Where did Viraj go? in Gujarati Short Stories by Jaypandya Pandyajay books and stories PDF | વિરાજ ક્યાં ગયો?

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

વિરાજ ક્યાં ગયો?

   

વિરાજ મધ્યમવર્ગીય પરિવારનો બાળક હતો. અને તેના પિતા પણ ન હતા. તે એક ગેરેજમાં કામ કરતો હતો. તે રોજ સવારે ગેરેજમાં કામ પર જતો અને સાંજ પડ્યે પાછો ફરતો હતો.

વિરાજના પરિવારમાં તેની માતા વિજ્યા બહેન અને તેની બહેન કાજલ એ બંને જ હતા. કાજલ વિરાજથી નાની હતી. આમ ત્રણ જ્ણ રહેતા હતા. વિરાજની મમ્મી વિજ્યા બહેન આડોશી  - પાડોશીના કામ ઘરે કામ કરવા જતા. અને વિરાજને મહિને જે મહેનતાણું મળતું અને તેના મમ્મી અડોશ - પાડોશના લોકોના કામ કામ કરવા જતા ત્યાંથી બે ટાઈમનું જમવાનું મળી રહેતું હતું.

એક દિવસની વાત છે. વિરાજ રોજની જેમ જ સાંજે ગેરેજ પરથી પરત ફરતો હતો. એક ડોશીમા જેમની ઉંમર સાઈઠ - પાસાઈઠ વર્ષની હશે. તેઓ નિઃ સાંસો નાખતા વિરાજ તરફ આવે છે. વિરાજ તેમને જોઈને જરાં આશ્ચર્ય પામે છે.

વિરાજ -  તે થોડા આશ્ચર્ય સાથે પેલા ડોશીને પૂછે છે શુ થયું બા કેમ તમે આમ ભાગી રહ્યા છો? 

ડોશી - થોડી ગભરામણ સાથે સામેની તરફ આંગળી ચીંધે છે.

વિરાજ ત્યાંથી થોડા બદમાશ લોકોને આવતા જુએ છે. તે ડોશીને કહે છે બા તમે સામેની ઝૂંપડીમાં બેસો હું તમને કંઈ થવા નહીં દઈશ.

પછી તે ડોશીમા ઝૂંપડીમાં જાય છે. અને વિરાજ તે બદમાશ લોકો સામે આવીને ઉભો રહે છે.

બદમાશ માંથી એક વિરાજની નજીક આવી અને તે કહે છે આ ડોશી સાથે તારે શુ સંબંધ છે? 

ડોશી - ઝૂંપડી માંથી રડતા રડતા બોલે છે તમારે મારી સાથે તકલીફ છે તો મારી સાથે જે કરવું હોય તે કરો પણ તેમાં તે બાળકનો શુ દોષ તેને કંઈ જ ન કરતા. એવુ કહી તે બદમાશ સામે હાથ જોડે છે.

બદમાશ - જો છોકરા અમારે તારી સાથે કોઈ જ લેવાદેવા નથી. અને આમ પણ તારી ઉંમર હજી નાની છે એટલે હું તારા પર હાથ ઉપાડવા માંગતો નથી એટલે તને પ્રેમથી સમજાવું છું કે અહીંથી ચાલ્યો જા નહીંતર સારું નહિ થાય.

વિરાજ - હા હું અહીંથી ચાલ્યો જઈશ પણ પહેલા મને કહો તમે આ વૃદ્ધ બા ને શા માટે હેરાન કરો છો? 

બદમાશ - તેની પાસે જાજી સંપત્તિ છે અને આગળ - પાછળ કોઈજ વાપરનારુ પણ નથી. એટલે તેની તમામ સંપત્તિ હું લઈ લઈશ.

વિરાજ - કોઈની વસ્તુ પરાણે છીનવીને લઈ શકાય નહિ. હું આવુ જરાં પણ નહિ થવા દઈશ. તમે તે વૃદ્ધાને  શાંતિથી  તેમના ઘરે જવા દો.

બદમાશ - તું આમ નહીં માનીશ હવે તને સમજાવવાથી નહિ પણ સજાથી વાત કરવી પડશે. તું ઉભોરે.

વિરાજ - તમારે જે કરવું હોય તે કરો પણ હું આ વૃદ્ધાને કાંઈજ નહી થવા દઈશ.

બદમાશ - તલવાર લઈને વિરાજ પર વાર કરવા આવે છે. પણ અચાનક પોલીસની ગાડી આવતી નજરે પડે છે. અને બધા ચોર ત્યાંથી નાસી છૂટે છે.

વિરાજ - તે વૃદ્ધાને કહે છે બા હવે આપણે શાંતિથી ઘરે જઈ શકીશુ હું તમને તમારા ઘરે છોડી દઈશ ચાલો.

ડોશી - ચાલ બેટા.

પછી બંને ચાલવા લાગે છે.

ડોશી - બેટા તું  શુ કરે છે ભણે છે કે ધંધો કરે છે?

વિરાજ - બા હું ગેરેજમાં નોકરી કરું છું.

