{{{Previously:: શ્રદ્ધા અને વિશ્વાસ, બંનેનાં મનમાં એક જંખના હતી જાણે, ફરીથી એકબીજાને ભેટી પડવાની ઈચ્છા, સ્પર્શને અનુભવવાની લાગણી, ફરીથી ક્યારે મળીશું એ સવાલ, આ રાત ક્યારે અને કેવી રીતે વિતશે એની મૂંઝવણ, ઘણાં વણઉકેલ્યાં પ્રશ્નોનો નિકાલ ક્યારે આવશે એની અસમંજસ. અધૂરાં પ્રેમને ફરીથી પામવાની લાગણી, કોઈનાં પ્રેમને સમજવાની સુધ, જીવનને જાણવાની દબાયેલી તીવ્ર ઈચ્છા, સમજદારીઓનો બોધ, અને બીજું ઘણું બધું જે કદાચ, હું કે તમે એમની આંખોમાં વાંચી કે જોઈ નહીં શકીએ. છતાં બંને ફરીથી મળવાની ઈચ્છા સાથે આંખોથી વાત કરી વિદાય આપી. શ્રદ્ધા ધીરે પગલે વિચારોમાં રૂમ પર જવા નીકળી, શ્રદ્ધા દેખાતી બંધ ના થઇ ત્યાં સુધી વિશ્વાસ ત્યાં જ ડોર આગળ ઉભો રહ્યો. }}}
શ્રદ્ધા થોડીવારમાં જ એની રૂમમાં પહોંચી ગયી, ફ્રેશ થઈને થોડીવાર બુક વાંચી. વિશ્વાસ વિશે વિચારતાં એ સૂઈ ગયી. બીજી બાજુ વિશ્વાસ પણ ફ્રેશ થઈને સુવાની તૈયારી કરતો હતો એટલામાં જ અદિતીનો ફોન આવ્યો. વિશ્વાસે એને બધી જ ઘટના વિશે જાણ કરી. અદિતિ ઘણી ખુશ હતી, એ જાણીને કે એનો પ્લાન સફળ રહ્યો. અદિતિ સાથે વાત પતી, એટલે સૂતાં પહેલાં એણે એનાં સાયબરમાં કામ કરતાં ફ્રેન્ડ દિપકને મેસેજ કરી દીધો કે આવતીકાલે એ એને મળશે.
એક તરફ અહીંયા શ્રદ્ધા અને વિશ્વાસ પોતાનાં અધૂરાં પ્રેમ માટે જવાબદાર રહેલાં કારણો શોધતાં હતાં, બીજી તરફ, સિદ્ધાર્થ એનાં મનોમન્થનમાં ખોવાયેલો હતો. કામ પૂરું થઇ ગયું હોવાં છતાં કારનું અને કામનું બહાનું કરીને એ ત્યાં જ રોકાઈ ગયો હતો. એને બીક હતી કે ક્યાંક એ એવું ના કરી બેસે કે એ શ્રદ્ધાને હંમેશા માટે ખોઈ દે. સિદ્ધાર્થ અંદરથી જાણતો હતો કે એ શ્રદ્ધાને ફરીથી પ્રેમ નહીં કરી શકે, છતાં પણ એનો અહમ એને શ્રદ્ધાથી અલગ થવા દેવા નહતો માંગતો. શ્રદ્ધા જોડે એને હવે કોઈ લાગણી રહી નહતી, પણ માલિકીનો ભાવ જાગી ગયો હતો. લંડનમાં એ રાત્રે બનેલી ઘટનાએ સિદ્ધાર્થ પર ઘણી ઊંડી અસર કરી હતી, અને હવે એ એનાં મનમાં ઘર કરી ગઈ હતી. એ ઘટના વિષે ફક્ત સિદ્ધાર્થ જ જાણે છે, બીજાં કોઈને એની જાણ નથી. ખબર નહિ ક્યારે એ શ્રદ્ધાને એની ભૂલ વિશે જાણ કરશે કે પછી એ ઘટના વિશે કહેશે, પણ એટલું તો નક્કી છે કે સિદ્ધાર્થ શ્રદ્ધાને પોતાની જાતથી દૂર કરવા નથી માંગતો. કદાચ એ શ્રદ્ધાએ કરેલી ભૂલની સજા આપવાં માટે હંમેશા એની સાથે રાખીને હેરાન કરવાં માંગે છે, જેની શ્રદ્ધાને જાણ પણ નથી. આમ, સિદ્ધાર્થ એની મૂંઝવણમાં હતો અને વિચારો કરતો એ પણ સુઈ ગયો.
