Mystery Books of World Literature in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | વિશ્વ સાહિત્યના રહસ્યમય પુસ્તકો

Featured Books
Categories
Share

વિશ્વ સાહિત્યના રહસ્યમય પુસ્તકો

સાહિત્યનો ઇતિહાસ એવા પુસ્તકોનો સાક્ષી છે જેને આપણે આજે રહસ્યાત્મય પુસ્તક તરીકે ઓળખીએ છીએ કારણકે આ પુસ્તકોનો અર્થ ગુઢ રહ્યો છે અને તે સામાન્ય વ્યક્તિની સમજથી પર રહે છે ખાસ કરીને તેરમી સદીમાં લખાયેલા અનેક પુસ્તકો એવા છે જેને આપણે આ સંજ્ઞા આપી શકીએ તેમ છે. આ પુસ્તકો ઐતિહાસિક બની રહ્યાં છે.કેટલાક પુસ્તકોના વિષયવસ્તુએ તેને રહસ્યમય બનાવ્યા છે તો કેટલાક પુસ્તકોની ભાષાએ તેને રહસ્યમય બનાવ્યા છે તો કેટલાક પુસ્તકોમાં અપાયેલી સંજ્ઞાઓ અને પ્રતિકો અત્યાર સુધી કોઇની સમજમાં આવ્યા નથી.

આ પુસ્તકોમાં એક પુસ્તક છે જેને કોડેક્સ સેરાફિનિસ તરીકે ઓળખવામાં આવે છે અને આ પુસ્તકની ભાષા કઇ છે તે કોઇની સમજમાં આવ્યું નથી આ પુસ્તકમાં અપાયેલ અતિવાસ્તવવાદી ચિત્રો પણ અભ્યાસુઓના રસનો વિષય બની રહ્યાં હતા કારણકે તેને હજી સમજી શકાયા નથી.આથી જ આ પુસ્તક અતિ રહસ્યમય બની રહ્યું છે.આ પુસ્તકને ૧૯૮૧માં ઇટાલિયન આર્કિટેક્ટ લુઇજી સેરાફિનીએ પ્રસિદ્ધ કર્યુ ત્યારે તેણે આ પુસ્તકને તથ્યાત્મક અને વૈજ્ઞાનિક વિષય વસ્તુ પર આધારિત ગણાવ્યું હતું.આ પુસ્તક હાથે લખાયેલું પુસ્તક છે અને તેમાં જે ચિત્રો અપાયા છે તે સેરાફિનીએ જાતે દોર્યા હતા.આ માટે તેને બે વર્ષ લાગ્યા હતા.આ પુસ્તકને સમજવા માટે વિદ્વાનોએ ભારે મગજમારી કરી હતી પણ કોઇને આ પુસ્તકનો પ પણ સમજાયો ન હતો એવું માનવામાં આવે છે કે સેરાફિનીએ આ પુસ્તકમાં પોતાના નામને વિવિધ રીતે આકૃત કર્યુ છે તેમાં બહુ ઝુઝ વર્ણાક્ષરોનો ઉપયોગ કરાયો હતો.આ પુસ્તક અત્યંત રહસ્યમય બની રહ્યું છે.

