Amidst swirls of doubt - 7 in Gujarati Love Stories by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકા ના વમળો ની વચ્ચે - 7

Featured Books
  • My Devil Hubby Rebirth Love - 65

    अब आगे तुम कौन हो बस तुम मेरी लिटिल सिस्टर हो यह बात हमेशा य...

  • बैरी पिया.... - 68

    अब तक : दक्ष " वो नही पता चला SK.. । कोई clue नहीं छोड़ा है...

  • साथिया - 139

    एक महीने बाद*अक्षत कोर्ट जाने के लिए तैयार हो रहा था और  साँ...

  • नशे की रात - भाग - 2

    अनामिका ने अपने पापा मम्मी को इस तरह कभी नहीं देखा था कि मम्...

  • अनोखा विवाह - 7

    अनिकेत आप शादी के बाद के फैसले लेने के लिए बाध्य हैं पहले के...

Categories
Share

શંકા ના વમળો ની વચ્ચે - 7

         રાત્રે બરાબર ઊંઘ નહી કરી શકવાને કારણે આજે સવારે ઉઠતાં જ સોનાલી ને થોડું માથું ભારે લાગતું હતું, તે સવારે વહેલી ઉઠી બહાર આવેલી અગાશી માં ગઈ, ત્યાં ફૂલ - છોડ નાં કુંડા અને સૂર્યોદય જોવાનો સોનાલી ને ખુબ ગમતું, આ તેનો જાણે નિત્યક્રમ હતો,  થોડી વાર પછી તે ફ્રેશ થવા નીચે ગઈ, દાદર નાં એક એક પગથિયાં ઉતરતા તેને એક જ વિચાર આવતો હતો કે જે ઘર માં એ વહુ બની ને જવાની છે ત્યાંની જો પહેલી ગિફ્ટ આપતી વખતે આવી માનસિકતા હોય તો વાસ્તવિકતા કેવી હશે?              એને વારંવાર વિચાર આવતો કે મેઘલ તેના માં - બાપ થી છુપાવતો હતો કારણ કે એના માં - બાપ એના થી છુપાવતા હતા, જે ઘર માં પારદર્શિતા નથી એ ઘર માં તે કેવી રીતે રહી શકશે? વિચારતા વિચારતા છેલ્લું પગથિયું આવી ગયું એની ખબર પણ એને નાં પડી, એ લગભગ પડવા જેવી થઈ ગઈ, ફ્રેશ થઈ ચા - નાસ્તો કરી તે  ઉપર ગઈ, સવારે 7: 00 વાગ્યા ની પહેલી બેચ નાં સ્ટુડન્ટ આવી ગયા હતા, તેણે તેનું મન એમાં પરોવી દીધું, ટ્યુશન અને સ્કૂલની જોબ માં સમય ક્યાં જતો રહેતો ખબર પણ પડતી નહિ.

             ફરી થી લગભગ 3-4 મહિના પછી  પોતાના સમાજ નાં રિવાજ પ્રમાણે ગોર્યો ની ગિફ્ટ સાસરે થી આવી, આ વખતે પણ એવું જ બન્યું, તેના સાસુ નહોતા આવ્યા તેના બદલે તેના કાકાજી ની છોકરીઓ અને સસરા આવ્યા હતા, એક રાત પણ રહ્યા હતા, ફરી થી એજ ક્વોલિટી ની પોલિએસ્ટર ની સાડી અને એજ રીતે મહેમાન ગયા પછી સોનાલી નાં સાસુ નો ફોન આવ્યો, આ વખતે ફોન માં એમણે એના બીજા દેરાણી નું નામ લીધું હતું, મેઘલ ને ત્રણ કાકા અને કાકી હતા, સોનાલી ને મન માં થોડું સ્પષ્ટ થયું, એણે બહુ જ ટૂંક માં વાત પતાવી ફોન મૂકી દીધો.                   

           સોનાલી એ સાડી એક જ વખત જોઈ પાછી મૂકી દીધી હતી, એણે એના મમ્મી સાથે પોતાના મન ની વાત શેર કરી, સોનાલી નાં મમ્મી ને પણ હવે એમ લાગતું હતું કે કદાચ બધા ભાઈઓ ભેગાં રહેતાં હશે ત્યારે સોનાલી ની સાસુ બધાંની સાથે નેગેટીવ રહ્યા હશે, એમણે એમની દેરાણીઓ ને મનગમતા કપડાં સિલેક્ટ નહી કરવા દીધા હોય, પોતાનો જેઠાણી હોવાનો પૂરો લાભ નેગેટીવ રીતે ઉઠાવ્યો હશે, પોતાનો સ્વભાવ જોહુકમી વાળો રાખ્યો હશે, હું કહું તેમ જ થવું જોઈએ, એવી રીતે પોતાની દેરાણીઓ ને રાખી હોય તો જ આવું બને, સોનાલી નાં મન માં પણ આ જ વાત નો અંદાજ આવી રહ્યો હતો, નહી તો કોઈ શું કામ જાણી જોઈને આવી ગિફ્ટ પસંદ કરે? દરેક ને સારી ક્રેડિટ લેવી ગમે જ, અને એ બેસ્ટ જ ચોઇસ કરે, પણ સોનાલી નાં મન માં હજુ એક પ્રશ્ન રહી રહી ને ઉઠતો હતો, સોનાલી ની સાસુ ને બધી વાત ની ખબર હોય તો જાણી જોઈ ને શું કામ એમના દેરાણી ને લઇ જતા હશે ? અને લઈ જાય તો પોતાની પસંદનું કેમ નહી લેતા હોય ? લઈ લીધા પછી ગિફ્ટ કરી દીધા પછી સામે ચાલી ને ફોન માં સ્પષ્ટતા કેમ કરતા હશે ? કે કાકી એ ચોઈસ કર્યું છે મે નાં પાડી પણ મારું કંઈ નાં ચાલ્યું, ખરેખર સોનાલી તો ક્યારેય કશું પૂછતી જ નહોતી, એવી વાત પણ નહોતી કરતી તો સામે ચાલી ને સ્પષ્ટતા કરવા સ્પેશ્યલ ફોન કેમ કરતા હશે? બસ આ વાત પર સોનાલી નાં મન માં મોટો પ્રશ્નાર્થ હતો.                   

