Antrikshni Aarpaar - 3 in Gujarati Astrology by Jaypandya Pandyajay books and stories PDF | અંતરિક્ષની આરપાર - એપિસોડ 3

Featured Books
Categories
Share

અંતરિક્ષની આરપાર - એપિસોડ 3

અંતરિક્ષની આરપાર  એપિસોડ -  3 આ ગયે  અપની  મોત સે કોઈ બસર નહિ, સામાન હૈ સો સાલ કા પલ કી ખબર નહિ...નવલભાઈ પુરોહિત પોતાના પૂજા ખંડમાં બેસી ઘ્યાન કરી રહ્યા હતા. લગભગ 40 વર્ષ જેટલી ઉંમર 5 / 5.5 જેટલી ઊંચાઈ,  મોટુ શરીર,  કપાળમાં ચંદન, સફેદ ઝભ્ભો, સફેદ ધોતી અને ગળામાં રુદ્રાક્ષની માળા આ એમનો બાહ્ય દેખાવ.   અચાનક એમને કંઈ એવુ દ્રશ્ય દેખાયું ( ઘ્યાન અવસ્થામાં )  જે જોઇને તેઓ અવાક થઈ ગયા. તેમણે આંખો ખોલી એકદમ ગભરામણ વધવા લાગી. હે ભગવાન તું આ મને શું બતાવી રહ્યો છે ? હું આ બધા દ્રશ્યો જોવા માટે તારી ભક્તિ કરું છું ?  હું તારામાં લિન થવા ઈચ્છું છું અને તું મને આ દુઃખના દ્રશ્યો બતાવી વધુને વધુ માયામાં ધકેલી રહ્યો છે. નવલભાઇ બોલ્યા.તેઓ પૂજા ખંડમાંથી ઉભા થઈ ઝડપથી બહાર આવી રહ્યા હતા. ચલતા ચાલતા તેમને ચક્કર આવી જાય છે તેઓ પડી જાય છે અને જોરદાર ચીસ પાડે છે. પ્રાણ કુંવર બહેન અંદર રસોડામાં કામ કરતા હોય છે, ત્યાંથી ઝડપથી બહાર આવે છે શું થયું? અચાનક આવી અને તેઓ જુએ છે તો નવલભાઇ જમીન પર બેઠા હોય છે. અરે આ કેવી રીતે થયું ? કઈ રીતે તમે પડી ગયા? તેઓ ગભરામણ સાથે બોલ્યા.  મને એ કહે કે મૌલિક ક્યાં છે? નવલભાઇ બોલ્યા... કેમ શું થયું?  પ્રાણ કુંવર બહેન બોલ્યા.  થયું કંઈ નથી પણ તું મને કહે કે ક્યાં ગયો મૌલિક?  મૌલિક તો કોલેજ  ગયો છે.   તમને ખ્યાલ છે ને તેને છેલ્લું સેમેસ્ટર  છે. આજે રજા છે છતાં તેને એક્સ્ટ્રા ક્લાસ છે. શું થયું હતું?  પ્રાણ કુંવર બહેન બોલ્યાનહીં કંઈ નહીં તું તારું કામ નિરાંતે કરી લે મૌલિક આવે  તો મને જણાવજે. નવલભાઇ બોલ્યા. કેમ ? શું કામ છે  મૌલિકનું ? પ્રાણ કુંવર બહેન બોલ્યા. મારે તેનું જરૂરી કામ છે.  હું કહીશ પછી તને નવલભાઇ બોલ્યા. ઠીક છે. પ્રાણ કુંવર બહેન પોતાનું કામ કરવા રસોડામાં પરત ફરે છે. મૌલિક સ્કૂલેથી આવે છે. પોતાનું બેગ સેટી પર મૂકી રસોડામાં મમ્મી પાસે જાય છે. મમ્મી હું આવી ગયો... મૌલિક બોલ્યો. તું પહેલા તારા પપ્પા પાસે જઈ આવ તેમને તારું કંઈક કામ છે. કેમ શું થયું ? મૌલિક બોલ્યો. મને ખ્યાલ નથી તું એમને પૂછી લે  પ્રાણ કુંવર બહેન બોલ્યા. મૌલિક  તેના પપ્પા પાસે આવે છે, તમારે મારું કંઈ કામ હતું મમ્મી કહેતી હતી ?  