આમ રાત વીતતી ગઈ અને જૂની બધી યાદો ઉખેળાતી ગઈ . યાદગીરીઓ અને એ જૂના ક્ષણો નો વાયરો વાતો રહ્યો .
" ચાલો હવે બધા સૂઈ જઈએ બહુ જ રાત થઈ ગઈ છે " પ્રિન્સિપાલ સર બોલ્યા .
" હા એલા ચાલો ચાલો બહુ રાત થઈ ગઈ છે " દિવ્યાંગ બોલ્યો .
" સમય ક્યાં જતો રહ્યો કોઈને કાઈ ખબર જ ના રહી નઈ વીણા " મોહન બોલ્યો .
" હા એ જ ને સમય બહુ જલદી જતો રહ્યો " વીણા બોલી.
" પણ મને બહુ આનંદ થયો તમે બધા મને મળવા આવ્યા એટલે " પ્રિન્સિપાલ સર બોલ્યા .
બધા એમના જૂના સ્ટુડન્ટ્સ ખુશ થઈ ગયા .
" હવે ખબર નઈ આવું રીયુનિયન હવે પાછું ક્યારે થશે . થઈ શકશે કે નઈ થઈ શકશે " પ્રિન્સિપાલ સર થોડા ઉદાસ થઈ બોલ્યા .
" અરે કેમ નઈ થઈ શકે હા ." અવની બોલી.
" બેટા આ લોકો માંથી અમુક બધા દૂર રહેતા હશે ને તો થોડા આવી શકશે " પ્રિન્સિપાલ સર બોલ્યા .
અવની એ જોયું
" અરે આ બધા માંથી મોટા ભાગ ના આપણી કોલેજ મા જ પ્રોફેસર તરીકે છે અને રહી વાત બીજા લોકો ની તો બધા આ સિટી માં જ છે . તમારા ભાગ્ય બહું સારા કે કોઈ પણ સિટી બહાર નથી " અવની બોલી.
" હે .... બધા અહી જ છે " પ્રિન્સિપાલ સરે જોયું બધા ની સામે
બધા એ હકાર માં માથું હલાવ્યું .
“ મતલબ કે ... " પ્રિન્સિપાલ સર ખુશ થઈ ગયા .
" મતલબ કે આવુ ગેટ ટુ ગેધર થતું જ રહેવાનું . આતો બધાનો કોન્ટેક્ટ જતો રહ્યો એટલે પણ હવે બધા ના ફોન નંબર અહી મારી પાસે સેવ છે " અવની બોલી .
" પ્રેશ્વમ આ તારી દીકરી બહુ જ ડાહી છે હો. આ તારી દીકરી ના લીધે એટલા વર્ષો પછી આપણો ભેટો થયો બાકી એક જ શહેર માં રહેતા હતા પણ કોઈ દિવસે કોન્ટેક્ટ ના અભાવે મુલાકાત જ નહોતી થઈ શકી પણ હવે જો આટલા વર્ષો પછી બધા આપણે અહી સાથે છે નઈ " દિવ્યાંગ બોલ્યો .
“ એ તો છે મારી દીકરી જેવી તો સંતાન બધા ને મળે " પ્રેશ્વમે પોતાની દીકરી ના માથે હાથ ફેરવ્યો .
" આને સાચવીને રાખજે અને બધી ઈચ્છાઓ પૂરી કરજે " મોહન બોલ્યો .
" અરે .... મારી એક ની એક દીકરી છે આની આજ સુધી માં એવી કોઈ પણ જીદ નહિ હોઇ કે જે મે પૂરી નહીં કરી હોય અને અમુક જીદ તો આ સંકેત પુરી કરો દેઇ છે " પ્રેશ્વમે સંકેત ના ખંભા પર હાથ માર્યો .
" હાસ્તો મારે ઘેર દીકરી નથી પણ મારા માટે તો અવની મારી જ દીકરી છે અને મારી દીકરી ની કિસ્મત છે જ એવી કે એને બધું મળી જાય વગર માંગ્યે " સંકેત એ અવની ના માથે હાથ ફેરવ્યો
" પણ ઘણી વાર શું છે સંકેત કે માણસ ને બધું વગર માંગ્યે કે મો માંગ્યે મળી જતું હોય છે પણ જ્યારે અમુક વસ્તુઓ છે તે નથી મળી શકતી તો તે તેમના માટે જ હાની રૂપ સાબિત થાય છે . અમુક ઈચ્છાઓ કોઈ પૂરી ના કરી શકે અને જ્યારે એ ઈચ્છા પૂરી ના થાય ત્યારે આવા માણસ ના મન માં હમેશા માટે તેનો ખાલીપો રહી જતો હોય છે જે કોઈ ના ભરી શકે તો બેહતર છે કે અમુક જીદ ને જતી કરી દેવાઈ " વીણા બોલી
" બરાબર છે વીણા તારી વાત " પ્રિન્સિપાલ સર બોલ્યા .
સંકેત અને અવની ચૂપ થઈ ગયા .
