છત્રપતિ શિવાજી મહારાજની આગ્રાની કેદમાંથી છૂટકારા માટેની રસપ્રદ કહાની - 03
1666 ઈસવીમાં, મુગલ બાદશાહ ઔરંગઝેબના આદેશ મુજબ છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના પુત્ર શંભાજી રાજાને રાજસિંહ કચ્છવાહાની દેખરેખ હેઠળ આગ્રામાં જયપુર નિવાસ ખાતે કેદમાં રાખવામાં આવ્યા હતા. શિવાજી મહારાજે આ કેદમાંથી છૂટવાની યોજના બનાવવાનું શરૂ કર્યું.
શિવાજી મહારાજે ઔરંગઝેબને વિવિધ પ્રલોભનો આપી મુકત થવા પ્રયાસ કર્યો, પરંતુ એ વ્યર્થ ગયા. એક દિવસ, શિવાજી મહારાજે ઔરંગઝેબને સંદેશો મોકલાવ્યો કે તેઓ જીવનના બાકી દિવસો સાધુ તરીકે વિતાવવા માંગે છે. આ સાંભળીને ઔરંગઝેબ હસ્યો અને કહ્યું કે “બરાબર છે, પ્રયાગના કિલ્લામાં જાઓ અને ત્યાંથી તીર્થયાત્રા શરૂ કરો.”
આ પરિસ્થિતિથી શિવાજી મહારાજ ખિન્ન થઈ ગયા, પરંતુ તેઓ માત્ર હાર સ્વીકારનારા નહોતા. તેમનાં ચતુર મગજમાં કેદમાંથી મુક્ત થવાની ચતુર યોજનાનો જન્મ થયો.
શિવાજી મહારાજે પોતાની સાથે આવેલા 1,000 મરાઠા સિપાઈઓને પરત મોકલવા માટે ઔરંગઝેબ પાસેથી પરવાનગી માંગીને 7 જૂન, 1666ના રોજ તેમને દક્ષિણ મોકલ્યા. આથી શિવાજી મહારાજે કિલ્લાના રક્ષણમાં ઘટાડો કરાવ્યો.
બીમારીનું નાટક કરીને શિવાજી મહારાજ પલંગ પર શયનરત રહેવા લાગ્યા અને મોટાં-મોટાં ફળના ટોકરાંઓ બહાર મોકલવાનું શરુ કર્યું. શરુઆતમાં જવાનો ટોકરાંઓ તપાસતા હતા, પરંતુ આ રોજની બાબત થતી જતા તેઓ તપાસ કરવાનું બંધ કરી દીધું.
19 ઓગસ્ટના રોજ, શિવાજી મહારાજ અને શંભાજી આ ટોકરાંઓમાં છુપાઈ ગયા. ટોકરાંને બહાર લઈ જવામાં આવ્યા, અને કોઇને શંકા પણ ન થઇ. તેમનાં સાથીદારો ટોકરાંને શહેરની બહાર એક એકાંત સ્થળે મૂકીને ચાલ્યા ગયા. ત્યાંથી શિવાજી મહારાજ અને શંભાજી મથુરા તરફ નીકળી ગયા. શિવાજી મહારાજે પોતાનું રૂપાંતર કરીને સાધુના વેશમાં મથુરા અને ત્યારબાદ દક્ષિણ પહોંચ્યા.
આ જટિલ યોજનાને સફળ બનાવવામાં તેમની કૂટનીતિ અને બુદ્ધિ ચમકી ઉઠી. જ્યારે આ વાત ઔરંગઝેબ સુધી પહોંચી, તે હતપ્રભ થઈ ગયો. શિવાજી મહારાજની આ આશ્ચર્યજનક મુક્તિ કથાઓમાં એક યાદગાર પ્રકરણ બની.
વૃક્ષ અને પ્રવાસીઓ - 04
अष्टौ गुणा पुरुषं दीपयंति प्रज्ञा सुशीलत्वदमौ श्रुतं च। पराक्रमश्चबहुभाषिता च दानं यथाशक्ति कृतज्ञता च॥
આઠ ગુણો માણસને અલંકારીત કરે છે - બુદ્ધિ, સુંદર ચારિત્ર્ય, આત્મસંયમ, શાસ્ત્રોનો અભ્યાસ, હિંમત, સંયમ, દાન અને કૃતજ્ઞતા.
વૃક્ષ અને પ્રવાસીઓ
એકવાર, રણ પ્રદેશ ની બરાબર મધ્યમાં એક વિશાળ થડ અને અસંખ્ય શાખાઓ સાથેનું એક વિશાળ વૃક્ષ હતું. વૃક્ષે સેંકડો અને સેકડો માણસો ને આરામ અને આશ્રય આપ્યો. ચાર નગરો અને ઘણા ગામોની મધ્યમાં સ્થિત હોવાથી, આ વૃક્ષ વટેમાર્ગુ માટે એક આદર્શ બેઠક સ્થળ હતું.
એક દિવસ, બે વટેમાર્ગુ લાંબા સમય સુધી ચાલ્યા પછી ઝાડ પાસે પહોંચ્યા. તેમને નજીકના નગર માં જવાનું હતું. ગરમીના દિવસો હતા , અને વટેમાર્ગુ ને ઝાડ નીચે આરામ મળવાથી ખુશ જણાતા હતા. થાકીને તે ઝાડ નીચે લેટી પડ્યા. ઠંડી છાંયડો અને હળવા પવનનો આનંદ માણતા તેઓ થોડીવાર વાર માં તેમને ઘસ ઘસાટ ઉંઘ આવી ગઈ.
થોડી વાર પછી વટેમાર્ગુ માંથી એકને ભૂખ લાગી. તેમની પાસે ખાવાનું નહોતું. ભૂખ્યા પ્રવાસીએ ઝાડ તરફ જોયું, ત્યાં કોઈ ફળ છે કે કેમ. કોઈ ન મળતાં તેણે ઝાડને શાપ આપવાનું શરૂ કર્યું. "ઓહ, આ તો એક નકામું ઝાડ છે અને તેમાં આપણને ખવડાવવા માટે કંઈ નથી, ફળ કે બદામ પણ નથી. તેનો કોઈ ઉપયોગ નથી!"
બીજા પ્રવાસીએ તેને દિલાસો આપ્યો અને મગજ શાંત રાખવા કહ્યું. તો પણ, ભૂખ્યા માણસે ઝાડને શાપ આપવાનું ચાલુ રાખ્યું.
મુસાફરના શ્રાપના શબ્દો સહન ન કરી શકતા વૃક્ષે ઉદાસીનતાથી છતાં મજબૂત સ્વરે કહ્યું, "તમે મારા માટે આટલા કૃતગની ન બની શકો. જરા વિચારો કે જ્યારે તું અહીં તપતા અને સૂકા તડકામાં પહોંચ્યો ત્યારે તારી હાલત શાને માટે તડપતી હતી ? તને શાંત પવન સાથે આરામ કરવા અને સૂવા માટે એક ઠંડી અને આરામદાયક જગ્યા પ્રદાન કરી. જો હું અહીં ન હોત, તો તમે ગરમી થી અધમુઆ થઈ ગયા હોત. મેં તારો જીવ તડકાથી બચાવ્યો, પણ તું તો કૃતાગ્ની થઈ શ્રાપ આપવા બેઠો છે?"
પ્રવાસીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે ઝાડની માફી માંગી.
બીજાએ કરેલો પ્રેમ અને ઉપકાર ભૂલશો નહિ.
ઇસપ ની વાર્તા પરથી