A - Purnata - 44 in Gujarati Love Stories by Mamta Pandya books and stories PDF | અ - પૂર્ણતા - ભાગ 44

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

અ - પૂર્ણતા - ભાગ 44

મિશાએ વિકી સામે લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો. વિકી સ્તબ્ધ હતો. વિકીએ એક નજર પોતાના માતા પિતા તરફ કરી અને ત્યારબાદ અશ્વિનભાઈ તરફ જોયું. અશ્વિનભાઈ જાણે રાહ જોઈને બેઠાં હતાં કે વિકી શું જવાબ આપે છે એમ.

          આ બાજુ રેના, હેપ્પી અને પરમ પણ આઘાતમાં હતાં. વિકીએ એક નજર રેના તરફ કરી. પછી મિશાના લંબાયેલા હાથ તરફ જોયું અને એક ઊંડો શ્વાસ લઈ તેણે મિશાના હાથમાં પોતાનો હાથ મૂકી દીધો. મિશા તો એટલી ખુશ થઈ ગઈ કે ઊભી થઈને વિકીને બધાની વચ્ચે જ ભેટી પડી. વિકીએ પણ તેને પોતાના આલિંગનમાં લઈ લીધી.         "ઓહ વિકી, આ મારી બર્થડેની સૌથી અણમોલ ગિફ્ટ છે. હું આજનો દિવસ ક્યારેય નહિ ભૂલું."         "હું પણ નહિ ભૂલું." આટલું બોલતાં જ વિકિની આંખના ખુણા ભીંજાઈ ગયાં. સામે રેનાની આંખોમાં પણ ભીનાશ પ્રસરી ગઇ. હેપ્પી તરત જ રેનાના કાનમાં બોલી, "પ્રપોઝ તને કર્યું અને લગ્ન મિશા સાથે. વિકી આવો ડબલ સ્ટાન્ડર્ડ ક્યારથી થઈ ગયો?"         હેપ્પીની વાત સાંભળી રેના તો કઈ ન બોલી પણ પરમ બોલ્યો, "હેપ્પી, એવું પણ બને કે આપણે વિચારીએ છીએ એવું ન પણ હોય."          હેપ્પી ચિડાઈ ગઈ. "મને તો પહેલેથી જ વિકી પસંદ ન હતો. તને હજુ પણ એના પર વિશ્વાસ છે?"           પરમ હજુ આગળ કઈ બોલે એ પહેલા જ મહેમાનોએ તાળીઓથી વિકી અને મિશાના સંબંધને વધાવી લીધો. અશ્વિનભાઈ તરત જ મિશા અને વિકી પાસે પહોંચી ગયા.          "ગર્વ છે મિશા મને તારી પસંદ પર. હીરો પસંદ કર્યો છે તે હીરો." આમ કહી તેમણે મિશા અને વિકીને ગળે લગાવી લીધાં. વીણાબેન અને બળવંતભાઇ પણ ખુશ હતાં. વિકી અને મિશા તેમને પગે લાગ્યા. વીણાબેને મિશાને ગળે લગાવી આશીર્વાદ આપ્યા. "ભગવાન તમારી જોડી સલામત રાખે."          