"મનુષ્ય અવતાર"
બધાના જીવનનો એક એવો પ્રશ્ન જેનો જવાબ ગોતવામાં જ ઘણાનું જીવન નીકળી જતું હોય છે, " આપણને જીવન મળ્યું તો જીવન માં આપડે શુ કરવાનું, કઈ વસ્તુ માટે બન્યા " વગેરે જેવા પ્રશ્નો દરેક માણસને હોવાના.
બધી વસ્તુ આપડી આસપાસ જ છે બસ એ જોવાની નજર કેળવવાની છે, હવે આમના માટે કોઈ કેળવણી લેવાની જરૂર નથી અને હા ઘણી વસ્તુઓ એવી છે જેને ફક્ત અનુભવી શકાય છે જોવાની ee ક્ષમતા કદાચ આપણને મળી નથી.
આપણે કઈ વસ્તુ માટે બન્યા એનો જવાબ જ એ છે કે તમને મનુષ્ય અવતાર માં જે બનાવવામાં આવ્યા તમે એ અભિવ્યક્ત કરવા જ બન્યા છો જેમ કે તમારો એક કુટુંબ માં જે વ્યક્તિ તરીકે જન્મ મળ્યો તો તમે એ વ્યક્તિ બની અને જોવ કે આપડી એ કુટુંબમાં શું ફરજ છે. એક સારા અને જવાબદાર વ્યક્તિ બનવા માટે નું વ્યક્તિત્વ કેળવવું આવી રીતે તમે ક્યા વ્યક્તિ તરીકે કુટુંબ કે સમાજ માં છોવ એમાં તમારી ફરજ પૂરી કરો.
બસ આપણે જીવન માં આ શીખી લઈએ એટલે જીવન માં બધી વસ્તુ સામાન્ય થઈ જશે.
જે પણ પાત્ર મળ્યું એ સારી રીતે અણ-ગમાં વગર નિભાવવું એજ અત્યાર ના જીવન નો હેતુ છે.
"આ લખવા તારો સહારો લઈશ ખલીલ,
આ જંગના અમે એકલા વરુ
આમ કોઈને સહારે તક ની રાહ જોવી અમને નઈ ફાવે "
------------------------------------------------------------------------------
" સ્વીકૃતિ- સર્વ સફળતા "
"સ્વીકાર" કરતા શીખવું એ કંઈક ખોરાકને પચાવવાં જેવું જ છે, બધી વાતો સ્વીકારવી એ શરૂવાતમાં બધા માટે શક્ય નથી.
કોઈ વાત,કોઈ પરિણામ, કોઈ ઘટના કે બનાવ જીવનના સારા કે નરશા કોઈ પણ પ્રસંગમાં અંતમાં ગમા-અણગમા સાથે સ્વીકારવું જ પડે છે. આ વાત જીવનમાં બધી જગ્યાએ લાગુ પડે છે. એક સફળતા અને નિષ્ફ્ળતાની સ્વીકૃતિના ઉદાહરણથી સમજઈએ,
"સફળતા અને નિષ્ફળતા જાણે શરીર અને જીવ "
એક બીજા વગર જીવન શક્ય જ નથી.
આપણને જીવન માં સફળતા અથવા આપણા પક્ષમાં રહે તેવું પરિણામ આપણને ગમે છે અને એના માટેજ આપણે કાર્યશીલ રહેતા હોયે, પણ ખરેખર સફળતા મેળવવાની એટલી વૈચારિક કટિબદ્ધતા પણ ના રાખવી કે જો સફળતા ના મળે તો જીવ ને પડતો મુકવો પડે કે પરિણામ સ્વીકારી ન શકીએ.
જીવન માં જેટલું મહત્વ સફળતા ને આપીએ એટલુંજ નિષ્ફ્ળતા ને પણ આપવું, નિષ્ફળતા સ્વીકારી ને સફળતા સુધી પોંહચી શકાય આપણે નિષ્ફળતા જ નથી સ્વીકારી શકતા અને કહ્યું એમ ઘણીવાર જીવ મૂકવા સુઘીના પગલાં લીધેલા વ્યક્તિઓ પણ આપડે સમાજ માં જોઈએ જ છીએ, એ નિષ્ફળતા ની પાછળ જ કદાચ સફળતા હતી એ નિષ્ફળતા સ્વીકારી ને એક પગલું હજી આગળ વધ્યા હોત તો સફળતા તમારીજ હતી. તેમ છતાં હાર ન માનતા સ્વીકૃતિ સાથે પાછા નવી આશા, અપેક્ષા અને જુસ્સા સાથે બેઠા થવું જોઈએ.