ડોશી - બેટા તારા પિતા શુ કરે છે? 

વિરાજ -  બા મારા પપ્પાને થોડા વર્ષ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો એટલે મૃત્યુ પામ્યા હતા.

ડોશી - તો  તારા પરિવારમાં કોણ છે?  તારા ઘરનું ગુજરાન શી રીતે ચાલે છે? 

વિરાજ - મારા પરિવારમાં હું, મારી મમ્મી અને નાની બહેન છે. તે ભણે છે. અને મમ્મી પાડોશીને ત્યાં કામકાજમાં મદદ કરે છે એટલે ત્યાંથી થોડું જમવાનું તો કોઈક વાર પૈસા અને તહેવારમાં મીઠાઈ અને કપડાં મળે છે. અને મારા પગાર એમ ઘરનું ગુજરાન પૂરું પડી રહે છે.

ડોશી - ઓહો તારી પરિસ્થિતિ તો બહુ જ ખરાબ છે. બેટા ભગવાન તમને જલ્દી આ તકલીફની  માયાજાળમાંથી ઉગારે.

ચાલતા ચાલતા તે ડોશીમાનું ઘર આવે છે.

ડોશી - બસ બેટા આવી ગયું મારું ઘર. હું અહીં જ રહું છું.

વિરાજ - આ તો નાનું મકાન છે અહીં શુ સંપત્તિ હોય તો મોટો મહેલ ન હોય.

ડોશી - શુ મૂંઝવણમાં પડ્યો બેટા કે આ ડોશી નાના મકાનમાં રહે છે તેની પાસે સંપત્તિ શુ હોય?  પણ મારી બધી મિલકત મેં સાચવી રાખી છે. એટલે જ તો પેલા લોકો મારી પાછળ પડ્યા છે.

વિરાજ - ઠીક છે તો બા આવજો હું ઘરે જાવ છું કંઈ કામ હોય તો કહેજો.

ડોશી - ઉભોરે બેટા તે પોતાની પેટીમાંથી એક હજાર રૂપિયા કાઢે છે અને વિરાજને આપે છે.

વિરાજ - ના ના બા આની  કંઈ જ જરૂર નથી.

ડોશી -  અરે બેટા તે મારી મદદ કરી અને તું મને મારા ઘરે પહોંચાડી ગયો તો આ તું તારી મદદનું વળતર સમજીને લઈ લે.

વિરાજ થોડીવાર તો પૈસા લેવાની ના પાડે છે પણ ડોશીના આગ્રહ પછી તે લઈ લે છે.

પછી કહે છે હું હવે જાવ છું કંઈ કામ હોય તો કહેજો.

ડોશી - ઠીક છે આવજે બેટા ભગવાન તમારું ભલું કરે.

પછી વિરાજ ઘરે જવા માટે નીકળે છે. અને થોડીવાર પછી ઘરે આવે છે.

વિજ્યાબહેન - બેટા કેમ આવવામાં મોડું થયું પછી વિરાજ બધી વાત કરે છે અને તે ડોશીએ આપેલા એક હજાર રૂપિયા વિજ્યાબહેનને આપે છે અને કહે છે તે બા એ મને હજાર રૂપિયા આપ્યા હતા.

આ જોઈને વિજયાબહેન ખુશ થઈ જાય છે.

પછી રાત્રે જમીને બધા સુઈ જાય છે.

સવાર પડે છે. અને વિરાજ તૈયાર થઈને પોતાના કામ પર જવા માટે નીકળે છે. પણ આજે તે જાણતો ન હતો કે આજે તેની સાથે શુ થવાનું છે. આજે વિરાજ સાંજે પોતાના કામ પરથી પરત ફરતો હતો અને થોડા બદમાશ તેને અચાનક આવી અને ઘેરી લે છે. અને વિરાજ ગભરાઈ જાય છે.

વિરાજ - આજે કેમ પાછા આવ્યા?  અને આમ ડરાવી શુ રહ્યા છો હું તમારા લોકોથી ડરતો નથી સમજ્યા.

બદમાશ - તું કાલે તો પોલીસના આવવાથી બચી ગયો હતો પણ હવે આજે અમે તને નહિ છોડીશુ.

વિરાજ - હું પોલીસ સ્ટેશનમાં જઈને તમારી ફરિયાદ કરીશ અને તમને સજા અપાવીશ.

તે લોકો જોર જોરથી હસે છે,  તું અમારી ફરિયાદ કરીશ અમને સજા કરાવીશ એમ? 

વિરાજ - હા

અમે તને જીવતો છોડીશુ તો ને અને બધા તેની પાછળ ભાગે છે. અને વિરાજ ભાગે છે. તે એક ગાડી પાછળ છુપાય જાય છે. છતાં તે પકડાઈ જાય છે. અને પેલા બદમાશ તેને ખુબ જ મારે છે. અને હેરાન કરે છે.

વિરાજ - હાથ જોડે છે. મહેરબાની કરી માફ કરશો હું કંઈ જ નહિ બોલું. મારા મમ્મી અને બહેન એકલા છે હું ગરીબ છું એટલે મને જવા દો.