હાજર બધા જ લોકો મિશા અને વિકીને અભિનંદન આપી રહ્યાં હતાં. રેના પણ મન મક્કમ કરી આગળ વધી. હેપ્પી અને પરમ પણ તેની પાછળ ગયાં. રેના મિશા પાસે જઈ તેને ભેટીને બોલી, "અભિનંદન મિશા. હું ખૂબ જ ખુશ છું તારા માટે." મિશાએ પણ સામે સ્મિત આપીને આભાર વ્યક્ત કર્યો.        રેનાએ વિકી સામે પણ અભિનંદન કહેવા હાથ લંબાવ્યો. વિકીએ પણ સ્મિત લાવી આભાર માન્યો અને રેનાના હાથમાં પોતાનો હાથ મૂક્યો. એક ઝણઝણાટી દોડી ગઈ તેના શરીરમાં. આજે રેનાના હાથમાં એ હૂંફ ન હતી જે તેણે હમેશા અનુભવી હતી. રેનાએ તરત જ પોતાનો હાથ પરત લઈ લીધો અને ત્યાંથી દૂર જઈને ઊભી રહી અને વિકી અને મિશાને બસ જોતી રહી.મિશાએ વિકીને એક ગીત ગાવા માટે કહ્યું. જો કે વિકીએ પહેલા તો ના જ પાડી.            મિશા બોલી, "વિકી, મારો બર્થડે છે આજે યાર..તું મારા કહેવાથી એક ગીત તો ગાઇ જ શકે ને? હવે તો આપણે એક જ છીએને. મારી ખુશી માટે તું આટલું તો કરી જ શકે."            મિશાના અતિ આગ્રહના લીધે વિકીએ ગીત ગાવા માટે હા પાડી અને માઇક હાથમાં લીધું. હોલમાં લાઈટ ડીમ થઈ ગઈ. વિકીએ એક જૂનું ગીત પસંદ કર્યું અને એક નજર રેના તરફ કરી અને ગાવાનું શરુ કર્યું.             हम बेवफ़ा हरगिज़ न थे,             पर हम वफ़ा कर न सके            हमको मिली उसकी सज़ा,            हम जो ख़ता कर न सके            हम बेवफ़ा हरगिज़ न थे,             पर हम वफ़ा कर न सके...          લોકો વિકીના ગીત પર આનંદ લઇ રહ્યાં હતાં. તેના અવાજનાં વખાણ કરી રહ્યાં હતાં. વિકિની નજર વારેવારે રેના તરફ જતી. મિશાએ વિકી સાથે આ જ ગીત પર ડાન્સ કરવાનું પસંદ કર્યું. તે વિકીને લઈને બરોબર વચ્ચે આવી અને તેના ગળામાં પોતાના બન્ને હાથ વીંટાળી તેની આંખોમાં જોઈ ડાન્સ કરવા લાગી. વિકી ડાન્સ તો મિશા સાથે કરતો હતો પણ નજર રેના પર જતી રહેતી. વિકીએ બીજી પંક્તિ ગાવાનું શરૂ કર્યું.

