The statue of Madonna shed tears for four consecutive days in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | મેડોનાની મૂર્તિએ સતત ચાર દિવસ સુધી આંસુ સાર્યા હતા....

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

Categories
Share

મેડોનાની મૂર્તિએ સતત ચાર દિવસ સુધી આંસુ સાર્યા હતા....

આપણે આજે ઉન્નત ટેકનોલોજીનાં યુગમાં જીવીએ છીએ  અને આ ટેકનોલોજીને બળે મોટાભાગનાં પ્રશ્નોનાં ઉત્તર મેળવીએ છીએ તેમાંય કોમ્પ્યુટરની ક્રાંતિએ તો માનવીને સર્વજ્ઞ બનાવવાની હદ સુધી પહોચાડ્યો છે પણ તેમ છતા પ્રકૃત્તિમાં બનતી કેટલીક ઘટનાઓના સવાલનો જવાબ માણસને મળતો નથી અને તે તેના ઉત્તર શોધવાના પ્રયાસો કરે છે પણ તેને એ ઉત્તર મળતા નથી.વિશ્વમાં કેટલીક ઘટનાઓ એવી બની છે જેનો ઉત્તર હજી આજે પણ મળ્યો નથી.અમેરિકાની એક મહિલા ગર્ભવતી હતી તે દરમિયાન તેને એટલી પીડા ઉપડી કે તેનાથી એ સહન થતું ન હતું અને તે ઇશ્વરને આ પીડામાંથી મુક્તિ અપાવવા માટે પ્રાર્થના કરતી હતી તે દરમિયાન તેના ઘરમાં મેડોનાની મૂર્તિની આંખમાંથી આંસુ સરવાના ચાલુ થયા હતા અને આ ઘટનાના સાક્ષી આખુ શહેર બન્યુ હતુ અને આ ઘટના સતત ચાર દિવસ ચાલી હતી જ્યારે પેલી મહિલાને શાતા વળી ત્યારે જ એ મૂર્તિના આંસુ બંધ થયા હતા. આ ઘટનાને આજે પણ એક રહસ્ય માનવામાં આવે છે અને તેનો કોઇ ચોક્કસ ઉત્તર વિજ્ઞાન પાસે નથી.

તા. ૨૧મી માર્ચ ૧૯૫૩.

અમેરિકામાં સરાકયૂજ નામનાં નાનકડા નગરમાં એક યુગલ પરણી રહ્યું હતું. ચર્ચમાં લગ્ન બાદ કુ. એન્ટોનિયેટા અને એંગ્લો જેન્યુસોનો અભિવાદન સમારોહ ચાલતો હતો. આ શુભ અવસર પર મિત્રો અને સગાંસંબંધીઓ ભાતભાતની ભેટ સોગાદો અને ઉપહાર લાવ્યાં હતાં. નવવઘુ એન્ટોનિયેટાને જે ઉપહાર મળ્યા તેમાં એક મૂર્તિ પણ હતી જે જેન્યુસોના ભાઈ તથા ભાભીએ આપી હતી. મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી હતી.લગ્ન બાદ એન્ટોનિયેટાએ એ મૂર્તિ પોતાના બેડરૂમમાં પલંગની ઉપરના ભાગમાં દિવાલ પર ગોઠવી હતી. મૂર્તિ મેડોનાની હતી.

સમય વીતતો ગયો.લગ્નના કેટલાક સમય બાદ એન્ટોનિયેટા ગર્ભવતી બની. ઘરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું પરંતુ ધીમે ધીમે જ એ ખુશી ઓસરતી ગઈ. એન્ટોનિયેટાના ઉદરમાં જેમ જેમ ગર્ભ વિકસતો ગયો તેમ તેમ તેની શારીરિક પીડા વધતી ગઈ. ના સમજાય તેવું દર્દ એને સતાવતું રહ્યું.

