આપણી આસપાસ બનતી અનેક ઘટનાઓ આપણને વિચલિત કરી મૂકે છે. આવીજ અમુક ઘટનાઓ આપણાં ગુજરાત મા નવરાત્રી ના દિવસો દરમિયાન બની - તરૂણીઓ પર દુષ્કર્મ ની.
કેહવતા ‘સુરક્ષિત’ ગુજરાત માટે આ બહુ શરમજનક અને દુઃખદ ઘટનાઓ છે. વહિવટી અને પોલીસ તંત્ર માટે પ્રજા ને સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે. પણ, નાગરિક તરીકે ખાલી તંત્ર પ્રત્યે ફિટકાર ની લાગણી બતાવી ને બેસી જવું તે પુરતું છે? ફેક્ટરી માં કામ કરતા લોકો ને ખબર હશે કે જ્યારે કોઇ ઇજનેરી સમસ્યા ઉદ્દભવે ત્યારે તેનું નિરાકરણ જ કરવા માં નથી આવતું પણ સમસ્યા નું ‘રૂટ કોઝ એનાલિસિસ’ એટલે કે તેના મૂળ સુધી પોહંચવા નો પ્રયત્ન કરવા માં આવે છે અને તેનો ઉપાય કરવા માં આવે છે જેથી એ જ સમસ્યા ફરી સામે ના આવે. સમાજે પણ સમસ્યા ના મૂળ સુધી પોહંચી ને તે દૂર કરવા નો અભિગમ અપનાનવવો જ રહ્યો. સમસ્યા ની ચર્ચા એ તેને દૂર કરવા નું પ્રથમ પગથિયું છે.
આ ઘટનાઓ માં ભોગ બનેલી તરૂણીઓ પ્રત્યે ભારોભાર સંવેદના રાખીને આજે સમાજ સામે લાલબત્તી ધરવી છે. કદાચ આ વાંચી ને બીજી તરૂણીઓ ભવિષ્ય માં આવી ઘટનાઓ માં થી બચી જાય?
આવી ઘટના ના જવાબદાર કોણ?
સૌથી પેહલી જવાબદાર ભોગ બનેલી વ્યક્તિ પોતે છે.
આ બધી ઘટનાઓ માં એક વસ્તુ સરખી છે, બધી ઘટનાઓ માં તરૂણીઓ પોતાના પ્રેમીઓ સાથે રાત્રી ના સમયે અવાવરું જગ્યાએ બેઠી હતી. આવી જગ્યા એ આ પંખીડા ખાલી આંખો માં આંખ પરોવી ને એકમેક નો હાથ પકડી ને વાતો કરવા તો નહીંજ ગયા હોય. હું આને દુષ્કર્મ કરનારા રક્ષશો ને ‘આમંત્રણ પત્રિકા’ આપી એમ કહીશ. યુવા અવસ્થા માં શરીરમાં એસ્ટ્રડોઈલ, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોટેરીઓન , એસ્ટ્રોજન જેવા શારીરિક આકર્ષણ અને સેક્સુઅલ ડ્રાઇવ જન્માવતા હાર્મોન્સ નું ઘોડાપૂર આવવું તે સ્વાભાવિક છે પણ તેને જો રસ્તા પર ઉભરાવવા દેવા માં આવે તો તેને સૂંઘી ને ભૂખ્યા વરુઓ પણ પોતાનો ભાગ પડાવવા ના આવે તો જ નવાઈ. રાત્રીના સમયે ભેંકાર જાગ્યાએ જવાના ભયસ્થાનો ની જેને ખબર ના પડે તેવી નાની ઉંમર તો નોહતીજ. આમ જોવા જઈએ તો જાણીતા ગીધ જેવા બોયફ્રેન્ડ ને જે આપવાં નું હતું તે બીજા અજાણ્યા ગીધડાઓ લઇ ગયા તેવો ઘાટ થયો. બંધ બારણે કે પછી હોટેલો ની રૂમો માં થતાં ખેલો અને પછી શરુ થતો બ્લેકમેઈલીંગ નો સિલસિલો આવીજ બલિશાતા ની બીજી કડીઓ છે.
બીજી જવાબદાર વ્યક્તિ ભોગ બનનાર ને આવી પરિસ્થિતિ સુધી દોરી જનાર તેના પુરૂષમિત્રો છે.
