Project Pan 2.0 in Gujarati Science by Siddharth Maniyar books and stories PDF | પ્રોજેક્ટ પાન ૨.૦ 

Featured Books
Categories
Share

પ્રોજેક્ટ પાન ૨.૦ 

કેન્દ્રની મોદી સરકારની કેબિનેટમાં લેવાયો મહત્વનો ર્નિણય : પાનકાર્ડ ધારકો માટે મહત્વની જાહેરાત
મોદી સરકારની ક્યુઆર કોડ સાથે પાન ૨.૦ પ્રોજેક્ટને મંજૂરી
જૂના પાન કાર્ડના સ્થાને ધારકોને નવા ક્યુઆર કોડ ધરાવતા નવા પાન કાર્ડ મોકલવામાં આવશે

કેન્દ્ર સરકારની સોમવારે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વના ર્નિણય લેવામાં આવ્યા હતા. જેમાં સૌથી મહત્વનો ર્નિણય હાલના પાન કાર્ડને બદલીને નવા પાન કાર્ડનો હતો. હાલના પાન કાર્ડમાં બદલાવ કરી તેને ક્યુઆર કોર્ડ સાથે લોન્ચ કરવામાં આવનાર છે. હવે આવી સ્થિતિમાં દેશભરમાં પાન કાર્ડ ધારકોના મનમાં અનેક સવાલો ઉદ્‌ભવે તે જરૂરી છે. જેમાં જૂના કાર્ડ છે તેમને ક્યુઆર કોડ સાથેનું નવું પાન કાર્ડ કેવી રીતે મળશે? શું ફરીથી અરજી કરવી પડશે? એના માટે કોઈ પૈસાની ચુકવણી કરવી પડશે? તો આ બધા સવાલોના જવાબ આજના આ લેખમાં આપવાનો પ્રયાસ કર્યો છે.

સવાલ : શું નવું પાન કાર્ડ અપાશે?
જવાબ : હા, સરકાર દ્વારા નવું પાન કાર્ડ અપાશે. હાલના પાન કાર્ડધારકોએ કંઈપણ બદલવાની કે નવા કાર્ડ માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં. ધારકનું હાલનું પાન કાર્ડ આપોઆપ અપગ્રેડ થઈ જશે.

સવાલ : નવા પાન કાર્ડમાં શું સુવિધા મળશે?
જવાબ : નવા કાર્ડમાં ક્યુઆર કોડ જેવા ફીચર્સ હશે. સરકારનો હેતુ ડિજિટલ ઈન્ડિયા હેઠળ પાન ૨.૦ પ્રોજેક્ટને લાવવાનો છે. આ સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમ માટે પાનને કોમન આઈડેન્ટિટી કાર્ડ બનાવશે.

સવાલ : શું તમારે પાન અપગ્રેડેશન માટે પૈસા ચૂકવવા પડશે?
જવાબ : ના, પાન અપગ્રેડેશન સુવિધા ફ્રી હશે અને તે ધારકને સામેથી ડિલિવર કરાશે.

સવાલ : નવા પાન કાર્ડની જરૂર કેમ પડી?
જવાબ : અત્યારસુધી પાનકાર્ડ ઓપરેટ કરવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ કરાતો હતો એ ૧૫થી ૨૦ વર્ષ જૂના છે, જેમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નવી સિસ્ટમ હેઠળ, પાન કાર્ડ સંબંધિત તમામ વ્યવસ્થાઓ ડિજિટલ રીતે તૈયાર કરાશે. જેથી ફરિયાદોનો સમયસર નિકાલ કરી શકાશે.

