ફરે તે ફરફરે - ૫૩
"બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમને બહુ ઉંચે ચડવામા ફેર ચડે છે
ચક્કર આવે છે એટલે અમે બે જઇએ છીએ"
“તું પુછવા આવ્યો છે કે કહેવા ? અટલા નાના છોકરાવ ને એકલા મુકીને
આવી જાત્રાએ જતા 'આનો'જીવ કેમ ચાલ્યો? આ તો વળી જમનોત્રી છે
જમ જેવી પાછા નો આવ્યા તો ? હે મારા વ્હાલા આ હરખના ડોડીયાનુ
રક્ષણ કરજો લ્યો,હવે જાવ છો તો વાંકા વળો એટલે આશિર્વાદ આપી
દઉં"
ચાર ધામના ચકરાવાની ઓગણીસ વરસ પહેલાની 'રીલ' પુરી થઇ એટલે
સફાળો જાગી ગયો...સવારના પાંચ વાગ્યા હતા .મેં કાગળ પર લીસ્ટ
બનાવવાનુ ચાલુ કર્યુ ...ને યાદ ફરી આવી ગયા એ મિત્રો..
૧..સુંઠ ઘી ની ગોળી....
૨..સોઇ દોરા...!
૩...જુના કપડા...(ગરીબ ઘોડાવાળાને દેવા ચાર ધામ વખતે લઇ જવા)
આવુ બધુ કહેવા સોસાઇટીના ચાર માંધાતા મારા ઘરમા અડ્ડો બનાવીને
“ભાભી આ એવા એ સંઘવાને ખબર ની મલે હુ કેવ તેમ કરો...લખો..દેહાઇ
વાતનો દોર હાથમા લેવા ગયો ત્યાં નલીન નટખટ બોલ્યો "એ દેહલા ટું
એક વાર ગેલો છે આંય હુંટો દર ટન વરસે જાવ નેજાવ જ"પછી ઓર્ડર
ઘરવાળીને કર્યો "તમે સુકા નાસ્તા અમુલનુ ઘી અને સુખડી તથા મસાલા
લઇ લે જો બાકી હુ તમારી સાથે છું ને?"ભગતલાલો બોલવા ગયો "તમે..."
નલો ને દેહલો તુટી પડ્યા એટલે પરવીન તો બુચ મારી બેહી જ ગયો.........
ડેડી કેમ વહેલી સવારમા લખવા શું બેસી ગયા ?
અરે ભાઇ જો આ ચારધામ વખતનુ લીસ્ટ...એનાથી વધારે ઉંચાઇએ જઇએ
એટલે તૈયારી કરતો હતો...કદાચ પુષ્પક વિમાનમા દેવો લટાર મારતા હોય
તો આપણા ઘરના નાસ્તા ખાઇને ખુશ થાયને ?એટલે"
................
રાત્રે જ નક્કી થયુ હતુ કે હેરાફેરી ફિલમ જેવુ ન થાય એટલે નાની બેબીનો
નાનો સ્ટ્રોલ (બાબાગાડી)લેવાની મોટુ આઇસ બોક્સ લેવાનુ પાણીની બોટલો
ના ક્રેટ લેવાના અને એ બધ્ધાને મુકવા માટે ગાડીની પાછળ એક બકેટ લાગશે
તે હોમ સ્ટોરમાં જઇ ખરીદી લીધી છે તેને જાતે પાના પક્કડ લઇને એસેંબલ કરી ..વજન
બકેટનુ જ ૮૦ કીલો ને ડફલડ્રમમા આ બધુ મુકી ઉપર પટ્ટા બક્કલ મારવાના
બસ પછી એ લટક્યા કરે...
“ભારે કરી હો ભાઇ...મને એમ હતુ કે આપણે એકબીજાને ધક્કા દેતા અંદર
બહાર થ્યા કરશુ..."
“નોટ સો ફની .ઓકે .હું ઓફિસે જાવ છું...
