College campus - 122 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 122

Featured Books
Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 122

પરી સમીરને ચોંટી પડી..અને તેને કહેવા લાગી કે, "જો સમીર જો, મારી મોમ હવે ભાનમાં આવી ગઈ છે..તે હવે મારી સાથે વાતો પણ કરશે..."સમીર પોતાની પરીની ખુશીને.. તેની આંખોમાંથી છલકાતાં પોતાની માં પ્રત્યેનાં પ્રેમને નીરખી રહ્યો હતો અને પરીને ખુશ જોઈને ખૂબજ ખુશી અને શાંતિ અનુભવી રહ્યો હતો..તે પરીને પંપાળી રહ્યો હતો અને પરી પોતાની તમામ ખુશીઓ સાથે સમીરના મીઠાં મધુરાં આલિંગનમાં ખોવાઈ ગઈ હતી..ડૉક્ટર નિકેત ત્રિવેદી આ બધું જોઈ રહ્યા હતા..બે મિનિટના મૌન પછી તેમણે પરીને સમીરના આલિંગનમાંથી મુક્ત કરવા માટે કેટલાક શબ્દો ઉચ્ચાર્યા કે, "હવે આપણી દવા અને દૂઆ બંને કામ કરી રહ્યા છે.."અને તે માધુરીના રૂમમાંથી બહાર નીકળી ગયા..જાણતાં અજાણતાં તેમને મિસ્ટર સમીરની ખૂબજ ઈર્ષા આવી રહી હતી..જેને પરીએ પોતાની ભાવનાઓના આલિંગનમાં કેદ કરીને રાખ્યો હતો...તેમને પોતાની જાત ઉપર ગુસ્સો આવી રહ્યો હતો કે,"મને પરીએ આવું આલિંગન કેમ ન કર્યું??"હવે આગળ....તેમનો ગુસ્સો વ્યાજબી હતો..તે પરીને પસંદ કરવા લાગ્યા હતા..ખાલી પસંદ જ નહીં કદાચ તેને ચાહવા પણ લાગ્યા હતા..પરી છે જ એવી માસૂમ કે કોઈને પણ ગમી જાય અને કોઈપણ પોતાનાથી ઈમ્પ્રેસ કરી દે..ડૉક્ટર નિકેત ત્રિવેદી પરીના વિચારોમાં ખોવાયેલા હતા અને એટલામાં રિસેપ્શનીસ્ટ મિસ જૂહી અંદર આવી અને ડૉક્ટર નિકેતને પરીના વિચારોમાંથી બહાર લાવી અને તેણે એક પ્રશ્ન કર્યો કે, "સર, પરી મેડમની સાથે જે ભાઈ આવ્યા હતા તે તમને મળવા માંગે છે તો તેમને હું અંદર મોકલું?"ડૉક્ટર નિકેત એકદમ ચોંકીને બોલ્યા, "હા હા સ્યોર"મિસ્ટર સમીર, છત્રીશની છાતી ધરાવતો એક પડછંદ પર્સનાલેટેડ વ્યક્તિ ડૉક્ટર નિકેત ત્રિવેદીની કેબિનમાં પ્રવેશ્યો..ડૉક્ટર નિકેત ત્રિવેદી પોતાના ટેબલ ઉપર પડેલી ફાઈલ હાથમાં લઈને તે વાંચવાની કોશિશ કરવા લાગ્યા..સમીરે અંદર આવતાં પહેલા નમ્રતાથી પૂછ્યું કે, "મે આઈ કમીન સર?"ડૉક્ટર નિકેતે હસીને જવાબ આપ્યો કે, "હા હા આવો ને.."સમીર અંદર આવ્યો એટલે ડૉક્ટર નિકેતે તેને પોતાની સામે રાખેલી ચેર ઉપર બેસવા માટે કહ્યું, "બેસો ને.."સમીરે બેસતા પહેલા ડૉક્ટર નિકેત સામે પોતાનો મજબૂત હાથ ધર્યો અને તે બોલ્યો કે, "આઈ એમ ઇન્સ્પેક્ટર સમીર""ઑહ તો તમે ઇન્સ્પેક્ટર છો?" ડૉક્ટર નિકેતે પૂછ્યું."જી" સમીરે નમ્રતાથી જવાબ આપ્યો.પરીની મોમ વિશે હું આપને એક બે પ્રશ્ન પૂછવા માંગુ છું."હા તમે પૂછી શકો છો પણ એ પહેલા હું તમને એક પ્રશ્ન પૂછું?""હા સર પૂછો ને ""તમે મિસ પરીના કોઈ સગા સંબંધી છો?"ડૉક્ટર નિકેતને આ પ્રશ્નના જવાબમાં ખાસ અંગત રસ હતો એટલે પોતાના દિલોદિમાગમાં સતત ઘૂંટાયા કરતો આ પ્રશ્ન તેણે પૂછી જ લીધો.