A code that is unbreakable in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | કોડ જેનો કોઇ તોડ નથી

Featured Books
Categories
Share

કોડ જેનો કોઇ તોડ નથી

 વિશ્વની જે કેટલીક પ્રાચિન લિપિઓ છે તેમાં ઇજિપ્તની લિપિનો સમાવેશ થાય છે આજે આટલી આધુનિક ટેકનોલોજી હોવા છતાં તેને ઉકેલવી એક પરિશ્રમ બની રહ્યું છે અને તેને ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઇ નથી.જોકે રોસેટા સ્ટોનની મદદ વડે જ્યાં ફ્રાન્કોઇસ ચેમ્પોલ્લીને આ પ્રાચિન સંસ્કૃત્તિનાં રહસ્ય ખોલવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.આ સફળતા બાદ અન્ય કેટલાક કોડ તોડવાનો પ્રયાસ કરાયો હતો.જો કે તેમ છતાં કેટલાક કોડ હજી પણ રહસ્ય જ બની રહ્યાં છે જેને કોઇ તોડી શક્યું નથી કે આ લિપિઓને કોઇ ઉકેલી શક્યું નથી.જેમાં ડી એગેપિફ સાયફરનો સમાવેશ થાય છે.રશિયામાં જન્મેલા અંગ્રેજ કાર્ટોગ્રાફર એલેક્ઝાંડર ડી એગેપિફે ૧૯૩૯માં તેના પુસ્તકનાં અંતમાં એક પડકારરૂપ પહેલી પ્રકાશિત કરી હતી.જેને ત્યારબાદ કોઇ ઉકેલી શક્યું ન હતું.આ પહેલીમાં કેટલાક આંકડાઓ હતા.પહેલીઓ માત્ર પુસ્તકોમાં પ્રકાશિત થાય છે તેવું નથી તેને સ્થાપત્યનાં રૂપે પણ ક્રિએટ કરવામાં આવે છે તેનો નમુનો ક્રિપ્ટોસ છે.અમેરિકાનાં કલાકાર જેમ્સ સેનબોર્ને વર્ઝિનિયામાં આવેલી સીઆઇએની કચેરીના પ્રાંગણમાં તેને તૈયાર કર્યુ હતું.જેના પર તેણે કોતરેલા કોડને આજ સુધી કોઇ ઉકેલી શક્યું નથી.સીઆઇએનાં કોડને તોડનારા નિષ્ણાંતોથી માંડીને અન્ય નિષ્ણાંતો પણ તેના તરફ આકર્ષાયા છે.આ સ્થાપત્ય પર લગભગ ૮૬૯ અક્ષરો આપેલા છે.જો કે ૧૯૯૯માં એક વ્યક્તિએ તેના ત્રણ વિભાગો ઉકેલાયા હોવાનો દાવો કર્યો હતો.જેમ્સ ગિલોગ્લી નામના કોમ્પ્યુટર સાયન્ટિસ્ટે ૭૬૮ અક્ષરોનાં અર્થ શોધી કાઢ્યાનું જણાવ્યું હતું.જો કે તેણે પણ કબુલ કર્યુ હતું કે તે ૯૭ કે ૯૮ અક્ષરોના અર્થને ઉકેલી શક્યો ન હતો.

સુબોરો હોલનું શેફર્ડ મોન્યુમેન્ટ ઘણાં કોડનાં નિષ્ણાંતો માટે એક રહસ્ય બની રહ્યું છે.જેના પર એક મહિલાને આંકવામાં આવી છે જેની આંગળી કેટલાક અક્ષરો તરફ ચિંધાયેલી જોવા મળે છે.આ અક્ષરો લેટિનમાં છે જેનો અર્થ આમ તો થાય છે કે હું આર્કેડિયામાં છું.આ ચિત્ર ફ્રેન્ચ ચિત્રકાર નિકોલસ પુસિને દોર્યુ હતું.આ ચિત્રને જોનારાઓનું અને તેેને ઉકેલવાનો પ્રયાસ કરનારાઓ માને છે કે આ ચિત્રમાં હોલી ગ્રેલનું ઠેકાણું આપવામાં આવ્યું છે.જો કે આ હોલી ગ્રેલનો પત્તો આજ સુધી કોઇ લગાવી શક્યું નથી જેનો ઉલ્લેખ પ્રાચિન ગ્રંથોમાં જોવા મળે છે.

