારે પાર્લર જવું ‘તું અને બીજું પણ થોડું કામ હતું....મારા કપડાં....નવરાત્રિ માટેના કોસ્મેટિક્સ વગેરેનું બોક્સ અને બીજું ઘણું બધુ હજી અહિયાં જ પડ્યું છે.....તો એ બધુ...!”

            “હાં સારું..સારું....સમજી ગ્યો...!” નેહાને ટોકીને સિદ્ધાર્થ વચ્ચે બોલી પડ્યો “પણ હું પાર્ટી પ્લૉટ ઉપર જાવ છું....! મારે ત્યાં થોડું કામ છે....! પાણી ભરાયું છે તો બધુ સરખું કરાવાનું છે....!”  

            “ઓહ....! સારું...!” નેહા નિરાશ થઈ ગઈ.

            “બાય....!” સિદ્ધાર્થ રુક્ષ સ્વરમાં બોલ્યો અને કૉલ કરી દીધો.

            થોડીવાર સુધી નેહા વિષે વિચારતાં રહી સિદ્ધાર્થ છેવટે શર્ટ વગેરે પહેરવા લાગ્યો.  

****

            “ઓહો....! આ છોકરો...!” સિદ્ધાર્થે કૉલ કટ કરી દેતાં સ્મિત કરતાં-કરતાં લાવણ્યાએ કેટલીક ક્ષણો સુધી તેનાં ફોનમાં સિદ્ધાર્થનો વૉલપેપરમાં મૂકેલો ફોટો જોઈ રહી અને પાર્કિંગમાં આમ-તેમ આંટા મારી રહી.

            એટલામાંજ.....

            રોયલ એનફિલ્ડ બાઇકનો ઘેરો અવાજ સંભળાયો.

            “અરે....! આટલી જલદી....!?” અવાજ સાંભળીને લાવણ્યાએ તરતજ કોલેજનાં ગેટ તરફ જોયું.

            “ઓહ....! આતો વિવાન છે....!” રોયલ એનફિલ્ડ બાઇક ઉપર પાર્કિંગ તરફ આવી રહેલાં વિવાનને જોઈ લાવણ્યા બબડી.     

            પાર્કિંગમાં તેની તરફ એનફિલ્ડ લઈને આવી રહેલાં વિવાને લાવણ્યાને જોઈને હળવી સ્માઇલ આપી. લાવણ્યા પણ મલકાઈ. 

            ડાર્ક ફાલસા કલરની ટી-શર્ટ, બ્લેક જીન્સ અને આંખો ઉપર રેબનના ગોગલ્સ. વિવાન કોલેજનો સૌથી હેન્ડસમ છોકરો હતો. સિદ્ધાર્થ કરતાં પણ વધુ દેખવાડો. ગોરો વાન, મોડેલીંગની ભાષાંમાં એકદમ પરફેફ્ટ કહી શકાય તેવો સપાટ “Jawline” વાળો ચેહરો, ભૂરી આંખો, અને તેનાં એકદમ ગોરા વર્ણને શુટ કરે એવાં તેણે blonde highlight કરેલાં ગોલ્ડન વાળ. આટલું ઓછું હોય તેમ તેની “કાનૂડાં” જેવી નટખટ કાતિલ સ્માઇલ, ભલભલી છોકરીઓ વિવાનને જોઈને મોહી પડતી. લાવણ્યા પોતે પણ કોલેજના પ્રથમ વર્ષમાં વિવાનને જોતાંજ મોહી પડી હતી. વિવાનને બોયફ્રેન્ડ બનાવવાનું ભૂત પણ પહેલાં વર્ષે તેનાં મગજ ઉપર સવાર થયું હતું.

