झारा और जगत
દૂર દૂર સુધી ફેલાયેલા ગીચ જંગલની અંદર અનેક રહસ્યો છુપાયેલા હતા. જો કે જેટલી ગીચતા અને અંધકાર હતા તેની સામે આ જંગલ એટલું જ સુંદર પણ હતું. છેક જંગલની મધ્યમાં સંપથી અને સુખેથી રહેતું એક રાજ્ય આવેલું હતું. રાજ્યની વસ્તી ભલે ઓછી હતી પણ તેમની ખાસિયતો એકદમ વિશિષ્ટ હતી. દેખાવે તેઓ આદિવાસી જેવા જ હતા પણ તેમનું વર્ચસ્વ કોઈ સામ્રાજ્યથી ઓછું ન્હોતું.
આજથી ઘણા વરસો પહેલાં તેમની સાથે બનેલા અમુક બનાવોએ તેમને વધુ સજાગ બનાવી દીધા હતા. જ્યારથી સરદાર રઘુરામ અને તેમનું દળ આ દુનિયામાંથી પાછા પોતાની દુનિયામાં આવ્યા હતા ત્યારથી જ તેઓ પોતાને સંપૂર્ણ રીતે સજ્જ કરી રહ્યા હતા. તેઓ પોતાને આ દુનિયાના રહેવાસી નહિ પણ દુનિયાના રક્ષક સમજતા હતા અને જો કે હતું પણ એવું જ. અત્યાર સુધી તેમણે આ દુનિયામાં રહીને તેનું જતન કર્યું છે પણ ક્યારેય શોષણ નથી કર્યું.
સુન્દરમ્ નામનો એક આદિવાસી આ રાજ્યનો સંપૂર્ણ કારોબાર સાંભળતો હતો. રાજ્ય ઉપર આવતી કુદરતી કે કૃત્રિમ મુસીબતો સામે કઈ રીતે લડવું, પોતાના રાજ્યની પ્રજાને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એના માટેના બધા જ પ્રયત્નો કરવા, પ્રજાને સારી રીતે ન્યાય મળી રહે એના માટે એક અલગ પ્રકારનું ન્યાયતંત્ર ઉભુ કરવું, કુદરતે તેમને વારસામાં આપેલી સોગતોનું રક્ષણ કરવું અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો, બીજી દુનિયામાંથી આવતા મહેમાનોનું સ્વાગત કેવી રીતે કરવું એવા અનેક કાર્યો રાજાએ પોતાની જવાબદારી હેઠળ કરવાના રહેતા.
જો કે ઘણા સમયથી સુન્દરમ્ પોતાના રાજ્યના પ્રશ્નો અને પોતાના ઘરની અમુક બાબતોને લઈને ચિંતિત રહેતા હતા. પણ તેમ છતાં તેઓ ક્યારેય પોતાની જવાબદારીઓથી વિમુખ નહોતા થયા. પોર્ટલ ખુલવાના સમયે ત્યાં પોતાના માણસોને દર વરસે ચોકીદારી કરવા માટે ગોઠવવાનો વિચાર તેને જ આવ્યો હતો. જો કે તેમની દુનિયાના રક્ષણ માટે આ જરૂરી પણ હતું.
રાજસ્થાન અને પાકિસ્તાનના જેટલા વિસ્તારમાં થારનું રણ હતું એટલા ભાગ જેવડી આ દુનિયા હતી. પણ રણની જે પરિસ્થિતિ હતી એનાથી એકદમ વિપરીત પરિસ્થિતિ હતી. કદાચ રણના ભાગની બધી જ હરિયાળી અને પાણી તે દુનિયામાંથી આ દુનિયામાં આવી ગયેલું હતું. કોઈ જાણતું નહોતું કે એક આવી દુનિયા પણ અસ્તિત્વમાં હતી. ઘણા વરસો પહેલાં સરદાર રઘુરામ અને તેમનો કાફલો ભૂલથી આ દુનિયામાં આવી પહોંચ્યા અને પછીથી વારંવાર આ અવરજવર ચાલુ થઈ હતી.