હા બેટા તું અહીં મારી સામે બેસીજા   કંઈ બોલતો નહિ માત્ર મારી સામે જોજે નવલભાઈ બોલ્યા. મૌલિક : ઠીક છે પપ્પા. નવલભાઈ મનમાં ગાયત્રી મંત્ર બોલે છે. અને મૌલિકનું માનસિક રીતે એનાલિસિસ કરે છે ? .તેઓ કોઈ દ્રશ્ય સ્પષ્ટ રીતે જોઇ શકતા નથી પણ અમુક અંશે તેમને એટલો ખ્યાલ ચોક્કસ આવતો હતો કે પોતાના  દીકરા પર કોઈ સંકટ છે. શું છે તેનો ભેદ મેળવવો થોડો અઘરો છે પણ હું પ્રયત્ન તો ચોકકસ કરીશ. તેઓ મૌલિકને કહે છે બેટા તું હવે જઈ શકે છે. શું થયું ? તમે શું જોતા હતા પપ્પા ? કંઈ નહિ બેટા બસ તારા માટે ભગવાનને પ્રાર્થના કરતો હતો માતાજી તને કાયમ સુખી અને સ્વસ્થ રાખે. પછી મૌલિક પોતાના અસાઇમેન્ટ લખવાં જતો રહે છે. નવલભાઈ ખુબ જ ચિંતિત થાય છે.  હવે શું કરું ? આ તો કોઈને કહેવાય નહિ, કોઈ માનવા પણ તૈયાર થાય નહિ. આનો પૂરો તાગ કાઢવો તો પડશે જ મૌલિકના જન્મ સમયના ગ્રહો પાછા ફરી એ જ દશામાં આવી રહ્યા છે. આ માટે મારે ઠક્કર નગર એપ્રોજ અમદાવાદમાં રહેતા શ્વેત મહારાજનો સંપર્ક કરવો જોઈએ.  તેઓ દરેક જવાબ સ્પષ્ટ આપે છે. નવલભાઈ પોતાની ડાયરીમાંથી તેમનો નંબર શોધી તેમને ફોન કરે છે. નવલભાઇ : પ્રણામ મહારાજ હું નવલભાઇ બોલું છું જૂનાગઢથી.મહારાજ : બોલો બોલો નવલભાઇ. નવલભાઇ : મારે એક વાત કરવી છે તમારી સાથે જો તમે અનુકૂળતા માનો તો.  મહારાજ :  હા બોલો ને શું થયું?  નવલભાઇ : મારો દીકરો મૌલિક કોલેજના છેલ્લા વર્ષમાં છે. તેની ઉંમર 19 વર્ષની છે હું આજે સવારે ધ્યાનમાં બેઠો ત્યારે મને સ્વપ્ન દેખાયું જેમાં મારા દીકરા મૌલિક ને કોઈ બીમારી થઈ જે અસાધ્ય હોય અને તેનું શરીર બીમારીના કારણે નબળું પડી જાય છે અને તે અવસાન પામે છે. હવે ધ્યાન કરતી સમયે આવું સ્વપ્ન મને શું કામ આવ્યું? મારે જાણવું છે. કારણ કે મને આવેલ સ્વપ્ન ક્યારેય મિથ્યા થયું નથી. આ વર્ષે તેની કુંડળીમાં મેં જોયું તો તેના ગ્રહો એ જ દશામાં આવે છે જે તેના જન્મ સમયે હતા.  તમ'ને હું બંને જાણીએ છીએ કે રાહુ જન્મના 18 વર્ષે વ્યક્તિના ગોચરનો રાહુ જન્મના રાહુ પરથી પસાર થતો હોય છે. તો તમે જ્યારે ધ્યાનમાં બેસો ત્યારે મારાઆ પ્રશ્નનું સમાધાન કરી આપો  તેવી વિનંતી.  મહારાજ : ઠીક છે નવલભાઇ હું તમને કાલે સાંજે 6:00 વાગે ફોન કરું તો ચાલશે?  ચાલશે મહારાજ નવલભાઇ પ્રણામ હું ફોન રાખું છું.  બોલ્યા. મહારાજ : પ્રણામ  બીજા દિવસે નવલભાઇ પોતાની દિનચર્યા પૂર્ણ કરે છે.  શ્વેત મહારાજનો ફોન આવે છે.  