Prem thay ke karay? Part - 25 in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમ થાય કે કરાય? ભાગ - 25

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમ થાય કે કરાય? ભાગ - 25

પ્રપોઝ

નીતાબેન રસોડામાં નિત્યક્રમ મુજબ રસોઈની તૈયારી કરી રહ્યા છે. સાથે સાથે માનવીનાં રૂમ તરફ નજર પણ રાખી રહ્યા છે. સવારનાં દસ વાગવા આવ્યા છતાં માનવીનાં રૂમમાં કોઈ હલનચલન નથી દેખાતી.

થોડીવારમાં માનવી લાલ ફૂલોવાળો ડ્રેસ અને વાદળી હરીભરી લેંગીજ પહેરી, હાથમાં લાલ રંગનું બ્રેસલેટ જેવું આજની ફેશનનું પહેરી, સિલ્કી વાળ ખભા પર છુટા રમતા મૂકી રૂમમાંથી બહાર નીકળે છે.

"હમણાંથી બહાર જવાનું વધી ગયું છે." નીતાબેનનો કટાક્ષ માનવીનાં કાને અથડાય છે.

"હું મારા કામથી જવુ છું."

"મને તો કહે શું કામથી જાય છે." નીતાબેન માનવીનાં પગથી માંડીને માથા સુધી એક નજર ફેરવી લે છે.

"ફ્રેન્ડને મળવા જવું છું." માનવી રઘવાટમાં જવાબ આપી રહી છે.

"કઈ ફ્રેન્ડ?"

"તું કેમ આજે આટલી બધી પંચાત કરી રહી છે." માનવી નીતાબેનનાં સવાલો સામે અણગમો વ્યક્ત કરે છે.

"હું પંચાત નહિ ખાલી સવાલ પૂછી રહ્યું છે. જે તને પંચાત લાગે છે." નીતાબેન આગળ કંઈ બોલે તે પહેલા માનવી તેમના પ્રશ્નનો જવાબ આપ્યા વગર ઝડપથી ઘરની બહાર નીકળી જાય છે.

"મનુ... ઉભી તો રહે..." માનવી તેની મમ્મીની વાતો સાંભળવા સહેજ પણ રોકાતી નથી.

નીતાબેન તેને જતા જોઈ રહે છે.

"ભલે તું મને ના કહે, પણ બેટા મને ખબર છે. કે તું તારી જિંદગીનાં એવા સમયમાંથી પસાર થઈ રહી છે. જેમાંથી પોતાની જાત પર કંટ્રોલ કરવું એ જ બહુ મોટી સફળતા છે. આ ઉંમરે તે નહિ મેં પણ કોઈકને પ્રેમ કરવાની ભૂલ કરેલી." ત્યાં જ રસોડામાંથી કુકરની સીટી વાગવાનો અવાજ આવે છે.

                             ***

"તને ખબર છે એ ફાઈનલ આવશે જ." અંકિતા માનવીને પૂછી રહી છે.

"હા કાલે મેં એને મેસેજ કર્યો તો એને કહ્યું હતું. તે આવશે." માનવી ઘડિયાળ પર નજર ફેરવે છે.

"એટલે તે એને એવું કહ્યું હતું કે હું કાલે તને પ્રપોઝ કરવાની છું. એટલે તું આવજે."

"અંકિતા હું ગાંડી નથી કે એવું કહું. મેં તો એમ કહ્યું હતું કે મારે તને રિટર્ન ગિફ્ટ આપવાની છે. આ સ્માર્ટવોચનાં બદલે."

અંકિતા અને માનવી એક કોફીશોપમાં બેસી કેવિનનાં આવવાની રાહ જોઈ રહ્યા છે.