                  સોનાલી એ ખુલી ને એના મન ની વાત મમ્મી ને કરી દીધી કે એને કશું સારું લાગતું નથી, જે ઘર માં જેની સાથે રાત - દિવસ રહેવાનું છે એ સાસુ બરોબર લાગતા નથી, એને અંદર થી લાગતું હતું કે આ સંબંધ અહી જ પૂરો કરી દેવો જોઇએ, સોનાલી ને એમ પણ કોઈ માથાકૂટ ગમતી નહોતી, સોનાલી ની મમ્મી ને પણ લાગતું હતું કે જે હોય એ પણ લગ્ન પછી સોનાલી ની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઈ જાય, દેરાણી - જેઠાણી નાં વેર માં પોતાની દીકરી ની સેન્ડવિચ થાય એના કરતાં સંબંધ મૂકી દેવાય તો સારું.                                        રાત્રે મેઘલ નો ફોન આવ્યો, વાત પર થી એનું એ જ જાણવા મળ્યું કે એને કશી જ ખબર નહોતી, ફક્ત બરોડા જવાના છે એવી ઘર માં વાત થઈ હતી, પણ આજે સોનાલી સ્પષ્ટતા કરી દેવાંનાં મૂડ માં હતી, એણે બહુ શાંતિ થી મેઘલ ને સમજાવ્યું કે ગિફ્ટ માટે નહી, પણ એની પાછળ તેની મમ્મી એ બંને વખત  કરેલી સ્પષ્ટતા સાથે પોતાના વિચારો નથી મળતા, એણે બહુ શાંતિ થી મેઘલ ને સમજાવ્યું કે તમે બહાર જોબ માટે નીકળી જાવ પછી રહેવાનું તો એને એ સાસુ સાથે જ છે, કેમ કે નોકરી નહિ કરવા દેવાની સ્પષ્ટતા પહેલે થી જ કરી દીધી છે, અને એ આવા વાતાવરણ માં નહી રહી શકે, એનો ઉછેર પારદર્શિતા અને સાચું બોલવામાં અને સ્પષ્ટ વાત હોય એવા ઘર માં થયો છે, ઘણા બધા સંબંધો એકબીજા ને અનુકૂળ નાં આવે તો મૂકી દેતા હોય છે, આપણે પણ અહીંયા સંબંધ પૂરો કરી દઈએ.               સોનાલી ની સ્પષ્ટતા પછી મેઘલ સોનાલી ને સમજાવતો રહ્યો કે એ ઘરે જઈ ને એની મમ્મીને વાત કરશે, તેને ગિફ્ટ નાં ગમી હોય તો એ નવી લઈ આપશે, એની મમ્મીને કંઈ ખબર નથી પડતી, કંઈ કેટલી રીતે સમજાવવાનો પ્રયત્ન કરતો રહ્યો, સામે છેડે સોનાલી સમજાવતી રહી કે એને ગિફ્ટ ની કોઈ પડી જ નથી, એ પોતે ટ્યુશન કરી ને પણ જે જોઈએ તે લઈ શકે છે, જેવું જોઈએ તેવું પોતાની મનપસંદ વસ્તુ લઈ જ શકે છે, વાત વસ્તુની નથી વિચારો અને માનસિકતા ની છે, સોનાલી પોતાની વાત સમજાવતાં થાકી ગઈ , એણે બહુ જ ગંભીર રીતે સમજાવ્યું કે ઘર માં સ્ત્રીઓ નાં વિચાર નાં મળે તો કેવા પ્રોબ્લેમ થઈ શકે, પણ મેઘલ એની વાત મૂકવા તૈયાર નહોતો, સામે છેડે સોનાલી મક્કમ હતી. લગભગ એકાદ કલાક ફોન ચાલ્યા પછી બંને એ બાય કહી ને ફોન મૂકી દીધો.                 

              રોજ ની ટેવ પ્રમાણે સોનાલી રાત્રે ફ્રેશ થઈ ને અગાશી માં આવી, ખુલ્લા આકાશ માં તારા જોવાની મજા જ કંઈ અલગ હોય એમ સોનાલી માનતી, સાથે સાથે તારા નો આભાર માનતી, સોનાલી ને નાનપણ થી તારા ખૂબ ગમતા, એ હંમેશા તારા જોઈ ને એવું વિચારતી કે આટલા મોટા અંધારા ને આ તારા ઓ શણગારે છે અને એટલે આ રાત નું અંધારું બહુ સરસ લાગે છે, એ આ વિચાર થી જ આનંદિત થઈ જતી, સોનાલી મન માં જ ખુશ થઈ જતી કે એનો આ અંધારા અને તારા વિશે નો આ વિચાર નાનપણ થી એવો ને એવો જ રહ્યો હતો, એટલો જ આનંદ એને અત્યારે ફિલ થતો હતો, થોડીવાર અગાશી માં ઉભા રહ્યા પછી તે પાછી પોતાના રૂમ માં આવી, આવતીકાલ નાં ટાઇમ ટેબલ ની તૈયારી પતાવી ને, ગઈકાલ ની અધૂરી રહી ગયેલ નોવેલ લઈને વાંચવા લાગી.