            જોકે એ ભૂત થોડાં વખતમાંજ ત્યારે ઉતરી ગયું હતું જ્યારે લાવણ્યાને સમજાયું કે વિવાન “ચાલુ” ટાઈપનો છોકરો નથી. સિદ્ધાર્થની જેમજ વિવાન પણ એક ડીસન્ટ છોકરો હતો.  કેરેકટરની બાબતમાં તે પણ સિદ્ધાર્થની જેમ મજબૂત હતો. કોલેજનાં  પ્રથમ વર્ષથી લઈને ત્રીજા વર્ષ સુધીમાં વિવાને કોઈ ગર્લફ્રેન્ડ બનાવવાની વાતતો દૂર તેણે ખોટી નજરે કોઈ છોકરી સામે કદી જોયું પણ નહોતું. નટખટ સ્મિત ધરાવતાં વિવાનનું છોકરીઓ સાથેનું બિહેવિયર સિદ્ધાર્થની જેમજ કાયમ શિષ્ટ અને શાલીનજ રહેતું. તેની પાછળ ઘેલી હોય એવી કોઈપણ છોકરીની ફીલિંગ્સ ગેરલાભ વિવાને કદી નહોતો ઉઠાવ્યો.

            સિદ્ધાર્થ જેવુજ કસાયેલું શરીર ધરાવતો વિવાન સિદ્ધાર્થથી જોકે એક બાબતે અલગ પડતો. સિદ્ધાર્થ પોતાનાં દેખાવ, કપડાં, હેયર સ્ટાઈલ વગેરે બાબતોમાં સહેજેય ગંભીર નહોતો, તે રફ & ટફ હતો. જ્યારે વિવાન પોતાનાં લૂક્સ, કપડાં, હેયરસ્ટાઈલ, શૂઝ એ બધી બાબતમાં ખૂબ સજાગ હતો. બધીજ બાબતોમાં તે ચીવટ રાખતો. બ્રાંડેડ કપડાં, મોંઘા શૂઝ, હેયર સ્ટાઈલ એ બધીજ બાબતોમાં તે સિદ્ધાર્થથી સંપૂર્ણરીતે અલગ હતો. એટલેજ વિવાન કોલેજનો “સ્ટાઈલ આઇક્ન” ગણાતો.

            બોયઝમાં કોલેજનું સેન્ટર ઓફ અટ્રૈક્શન ગણાતો હોવાં છતાં વિવાનનો સ્વભાવ “ડાઉન ટુ અર્થ” હતો. જોકે પોતાનાં ગૂડ લૂક્સ ઉપર થોડો ઇગો તો તેને હતોજ.             

            વિવાને તેનું બાઈક લાવણ્યા જ્યાં ઊભી હતી તેની સહેજ બાજુની ખાલી જગ્યામાં એક-બે બાઇકની જગ્યા છોડીને લગાવી અને ઉતર્યો. એક નજર લાવણ્યા ઉપર નાંખીને વિવાને ફરી હળવું સ્મિત આપ્યું અને પાર્કિંગમાંથી પાછો કોલેજના બિલ્ડિંગ તરફ જવા પેવમેંન્ટ ટ્રેક ઉપર જવાં લાગ્યો.

            “વિવાન....!” જઈ રહેલાં વિવાનને લાવણ્યાએ સહેજ ઊંચા સાદે હાથ કરીને બોલાવ્યો.

            ચેહરા ઉપર નવાઈના ભાવ લઈને વિવાન લાવણ્યા તરફ પાછો આવ્યો.

            “તે પણ નવું રોયલ એનફિલ્ડ લીધું.....!?”લાવણ્યાએ વિવાને મુકેલાં તેનાં બાઇક ઉપર એક હળવી નજર નાંખીને તેની તરફ જોયું. વિવાન જ્યારે આવી રહ્યો હતો  તેનાં રોયલ એનફિલ્ડ ની નંબર પ્લેટ ઉપર “ટીસી નંબર” હોવાનું લાવણ્યાએ નોટિસ કર્યું હતું. સિદ્ધાર્થનાં રોયલ એન્ફિલ્ડ “ક્લાસિક મોડલ” કરતાં અલગ વિવાનનું એન્ફિલ્ડ “થંડરબર્ડ” મોડલનું હતું.

            “હાં.....!” લાવણ્યાની નજીક પાર્કિંગનાં શેડની નીચે આવીને વિવાન ઊભો રહ્યો “મારાં નાનાં ભાઈનું એફવાયમાં એડમિશન લીધું તો એણે મારું યમાહા લઈ લીધું....! એટ્લે મેં નવું લીધું....!”

            “ઓહકે.....!” લાવણ્યા માથું ધૂણાવતાં બોલી.

