Nitu - 60 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 60

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 60

નિતુ : ૬૦ (આડંબર)


નિતુ માટે આજે રિઝલ્ટનો દિવસ હતો. તેણે કરેલા શર્માના કામનું પરિણામ શું આવશે? શર્મા આગળ કામ કરશે કે નહિ? કે પછી ઇન્કાર કરશે અને બધો જ બોજ નિતુના માથા પર આવી અટકશે! એ મૂંઝવણ તેના મનમાં હતી. આજે પાંચમો દિવસ હતો. શર્માએ એનાલિસિસ જાતે કરવાનું નક્કી કર્યું હતું. તેનો રિપોર્ટ પોઝીટીવ આવશે કે નેગેટિવ એ રાહ ટાઈમ્સમાં સૌને હતી. પાંચ દિવસની રાહનો આજે અંત હતો. પરંતુ એક એક ક્ષણ વર્ષો જેવી વસમી વીતી રહી હતી.

પોતાની કેબિનમાં ચિંતાગ્રસ્ત બેઠેલી નિતુ, શર્મા દ્વારા ક્યારે અપડેટ આપવામાં આવશે? એની રાહે હતી. નવીન તેની બાજુમાં બેસીને તેની દરેક પ્રવૃત્તિને નિહાળી રહ્યો હતો. તે ક્યારેક ઉભી થઈને આમ- તેમ ચક્કર લગાવતી. તો ક્યારેક પોતાના ફોનમાં કોઈ મેસેજ કે કોલની આશાએ તાકી રહેતી. લેપટોપ ખોલીને ઈનબોક્સમાં કોઈ ઈ- મેઈલ અપડેટ છે કે નહિ એ ચકાસતી અને કશું ન દેખાતાં નિરાશ મને બેસી જતી.

"મેડમ એક વાત કહું." ઘણા સમયથી તેને નિહાળી રહેલા નવીને મૌન તોડતા કહ્યું.

એક ઊંડો શ્વાસ લઈને સ્વસ્થ થતાં તે બોલી, "હા... બોલ."

"મેડમ તમે સવારથી ટેંશનમાં છો. આટલું બધું ટેંશન શું કામ લ્યો છો? તમે આજ સુધી જેટલું કામ કર્યું છે તે દરેકનો રિપોર્ટ પોજીટીવ જ આવ્યો છે. શર્મા પણ પોજીટીવ રિપોર્ટ જ આપશે."

"લેટ્સ હોપ સો નવીન. પણ શર્મા જે રીતે ડીલ કરી રહ્યા છે તે પ્રમાણે... " તે પોતાનું અધૂરું વાક્ય પૂરું કરે તે પહેલા બંનેની નજર કાચની આરપાર દેખાઈ રહેલા ઓફિસના ટચૂકડા પરસાળ મારફતે પ્રવેશતાં શર્મા અને તેની સેક્રેટરી પર પડી. શર્માને ઓફિસમાં આવતા જોઈ બંને દંગ રહી ગયા. તેની સાથે એક માણસ અને તેની સેક્રેટરી હતી. તે માણસના હાથમાં કશુંક હતું જેને થોડી દૂર ઉભેલી નિતુ પામી શકતી નહોતી. તે કોઈ સાથે વધારે વાતચીત કર્યા વિના સીધા જ વિદ્યાની કેબિનમાં ગયા.

વાતનો દોર મેળવવા નિતુએ અને નવીને વિદ્યાની કેબિનમાં જવાનો નિર્ણય લીધો. જતા જતા તેની કેબિનની બહારથી જ તેઓને દેખાયું કે વિદ્યા શર્માને કશુંક કહી રહી છે અને શર્મા તેની સાથે આનાકાની કરી રહ્યા છે. બંને વચ્ચે કોઈ વાતે વાત-વિવાદ ચાલી રહ્યો છે એ બહારથી જ જોયામાં સ્પષ્ટ થતું હતું.

"શર્મા કોઈ ફરિયાદ લઈને તો નહિ આવ્યા હોય ને?" નિતુએ ધીમા અવાજે પ્રશ્ન કર્યો.

નવીન બોલ્યો, "એ તો અંદર જઈને જ ખબર પડશે."

"હમ!"

"અંદર તો જવું પડશે."