           तुम ने जो देखा सुना सच था मगर          कितना था सच ये किस को पता          जाने तुम्हे मैंने कोई धोखा दिया           जाने तुम्हे कोई धोखा हुआ           इस प्यार में सच झूठ का,            तुम फैसला कर ना सके           हम बेवफ़ा हरगिज़ न थे,            पर हम वफ़ा कर न सके....

        ગીત પૂરું થયું એ સાથે જ રેનાની આંખમાંથી એક આંસુ સરી પડ્યું જે તેણે બધાથી છૂપાવીને લૂછી નાખ્યું. બધાએ તાળીઓના ગડગડાટથી વિકીને વધાવી લીધો. રેનાએ પણ તાળીઓ વગાડી. પછી સૌ જમવા માટે બહારના ગાર્ડનમાં ગયાં. જમવાની બધી ગોઠવણ ત્યાં જ કરેલી હતી.        જમવામાં ગુજરાતી, પંજાબી, ચાયનીઝ બધી જ વાનગીઓ હતી. જો કે રેના, પરમ કે હેપ્પીનું આજે જમવામાં મન ન લાગ્યું.        "રેના, તું ઠીક તો છે ને?" હેપ્પીએ પૂછી જ લીધું.         "હા હેપ્પી, તું કેમ એવું પૂછે છે?"           "વિકી એ જે કર્યું તે..."           "હેપ્પી, દરેકને પોતાની જિંદગીના નિર્ણય લેવાનો હક હોય છે. તું એમ જ કહેવા ઈચ્છે છે ને કે વિકીએ પ્રપોઝ મને કર્યું ને લગ્ન મિશા સાથે કેમ? તો મે પણ તો વિકીને હા કે ના નો કોઈ જવાબ આપ્યો ન હતો હજુ સુધી. તો એ એની રીતે આઝાદ હતો. કદાચ પ્રેમ અને આકર્ષણ વચ્ચે આ જ તફાવત હોતો હશે. તું એ બધું છોડ અને જમવામાં ધ્યાન દે. જો તને ભાવે એવી કેટલી બધી ડીશ છે."         હેપ્પીને પણ અત્યારે વધુ ચર્ચા કરવી યોગ્ય ન લાગી પણ તે જાણતી હતી કે રેના અંદરથી દુઃખી તો છે જ. રેના જમવાનું પતાવીને ડીશ મૂકવા અને પાણી પીવા ગઈ. બરાબર એ જ સમયે વિકીનો ભેટો પણ ત્યાં થઈ ગયો. બંને એકબીજાની સામે આવી જતાં શું બોલવું એ ન સમજાયું. વિકી ડીશ મૂકી ત્યાંથી જવા લાગ્યો.       "વિકી.."      વિકી એક ક્ષણ ઉભો રહી ગયો.       "તું મારો જવાબ આવવાની રાહ પણ જોઈ ન શક્યો? કે પછી મિશાના પપ્પાની સંપતિ નીચે દબાઈ ગયો?" રેના ખબર નહિ કેમ આવો કટાક્ષ કરી ગઈ.        "રેના, તું મને પ્રેમ કરીશ જ એની કોઈ ગેરંટી તો હતી જ નહિ. તો જે મને ખરેખર પ્રેમ કરે છે, હું એની સાથે જોડાવાનું કેમ પસંદ ન કરું? ક્યાં સુધી મારે તારી રાહ જોવાની?" વિકી અકળાઈને બોલ્યો. એને ખબર જ હતી કે રેના પ્રશ્નો તો કરશે જ.        "આ જ હતો તારો પ્રેમ? જે થોડીક રાહ પણ જોઈ ન શક્યો?" રેનાની આંખમાં પાણી આવી ગયાં.        "રેના, મિશાએ મારી તકલીફોમાં મારો સાથ આપ્યો છે. મને અને મારા પરિવારને સાચવ્યો છે. આમ,પણ તું તો પોતે જ શ્યોર ન હતી કે તારા મનમાં મારા માટે લાગણી છે કે નહિ. તો મારો રાહ જોવાનો તો કોઈ અર્થ જ ન હતો." આમ કહી વિકી ત્યાંથી જવા લાગ્યો.        "એક મિનિટ વિકી..."        વિકી ફરી ઊભો રહ્યો. રેના તેની સામે ઉભી રહી. "હું કોઈ સફાઈ નહિ માંગુ. તું સાચું જ કે છે. મિશા તને ખૂબ પ્રેમ કરે છે. તું એની સાથે ખુશ રહે એવી જ શુભકામના." આમ કહી રેના સડસડાટ ત્યાંથી જતી રહી. વિકી રેનાને જતાં જોઈ રહ્યો. એક આંસુ તેની આંખમાંથી સરી ગયું. હેપ્પી અને પરમ આ વાર્તાલાપ સાંભળી રહ્યાં. હેપ્પીને ખૂબ જ ગુસ્સો આવ્યો વિકી પર. એનું ચાલે તો અત્યારે જ વિકીને તેણે ઢીબી નાખ્યો હોત પણ પરમે તેને રોકી લીધી.                                     ( ક્રમશઃ)શું રેના ક્યારેય સત્ય સુધી પહોંચશે ખરી?જો વિકી મિશા સાથે લગ્ન કરવાનો હતો તો દેવિકા તેની લાઈફમાં ક્યાંથી આવી?જાણવા માટે જરૂરથી વાંચજો આગળનો ભાગ.