Experience the imperceptible world in Gujarati Horror Stories by Anwar Diwan books and stories PDF | અગોચર વિશ્વનો અનુભવ

Featured Books
Categories
Share

અગોચર વિશ્વનો અનુભવ

૧૨ વિચિત્ર પ્રવાસન સ્થળ, જ્યાં થાય છે અગોચર વિશ્વનો અનુભવ

અકોડેસ્વા ફેટિશ માર્કેટ, ટોગો : જો તમે કઠળ કાળજાના છો, અને ભૂતપ્રેતમાં વિશ્વાસ રાખો છો, તો આ પ્રવાસન સ્થળમાં તમને ચોક્કસથી રસ પડશે. આજે અમે તમને વિશ્વના એવા ૧૨ પ્રવાસન સ્થળ વિશેની વાત કરવાના છીએ, જ્યાં ભૂતપ્રેત કે આત્માઓનો વાસ હોવાનો લોકોને વિશ્વાસ અને ઘણી વખત અનુભવ થતો હોય છે. આવા જ અગોચર સ્થળોની મુલાકાત લેવાનું પણ કેટલાક સાહસીક પ્રાવસીઓને પસંદ પડતું હોય છે. બસ તો આવા જ થ્રિલીંગ પ્રવાસન સ્થળ વિશે આજે અમે તમને માહિતી આપવાના છીએ, જેને વિશે જાણીને જ તમારા રૂંવાડા ઉભા થઈ જશે.   અકોડેસ્વા ફેટિશ માર્કેટ, ટોગો-   ટોગોનો અકોડેસ્વા ફેટિશ માર્કેટ એ હબ્સીઓ માટેનું એક પવિત્ર પૂજાનું સ્થળ છે. અહીં તમને દરેક પ્રકારના પ્રાણીના દરેક અંગ મળી રહેશે. જો તમે કોઈ ગુડલક ચાર્મ માટે કંઈ શોધી રહ્યો છો અથવા તો કોઈ તાવિજ કે જંતરમંતરનું માદળિયું ઈચ્છો તો તે તેમને અહીં મળી જશે. અગોચર વિશ્વમાં પૂજા-અર્ચના માટે જે પ્રકારના પ્રાણીઓની જરૂર હોય તે બધી જ અહીં તમને મળી રહેશે. આ માર્કેટમાં તમને કાળી વિદ્યા માટેનો બધો જ સરંજામ, સાધન સામગ્રી અહીં મળી રહેશે.

ટ્યોલ સ્લંગ, કમ્બોડિયા-   ટ્યોલ સ્લેંગ એ કમ્બોડિયાના ફ્નોમ ફ્નેંહ શહેરમાં આવેલી એક શાળા છે. જેનો ઉપયોગ કુખ્યાત ખ્મેંર રોંગના શાસન દરમિયાન લોકોને બંધી બનાવવામાં કરવામાં આવતો હતો. કેદીઓને અહીં ચેનથી બાંધી રાખવામાં આવતા હતા. એકબીજા સાથે વાત કરવા દેવામાં આવતી ન હતી. તેમને ખુબ જ નિષ્ઠુર રીતે જંગલીઓને જેમ સૈનિકો મારતા હતા. કેદીઓને ઈલેકટ્રિક શોક પણ આપવામાં આવતા હતા. કેટલાકને ગરમ સળિયાના ડામ પણ આપવામાં આવતા હતા. એવું કહેવામાં આવે છે કે, આ કેદીઓની આત્માઓ આજે પણ અહીં ભટકે છે. અને તેમના પર થયેલા અત્યાચારોંના નિશાન આજે પણ અહીં જોવા મળે છે. આ સ્થળને એક ઐતિહાસિક સ્થળ તરીકે લાખોની સંખ્યામાં લોકો જોવા આવે છે.