રાત્રે બકેટ એસેંબલ કરી ને પાછળ લગાડી ટ્રાયલ રન કરી લીધી .પેટ્રોલ
ભરવા પેટ્રોલપંપ ઉપર જઇ પેટ્રોલનું મશીન ચાલુ કરવા ખીસ્સામાં હાથ નાખ્યો કેપ્ટને"ઓહ શીટ...વોલેટ જ લીધુ નથી
“કાલે નિકળતી વખતે બધુ યાદ કરી ને લેજે "
“જી પિતાશ્રી"
સવારના પુત્રના ઓફિસ ગયા પછી ખાવાનાંલીસ્ટ રેડી ટુ ઇંચનાં પેકેટો નાસ્તા બિસ્કીટો રેડીમિક્સ ચાનાં પેકેટો ગણીને મોટા થેલાઓમાં મુકાયા… ગરમ ગરમ દેશી ઘરે જમવાનો ઘઆ છેલ્લો દિવસ હતો. સહુએ થોડો આરામ કરી લીધો ત્યાં હેડ ઓફ ધ ટુર ઓફીસેથી આવી ગયા . જમ્યા અને એક પછી એક બેગ મર્સીડીઝ એસ યુ વીમા ગોઠવાતી ગઇ . બેસવાની જગ્યા અને બે પગ વચ્ચે થેલાઓ બેકપેક એવુ બધુ મુકાયું. પછી ઘડિયાળમાં જોઇ સહુ ને પુચ્છુ “ ઓલ વેલ ? રેડી ..”
“ભાઇ મારે સંઘવી પરંપરા મુજબ વોશરુમ જવુ પડશે.. પછી તું મને સોમાઇલની સ્પીડે ભગાવીશ એટલે બીકનાં માર્યા ‘ લાગી’ ન જાય એટલે એક્સક્યુઝ મી કહી બાપા સરકી ગયા પછી સહુ નાની મોટી ઇચ્છાઓ પુરી કરી બહાર નિકળ્યા.. ત્યારે જય ઘોષ કર્યો “ બોલોગોર્ઘનનાથ કી જૈ… દ્વારીકાધીશકી જૈ… જય ભવાની જય અંબે..”
ગાડીમાં સહુ ગોઠવાયા એટલે ગઇ કાલનો કિસ્સો યાદ કરી લીડરને કહ્યુ “ હે પ્રભુ દિનાનાથ દયાળુ દોમોદર દેવકીનંદન નોધારાનો આધાર ભાઇ પાકીટ ડોલરિયા લીધા ..? ક્રેડીટ કાર્ડનું લીધા ગાડી અને ઘરની ચાવી લીધી ..”
“ હવે તમારે લીધે મોડું થાય છે એકવાર ભૂલ થાય રોજ નહીં ઓ કે ..”
ગાડીને સેલ્ફ માર્યો …અને સડસડાટ બહાર નીકળી ગયા.. ત્યારે ઘરવાળાની જળજળીયાતી આંખોથી બોલ્યા ..” મારો લાલો બિચારો રહી ગયો એકલો આવડાં મોટા ઘરમા…”
“ મમ્મી એતો આપણી સાથે પણ છે જૂઓ ગાડીનાં ડેશબોર્ડ ઉપર છત્રી નીચે આરામ કરે છે … સાથે માતાજી પણ છે અને વિઘ્નહર્તા ગણેશજી પણ બિરાજ્યા છે “
.. મમ્મી ખુશ થઇ ગયા મુડમાં આવી ગયા અને બાજુમાં બેઠેલા પૌત્ર કૂશ અનેનાનકડી ક્યારાને પ્રેમથી ભીંસી દીધા .. બાપ રીયર વ્યુ મીટરમાં આ નજારો જોતા રહ્યા..
....બપોરના સાડા ત્રણ વાગ્યાના મેં દેશી જોકથી જુસ્સાભેર શરુઆત કરી
“હે સોનાના ભુમી ડેનેવરના માલીક કોલોરાડો દેવતા તમારી જય થાઓ
અમારે ત્યાં અખ્ખા સોની આ મોહમયીની માયા મુકી ને ચાબખા લખવા
નિકળી પડેલા હું તો વાણીયો છુ મને આવુ ન પરવડે બાવા થવુ હું
તમારે શરણે આવવા નિકળુ છું.મને સ્વીકારજો"
કોઇ હસ્યુ નહી ઉલટાના જોક સંભળાવવાના રિવાજ પ્રમાણે બે ડોલર
માગ્યા ને મેં ખાતે માંડવા નુ કહ્યુ...
ગાડી ચાલુ થઇ ને ગુગલ દેવતાને હુકમ કર્યો …ડેસ્ટીનેશન એંટર કર્યુ તો ચાર પાંચ લાલ સાઇન આવી ..
“ ઓહ શીટ બહુ ટ્રાફીક જામ છે..”