            “શું વાત છે....!?” વિવાન તેની ભ્રમરો નચાવતાં બોલ્યો. એમ કરતાં-કરતાં તેણે પોતાનું એજ મારકણું નટખટ સ્મિત રેલાવી દીધું “આજે ઘણાં સમય પછી તે મને સામેથી ઊભો રાખ્યો...!? અને જ્યાં સુધી મને ખબર છે....! ત્યાંસુધી તું આજકાલ સિદ્ધાર્થ સિવાય બીજાં છોકરાંની જોડે વાત તો દૂર....! એની સામે પણ નથી જોતી....!? હમ્મ.....!?”

“અરે એવું કઈં નથી....!” લાવણ્યા સ્મિત કરતાં બોલી.

“તો પછી....!?” વિવાન બોલ્યો

“અરે.....! તે વાળ કપાવી નાંખ્યાં.....!?” લાવણ્યા વાત બદલતાં બોલી “તારે તો લાંબા વાળ હતાંને ....!?”

લાવણ્યાનાં મૂડને પારખી ગયેલાં વિવાને ફરીવાર એક નાનું નટખટ સ્મિત રેલાવીને આડું જોયું પછી બોલ્યો-

“યુનિવર્સિટીનો યૂથ ફેસ્ટિવલ ચાલું થાય છે ને...! દશેરાંનાં દિવસથી....!”

“હમ્મ....! અને તે તો દર વખતની જેમ રેમ્પ વૉકમાં પાર્ટ લીધોજ હશે….!?” લાવણ્યા સ્મિત કરીને વિવાનનાં ચાળાં પાડ્યાં “કોલેજને એક ટ્રોફીતો પાકી....! નઈ....!?”

“હાં....!” વિવાન બોલ્યો “અને....! બીજી બે-ત્રણ તું લાવીશ નઈ...! રેમ્પ વૉક….! સિંગિંગ....!”

“ના નાં...હોં....!” લાવણ્યાએ તેનાં હાથ સરેંન્ડર કરતી હોય એમ તેનાં બંને હાથ ઊંચા કર્યા “મનેતો કોઈ રસજ નથી....!?”

“સિદ્ધાર્થે ના પાડી….!?”

“ઓહ કમ ઓન વિવાન....!” લાવણ્યા સહેજ ચિડાઈ “તને ખબર છે કે નાં પાડે એવો નથી...!” 

“હમ્મ….! તો પછી....!?”

“બસ....! ખબર નઈ મૂડજ નથી....!” લાવણ્યાએ ફરી સહેજ આડું જોઈ રહી.

“અને નવરાત્રિની તૈયારી...!?” વિવાને પૂછ્યું.

“અમારે તો થઈ ગઈ....!” લાવણ્યાનું મૂડ હવે સહેજ ફ્રેશ થયું “પણ તું તારી વાત કરને...! કોલેજનો સૌથી હેન્ડસમ છોકરો દર વખતની જેમ આ વખતે પણ વગર ગર્લફ્રેન્ડે ગરબાં ગાવાંનો છે....!?”

“મને ક્યાં ગરબાં આવડે છે....!?” વિવાન હવે લાવણ્યાની સામે બાઇકની સીટ ઉપર બેઠો “હું તો ખાલી મારાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સને કંપની માટે આવું છું...!”

“વિવાન.....! હવે આ કોલેજનું છેલ્લું વર્ષ છે....!” લાવણ્યા ફરીવાર તેનાં ચાળાં પાડતી હોય એમ બોલી “હવેતો એક ગર્લફ્રેન્ડ બનાવીલે....!”

“અરે પણ મારી ટાઈપની કોઈ મલવીતો જોઈએને....!?”

“આટલો બધો શું ઘમંડ છે તને તારાં લૂક્સ ઉપર....!”

“અરે એમાં ઘમંડ શું...!? મને ખરેખર કોઈ માફક આવે એવી નથી મળતી...!”

“ચલ હવે....! કોઈક છોકરીતો હશેજ જે તારો સિક્રેટ ક્રશ હશે....!” લાવણ્યા ભારપૂર્વક બોલી “બોલ કોણ છે.....!?”

“કોઈ નથી બાપાં....!” વિવાને ફરીવાર એવુજ નટખટ સ્મિત કરીને મોઢું ફેરવ્યું.

“જો...જો....કેવું બ્લશ કરેછે....! બોલને હવે....!”

“બ્લશ છોકરીઓ કરે....!”

