Nitu - 56 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 56

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નિતુ - પ્રકરણ 56

નિતુ : ૫૬ (આડંબર) 


નિતુને નવી રાહ પકડવા માટે કોઈ રસ્તો દેખાતો નહોતો. કઈ દિશામાં જવું એ જ તેને સમજાતું નહોતું. તેની આશા નિકુંજ પર ટકેલી હતી પરંતુ તેના સુધી પહોંચવું વધુને વધુ મુશ્કેલ બનતું જતું હતું. જો કે સૌથી મહત્વનું પણ એ જ હતું, કારણ કે નિકુંજ સિવાય વિદ્યાની પોલ ખોલી શકે તેવું કોઈ નહોતું. તેને શોધવાના તમામ પ્રયત્નો બંને કરી રહી હતી.

અંતે તેને એ સમાચાર મળ્યા કે તે આ જ શહેરમાં છે, છતાં કોઈ પ્રકારના કોન્ટેક્ટ વિના તેના સુધી જવુ થોડુંક કપરું હતું. તો બીજી બાજુ ઓફિસમાં આ અંગે કોઈ સાથે વધારે ચર્ચા કરી શકાય એમ નહોતું. હાલ તેને નવીન પણ નડતર રૂપ થવા લાગેલો. નિતુ આટલાં ઓછા સમયમાં પ્રમોશન મેળવી ઓપરેટર બની ગઈ એ વાત તેને સતત તેના તરફ ખેંચી રહી હતી.

તે નિતુની આગળ પાછળ જ ભમવા લાગેલો. તે તેની સાથે રહીને તેની કાર્યપ્રણાલી શીખવા ઈચ્છતો હતો. આ વાતથી નિતુને કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ એના લીધે તે ખુલીને નિકુંજને શોધવાનું કામ નહોતી કરી શકતી. નવીનનું તેની આજુબાજુ રહેવાનું વધી રહ્યું હતું. આ સ્થિતિમાં નિતુ પાસે નિકુંજને મેલી નવીનનું કામ કરવા સિવાય કોઈ બીજો રસ્તો ન રહેતો.

હંમેશાની જેમ આ વખતે પણ નિતુએ પોતાનું શ્રેષ્ઠ કામ કરી બતાવ્યું. જોત જોતામાં લગભગ પંદર દિવસ જેટલો સમય પસાર થઈ ગયો અને નિતુએ શર્માની કંપની માટે ટાઈમ્સ માર્કેટિંગ તરફથી એ એડ્વર્ટાઇઝને સફળતા પૂર્વક કરી બતાવી. જો કે હવે સમય એ જોવાનો હતો કે તેનું પરિણામ શું આવે છે? સમગ્ર ઓફિસ આ એડ માટે તલપાપડ થઈ ગઈ હતી. તેનું રિજન હતું શર્મા દ્વારા રાખવામાં આવેલી અમૂક પ્રકારની ટર્મ.

આજે ઓફિસમાં ધમાલ થવાની હતી. આજે પહેલો દિવસ હતો જયારે શર્માની એડવર્ટાઈઝ અનેક નેટવર્ક પર લોન્ચ થવાની હતી. લોન્ચ પહેલા નિતુએ શર્માની ટાયર કંપનીના તમામ ડેટા એકત્ર કરી લીધા હતા. સવારે સૌથી પહેલા નવીન ઓફિસમાં પહોંચી ગયો. આવીને તેણે નિતુને ફોન કર્યો, "મેમ આપ ક્યારે આવો છો?"

રિક્ષામાં બેઠેલી નિતુએ જવાબ આપતાં કહ્યું, "હું રસ્તામાં જ છું. તું એક કામ કર, જેટલાં નેટવર્ક છે એ બધાં પાસેથી ઇન્ફોર્મેશન મંગાવવાનું શરુ કરી દે. જેથી એડ લોન્ચ થયાં બાદ કેટલી જગ્યાએ એડ બતાવાઈ રહી છે અને કેટલો સમય બતાવાઈ રહી છે તેની ઈન્ફોરમેશન મળતી રહે."

