handshake in Gujarati Astrology by Jaypandya Pandyajay books and stories PDF | હસ્ત મેળાપ

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

હસ્ત મેળાપ

હસ્તમેળાપ

રાજ ઓફિસમાં બેઠો હતો. અને પ્રકાશભાઈ તેની કેબિનમાં આવે છે. અને બાજુમાં બેસે છે. અને રાજ કામ કરતો હોય છે. પછી પ્રકાશભાઈ રાજની સાથે વાત કરે છે. પ્રકાશભાઈ - રાજ મારે તારી સાથે એક વાત કરવી છે બેટા. રાજ - હા બોલોને પપ્પા તમારે શુ વાત કરવી છે?  પ્રકાશભાઈ - બેટા તને યાદ છે શર્મા અંકલની મેરેજ એનિવર્સરીમાં આપણે તેમના ઘરે પાર્ટીમાં ગયા હતા. રાજ - હા યાદ છે. પ્રકાશભાઈ - ત્યાં તું તેમની ડોટર શ્રેયાને મળ્યો હતો. રાજ - હા તો... પ્રકાશભાઈ - તો બેટા તારી ઈચ્છા હોય અને જો તને શ્રેયા પસંદ હોય તો હું  મિસ્ટર શર્મા અને તેમની વાઈફ સાથે આ વિશે વાત કરું. રાજ - પણ પપ્પા હમણાં મારા મનમાં મેરેજ વિશે કોઈ આઈડિયા નથી. હું એ વિશે કંઈ વિચારતો નથી. પ્રકાશભાઈ - હમણાં તને કોણ મેરેજ કરવાનું કહે છે જો વાતચીત વ્યવસ્થિત રીતે થઈ જાય અને વાત નક્કી થઈ જાય તો મેરેજ તારી ઈચ્છા હશે ત્યારે કરીશું બસ. રાજ - હમણાં હું આ વિશે શ્યોર નથી તમને જેમ ઠીક લાગે તેમ કરો. પછી રાજ ફાઈલ લઈ ત્યાંથી ચાલ્યો જાય છે. પ્રકાશભાઈ  - વિચારે છે રાજ શ્રેયા સાથે મેરેજ કરવાની વાત અવોઇડ ન કરે તો સારું. પછી તે પણ ત્યાંથી  બહાર આવે છે. અને પોતાની કેબિનમાં મિટિંગ માટે જાય છે. રાજ - આ તરફ વિચાર કરે છે કે પપ્પા મારા મેરેજની ઉતાવળ શા માટે કરે છે સમજાતું નથી.    અહીં સાંજ ઢળે છે અને બંને ઘરે આવે છે. અને સૌ સાથે જમવા માટે ડાઇનિંગ ટેબલ પર બેસે છે. પ્રકાશભાઈ - પલ્લવી મેં રાજને કહ્યું કે તને મિસ્ટર શર્માની દીકરી શ્રેયા ગમે છે તો તે કંઈ જવાબ જ નથી આપતો. મેં તેને શુ ખોટું પૂછ્યું?પલ્લવી - નહિ તમારી વાત બરાબર છે. તેમાં કંઈ જ ખોટું નથી. રાજ - પણ મમ્મી મારે હમણાં મેરેજ કરવાનો કોઈ જ વિચાર નથી. અને આ વિશે મેં પપ્પાને જણાવી દીધું છે. પલ્લવી - તમે હવે રાજ સાથે આ બાબતે વાત કરતા નહિ તેની જે ઈચ્છા હશે તે આપણને જણાવી દેશે. બરાબરને બેટા. રાજ - હા મમ્મી પણ હમણાં મારો આ વિશે કોઈ જ વિચાર નથી. અને હું એ વિશે કંઈ જ નહિ કહીશ. પલ્લવી - હા ઠીક છે.