નવલભાઇ : પ્રણામ મહારાજમહારાજ : મજામાં નવલભાઇ હું કાલે ધ્યાનમાં બેઠો હતો ત્યારે મેં જોયું તમને જે સ્વપ્ન આવ્યું છે તે યથાર્થ છે  જેને જ્યોતિષશાસ્ત્રની ભાષામાં પ્રિડીક્શન બેસ્ડ ઓન એવિડન્સ ( પુરાવા આધારિત આગાહી ) આ ઘટના જે તમને ઈશ્વરે બતાવી છે, તે હવે જૂજ દિવસમાં સત્ય થઈ શકે તેમ મારું માનવું છે. તમે જે કહ્યું કે 18 વર્ષે ગોચરનો રાહુ જન્મના રાહુ પરથી પસાર થાય છે તો  તમને અને મને બંનેને ખબર છે કે તમારા દીકરાની કુંડળી અલ્પાયુષી યોગવાળી છે. જુઓ હું આમાં તમને કોઈ જ રીતે ડરાવતો નથી, જ્યોતિષ વિદ્યા શું છે તે તમે અને હું બંને જાણીએ છીએ, આ કોઈ મનોરંજનની વસ્તુ નથી કે હું તમારી સાથે મજાક કરું. જે ઘટના બનવાની જ છે તેને હું કે તમે પ્રયત્ન કરીને પણ અઘટિત નથી કરી શકવાના. તમારા દીકરાનું આયુષ્ય ખરેખર ટૂંકું જ છે,  અથવા એમ કહું કે તે માત્ર 3  મહિનાનો મહેમાન છે. હું આ તમને એટલા માટે જણાવી દઉં છું, તો તમને એવું ન થાય કે આ બધું અચાનક બન્યું છે.  હવે હું તમને એ પણ જણાવી દઉં કે તમારા દીકરાને તમે આવતીકાલે હોસ્પિટલે લઈ જજો ન્યુરોસર્જનને બતાવજો. તેને બ્રેઇન ટ્યુમર થયું છે.  આવું બધું શું કામ  બોલો છો મહારાજ ? નવલભાઇ બોલ્યા. બોલતા બોલતા તેમની આંખોમાં આંસુ આવી જાય છે.  તમે હિંમત રાખો, હું તમને જે કહું છું તે સાચું કહું છું, આ બધું જ તમે પણ જાણો છો આમાં કંઈ નવાઈ પામવા જેવું નથી. તમે હવે તમારા દીકરાને બને તેટલો ખુશ રાખો તમારા પત્નીને આ કોઈ  વાત ન કરશો.  છતાં ગાયત્રી મંત્રનું સતત સ્મરણ કરવું તેથી તમને શક્તિ મળશે દુઃખ સહન કરવાની. બીજું કંઈ કામ હોય તો મને ચોક્કસ કહેજો. જય શ્રી કૃષ્ણ.  આટલું બોલી મહારાજ ફોન મૂકી દે છે આ તરફ નવલભાઇના મનમાં વિચારોનું યુદ્ધ શરૂ થાય છે હવે મારે શું કરવું મૌલિક અને તેની મમ્મીને આ વાતની કઈ રીતે જાણ કરવી? હે ભગવાન મને કંઈ સમજાતું નથી મારે કયો રસ્તો લેવો? જો મૌલિક અને તેની મમ્મીને જાણ કરું તો બંને આઘાતમાં જતા રહે જે હું ઈચ્છતો નથી. હે મા હવે હું બધું જ તારા પર છોડું છું.  તારી ઈચ્છા બળવાન છે.  તુ જે કર તે બીજા દિવસે નવલભાઇ પોતાની પત્નીને કહે છે,  મેં ઢુંઢ રહા થા તુજે તસ્બી કે હર દાને મે,  ખુદા ઝરે ઝરે મેં થા મુજે માલુમ ન થા. સોચા થાય એક અચ્છા સ ઘર બનાઉંગા,  મેરા અસલી ઠીકાના તો કબ્ર હૈ મુજે માલુમ ન થા. તમે આ શું બોલો છો મને સમજાયું નહિ  પ્રાણ કુંવર બહેન બોલ્યા. કંઈ નહિ હું આમ જ આ પંક્તિ બોલ્યો મેં વાંચી હતી એટલે યાદ આવી ગઈ તેઓ કહે છે મૌલિકને લઇ અને કાલે ડોક્ટર પાસે જવાનું છે.  કેમ શું થયું ? શું તકલીફ છે મૌલિક ને? પ્રાણ કુંવર બહેન બોલ્યા.  કંઈ જ નહીં પણ મારા મનના સમાધાન માટે લઈ જવાનો છે. નવલભાઇ બોલ્યા.  