રસ્તો દેખાતા આગળ વધી લોકો અથડાઈ ને ચાલતા હતા. ઘણાં લોકો ફોટો લેવામાં રસ્તા ને રોકી ઊભાં હતા જેમ તેમનું ફોટો સેસન પત્યું અટલે આગળ ચાલી ફૂટપાથ પરથી નીચે ઉતરી દરિયા તરફ આગળ આવી અંધારું થવામાં હવે થોડીજ વાર હતી, ખુબજ પબ્લિક દરિયા નજીક ઉભી હતી કોઈક રમતું હતું તો કોઈ સેલ્ફી લેતું હતું તો કોઇ સાંજ ની વોક લઈ રહ્યું હતું, નાના નાના છોકરાં ઓ માટે રમકડાં લઇ ચારે બાજું ફેરિયા ફરી રહ્યા હતા. મારી નજર ડૂબતાં સૂરજ પડી વાહ આ જ એક મન લુભાવતું હતું સૂર્ય ના કિરણો દરિયા પર પડતાં હતા આ સુંદર નજરાંને મન ભરી ને માણી રહી હતી ત્યાં એક ફેરિયા વળી બેન નો અવાજ આવ્યો, મહેંદી મુકાવશો બહેન? ગુજરાતી અવાજ સાંભળી મારા ચહેરા પર રોનક આવી ગઈ. બીબા મહેંદી હતી એટલે થોડી આનાકાની કરવા લાગી પણ સામે વાળી બહેન તરત જ ગુજરાતી છું એવી ખબર પડતાં જ કહેવા લાગી હું સુરેન્દ્ર નગર ની છું તમે ક્યાંથી છો ? મેં જવાબ આપ્યો હું અમદાવાદ થી છું. એ થોડી વધુ આત્મીયતા થી વાત કરવાં લાગી સેકન્ડ પછી હું મહેંદી મુકાવા તૈયાર થઈ ગઈ ને પૂછ્યું શું લઈશ મહેંદી નું તેને જવાબ આપ્યો ૨૦ રૂપિયા. મન માં થયું કે બધે બીબા મહેંદી ના ૨૦ રૂપિયા છે,અને હવે પાછી ઇજિપ્ત જતી રહીશ ને કામે લાગીશ તો મહેંદી મૂકવાનો સમય જ નહીં મળે એટલે મેં તરત હાથ લંબાવ્યો તેને બીબા જોઈ મહેંદી મૂકવા લાગી એક હાથ પૂરો કર્યો ને બીજા હાથે શરૂ કર્યું મેં તરત તેને કીધું કે ઊભી રહે પહેલા તને પૈસા આપી દવું પછી બીજા હાથ પર મૂક. તે અચકવા લાગી ને પૂરો જોર કરવા લાગી કે બંને હાથ પતે પછી આપો મને થોડી નવાઈ લાગી કે આમ કરે છે ? ઠીક મહેંદી પત્યા પછી મેં તેને નક્કી થયા ના ૨૦ એટલે બે હાથ ના ૪૦ રૂપિયા તેના હાથ માં મૂક્યા. તેને સામે જોયું ને બોલી બહેન ૫૨૦ રૂપિયા થયા હું નવાઈ પામી કેમ ? તે જ તો કહ્યું હતું કે ૨૦ રૂપિયા છે ? તો તરત જવાબ આપ્યો કે એક બીબા ને ૨૦ તમારા બંને હાથ મેં કુલ ૨૬ બીબા ની મહેંદી મૂકી છે. હું બિલકુલ આશ્ચર્યચકિત થઈ ગઈ. પણ તે મને બીબા ના ૨૦ રૂપિયા છે એમ કયા ચોખવટ થી કહ્યું હતું, મેં જ્યારે તને પૂછ્યું ત્યારે તે કીધું કે ૨૦ રૂપિયા છે પણ એક બીબા ના કે હાથ એ ચોખવટ તે નોતી કરી,હવે જ્યારે તમે મહેંદી મૂકવા જાવ ત્યારે એક હાથ ની મહેંદી ના જ ભાવ બોલાતા હોય છે અને હું એક હાથ ની મહેંદી નો જ ભાવ સમજી કારણ કે મેં ઘણી વાર ગુજરાત માં આવી બીબાં મહેંદી મુકાવી હતી બધી જગ્યા આ ૨૦ રૂપિયા ભાવ ચાલે છે મેં સતત દલીલ કરી પણ તે તો ટસ ની મસ ના થઈ અને બસ એક જ વસ્તુ બોલે રાખી મેં તમને ભાવ કીધો હતો. હવે મને થોડો ગુસ્સો આવ્યો મેં એને ૨૦૦ ની નોટ આપી ને કીધું જો આમ તો ૨૦૦ રૂપિયા ઘણા વધારે છે પણ છતાં હું તને આપી રહી છું રાખવા હોય તો રાખ નહીં તો પાછા આપી દે. તે પણ પાછા આપતા બોલી આપવા હોય તો પૂરા પૈસા આપો ને એને થોડો અવાજ મોટો કર્યો.