“તું કઈશ હવે સીધીરીતે ....!” લાવણ્યાએ તેની આંખો મોટી કરી.

“ઓકે....! ફાઇન....! પણ પ્રોમિસ કર....! કે તું કોઈને કઈશ નઈ....!”

“પાકકું.....! બોલ હવે....!”

વિવાને એક ઊંડો શ્વાસ ભર્યો અને બોલ્યો –“તારાં ગ્રૂપની છે...!”

“what….!?” લાવણ્યા પહેલાં ચોંકી અને પછી સ્મિત કરીને બોલી “કોણ...કોણ જલદી બોલ...!”

“અંકિતા....!” વિવાન તેનાં હોંઠ દબાવતાં બોલ્યો.

“હાં....હાં....હાં....!” લાવણ્યા તેનાં હોંઠ બંને હાથવડે દબાવીને તેનું હસવું રોકવાં મથી રહી.

“એમાં હસે છે શું....!?” વિવાન સહેજ ચિડાયો.

“સોરી...સોરી....! એવું નથી....! સરસ છે હોં....! સરસ છે.....! તારી ચોઈસ....!” લાવણ્યા માંડ પોતાનું હસવું રોકીને વિવાનને ડરાવતી હોય એમ  બોલી “પણ વિવાન.....! એ બહુ ખતરનાક છોકરી છે હોં.....!”

“એટ્લેજ તો પૂછી નઈ શકાતું.....!” વિવાન નિ:શ્વાસ નાંખતો હોય એમ બોલ્યો “હિમ્મતજ નથી થતી.....!”

“તો તો પછી તું રઈ જવાનો...!” લાવણ્યા હજીપણ ટીખળભર્યું સ્મિત કરતાં બોલી

“કેમ....! રઈ જવાનો એટ્લે....!?”

“પ્રેમને પણ અંકિતા ગમે છે.....!” લાવણ્યા વિવાનને ડરાવવાં જૂઠું બોલી “અને એ આજે સાંજે નવરાત્રિમાં ગરબા માટે એની જોડે pairing કરવાં માટે પૂછવાનો છે....! અને પછી ગરબા પતે એટ્લે પ્રપોઝ.....!”

“what…..!?”  વિવાન ચોંકી ગયો “પણ પ્રેમને તો તું ગમતી’તીને....!?”

“હાં....! પણ મને સિદ ગમે છે એ વાત જાણ્યા પછી એ હવે “મુવ ઓન” થવાં માંગે છે....!” લાવણ્યા સ્વાભાવિક જૂઠું બોલી ગઈ અને માંડ-માંડ તેનું હસવું દબાવીને વિવાનનું મોઢું જોઈ રહી. વિવાન શૂન્યમનસ્ક થઈને વિચારી રહ્યો હતો.

“એક કામ કરજે....!” વિવાનનાં વિચારોને ભંગ કરતાં લાવણ્યા બોલી “લંચ પછી અમે લોકો ગરબા પ્રેક્ટિસ કરવાનાં છે.....! તું આવજે....! કોલેજનાં ડ્રામા સ્ટુડિયોમાં....!”

“હું બધાની સામે એને પૂછી લઉં....!?” વિવાન નાના બાળકની જેમ ઈનોસન્ટ ચેહરો બનાવીને બોલ્યો.

વિવાનનો એવો ચેહરો જોઈને લાવણ્યાને સિદ્ધાર્થની યાદ આવી ગઈ.

“તું આવજે તો ખરો....!” લાવણ્યા ફરીવાર સ્મિત કરીને બોલી.

“ઓકે....!” વિવાન બોલ્યો અને પાછો શૂન્યમનસ્ક વિચારવાં લાગ્યો.

“એ ગુસ્સો તો નઈ કરેને....!?” થોડીવાર પછી વિવાને ફરીવાર એવાજ ઈનોસન્ટ ફેસ સાથે પૂછ્યું.

“aww…! ચો ક્યૂટ.....!” લાવણ્યાએ કાલી ભાષાંમાં કહ્યું “નઈ કરે....! તું આવજેને …!”

“હમ્મ....!” વિવાન પાછો વિચારે ચડી ગયો.