બદમાશ - અમે તને નહિ છોડીએ અને તે વિરાજના શરીર પર છરીના પાંચ - છ ઘા મારે છે. અને ચાલ્યા જાય છે. અને વિરાજ મૃત્યુ પામે છે. બધી જ તરફ સોપો પડી જાય છે.  વિરાજ રસ્તા પર ચતોપાટ થઈને લોહીમાં ખદબદતો પડ્યો હોય છે.

આ તરફ વિજ્યાબહેન અને કાજલ વિરાજની રાહ જુએ છે. અચાનક વિરાજ આવે છે. 

વિજ્યાબહેન વિરાજને કહે છે બેટા આજે કેમ મોડું થયું કાજલ જમવા માટે ક્યારની તારી રાહ જુએ છે.

વિરાજ - સોરી  ચાલો હું હાથ પગ ધોઈ લઉં પછી જમી લઈએ.

વિજ્યાબહેન - ઠીક છે. હું જમવાની થાળી પીરસુ છું.

વિરાજ - બાથરૂમમાં જઈને રડે છે કે આ બધું શુ કામ થવા દીધું ભગવાન આ લોકોને જયારે બધી ખબર પડશે તો શુ એમ બોલી ખુબ રડે છે.

પછી તે જમવા માટે આવે છે. કાજલ અને વિજ્યાબહેન આ બધી ઘટનાથી અજાણ બની જીવે છે. થોડા દિવસ આમ જ બધું ચાલ્યા કરે છે.

એક દિવસની વાત છે.  એક સાધુ તેમના ઘરે આવે છે વિરાજ પણ ઘરે હોય છે. અને તે સાધુ ખુબ તેજસ્વી અને વિદ્વાન હોય છે. તેઓ આવે છે વિજ્યાબહેન કહે છે  આવો મહાત્મા.

મહાત્મા  - ભોજન કરાવીશ મને

વિજ્યાબહેન - હા આવો.

પછી સાધુ ઘરમાં આવે છે. કાજલ અને વિરાજ તેમને પગે લાગે છે.

સાધુ વિરાજ પગે લાગે છે તો આશ્ચર્ય પામે છે.

સાધુ - દીકરી તારા ઘરમાં કોઈ આત્માનો વાસ છે.

વિજ્યાબહેન - ના મહાત્મા અહીં કોઈ આત્મા નથી.

સાધુ - હું સાબિત કરી બતાવું તો માનીશ.

વિજ્યાબહેન - આશ્ચર્ય પામે છે.

તે સાધુ પોતાની શક્તિ દ્વારા બધી  જ વાત જાણે છે.  પછી તે વિજ્યાબહેનને બધી વાત કરે છે કે તારા દીકરાને થોડા દિવસ પહેલા થોડાક બદમાશ લોકોએ ક્રૂર રીતે મારી નાખ્યો છે. તેની હત્યા થઈ ચુકી છે. અને તે પોતે આત્મા બની તમારી સાથે  રહે છે. પણ તમે આ બધાથી અજાણ છો.

વિજ્યાબહેન - શુ વાત કરો છો આ સાચું ન હોય શકે વિરાજ મારો દીકરો અહી જ  તો છે.

સાધુ - વાસ્તવિકતા સ્વીકારી લે હવે તેની આત્મા મોક્ષ માટે ભટકે છે એટલે તે માટે આપણે શાંતિ યજ્ઞ કરીશું. તું બધી સામગ્રી તૈયાર કરી આપ હું અહીં જ છું. હું જ યજ્ઞ કરાવી દઈશ. યજ્ઞ વિધિ શરૂ થાય છે. અને વિજ્યાબહેન અને કાજલ ખુબ રડે છે. પછી બધી શાસ્ત્રીય વિધિથી યજ્ઞ પૂરો થાય છે.

વિરાજનો આત્મા ધીમે  ધીમે તૃપ્ત બનતો જાય છે.

વિરાજ - હું જાવ છું મમ્મી, કાજલ તમે બંને એકબીજાનું ઘ્યાન રાખજો અને જરૂર પડે તો યાદ કરજો હું ગમે તે રૂપે તારી પાસે તારી મદદ કરવા આવીશ. અને વિજ્યાબહેન તેને રોકે છે  પણ વિરાજની આત્મા ત્યાંથી ચાલી જાય છે. અને એકદમ ગમગિન વાતાવરણ સર્જાય છે. અને સાધુ પણ ચાલ્યા જાય છે.

વિજ્યાબહેન - જોરથી રાડ પાડે છે. વિરાજ ક્યાં ગયો?  મારો વિરાજ ક્યાં ગયો? કાજલ વિજ્યાબહેનને સમજાવે છે કે હવે આપણે હિંમત રાકવાનીબછે છે. આમ તૂટી જવાય નહીં. અહીં એક ગંભીરતાભર્યું રહસ્ય ઉકેલ પામે છે. અહીં એક કરુણ અને આઘાતજનક ઘટનાવાળી વાર્તા - કથા અંત પામે છે. 

                                                        સંકલન / આલેખન - જય પંડ્યા