એક રાજા શિકાર કરવા જંગલમાં ગયા. બપોરનો સમય હતો સાથે તડકો જોરદાર. રાજાને તરસ લાગતા નજીકમાં બાવડી ગોતી. ત્યાં બાવડી પાસે જળ પીધું. જળ પીતા સમયે નજીકમાં પડેલી ઈંટ પર નજર ગઈ, જેમાં લખેલું હતું- 'અહીં અમે બે ઘડી જીવિત રહ્યા.' આ વાંચી રાજાને ખુબ આશ્ચર્ય થયું. શું પાણી પી ને બે ઘડી જીવિત રહ્યા? પછી શું મૃત્યુ પામ્યા? પણ મને તો કેટલો સમય થઇ ગયો હું હજુ જીવિત છુ, તો આ પત્થર પર લખેલા નો શું મતલબ ?
રાજા એ ઈંટ મહેલમાં લઈ આવ્યા અને પંડિતોને એ પંક્તિનો અર્થ પૂછ્યો, પણ કોઈ સમજી ન શક્યું. સંયોગથી, એક મુસાફરી કરતા સંત રાજ્યમાં આવ્યા. તેમને રાજા ના કુતુહલ ની ખબર પડી. રાજાની આખી વાત સાંભળ્યા પછી, રાજાને જણાવ્યું કે એ વાક્ય એમના દ્વારા જ લખાયેલું છે. ભુતકાળ તેઓ એક વેપારી હતા. પૈસા કમાવવા. મોજ શોખ કરવા અને ભોગ ભોગવવા તેના સિવાય બીજું કશું જીવન ન હતું.
તે જંગલમાં બાવડી પાસે તેઓ એક સંતને મળ્યા હતા, જ્યાં બે ઘડી સત્સંગ થયો અને ભગવાનની ચર્ચા થઈ. જીવનનો અર્થ સમજાયો. તે ક્ષણે ત્યાં પડી ઈંટ પર તેમણે લખી દીધું કે 'અહીં અમે બે ઘડી જીવિત રહ્યા.' પોતાનો સંસાર સુખી કરી મોટી ઉમરમાં ભગવાનના વિચારો ગામે ગામ પહોચાડવા જીવન તીર્થે નીકળી પડ્યા. આજે સાચે તો જીવનની સાચી વાસ્તવિકતા સત્સંગમાં જ હોય છે અને સત્સંગ ભગવાનની કૃપાથી જ મળે, પ્રયત્ન કે ભાગ્યથી નહીં.
સાચા સંતો ઋષિ ના સત્સંગ થી જીવન દિવ્ય બને છે. જેમ લોઢાને પારસ અડકતા સોનું બને છે. ત્યાર બાદ રાજાએ પોતાના રાજ્યના દરેક ગુરુકુળ માં સ્વાધ્યાય રખાવ્યો.
विद्या कर्म च शौचं च ज्ञानं च बहुविस्तरम्।
अर्थार्थमनुसार्यन्ते सिद्धार्थष्च विमुच्यते।।
પરમાત્માની પ્રાપ્તિ માટે જ વિદ્યા, કર્મ, પવિત્રતા તથા વિસ્તૃત જ્ઞાન નો આશ્રય ગ્રહણ કરવામાં આવે છે. જ્યારે કાર્ય ની સિદ્ધિ એટલે કે પરમાત્માની પ્રાપ્તિ થાય છે, ત્યારે મનુષ્ય મુક્ત થાય છે.
सत्संगति: कथय किं न करोति पुंसाम् -
ભર્તૃહરીના નીતિ શતકમાંથી લેવામાં આવેલી આ ઉક્તિ સત્સંગતની મહિમા દર્શાવે છે.
સત્સંગતની વ્યાખ્યા થોડા શબ્દોમાં કરવી મુશ્કેલ છે; તેનો અર્થ ખૂબ જ ઊંડો છે.
સત્સંગત માનવને શું કરી શકતી નથી?
તે બુદ્ધિની મંદતા દૂર કરે છે, વાણીમાં સત્યનો પ્રવાહ લાવે છે, માન-મર્યાદા વધારે છે, પાપ દૂર કરે છે (પાપમપાકરોતિ), અને ચારે તરફ યશ ફેલાવે છે.
હિતોપદેશમાં લખ્યું છે:-
कीटोऽपि सुमनसंगादारोहति सतां शिर:
अश्मापि देवत्वं याति महद्भि: सुप्रतिष्ठित:
"કીડો પણ ફૂલના સંગમાં આવે, તો સજ્જનોના ગળામાં શોભી શકે છે; અને પથ્થર મહાન લોકો દ્વારા પ્રતિષ્ઠિત થાય, તો તે દેવત્વ પામે છે."
ઓસની બૂંદ કમળ પર પડે, તો તે મોતી જેવી લાગે; સ્વાતિ નક્ષત્રમાં જો સિપમાં પડે, તો મોતી બની જાય.
માટી ફૂલની સુગંધ લે છે, તો તે સુગંધિત બની જાય છે.
ફૂલના ટેકે શંકરજીના માથા પરની ચીंटी ચંદ્રબિંદુનો સ્પર્શ કરી લે છે.
સત્સંગત ગંગા જેવી પાપ નાશક, ચંદ્રકિરણ જેવી શીતળતા, અજ્ઞાનનો અંધકાર દૂર કરનારી અને હૃદયના વિચારોને પવિત્ર કરનારી છે. ( विमलीकरोति चित्तम्)
લોકો પોતાનો સ્વાર્થ છોડી જનકલ્યાણકારી કાર્ય કરવા માંડે છે.
એથી જ કહેવાયું છે - સત્સંગત માનવ માટે શું નથી કરી શકતી?
जाड्यं धियो हरति सिंचति वाचि सत्यं,
मानोन्नति दिशति पापमपाकरोति ।
चेतः प्रसादयति दिक्षु तनोति कीर्तिं,
सत्सङ्गति कथय किं न करोति पुंसाम्। ભર્તુહરિ
અર્થાત્ સારા મિત્રોની સંગત બુદ્ધિની જડતા દૂર કરે છે, વાણીમાં સત્યનો પ્રવાહ લાવે છે, માન અને પ્રગતિને વધી અને પાપમાંથી મુક્ત કરે છે. ચિત્તને પ્રસન્ન બનાવે છે અને આપણી કીર્તિને ચારે તરફ ફેલાવે છે. હવે આપ જ કહો કે સારા મિત્રોનો સંગત માણસ માટે કઈ કચાશ છોડી શકે? અર્થાત્ સારા મિત્રો દ્વારા જ માનવનું કલ્યાણ થાય છે. આથી, મનુષ્યને હંમેશા સારા મિત્રોની જ સંગત કરવી જોઈએ.
જેમ કે બીજી જગ્યાએ પણ કહેવામાં આવ્યું છે કે જો તમારે સારા મિત્રો ન મળે તો? એ માટે કહેવામાં આવ્યું છે, “ખરાબ મિત્રોની સંગત કરતા એકલો સારો.”