દરિયાને પણ ઓટ વખતે એમનામાં છબછબીયા કરનારાને સહન કરવા પડે છે, પરંતુ જયારે ભરતી આવે છે ત્યારે એજ લોકો, પાસે આવવાની પણ હિંમત નથી ધરાવતા,
એમજ દોસ્ત જીવનમાં પણ ભરતી અને ઓટ હોય છે,
આજે તમે તમારા રોદ્ર સ્વરૂપ માં નથી તો શુ થયું, ઓટ આજે છે તો ભરતી કાલે છે.
આવી રીતેજ,
આપણા જીવનમાં જે પણ ઘટના બને એ સ્વીકારતા શીખવી પછી સારી હોય કે નરસી સ્વીકારતા આવડશે તો જેતે બનાવ કે ઘટના માંથી વેલા ઉભરી શક્યે નહિતર તે બનાવ પાછળ જ બધો સમય બગાડસુ.
માટે કાંઈ પણ બનાવ/ઘટના બને તેને સ્વીકારી આગળ વધવું એજ પેલું પગલું આગળ વધવા માટે.
"ભણ્યા ઘણુ જીવને , પણ ગણ્યા જ્ઞાને ગબ્બર થવાય,
ન ગણ્યા જે કોઈ જીવને,
ખાલી ભણ્યે થોડી પગભર થવાય!"
------------------------------------------------------------------------------
"સાંસારિક સન્યાસ "
આપણે પહેલેથીજ જોતા આવ્યા અને સાંભળતા આવ્યા કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સમાજથી દૂર જવું પડે સંસાર છોડીને ને તપ,વગેરે કરવું. આપણે કયારેય એ નથી વિચાર્યું કે જો આત્મજ્ઞાન આ બધું મૂકીને જ પ્રાપ્ત કરવું જીવનનો હેતુ હોત તો મનુષ્ય અવતાર જ શા માટે મળે.
ભગવાનની ભક્તિ માટે સંસાર, સમાજ બધું મૂકી એ તોજ ભગવાનને કે પરમતત્વ પ્રાપ્ત કરી શકાય કે એને સરણે જઈ શકાય એમજ હોત તો અત્યરે જે આપણે ભગવાનના વાહન તરીકે બીજા પશુ પંખીને જોઈએ છીએ એ શુ છે? આપણા કરતા તો એ ભગવાન ની વધુ નજીક છે જેને સાચા ખોટા ની ખબર નથી એને નથી સમાજ ની સમજ કે નથી કર્મની, કે નથી વાચા તો પણ ભગવાન ને શરણે જોવા મળે છે.
મનુષ્ય છતાં બુદ્ધિએ પણ એ નથી વિચારી રહ્યો આત્મજ્ઞાન / પરમતત્વ મેળવવા જરૂરી નથી કે આ બધી વસ્તુ નો ત્યાગ કરવો. ઘણા લોકો દ્વારા કહેવામાં આવે છે કે ઈચ્છાઓ જ દુઃખ નું કારણ છે તેને મૂકીએ તોજ આ જ્ઞાન પ્રાપ્ત થાય, મારા મતે હું સહેજ પણ આ વાતની તરફેણમાં નથી કારણ કે ઈચ્છા સમય જેવી છે જેને કયારેય રોકી શકાતી નથી અગાઉ પણ આપણે એમના વિશે ઊંડાણ- પૂર્વક ચર્ચા કરી.
આના પર અગાઉ ના સમય અને સમાજમાં ઘણા મતો પ્રવર્તે છે હું કોઈ વાત, વ્યક્તિ કે નિયમો નો વિરોઘી નથી પણ હાલનો સમય અને સમાજ એવો છે કે જેમાં બધી વસ્તુ બન્ધ બેસતી ન હોય માટે અગાઉ જે કઈ પણ જોયું છે કે વાચ્યું છે તે જરૂરી નથી કે પ્રવર્તમાન સમાજ માટે યોગ્ય જ હોય.
------------------------------------------------------------------------------
"ઈચ્છા બની સમય સરિખી "
"ઈચ્છા" શબ્દથી કોઈ અજાણ નથી, પશુ, પંખી,આબાલ-વૃદ્ધ સૌ ઈચ્છાથી મોહિત છે પરંતુ આપડે અહીં માનવ ઈચ્છા ની વાત કરીશુ.અહીં મેં ઈચ્છાને સમય સાથે એટલા માટે સરખાવી છે કે જેમ સમય રોકવો શક્ય નથી તેમ ઈચ્છાને પણ રોકવી શક્ય નથી.