માનવીની નજર કાચની બહાર દેખાતા પાર્કિંગમાં ફરી રહી છે. ત્યાં જ કેવિન ફોર્મલ કપડામાં બાઈક લઈને પાર્કિંગ એરિયામાં આવી પહોંચે છે. કેવિનને જોઈ માનવી અંકિતાને દૂરના એક ખૂણા પરનાં ટેબલ પર બેસવા જણાવે છે. માનવી ફોનમાં નજર કરી કેવિનથી અજાણયા બનાવનું નાટક કરવા લાગે છે.

"હાય..."

"ઓ.. હાય..." કેવિન અને માનવી એકબીજા સાથે હાથ મિલાવે છે.

"ઉભો કેમ છે બેસ ને." કેવિન માનવી સામે ખુરશી પર બેસે છે.

"બોલ શું મંગાવું? કોલ્ડ કોફી કે બીજું કંઈક?"

"કોલ્ડ કોફી."

"બે કોલ્ડ કોફી " માનવી કાઉન્ટર ટેબલ તરફ નજર કરી ઓર્ડર આપે છે.

" શું આમ અચાનક મને બોલાવવાનું કોઈ કારણ? "

"તમે મને આ સ્માર્ટવોચ ગિફ્ટ આપી હતી. તો પછી મારે પણ તમને રિટર્ન ગિફ્ટ તો આપવી પડે ને."

"હા તો બતાવો. શું લાવ્યા છો મારે માટે રિટર્ન ગિફ્ટ?"

માનવી પર્સમાંથી પેકીંગ બોક્સ કેવિનનાં હાથમાં ધરે છે. કેવિન તેમાં રહેલી ઘડિયાળ જોઈ ખુશ થઈ જાય છે.

"વાઉ મસ્ત છે."

માનવીનાં ચહેરા પર એક ખુશીની લહેર ફરી વળે છે. બન્ને વચ્ચે થોડીકવાર મૌન છવાઈ જાય છે.

" મારે તને એક વાત કહેવી છે "

"હા તો કહે. એમાં શરમાય છે. શેની!" કેવિન કોફીનો એક ઘૂંટ પીને બોલે છે.

"હં... હું... છું.. ને ત..."

"અટકે છે કેમ આગળ બોલ."

"કેવિન I love you." માનવી આંખો બંધ કરીને બોલી જાય છે.

કેવિન માનવી સામે જોઈ રહે છે. માનવી પણ કેવિનનાં જવાબની રાહ જોઈ રહે છે.

"I love you to માનવી " કેવિન પણ માનવીનાં પ્રેમનો સ્વીકાર કરે છે.

માનવીનાં ચહેરા પર એક ખુશીઓનું મોજુ ફરી વળે છે.

"સાચે  જ.."

"લે એમાં વળી શું ખોટું હોઈ શકે." કેવિન માનવીનાં હાથમાં પોતાના હાથ મૂકી વિશ્વાસ વ્યક્ત કરે છે.

કેવિન અને માનવી એકબીજા સામે જોઈ રહે છે. બન્ને પ્રેમની દુનિયામાં ખોવાઈ જાય છે. ત્યાં જ તેમની ઓફિસમાંથી તેનાં બોસનો ફોન આવે છે.

"ઓફિસમાંથી ફોન છે.અર્જન્ટ જવુ પડશે. હું જાવું?" માનવીનાં પ્રેમમાં ડૂબેલો કેવિન માનવીની પરવાનગી માંગે છે.

"ઠીક છે જા, પણ..." માનવી કેવિનને રાત્રે ફોન પર વાત કરવાનો ઈશારો કરે છે.

કેવિન હકારમાં માથું ધુણાવીને કોફીશોપમાંથી બહાર નીકળી જાય છે. માનવીનાં ચહેરા પર અનહદ ખુશીઓ ઉછાળા મારી રહી છે.

અંકિતા પોતાના ફોનમાં આજની તારીખ જોઈને તેને કંઈક શંકા જાય છે, પણ માનવીનાં ચહેરા પર ખુશીઓ જોઈને અંકિતા પોતાની વાત માંડી વાળે છે.

                                                             ક્રમશ :