સવાલ : શું થશે ફાયદો?
જવાબ : નવી સિસ્ટમનો હેતુ હાલની પાન/ટાન ૧.૦ (ટાન= ટેક્સ ડિડક્શન અને કલેક્શન નંબર) ઇકો-સિસ્ટમને અપગ્રેડ કરવાનો, કોર અને નોન-કોર પાન/ટાન પ્રવૃત્તિઓ અને પાન વેરિફિકેશન સેવાને એકીકૃત કરવાનો છે. પાન ૨.૦ના ફાયદાઓ સમજાવતા અશ્વીની વૈષ્ણવે કહ્યું હતું કે, ફરિયાદ નિવારણ સિસ્ટમ અપડેટ કરાઇ રહી છે. ડેટાને સુરક્ષિત કરવા માટે પાન ડેટા વૉલ્ટ સિસ્ટમ સેટ કરાઇ રહી છે. એક સંકલિત પોર્ટલ હોવાને કારણે અન્ય પોર્ટલની મુલાકાત લેવાની જરૂરિયાત દૂર થઈ જશે. બેંકિંગ અને નાણાકીય સેવાઓ માટે એક મજબૂત અને સરળ ઈન્ટરફેસ બની જશે. હવે પાન ને આધાર સાથે લિંક કરવાની સાથે અન્ય નાણાકીય ડેટા પણ એકીકૃત કરવામાં આવશે.

દેશમાં હાલ ૭૮ કરોડ પાનકાર્ડ ધારક છે
હાલમાં દેશમાં ફક્ત જૂનાં પાનકાર્ડનો ઉપયોગ કરાઇ રહ્યો છે, જેનો ઉપયોગ ૧૯૭૨થી થઈ રહ્યો છે અને ઈન્કમટેક્સની કલમ ૧૩૯એ હેઠળ જારી કરાયા છે. જાે આપણે દેશમાં પાન કાર્ડધારકોની સંખ્યા પર નજર કરીએ તો ૭૮ કરોડથી વધુ પાનધારકો છે. જે ૯૮ ટકા કરદાતા વ્યક્તિઓને આવરી લે છે.

પાન ૨.૦ માટે રૂા. ૧૪૩૫ કરોડનો ખર્ચ કરાશે
મોદી સરકારના પાન ૨.૦ પ્રોજેક્ટ પર રૂા. ૧,૪૩૫ કરોડનો નાણાકીય બોજ અંદાજવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, પાન કાર્ડધારકોને તેમનો પાન નંબર બદલવાની જરૂર રહેશે નહીં. નવા પાન ૨.૦ને હાલની પાન સિસ્ટમમાં સુધારા તરીકે રજૂ કરાશે. નવા કાર્ડમાં સ્કેનિંગ સુવિધા માટે ક્યુઆર કોડ હશે અને સંપૂર્ણપણે ઓનલાઈન હશે.

૧૦ ડિજિટનો ખાસ નંબર
પાનકાર્ડ નંબર એક ૧૦ ડિજિટનો ખાસ નંબર છે. આ નંબરના પ્રથમ ૩ નંબર અંગ્રેજીના લેટર્સ હોય છે. આ એએએથી લઇને ઝેડઝેડઝેડ સુધીના કોઈપણ લેટર હોઈ શકે છે. તાજેતરની સિરીઝના હિસાબે એ નક્કી કરાય છે. આ નંબર ડિપાર્ટમેન્ટ પોતાના હિસાબે નક્કી કરે છે. પાનકાર્ડ નંબરનો ચોથો ડિજિટ પણ અંગ્રેજીનો એક લેટર જ હોય છે. આ પાનકાર્ડધારકનું સ્ટેટસ દર્શાવે છે, જેમાં એ-એકલ વ્યક્તિ, એફ- ફર્મ, સી - કંપની, એ- એઓપી (એસોસિયેશન ઓફ પર્સન), ટી - ટ્રસ્ટ, એચ - એચઓએફ (હિન્દૂ અવિભક્ત કુટુંબ), બી - બીઓઆઇ (બોડી ઓફ ઇન્ડિવિઝ્‌યુલ), એલ - લોકલ, જે - આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન અને જી - ગવર્નમેન્ટ માટે હોય છે.