પ્રકાશભાઈ - ઠીક છે બેટા પણ કાલે તારે અમદાવાદ  મિટિંગમાં જવાનુ છે તો તે માટે બધું પ્રિપેર  થઈ ગયું છે? રાજ - હા પપ્પા આમ તો બધું જ કમ્પ્લીટ છે પણ છતાં હું હમણાં રૂમમાં જઈને બધું ફરિ સ્ટડી કરી લઈશ. પછી બધા પોતાના રૂમમાં ચાલ્યા જાય છે. રાજ - ફરિ ફાઈલ ચેક કરે છે. અને કહે છે કે હા બધું જ રેડી છે. હવે લેપટોપનું પ્રેઝન્ટેશન જોઈ લવ. પછી તે લેપટોપમાં પ્રેઝન્ટેશન ફાઈલ ચેક કરે છે તો તે પણ બરાબર હોય છે. પછી બધું જ તે પોતાની બેગમાં મૂકી દે છે. અને સુઈ જાય છે. અહીં સવાર પડે છે. રાજ ઉઠી જાય છે. અને તૈયાર  થઈ  નીચે હોલમાં આવે છે. અને પ્રકાશભાઈ અને પલ્લવી તેની રાહ જોઈને ઉભા રહે છે. અને રાજ તેમને મળે છે. અને બધા ભગવાનના મંદિર પાસે ઉભા રહી અને પ્રાર્થના કરે છે. અને પછી રાજ તેના મમ્મી પપ્પાને પગે લાગી અમદાવાદ જવા રવાના થાય છે. આ તરફ તે અમદાવાદમાં ક્લાઈન્ટની ઓફિસે આવે છે. બધા એકબીજાનો પરિચય મેળવે છે. અને મિટિંગ ચાલુ થાય છે. અને એક સોહામણી અને ખુબ જ સુંદર ગર્લ પ્રેઝન્ટેશન આપવા માટે પ્રોજેક્ટરની બાજુમાં આવી અને ઉભી રહે છે. રાજ તેને જુએ છે. અને થોડીવાર બાદ મિટિંગ ચાલુ થાય છે. રાજ તે ગર્લને જોયા કરે છે. અને તેના પ્રેઝન્ટેશનથી રાજ આકર્ષણ પામે છે. અને થોડા ટાઈમ બાદ મિટિંગ પુરી થાય છે. અને બધા મિટિંગ હોલમાંથી બહાર આવે છે. રાજ આગળ ચાલવા માંડે છે. ત્યાં પાછળથી અવાજ આવે છે. હેલો હાવ આર યુ મિસ્ટર રાજ? રાજ - ફાઈન બટ હું આર યુ?  ગર્લ - માય નેમ ઇઝ શ્રદ્ધા શર્મા. રાજ - થોડીવાર તો   વિચારમાં ખોવાઈ જાય છે. પછી કહે છે. મેં કેમ તમને પહેલા જોયા છે એવુ મને લાગે છે. અને થોડીવાર પછી પૂછે છે કે તમે બિઝનેસ ટાઈકૂન મિસ્ટર શર્માના ડોટર છો ને હું અને તમે પહેલા મળી ચુક્યા છીએ એમ આઈ રાઈટ. શ્રદ્ધા - યસ હું એમની જ ડોટર છું અને આપણે મારા ઘરે પાર્ટીમાં મળ્યા છીએ.રાજ - હા તમારી વાત સાચી છે. શ્રદ્ધા - કેમ છે અંકલ અને આંટી મજામાં?  રાજ - હા મજામાં. શર્મા અંકલ અને આંટી કેમ છે?  શ્રદ્ધા - તેઓ મજામાં છે.  રાજ - ચાલો કેન્ટીનમાં જઈએ. શ્રદ્ધા - હા ચાલો. રાજ - તમારા ફાધરની કંપનીમાં જોબ ન કરીને અહીં કેમ જોબ કરો છો?  સમજાયું નહિ મને. શ્રદ્ધા - મારા પપ્પાએ બહુ મોટુ એમ્પાયર પોતાની સ્ટ્રગલથી ઉભું કર્યું છે. પણ હું એવુ માનું છું કે જીવનમાં આપણી રીતે સેટ થવું જોઈએ. જેથી આપણને સમજાય કે જીવનમાં સક્સેસ મેળવવા કેટલા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. મારા પપ્પાનું ફેમિલી શરૂઆતમાં ખુબ જ મિડલક્લાસ લાઈફ જીવતું હતું. ધીમે ધીમે મારા પપ્પા રાજકોટમાં વસ્યા અને પેપરની ફેક્ટરી બનાવી અને ખુબ મહેનત પછી આજે એટલા વર્ષે તેઓ એક સક્સેસફૂલ બિઝનેસ પર્સન છે. હું તેમની કંપનીમાં મેનેજીંગ ડાયરેકર છું. હું અહીં એક ડીલ માટે આવી છું. અને હું બિઝનેસ શીખવા ઈચ્છું છું.  