ઠીક છે કેટલા વાગે જવાનું છે? પ્રાણ કુંવર બહેન બોલ્યા કાલે મૌલિકને રજા છે એટલે સવારે 10:00 વાગે જઈશું. નવલભાઇ બોલ્યા.  પ્રાણ કુંવર બહેન : ઠીક છે.  બીજા દિવસે ત્રણેય જણ ડોક્ટર પાસે આવે છે અને બધા રિપોર્ટ કરાવે છે. રિપોર્ટમાં હૃદય દ્રવી ઊઠે તેવું લખાણ લખ્યું હતું. ડોક્ટરે કહ્યું તમારો દીકરો હવે માત્ર મહિનાનો મહેમાન છે.  તેને જેમ બને તેમ ખુશ રાખજો. કોઈ ચિંતા જેવું ન આપતા. અને એ જોશો કે એ પડે નહીં અને માથામાં ઇજા ન થાય. જો માથામાં ઇજા થશે તો તેના મગજની ગાંઠ ફૂંટી  જશે મૃત્યુ પામશે. આ બધુ જ  મૌલિક સાક્ષી ભાવે સાંભળી રહ્યો હતો.  બધા આ સાંભળી ખૂબ જ દુઃખી થઈ જાય છે. જાણે સમસ્યાનું આભ તૂટી પડ્યું હતું.  બધા ઘરે આવે છે. રાત્રે અચાનક મૌલિકને તાવ આવે છે. પણ શરીર સાવ ઠંડુ હોય છે તાવ મગજમાં ચડી ગયો હોય છે. ડોક્ટરને બોલાવવામાં આવે છે. ડોક્ટર ચેકઅપ કરી નવલભાઈને એકાંતમાં બોલાવી અને કહે છે કે તમારા સગા સંબંધીઓને બોલાવી લ્યો તમારો દીકરો હવે વધીને 24 કલાક  માંડ કાઢશે. માતા પિતા એકદમ તૂટી જાય છે,  રાત આખી રોકકળમાં પસાર થઈ જાય છે. બીજા દિવસે અચાનક મૌલિક અંદરથી પોતાને તંદુરસ્ત સમજે છે. પોતાને ભાવતી વાનગી બનાવવા તેની મમ્મીને કહે છે. મમ્મી હવે મને કોઈ જ તકલીફ નથી મારી તબિયત એકદમ સારી છે. પ્રાણ કુંવર બહેન રાજી થાય છે પણ નવલભાઈ તો જાણતા હતા કે વિધિનું વિધાન મિથ્યા થતું નથી. આખો દિવસ સારો રહ્યો પણ સાંજે અચાનક મૌલિકની તબિયત બગડવા લાગે છે,  તેની જીભમાં લોચા વળે છે. નવલભાઇ તેની પાસે બેસે છે. અને કહે છે માત્ર ગાયત્રી મંત્ર બોલ માતાજી જે કરશે તે યોગ્ય કરશે. મૌલિક જોર જોરથી  ગાયત્રી મંત્ર બોલે છે. સમય વીતતો જાય છે. સવાર પડે છે અચાનક મૌલિકની જીભ થોથરાય છે શબ્દો પુરા નીકળતા નથી.  મંત્ર પૂરો પણ થતો નથી અને તે જોરથી ચીસ પાડે છે.  અને શક્તિના સ્મરણ સાથે તે શક્તિના શરણમાં જતો રહે છે. વાતાવરણ ગમગીન બની જાય છે.

માતા પિતા ભારે હ્રદય સાથે દીકરાને વિદાય આપે છે. નોંધ - આ એક સત્ય ઘટના છે કોઈ કલ્પના નથી. રાહુ 18 વર્ષે 12 રાશિનું એક ચક્ર પૂર્ણ કરે છે. રાહુ વક્રી દશા ધરાવે છે તે દર દોઢ વર્ષે પોતાની રાશિ  બદલે છે. એટલે 12×1.5=18 જો જન્મ લગ્નમાં શનિ, રાહુ અથવા મંગળ હોય તો જ  વ્યક્તિ કેન્સરનો ગંભીર દર્દી બને છે અથવા કેન્સરથી અવસાન પામે છે. આવા ઘણા કિસ્સા આપણે આપણી આસપાસમાં જોઈએ છીએ. આ એક સત્ય હકીકત છે જે  જ્યોતિષ શાસ્ત્રમાં પણ કહ્યું છે. 


કથાબીજ / માર્ગદર્શન - શાસ્ત્રી શ્રી પ્રૉ. હેમેન્દ્રભાઈ પ્રમોદચંદ્ર ત્રિવેદી


 આલેખન - જય પંડ્યા