બાઈક પર સિનસપાટા કરી ને છોકરી પટાવ્યાના બણગા ફૂંકતાં લવરમૂંછિયા તરુણોની મરદાનગી દારૂ પીધેલા રક્ષશો ને જોતા જ હવા માં ઓગળી જાય છે અને જો થોડો પ્રતિકાર કરવા નો પ્રયત્ન થાય તો પણ ત્રણ ચાર હેવાનો સામે એનું કેટલું ગજું, આ હિન્દી પીકચર તો છે નહીં કે એકલે હાથે હીરો બધા વિલનો ને પોહંચી વળે. મોટા ભાગ ના કિસ્સાઓ માં આવા તરુણો યુવતીને નિઃસહાય મુકી ને સ્થળ પર થી મુઠ્ઠીઓ વાળી ભાગવામાં જ શાણપણ સમજે છે અથવા તો ઝાડ ના થડીએ બંધાઈ ને શિખંડી અવસ્થા અનુભવે છે. હવે જો તેમણે પોતાની મરદાનગી જ સાબિત કરવી હોય તો ભોગ બનેલી સ્ત્રીમિત્ર ને અપનાવીને તેની સાથે લગ્ન કરીને તેને સ્વમાનભેર જીવવાનો હક આપવો જોઈએ.
ત્રીજી જવાબદારી આ તરુણીઓના માતા-પિતા ની છે
માત્ર છોકરીઓને સ્કૂલ માં મૂકીને કે ટ્યૂશન ક્લાસ માં એડમિશન આપવીને કે પછી છાત્રાલયમાં કે હોસ્ટેલો મૂકીને પોતાની જવાબદારીમાંથી છટકી જનારા માં બાપો સંતાન પેદા કરવાને લાયક નથી. એવા કેટલા માં બાપો છે જે છોકરીઓ થોડી સમજદાર થાય પછી તેને સાથે પાસે બેસાડીને આવાં વિષયો પર ચર્ચા કરે છે? જે ઘરોમાં આવા વિષયો પર મુક્ત પણે ચર્ચા થતી હશે તેવા ઘરોના સંતાનો આવું કાર્ય નહીં જ કરે એની પાક્કી ખાતરી રાખવી. પોતાના બાળકોને સારા સંસ્કાર આપવાની ફરજ દરેક મા બાપની છે. હમણાં એક વીડિયો ક્લિપ જોઈએ જેમાં બહુ જ નાની બાળા એક વલ્ગર હિન્દી સોંગ “આજ કી રાત હૂસ્ન કા મજા આંખો સે લીજીએ’ પર બહુ વલગર ડ્રેસ અને અદાઓ સાથે સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળી. આવી નાની કુમળી બાળાઓ ને આવું કરવા નું પ્રોત્સાહન તેમની માં ઓ જ આપે છે. અમે ફોરવર્ડ છીએ તવું દેખાડવાં ની લાહ્યમાં માં બાપો તેમના સંતાનો ને કઈ તરફ ધકેલે છે તેમનું તેમને ભાન નથી હોતું. આ વાત દુષ્કર્મ કરનારા રક્ષશો ના માં બાપો ને પણ એટલીજ લાગૂં પડે છે. છોકરાઓ પેદા કરી ને તેમને રસ્તા પર હરાયા ઢોરની જેમ છુટ્ટા મૂકી દેતા માં બાપો વાંઝિયા રહી ગયા હોત તો કેટલું સારું હોત.
ચોથી જવાબદારી શાળાઓની છે.
પણ ખાલી પોતાના મોજ શોખ ખાતર નોકરી કરતી શિક્ષિકા કે ટ્યુશન કરવામાં જ વધારે ધ્યાન આપતો શિક્ષક કે પછી શાળાઓને પોતાનો બિઝનેસ સમજે છે તેવો પૈસા કમાવાં માં વ્યસ્ત શાળા સંચાલક આ વાત નહીં સમજે. મા બાપ અબુધ કે અજ્ઞાની હોઈ શકે પણ તેની ઉણપ શાળાઓએ પૂર્ણ કરવી જ રહી. આવી બાબતો પ્રત્યે નિંભર રહેતો શિક્ષક સમાજને નહીં જ પાલવે. શાળાઓમાં બાળકો ને નાનપણ થી જ આવી ઘટનાઓ પ્રત્યે સજાગ કરવાના પ્રયત્નો થવાં જોઈએ. એવા કેટલાં આચાર્યો હશે કે જે શાળામાં પ્રાર્થનાસભા માં આવી ઘટનાઓના સમાચારો નું પોતાની વિધાર્થનીઓ પાસે વાંચન કરાવતાં હોય?
આવી જ્યારે એક ઘટના બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક આખો સમાજ જવાબદાર છે. આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય તે જોવાની જવાબદારી આપણાં સૌની સહિયારી છે.
આ વાંચીને જો એકાદ તરુણી પોતાનો વિચાર બદલે કે એક માં પોતાની દીકરી સાથે આ વિષય પર વાત કરે કે એક શિક્ષક પોતનાં વિદ્યાર્થીઓ ને આવી ઘટના પર જાગૃત કરે તો મારી આ લખવા ની મહેનત સાર્થક થઈ ગણીશ. અને જો વાત મુદ્દા ની લાગે તો પોતાના સોશિયલ મિડિયા પર આ વાત વેહતી કરીને થોડું પુણ્ય કમાવાની તક ચૂકતા નહીં.
જય હિન્દ.