ધીમે ધીમે તેને ભૂખ પણ ઓછી થતી ગઈ. દિવસો જતાં તે સાવ નંખાઈ ગઈ. એના રૂપાળા ચહેરા પરનું નૂર ઉડી ગયું. આંખો ઊંડી ઉતરી ગઈ. થોડાક મહિનાઓ પછી તો તેને આંખે દેખાવાનું પણ બંધ થઈ ગયું. ઉદરમાં બાળક મોટું થતું ગયું તેમ તેમ તેની જબાન પણ બંધ થઈ ગઈ. તે હવે અસહ્ય પીડા સાથે મોત તરફ ઢસડાતી ગઈ.ડોકટરોએ તપાસ કરી તો નિદાન એવું આવ્યું કે ભૂ્રણમાં ઝેર ફેલાઈ ગયું છે. એ કારણે શરીરમાં પણ ઝેર ફેલાઈ રહ્યું છે. આમ થવાનું કારણ તબીબો શોધી શક્યા નહીં. એન્ટોનિયેટા પિડિત દશામાં પણ એના માથા ઉપર મૂકેલી મેડોનાની મૂર્તિને અપલક દ્રષ્ટિએ નિહાળી રહી હતી. એન્ટોનિયેટાની આંખો જાણે કે મેડોનાની મૂર્તિ પાસે દયાની ભીખ માંગી રહી હતી.તા. ૨૯ ઑગસ્ટ ૧૯૫૩ના રોજ સગર્ભા એન્ટોનિયેટાનું કષ્ટ અસહ્ય બન્યું. સવારે ૭ વાગે એનો પતિ જેન્યુસો તો નોકરી પર જતો રહ્યો. પલંગ પર પડેલી એન્ટોનિયેટા એવી તરફડી રહી હતી. હજીયે તે પેલી મેડોનાની મૂર્તિ તરફ પોતાની ભાવનાભરી અને એજ પ્રશ્નમૂલક દ્રષ્ટિ નાંખી રહી હતી. જાણે કે તે પૂછી રહી હતી : ‘‘હે ઈશ્વર ! તમને મારી પર જરા પણ દયા આવતી નથી ? આટલું કષ્ટ શા માટે ?’’

- અને એક ના સમજાય એવો ચમત્કાર થયો.એ જ ક્ષણે મેડોનાની મૂર્તિની આંખોમાંથી આંસુના બુંદ સરી પડયાં. એન્ટોનિયેટા પણ વિસ્મય પામી ગઈ. બે ઘડી માટે તે તેની પીડા ભૂલી ગઈ. એને વિશ્વાસ બેસતો નહોતો કે પોતાનું કષ્ટ જોઈને મૂર્તિ રડી રહી હતી. એને લાગ્યું કે પોતાને ભ્રમણા થઈ રહી છે. પરંતુ એણે ઘ્યાનપૂર્વક જોયું તો મૂર્તિ ખરેખર રડી રહી હતી.આ દ્રશ્ય જોઈને એન્ટોનિયેટાએ બૂમ પાડી.એની ચીસ સાંભળીને અડોસપડોસની સ્ત્રીઓ દોડી આવી. એન્ટોનિયેટાએ મૂર્તિ તરફ નિર્દેશ કર્યો. પડોશી સ્ત્રીઓએ જોયું તો મેડોનાની મૂર્તિની આંખોમાંથી ખરેખર આંસુ બહાર આવી રહ્યાં હતાં. બહારથી આવેલી બન્ને સ્ત્રીઓએ ધુંટણીયે બેસીને મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરી. આવો ઈશ્વરીય ચમત્કાર એમણે પહેલી જ વાર જોયો હતો.થોડીક જ વારમાં આખી શેરીમાં આ વાત ફેલાઈ ગઈ. થોડીવારમાં તો કેટલાયે લોકો આંસુ સારતી મૂર્તિને જોવા દોડી આવ્યા. મિત્રોે અને સગાસંબંધીઓ પણ દોડી આવ્યા. લગ્ન વખતે મૂર્તિની ભેટ આપનાર જેન્યુસોના ભાઈ અને ભાભી પણ આવ્યાં.બધાં જ દંગ જ રહી ગયાં.મૂર્તિની આંખમાંથી ટપકતાં આંસુથી બિસ્તરનો ઓશીકાવાળો ભાગ પણ ભીનો થઈ ગયો હતો. શરૂઆતમાં સ્ત્રીઓ આ દ્રશ્ય જોવા વઘુ આવી. પડોસમાં એક પોલીસ અધિકારી રહેતો હતો તેની પત્ની પણ આવી. એણે ઘેર જઈ પોતાના પતિને વાત કરી. પોલીસ અધિકારીએ આ બાતમી પોલિસ સ્ટેશનમાં પોતાના ઉપરી અધિકારીને આપી.આ દરમિયાન એન્ટોનિયેટાનું ઘર અનેક સ્ત્રીઓથી ઉભરાઈ ગયું હતું. બધી પ્રાર્થના કરી રહી હતી.મૂર્તિ હજી આંસુ ટપકાવી રહી હતી.