પોતાની જાતને શાંત કરતી નિતુ "જે થશે તે જોયું જશે!" કહેતી અંદર પ્રવેશી. બંને અંદર આવ્યા કે તેઓની વાતો બંધ થઈ ગઈ. વિદ્યા પોતાની ખુરશી પર બેઠેલી હતી અને સામેની બાજુ મિસ્ટર શર્મા, તેની સેક્રેટરી અને તેની સાથે આવેલ એક માણસ બાજુમાં ઉભેલા. ધીમા પગલે તે વિદ્યા તરફ ચાલી. આ વિકટભાવથી પોતે અજાણ એવી નિતુ મુસીબતમાં આપોઆપ જ વિદ્યા તરફ સરકી જતી. તે વિદ્યાની ખુરશીની બાજુમાં આવીને ઉભી રહી ગઈ અને નવીન બંને હાથ પાછળ રાખી એકબાજુનો ખૂણો પકડી ઉભો રહ્યો.

ક્ષણિક એ કેબિનમાં સોય પડે તો પણ સંભળાય એવી શાંતિ છવાઈ ગઈ. સર્વને નિઃશબ્દ જોઈ વિદ્યાએ પોતાનું ગળું સાફ કર્યું અને ઉભી થઈ નિતુની એકદમ નજીક જઈને બોલી, "નીતિકા, અત્યારે મિસ્ટર શર્મા માત્ર તને મળવા માટે જ આવ્યા છે."

"મને?"

"હા..." શર્માએ કહ્યું, "... હું અહીં સ્પેશ્યલી તને મળવા માટે જ આવ્યો છું. તે અમારી એડ હાથમાંથી ન ચાલી જાય એ માટે ઘણા પ્રયત્ન કર્યા પણ છતાં મને તમારા પર વિશ્વાસ ન આવ્યો. થોડા દિવસ પહેલા જ્યારે તે સેલ્સ રિપોર્ટ માંગ્યા ત્યારે મને વિચાર આવ્યો કે આ એનાલિસિસ હું જાતે કરાવું તો? એટલે એ જવાબદારી મેં જાતે ઉપાડી અને શું ઈમ્પૅક્ટ આવે છે એ જોયું."

તેણે ટેબલ પર પડેલી એની ફાઈલ ઉપાડી નિતુના હાથમાં આપી. તેણે રિજલ્ટ જોવા માટે ફટાફટ ફાઈલ ખોલી અને પાના ફેરવતા તેની આંખો પહોળી થઈ ગઈ.

"સર... આ તો..."

નવીને પણ બાજુમાં આવીને ત્રાંસી ડોકે ફાઈલમાં નજર કરી. "રિપોર્ટ તો પોજીટીવ આવ્યો છે." નવીન બોલ્યો."

શર્મા કહે, "હા અને એ પણ અમારી ધરણાથી ઘણો વધારે. અમારા સેલ્સ પોઇન્ટ ઘણાં વધી ગયા છે. ખરેખર આજે મને વિચાર આવે છે કે જો અમે તમારી સાથેની આ ડીલ કેન્સલ કરી નાખી હોત તો ઘણું નુકસાન જાત. આ બધું જો શક્ય બન્યું હોય તો માત્ર નીતિકા તારા કારણે. થેન્કયુ સો મચ એન્ડ ધીજ ઈજ ફોર યુ." કહેતા તેણે પેલા માણસના હાથમાં રહેલ ગિફ્ટ પેકીંગ વાળું બોક્સ નિતુ સામે ધર્યું.

"સર આ તો અમારું કામ છે, એના માટે આ ગિફ્ટની જરૂર નથી."

"નીતિકા! આ અમારા તરફથી સોરી તરીકે હું તને આપું છું અને એ વાતની ખાત્રી આપું છું કે આપણો પહેલા થયેલો કોન્ટ્રાકટ નિરંતર ચાલશે. બે કંપની વચ્ચે આવી આપ- લે થવી એટલે સારા સંકેત કહેવાય. વિદ્યા..." શર્માએ વાત કરતા કરતા વિદ્યાને ઈશારો કર્યો, તો તેણે માથું નમાવી અને આંખો ઝબકાવી નિતુને એ ગિફ્ટ સ્વીકારવા કહ્યું. નિતુએ તેનો સ્વિકાર કર્યો અને બહાર ચાલી.

વિદ્યાની કેબીન સામે મીટ માંડીને ઓફિસનો સમગ્ર સ્ટાફ બેઠો હતો. હાથમાં ગિફ્ટ પકડેલી નિતુ બહાર આવી કે બધા લોકો એને ઘેરીને પૂછવા લાગ્યા શું થયું? એટલામાં વિદ્યા અને શર્મા તથા બાકીના લોકો પણ બહાર આવ્યા. ઉત્તરની આશાએ બધાનું ધ્યાન નિતુ તરફ હતું. તેણે એક નાનકડી હસી સાથે અંગુઠો બતાવી થમ્સ અપ કર્યું અને બધા આનંદમાં ઝુમી ઉઠ્યા. તાળીઓનો ગડગડાટ થવા લાગ્યો અને નિતુના નામની ચિયર્સ થવા લાગી. વિદ્યા અને શર્મા પણ બધાંના આ ઉત્સાહને જોઈને ખુશ થઈ ગયા. વળી અનુરાધા, ભાર્ગવ, અશોકભાઈ અને સ્વાતિ એ દરેકે તેની પાસે આવી હાથ મિલાવતા કોન્ગ્રેચ્યુલેશન કહ્યું. છેલ્લે કરુણા તેની પાસે આવી અને હાથ મિલાવતા કોન્ગ્રેટ્સ બોલી. નિતુએ કોઈ જાતના ડર વિના સીધું જ તેને કહ્યું, "થેન્ક યુ કરુણા અને સાંજે ઘરે પહોંચતા પહેલાં મને મળજે."

