“ હમ ..... " પ્રિન્સિપાલ સર બોલ્યા .
“ કેમ કે સર જુવો સાયકોલોજી ના લેક્ચરસ માટે પેલા તો કોઈ હાઈ રેન્કિંગ યુનિવર્સિટી માંથી પીએચડી ડોક્ટરેટ પ્રોફેસર જોઈએ . પેલી વાત તો એ કે આપણી હોમીયોપેથી ની ફિલ્ડ માં ભાગ્યે જ કોઈ એમડી કરે છે અને એમાં પીએચડી પ્રોફેસર ...... અને એ પણ સાયકોલોજી જેવા આટલા અઘરા વિષય માં તો કોઈ દિવસ પોસીબલ નથી અરે તેની પીએચડી ની દર વર્ષ ની સીટો ખાલી રહે છે કેમ કે કોઈ આવા અઘરો કોર્સ માં પોતાના વર્ષો બરબાદ ના કરે " ડો . મલ્હોત્રા બોલ્યા .
“ એ વાત તમારી સાચી ડો .મલ્હોત્રા પણ કઈક કરવું તો પડશે ને આ વર્ષ માં મેડિકલ કાઉન્સિલ ની ચેકીંગ છે આ વર્ષ પૂરતું તો બધુ સંભાળવું ને " પ્રિન્સિપાલ સર બોલ્યા .
" એ તો હવે કઈક કરવું પડશે ને . તમારા કોન્ટેક્ટ તો એટલા છે તો તમે જ હવે કઈક કરો " ડો.મલ્હોત્રા બોલ્યા .
" એ તો હવે જોઈએ આગળ “ પ્રિન્સિપાલ સર બોલ્યા .
" ચાલો હું જાવ મારે લેક્ચર છે અને હા કાઈ વધારે ચિંતા ના કરતા બધું થઈ જશે અને હુ પણ મારા થી બનતા પ્રયાસ કરીશ તમારી કોલેજ નો પ્રોફેસર પછી પેલા હુ તમારો સ્ટુડન્ટ છું " ડો . મલ્હોત્રા બોલ્યા .
“ થૅન્ક યુ બેટા “ પ્રિન્સિપાલ સરે સ્મિત કર્યું
ડૉ . મલ્હોત્રા લેકચર લેવા ચાલ્યા ગયા .
અહી પ્રિન્સિપાલ સર એટલા દિવસ થી બિચારા લેક્ચરર માટે બધે કોન્ટેક્ટ કરે છે .
પણ કોઈ પણ આવી હોમિયોપેથીક ફિલ્ડ માં પીએચડી અને એ પણ સાયકોલોજી જેવા વિષય માં મળવો અસંભવ છે .
અહી આમ ને આમ થોડા દિવસો પસાર થાય છે .
પ્રિન્સિપાલ સર એક દિવસ પોતાના કેબિન માં બેઠા હોય છે .
“ સર એક સ્ટુડન્ટ ના વાલી આવ્યા છે અને તમને મળવા માંગે છે " પિયુન એ આવી ને કહ્યું .
“ એમને અંદર બોલાવી લે " પ્રિન્સિપાલ સર ફાઈલ માં કામ કરતા કરતા બોલ્યા .
“ જાઓ સર બોલાવે છે " પિયુન એ પેલા વાલી ને અંદર જવા માટે કહ્યું .
" હાં બોલો શું કામ હતું " પ્રિન્સિપાલ સર બોલ્યા .
" સર , અમારી દીકરી ઉર્ણા આ કોલેજ માં અંડર ગ્રેજયુએશન ના છેલ્લા વર્ષ માં છે અને તેની ફી માટે આ લેટર આવ્યું હતું " ઊર્ણા ના પપ્પા એ એ લેટર પ્રિન્સિપાલ સર ના ટેબલ પર મૂક્યું .
" હા , આ તેની સત્ર ની ફી બાકી છે અને કેટલાય દિવસો થય ગયા પણ તેની ફી ભરવાની બાકી છે એટલા માટે આ લેટર મોકલેલો કોલેજ તરફ થી " પ્રિન્સિપાલ સર બોલ્યા .
ત્યાં ડો .મલ્હોત્રા અને અવની કઈક કામ થી પ્રિન્સિપાલ ઓફીસ માં આવ્યા .
અને બંને સામે ની ખુરશી પર બેઠા .
" હા તો સર એક વિનંતી હતી કે અમને થોડો સમય આપો કેમ કે અમે સાવ ગરીબ ઘરના છીએ અને મજૂરી કરી માંડ માંડ રોટલા ભેગા થઈએ છે અને એમાં મારી પત્ની ની અચાનક તબિયત બગડી ગઈ તો એમાં બધા પૈસા ચાલ્યા ગયા . " ઉર્ણા ના પપ્પા આજીજી કરવા માંડ્યા .
“ પણ આમ તો કેમ ચલાવી લઉ હુ “ પ્રિન્સિપાલ સર બોલ્યા .
ત્યાં ડો .વીણા આવ્યા પ્રિન્સિપાલ ની કેબિન માં તે પોતાના ઓર્ગેનોન ઓફ મેડિસન ના ડિપાર્ટમેન્ટ ના નવા એડમીશન લિસ્ટ ના અનુસંધાને આવ્યા હતા .