એટલે હું પણ મારી લાઈફ મારી રીતે બનાવવા ઈચ્છું છું. અને મારું માનવું છે કે દરેક વ્યક્તિએ  પોતાની લાઈફમાં કંઈક એવુ વર્ક કરવું જોઈએ જેથી તેની પોતાની ઓળખાણ બને. અને સારું જીવન મળે. એવુ કોણ કહે છે કે  અમીર ઘરના સંતાનો કોઈ કામ કરતા નથી. હું તેવા લોકોને કહેવા ઈચ્છું છું કે અમીર કે ગરીબ હોવું જરૂરી નથી. તમારી કામ કરવાની ઈચ્છા તમને સારી લાઈફ જીવવાની તક આપે છે. એ પછી જો તમારું  પોતાનું ટેલેન્ટ,  શોખ એ પણ તમને જીવનમાં સફળતા અપાવે છે. ' યોર આર્ટ ગિવિંગ યુ વર્ક એન્ડ સક્સેસ એન્ડ ફાઇનલી યુ વોન્ટ મની'માટે હંમેશા કંઈક નવું શીખતાં રહેવું જોઈએ. અને જાણતા રહેવું જોઈએ. કામ તમને જીવન જીવવાની અને સફળતા મેળવવાની ઈચ્છા  જીવંત રાખવા હેલ્પ કરે છે. રાજ - એક અમીર બાપની દીકરી આટલું સરસ વિચારે છે. અને રાજ તેનાથી ઈમ્પ્રેસ થાય છે. અને કહે છે. તમે ખરેખર ખુબ જ સમજદાર છો. તમે જીવનમાં જરૂર બીજા માટે એક એક્ઝામ્પલ છો. અને સારું કામ કરવા અને સારું જીવન જીવવા ઈન્સપાયર્ડ કરતા રહો છો. શ્રદ્ધા - થૅન્ક યુ વેરી મચ. પછી બંને કોફી મંગાવે છે. અને પીવે છે. થોડીવાર પછી. શ્રદ્ધા - સોં આપણે હવે જવુ જોઈએ. મારે સાંજની આણંદની ફ્લાઇટ છે. રાજ - ગ્રેટ મારે પણ આણંદ જ જવાનુ છે. સોં   હું મારી કાર લાવ્યો છું. ઇફ યુ ડોન્ટ માઈન્ડ તો તમે મારી કારમાં મારી સાથે આવી જજો. શ્રદ્ધા - થૅન્ક્સ ઓકે હું તમારી સાથે આવી જઈશ. પછી બંને કેન્ટીનમાંથી ચાલ્યા જાય છે. અને રાજની કાર પાસે આવે છે. પછી રાજ કાર લઈને આવે છે. અને બંને નીકળી જાય છે. અને વાતચીત કરવાનું શરૂ રાખે છે. શ્રદ્ધા - મનમાં વિચારે છે.   રાજ સ્વભાવથી સારા વ્યક્તિ છે. અને સેન્સિટિવ પર્સન છે. રાજ - મનમાં વિચારે છે. શ્રદ્ધા કેટલા કોન્ફિડેન્સવાળા છે. અને હંમેશા બીજાને હેલ્પ કરે છે. શી ઇઝ સચ એ ગ્રેટ પર્સન.પછી વાતો કરતા કરતા બંને આણંદ પહોંચે છે. શ્રદ્ધા - મને તમેં અહીં જ ઉતારી દો હું અહીંથી ચાલી જઈશ. રાજ - ના ના હું તમને ઘરે ડ્રોપ કરી દઉં. મારે કંઈ જ જલ્દી નથી. શ્રદ્ધા - ઠીક છે. પછી રાજ શ્રદ્ધાને તેનાથી ઘરે ડ્રોપ કરવા જાય છે. શ્રદ્ધા - ગાડીમાંથી નીચે ઉતરે છે. અને કહે છે સોરી એન્ડ થૅન્ક્સ. રાજ - સોરી શા માટે?  શ્રદ્ધા - મારા કારણે તમારે લેઇટ થયું. અને અહીં સુધી આવવું પડ્યું. રાજ - એમાં સોરી શુ કામ?  તમે મારા પપ્પાના બેસ્ટ ફ્રેન્ડના ડોટર છો. અને હવે તો આપણે બંને પણ ફ્રેન્ડ છીએ તો  એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડને હેલ્પ કરે તેમાં તકલીફ કેમ? મારી જગ્યા પર તમે હોત તો મારી મદદ નહોતા કરવાનાં. અને તમને મળ્યો એટલે મને ઘણું બધું નવું નવું શીખવા અને જાણવા મળ્યું. ઓકે બાય. શ્રદ્ધા - આપણે ફ્રેન્ડ છીએ તો હવે તમે અહીં સુધી આવ્યા છો તો ઘરે આવો. અને બધાને મળીને ચાલ્યા જજો. રાજ - ના આજે રહેવા દો હું પાછો ક્યારેક આવીશ. શ્રદ્ધા - પાછા ક્યારે આવશો?   