sambandh in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | સંબંધ

Featured Books
  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

  • आई कैन सी यू - 51

    कहानी में अब तक हम ने देखा के रोवन लूसी को अस्पताल ले गया था...

Categories
Share

સંબંધ

એક પંડિતજી હતા. તેની પાસે દીકરીના લગ્ન માટે થોડા પૈસા ભેગા થયા કે વિચાર્યું કે લાવ સારા જમીનદાર પાસે થાપણ તરીકે મુકું.

તે કાળ માં બેંક ન હતી કે તેમાં પૈસા મુકે.

એક દિવસ તેઓ પૈસા લઇ જમીનદાર પાસે પહોચ્યા. તેમને દિવસોના જમા કરેલા પૈસા જમીનદારને આપતા કહ્યું કે “જ્યારે મારી દીકરીના લગ્ન આવશે, ત્યારે આ પૈસા લઈશ.”

વિશ્વાસે વહાણ તરે અને વિશ્વાસે વહાણ ડૂબે પણ ખરું. સત્ય પુરુષ પર વિશ્વાસ તરે અને કુટિલ પુરુષ પરનો વિશ્વાસ ડૂબે.

જમીનદાર પણ સંમત થયા. વર્ષો વીતી ગયા અને દીકરી લાયક બની. પંડિતજી ફરી જમીનદાર પાસે ગયા અને પોતાના પૈસા માંગ્યા. જમીનદારે કહ્યું, “કયા રૂપિયા? તમે મને કોઈ પૈસા આપ્યા નથી!” પંડિતજી હકીકત સાંભળી મૌન રહી ગયા. તેમને બહુ જ ચિંતા થઈ.

પૈસો આવતા માણસની નિયત ફરી જતા વાર નથી લાગતી. માણસ માં આત્મવિશ્વાસ અને પ્રભુવિશ્વાસ હોય તોજ માણસ સ્વત્વ અને સત્વ જાળવી સકે છે. આત્મવિશ્વાસ એટલે મફતનું લઈશ નહિ અને મહેનત કરી હું પૈસા કમાવી સકું છુ એ આત્મવિશ્વાસ અને પ્રભુ વિશ્વાસ એટલે મેં મહેનતનો એક દાણો વાવ્યો છે તો તેમાંથી અનેક દાણા પ્રભુ મને આપશે. એ ઈશવિશ્વાસ.

કેટલાક દિવસ પછી, પંડિતજીની પત્નીએ કહ્યું “ તમે રાજા પાસે જઈને કાનમાં વાત નાખો એ તમને ન્યાય જરૂર આપશે”

 પંડિતજી રાજા પાસે પહોંચ્યા અને પુરું વર્ણન કર્યું. રાજાએ પંડિતજીને કહ્યું, “કાલે મારી સવારી નિકળશે, સ્વાગત માટે જમીનદારે અને બીજા ગણા લોકો આવશે. ત્યારે તમારે જમીનદાર પાસે જ રહેવાનું.”

બીજા દિવસે રાજા સવારી સાથે નીકળ્યા. બધા લોકો રાજાનું સ્વાગત કરી રહ્યા હતા, ફૂલમાલા પહેરાવી રહ્યા હતા. પંડિતજી પણ જમીનદાર પાસે ઉભા રહ્યા. રાજાએ પંડિતજીને જોઈને કહ્યું, “ગુરુજી! તમે અહીં કેમ? આવો, બગ્ઘીમાં બેસો!” જમીનદારે આ બધું જોયું અને આશ્ચર્યચકિત થઈ ગયો.

થોડીક દુર પછી રાજાએ પંડિતજીને બગ્ઘીમાંથી ઉતાર્યા અને કહ્યું, “પંડિતજી, તમારું કામ થઈ ગયું. હવે આગળ તમારું નસીબ.” આ વચ્ચે દુકાનદાર એ ભયથી વિચારવા લાગ્યો પંડિતજી ની રાજા સાથે મૈત્રી લાગે છે એ જો રાજાને મારી ફરિયાદ કરશે અને મારી મુશ્કેલી વધી જશે. તરત જ તેણે બીજા દિવસે મુનીમજી કહ્યું પંડિતજીને બોલાવી લાવો.

મુનીમજી પંડિતજીને બોલાવી લાવ્યા. જમીનદાર ખૂબ આદરભાવે પંડિતજીને બોલ્યા, “પંડિતજી, મેં તમારા ખાતા ચકાસ્યા અને તમારાં પાંચસો રૂપિયા તો મળી જ આવ્યા. વળી, આ બધા રૂપિયાનું ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે, બાર હજાર રૂપિયા વધારાના મળે છે. તમારી દીકરી તો મારી પણ દીકરી જેવી જ છે; તેથી એક હજાર વધુ મારી તરફથી સ્વીકારજો.”

પંડિતજીને વધારામાં ૧૩,૫૦૦ રૂપિયા મળ્યા. આટલું કરીને જમીનદારે પંડિતજીને વિદાય આપી.

 માત્ર રાજા સાથેના સંબંધથી જ પંડિતજીનું કામ થઈ ગયું. તો જો આપણી જિંદગીના સાચા રાજા, દિનદયાળ પરમાત્મા સાથે અખંડ સંબંધ બની જાય, તો કોઈ પણ સમસ્યા, કઠિનાઈ કે અન્યાય ક્યારેય આપણામાં ઊભી રહી શકશે?

सर्वधर्मान् परित्यज्य मां एकं शरणं व्रज।

अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा सुकहा । (अध्याय 18, श्लोक 66)

ભગવાન શ્રીકૃષ્ણ આ શ્લોકમાં કહે છે કે બધા ધર્મોને છોડીને મારી શરણમાં આવો. હું તમે બધાં પાપોથી મુક્ત કરીશ અને તમને મોક્ષ આપીષ. આ શ્લોકમાં કહેવાય છે કે માત્ર ભગવાનની શરણમાં જવાથી જ આત્માને સંપૂર્ણ શાંતિ અને મુક્તિ મળે છે.

આજ બ્રહ્મસંબંધ છે.

જેમાં પરમાત્મા અથવા બ્રહ્મ સાથેનો ગાઢ સંબંધ સમજાવવામાં આવે છે. આ તત્વજ્ઞાનમાં એમ માનવામાં આવે છે કે સમગ્ર બ્રહ્માંડનું મૂળ કારણ, વાસ્તવિકતા અને અસ્તિત્વનો આધાર બ્રહ્મ છે.

 


न धनं न जनं न सुन्दरींकवितां वा जगदीश कामये।

मम जन्मनि जन्मनीश्वरेभवताद् भक्तिरहैतुकी त्वयि॥

 હે જગતના પ્રભુ મને પૈસા, અનુયાયીઓ, સ્ત્રીઓ કે કવિતાની ઈચ્છા નથી. હે ભગવાન, હું તમને જન્મો જન્મ કારણ વિના પ્રેમ કરું.