તેનાં શબ્દ સાંભળી કરુણાએ વિદ્યા તરફ જોયું. તેનું ધ્યાન તે બંને સામે જ હતું. સ્ટાફના ઘોંઘાટ વચ્ચે થોડે દૂર ઉભેલી વિદ્યા તેના શબ્દોને ના સાંભળી શકી પરંતુ તેના આ આનંદ મિલાપને સારી રીતે જાણતી હતી. જો કે નવીન તે બંનેની બાજુમાં જ ઉભેલો હતો અને બધું સાંભળતો પણ હતો. નવીનની હકીકતથી અવગત કરુણાએ તુરંત પોતાના પગ પાછા ખેંચ્યા અને પોતાની જગ્યાએ જતી રહી.

શર્માએ જવા માટે વિદ્યાની વિદાય લીધી અને તેને વિદાય આપતા તે મુખ્ય દરવાજા સુધી તેની સાથે ગઈ.

કેબિનમાં પ્રવેશતા નવીને નિતુને કહ્યું, "ખરું કહું તો હું તમારા કામથી ખુબ ઈમ્પ્રેસ થયો છું મેડમ. આજે તો કમાલ થઈ ગઈ અને આ બધાનો શ્રેય માત્ર ને માત્ર તમને જાય છે."

"આપણી કંપનીની આ સફળતામાં માત્ર મારો નહિ, તમારો પણ એટલો જ અધિકાર છે. આ આઈડિયા તો તમારો જ આપેલો હતો ને? અને... સોરી."

"સોરી?... સોરી ફોર વ્હોટ મે'મ?" આશ્વર્ય સાથે તેણે પૂછ્યું.

"તે દિવસે બરાબર રિપોર્ટ ના બનવાથી મેં તને ઘણું ખરું ખોટું સંભળાવ્યું હતું."

હસીને તેણે કહ્યું, "હ્હ... મે'મ, તમે મારા સિનિયર છો. એમાં વળી સોરી શું કહેવાનું? મારી કોઈ ભૂલ હોય તો તમે મને કશું ખરું ખોટું સંભળાવી શકો છો. તમારી રાહે ચાલવાનો જ હું પ્રયત્ન કરી રહ્યો છું. તમારી સાથે કામ કરીને મને ઘણું શીખવા મળ્યું છે અને તે દિવસની વાત કરું તો હકીકતમાં મારે તમને સોરી કહેવું જોઈએ."

"શા માટે?"

"મેડમનાં પ્રકોપથી તમે જ મને બચાવ્યો. નહિ તો ખબર નહિ તે દિવસે મેડમ મારા શું હાલ કરેત તે. મેડમ જો તમને ખોટું ના લાગે તો એક સવાલ કરું..."

"ચોક્કસ, પૂછો."

"મેડમ મેં સાંભળ્યું છે કે અત્યાર સુધી મેડમે તમને વધારે પડતું કામ આપ્યું છે અને સૌથી વધુ એ તમને જ વાંકમાં લે છે. પણ અહીં આવ્યા બાદ મેં જોયું કે મેડમ સૌથી વધુ તમારી વાત માને છે. તો...?"

"નવીન, આપણે થોડું કામ કરી લઈએ." તેની વાતને ટાળતાં નિતુએ ટેબલ પર બેસતા કહ્યું. નવીને તેની બાજુની ખુરશી પર બેસી ફરી બોલ્યો, "મેડમ એક વાત કહું." 

નિઃસાસો છોડી અનિચ્છાએ તે બોલી, "હા... બોલો."

"હવે તો આપણે શર્માની બીજી નવી એડ બનાવવાની જ છે અને પહેલાની જેમ સાથે કામ કરવાનું છે."

"તો?"

"તો... મેમ... પહેલા હું માત્ર તમને કામનાં સમયમાં જ મેસેજ અથવા ફોન કરતો હતો. હવે પ્રોજેક્ટમાં ફરી સાથે કામ કરવાનું છે તો કોઈ સવાલ કે વાત શેયર કરવા હું તમને મેસેજ કરી શકું?"