सुनो जगत, क्या वो लोग सच में उस मरुद्वीप से जिंदा वापिस आए है? હાંફળો ફાંફળો થતો એક આદિવાસી યુવક પોતાની સામે ઊભેલા જગત નામના બીજા આદિવાસીને પૂછતા બોલ્યો. જે વ્યક્તિ પૂછી રહ્યો હતો તે હમણાં જ ત્યાં આવ્યો હતો અને તેને ત્યાં હાજર બીજા લોકો પાસેથી જાણવા મળેલી વાત ઉપરથી જ તેણે આ પ્રશ્ન કર્યો હતો. ત્યાં ઉપસ્થિત લગભગ દરેકના હાથમાં ધનુષ અને બાણ તેમજ તલવાર અને ચપ્પુ જેવા હથિયારો હતાં. જોવાથી લાગતું હતું કે તેઓ આ હથિયાર ચલાવવામાં એકદમ નિપુણ હતા.
જ્યાં ડેની અને મીરા બીજા અંગ્રેજો સાથે મૃતઆઈલેન્ડની પાસે સરોવરમાં વાતો કરી રહ્યા હતા તેનાથી થોડે જ દૂર એક આઈલેન્ડ ઉપર આ લોકો બીજી દુનિયામાંથી આવતા લોકોની પેહરેદારી કરવા માટે આવેલા હતા. તેમણે બીજી દુનિયામાંથી આવેલા અંગ્રેજોના દળને અને ત્યાંથી પસાર થઈને દૂર સરોવરની બીજી બાજુએ ઉતરેલા જલંધર જહાજ ને પણ જોયું હતું. તેમની ટુકડીને સૌથી ઊંચી પદવી ધરાવતો વ્યક્તિ ઝારા હતો જે હમણાં જ ત્યાં આવ્યો હતો. તેણે આવતા વેંત જ પોતાના નાના ભાઈ જગત પાસેથી બધી જાણકારી મેળવવાની ચાલુ કરી હતી.
जगत: हां, अभी कुछ देर पहले हमने वहां उन धमाके वाले हथियारों की आवाजे सुनी और वो भी अनगिनत आवाजे। मुझे लगता है इस बार ये लोग पूरी तैयारी के साथ आए है। उन हथियारों के सहारे वो लोग उन मुर्दों से भी बचकर वापिस आए है जिनसे आज तक कोई भी नहीं बच पाया। દરવાજો ખૂલ્યો ત્યારથી અત્યાર સુધી બીજી દુનિયામાંથી આવેલા લોકો સાથે ઘટેલા બનાવો વિશે વાત કરતા જગત બોલ્યો.
झारा: अगर वो लोग ऐसे हथियारों के साथ आए है तो बेशक हमारी ये शांत दुनिया में भयानक तूफान उमड़ने वाला है। मैं अभी सुंदरम को इस बात से वाकिफ करता हूं। हमे अपनी दुनिया बचाने केलिए पूरी कोशिश करनी होगी। થોડુક વિચારતા ઝારા બોલ્યો. જગતે કરેલી વાતે ઝારાના મનમાં ચિંતા ઊભી કરી દીધી હતી.
जगत: लेकिन झारा, क्या वनदेवी इस लड़ाई में हमारी सहायता नहीं करेगी? તેમના રાજ્ય ઉપર આવતી દરેક કુદરતી મુસીબતો સામે તેમની રક્ષક દેવી તેમની રક્ષા કરતી. એટલે જગતે દેવીની કૃપાથી કદાચ તેઓ બચી જશે એવું યાદ કરાવતા ઝારાને કહ્યું.
झारा: नहीं जगत, हम इस वक्त वनदेवी से प्रार्थना कर सकते है लेकिन फिर भी हमारी इस हरीभरी दुनिया को हमे ही बचाना होगा। मेरे दिमाग में एक तरकीब है, अगर वो काम करे तो शायद हम उनका सामना कर पाएंगे। ઝારા જાણતો હતો કે આ કૃત્રિમ મુસીબત હતી અને તેનાથી પોતાનો અને આ દુનિયાનો બચાવ તેમણે જાતે જ કરવો પડશે. અચાનક કોઈ પ્લાન તેના દિમાગમાં આવ્યો એટલે તેણે કહ્યું.
जगत: अच्छा, ऐसा है। क्या है वो तरकीब? ઝારાના દિમાગમાં આવેલી તરકીબ વિશે પૂછતાં જગત બોલ્યો.
