Nitu - 53 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 53

Featured Books
  • तेरा...होने लगा हूं - 5

    मोक्ष के खिलाफ और खुद के फेवर में रिपोर्ट बनाकर क्रिश का कस्...

  • छावां - भाग 2

    शिवराय द्वारा सन्धि का प्रस्ताव मिर्जाराज जयसिंह के पास भेजा...

  • Krick और Nakchadi - 3

     " एक बार स्कूल मे फन फेर हुआ था मतलब ऐसा मेला जिसमे सभी स्क...

  • पथरीले कंटीले रास्ते - 27

      पथरीले कंटीले रास्ते    27   27     जेल में दिन हर रोज लगभ...

  • I Hate Love - 10

    और फिर उसके बाद स्टडी रूम की तरफ जा अंश को डिनर करने को कहती...

Categories
Share

નિતુ - પ્રકરણ 53


નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)



નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી. પણ નવીન સામે નહિ. લંચનાં સમયમાં મોકો મળતાની સાથે તેણે કૃતિને ફોન કર્યો.

"હા બોલો દીદી, કેમ અત્યારે ફોન કર્યો? કોઈ કામ હતું?"

"ના કોઈ કામ તો નહોતું. બસ થયું કે તને ફોન કરી લઉં."

"બાય દી વે, બધુ બરાબર તો છે ને?"

"હા...  બધું બરાબર જ છે. તને એવું લાગે છે કે કઈ કશું બરાબર નથી?" 
તેણે સીધું જ પૂછ્યું. કૃતિએ શાણપણથી જવાબ આપ્યો.  "લાગતું તો નથી પણ તમારો બદલાયેલો વ્યવહાર એવું લગાડવા માટે મજબૂર કરી રહ્યો છે." 

"તો એ જાણવા માટે તે વિદ્યા મેડમ ને ફોન કરી લીધો!" 

"તો શું કરું? તમે તો મને કહેવાથી રહ્યા અને ઘરમાં તો એવું કશું બન્યું જ નથી. એટલે થયું કે તમારી ઓફિસમાંથી કોઈ ગડબડ હશે તો જાણવા માટે મેં વિદ્યા મેડમ ને ફોન કરી લીધો અને તેણે મને જણાવ્યું..." 

"શું જણાવ્યું?"

"એ જ, કે એવરીથીંગ ઈજ ઓલરાઈટ."

"બીજું શું કહ્યું મેડમે?"

"બીજું કંઈ નહીં. તું મારી સાથે આટલી પડ પૂછ કેમ કરે છે દીદી?"

"મેડમે મને વાત કરી, કે તે ફોન કરેલો એટલે. તને જો મારી ચિંતા થતી હોય તો તારે મને ફોન કરવો જોઈએ ને કૃતિ!"

"દીદી! ઈનફેક્ટ તમારે એવું વિચારવું જોઈએ કે તમે નસીબદાર છો જે આટલા સારા મેડમ મળ્યા છે. એને તમારી પણ ચિંતા રહે છે. મેં વાત કરી તો તેણે મને કહ્યું, કે તું નિશ્ચિત થઈ જા, નિતુને કોઈ ટેન્શન હશે તો એ હું દૂર કરી દઈશ. કેટલા સારા છે ને તમારા મેડમ."

તે મનમાં કહેવા લાગી, "કેટલા સારા છે અને હું કેવી નસીબદાર છું એ તો ફક્ત હું જાણું છું કૃતિ."

સામેની બાજુથી કોઈ જવાબ ના આવતા કૃતિએ ફરી કહ્યું, "હેલો દીદી તુ સાંભળે છે ને?"

"હા, સાંભળી રહી છું. કોઈ કામ ના હોય તો ફોન મૂકુ?"

"ઠીક છે. પણ જો, એકલા એકલા ચિંતાનો ટોપલો લઈને ના ફરતી. તને કોઈ વાત મૂંઝવતી હોય તો મેડમને કહી દેજે."

"હા હા મારી મા." હસીને તેણે જવાબ આપ્યો પરંતુ ફોન મૂકતાંની સાથે જ ચહેરો ગમ્ભીર થય ગયો.