            “સિદ્ધાર્થ નથી દેખાતો....!?” વિવાને તેનું નટખટ સ્મિત કરતાં-કરતાં કોલેજનાં ગેટ સામે  આતુરતાંપૂર્વક જોઈ ડાફોળિયાં મારી રહેલી લાવણ્યાને ચિડાવી.

“એ હવે આવતોજ હશે.....!” લાવણ્યા ગેટ બાજુજ જોઈ રહીને બોલી.

“અચ્છા....!તો એમ કે’ને.....!” વિવાન ફરીવાર એજરીતે સ્મિત કરીને બોલ્યો “સિદ્ધાર્થ આવે ત્યાંસુધી તારે ટાઇમપાસ કરવાં માટે કોઈક જોઈતું’તું...!?”

            “ નાં....! એવું કઈં નથી....! લાવણ્યાએ સહેજ ઢીલાં સ્વરમાં કહ્યું “એની રાહ જોવામાં મને મઝાજ આવે છે.....!”

            “તો પછી....!? આજે શું થયું...!?” વિવાને હવે અચરજથી પૂછ્યું.

            “બસ થોડું મૂડ ઓફ હતું......! એટ્લે મન ડાઈવર્ટ કરવું’તું....!” ઢીલું મોઢું કરીને લાવણ્યાએ સહેજ આડું જોયું.

            “લાવણ્યા....!?” વિવાને આડું જોઈ રહેલી લાવણ્યાને સહેજ ધિમાં સ્વરમાં પૂછ્યું “જો તને ઠીક લાગે તો શેયર કરી શકે છે...!” 

            “કઈં નઈ..! બસ એની જોડે વધારેને વધારે ટાઈમ સ્પેન્ડ કરવાની ઈચ્છા થાય છે....!” લાવણ્યા નીચું જોઈ રહીને ઢીલાં સ્વરમાં બોલી “પણ કોઈને કોઈ પ્રોબ્લેમ આવીજ જાય છે....!”

            “પણ...!” વિવાન કઈં આગળ બોલે એ પહેલાંજ તેનાં મોબાઇલની રિંગ વાગી ઉઠી.

            વિવાને તેનાં જીન્સની પોકેટમાંથી તેનો ફોન કાઢ્યો અને કૉલ રિસીવ કર્યો.

            “હાં બોલ....!” વિવાને ફોન ઉપાડીને પૂછ્યું.

“હાં...! બસ પાર્કિંગમાંજ છું...! આયો ચલ....!”

            એટલું કહીને વિવાને ફોન કટ કર્યો.

            “સોરી હાં....!” બાઇકની સીટ ઉપરથી ઉતરીને વિવાને લાવણ્યા સામે જોઈને કહ્યું “મારે જવું પડશે....! હું લંચમાં મળું ...!”

            “હાં સારું બાય....!” લાવણ્યાએ સ્મિત કરીને કહ્યું.

            વિવાન બાય કરીને ત્યાંથી જતો રહ્યો.

            લાવણ્યા પાછી આતુર જીવે કોલેજના ગેટ સામે જોઈ રહી. કેટલીક ક્ષણો વિત્યા બાદ ગેટ બાજુથી ફરીવાર રોયલ એન્ફિલ્ડ બાઇકનો ઘેરો અવાજ સંભળાયો. ગેટ બાજુજ જોઈ રહેલી લાવણ્યાની આંખો ખુશીથી નાચી ઉઠી. એ સિદ્ધાર્થજ હતો. લાવણ્યાએ તેનાં મોબાઇલમાં થોડાં દિવસો પહેલાં સિદ્ધાર્થનો જે ફોટો વૉલપેપરમાં રાખ્યો હતો તેજ ફોટોમાં પેહરેલો ઓલિવ ગ્રીન કલરનો ડેનિમ શર્ટ સિદ્ધાર્થે આજે પહેર્યો હતો.

            બાઇક ડ્રાઇવ કરીને પાર્કિંગ શેડ તરફ આવી રહેલાં સિદ્ધાર્થને લાવણ્યા સ્મિત કરતી-કરતી જોઈ રહી. પાર્કિંગ શેડમાં મૂકવાની જગ્યાએ સિદ્ધાર્થે બાઇક પાર્કિંગ તરફ જતી પેવમેંન્ટ ટ્રેકની એક બાજુ પાર્કિંગ શેડથી સહેજ છેટે ઊભું રાખી દીધું. 

