સેકન્ડ વિચારી હું પૈસા પાછા લઈ ચાલવા લાગી તે પાછળ પાછળ દોડી ને જોર જોર થી બોલવા લાગી હું તેની ટેકનીક કેટલીક હદે સમજી ગઈ હતી,મેં એને કીધું કે ચાલ પોલીસ પાસે આનું નિરાકરણ કરીએ.તેનો અવાજ ઢીલો પડ્યો ને કહેવા લાગી કે હું શું કામ પોલીસ જોડે જવું ? ખરે ખર જુહુ બીચ પર મુંબઇ પોલીસ ની આ વ્યવસ્થા ખુબજ સારી છે તમને લાગે કે કોઈ તમને છેતરી રહ્યું છે કે હેરાન કરી રહ્યું છે તો ૫ મિનિટ માં તમે પોલીસ ને બોલાવી શકો છો ત્યાં પોલીસ હાજર જ હોય છે ખેર ફરી મેં એને ૨૦૦ રૂપિયા આપ્યા હવે તે વગર બોલે પૈસા લઈ જતી રહી. હે ભગવાન થોડી શાંતિ લાગી, ડૂબતા સૂરજ ને જોવાનો મૂડ ખરાબ થયો સમજ ના પડી કે હું બેવકૂફ હતી કે મને તે બેવકૂફ બનાવી ગઈ? આગળ કંઈક કરવાનું કે ફરવાનું મન ના થયું ને પછી કેબ કરી હોટેલ પર આવી જ્યારે આ આખો બનાવ મેં મારા દીકરા સાથે શેર કર્યો તો તેની દલીલ આવી કે શું મમ્મી થોડા સરખા પૈસા માટે તું જીવ બાળી રહી છે? તેને બિચારી ને શું મળતું હશે? ભલે ને લઈ ગઈ આપણે પણ ઘણી જગ્યા એ પૈસા વેડફતા જ હોઈ છીએ. એક સવાલ થયો કે શું આવી રીતે પૈસા કમાવા યોગ્ય છે? દુઃખ એ વાત નું નોહતું કે પૈસાં લઈ ગઈ દુઃખ એ વાત નું હતું આવી રીતે કેમ ? તે ગરીબ છે, તેને તેના ઘર નું પૂરું કરવાનું છે . એ શું આપણે વિચારવાનું છે? દરેક વ્યકિત પોતાની પરિસ્થિતિ નો જવાબદાર પોતે જ હોય છે. મહેનત એ કરે છે તો આપણે પણ મહેનત કરીએ જ છીએ પણ એ છેતરપિંડી કરે અને આપણે આપણો મહેનત નો પૈસો આપી દેવો પડે કારણકે આપણે વધુ સધ્ધર છીએ એ કેટલું યોગ્ય છે? આજ કાલ સોશિયલ મીડિયા માં ઘણા વિડિયો જોઈએ છીએ કે ફેરિયા વાળા પાસે ભાવ તોલ ના કરો તમારા થોડા વધારા ના પૈસાં થી તેનું ઘર નથી બંધાવા નું કે તમારું ઘર નથી ઉજડવાનું આ કથન કેટલું યોગ્ય છે? ઘણી વાર આપણે આવું વિચારી લારી વાળા કે ફેરિયા વાળા ને વધારે પૈસા આપી દેતા હોઈએ છીએ અને સાચું કહું તો કોઈ ખેદ નથી થતો ઘણીવાર તો એન્ડ આવે છે આજકાલ નવું સાંભળવા મળે છે સોશિયલ મીડિયા માં કે જોમેટો કે સ્વિગી ની સર્વિસ કરતા હોય ને ખરા બપોરે કે કોઈ કસમયે તમે ઓર્ડર કરી છો તો તેમને ટિપ આપો વગેરે વગેરે ખુશી ખુશી તમારે જ આપવું હોય તે આપો પણ તેમને તેમના મહેનત ના પૈસા મળતા જ હોય છે એવું વિચારવાની ક્યા જરુર છે કે બિચારા છે તડકા માં આવે છે વરસાદ માં આવે છે જરા વિચારો આપણે પણ તડકો,વરસાદ કે કોઈ પણ પરિસ્થિતિ માં કામ કરીએ જ છીએ, બધા કામ કરે છે મહેનત કરે છે બસ દરેક નું સ્તર અલગ છે. કોઈ જે પૂર્ણ નથી દરેક નો પોતાનો એક સંઘર્ષ છે જે ક્યાંક આપણે પોતે જ નક્કી કર્યો છે જેને ઈમાનદારી પૂર્વક સામનો કરવો એ જ જીવન જીવવા ની કળા છે. ભગવાન શ્રી કૃષ્ણ આ ગીતા માં કહ્યું છે જેવું કર્મ હસે તેવું જ ફળ મળશે અને તેનો જવાદાર ફક્ત મનુષ્ય જ રહેશે. તો ફ્રેન્ડ્સ તમારો શું મત છે જણાવજો...