નજીકમાં આવેલા શહેર વાઈઆ કારસો ખાતે એક ડોકટર રહેતા હતા. તેમનું નામ ડો. મારિયો મેસીના હતું. તેમને આ વાતની ખબર પડતાં તેઓ ખુદ આ ઘટનાનું નિરીક્ષણ કરવા આવ્યા. ડો. મારિયોએ આવીને મૂર્તિને ઉઠાવી. એમણે મૂર્તિની ચારે તરફ નીરિક્ષણ કર્યું. મૂર્તિ ચારે બાજુથી કોરી હતી. અંદર કોઈ પાણી રહે તેવી જગા જ નહોતી. છતાં આંખમાંથી આંસુ સરકી રહ્યાં હતાં.ડોકટર વિસ્મીત બની ગયા.એમણે મૂર્તિને પાછી દિવાલ પર ગોઠવી દીધી.ડૉ. મારિયો ભાવુક બનીને બોલી ઉઠયા : ‘‘મૂર્તિ સાચે જ રડી રહી છે.’’એ દરમિયાન ઘરની બહાર સેંકડો લોકો એકત્ર થઈ ગયા હતા. બહાર આવીને તેમણે જાહેર કર્યું : ‘‘આ એક અલૌકિક પ્રસંગ છે. વિજ્ઞાન પાસે આનો કોઈ ઉત્તર નથી પરંતુ મૂર્તિ રડી રહી છે તે એક હકીકત છે. મેં બઘું બરાબર નીરિક્ષણ કર્યું છે ના તો મારી આંખો દગો દઈ રહી છે કે ના તો મારી બુદ્ધિ સાથ આપી રહી છે.’’

એટલામાં તો એન્ટોનિયેટાનો પતિ જેન્યૂસો પણ ઘેર આવી ગયો. એ પણ મૂર્તિને રડતી જોઈ વિચારમાં પડી ગયો. વાસ્તવમાં મૂર્તિ એની પત્ની પ્રત્યે દયા અને સહાનુભૂતિના ભાવ જ પ્રકટ કરી રહી હતી.આ દ્રશ્ય જોનારા બીજા અનેક લોકો પણ રડી પડયા.

આ વાત હવે સ્થાનિક પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની મીટીંગમાં એવું નક્કી થયું કે, ‘‘આ એક સુનિયોજીત પ્રપંચ છે. પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી મૂર્તિ કદી રડી શકે નહીં. તેથી મૂર્તિને પોલીસ સ્ટેશને લાવવી અને તેની તબીબી અને વૈજ્ઞાનિક તપાસ કરાવવી.’’

