આજથી ઘણા વર્ષો પહેલાની આ વાત છે. નાઘેર વિસ્તારનું એક ગામ તે ગામમાં લગભગ 12,000 જેટલી વસ્તી વસવાટ કરે, ગામ ખુબ જ ધાર્મિક તે ગામમાં બ્રામ્હણ શેરીમાં એક બ્રામ્હણ રહેતા હતા. તેમનું નામ વિઠ્ઠલભાઈ મહેતા. સ્વભાવમાં ખુબ જ સદા સૌનું ભલું કરનારા, તેમના આંગણે આવનાર કોઈપણ વ્યક્તિ કદી નિરાશા ભેર પરત ન ફરતો. તેઓ ગમે તેવી મુશ્કેલીનો રસ્તો શોધી આપતા. સતત ઈશ્વર મંત્રનું સ્મરણ ચાલતું હોય. તેમના પ્રતાપે કેટલાય લોકો પોતાના દુઃખમાંથી બહાર આવ્યા છે, અને સુખેથી જીવન જીવે છે. તેમના પરિવારમાં તેઓ પોતે, પત્ની, બાળકો , તેમના માતા પિતા , બે ભાઇઓ અને તેમનો પરિવાર. આવી જ એક ઘટના અહીં લખુ છું. આજથી બે ત્રણ દસકાઓ પહેલા ચેતનભાઈ વાજા આ ગામમાં વસતા હતા.પૈસાથી સુખી માણસ ચેતનભાઈ તેમના પત્ની શારદાબેન, દીકરો દીપક તથા દીકરી છાંયા એમ ચાર સભ્યોનું નાનુ કુટુંબ હતું. બધા સુખ શાંતિ પૂર્વક રહેતા હોય છે. એક દિવસ અચાનક છાયાની તબિયત બગડી જાય છે. તેને ચક્કર આવે છે અને ઉલ્ટી થાય છે. તેને સ્થાનિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે. ડોક્ટર રિપોર્ટ કરાવવાનું કહે છે. થોડીવાર બાદ રિપોર્ટ આવે છે. ડોક્ટર ચેતનભાઈને પોતાના કન્સલ્ટિંગ રૂમમાં બોલાવે છે. ચેતનભાઈ - બોલો સાહેબ શું તકલીફ છે મારી દીકરીને ? ડોક્ટર - તમારી દીકરીને ટીબી છે, તેનું શરીર ધીમે ધીમે પીળું પડી જશે તમે તેને શહેરની કોઈ ખાનગી હોસ્પિટલમાં લઈ જાઓ અને તેની સારવાર કરાવી લો. સારવાર પછી પણ ..... આટલું બોલીને ડોક્ટર અટકી જાય છે. પછી શું ડોક્ટર ? ડોક્ટર - ચેતનભાઈ પછી પણ છાંયા બચી જશે તેની કોઈ ખાતરી ન કરી શકાય. તમે એમ શું કામ બોલો છો ડોક્ટર ? ચેતનભાઈ બોલ્યા આ હું નથી કહેતો તેના રિપોર્ટમાં લખ્યું છે છતાં આપણે પ્રયત્ન કરીએ તમે તેને રાજકોટ લઈ જાવ એમ્બ્યુલન્સની વ્યવસ્થા હું કરી આપું છું. ડોક્ટર બોલ્યા. છાયા ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને સારવાર શરૂ થાય છે. જોતા જોતા 3 અઠવાડિયા નીકળી જાય છે બિલનો આંકડો 50,000 પાર જતો રહે છે. ઘરના તમામ હતા તે પૈસા પુરા થઈ જાય છે. ઉપરથી પૈસાનું કરજ થઈ જાય છે પણ તબિયત સુધરતી નથી. છેલ્લે ડોક્ટર એમ કહેવાય છે કે પેશન્ટને ઘરે લઈ જાઓ તે હવે 15 દિવસ માંડ જીવે તો બધા સ્વજનોનું હ્રદય ભરાઈ જાય છે. છાંયાને ઘરે લાવવામાં આવે છે. બધા ખુબ જ દુઃખી હોય છે. ચેતનભાઈ છાંયા પાસે બેસે છે બેટા હું તને કંઈ નહિ થવા દઈશ.