ઓકિગર્હા, જાપાન-   આ સ્થળ ઓકિગર્હા સુસાઈડ ફોરેસ્ટ તરીકે વધારે પ્રચલિત છે. આ વિશ્વનું સૌથી પ્રસિદ્ધ આત્મહત્યા માટેનું સ્થળ છે. જાપાનીઝ જ્યોતિષશાસ્ત્રીઓ માને છે કે, આ જંગલમાં જે આત્મહત્યા કરવામાં આવે છે તે, આ જંગલમાં રહેલા વિચિત્ર વૃક્ષોની સંતૃપ્તી માટે કરવામાં આવે છે. આ જંગલમાં રહેલા વૃક્ષોમાં વિચિત્ર શક્તિ અને વિચિત્ર કાર્યશૈલી હોય તેવું પણ માનવામાં આવે છે. આથી જ મોટાભાગના પ્રવાસીઓને આ જંગલની ખુબ જ અંદર જતા રોકવામાં આવે છે.  

ડોર ટુ હેલ, ટુર્કેમેનિસ્તાન-   ડોર ટુ હેલ એ જ્વાળામુખીનું મુખ છે, જેમાંથી મોટી માત્રામાં લાવા નીકળતો હોય છે. આ જ્વાળામુખીની શોધ એક સોવિયેટ ૪૦ વર્ષ પહેલા કરી હતી. અને ત્યારથી અત્યાર સુધી આશ્ચર્યજનક રીતે આ જ્વાળામુખી સતત જ્વાળાઓ કાઢતો રહ્યો છે. આ સ્થળની વિચિત્રતા અને તેના નામ પાછળનું કારણ છે, તેની પાડોશમાં આવેલું દરવાજા ગામ, જેના નામ પરથી આ જ્વાળામુખીનું નામ ડોર ટુ હેલ પડ્યું છે. અહીં પહોંચો અને તેનું ભયાનક રૌદ્ર સ્વરૂપ જોવો તો ચોક્કસથી તમારા રૂંવાડા ઉભા થઈ જશે. આ અવિરત લાવાના મોટા કૂવાને જોવા માટે લાખો પર્યટકો અહીં આવે છે.

હાશિમા આઇલેન્ડ, જાપાન-   હાશિમા એ નાગાશાકી શહેરથી ૧૫ કિલોમીટર દૂર આવેલો એક ર્નિજન ટાપુ છે. આ ટાપુને ૧૮૯૦માં મિત્સુબિસી કોર્પોરેશન દ્રારા પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. અહીંથી તેઓ દરિયાના પાણીની નીચેથી કોલ માઈનિંગનું કામ કરતા હતા. આ સ્થળ પર હજારો લોકો અમાનવીય, કંગાળ અને દયાપાત્ર કહી શકાય તેવી જીવન શૈલીના કારણે મૃત્યુ પામ્યા હતા. સાથે જ બીજા હજ્જારો લોકો માઈનિંગ એક્સિડેંટના લીધે મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ આ ખાણને વર્ષ ૧૯૭૪માં બંધ કરી દેવામાં આવી હતી. આ ટાપુ ૩૫ વર્ષ સુધી બંધ રહ્યો હતો. ત્યાર બાદ વર્ષ ૨૦૦૯માં તેને પર્યટકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જે આજે પર્યટકોમાં ભૂતીયા સ્થળ તરીકે ખુબ જ પ્રચલિત છે.

પેરિસ કૅટકૂમ, ફ્રાન્સ-   કબ્રસ્તાનની અછતના અભાવે ૧૭૮૫માં ત્યારના રાજએ એવું નક્કી કર્યુ કે, અમુક મુડદાઓને કબ્રમાંથી કાઢીને બીજી દૂરની જગ્યા પર લઈ જઈને દાટી દેવા. આ કબ્રસ્તાનમાંથી કાઢવામાં આવેલા છ મિલિયન હાડપિંજરને ફ્રાન્સના કેપિટલ સમાન પેરિસમાં એક જગ્યા પર રાખવામાં આવ્યા છે. જે રોમાન્ટિક પેરિસની એક અનરોમાન્ટિક સાઈડ બતાવે છે.