"ઓકે મેમ."

તેની સાથે સંકળાયેલ તમામ સ્ટાફ ધીમે ધીમે હાજર થઈ ગયો. ઉતાવળા પગલે ચાલતી નિતુ પોતાની કેબિનમાં પ્રવેશી, નવીન પોતાના કમ્પ્યુટર પર કામ કરી રહ્યો હતો.

"ગુડ મોર્નિંગ નીતિકા મેમ!"

"ગુડ મોર્નિંગ." તે સીધી જ તેની પાસે પહોંચી. "શું થયું?"

"તમે કહ્યું એ પ્રમાણે મેં બધાંને મેઈલ કરી દીધો છે અને બધાંએ ડેટા શેરિંગ શરુ કરી દીધુ છે."

નિતુએ તેના કમ્પ્યુટર તરફ થોડું ઝૂકીને નજર કરી. સ્ક્રીન પર અનેક નેટવર્કના ડેટા દેખાઈ રહ્યા હતા. બાજુમાં એક ચાર્ટ હતો જે જીરો પર ચાલી રહ્યો હતો.

"મેડમ, શર્માના ડેટા...?"

"હું તારી સાથે ડ્રાઈવ શેયર કરું છું, તું ક્વેરી ઇન્સર્ટ કરાવી લે અને હા, બંને ડેટાનું પાંચ દિવસ સુધી હવરલી બેઝીસ પર એનાલિસિસ થવું જોઈએ."

"પણ મેમ! હવરલી બેઝીસ પર તો બહુ સમય જશે."

"તો તારે બીજું કામ શું છે?"

"નેક્સ્ટ એડ્વર્ટાઇઝનું પ્લાનિંગ કરવું પડશેને?!"

"મિસ્ટર નવીન, એ તો તું ત્યારે કરીશને જ્યારે શર્મા લીલી ઝંડી બતાવશે. પહેલાં આજે જે એડ લોન્ચ થવાની છે એના પર ધ્યાન આપો. નહિ તો એનુંય પેમેન્ટ નહિ થાય. યાદ છેને શર્માએ તે દિવસે કેવી રીતે વાત કરી હતી તે?"

"હા. વાત તો તમારી... સાચી છે...!" 

એટલામાં ધડામ દઈને દરવાજો ખોલી વિદ્યાએ પ્રવેશ કર્યો. "શું પ્રોગ્રેસ છે?" 

નિતુએ જવાબ આપ્યો, "ઓલમોસ્ટ ડન." 

"ગુડ. લોન્ચ પછી મારી કેબિનમાં આવજે." 

વિદ્યાના નિમંત્રણે નિતુના મનમાં શંકા જાગી, તે બોલી, "ઠીક છે."

થોડીવાર બાદ તમામ મીડિયામાં એક પછી એક કરીને તેની એડ લોન્ચ થવા લાગી અને તેઓ સાથે તેના ડેટા શેયર થવા લાગ્યા. આ તમામ ડેટાનું એનાલિસિસ કરીને વખતો વખત રિપોર્ટ બનાવવાનું કામ નવીનના શિરે હતું. સ્ક્રિન પર સ્થિર રહેલો ચાર્ટ, ધીમે ધીમે ઉપર જવા લાગ્યો. તેનાં પર નજર રાખીને ઉભેલી નિતુએ અંતે રાહતનો શ્વાસ લીધો.

વિદ્યા પોતાની કેબિનમાં કામ કરી રહી હતી. દરવાજો ખુલ્યો કે ઊંચું માથું કરી તે બોલી, "વેલકમ નિતુ."

"યાહ..."

"શું થયું?"

"મેડમ એડ લોન્ચ થઈ ગઈ છે."

"નાઈસ. નવીનને કહેજે ડેટાનું પ્રોપર એનાલિસિસ કરે."