આજે આવ્યા છો તો આવોને. રાજ - ના ના પાકું હું પાછો આવીશ. બાય. અને અંકલને યાદી આપજો. શ્રદ્ધા - ઠીક છે. બાય પણ આવજો જરૂર.રાજ - ચોક્કસ. પછી શ્રદ્ધા ઘરમાં એન્ટર થાય છે. અને તેની મમ્મી પૂછે છે આવી ગઈ બેટા. શ્રદ્ધા - હા મમ્મી આવી ગઈ. પછી તે પોતાના રૂમમાં ચાલી જાય છે. આ તરફ રાજ પણ ઘરમાં આવે છે. અને પોતાના રૂમમાં જાય છે. સાંજ પડે છે. અને રાજ ફેમિલી સાથે ડિનર કરવા બેસે છે. પ્રકાશભાઈ - બેટા કેવી રહી મિટિંગ?  રાજ - નાઇસ. પપ્પા મારે તમારી સાથે એક વાત કરવી છે. પ્રકાશભાઈ - બોલને બેટા?  રાજ - મને આજે શ્રદ્ધા મળી હતી. પ્રકાશભાઈ - કોણ શ્રદ્ધા?  રાજ - શર્મા અંકલની ડોટર શ્રદ્ધા. પ્રકાશભાઈ - તે તારી સાથે મિટિંગમાં આવી હતી?  રાજ - હા. પ્રકાશભાઈ - તે કેવી લાગી તને?  રાજ - શી ઇઝ સોં બ્યુટીફૂલ એન્ડ વેરી ઇન્ટેલીજન્ટ. મને તે ગમે છે. પલ્લવી - વાહ બેટા તો તો તારા પપ્પા કાલે જ શર્મા અંકલ સાથે વાત કરશે. પ્રકાશભાઈ - હા પાકું. આ તરફ શ્રદ્ધા પણ ફેમિલી સાથે ડિનર કરતી હોય છે. શ્રદ્ધા - પપ્પા આજે મને મિટિંગમાં તમારા ફ્રેન્ડ પ્રકાશ અંકલનો સન રાજ મળ્યો હતો. તે ખુબ સરસ અને સારા સ્વભાવનો છે. મિસ્ટર શર્મા - તો હું કાલે જ પ્રકાશ સાથે વાત કરી લઉં પછી બીજા દિવસે પ્રકાશભાઈ મિસ્ટર શર્માના ઘરે આવે છે. અને બંને વચ્ચે વાતચીત થાય છે. પ્રકાશભાઈ - શર્મા મારો રાજ અને તારી શ્રદ્ધા એકબીજાને મિટિંગમાં બે દિવસ પહેલા મળ્યા હતા. અને રાજ શ્રદ્ધાને પસંદ કરે છે. મિસ્ટર શર્મા - મારી શ્રદ્ધા પણ રાજને પસંદ કરે છે. જો તારે ઓબ્જેકશન ન હોય તો... પ્રકાશભાઈ - હા હા હું એ માટે જ તો આવ્યો છું. તો પાકું મારો દીકરો રાજ અને તારી દીકરી શ્રદ્ધાના મેરેજ આવતા મહિને થશે. મિસ્ટર શર્મા - પાકું. લગ્નની તૈયારી થવા લાગે છે. અને જોત જોતામાં પ્રસંગના દિવસો નજીક આવી જાય છે. બંનેની એન્ગેજમેન્ટ થાય છે. અને લગ્નનો દિવસ આવી જાય છે. રાજ - મનમાં બોલે છે કે જે છોકરીને હું જોયા વિના લગ્ન માટે ના કહેતો હતો તે આજે થોડા કલાકોમાં મારી વાઈફ બની જશે. લાઈફ પાર્ટનર બની જશે. અને લગ્નની વિધિ શરૂ થાય છે. શ્રદ્ધા આવે છે. અને રાજ તેને જોતો જ રહી જાય છે. ફેરાની વિધિ પૂર્ણ થાય છે. અને બંને દંપતી સાથે બે પરિવારનો 'હસ્તમેળાપ' થાય છે. અને બંને પરિવાર એક થાય છે. આમ રાજ મહેતા અને શ્રદ્ધા શર્મા બેસ્ટ ફ્રેન્ડમાંથી લાઈફ પાર્ટનર બને છે.    

                          લેખન - જય પંડ્યા