સામ્યવાદ એટલે મફતખોરો નું સામ્રાજ્ય. અને એ સામ્રાજ્યનો માણસ એટલે કે તે કોમ રેડ. "કોમરેડ" શબ્દનો અર્થ મૌલિક રીતે "સાથી" અથવા "મિત્ર" થાય છે. આ શબ્દ ખાસ કરીને સામ્યવાદી (કમ્યુનિસ્ટ) વિચારોને માનનારા લોકો વચ્ચે પરસ્પર સંબોધન માટે વપરાય છે. સામ્યવાદી વિચારોમાં "કોમરેડ" એ સમાનતાવાદ અને ભાઈચારાના ભાવને દર્શાવે છે, જ્યાં બધા લોકો સમાન છે અને સાથે મળીને સંઘર્ષ કરે છે.
સામ્યવાદ નો વિચાર એટલો ઉદ્દાત હતો કે જેમાં બંધુત્વની ભાવના હતી. જેમાં એક સબળ માણસ બીજા નિર્બળ માણસને પ્રેમથી ઊભો કરે.
પછી તેની જતે દિવસે એનો અર્થ થયો. તારું મારું સહિયારુ મારુ તે મારા બાપનું.
આવા એક લાલ જંડા પકડીને નેતાએ કોમરેડોને પૂછ્યું: જો તમારી પાસે વીસ વીઘા ખેતર હોય, તો શું તમે તેનો અડધો ભાગ, એટલે કે દસ વીઘા ગરીબોને આપી દેશો?
બધા કોમરેડોએ એક સાથે કહ્યું: હા, આપી દેશું!
નેતાએ ફરી પૂછ્યું: જો તમારી પાસે બે ઘરો હોય, તો શું તમે એક ઘર ગરીબોને આપી દેશો?
બધા કોમરેડોએ કહ્યું: હા, આપી દેશું!
નેતાએ ફરી કહ્યું: જો તમારી પાસે બે કાર હોય, તો શું તમે એક કાર ગરીબોને આપી દેશો?
બધા કોમરેડોએ કહ્યું: હા, આપી દેશું!
નેતાએ છેલ્લે પૂછ્યું: જો તમારી પાસે બીડીનો બંડલ હોય, તો શું તમે તેમાંથી બે બીડી તમારા મિત્રને આપી દેશો?
બધા કોમરેડોએ એક સાથે કહ્યું: નહીં, બીડી તો બિલકુલ નહીં આપીએ!
નેતા આશ્ચર્યચકિત થઈને પૂછે છે: તો તમે ખેતર, ઘર અને કાર ગરીબોને આપી દેશો, પણ બીડી કેમ નહીં આપો? એટલું મોટું બલિદાન કરી શકો છો, પણ બીડી પર અટકી ગયા? કારણ શું છે?
બધા કોમરેડોએ કહ્યું: એ વાત એમ છે કે અમારે પાસે ન તો ખેતર છે, ન ઘર છે અને ન કાર છે! અમારે પાસે ફક્ત બીડીનો બંડલ છે!
આ છે કમ્યુનિઝમનો મૂળ સ્વભાવ. એક કમ્યુનિસ્ટ તમને તે બધી જ વસ્તુઓ આપવા વચન આપે છે, જે તેની પાસે ખુદ નથી અને જે તે ક્યારેય મેળવી શકશે નહીં.
કમ્યુનિસ્ટ તમને આ બધી જ વસ્તુઓ કોઈ બીજાના પગારમાંથી, છીનવીને આપવા વચન આપે છે!
આમ લેભાગુ સરકાર અને અર્બન નક્સલ તમને ફ્રી વીજળી, ફ્રી પાણી, ફ્રી ટ્રાન્સપોર્ટેશનનો વાયદો કરે છે... એ પણ કોઈ બીજાની કમાણીમાંથી. બીજા એ ભરેલા ટેક્સ માંથી. જે લોકોએ મહેનત ની કમાણી કરી છે તેમાંથી.
આ મહેનતથી કમાવનાર નું મન મરતું જાય છે. અને ફોકટ છાપની બીજા પર નિર્ભર રહેવાની વૃત્તિ વધારે ને વધારે વધતી જાય છે.
આમ સક્રિય માણસ નિષ્ક્રિય બની જાય છે અને નિષ્ક્રિય નિસ્તેજ બની જાય છે.
ચાર્વાક નું એક પ્રખ્યાત વાક્ય છે.
"यावज्जीवेत सुखं जीवेद ऋणं कृत्वा घृतं पिवेत,
भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः॥"
આ ચાર્વાક ઋષિનો ભૌતિકવાદી દર્શન છે.
આ શ્લોકનો અર્થ છે:
જ્યારે સુધી જીવન છે, આનંદથી જીવવું જોઈએ. જરૂર પડે તો ઉધાર લઈને પણ ઘી પીવું જોઈએ. જ્યારે મૃત્યુ પછી શરીર નષ્ટ થઈ રાખ બની જાય છે, તો ફરી જન્મ લેવું કેવી રીતે સંભવ છે?
જ્યારે સુધી જીવન છે, તે પૂરેપૂરું આનંદ અને મસ્તી સાથે જીવવું જોઈએ. આમ પુનર્જન્મ નો વિચાર ન હોવાથી માણસ બેફામ બને છે. સમાજ ઉર્ધ્વસ્ત થાય છે. ઉધાર કરીને પણ જીવન જીવનારા અમેરિકાના લોકોની હાલત આપણે જોઈએ છીએ. મોટી લોન લઇ emi ભરનારા મોટાભાગના જુવાનોના માનસિક દબાણમાં એટેક આવતા થયા છે. છેલ્લે એટલુજ.
અજગર બેસીને ખાશે, પંખીઓ આરામે લાગશે.
દૂર કાર ઉભી રાખી લેશુ મફતનો રાશન,
લાખની ચેન ગળે, હાથમાં એપલનો ફેશન.
ખાતામાં બધું ખતમ છે, ન કોઈ ઉધાર આપશે,
હવે અમને જોઈએ છે મફતમાં સાંજનું પેય.
બાબા બની ફરો હવે મોંઘા કપડાંના સંગ,
જ્ઞાન જરૂરી નથી, જોઈએ રાજકારણમાં રંગ.
સુરા તો દેવોની છે, અસુરોની છે દારૂ,
માણસે ન પિવો, તો તબિયત કરશે ખારું.
નારાયણ, આ સંસારમાં હવે માત્ર મતની વાત,
ધર્મ તો કરે જોડણી, ઉપરની અને નીચી જાત.
મફતનું ખાવું ને મસીદે સુવું. તેને છે કોઈ બીજા નામે રોવું.
જો જીવન યથાર્થ જીવવું તો નાં લેજે મફતનું કોઈ કાજ.
થશે તેજસ્વી જીવન ને કરશે આ ભવ ને પર ભવ તુ રાજ.