માટી
નાનપણમાં હું અને મારી દોસ્તો સ્લેટ (પાટી)માં લખવાની પેન ખાતા, ત્યારે અમારા શિક્ષક કહેતા કે આનામાં કેલ્શિયમની ખામી છે. ભારતમાં એવી પણ જગ્યા છે જ્યાં ખાવાની માટી વહેંચાય છે, લોકો સ્પેશ્યલ માટી ખાવા અહી આવે છે. અમદાવાદમા કુબેરનગરમાં એક એવી દુકાન છે જ્યાં સફેદ અને કાળી માટી કટકા સ્વરૂપે વહેચાય છે! કેટલાક લોકો ફાસ્ટ ફૂડની જેમ અહી માટી ખરીદી તેને ખાઈને મજા માણે છે! ખેર આ તો થઈ માટી વિષેની અવનવી સાંભળેલી વાતો...
આ વાત આજે આટલે યાદ આવી કે, દર વર્ષે તારીખ 5 ડિસેમ્બરે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) વસ્તી વધારાને કારણે જમીનના ધોવાણને ઘટાડવા, ફળદ્રુપ જમીન અને તેના સંસાધનો વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે ''વર્લ્ડ સોઇલ ડે' (વિશ્વ માટી દિવસ) ઉજવે છે.
માટી એ બધી માતાઓની માતા છે. કારણ કે, દરેક જીવન તેમાંથી ઉત્પન થયું છે.વૈજ્ઞાનિક રીતે જોઈએ તો માટીમાં રહેલ તત્વો બે પ્રકારના હોય : પ્રથમ કક્ષાનાં મુખ્ય તત્વોમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જયારે દ્વિતિય કક્ષાનાં મુખ્ય તત્વોમાં કેલ્શીયમ, મેગ્નેશીયમ અને સલ્ફર જેવા પૂરક તત્વોનો સમાવેશ થાય છે.
વિશ્વના અનેક સ્થળોએ સમયાંતરે માટી વેરાન અને ઉજ્જડ બનતી જાય છે. જેનું મુખ્ય કારણ છે વધુપડતા રસાયણો અને કીટનાશક દવાઓનો અતિ ઉપયોગ. માટીની ગુણવત્તામાં સુધારણા લાવવા માટે વર્ષ ૨૦૧૫માં માટી સ્વાસ્થ્ય કાર્ડ(સોઇલ હેલ્થ કાર્ડ) યોજનાની શરઆત કરી હતી.જેમાં દેશભરમાં ખેડૂતોને તેમની જમીનની ચકાસણી કરી, ગુણવતા અને જરૂરી તત્વો વિષે માર્ગદર્શન આપવામાં આવે છે. ભૂમિ વિસ્તારના બંધારણ અને જેને પ્રદેશની આબોહવાને કારણે માટીના અલગ – અલગ પ્રકાર જોવા મળે છે: આપણી પૃથ્વી પર તે વન પ્રદેશો, રણપ્રદેશો અને તૃણ પ્રદેશોમાં વહેચાયેલા છે: વિવિધ પ્રદેશોની ભૂમિ તેમજ તેના રંગ, બંધારણ, કાર્બનિક દ્રવ્યનું પ્રમાણ તથા ખનીજ દ્રવ્યોની બાબતમાં ભિન્નતા દર્શાવે છે.આગામી 2050માં વૈશ્ર્વિક ખાદ્ય માંગને પહોંચી વળવા આપણે કૃષિ ઉત્પાદનમાં 60 ટકા વધારો કરવો જ પડશે. જે ગંભીર એટલા માટે છે કે ઉતરોતર દર વર્ષે પાકનો ઉતાર જમીન રસહિત હોવાથી ઘટતો જોવા મળે છે. આપણો 95 ટકા ખોરાક જમીનમાંથી આવે છે. આજે વિશ્વની ઘણી જમીન ક્ષીણ થઇ ગઇ છે આપણે આ સમસ્યાને પહોંચી વળવા માટીની તંદુરસ્તી વધારવા સાથે, ટકાઉ જમીન વ્યવસ્થાપન દ્વારા 58 ટકા સુધી ઉત્પાદન વધારવાની જરુર પડશે. કુદરતી રીતે બનતા રસાયણો છોડ માટે જરુરી છે.
પૃથ્વીની સપાટીના લગભગ ર૯ ટકા ભાગ જમીન રોકે છે: રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્ર્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી પર જીવન સૃષ્ટિ વિકાસ પામી: આપણો 95% ખોરાક જમીનમાંથી આવે છે !! માટીની અધોગતિ વિશ્વ ના 3.1 અબજ લોકોને અસર કરશે.માટી એ બધી માતાઓની માતા છે કારણ કે, દરેક જીવન તેમાંથી ઉત્પન થયું છે. માટી મૃત સામગ્રી નથી પણ જીવિત માટી છે.
ભૂમિ વિસ્તારના બંધારણ અને જેને પ્રદેશની આબોહવાને કારણે માટીના અલગ – અલગ પ્રકાર જોવા મળે છે: આપણી પૃથ્વી પર તે વન પ્રદેશો, રણપ્રદેશો અને તૃણ પ્રદેશોમાં વહેચાયેલા છે: વિવિધ પ્રદેશોની ભૂમિ તેમજ તેના રંગ, બંધારણ, કાર્બનિક દ્રવ્યનું પ્રમાણ તથા ખનીજ દ્રવ્યોની બાબતમાં ભિન્નતા દર્શાવે છે. માટી બધાંંનાજ જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે: આપણાં દેશમાં ધરતી માતાને પૂજવામાં આવે છે: ર014 થી ઉજવાતા આ દિવસનો મુખ્ય હેતુ માટીનું મુલ્ય સમજાવવાનો છે: આજે તેને જીવિત રાખવાના, માટીના પોષક તત્વો વધારવા જતજાગૃતિ લાવવાના કાર્યક્રમો યોજાય છે.
જે માટી દ્વારા આપણને જીવન મળ્યું છે તે માટી બચાવવા માટે પ્રયત્નો કરીએ એ જ આજના દિવસની સાર્થકતા.