નામના વગરનું કામ.
એક ગામમાં એક બાંધકામનું નું કામ ચાલતું હતું. શેઠ અને ઠેકેદાર એક ઝાડ બીજા ભાઈઓ સાથે બેઠા હતા. એવામાં થોડી વારમાં ચાય આવી અને ઠેકેદારે સહજભાવે કહી દીધું કે જ્યારથી બાંધકામ શરુ થયું ત્યારથી અહી સર્વને ચાય પીવડાવું.છુ. જ્યા જ્યા મારું બાંધકામ ચાલે ત્યાં મારી આદત મુજબ કરું છુ.
હવે આ વાત સાંભળી અને શેઠને લાગી આવ્યું એને થયું કે મારા હાથની નીચે ઠેકેદાર કામ કરે. મારું કામ મારા મારી જગ્યા અને મને આવી રીતે કહી જાય તો કેમ ચાલે?. શેઠે પોતાના માણસો બોલાવી અને પ્રેમથી કીધુ “એ ભાઈ આવતીકાલથી છે ને હવે આપણા દૂધની ચા બનાવવાની ઠેકેદારના ના માણસો ને ભલે ઠેકેદાર સાહેબ બનાવીને પીવડાવે પણ આપણી ચાય આપણે જ દૂધ લઇ બનાવડાવી લેવી.”
ત્યારબાદ થોડી વાર થઈ હશે અને શેઠ ને વિચાર આવ્યો કે ગઈકાલે મેં મંદિરમાં દાન કર્યું હતું અને મારા નામની આરસની તકતી પર મુકવા કીધું હતું હવે જો ભગવાનને ખબર પડે કે મંદિરમાં આપેલી સેવા અને દાન આ સેઠ આખા ગામને કહેતો ફરે છે કે આ દાન મેં આપ્યું. ભગવાનની જગ્યા, ભગવાનનું કામ એમાં ભગવાનને વારંવાર કાનમાં જાય આ મેં તમારી માટે કર્યું તો ભગવાનને કેવું લાગે? કોઈ માણસ આપણા પર કરેલી મદદ ને આખા ગામમાં કહેતો ફરે તો કેવું લાગે?. આપણે તેને તુરંત કહી દઈએ કે હવેથી બીજી વખત મને તારી સહાય ન જોઈએ.
આપણે કરેલા સત્કર્મ પર પાણી ફરી જાય.
જેવું આપણને લાગે તેવું ભગવાનને લાગે.
ભગવાને ગીતામાં કહ્યું છે.
ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्। ૪-૧૧
ભક્ત ભગવાનની પાસે જે ભાવથી, જે સંબંધથી અને જે રીતે શરણ લે છે, ભગવાન પણ તેને તે જ ભાવથી, તે જ સંબંધથી અને તે જ રીતે આશ્રય આપે છે.
ભગવાન નો ગુણ છે કે ભગવાન આપણે ઘણું બધું આપ્યું છે શ્વાસ આપણા ચલાવે છે જીવન જીવાડે છે અને શું નથી આપ્યું આપણે જીવનમાં પણ ભગવાને કોઈદી એમ ઢોલ પીટીને નથી કીધું નથી કે આ મેં આપ્યું. વરસાદ વરસાવે અનાજ ઉઘાડે. એક દાણા ના હજાર દાણા કરી આપે.. ભગવાનનો આ ગુણ આપણામાં હોવો જોઈએ કે નહિ? પત્ની પતિની સેવા કાર્ય પણ આખા ગામમાં ઢોલ પીટે કે હું મારા વર માટે આ કામ કરું છુ પેલું કામ કરું છુ. ખાવાનું બનાવી દઉં કપડા ધોઈ દઉં. તો પતિ ને ગમે ખરું?
જો મને ભગવાનને ગમતા થવું હશે તો મારા નામની તકતી છોડવી પડશે. શેઠે પોતાના નામની તકતી નો વિચાર હંમેશને માટે પડતો મુક્યો.
“ ॐ तत्सद् कृष्णार्पण मस्तु। હે કૃષ્ણ આ તમને અર્પણ. “ આ આપણા શાસ્ત્રોમાં કીધું છે અને આ બહુ શાસ્ત્રીય મોટો સિદ્ધાંત છે કોઈને તમે સહાયભૂત થાવ છો અને એ પણ કોઈને ખબર પડ્યા વગર તો એ તમારી અંદર રહેલો ભગવાનનો ગુણ છે.
ત્યારબાદ તે તરત જ મંદિરના પૂજારીની કીધું કે મેં જે આપેલું દાન છે એની હવે તકતી લગાડવાની નથી અને કોઈને કહેવાનું પણ નથી કે કોણે આપ્યું છે.
सत्येन धार्यते पृथ्वी सत्येन तपते रविः ।
सत्येन वायवो वान्ति सर्वं सत्ये प्रतिष्ठितम् ॥
સત્યથી પૃથ્વીનું ધારણ થાય છે, સત્યથી સુર્ય તપે છે, સત્યથી પવન વહે છે. બધુંજ સત્ય પર આધારિત છે. સત્ય પ્રભુ ના શરણ માં છે.
ॐ तत्सद्, यह मंत्र महान,
जीवन का आधार, अनंत ज्ञान।
सत्य से सृष्टि का प्रवाह,
हर कर्म कृष्ण को अर्पण का भाव।
મંત્ર મહાન "ઓમ तत्सद्", કહે સત્ય વેદો,
મળે પરમ શાંતિ, પરમ ત્રિપ્તિ નહેરો।
સત્યના પ્રકાશે થાય જગત ઉજાગર,
કર્મ ભગવતાર્પણથી થાય જીવન સુંઘર।
ભક્તિથી એ વાત સાદી છે,
કર્મે જ આધ્યાત્મિક હૃદયભાવી છે।
જય જયો શ્રી કૃષ્ણના પદ પરમ,
આવું જીવન થાય અર્પણમ।
દરેક કાર્ય ભગવાન કૃષ્ણને અર્પણ કરવામાં આવે ત્યારે તે પવિત્ર બની જાય છે. સત્યના આચરણ અને અર્પણની ભાવનાથી જીવનનું સંપૂર્ણ નિર્માણ થાય છે.