નવીનનું આમ કહેવું નિતુ માટે વિચારવા જેવું હતું. તે એકીટશે નવીન સામે તાકી રહી. પુરુષને લાગે છે કે તે સ્ત્રી કરતાં હોંશિયાર છે, પરંતુ કોઈ સ્ત્રીની છઠ્ઠી ઈન્દ્રિયથી બચી શકે એટલો હોંશિયાર તો નથી જ. કૂદરતે સ્ત્રીઓમાં કોઈ આગવી ભેટ તરીકે વિશેષતા માફક આ ઈન્દ્રિયને અર્પી દીધી છે. જેને પામવા માટે સાધુઓ વર્ષો સુધી યોગ કરે છે એ સિદ્ધિને સ્ત્રીઓમાં કૂદરતે ગળથુંથીમાં જ ઉપલબ્દ કરાવી આપે છે. નવીન કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે એનું અનુમાન લગાવતાં નિતુને સહેજ પણ વાર ના લાગી. તેને એકાએક એ દ્રશ્યો તાજા થવા લાગ્યા જે અત્યાર સુધી નવીન સાથે વિતાવ્યા હતા. પહેલાં દિવસે આવીને નિતુ કહેવું: વારંવાર તેની નજીક આવવું: નિતુને વગર કહ્યે મદદ કરવી અને છેલ્લે તેને કેન્ટિનમાં જસ્સીની કહેલી વાત પણ યાદ આવી, "સામે બેસીને પીવાય રહેલ કોફી સામેની બાજુ છે."

"તમે કહ્યું નહિ." નવીને ફરી પૂછ્યું અને તેની તંદ્રા તૂટી.

"હા. તું ગમે ત્યારે મેસેજ કરી શકે છે."

"થેન્ક્યુ મે'મ." કહેતો તે પોતાની જગ્યાએ જતો રહ્યો. તેની આ વાત પર કે પછી તેની ઈચ્છાને રજા આપી એના પર એક મંદ અઠહાસ્ય કરી અને નિતુ વિચારોમાં ગરકાવ થઈ ગઈ.

સાંજે પોતાનું કામ પતાવી વિદ્યા બહાર આવી અને નિતુની કેબિનનો દરવાજે ઉભા રહી જોયું તો નવીન એકલો બેઠો બેઠો પોતાનું કામ કરી રહ્યો હતો. "નીતિકા જતી રહી!" તેણે બહાર આવી ઓફિસમાં નજર કરી તો કરુણા બહાર જઈ રહી હતી. "આ બંને અત્યારે તો સાથે નથી." તે પરત તેની કેબિનમાં ગઈ અને તેના પ્રવેશતા જ નવીન ઉભો થઈ ગયો.

"ગુડ ઈવનિંગ મેડમ."

"મિસ્ટર નવીન, શું કરી રહ્યા છો?"

"કામ કરું છું, મેડમ."

"કોનું કામ કરો છો?"

"ની... નીતિકા મેડમે કહ્યું છે એ જ કરું છું."

સ્વસ્થ થતાં તે બોલી, "અચ્છા, જો તમે આખો દિવસ નીતિકા મેડમનું કામ કરશો તો મારું કામ ક્યારે કરશો?"

"તમારું?!" યાદ કરતો હોય એ રીતે આશ્વર્યસહ તેણે વિદ્યા સામે જોયું.

"દિવસે બધા નીતિકાને કોન્ગ્રેટ્સ વિશ કરી રહ્યા હતા ત્યારે તેની અને કરુણા વચ્ચે શું વાત ચાલી રહી હતી?"

યાદ કરી નવીન બોલ્યો, "નીતિકા મેડમે કહ્યું હતું કે સાંજે ઘરે જતાં પહેલા મળીને જજે."

"તો શું તેઓ અત્યારે રસ્તામાં મળવાના છે?"

"એવું જ સમજી લ્યો."

"નીતિકા ક્યારે ગઈ?"

"એને તો ઘણીવાર લાગી. એ ક્યારનાયે નીકળી ગયા છે."

"હમ..." તે ત્યાંથી બહાર નીકળી અને ઉતાવળે ચાલતી ઓફિસના ચોગાનમાં પહોંચી નજર કરી પણ કરુણા કશે નહોતી દેખાતી. તે તુરંત પાર્કિંગ એરિયામાં ગઈ. તે

નો સમય નોહ્તો એટલે તેનો ડ્રાઈવર ત્યાં હાજર નહોતો. તેણે ગાડીમાં બેસીને સૂટ ઉતાર્યો અને જાતે જ ગાડી ચલાવી મૂકી.