૧૦મી માર્ચ ૧૫૫૨ના દિવસે ગણિતજ્ઞ જહોન ડીએ કોઇ ફરિસ્તા સાથે વાર્તાલાપ કર્યો હોવાનું તેણે જણાવ્યું હતું.ડીને જાણનારા લોકોનું માનવું છે કે ડીનું જીવન વાસ્તવ અને અધિભૌતિક વિશ્વની વચ્ચે સલવાઇ ગયું હતું.તે આમ તો લંડનની સૌથી મોટી લાયબ્રેરીમાં જતો હતો પણ તેનું ધ્યાન જો કોઇ પુસ્તકે ખેંચ્યું હોય તો સોયગાએ જેને ઉકેલવામાં તેણે ખાસ્સો સમય ખર્ચ્યો હતો.આ પુસ્તકમાં પણ ૪૦૦૦૦ જેટલા અક્ષરોનો ઉપયોગ થયો છે.તેમાંય આ પુસ્તકના અંતિમ ૩૬ પાનાઓ તો અત્યાર સુધી કોઇ ઉકેલી શક્યું નથી.જેના પર અક્ષરોની ગોઠવણી એવી રીતે થઇ છે કે તે ગુઢ કોડ જેવા બની રહ્યાં છે અને તેને અત્યાર સુધી કોઇ જ સમજી શક્યું નથી.તે જ્યારે યુરોપની સફર પર હતો ત્યારે તેણે આ પુસ્તકને ઉકેલવા માટે અધિભૌતિક શક્તિઓની મદદ લીધી હતી જેમાં તેને કહેવાયું હતું કે આ પુસ્તક આમ તો ઇડનના બગીચામાં આદમને અપાયું હતું.જ્યારે આ એન્જલને તેણે આ પુસ્તકને ઉકેલવા માટે મદદનું કહ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તે તેમના કાર્યક્ષેત્ર બહારની વસ્તુ છે અને આનું રહસ્ય તો ફરિશ્તાઓના સરદાર માઇકેલને જ ખબર છે.ડી ક્યારેય માઇકલ સુધી પહોંચી શક્યો ન હતો અને તેના મૃત્યુ બાદ આ પુસ્તક ૫૦૦ વર્ષ સુધી ગુમનામીમાં રહ્યું હતું.આ પુસ્તકની માત્ર બે કોપી હયાત છે જેમાંની એક બ્રિટીશ લાયબ્રેરી અને એક ઓક્સફોર્ડની લાયબ્રેરીમાં છે.આ પુસ્તકની સંજ્ઞાઓને હજી ઉકેલી શકાઇ નથી.

૧૫૫૭માં ફ્રેન્ચ માનવવાદી કોનરાડ લિકોન્થેન્સે ઓસ્ટેન્ટોરમ ક્રોનિકોન લખ્યું હતું.આ પુસ્તકમાં  અકસ્માતો, પુર અને ઉલ્કાવર્ષા વગેરેનો ઉલ્લેખ છે જેમાં હેલીના ધુમકેતુનો પણ ઉલ્લેખ કરાયો છે તેમાં દરિયાઇ રાક્ષસો, યુએફઓ અને બાઇબલનાં ઘણાં પ્રતિકોનો ઉલ્લેખ છે.આ પુસ્તકમાં ૧૦૦૦ જેટલા ચિત્રો મુકાયા છે હાલમાં આ પુસ્તકની ઝુઝ નકલો મળે છે અને સંગ્રાહકો અને પુસ્તકોના રસિયાઓ તેને હજ્જારો ડોલરમાં ખરીદી રહ્યાં છે.

જ્યારે આઇજેક ન્યુટને રસાયણવિદ્યાનો અભ્યાસ કર્યો ત્યારે તેમણે પંદરમી સદીના જાણીતા રસાયણશાસ્ત્રી સર જ્યોર્જ રિપ્લેનો અભ્યાસ કર્યો હતો ખાસ કરીને તેમણે રિપ્લે સ્ક્રોલને સમજવાનો પ્રયાસ કર્યો હતો જેના પર કેટલાક પ્રતિકોનું આલેખન કરાયું છે અને કહેવાય છે કે આ પ્રતિકોમાં તેમણે સોનું બનાવવાની પ્રક્રિયાનું વર્ણન કર્યુ છે. જો કે સમયકાળમાં રિપ્લે સ્ક્રોલ ખોવાઇ ગયો જો કે સોળમી સદીમાં ઘણાં કલાકારોએ આ સ્ક્રોલને ફરીથી બનાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાંથી ૨૩ હજી હયાત છે.જોકે તે  દરેક અન્યથી અલગ પડે છે.જેમાંનુ એક સૌથી વિશાળ છે જે છ મીટર જેટલું લાંબું છે જેના પર પણ ચિત્રોનું આલેખન કરાયેલું છે.