૧૯૩૩માં ચીનનાં જનરલ વાંગે સાત સોનાની લગડીઓ પ્રસિદ્ધ કરી હતી જે અમેરિકન બેંક માટે પ્રમાણપત્ર સમાન હતી.આ સોનાની લગડીઓ જો કે સામાન્ય લગડીઓ જેવી ન હતી તેના પર ચિત્ર કોતરવામાં આવ્યા હતા.જે સાયફર રાઇટિંગમાં હતું.જેને કોઇ ઉકેલી શક્યું નથી.કોડ તોડનારને ત્રીસ કરોડ ડોલરનું ૧.૮ કિલોગ્રામ સોનું મળી શકે તેમ છે.

દરેક સરકાર ગુપ્ત લિપિઓ બનાવનાર કે તેને ઉકેલનારાઓનાં સંપર્કમાં હોય છે તેમની પાસે આ પ્રકારના તજજ્ઞો સેવારત હોય છે.૧૯૧૮માં જ્હોન બાયર્ને કેઓ સાયફરની રચના કરી હતી.તેણે સરકારને આ બાબતની જાણ કરી હતી જો કે ચાલીસ વર્ષ સુધી અમેરિકાની સરકારને તેની આ સિસ્ટમમાં કોઇ રસ પડ્યો ન હતો.તેણે પોતાનો કોડ તોડવા માટે એક ભારે રકમ ઇનામ રૂપે જાહેર કરી હતી પણ કોઇ તેને તોડી શક્યું ન હતું.જો કે તેની સિસ્ટમમાં ત્યારબાદ પણ કોઇને રસ પડ્યો ન હતો.તેણે પોતાની આત્મકથા સાયલન્ટ યર્સમાં છેલ્લા પ્રકરણમાં કેઓ સાયફરનો વિસ્તૃત ઉલ્લેખ કર્યો હતો.જેમાં તેણે એ પણ જણાવ્યું હતું કે તેણે ૧૯૨૦થી સરકારને તેની સિસ્ટમમાં રસ પડે તે અંગે પ્રયાસ કર્યા હતા.તેણે નિરાશાપુર્વક જણાવ્યું હતું કે તેના સાયફર મશીનમાં કોઇને રસ પડ્યો ન હતો.

એલ્ગરની જાણીતી રચના આમતો એનિગ્મા હતી.તેને કોડ્‌સ,સાયફર, રિડલ અને પહેલીઓમાં ભારે રસ હતો.તેણે ૧૪ જુલાઇ ૧૮૯૭માં તેની યુવાન મિત્ર ડોરા પેન્નીને એક પત્ર લખ્યો હતો.જે સાયફરમાં હતો.એક સદી કરતા પણ વધારે સમય વીતી ગયો છે જે હજી પણ વણઉકલ્યો છે.તેને ઉકેલવા માટે પ્રયાસો થયા હતા પણ તેમાં કોઇને સફળતા પ્રાપ્ત થઇ ન હતી.

૧૮૮૫માં વર્ઝિનિયા ખાતે એક પેમ્ફલેટ પ્રકાશિત કરાયું હતું જેમાં એક વાર્તા હતી અને ત્રણ ભેદી સંદેશાઓ હતા.આ પેમ્ફલેટનાં જણાવ્યા અનુસાર ૧૮૨૦માં બીલ નામના એક શખ્સે બે ગાડા ભરીને ખજાનો બેલફોર્ડ કાઉન્ટીમાં ક્યાંક દાટ્યો છે.તેણે આ સાથે એક બોક્સ ઇનકિપર પાસે મુક્યાનું પણ જણાવ્યું હતું જેણે બીલ અંગે ખાસ્સા સમયથી કોઇ માહિતી સાંભળી ન હતી પણ જ્યારે આ પેમ્ફલેટની વાત જાણી ત્યારે તેણે તેને અપાયેલ બોક્સને ખોલ્યું હતું જેમાં વળી ભેદી સંદેશો મળ્યો હતો.જો કે આ સંદેશ ગુપ્ત ભાષામાં હોવાને કારણે તે તેને ઉકેલી શક્યો ન હતો.૧૮૬૩માં તેણે આ સંદેશો પોતાના યુવાન મિત્રને સોંપ્યો હતો.જેણે આ સંદેશો ઉકેલવામાં લગભગ વીસ વર્ષ લગાવ્યા હતા.જેમાંથી તેને એટલું જ ખબર પડી હતી કે ખજાનો કેટલો છે.જો કે તે કયાં દાટવામાં આવ્યો છે તેનો ભેદ તે ઉકેલી શક્યો ન હતો.આ ખજાનો ક્યાં હોઇ શકે છે તેનો અંદાજો લગાવીને ઘણી શોધખોળ કરવામાં આવી હતી.પેલો સંદેશો ઉકેલવાનો પણ ઘણો પ્રયાસ કરાયો હતો.જેમાં આજદિન સુધી કોઇને સફળતા મળી નથી અને પેલો ખજાનો તે ઉકેલનારની રાહ જોઇ રહ્યો છે.