" એવું નથી આંટી માણસ ના કર્મો સારા હોઇ તો તેને બધું સારું મળી જ રહેતું હોય છે " અવની એ સામે દલીલ કરી
" તો તો તારા પપ્પા ને તારી મમ્મી મળી અને તમે બધા અત્યારે ખુશ ખુશાલ છો તો એ એમના કર્મો જ એવું જ ને અવની !!! " વીણા એ સામે વાર કર્યો .
અવની ચૂપ થઈ ગઈ અને થોડી રડવા જેવી પણ
" વીણા બેટા એવું ના બોલાય હા જો પેલી રડવા જેવી થઈ ગઈ " પ્રિન્સિપાલ સર બોલ્યા .
“ ના બેટા કાઈ નથી થયું હો " પ્રેશ્વમે અવની ને આવી ને માથે હાથ રાખી ને થોડી શાંત કરી .
" વીણા થોડું તો પછી ... " સંકેત બોલવા ગયો ત્યાં જ વીણા એ તેને અટકાવ્યો.
" સંકેત મે જે કહ્યું એમાં કાઈ ખોટું છે ! " વીણા બોલી .
" કાઈ ખોટું નથી પણ .... " સંકેત બોલ્યો
" પ્રેશ્વમ , આઇ એમ નોટ સોરી ફોર ધિસ . મારા મતે મે જે કહ્યું એ સાચું જ છે તો હુ આમાં સોરી ના કહું " વીણા બોલી .
“ સારું વીણા , મારા અને મારી પત્ની ના સંબધો સારા નથી એટલે જ તું બોલી શકે છે જો બધું સારું હોત તો તું શું કોઈ ના બોલી શકત . " પ્રેશ્વમ બોલ્યો .
“ વીણા બસ બેટા આપણે હોમિયોપેથીક ડોક્ટર્સ છે આપણે ક્યારના આવા લાગનીવિહિન થઈ ગયા . એ બિચારી થોડુ બોલી ગઈ એમાં આટલું કરવાનું ! . અને તારે તો ઉપર થી વધુ લાગણીશીલ હોવું જોઈએ તારો તો સબ્જેક્ટ જ એ અનુસંધાન માં છે " પ્રિન્સિપાલ સર બોલ્યા .
" સર એ મારો સબ્જેક્ટ છે મારી પૂરી જિંદગી નથી . તમને ખબર છે કે હુ સાચું જ કહી દઉં છું ભલે પછી સામે વાળા ને જે લાગે તે " વીણા પોતાનો પક્ષ રાખતા બોલી .
" સર ઇટ્સ ઓકે , જવા દયો મારે મારા ઘર ની પરિસ્થિતિ ના લીધે આપણો રીયુનિયન નથી બગાડવો " પ્રેશ્વમ બોલ્યો .
" ચાલો બધા હવે ચા આવી ગઈ છે તો બધા ચા પિય ને છુટા પડીએ " પ્રિન્સિપાલ સર બોલ્યા .
પિયુન એ બધા ને ચા દીધો .
મામલો શાંત પડ્યો અને બધા ચા ની ચૂસકી લેતા લેતા વાતો કરી રહ્યા .
" ચાલો હવે જાઓ બધા ઘરે કાલે બધા ને કામ પણ હશે " પ્રિન્સીપાલ સર બોલ્યા .
“
સારું સર હવે ફરી કોઈ ફંકશન થાય તો બોલાવજો " દિવ્યાંગ બોલ્યો
“ હાં ચોક્કસ " પ્રિન્સિપાલ સર બોલ્યા .
બધા લોકો પોત પોતાના ઘરે જવા રવાના થયા .
" ચાલો અવની આપણે પણ જઈએ ઘરે “ પ્રેશ્વમ બોલ્યો
" હાં પપ્પા ચાલો " અવની બોલી
અવની અને પ્રેશ્વમ કાર માં બેઠી અને પોતાના ઘરે જઈ રહ્યા .
" પપ્પા આ વીણા આંટી આજ વધારે ના બોલી ગયા " અવની બોલી .
" બેટા , એનો સ્વભાવ આજ કાલ થી નહિ પણ પેહલે થી જ એવો અતડો છે પણ આપણે આપણો સ્વભાવ નઈ બદલવાનો આપણે હંમેશા મોટાઓ નું સન્માન જાળવવાનું ઓકે મારો દીકરો " પ્રેશ્વમ પોતાની દીકરી ના માથે હાથ ફેરવતા ફેરવતા બોલ્યા .
" હા , ડો .મલ્હોત્રા " અવની મસ્તી કરતા કરતા બોલી .
" પપ્પા , આ ડો . સૂર્યવંશી ની વાત આવતા સંકેત કાકા કેમ થોડા અસ્વસ્થ થઈ ગયેલા . મે તેમને જોયા હતા તેમનું વર્તન થોડું અજગતું હતું ... તમે તો એમના બેસ્ટફ્રેન્ડ છો ને તો તમે કહો ને કાઈ થયું હતું ભૂતકાળ માં એમના અને ડો . સૂર્યવંશી ની વચ્ચે ... "