ફરે તે ફરફરે - ૫૫
“વીચ એટલે ડાકણ..."
“હાં તો? મે ફોલ નુ પુછ્યુ તો ના પાડી હવે આ ડાકણ ચાકણ ચળીતર નુ પુછી
લંઉ એટલે આપણને એમ નો થાય કે જ્ઞાની ન થયા...!"
ગુગલ મહારાજ જવાબ આપો અમથા તો બહુ ફડાકા મારો છો કે બહુ અબજ
માહિતી છે....તો વિચીતા મા કોઇ આવો કિસ્સો બનેલો ?જેના ઉપર થી આવુ
નામ પડ્યુ?"
ગુગલ મહારાજ પણ ગાંજ્યા જાય એવા નથી એટલે આખો કિસ્સો કાઢીને આપ્યો, લ્યો ચંદ્રકાંત જાણી લો આખો ઇતિહાસ..
તોબુ નામની વીચ ૧૮૬૦મા અંહીયા રહેતી હતી તે "ઇંડીયન"હતી (આ લોકો રેડ
ઇંડીયનને આજે પણ ઇંડીયન જ કહે છે) પણ એના પુરાવા મળતા નથી. હવે એ તોબા વીજ એટલે શંખણી કે ડાકણ પણ આ રેડ ઇંડીયનો તેનાથી બહુ બીવે.. હજી ઇંડીયામા આખા દેશમાં નાના ગામડાઓમાં ભુવાપીર ફકીરનાં ધંધા જોરદાર ચાલે જ છે , બાકી હતુ તો દરગાહો હનુમાનજીનાં મંદિરોમાં આવા ભૂત પલિત ચળીતર ને કાઢવાના કામ કાળા દોરા લાલ દોરા પીળા દોરા પગે હાથે બાંધેલા કરોડો લોકો જોવા મળે છે તેમા એક ડર કે એક આસ્થા કામ કરે છે .. વળી ક્યાંક દરગાહમાં માથુ ટેકવે એટલે ત્યાંનો પીર ખાદીમ માથા ઉપર મોરપીંછનું ઝાડું મારે … બાકી ક્યાંક ક્યાંક માતાજી આવે .. મને યાદ છે અમે નાના હતા ત્યારે સાવરકુંડલાની બાજુમાં ઝીંઝકા ગામે કોઇ બાઇને માતાજી આવ્યાની હવા ફેલાઇ ગઇ.. નાના અમથા ગામમા હજારો માણસો એ માતાજીનાં દર્શને આવ્યા તેમા ભયાનક ગરદીમાં સેંકડો માણસો જગદાધાર મર્યા.. એટલે ઝીઝકાવાળી પ્રખ્યાત થઇ ગયુ.. રબારી લોકોનાં માતાનાં મઢ હોય ત્યાં પણ આવુ બધુ ચાલતુ હોય છે … માનસીક રીતે નબળા બાળકો સ્ત્રી પુરુષો માનસિક વિકલાંગ લોકોએ પણ કોઇકનાં કુટુંબીજનો તો હોય જ એટલે એમના સગા સ્નેહીઓ એમને લઇને ભટક્યા કરે એવુ મેં નજરે જોયુ છે.. હવે આપણાથી બસો ચારસો વરસ પહેલાં આવા અમેરીકામાં રેડઇંડીયનોની આવી અનેક કથા ઇતિહાસમાં દબાયેલી હશે…પણ આપણને નવાઇ લાગે પણ આવા ભણેલા ગણેલાના દેશમા તમામ મોટા શહેરોમાં હજી લોકો ભુત વીચ મા માને પ્રોફેશનલ ભુવા જ્યોતિષના ધંધા ઘોમધોકાર ચાલે છે. ત્યાંય કાલા જાદુ ટોના ટુચકા પણ બહુ ચાલે છે એટલે બાળકોને એ વાત નાનપણથી ડર કાઢવા હૈલોવીનનો તહેવાર ઉજવે .....!