झारा: तुम एक कम करो। अपने लोगों के साथ बस उनका पीछा करते रहो। तुम बस उनके किसी भी मामले में दखल मत देना और उनसे दूरी बनाए रखना। मैं सुन्दरम को ये खबर देकर वापिस आता हु। ये लोग जिंदा बाहर तो आए है लेकिन कब तक जिंदा रहते है ये मुझे जानना है। ये लोग दूषित तो जरूर हुए होंगे। जो लोग दूषित हुए है अगर उनका इलाज नहीं किया गया तो वो लोग खुद भी मरेंगे और बाकियों को भी मार देंगे। हमे बस कुछ वक्त इंतजार करना है। જગતે પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે ઝારા પોતાના દિમાગમાં ચાલી રહેલા વિચારોને વાચા આપતા બોલ્યો. તેણે જગતને શું કરવાનું અને શું નહીં કરવા અંગે પણ સમજાવ્યો.
जगत: हां, समझ गया। उन्हें तड़पता हुआ देखने में मजा आएगा। ठीक है तुम जाओ, मैं इन्हें देख लूंगा। જગત ખુશ થતા બોલ્યો.
झारा: जगत, उनसे दूरी बनाए रखना मेरे भाई। मेहरबानी करके उनके साथ भिड़ना या फिर उनको मुसीबत में देख मदद करने मत चले जाना। પોતાની વાત ઉપર ભાર દઈને ઝારા બોલ્યો. તેને કદાચ શંકા હતી કે જગત ઉત્સાહમાં આવીને કોઈને કોઈ ભૂલ જરૂર કરી બેસશે.
जगत: हां हां झारा, मैं समझ गया। इस बार कोई गलती नहीं होगी। જગત પણ ઝારાની વાત માનતા બોલ્યો અને આ વખતે તે ભૂલ નહિ કરે એની બાંહેધરી આપી.
झारा: मैं सुंदरम से बात करके जल्द ही लौट आऊंगा। मुझे अपने ठिकाने के बारे में बताते रहना। और अपना ख्याल रखना। ઝારા બોલ્યો.
जगत: ठीक है। और झारा तुम उस जहाज के पीछे गए थे वहां का क्या समाचार है? क्या वो लोग भी इन्हीं की तरह हथियारों के साथ आए है? અચાનક જગતના દિમાગમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો એટલે તે પૂછતા બોલ્યો.
જ્યારે બંને દુનિયાને જોડતો પોર્ટલ ખુલ્યો હતો ત્યારે પહેલા અંગ્રેજો આવ્યા અને ત્યાર બાદ એક જહાજ આવ્યું. તે જહાજ ત્યાં ઉતરવાને બદલે ઉડીને ત્યાંથી દૂર જવા લાગ્યું. તેને આમ દૂર જતા જોઈને ઝારા બાકીની બધી જવબદારીઓ જગતને સોંપીને જહાજ પાછળ દોડવા લાગ્યો હતો. એને એમ હતું કે કદાચ જહાજ તેમની આસપાસ જ ઉતરશે પણ જહાજ ઉડીને તેમનાથી ઘણે દૂર જઈને ઉતર્યું, જેના કારણે ઝારાનું તેની પાછળ જવું મુશ્કેલ ભર્યું થઈ પડ્યું અને ઝારા પાછો ફરી આવ્યો હતો.
झारा: पता नहीं जगत, मैं उन तक पहुंच नहीं पाया था क्यों कि वो लोग सरोवर के उस पार पहुंच गए थे और तुम तो जानते हो कि वो रास्ता अकेले पार करना कीतना मुश्किल है, इसीलिए उनके बारे में जाने बगैर ही मै लौट आया। दिक्कत तो ये है कि आखिर वो लोग ऐसा कैसे कर सकते है? પોતાની હારનો સ્વીકાર કરતા અને મનની મુશ્કેલી વિશે વાત કરતાં ઝારા બોલ્યો.
जगत: क्या? तुम किसी परेशानी में हो क्या? क्या बात है? ઝારાના મનની ચિંતા વિશે પૂછતા જગત બોલ્યો.
झारा: ये लोग इतनी तरक्की कैसे कर रहे है? पहले ये लोग आए थे तब ये जहाज सिर्फ पानी और जमीन के ऊपर ही चलता था लेकिन इस बार ये उड़ भी रहा था। अब आगे ये लोग क्या करेंगे पता नहीं। ઝારાએ પહેલા જોયેલી જહાજની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિ માં જે ફરક હતો એના ઉપરથી આ લોકોની પ્રગતિના વખાણ કરતા તે બોલ્યો.