રાત્રે ૧૦ વાગે પોલીસ જેન્યૂસોના મકાન પર પહોંચી. પોલીસે મૂર્તિ પોતાના કબજામાં લઈ લીધી અને જેન્યૂસોને પણ ગિરફતાર કરી પોતાની સાથે લઈ લીધો. પરંતુ રસ્તામાં પણ મૂર્તિ આંસુ સારતી રહી.મૂર્તિને પોલીસ સ્ટેશન પર લાવવામાં આવી. તેનું ચારે તરફથી ઘ્યાનપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું. આંસુ ક્યાંથી આવી રહ્યાં છે તે પોલીસ શોધી શકી નહીં. પોલીસ અધિકારીઓ પણ આ દ્રશ્ય જોઈ ગભરાયા. તેઓ પણ પ્રાર્થના કરવા બેસી ગયા. તેમણે આદર સહિત મૂર્તિને પાછા જેન્યૂસોના ઘેર લટકાવી દીધી. જેન્યૂસોને પણ મુક્ત કરી દીધો.

તા. ૩૦મી ઑગસ્ટના રોજ આસપાસના એરિયામાં આ ખબર ફેલાઈ ગઈ. પત્રકારો અને તસ્વીરકારો પણ દોડી આવ્યા. સ્થાનિક અખબારોમાં આ ખબર છપાતાં સરાકયૂઝ સ્ટેશન દર્શનાર્થીઓની ભીડના કારણે નાનું પડવા લાગ્યું. વિચારશીલ લોકો પણ આ અલૌકિક ઘટના અંગે દ્વિધામાં પડી ગયા. બુઘ્ધિજીવી લોકો પણ અખબારોમાં પોતાના વિચારો પ્રગટ કરવા લાગ્યા કે, ‘‘વિજ્ઞાનની પણ ઉપર આ વિશ્વમાં કોઈ મોટી શક્તિ છે, જે દેખાતી ના હોવા છતાં યે માનવીય શક્તિથી પ્રબળ છે.’’હવે આખાયે પ્રાન્તમાંથી લોકો આવવા લાગ્યા હતા તેથી આવવાવાળા યાત્રિયોની સુવિધા અને સુરક્ષા માટે સ્થાનિક લોકોએ એક કમિટી બનાવી. સેંકડો તટસ્થ લોકોએ પણ મૂર્તિ રડી રહી હોવાનું કબૂલ્યું.એક દિવસ ‘‘લા સિસિલિયા ડેલ લુનેડી’’ નામના અખબારના રિપોર્ટરે પોતાના વૃત્તાંતમાં લખ્યું કે, ‘‘મેડોનાનાં આંસુ બંધ થતા ંનથી. આ રહસ્ય ઉકેલવું જ રહ્યું. એ એક હકીકત છે કે મૂર્તિની આંખમાંથી નીકળતાં આંસુઓને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી પરંતુ તેનાં કારણો તો જાણવાં જ જોઈએ.’’હવે નાનકડા નગરમાં હજજારો લોકો આવવાં લાગ્યા હતાં.મૂર્તિના રૂદનનો હવે ચોથો દિવસ હતો. લોકોની ભીડ બેકાબુ બની રહી હતી. કોઈ જાદુગરી કે સામુહિક હીપનોટીઝમની કરામત ક્યાંયે દેખાતી નહોતી. મૂર્તિને ઉતારીને જોઈ શકાતી હતી. સરકારનું પણ ઘ્યાન આ બીના તરફ દોરવામાં આવ્યું હોવાથી આજે મુખ્ય ચર્ચના ૧૦ જેટલા વરિષ્ઠ પાદરીઓની એક ટૂકડી આવી પહોંચી. ફાધર વેસેન્જોએ રડી રહેલી મૂર્તિનો ફોટો લીધો. બધા પાદરીઓએ મૂર્તિનું નિરીક્ષણ કર્યું. ઈટાલિયન ક્રિશ્ચિયન લેબર યુનિયનના અઘ્યક્ષ પ્રો. પાવલો અલબાની પણ આવી