"જી. કોઈ બીજું કામ હતું મેમ?" વિદ્યાએ તેની સામે જોયું એટલે તે આગળ બોલી, " તમે લોન્ચ પછી મને કેબિનમાં આવવા માટે કહ્યું હતું."

"હા. એક અગત્યની વાત કરવી છે."

"હા, ક્હો."

"તને તારું વચન યાદ હશે ને?"

"વચન...?" યાદ કરતા તેણે પૂછ્યું, 

લુચ્ચું હસતા તે બોલી, "નિતુ! તને યાદ નથી?"

"તમે શેની વાત કરો છો?"

"તે જ મને કહ્યું હતું ને, કે એડ લોન્ચ થાય પછી તું મારા પર ધ્યાન આપીશ."

તે સમજી ગઈ કે વિદ્યાનો ઈશારો કઈ દિશામાં છે? તેણે બોલવાનો પ્રયત્ન કર્યો, "...એ..."

એનું સાંભળ્યા વિના વિદ્યા આગળ બોલી, "બી રેડી, હું હમણાં ફ્રી થઈ જઈશ. આપણે મારા ફાર્મ પર જઈએ છીએ." ખુશ થતાં તેણે આદેશ આપ્યો, જેમાં નિતુને હા કે ના કહેવાની કોઈ જગ્યાં નહોતી.

બહાર કરુણા પોતાનું કામ કરી રહી હતી. ફાઇલોમાં ઘેરાયેલી કરુણા પેપર પર પેન ચલાવતી હતી કે સહસા તેની નજર બહાર આવી રહેલી વિદ્યા પર પડી. તેને જોઈને એવું લાગતું હતું જાણે દૂનિયાની તમામ ચિંતા છોડી તે આઝાદ થઈ ગઈ હોય. તેની પાછળ તેની માનીતી નીતિકા પણ આવી રહી હતી.

નિતુની આંખો કરુણા તરફ ગઈ, તે તેને કશું કહેવા માંગતી હતી અને ન કહી શકવાની લાચારી તેમાં સ્પષ્ટ હતી. છતાં કરુણા સમજી ગઈ કે શું ચાલી રહ્યું છે. તેનો હાથ અટકી ગયો અને પેન નીચે ઢળી ગઈ. એક આઘાત તેના મનમાં લાગ્યો અને કશું ના કરી શકવાનો ભાવ તેના ચેહરા પર તરી આવ્યો. મેડમની પાછળ તેને જતાં તે માત્ર જોઈ રહી અને ત્રાંસી નજર તેના પરથી હટાવી લાચાર નિતુ વિદ્યા સાથે બહાર નીકળી ગઈ.

જોયેલાં આ દ્રશ્યે કરુણાને અસ્વસ્થ કરી દીધી. નિતુની સ્થિતિ પર દયા આવે એ વ્યાજબી હતું, પરંતુ તેના માટે કશું ન કરવાનો પશ્ચાતાપ તો ખરો જ. આ બધાંથી નવીનને કશુંયે લેવા દેવા નહોતું. નિતુએ તેને હવરલી બેઝીસ પર ડેટા લેવા કહ્યું, જો કે તેના મનમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. પ્રમોશનની આંધળી લાલચ તેના મન પર સવાર થઈ ચુકી હતી. તેણે નિતુનાં ઓર્ડરને અવગણી પોતાની રીતે કામ કરવાનું વિચાર્યું. એ ભૂલી ગયો કે આનું પરિણામ શું આવી શકે છે? શર્મા કે નિતુનો વિચાર કાર્ય વિના તેણે નિતુનાં કરિયર અને ટાઈમ્સ માર્કેટિંગના ભવિષ્યને અસર થઈ શકે છે, એ ના જાણ્યું. નિતુ અને વિદ્યાની ગેરહાજરીમાં પો

પોતાની રીતે કામ કરવાનું પસંદ કરી નવીને પોતાની મરજી પ્રમાણે નવું જ આડંબર શરૂ કર્યું.