અને મનોમન તે ઈશ્વરને પ્રાર્થના પણ કરવા લાગ્યા કે, બીજું કંઈપણ હશે તો ચાલશે પણ આ પરીનો બોયફ્રેન્ડ તો ન જ હોવો જોઈએ.. અને અધ્ધર શ્વાસે તે જવાબની રાહ જોવા લાગ્યા.સમીરે ખૂબજ ઈઝીલી જવાબ આપ્યો કે, "પરી ઈઝ માય બેસ્ટ ફ્રેન્ડ, અમે ઘણાં લાંબા સમયથી એકબીજાને ખૂબ સારી રીતે ઓળખીએ છીએ..""હાંશ.." ડૉક્ટર નિકેત મનમાં જ બબડી ગયા."ઓકે, નો પ્રોબ્લેમ..""બોલો હવે તમે શું પૂછવા માંગતા હતા?""બસ, હું એટલું જ જાણવા માંગુ છું કે પરીના મોમ ભાનમાં તો આવી જશે ને અને તે આપણી જેમ નોર્મલ તો થઈ જશે ને અને આ બધું કેટલા સમયમાં ઓકે થઈ જશે?"ડૉક્ટર નિકેત ત્રિવેદીએ એક ઉંડો શ્વાસ લીધો અને પછી મિસ્ટર સમીરની સામે જોયું અને તે બોલ્યા, "જૂઓ, મિસ્ટર સમીર આપણે ધારીએ છીએ તેટલું આ બધું ઈઝી નથી.. ભલે માધુરી બેનના હાથમાં ઝણઝણાટી આવી હોય પરંતુ તેનાથી એવું સાબિત થતું નથી કે તેમના આખા શરીરમાં ચેતના આવી જ જશે..હા આવી પણ જાય અને ન પણ આવે..""તો પછી તમે પરીને કહ્યું ને કે..?""હા મેં પરીને એટલા માટે કહ્યું કે તે દિવસ અને રાત સતત એક જ ચિંતામાં જીવ્યા કરે છે કે, મારી મોમ ક્યારે સાજી થશે?" ડૉક્ટર નિકેત બોલી રહ્યા હતા અને સમીરે તેમને વચ્ચે જ અટકાવ્યા, "તો પછી તેમને સારું જ નહીં થાય તો પછી પરીનું શું? તેની ભાવનાઓનું શું? અને તે પોતાની મોમને માટે એટલી બધી સિરિયસ છે ને કે આ બધી જ અસર તેના મન ઉપર પડે તેમ છે..""હા મિસ્ટર સમીર તમારી વાત બિલકુલ સાચી છે પરંતુ આ હકીકત છે અને તેને સ્વીકાર્યા વગર આપણો છૂટકો નથી. પરંતુ પરી આ વાત માનવા જ તૈયાર નથી.. જો તમારાથી તેને આ વાત સમજાવી શકાય તેમ હોય તો..?"સમીર ચોંકી ઉઠ્યો અને વચ્ચે જ બોલી ઉઠ્યો, "ના ના આ વાત તો હું પણ તેને સમજાવી શકું તેમ નથી અરે હું નહીં દુનિયાની કોઈ વ્યક્તિ તેને સમજાવી શકે તેમ નથી અરે કદાચ ઉપરથી ભગવાન પણ આવે ને તો પણ આ વાત તો તેને સમજાવી શકે તેમ નથી..""તો પછી મિસ્ટર સમીર આપણે શું કરી શકીએ..વેઈટ એન્ડ વોચ..""તો પછી તમે પરીને કહ્યું ને કે તેની મોમને સારું થઈ જશે..""હા, થઈ પણ શકે છે અને નથી પણ થઈ શકતું..આઈ એમ નોટ સ્યોર અબાઉટ ઈટ..""નો, બટ આઈ એમ સ્યોર..પરીની મોમને સાજું થવું જ પડશે...પરીને માટે તેમણે સાજું થવું જ પડશે.."અને સમીર પોતાની જગ્યાએથી ઉભો થયો.તેણે ડૉક્ટર નિકેતની સામે પોતાનો હાથ લંબાવ્યો..આ વખતે ડૉક્ટર નિકેત પણ ઉભા થયા..બંનેએ હાથ મિલાવ્યો અને સમીર બોલ્યો કે, "ઓકે તો મળીએ ડૉક્ટર સાહેબ.""જી, સ્યોર"અને એક દ્રઢ મક્કમ નિર્ધાર સાથે કે, "પરીની મોમને સાજું થવું જ પડશે..અને એ પણ ખૂબ જ જલ્દીથી.. મારી પરી માટે.. મારી પરીને મારે ગુમાવવાની નથી..અને સમીર ડૉક્ટર નિકેતની કેબિનમાંથી બહાર નીકળ્યો....તેની નજર સમક્ષ માસુમ ભોળી પરી અને તેની નિર્દોષ મોમ તરવરી રહ્યા...ડૉક્ટર નિકેત ત્રિવેદી સમીર માટે શું વિચારશે? શું તે પરીને તેના વિશે કોઈ પ્રશ્ન પૂછશે?તો જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...~ જસ્મીના શાહ 'સુમન'     દહેગામ     10/12/24