હેન્રી ડાર્ગરનું જીવન આમ તો શિકાગોમાં વિત્યું હતું પણ ત્યારે કોઇને ખબર ન હતી કે તે ગુપ્ત રીતે એક પુસ્તક લખતા હતા જ્યારે તે ૧૯૭૩માં  અવસાન પામ્યા ત્યારે મકાનમાલિકને ૧૫૦૦૦ પાનાઓ મળ્યા હતા જેમાં વિવિયન ગર્લ્સની કથાનું આલેખન કર્યુ હતું. આ પુસ્તકમાં નવ મિલિયન અક્ષરો અને ૩૦૦ કરતા વધારે વોટર કલર ચિત્રો હતા.આ ચિત્રો આમ તો પુસ્તકો, સામયિકો અને અખબારોમાંથી કાપીને તેમને જક્સ્ટાપોઝ કરાયા હતા.કેટલાક ચિત્રો તો અસાધારણ રીતે વિશાળ હતા કેટલાક તો  ત્રણ મીટર લાંબા હતા.કોઇને પણ એ ખબર નથી કે આ પુસ્તકને લખવા પાછળ ડાર્ગરે કેટલો સમય વિતાવ્યો હતો.પણ મનાય છે કે તેમણે દાયકાઓનો સમય આપ્યો હતો તેઓ એક રૂમમાં લગભગ ચાલીસ વર્ષ રહ્યાં હતા.તેમણે ક્યારેય પોતાના આ ડ્રીમ સમાન પ્રોજેકટ અંગે કોઇને વાત કરી ન હતી.

પોપુલ વુહ એ અત્યંત રહસ્યમય પુસ્તક છે અને આ પુસ્તક એવું છે જેમાં અનેક લેખકોનું યોગદાન રહ્યું છે અને તેનો સમયગાળો સદીઓનો રહ્યો છે આ પુસ્તકમાં માયા સંસ્કૃતિનો ઉલ્લેખ છે અને કહેવાય છે કે સોળમી સદીમાં માયા સંસ્કૃતિના હયાત લોકો તરફથી આ બાબતોનું વર્ણન કરાયું હતું.૧૭૦૦ના આરંભે ડોમિનિકન પાદરી ફ્રાન્સિસ્કો જિમેન્જે માયા સંસ્કૃતિના સ્થળોનો અભ્યાસ કર્યો હતો અને તેમણે પોપુલ વુહનું પ્રતિલેખન  આરંભ્યુ હતું. તેમની અસલ ટેક્સ્ટ બે કોલમમાં લખાઇ છે એક મુળ કિચી ભાષામાં જે માયા સંસ્કૃતિની ભાષા હતી જ્યારે અન્ય સ્પેનિશમાં હતી.આજે  ચાર સદી બાદ પણ આ પુસ્તક જેમનું તેમ રહ્યું છે.જેમાં વિશ્વના આરંભથી માંડીને તે સંસ્કૃતિના ગાળા સુધીનો સમય આલેખાયો છે.

રહસ્યાત્મક પુસ્તકોમાં જે સૌથી વધારે નોંધપાત્ર છે તેને રોહન્ઝી કોડેક્સ તરીકે ઓળખાય છે આ પુસ્તક શું કહેવા માંગે છે તે તો એક રહસ્ય છે જ પણ તે કયાંનું છે તે પણ અજ્ઞાત છે.ઓગણીસમી સદીમાં આ પુસ્તકની પ્રત હંગેરિયન સાયન્સ એકેડેમીને દાન અપાઇ હતી પણ તેના અંગે કોઇ બાબતનો ઉલ્લેખ કરાયો નથી.આ પુસ્તકના ૪૪૮ પેજ પર ૨૦૦ જેટલા પ્રતિકો છે પણ આ પુસ્તકને ઉકેલવા માટે અનેક પ્રયાસો કરાયા જે નિષ્ફળ રહેવા પામ્યા હતા મોટાભાગના વિદ્વાનોએ તેનો અનુવાદ કરવાનો ઇન્કાર કર્યો હતો.આ પુસ્તક ક્યાં લખાયું હશે તે અંગે જે અનુમાન કરાયું છે તે અનુસાર તે હંગેરી-રોમાનિયા કે ભારતમાં લખાયું હતું.આ પુસ્તક એવું છે જે તમામ અભ્યાસુઓ માટે ઓનલાઇન પર ઉપલબ્ધ છે.