તે જ સાંજે તેઓ પોતાના મિત્ર વિઠ્ઠલભાઈના ઘરે જાય છે અને બધી સમસ્યાનું પોટલું ત્યાં ખાલી કરે છે. ચેતનભાઈ - ભાઈ મારી દીકરીની તબિયત ખુબ જ ખરાબ છે ડોકટરે કહ્યું કે તે હવે જાજુ નહીં જીવે તમે તો દુઃખીયાના બેલી છો તો કંઈક રસ્તો કરી દો તો તમારો આભાર આટલું બોલતા બોલતા તેઓ રડવા લાગે છે. તમે રડી મન નાનું ન કરો ઈશ્વર પર શ્રદ્ધા રાખો તે સારું કરશે. વિઠ્ઠલભાઈ બોલ્યા. મને ઈશ્વર પર નહિ તમારા પર શ્રદ્ધા છે તમે કંઈક રસ્તો કરો. ચેતનભાઈ બોલ્યા. ઠીક છે હું એક રસ્તો કહું તમે શ્રી અથર્વશીર્ષ સ્તોત્ર વિશે સાંભળ્યું છે ? વિઠ્ઠલભાઈ બોલ્યા. ચેતનભાઈ - ના તે શ્રી ગણપતિ સ્તોત્ર છે. તેનું પાણી હું તમને આપીશ તે તમે છાંયાને પીવડાવશો મને ગણપતિ દાદા પર આસ્થા છે કે તેઓ જરૂર સારું જ કરશે. વિઠ્ઠલભાઈ બોલ્યા. છાયાની તબિયત 15 દિવસમાં જ સારી થઈ જશે. અને તે લાબું જીવન જીવશે .ઠીક છે ચેતનભાઈ બોલ્યા. આમ રોજ વિઠ્ઠલભાઈ રોજ શ્રી ગણપતિ અથર્વશીર્ષ ના પાઠવાળું જળ છાંયાને પીવા આપતા અને ખરેખર તેની તબિયત 15 દિવસે સારી થઈ ગઈ. પછી પોતે રોજ વિઠ્ઠલભાઈ પાસે આવી અભિમંત્રિત જળ ગ્રહણ કરતી. છાંયા સાંજી તો થઈ ગઈ પણ બીમારીના પરિણામ સ્વરૂપે તેની સગાઇ થતી ન હતી આ માટે પણ વિઠ્ઠલભાઈએ રસ્તો આપ્યો તેમણે એક ચમત્કારી તાવિત છાંયાને આપ્યું અને કહ્યું કે તું છોકરો જોવા આવે ત્યારે તારી પાસે રાખજે એટલે વાત પાક્કી થઈ જશે. અને તું ખુબ જ સુખી થઈશ અને ખરેખર એમ જ બને છે. હાલ છાંયા વિદેશ છે તેના માતા પિતા નથી સ્વજનો છે તથા વિઠ્ઠલભાઈ કે તેમના પત્ની હાજર નથી તેમના સ્વજનો હાજર છે. અને અહીં વસવાટ કરે છે. બંને પરિવાર વચ્ચે આજે પણ ગાઢ આત્મીયતા છે. ઈસ. 1988-89 આસપાસ બનેલી આ સત્ય ઘટના છે કોઈ કલ્પના નથી એક સ્વજન પાસેથી સાંભળેલી આ સત્ય ઘટના છે. શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠ છાંયા માટે આશીર્વાદરૂપ સાબિત થયા. ગણપતિ દાદાના આશીર્વાદ અને છાંયાના વડીલોની પ્રાર્થના તેને ફળી ગઈ. છાંયા બેન 55 વર્ષના છે તેમને એક દીકરો છે. હાલ સુખેથી તે પોતાનું જીવન જીવે છે. નોંધ - આ ઘટનાના પાત્રો, સ્થળ, કાળ, વાતાવરણ, ઘટનાક્રમમાં બદલાવ કરેલ છે. કોઈ નાં જીવન ની અંગત બાબત ને અમારા થી જાહેર કરી શકાય નહીં. તે એક સામાજિક મર્યાદા છે જેનું પાલન કરવા માં આવે છે.
કથાબીજ - શાસ્ત્રી શ્રી પ્રૉ. હેમેન્દ્રભાઈ પ્રમોદચંદ્ર ત્રિવેદી ( શ્રી સર્વેશ્વર ગણેશ જ્યોતિષ સંશોધન અને માર્ગદર્શન સેવા કેન્દ્ર, શ્રી હરિ , 12 - A તપોવન પાર્ક બાયપાસ પાસે ગીરગઢડા રોડ ઉના, જી. ગીર સોમનાથ )
આલેખન -શ્રી જય આશિષભાઈ પંડ્યા વડવિયાળા