સાંજે તેને કરુણાને મળવાની ઈચ્છા થઈ. કરુણા તેને એમ નહોતી જણાવી શકી કે મેડમ દરેક વ્યક્તિ પર નજર રાખીને બેઠાં છે. છતાં નિતુને એ અંદેશો હતો કે કરુણાની વાત અધૂરી છે. પરંતુ જ્યાં સુધી તે તેને સામેથી કંઈ નહિ કહે ત્યાં સુધી તેણે પણ શાંત રહેવાનો નિર્ણય કર્યો. બીજી બાજુ કરુણાનો મત પણ એ જ હતો. થોડીવારમાં કરુણા ત્યાં આવી અને નિતુના સામેના ટેબલ પર લંચ માટે બેઠી.

નિતુએ તને ઇશારાથી પૂછ્યું, "શું થયું?"

તેણે આંખો નીચી કરી અને માથું નકારાત્મક હલાવતા વળતો ઈશારો કર્યો. અધૂરી વાત સિરિયસ છે એ તેને માલુમ થયું. એટલામાં બાજુમાં બેઠેલા ભાર્ગવે કહ્યું, "કરુણા શું થયું?"

"કંઈ નહિ."

"તો પછી આમ દુઃખના પહાડ તૂટી પડ્યા હોય એમ કેમ વર્તે છે?"

"ભાર્ગવ ભાઈ, મારું એક કામ કરશો. પ્લીઝ."

"હા ભૈ, હું તારું કામ શું કામ ના કરું? બોલ, શું કરવાનું છે?"

"આજે મારે વ્રત છે, એટલે જમ્યા પછી પાણી પીયને જ ઉભું થવાશે. પણ હું પાણી લાવતાં ભૂલી ગઈ છું. તમે મારા માટે એક ગ્લાસ ભરી લાવશો. પ્લીઝ!"

"શું કરુણા તું ભી, એમાં પ્લીઝ શું કહેવાંનું? હું હમણાં લાવી આપું છું."

કરુણાએ કામ કરતી વેળાએ એક પરચી બનાવી હતી. પરંતુ વિદ્યા તેના પર નજર રાખી રહી છે એટલે તેને મળવું બંને માટે દાવ વિફળ કર્યા બરાબર હતું. ભાર્ગવને ચતુરાઈથી એક બાજુ મોકલી તુરંત તેણે જસ્સીને બોલાવી. હાથમાં રહેલી પરચી કરુણાએ બંધ મુઠ્ઠીથી ટેબલ પર રાખી દીધી અને કહ્યું, "નીતિકા જ્યારે એકલી હોય ત્યારે તેના સુધી આ પહોંચાડી દેજે."

જસ્સીએ આશ્ચર્યસહ પૂછ્યું, "શું છે આ મેડમ?"

"એ બધું છોડ અને હું જેટલું કહું છું એટલું કર. બીજી વાત હું પછી કરીશ અને હા, સાંજ પહેલા આપી દેજે."

"સાંજ પડવા જ નહિ દઉં. હમણાં મેડમ એકલાં મળે એટલે આપી દઈશ."

"કોઈને જાણ ના થાય એનું ધ્યાન રાખજે."

"ઠીક છે."

 એટલામાં ભાર્ગવ પાણી લઈને પરત પહોંચ્યો. "આ લે તારું પાણી." કહીને તેની સામે હસતાં તે ટેબલ પર બેઠો કે જસ્સીએ હાથમાં રહેલી ટ્રે ટેબલ પર મૂકી દીધી અને ફરી ઉપાડતા ટ્ર્રે સાથે કરુણાની આપેલી પરચી પણ આંગળ સાથે દબાવીને લઈ લીધી.

"તમારા માટે કશું લાવું સર?"

"અરે ના જસ્સી. બહુ વધારે જમીશ તો પછી ઉંધ આવશે. એટલું મારા માટે બૌ છે. તું જા."