બીજાં દિવસે, સવારે શ્રદ્ધા અને વિશ્વાસ એકબીજાને ફરીથી મળ્યાં, વિશ્વાસ શ્રદ્ધાની રૂમ પર આવી પહોંચ્યો હતો અને ચા-નાસ્તા માટે ઓર્ડર પણ કરી દીધો હતો. બંને સુઈટની પાછળ મસ્ત મઝાની બાલ્કનીમાં બેસી, એકબીજાનાં સાથની મઝા માણી રહ્યા હતાં.
શ્રદ્ધા : તું આટલો જલ્દી ઉઠીને આવી ગયો? મને મળવા માટે?
વિશ્વાસ : ના, ના... સાંભળ્યું હતું કે અહીંયા બ્રેકફાસ્ટ બહુ જ સરસ મળે છે અને ટેસ્ટી પણ, તો વિચાર્યું કે એકલો મઝા લઉં એના કરતાં તને પણ થોડો ચાન્સ આપું, એટલે આવી ગયો. ( થોડું હસતાં )
શ્રદ્ધા : હા...હા...વેરી ફન્ની! (બંને સાથે હસે છે.)
થોડી વાર સાથે સમય વિતાવ્યા બાદ, થોડી વાતો કર્યા બાદ, જૂની યાદોને વાગોળતાં, હવે વિશ્વાસ શ્રદ્ધા પાસેથી વિદાય લે છે.
વિશ્વાસ : ચાલ, તો હવે પછી મળીશું, જલ્દીથી. તું ઓફિસ પર આવી જજે.
શ્રદ્ધા : હા, સ્યોર! અને તું પણ, તારાં ફ્રેન્ડ જોડે વાત કરી લેજે.
વિશ્વાસ : હા, બસ હવે નીકળું જ છું, અહીંયાથી ડાઇરેક્ટ એને મળવાં માટે જ જાઉં છું. તું તારું ધ્યાન રાખજે. આપણે જલ્દીથી મળીશું.
શ્રદ્ધા : સરસ, તું મળી આવ, મને ઇન્ફોર્મ કરજે. હા, જલ્દીથી મળીશું, હોપ સો!
આમ, થોડી વાર સાથે સમય સ્પેન્ડ કરી વિશ્વાસે શ્રદ્ધા પાસેથી વિદાય લીધી. પોતાના રૂમ પર જઈને ફ્રેશ થયો, પછી ચેક આઉટ કરીને નીકળી ગયો.
બીજી તરફ, શ્રદ્ધાનાં ડ્રાઇવર- સંજયનો ફોન આવ્યો, એ થોડીવારમાં આવી જશે એમ કહ્યું. શ્રદ્ધા પણ ફ્રેશ થઈને રિસોર્ટનાં રિસેપ્શન પાસે આવીને રાહ જોઈ રહી હતી. એટલામાં જ સિદ્ધાર્થનો ફોન આવ્યો, શ્રદ્ધાએ ફોન ઉપાડ્યો,
સિદ્ધાર્થ : ગાડી આવતી જ હશે થોડીવારમાં.
શ્રદ્ધા : હા, ફોન આવ્યો સંજયનો.
સિદ્ધાર્થ : તું અહીં મારી ઓફિસ પર આવજે, અહીંથી સાથે જઈશું. મોમને એમ ના લાગે કે....
શ્રદ્ધા ( વાત કાપતાં ) : હા, ચોક્કસ. ડોન્ટ વરી!
સામે, સિદ્ધાર્થે પણ ફોન કટ કરી દીધો.
થોડીવારમાં ડ્રાઈવર આવી જતાં, શ્રદ્ધા પણ નીકળી.
ત્રણ અલગ અલગ વ્યક્તિ, જેમનું જીવન એકબીજા સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલું છે, અલગ અલગ જીવન જીવતા હોવા છતાં એકબીજાના પૂરક છે. જેની તેઓને જાણ નથી. ચાલો, જોઈએ શું થાય છે અંત આ સ્ટોરીનો ?
વિશ્વાસ એનાં ફ્રેન્ડને મળે છે, અમદાવાદમાં. શ્રદ્ધા ત્યાં ઓફિસ પર પહોંચી સિદ્ધાર્થ સાથે ઘરે જવાં માટે નીકળે છે.