મને અમરેલીમા ચોરાપામા ચોક સામેનુ ભુતિયુ મકાન રામજી કામાણી હેસરાજના ઘર સામેનો યાદ આવ્યુ… સામ્મે જ અમારો નાતગોર મગનગોર રહે..મેં કુતૂહલથી મગ્ન ગોરને એકવાર પુછ્યુ “ ગોરબાપા તમને બીક નથી લાગતી ?”
મગનગોર એક આંખ ત્રાંસી હતી તેને વધારે ત્રાંસી કરી મારી નજીક આવી બોલ્યા “ આ ગોરાણીથી ભૂત પણ બીવે” બીજો કિસ્સો અમરેલી રેલ્વે સ્ટેશન નજીક ફાટક પાંસે
કોલેજ કેંપસમા છેવાડે પાંસે એક બંગલો લોકો કહેતા એ ભુતિયો બંગલો છે
તેમા અમારા કોલેજના પ્રિન્સીપલ ડો.મુનીમ રહેવા ગયા ત્યારે કોલેજીયન
છોકરાઓ મુનિમસાહેબને ભુત ભરખી જાશેની શરત લગાવતા હતા પણ
મુનિમ સાહેબ જ ભુતને ભરખી ગયા....
પણ અંહીયા અમેરિકામા પણ કેટલાય બિસ્માર મકાનો વિચીતાફોલમા જોયા છે ..આ
વિચિતાના મેન રોડ ઉપર આલીશાન મોકાનો બંગલો બારી દરવાજા સડીને
લબડી પડેલો જોયો.....અમે સવારના હોટેલનાં મફત નાસ્તા કરીને ગાડી આગળ ભગાવી ત્યારે ન્યુ મેક્સીકોમા સ્ટેટમા દાખલ થયા કે ચારે બાજુ મોટા હોર્ડીગ લાગેલા
હતા "વલકમ ટુ રુટ-૬૬...."
કેલીફોર્નીયાનો કોઇ પ્રવાસી અંહી ફરતો ફરતો આવ્યો ત્યારે રસ્તામા તેણે શું
શું જોયુ ત્યાં ક્યાં રહેવા જેવુ છે ક્યાં શું ખાવા જેવુ છે ક્યાં નુ કયુ ફુડ
વખણાય છે એવુ ઝીણુ ઝીણુ સરસ વર્ણન કર્યુ કે લોકો આખા અમેરિકામાથી
પ્રવાસ કરવા આ રુટ ઉપર આવવા લાગ્યા ...પછી તો સરકારે કાયદો
કરવો પડ્યો કે અટલા બધા હોર્ડીગને લીધે પ્રવાસીઓને નેચરલ બ્યુટી
બતાતી નથી એટલે લીમટેડ હોર્ડીગ લો લાગુ થયો પણ આવો ભેકાર
નિર્જન એરીયા ફેમસ થઇ ગયો....
ઘરના નાસ્તા દસ વાગ્યા ત્યાં સુધી ફરતા હતા મને પણ વિચાર આવ્યો કે આ અટલુ સરસ વર્ણન મારા સીવાય કોઇ કરતુ નથી તો બે વરસ પછી ગુજરાતીઓ હેંડબુક તરીકે
લઇને જ્યાં જ્યાં હુ ફર્યો તેની રસમય વાત હમારી અધુરી કહાનીની
બુક લઇને લોકો નિકળશે....
(કેપ્ટન મને ગેસ ઉપર ચડ્યો છે કોક કે સ્પ્રાઇટ કંઇક આપો ...)
“ડેડી આગળ સાંતારોસા ગામ પછી આપણી સાઇડમા લીટલ ઇંડીયા કે
લીટલ પજાબ આવશે અને અસલી સરદારનીના હાથનુ અસલી પંજાબી
જમવા મળશે...."
“ભાઇ ગાજરના આધારે ગધેડાને હાંકે રાખ હવે તું મને કેટલા ગાજર દેખાડીશ ? જરા શરમ કર.. ..."
“ આ ગુગલ સવા બે કલાક દેખાડે છે બાકી વચ્ચે તમારે ને આખી મંડળીને રેસ્ટરુમ તો જવુ જ પડે એટલે અઢી કલાક ગણો..”
ન છૂટકે મારે ઝોકા ખાવાનો વારો આવ્યો…