            પાર્કિંગ શેડમાં ઊભેલી લાવણ્યા તરતજ સિદ્ધાર્થ પાસે દોડી ગઈ. બાઇક ઉપરથી ઉતરી ગયેલાં સિદ્ધાર્થે તેનાં બંને હાથ ખોલીને નજીક આવી ગયેલી લાવણ્યાને તેનાં આલિંગનમાં જકડી લીધી. લાવણ્યા પણ સ્મિત કરતી-કરતી સિદ્ધાર્થની પીઠ ઉપર તેનાં હાથ ફેરવતી રહી.

            “તે ના બોલાયો હોત....! તો પણ હું થોડીવાર માટે તને મળવાં આવત જ.....!” થોડીવાર પછી લાવણ્યાને તેનાં આલિંગનમાંથી મુક્ત કરતાં સિદ્ધાર્થે કહ્યું.

            લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર સિદ્ધાર્થની સામે સ્નેહ નીતરતી આંખે જોઈ રહી.

            “આ રીતે ના જોઈશ....!” સિદ્ધાર્થે તેનું કપાળ લાવણ્યાનાં કપાળને અડાડીને કહ્યું “નઈતો હું જઈ પણ નઈ શકું....!”

            “તો નાં જઈશને.....!” લાવણ્યા ધિમાં સ્વરમાં સિદ્ધાર્થની આંખોમાં જોઈ રહેતાં બોલી “મારી જોડેજ રે’ને....!”

            “શું કરું .....!?” લાવણ્યાનાં ખભાં ઉપર માથું ઢાળીને સિદ્ધાર્થ ઢીલાં સ્વરમાં બોલ્યો “હું બધી બાજુથી ફસાઈજ જતો હોઉં છું....!”

            “ઓહ બેબી....!” લાવણ્યાએ સિદ્ધાર્થની પીઠ ઉપર વ્હાલથી હાથ ફેરવ્યો.

            થોડીવાર સુધી લાવણ્યા એમજ સિદ્ધાર્થની પીઠ ઉપર હાથ ફેરવતી રહી.

            “તું...!અ....!”

            સિદ્ધાર્થ બોલવાં જતો હતો ત્યાંજ લાવણ્યાનાં ફોનની રિંગ વાગી.

            “ઓહો....!” લાવણ્યાએ માફીસૂચક નજરે સિદ્ધાર્થની સામે જોયું અને તેનાં પંજાબી ડ્રેસનાં સાઈડ પોકેટમાંથી તેનો મોબાઇલ કાઢ્યો.

            “અંકિતાનો છે...!” લાવણ્યાએ સ્ક્રીન ઉપર નંબર જોઈને સિદ્ધાર્થ સામે જોયું.

            “અત્યારે નઈ....!” સિદ્ધાર્થે સહેજ ચિડાઈને લાવણ્યાનાં હાથમાંથી તેનો મોબાઇલ લઈ લીધો “હું ફક્ત તારાં માટેજ અત્યારે આયો છું....! અને તારી અને મારી વચ્ચે અત્યારે કોઈ નાં આવવું જોઈએ...!”

            “Aww……!” લાવણ્યાને સિદ્ધાર્થનાં ચેહરા ઉપરનાં બાળહઠ જેવાં ભાવો જોઈને તેનાં ઉપર વ્હાલ ઉપજયું.

            “મસ્ત લાગેછે તું આ ડ્રેસમાં....!” સિદ્ધર્થે સહેજ આઘાં ખસીને લાવણ્યાએ પહેરેલાં ડ્રેસ સામે જોઈને કહ્યું.

            તેણે પ્રિંટેડ ડિઝાઇનવાળો ઘેરો આસમાની ડ્રેસ પહેર્યો હતો. કપાળે મેચિંગ બિંદી, નવરાત્રિ હોવાથી મોટાં ટ્રેડિશનલ ઝૂમકાં. સિદ્ધાર્થ બે ઘડી લાવણ્યાને નિહાળી રહ્યો.

            “તે વાળ કેમ બાંધેલાં રાખ્યાં છે....!?” લાવણ્યાએ બાંધેલી ઊંચી ચુસ્ત પોની ટેલને જોઈને સિદ્ધાર્થ બોલ્યો.