જસ્સી જતી રહી. એકબીજાથી અજાણ બનતા બંનેએ લંચ પર ધ્યાન આપ્યું. સામેના ટેબલ પર બેઠેલી નિતુ આ જોઈ રહી હતી. તેને જાણ હતી કે કરુણાએ જસ્સી સાથે કોઈ મેસેજ મોકલ્યો છે. તેઓએ કંપનીમાં વિશ્વાસપાત્ર માણસોને ધ્યાનમાં રાખ્યા હતા. જસ્સી તેમાંથી એક હતી. કેન્ટીનની સાધારણ નોકર હોવા છતાં ખુબ હોંશિયાર હતી. જ્યારે કોઈને જાણ નહોતી ત્યારે એ જસ્સીએ જ પહેલીવાર તેને જણાવેલું કે તેનું પ્રમોશન થવાનું છે. કેન્ટીનમાં કામ કરતા કરતા જો તેને આટલી અંદરખાનાની માહિતી મળી શકે તો તે પોતાને પણ ઘણી કામ આવી શકે છે. નિતુનાં આ વિચારે જ તે બંનેએ જસ્સી પર વિશ્વાસ મુક્યો હતો.

ધીમે ધીમે બધા લોકો પોતાનું લંચ પતાવી ચાલતા થયા હતા. રોજે દરેકની સાથે જતી નિતુ આજે આરામથી જમી રહી હતી. જેથી અનુરાધા, અશોક અને સ્વાતિના ગયા પછી તે ટેબલ પર એકલી હતી. જસ્સીએ તાકીદ કરી અને તેના સુધી ટ્રેમાં પાણી લઈને પહોંચી ગઈ. નમી તેણે પહેલા પરચી રાખી અને કોઈની નજર પડે એ પહેલાં તેના પર પાણીનો ગ્લાસ રાખી દીધો અને એ જતી રહી.

પાણી પીયને તેણે ધીમેથી એ કાગળ પોતાના હાથમાં લીધો અને જતી રહી. પોતાની કેબિનમાં પરત ફરી તેણે વાંચ્યું. તેમાં લખેલું હતું, "સોરી હું તને બીજો મેસેજ ના કરી શકી. મેડમના લેપટોપ સાથે આખી ઓફિસના કેમેરા કનેક્ટ થયેલા છે અને એ આપણા પર નજર રાખી રહ્યા છે. એટલે જો બંનેને એક સાથે ફોન હાથમાં રાખતા જોશે તો તેને આપડે મળેલા છીએ એ વિશ્વાસ આવી જશે. ઓફિસ ટાઈમ પત્યા પછી હું બહાર તારી રાહ જોઈશ. ગેટથી થોડે દૂર."

તેને બધું સમજાય ગયું. તેની યોજના વિફળ જઈ રહી હતી. હવે નવો પ્લાન બનાવવો જરૂરી હતો. સાંજ સુધી પોતાનું કામ કરતી નિતુ જેવો જ ઓફિસનો ટાઈમ પૂરો થયો કે ઉતાવળ રાખી બહાર જવા નીકળી. બાજુમાં નવીન હાજર નહોતો. આ વાતનો ફાયદો ઉઠાવી તેણે ખુરશી એક બાજુ ફેરવી અને કેમરાની નજરમાં ના આવે એ રીતે કરુણાની પરચી ફાડી ડસ્ટબીનમાં ફેંકી દીધી. ઉતાવળા પગલે તે ચાલી, બહાર આવી તો નવીન વિદ્યાની કેબિનમાંથી બહાર આવી રહ્યો હતો. એક સેકેન્ડ માટે તે સ્તબ્ધ થઈ ગઈ પણ કરુણાને મળવાની ઉતાવળમાં તે વધારે વિચાર્યા વગર જતી રહી.

મેઈન ગેટથી બહાર નીકળી તેણે બધી બાજુ નજર કરવાની શરુ કરી. થોડું આગળ ચાલી તેણે જોયું તો રોડના સામેના કાંઠે કરુણા ઉભેલી. કરુણાએ હાથ ઊંચો કરી પોતાની હયાતી તેને આપી. તે એક શ્વાસ લઈને તેની તરફ ચાલે એ પહેલા જ બંનેની વચ્ચે ગાડી આવી ઉભી રહી ગઈ. મિરર ડાઉન કરી વિદ્યા બોલી, "ચાલ નિતુ, હું તને ડ્રોપ કરી દઉં."

વિદ્યાને જોતા જ કરુણા ઉલ્ટી દિશામાં મોં કરી ગઈ. નિતુએ એક જુઠ્ઠી સ્માઈલ આપી કહ્યું, "જી! મેમ."