અનંત તેની મિત્રના આવા વતૅન અને વ્યવહાર થી ખૂબ અચંભીત અને ઉદાસ થઈ ગયો હતો.તેને આરાધના પર ગુસ્સા કરતા ચિંતા વધારે થઇ રહી હતી.આ ઉદાસીમાં અનંતને તેની મિત્ર આરાધનાની કમી વર્તાઈ રહી છે. હા,
બન્ને નાના હતા ત્યારે તો રોજ છત પરથી તારલા અને ચાંદા સાથે વાતો કરતા,હવે એ જ બન્ને મિત્રોની મિત્રતાને ગ્રહણ લાગી ગયુ હતુ. અનંત જ્યારે છત પર જઈ ત્યાથી આકાશમાં તારલાઓ તરફ જોઈ રહ્યો હતો, ત્યારે અનંતને તેની નાનપણની સૌથી પાક્કી દોસ્ત ની યાદ આવી રહી હતી. જ્યા તે બન્ને સાથે બેસીને તારલાઓ ગણતા અને ચાંદામાં દેખાતી પેલી ડોશી અને બકરીની વાતો કરતા. સૌથી વધારે ચમકતા ધ્રુવ તારાને તો આ બન્નેની ભોળી આંખો રોજ શોધે અને ખુશ થયા કરે. આખા દિવસ માંથી આ જ એ સમય હતો જ્યારે આ બાળપણ પણ આ તારલાઓની વચ્ચે તેનુ ભાવજગત શોધતુ.આરાધના અનંતને એવુ ધણીવખત કહેતી કે મારે એક વખત વિમાનમાં બેસી જોવા જવુ છે કે ચાંદો થોડા દિવસમાં ક્યાં જતો રહેતો હશે.તેનુ ધર કેવુ હશે! બધા કહે છે કે ભગવાન આકાશમાં રહે છે તો આ ભગવાનનુ ધર ક્યાં હશે!ભગવાન ઊપર આકાશ માંથી અહીં નીચે કેવી રીતે આવતા હશે!!! આરાધનાની આ નાનપણની ભોળી વાતો આજ અનંતને બહુ યાદ આવી રહી હતી. તેણી હંમેશા અનંતને કહેતી ચાલને....જોવા જઈએ આકાશની પેલે પાર શુ હશે?એમ કહી બન્ને હસી પડતા.અનંતને આરાધનાના આવા સવાલોના જવાબ શોધવા ખૂબ ગમતા.ચંદ્રનીકળાઓ સમજવામાં ત્યારે આ બાળપણ કદાચ નાનુ હશે પણ રોજ ચાંદો કેટલો મોટો થયો તે જોવા છત પર પહોંચી જતા.વાદળની સાથે સંતાકૂકડી રમતો ચાંદો જોવાની મજા આ બન્નેએ અનેક વખત માણી હશે.ખબર નહી કેટલી ચંદ્રની કળાને આ ચાર આંખોએ એક સાથે જોઈ હશે.આભનુ અવલોકન શરૂ થતુ ત્યારે આ સંપૂર્ણ આકાશ આ ચાર આંખોની કલ્પના શાળા બની જતી.આવુ અદભૂત બાળપણ આ મિત્રો સાથે જીવ્યા હતા.ત્યારે આ ભોળુ બાળપણ હસી જાણતુ હતુ.દુનિયાના રંગોથી અજાણ આ ભોળી લાગણીઓ તેની એક અલગ જ દુનિયામાં દોડા દોડી કરી રહી હતી અને ધીમે ધીમે મોટી થઇ રહી હતી .અને એવા રસ્તા પર દોડતી આ લાગણીનો દરવાજો સીધ્ધો હકીકતમાં એટલે કે રીયલ દુનિયામાં ખૂલતો હતો.
આજ જ્યારે આરાધના અનંતની કોઈ વાત સાંભળવા જ તૈયાર નથી, ત્યારે અનંત આ આભની સામે જોઈ રહ્યો છે અને મનોમન નક્કી કરે છે કે ,આરાધના કદાચ તેના આ મિત્રને અને તેની મિત્રતાને ભૂલી ગઈ હશે, પણ અનંત ભૂલ્યો નથી.અને એક મિત્ર તરીકે તેને ખબર જ છે કે ,અમન આરાધના માટે પરફેક્ટ પાટૅનર નથી, તો કોઈપણ રીતે અને કોઈપણ સંજોગોમાં અનંત , આરાધનાના લગ્ન પેલા ટપોરીછાપ અને જુગારી અમન સાથે થવા દેશે નહીં.
અનંત આ બધુ આભ તરફ જોઈ વિચારી રહ્યો હતો ત્યાં જ તે તેના ગાલ પર ભીનાશ અનુભવે છે,અને જોવે છે તો આંખની કીકીઓ ભીની થઈ, ગાલ પર વહી રહી હતી.અનંત સમજી નથી શકતો કે તેની આંખમાં આ આસું કઈ રીતે અને ક્યાં કારણોસર આવી ગયા.હજુ તો અનંત આંખના આસુ લુછતો જ હતો,ત્યાં જ તેને પાછળથી જાણે તેને શોધી રહ્યુ હોય તેમ, તેના નામની બૂમ સંભળાય છે.
અનંત પાછળ ફરી જુએ છે તો , તેને તેના પપ્પા હતા.
અરે, અનંત....! હું આખા ઘરમાં તને શોધી આવ્યો ,પણ તુ ક્યાંય ન મળ્યો.
અનંતે તેના પપ્પા જોઈ ન એ રીતે ફટાફટ આંસુ લુછ્યા અને કહ્યુ અરે, પપ્પા આખા ઘરમાં તમે મને શા માટે શોધી રહ્યા હતા.
અરે, બેટા ...આજે મને મારા દિકરા સાથે થોડી વાતો કરવાનુ મન થયુ છે એટલે.....
અરે, બોલોને પપ્પા તમારે મારી સાથે શું વાત કરવી છે?
તમારે પણ જાણવુ છે ને કે ...અચાનક અનંતના પપ્પાને અનંત સાથે શું વાત કરવી હશે....!? તો વાંચતા રહો, શ્યામ રંગ.....લગ્ન ભંગ....... ભાગ 8