जगत: अब तो ये जहाज पानी के अंदर चले तो भी कुछ कह नहीं सकते! हो भी सकता है। જગત પોતાના વિચાર પ્રમાણે તેમના વખાણ કરતા બોલ્યો.
झारा: इसमें कोई शक नहीं कि ये लोग ऐसा भी करेंगे जरूर। थोड़ा वक्त जरूर लगाएंगे लेकिन इनकी तरक्की इस और भी अवश्य होगी। ઝારા પણ જગતની વાતને વધાવતા બોલ્યો.
जगत: वो लोग भले ही चाहे जितनी तरक्की कर ले, लेकिन पहले हमे इनका पीछा करना होगा और तुम सुंदरम तक ये समाचार भी पहुंचा दो। उनसे कहना कि हमारी इस दुनिया पे बहुत बड़ी मुश्किल आ पड़ी है। वो अपनी तरफ़ से तैयारी करना शुरू कर दे। અચાનક જગત અંગ્રેજો તરફ ઝારાનું ધ્યાન દોરતાં બોલ્યો.
झारा: हां तुम अपना और अपने लोगों का खयाल रखना, मैं जल्द ही लौट आऊंगा। आज तक इस दुनिया में शांति थी, लेकिन एकबार फिर से ये लोग इसमें बवाल मचाएंगे। ઝારાના મનનો ગુસ્સો શાંત નહોતો થતો એટલે તે બોલ્યો.
जगत: नहीं, इस बार हम इन्हें रोकने की पूरी कोशिश करेंगे। જગત પણ જાણતો હતો કે ઝારાના મનમાં ગુસ્સો એમ જ ઓછો નહિ થાય એટલે તેને શાંત કરવા માટે પોતાના હાથમાં રહેલું ધનુષ ઊંચું કરીને બોલ્યો. ઝારા અને જગત બંને એકબીજા સામે જોઈને સ્માઈલ કર્યું અને તેઓ છુટ્ટા પડ્યા. ઝારા પોતાની સાથે બીજા એક સાથી પંખુંને લઈને પોતાની રાજધાની તરફ ચાલી નીકળ્યો.
ત્યાં અત્યારે બીજા દસેક જેટલા આદિવાસી યુવકો ઊભેલા હતા. બધાએ જરૂર પૂરતા જ કપડાં પહેરેલાં હતાં. દરેકના શરીર ઉપર અલગ અલગ પ્રકારના ટેટૂ ચીતરેલા હતા. કદાચ આ બધા ટેટૂ તેમના હોદ્દા પ્રમાણે અને તેમના કામ પ્રમાણે દેવામાં આવતા હશે. બધા લોકો શારીરિક રીતે ખુબ જ મજબૂત અને ખડતલ હતા. દરેક વ્યક્તિની ઊંચાઈ લગભગ સાતથી આઠ ફૂટ જેટલી હતી.
જો બંદૂકનો ઉપયોગ કર્યા વિના જ લડાઈ થાય તો એ નક્કી છે કે આ લોકોને હરાવવા ખુબ જ મુશ્કેલ થઈ પડે. દર વર્ષે આ સમયે એટલે કે બીજી દુનિયાનો દરવાજો ખૂલવાનો હોય ત્યારે આ જગ્યા પાસે તેઓ પેહરો દેવા માટે આવી જતા. અત્યાર સુધી તો બધું બરાબર ચાલ્યું હતું પણ આ વરસે તેમણે જે જોયું તે ખુબ જ ભયાનક હતું.
પહેલા અમુક લોકોને કોઈ સહારા વિના આવતા જોયા અને પછી જે જહાજ વરસો પહેલા જોયું હતું એ જ જહાજને ઉડતા જોયું. આટલું જોયા પછી જ્યારે તેમણે મૃત આઈલેન્ડ ઉપર ગોળીઓનો વરસાદ થતો જોયો તે જોયા પછી તેમના મનમાં થોડોક તો ડર દેખાઈ રહ્યો હતો. પણ એમ જ હાર માની લે તો એ આ દુનિયાના રક્ષક કેમ કહેવાય..!
શું તેઓ બહારની દુનિયાના લોકોને તેમની દુનિયામાં અશાંતિ ફેલાવતા રોકી શકશે..?ડેની અને બાકીના અંગ્રેજો જહાજ સુધી પહોંચી શકશે..?રાજ ઠાકોરનું રહસ્ય શું હતું..?
આવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..ચોરનો ખજાનો...
Dr Dipak kamejaliya 'શિલ્પી'