કોડેક્સ મેન્ડોઝામાં આમ તો આઝટેક શાસનકાળના ખુની સંઘર્ષનું આલેખન છે એન્ટોનિયો ડી મેન્ડોઝા એ આ શાસનના પ્રથમ વાઇસરોય હતાં જેમણે આઝટેક લોકોને એક વહાણમાં સ્પેન મોકલ્યા હતા.ફ્રેન્ચ ચાંચિયાઓએ આ વહાણને આંતર્યુ હતુ અને વહાણ પર રહેલા તમામને મોતને ઘાટ ઉતાર્યા હતા.ત્યારે મેન્ડોઝા કોડેક્સને ફ્રાન્સ લઇ જવાયા હતા અને ૧૫૫૩માં તે રાજાના સલાહકાર હતા.તેમનું પુસ્તક ત્યારબાદ અલપ ઝલપ જોવા મળ્યું હતું.૧૮૩૧માં આ પુસ્તક બોડલિન લાયબ્રેરીમાં રખાયું હતું.કોડેક્સ મેન્ડોઝા ત્રણ ભાગમાં વહેચાયેલું છે.જેમાં એકમાં આઝટેક સમ્રાટોનું વર્ણન છે બીજી યાદીમાં મેક્સિકન શહેરો અને તેના ટેક્ષની વિગતો હતી.જ્યારે ત્રીજા ભાગમાં આઝટેક લોકોની દિનચર્યાનું વર્ણન છે.સ્પેનિશ શાસનના અંકુશ હેઠળ આઝટેક ગુલામોએ કેટલાક ચિત્રો આલેખાયા હતા.આ પુસ્તકમાં આઝટેક સામ્રાજયની વિગતો આલેખાઇ છે.

ડાન્સિંગ લેસન્સ ફોર ધ એડવાન્સ્ડ એઝ એ ચેક નવલકથા છે ૧૯૬૪માં બોહુમિલ રેબલ દ્વારા લખાઇ હતી.જેમાંએક વૃદ્ધ વ્યક્તિ છ મહિલાઓ સાથે શહેરની મધ્યમાં સુર્યનો તડકો લેવા જાય છે જ્યાં તે પોતાના જીવનમાં શુ બન્યુ તે કહેવાનું શરૂ કરે છે.આમ તો આ આલેખન સામાન્ય નવલકથા જેવું જ છે પણ આ પુસ્તકની ખાસિયત એ છે કે તે માત્ર એક જ વાક્યમાં પુરી થાય છે.આ પુસ્તક ૧૨૮ પાનામાં વહેંચાયેલું છે.આમ તો રેબલ તેમના લાંબા વાક્યોને કારણે જાણીતા છે આ પુસ્તકમાં કરૂણ અને હાસ્યરસ છે.તેમને આમ તો ચેક સાહિત્યનાં મહાન લેખક ગણાય છે.આ પુસ્તકને પણ તેમના મહાન પુસ્તકોમાં સ્થાન આપવામાં આવે છે.

સ્મિથફિલ્ડ ડિક્રેટલ્સને સાહિત્યના ઇતિહાસમાં અત્યંત રહસ્યમય પુસ્તક તરીકે સ્થાન આપવામાં આવે છે આમ તો આ પુસ્તકમાં પોપ ગ્રેગરી નવમાએ ધાર્મિક કાયદાઓ આલેખ્યા હતા.જોકે આમ જ હોત તો આ પુસ્તક વિશિષ્ટ ન હતું પણ તે પુસ્તક તેના ચિત્રોને કારણે વધારે રસપ્રદ બન્યું છે.આ પુસ્તક આમ તો ચિત્ર અને કેલિગ્રાફીનું રસપ્રદ મિશ્રણ છે.આ ચિત્રો હાથથી દોરાયેલા હતા.આમ તો આ શૈલી આપણા તેરમી સદીના મોટાભાગના ધાર્મિક પુસ્તકોની ખાસિયત રહી છે પણ જ્યારે આ પુસ્તકનો અભ્યાસ કરાય ત્યારે ખરેખર તેમાં રહેલી વિચિત્રતા જણાઇ આવે છે.આ ચિત્રોમાં વિશાળ ઉંદરો લોકોને કાતરી ખાતા જણાય છે તો ક્યાંક તે એક વરૂને ફાડી ખાતા નજરે પડે છે આવા હિંસક ચિત્રોની આ પુસ્તકમાં ભરમાર છે અને તે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે જેમને આ બાબતમાં રસ હોય તે તેને જોઇ શકે છે.