જામિલ કામિલ મસ્જિદ, દિલ્હી, ભારત-   જામિલ અને કામિલ બંને સુફી સંત હતા. જે આ સ્થળ પર ધાર્મિક સંબોધન કરતા હતા. આ મસ્જિદ પ્રખ્યાત મેહરૌલી આર્કિયોલોજીકલ કોમ્પલેક્ષની અંદર આવેલી છે. આ બંને સંતોની કબર આ મસ્જિદમાં આવેલી છે. એવું કહેવામાં આવે છે કે, આ સ્થળની મુલાકાત જિન દ્રારા લેવામાં આવે છે. જેઓ પ્રાણીઓના અવાજ કાઢીને અહીં આવતા પર્યટકો દ્રારા વાતચીત કરવાનો પ્રયત્ન કરે છે. આ એક ઐતિહાસિક સ્થળ હોવાથી મોટી સંખ્યામાં લોકો તેની મુલાકાતે જાય છે.

હિલફાયર ક્લબ, આર્યેલેન્ડ-   ડબલિન શહેરની ટેકરી પર સૌથી ઉંચાઈ પર સ્થિત આ સ્થળને, ૧૭૨૫માં એક હન્ટિંગ સ્થળ તરીકે બનાવવામાં આવ્યુ હતુ. એવું માનવામાં આવે છે કે, આ સ્થળ પર પ્રાણીઓ અને માણસોએ વિપુલ માત્રામાં બલિદાન આપ્યા છે. એવી પણ વાયકા છે કે, ડેવિલ પોતે આ સ્થળ પર આવીને પોતાના અનુયાયીઓને મળે છે. આ સ્થળ પર આવતા પર્યટકોં આ વાતના સાક્ષી રૂપ આ બંગલામાંથી આવતી દુર્ગંધને અહીં ઘણી વખત અનુભવતા હોય છે.  

સેડલેક ઑસ્યુરિ, ચેક રિપબ્લિક-   સેડલેક અસ્થિગૃહ એ એખ નાનું રોમન કેથલિક ચર્ચ છે. જેના નિર્માણમાં મોટા ભાગે હાડકાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં હાડકાઓમાંથી બનેલો ઝુમ્મર, ખોપડીની હારમાળા અને બેસવા માટેની જગ્યા પણ હાડકાઓમાંથી બનેલી છે. વર્ષે લાખો લોકો આ સ્થળની મુલાકાત લેવા આવે છે. 

સ્ટુલ સેમેટરી, કેન્સાસ, યુએસ-   આ સ્થળ હોલોવીન વખતે મોજમજા કરનારા માટેની સૌથી પસંદગીની જગ્યા છે. એવું માનવામાં આવે છે કે, શેતાન પોતે આ સ્થળની અવારનવાર મુલાકાત લેતો હોય છે. જેણે પોતે ૧૮૫૦માં અહીં દેખા દીધી હતી. ત્યારથી આ સ્થળ પર તેના અસ્તિત્વની વારંવાર વાત કરવામાં આવે છે.  

ભાંગરા, રાજસ્થાન, ભારત-   ભાંગરા શહેર સરિસ્કા ટાઈગર રિર્ઝવની બાજુમાં આવેલું છે. સ્થાનિક લોકોના કહેવા અનુસાર આ એક જાદુગરના શાપથી શાપિત સ્થળ છે. આથી જ આ સ્થળ પર તમે સૂર્યાસ્ત પહેલા અને સૂર્યોદય બાદ જઈ શકતા નથી. કારણ કે એવું કહેવામાં આવે છે કે, રાતના સમયે અહીં ભૂતો ફરતા હોય છે. રાજસ્થાનના ઐતિહાસિક સ્થળોની મુલાકાતે જતા લોકો આ સ્થળની અચૂક મુલાકાત લે છે.  

પેન્ડલ હિલ, લેન્સાયર-   પેન્ડલ હિલ એ ૧૭મી સદીમાં ખુબ જ કદરૂપી અને ચિત્રી ચઢે એવી ૧૨ સ્ત્રીઓનું ઘર હતું, જે પોતે મેલી વિદ્યા કરતી હતી. જે આજ દિન સુધી લેન્સાયર વિચ ટ્રાયલ્સ તરીકે ઓળખાય છે. આ ૧૩માંથી ૧૦ સ્ત્રીઓ ૧૦ વ્યક્તિઓની હત્યાની દોષિત સાબિત થઈ હતી. બાકીની બેમાંથી એક સ્ત્રી ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામી હતી જ્યારે એક નિર્દોષ સાબિત થઈ હતી. બાકીની ૧૦ને ફાંસી આપવામાં આવી હતી.