એ પણ આવ્યા ત્યાં બધા ખુરશી પર બેઠા હતા તો પોતે સોફા પર જઈને શાંતિ થી બેઠા .
" સર હું તમને આજીજી કરું છું મારી દીકરી નું છેલ્લું જ વર્ષ છે એનું ભવિષ્ય બગડી જશે " ઉર્ણાં ના પિતા રડવા જેવા થઈ ગયા .
" પણ .... " પ્રિન્સિપાલ સર બોલે એ પેલા ડો .મલ્હોત્રા એ તેમને વચ્ચે અટકાવ્યા
ડૉ. વીણા આ બધું બેઠી ને શાંતિ થી જોઈ રહ્યા .
" સર એમને થોડો સમય આપી દયો . એમની હાલત તો જુવો . આપણે ડોક્ટર્સ છે આપણે નઈ સમજશું તો હવે કોણ સમજશે પ્લીઝ સર થોડો વધારે સમય એમને આપી દયો " ડો .મલ્હોત્રા બોલ્યા .
અવની ગર્વસભેર પોતાના પપ્પા ને જોઈ રહી અને મનોમન વિચારી રહી કે મારા પપ્પા આટલા સારા છે તો પણ તેમને પોતાના જ ઘર માં સાવ આમ .
અવની પોતાના પપ્પા ને જોઈ રહી ત્યાં પાછળ થી અવાજ આવ્યો .
" ઊર્ણા ની ફિસ હુ ભરી દઉં છું અત્યારે ." પાછળ સોફા પર બેઠેલા ડો .વીણા બોલ્યા .
બધા એ પાછળ જોયું
" ના મેડમ તમે કાઈ રીતે , હુ ભરી દઈશ થોડા સમયમાં તમે રેહવા દયો " ઊર્ણાં ના પપ્પા બોલ્યા .
" હા વીણા બેટા .... " પ્રિન્સિપાલ સર બોલ્યા .
" સર ..... બસ મારે ભરવા ને પૈસા તો બસ પછી ... તમે ફીસ થી મતલબ રાખો બીજી કોઈ વસ્તુ થી નહિ " ડો .વીણા એ પોતાના સ્વભાવ મુજબ સામે કહી જ દીધું .
“ ઊર્ણાં , મારી પણ સ્ટુડન્ટ છે અને હુ આટલા માટે કરું છું કેમ કે મને ખબર છે કે એ છોકરી ભણવામાં બહુ જ હોશિયાર અને કાબિલ છે " ડો .વીણા બોલ્યા .
" ઘણી વાર માણસ નો સમય નબળો હોય છે પણ તેની કાબેલિયત નહિ . આવા માણસ ને કોઈક નઈ ને કોઈક રૂપે આગળ વધવું જરૂરી હોય છે પોતાના પરિવાર ને સભર અને સધ્ધર બનાવવા માટે .આવા કાબિલ અને પ્રમાણિક માણસ આવી કોઈ મુસીબત માં ફસાઈ અને આવા માણસ ની વારે જ્યારે કોઇ ના આવે ને ત્યારે ભગવાન કોઈ નઈ ને કોઈ ને તેની મદદ કરવા માટે મોકલી દેતું હોય છે તમે હાલ એ જ સમજી લ્યો કે મને ભગવાને જ કહ્યું છે અને હુ ભગવાન નું કામ સમજી ને જ તમારી મદદ કરું છું કેમ કે તમારી દીકરી કાબિલ ની સાથે સાથે પ્રમાણિક પણ છે " ડો . વીણા પર્સ માંથી પૈસા કાઢી ને ગણતા ગણતા બોલ્યા .
" આ લ્યો સર " ડો વીણાએ પૈસા પ્રિન્સિપાલ સર ના હાથ માં થમાવ્યા .
પ્રિન્સિપાલ સરે પૈસા લઈ અને ફી રિસિપ્ટ આપી .
" આ લ્યો , હવે કાઈ પણ ચિંતા ના કરતા અને કાઈ પણ જરૂર પડે તો હુ છુ જ “ ડો . વીણા એ ફી રિસિપ્ટ લઈ ઊર્ણાં ના પપ્પા ના હાથ માં આપી .
" તમારો ખુબ ખુબ આભાર મેડમ " ઊર્ણાં ના પપ્પા આભાર માનતા ચાલ્યા ગયા .
“ સર આ લ્યો આ એન્યુલ ડે ના સેલિબ્રેશન નું બિલ " અવની એ બિલ પ્રિન્સિપાલ સર ને આપ્યું .
" હા , બેટા થેંક યું સો મચ " પ્રિન્સિપાલ સર બિલ લેતા લેતા બોલ્યા .
" સર આ એડમીશન ની આ વર્ષ ની લિસ્ટ જે તમે કીધી હતી એ " ડો . વીણા એ લિસ્ટ ટેબલ પર જ મૂકી .
" હા " પ્રિન્સિપાલ સર બોલ્યા.
" અરે હા , મારે તમને એક ગુડ ન્યૂઝ દેવી છે " પ્રિન્સીપાલ સર સ્મિત કરતા કરતા બોલ્યા .