પહોંચ્યા. બીજા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આવ્યા. એ બધા પણ મૂર્તિની આંખમાંથી નીકળતાં આંસુ જોઈ ચકિત થઈ ગયા. બરાબર તપાસ પછી એ બધાં એ જાહેરમાં સ્વીકાર્યું કે ‘‘મૂર્તિની આંખમાંથી નીકળતાં આંસુ કોઈ કૃત્રિમ ઉપકરણનો પ્રયોગ નથી બલ્કે ના સમજાય તેવી એક વાસ્તવિકતા જ છે. એ દિવસે સરકારે નીમેલી એક તપાસ સમિતિને પણ તપાસ કરી અહેવાલ આપવા જણાવ્યું.’’ફાધર બૂ્રનો તપાસ વિશેષજ્ઞ, પોલીસ અધિકારી અને એક ન્યાયાધીશ ઘટના સ્થળે પહોંચ્યા. જેન્યૂસોના ઘરની બહાર અસાધારણ ભીડ હતી. પોલીસની મદદ બાદ તેઓ ઘરની અંદર પહોંચી શક્યા. આ તપાસ સમિતિમાં ફાધર બૂ્રનો ઉપરાંત તપાસ વિશેષજ્ઞ તરીકે ડાયરેકટર ઓફ માઈક્રોગ્રાફિક ડો. માઈકલ કૌસેલા અને આસી. ડાયરેકટર ડો. બૂ્રડ ડી ઉર્સો હતા. તેમણે મૂર્તિનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું.બીજી તરફ તેમણે એ પણ જોયું કે ગર્ભવતી એન્ટોનિયેટાની તબિયત ઝડપથી સુધારા પર હતી. તબીબોની સારવારનાં સારાં પરિણામ પણ આવી રહ્યાં હતાં. હવે તેની આંખોમાં તેજ વઘ્યું હતું. તેની લડખડાતી જીભ હવે બરાબર કામ આપતી હતી. ચાર જ દિવસ પહેલાં કોઈ જ દવા કામ કરતી નહોતી અને મૂર્તિના ચાર દિવસનાં આંસુ કોઈ ગજબનો ચમત્કાર સર્જી રહ્યાં હતાં.વિશેષજ્ઞોએ મૂર્તિની આંખમાંથી એક સી.સી. આંસુ લઈ તેના વૈજ્ઞાનિક પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યાં પરંતુ તેઓ એ નક્કી ના કરી શક્યાં કે આંસુ ક્યાંથી આવે છે ?ચાર દિવસ પૂરા થયા.પાંચમા દિવસે એન્ટોનિયેટા સ્વસ્થ થઈ ગઈ.આશ્ચર્ય એ વાતનું હતું કે મેડોનાની મૂર્તિનાં આંસુ પણ તેની સાથે જ બંધ થઈ ગયાં.બીજા દિવસે જ મૂર્તિઓનાં આંસુઓનો લેબોરેટરી રિપોર્ટ જાહેર કરાયો. તેમાં લખ્યું હતું : ‘‘તપાસ કમીશને મૂર્તિનાં આંસુઓનો નમૂનો લીધો હતો. તેને માઈક્રોકિરણોથી તપાસવામાં આવ્યાં હતાં તેનાં ભીતરી તત્વોનું પણ પૃથ્થકરણ કરાયું હતું. એ આંસુઓમાંથી એવાં બધાં જ તત્વો જોવા મળ્યાં જે તત્વો ત્રણ વર્ષના બાળકની આંખનાં આંસુઓમાં જોવા મળે છે.’’

મૂર્તિની આંખમાંથી નીકળતાં આંસુ હવે અટકી ગયાં હતાં.એન્ટોનિયેટા હવે સ્વસ્થ હતી.વૈજ્ઞાનિકો માટે આજે પણ ૧૯૫૩ની એ ઘટના માટે કોઈ જવાબ નથી કે શા માટે જ્યાં સુધી એક સગર્ભા પીડાતી રહી ત્યાં સુધી મૂર્તિ રડતી રહી.