            “તને આવાં નાં ગમ્યાં હોય તો ખુલ્લાં કરી દઉં....!? ઊભોરે...!” એટલું કહીને લાવણ્યાએ તેનાં વાળ ખુલ્લાં કરવાં લાગ્યાં.

            “અરે નઈ...!” સિદ્ધાર્થે તેનો હાથ પકડીને તેણીને રોકી “હું તો ખાલી પૂછું છું....! મનેતો તું બધી રીતે સારીજ લાગે છે....!”

            સિદ્ધાર્થે ફરીવાર તેનાં બંને હાથ લાવણ્યાની કમર ફરતે વીંટાળી લીધાં. લાવણ્યા માટે તે અનહદ ખેંચાણ અનુભવી રહ્યો હતો. ઈચ્છવા છતાંય તેણીને સ્પર્શ કરવાથી તે પોતાને રોકી નહોતો શકતો.

            “સિદ…..!” લાવણ્યા સ્મિત કરીને તેની સામે જોઈ રહી.

            “ટ્રિંગ.....! ટ્રિંગ.....! ટ્રિંગ.....!” ફરીવાર લાવણ્યાનાં ફોનની રિંગ વાગી.

            ફોન સિદ્ધાર્થનાં હાથમાં જ હતો.

“અંકિતા....!” સિદ્ધાર્થે મોબાઇલની સ્ક્રીનમાં જોઈને નારાજ ચેહરે લાવણ્યા સામે જોઈને કહ્યું.  

            “સિદ....! સોરી જાન....!” લાવણ્યા ઢીલાં સ્વરમાં બોલી “પણ નવરાત્રિ માટે સાંજે બધાંએ ક્યાં ભેગાં થવું વગેરેનું પ્લાનિંગ કરવાં માટે બધાં કેન્ટીનમાં આપડી રાહ જોવે છે...!”

            સહેજ ચિડાઈને સિદ્ધાર્થે આડું જોઈ લીધું.

            “આપડે ફટાફટ જઈને પાછાં અહીં આઈ જઈશું બસ....!” લાવણ્યા સિદ્ધાર્થનો ચેહરો તેની બાજુ ફેરવતાં બોલી.

            “નેહા કદાચ આઈ ગઈ હશે....!” સિદ્ધાર્થે મનમાં વિચાર્યું.

            “લવ....! હું ફક્ત તને મળવાં આજે અહીં આવ્યો’તો....!” સિદ્ધાર્થ બોલ્યો “કેન્ટીનમાં નેહા પણ હશે....! એ મૂડ ખરાબ કરશે યાર....!”

            “પણ..નેહા હજી સુધી કોલેજ આઈજ નથી....!” લાવણ્યા સિદ્ધાર્થને મનાવતાં બોલી “એ આવે એ પહેલાં આપડે બધું ડિસ્કસ કરીને પાછાં આવી જઈએ હમ્મ....!?”     

            “ફાઇન...!” લાવણ્યાએ સમજાવ્યું છતાં સિદ્ધાર્થ સહેજ અણગમાં સાથે બોલ્યો.

            બંને છેવટે પાર્કિંગથી કોલેજના બિલ્ડિંગ તરફ જવાં લાગ્યાં.

            “આ છોકરો અહિયાં શું કરે છે...!? સવારે તો મને પાર્ટી પ્લોટ જવાનું કે’તો’તો...!?”

            કૉલેજના ગેટમાંથી જસ્ટ એન્ટર થયેલી નેહા સિદ્ધાર્થને લાવણ્યા સાથે કૉલેજ બિલ્ડીંગ તરફ જતાં જોઈ ગુસ્સે થઈને બબડી. પાર્કિંગથી કૉલેજ બિલ્ડીંગ તરફ જતાં લાવણ્યા-સિદ્ધાર્થને એ નહોતી ખબર કે પેવમેન્ટ ટ્રેક પર અટકીને નેહા બંને કૉલેજ બિલ્ડીંગ તરફ જતાં જોઈ રહી હતી. સિદ્ધાર્થ તેણી સાથે જુઠ્ઠું બોલાતાં નેહાની આંખમાંથી અંગારા વરસી રહ્યાં હતાં.

■■■■

“સિદ્ધાર્થ”

instagram@siddharth_01082014