લિનિયર એ આર્થર ઇવાન્સને મળી આવેલ પ્રાચિન ક્રેટમાં લખાયેલી બે સ્ક્રીપ્ટમાંની એક છે.જેનો સંબંધ લિનિયર બી સાથે હોવાનું કહેવાય છે જેને ૧૯૫૨માં માઇકલ વેન્ટ્રીસે ઉકેલ્યાનો દાવો કર્યો હતો.આ બંને સ્ક્રીપ્ટમાં એક સમાન પ્રતિકોનો ઉપયોગ કરાયો હતો.જો કે લિનિયર એ માં એવા વર્ણોનો ઉપયોગ કરાયો હતો જે અજ્ઞાત ભાષાના હતા.આ ભાષાને મિનોઆન કે ઇટિયોક્રેટન તરીકે ઓળખાય છે જે ૧૪૫૦ ઇ.પુ. ક્રેટનમાં વપરાતી હતી.એવું માનવામાં આવે છે કે લિનિયર એનો સંબંધ ફાયોસ્ટોસ ડિસ્ક સાથે છે પણ આ ભાષાને કોઇ ઉકેલી શક્યું નથી.

વોયેનિક સ્ક્રીપ્ટ પણ ચારસો વર્ષથી વણઉકલાયેલું રહસ્ય છે આ પુસ્તક ૨૩૨ પાનાનું છે જેના પર ચિત્રો અને અજાણી લિપિ છે.આ ચિત્રો અજાણ્યા ફુલ છોડ કે ઔષધિઓનાં છે.તેના પર એસ્ટ્રોલોજિકલ ડાયાગ્રામ અને વિચિત્ર દેખાતા મનુષ્યોનાં ચિત્ર છે.આ ભાષા આજે કોઇ ઉકેલી શક્યું નથી પણ લખાણ પરથી લાગે છે કે તેને લખનારા માટે આ સહજ હતું.આજે પણ આ ભાષા ક્રિપ્ટોગ્રાફર્સ અને અમેરિકા તથા બ્રિટનનાં કોડબ્રેકર્સ માટે અભ્યાસનો વિષય છે.જેઓ બીજા વિશ્વયુદ્ધમાં આ પ્રકારની કામગિરી સફળતા પુર્વક કરી ચુક્યા હતા પણ આ સ્ક્રીપ્ટનાં એક શબ્દનો પણ તે અર્થ કાઢી શક્યા ન હતા.આથી જ ક્રિપ્ટોલોજીનાં જગતમાં વોયેનિક મેન્યુસ્ક્રીપ્ટ એક વિખ્યાત રહસ્ય બની ચુકી છે.

રહસ્ય બની ચુકેલ વસ્તુઓમાં ફાયોસ્ટોસ ડિસ્કનો પણ સમાવેશ થાય છે જે ૧૯૦૩માં આર્કાઇવ ચેમ્બરની નજીક મળી આવી હતી.તેની સાથે લિનિયર એ ટેબ્લેટ પણ મળી હતી.આ વસ્તુઓનું કાર્બન ડેટિંગ કરતા તે ૧૭૦૦-૧૬૦૦ ઇ.પુ.ની હોવાનુ જણાયું હતું.આ ડિસ્ક માટીની હતી જેના પર વર્તુળાકારમાં ગુપ્ત લખાણ કોતરાયેલું છે.નિષ્ણાંતોનાં જણાવ્યા અનુસાર તેના પર લગભગ ૪૫ જેટલા ચિહ્ન છે જેમાં કેટલાકનો ઉપયોગ ૧૭૦૦-૧૬૦૦ ઇ.સ.પુ. થતો હોવાનું માલુમ પડ્યું છે.કેટલાકનાં મતે એ કોઇ ધાર્મિક વિધિનો ભાગ હતું તો કોઇ માને છે કે તેના પર સૈનિકોની સંખ્યા લખાયેલી છે.જો કે હજી સુધી આ ડિસ્ક પરનું લખાણ પણ એક રહસ્ય જ બની રહ્યું છે.