કોઈ એમ કહે કે હું ઈચ્છાથી પર છું તો એ અશક્ય છે. હવે મનમાં એ પ્રશ્ન ઉદભવતો હોય કે તો જે સન્યાશી છે તે ? કોઈ પણ ધર્મનો એ માણસ જેણે સમાજનો ત્યાગ કરી ને વૈરાગ્ય અપનાવ્યું એમાં એને સમાજ ત્યજવાની ઈચ્છા થી જ વૈરાગ્ય ધારણ કરવાની ઈચ્છાને સંતોષી છે હવે આગળ તેને વૈરાગ્યની મદદથી જ્ઞાન પ્રાપ્ત કરવાની ઝંખના રહે છે, જીવનનો સાર સમજવાની ઝંખના રહે છે, અને પછી પરમ એવા આત્મા ને પામવાની ઝંખના, આ પણ એમની ઈચ્છા નો પણ છેડો નથી પરમાત્માને પામી અને મોક્ષ મેળવવાની ઝંખના રાખશે. આ તો સન્યાશીની વાત હતી તો સમાજમાં રહેતા માનવી પણ ચોક્કસ આ ઈચ્છામાં ડૂબેલા હશે.
સમાજમાં રહેતા માણસો ઈચ્છામાં ભીંજાયેલા રહી ને ઈચ્છાથી મુક્ત થવાની વાતો કરતા જણાય છે. હા મનને મનાવવા તમે એમ વિચારી શકો છો પણ હકીકતમાં તો બસ આ મનને એક પ્રકારની સાંત્વના જ છે,જે બીજા થી પ્રભાવિત થઇ ને આપવામાં આવે છે.
માણસ પાસે જીવનમાં ગમે તેટલું ભૌતિક સુખ પ્રાપ્ત હોય પણ વધુ ને વધુ ઈચ્છાની કેદમાં જ રહે છે ઈચ્છા રૂપી કેદ તી કયારેય કોઈ મનુષ્ય દૂર રહી શકતો નથી પછી તે સન્યાશી હોય, સમાજમાં રહેતો સામાન્ય માણસ હોય, દેશની વ્યવસ્થા અને કારોબારી સાથે સંકળાયેલ લોકો હોય કે અન્ય કોઈ પણ જેનું અસ્તિત્વ છે એ કોઈ ઈચ્છા મૂકી સકતા નથી.
આગળ જેમ વાત કરી તેમ સન્યાશીની પરમતત્વ પ્રાપ્ત કરીને મોક્ષની ઈચ્છા, સામાન્ય માણસની આ જીવન રહેતી ભૌતિક સુખ અને જીવન અંતે મોક્ષ પ્રાપ્તિ ની ઈચ્છા. આ તમામ બાબતો ઈચ્છા વગર શક્ય નથી અને ઈચ્છા કોઈની રોકી ન રોકાય એ માનવું રહ્યું, બાકી સાંત્વના તો મરણ પથારીએ સુતેલા માણસને પણ લોકો આપે જ છે.
ઈચ્છા રોકવી એ વાત જ પાયા વિહોણી છે એ તો આજ થયું કે આડકતરી રીતે કોઈ અન્ય ઈચ્છા પુરી કરવા (ઈચ્છા રોકવી ) તમે વધુ એક ઈચ્છા રાખી આમ આ ઈચ્છા ચક્ર ચાલ્યા જ કરે છે, ઈચ્છા રોકવાની ઈચ્છા રાખવા કરતા જો સહજ રીતે એને સાથે રાખી ને ચાલસો તો ઈચ્છાની બાબત માં ઘણી સ્પષ્ટતા આવી જાય છે.
" અંતે સામાજિક મનુષ્યને વૈભવની ઈચ્છા, સન્યાશીને મોક્ષની. "
એટલેજ "ઈચ્છા સમય સરિખી અનંત" છે.
"સફર છે આ હસ્તરેખા એ જોયેલ ને હસ્તક કરવાની,
ઈચ્છાઓની પણ ઓટ નો'તી જ આવવાની,
વળી સપનાઓ ને પણ ટેવ ઊંઘ માં દસ્તક દેવાની,
ક્યારેક કલમની તો ક્યારેક મલમની રૂઝ લેવાની,
બાકી આ બધી વાત કોને કેવાની?"